ભીંજાયેલો પ્રેમ ભાગ - 10 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીંજાયેલો પ્રેમ ભાગ - 10

ભીંજાયેલો પ્રેમ-10

(એક ઝલક)

મેહુલ અને રાહી બંને એકબીજાના પ્રેમમાં પડે છે અને તેની વચ્ચે અર્પિત અને રાહીના બાળપણની દોસ્તીની વાતો આવે છે અને ગેરસમજણને કારણે બધા તણાવમાં મુકાય છે અને આખરે તે વાતની ગેરસમજણ દૂર થાય છે, રવિવારે મેહુલ મોડે સુધી સૂતો હોય છે ત્યારે રાહીના મેસેજ આવી જાય છે તે બાબતની જાણ મેહુલના બહેન મીરાંને થઈ જાય છે અને બંને જયારે જલંધર ગામ જતા હોય છે ત્યારે મીરા મેહુલ પાસેથી બધી વાતો કઢાવી લે છે.

મેહુલ તેના જીગરી દોસ્તોને બોલાવી તેઓની ખાસ જગ્યાએ વસ્તુ મંગાવી લે છે.

Continue

ત્યાં પોહચતા જ બધા ટોળે વળી ગયા.

“ક્યાં રહી ગ્યાતા અલા, દસ મિનિટનું કઈને અડધી કલાક કરી તમે તો” ટોળામાંથી કોઈક બોલ્યું.

“આ મેહુલને થોડું કામ હતું એટલે, ચાલો ચાલો હવે નઈ રેવા’તું” શુભમે બેગમાંથી બરમુડા કાઢતા કહ્યું.

“હા ચાલો, આજે તો ત્રણથી ચાર કલાક છે આપણી પાસે” મેહુલે પોતાનો બરમુડો લેતા કહ્યું.

બધાએ બરમુડા પહેરી લીધા. બધા લાઈનમાં ઉભા રહી ગયા…. 1. . 2…3…. . બધા એક સાથે ધરામાં જંપલાયા.

જલંધર ગામ વાઘેશ્વરી નદીના કિનારે આવ્યું છે અને આ ધરાનું પાણી ખુબ જ સ્વચ્છ હોય છે કારણ કે આ ધરો ગામના ઉપરવાસમાં છે.

જયારે મેહુલ આવે ત્યારે બધા સાથે અહીં નાહવા આવતા, પહેલા નાહવાનું અને પછી બધા નાસ્તો લાવ્યા હોય તે ધરા કિનારે આવેલા ઝાડ નીચે બેસી નાસ્તો કરવાનો. બધાને તરતા આવડતું એટલે એક સાથે નાહવાની પણ મજા આવે, બધા એક પછી એક ધરા પરથી છલાંગ મારી જેમ માછલી એક કાંઠેથી બીજા કાંઠે પોંહચી જાય તેમ પોંહચી જતા, કોઈક હરીફાઈ લગાવી નીકળી જતું તો કોઈક ઉંચી છલાંગ મારી પાણીમાં પછડાતું, આ દિવસે ધરામાં એકલો શોરબકોર જ થતો અને કદાચ આ દિવસે સુનસાન ધરાને પણ મજા આવી જતી હશે. બધા એકથી દોઢ કલાકમાં તો થાકી ગયા અને બહાર આરામ ફરમાવતા હતા. મેહુલે શુભમના બેગમાંથી નાસ્તો કાઢ્યો, બધા સર્કલમાં આવી ગયા અને નાસ્તો પૂરો કર્યો.

“હવે કોઈને નાહવાની ઈચ્છા તો નથી ને?” મેહુલે પૂછ્યું.

બધાએ એક સાથે ના પાડી હવે તો ક્રિકેટ રમવાની. એ ખરા બપોરે બધા દોસ્તો ક્રિકેટ રમ્યા. જે મેહુલ થોડું ચાલીને થાકી જતો તે જ મેહુલ આજે અડધા કલાકથી પરસેવે નાહ્ય. બધા ક્રિકેટ રમીને એટલા થાકી ગયા હતા કે પાછા પેલા ધરાને ન્યાય આપવાનું મન થયું. બધા પાછા ત્યાં ગયા પણ આ વખતે માત્ર પાણીમાં બેસી રહેવાથી જ થાક ઉતરી ગયો.

સમય થઇ ગયો એટલે મેહુલ શુભમને લઈને નીકળી ગયો. બંને થોડીવાર શુભમના ઘરે બેઠા પછી મેહુલે રજા લીધી. મેહુલે મોબાઈલ ચેક કર્યો, મીરાના કોઈ કોલ આવ્યો છે કે નહિ?.

મીરાંનો એક કોલ હતો પણ સાથે રાહીના દસ કોલ, મેહુલ હસતો હસતો મનમાં કંઈક બબડતો અને વિચારતો મીરા પાસે પોહચી ગયો.

“મળી લીધું દોસ્તોને?”મીરાએ પૂછ્યું.

“હા, મળી લીધું”મેહુલે જવાબ આપતા કહ્યું.

“ચાલ જમવા બેસીજા હવે ભૂખ લાગી હશે” આરતીએ કહ્યું.

મેહુલે આરતીના પતિને ના જોયા એટલે પૂછ્યું “ના આરતી, હું ત્યાં જમીને આવ્યો છું અને મી. હરેશ હજી નથી આવ્યા?”

“ના, હજી કામ હશે કંઈક, આજે રવિવાર છે ને એટલે નક્કી ના હોય”

“ઓકે, આપણે નીકળશું દી, પાપાનાં કોલ આવે છે” મેહુલે મીરા સામે જોતા કહ્યું.

આરતી અને મીરાંએ એકબીજાના ઘરે આવવાની અને બધાને સારા ખબર આપવાની ફોર્માલિટી પુરી કરી અને બંને ત્યાંથી નીકળી ગયા.

***

બીજી બાજુ રાહીને આજે મેહુલ સાથે ઘણી બધી વાતો કરવી હતી અને આજે જ મેહુલે કોલ કટ કર્યો હતો એટલે રાહી બેચેન થઇ ગયી હતી. પોતાની બેચેની દૂર કરવા રાહીએ તેની બહેનો સાથે ગપ્પાને ન્યાય આપ્યો.

“એકવાર હજી કોલ કરું? કદાચ ઉપાડે”રાહી મનમાં બોલી અને પાછો અવી (મેહુલ)ને નંબર લગાવ્યો. મેહુલ બાઈક ચલાવતો હતો અને તેણે પહેલાથી જ નક્કી કર્યું હતું, જો રાહીનો કોલ આવે તો મીરાને આપપવો.

કોલ આવતા જ મેહુલે કહ્યું “દી, તમારે રાહી સાથે વાત કરવી છે?”

”હા લાવ, હું પણ તારી મહારાણીની મધુરવાણી સાંભળું. ”

બસ જોઈતું’તું ને વૈધે કહ્યું. ”આલો દી કોલ આવે જ વાત કરો. ” કહી મનમાં બોલવા લાગ્યો “હવે રાહી ગુસ્સો ના કરે કેમ કે થોડીવાર મીરા સાથે વાત કરશે એટલે મિસકોલવાળી વાત ભૂલી જશે. ”

“હેલ્લો, મેહુલ કેમ કોલ રિસીવ નો’હતો કરતો, અને સવારે કોલ કટ કેમ કરી નાખ્યો હતો કેમ કઈ થયું હતું કે ?”રાહી એક શ્વાસે બોલી ગયી. ”

“હેલો રાહી, મેહુલ નહિ મીરા, તેની સિસ્ટર વાત કરું છું. ”મીરાએ કહ્યું.

“શું?, …શું?. . મેહુલના સિસ્ટર?. . . ઓહહ… સોરી કેમ છો મીરા દી?” રાહી ડરી ગયી હતી પણ મેહુલે સવારે મીરાની વાત કરી હતી એટલે રાહીને ખબર હતી.

“હું એકદમ મજામાં છું, તું કેમ છો?”મીરાએ રાહીની વાતને સરાહના આપી.

“હું પણ મજામાં અને તમારી મને ખબર છે, આજે તમે અંધારમાં તીર મારીને બધી વાત જાણી લીધી. ”રાહીએ હળવાશથી કહ્યું.

“ઓહહ એમ તો મેહુલે બધી વાત કહી દીધી એમને?” મીરાંએ મેહુલના માથે ટાપલી મારતા કહ્યું.

“હા, મેહુલ ક્યાં કઈ છુપાવે છે મારાથી?” રાહીએ આત્મવિશ્વાસ સાથે કહ્યું.

“તો તો તને એ પણ ખબર હશે ને કે તું મેહુલની ત્રીજી ફ્રેન્ડ છો” મીરાંએ રાહીની ફીરકી લેતા કહ્યું.

મેહુલે વચ્ચે ટપકું મુક્યુ“દી, તમે પણ ક્યાં લાગી ગયા, હું ખોટું થોડો કહેતો હતો…બે છોકરી વાતો કરે એટલે થઈ રહ્યું. ”

“બસ તું બાઈક ચલાવ હવે, અમારી વાતમાં ધ્યાન ન આપ, , હમમમ તો રાહી, તે મારા ભાઇમાં એવું તો શું જોયું કે સાતસો છોકરામાંથી મેહુલ જ પસંદ આવ્યો??”મીરાએ રાહીને સવાલ પૂછ્યો.

રાહીએ ખુબ જ સરસ જવાબ આપતા કહ્યું “તમારો ભાઈ મને તો શું કોઈને પણ પસંદ આવી જાય છે, તેનો શાંત સ્વભાવ, આંખોની વાણીમાં મીઠાશ, બોલવાની રીત અને વ્યક્તિગત લાગણી કોઈને પણ તેના તરફ આકર્ષી લે છે, તેને કહેતા નહિ કે કોલેજની ઘણીબધી છોકરીઓ તેની પાછળ પાગલ છે, હવે તમારા ભાઈને તો પૂછો હું કેમ પસંદ આવી???”

“હવે એતો એમ કહે છે કે મહાદેવના તપ કર્યા પછી મળેલા ફક્ત એક વરદાનની ચોઈસ છે તું. ”મેહુલે પહેલેથી મીરાંને આ વાત કહી દીધી હતી.

“હવે, તેને કહો કે આ યુગમાં માખણ મોંઘુ થઇ ગયું છે, અને આટલા માખણથી મારે ના થાય” જેમ રાધા ક્રિષ્ન પર અધિકાર જમાવતા તેવી રીતે આ મેહુલની રાહી પણ મેહુલ પર અધિકાર જમાવતી હતી.

થોડીવાર આવી વાતો ચાલ્યા બાદ કોલ કટ કરી નાખ્યો.

“દી, હવે પાણીપુરી ખાવી છે તમારે?”મેહુલે પૂછ્યું.

“હાસ્તો, તને યાદ છે ને ઘરે નહિ કહેવા તારે રિશ્વત આપવી પડશે. ”

“પણ તમે તો અંધારામાં તીર માર્યું હતું ને, તમને ક્યાં એવી કઈ ખબર જ હતી???”

“ચાલ મારા ભાઈ આજે હું જ ખવરાવી દઉં, તું જયારે રાહી સાથે મુલાકાત કરાવ ત્યારે મને ખવરાવ જે બસ”

બંનેએ સિહોર આવી પાણીપુરી ખાધી અને દર વખતની જેમ બિલ પણ મેહુલે જ ચુકવ્યું. ઘરે પહોંચતા પાંચ વાગી ગયા હતા અને મેહુલનો ક્રિકેટ રમવાનો સમય પણ હતો. મેહુલ મેદાનમાં જાય છે જ્યાં દર રવિવારે બધા રમતા હોય છે.

પણ આજે બધાને કઈને કઈ કામ હોવાથી કોઈ ખેલાડી હતા નહિ, તેથી ત્યાંથી કિક મારી મેહુલ પોહચી ગયો કચોટીયા.

શ્રી કચોટીયા પ્રાથમિક શાળા નામ વાંચતા જ મેહુલ ગદગદ થઇ ગયો. તે શાળાનના હિંચકા પર બેઠો બેઠો મનમાં જ બબડતો જતો હતો “ કેવું હતું આ બાળપણ, નાની નાની વાતોમાં કેવી મોટી મોટી ખુશીઓ મળતી, ત્યારે ના તો હાસ્ય શોધવા જવું પડતું અને ના તો હસવાનું કારણ શોધવા જવું પડતું, સંતાકૂકડી રમતા ત્યારે એકબીજાના કપડાં બદલી બધાને બનાવવાની મજા આવતી, ત્યારે કોઈ સાથે વાતો કરતા વિચારવું ન પડતું અને આજે મોટી મોટી સફળતાથી થોડી એવી ખુશી મળે કારણ, , , , કારણ બસ એક જ કે હજી મારાથી પણ સફળ વ્યક્તિ બીજું કોઈક છે, હસવા માટે શિબિરમાં જવું પડે છે અને ત્યાં પણ કંજૂસાઇથી હસવું પડે છે કારણ…. કારણ બસ એક જ કોઈક જોઈ જશે તો પાગલ તો નહી સમજે ને??

સંતાકૂકડી તો યૌવનકાળમાં પણ રમાય જ છે ફર્ક માત્ર એટલો છે કે બાળપણમાં બીજાના કપડાં પહેરી બધાને બનાવતા અને આજે બીજાને જુઠ્ઠા શબ્દો પહેરાવી બનાવીયે છીએ. અને ખાસ વાત એક પંક્તિ ખુબ જ પ્રચલિત છે કે વાત કરવાની ત્યાં જ મજા આવે જ્યાં વાત કરતા પહેલા વિચારવું ના પડે….. સાચી વાત પણ આ પંક્તિ બનાવનારે જેટલા કડવા અનુભવો કર્યા હશે તે વાંચવાવાળો ના સમજી શકે…”

આવા વિચારો જયારે મેહુલને આવતા ત્યારે સહદેવની જેમ મેહુલ પણ ત્રિકાળજ્ઞાની બની જતો અને આગળ કેવી મુશ્કેલીઓ, પડાવો, મુસીબતો આવશે તેની ચિંતામાં ખોવાઈ જતો. આવા વિચારોથી બ્રેક લેવા અને બાળપણની થોડી યાદો તાજી કરવાના હેતુથી આજે મેહુલ શાળાના હિંચકા પર ઝૂલતો હતો અને બાળપણના મિત્રોને યાદ કરતો હતો. સામેથી પૂજા આવતી જણાતા મેહુલે તેને બોલાવી કહ્યું. “ આમ ક્યાં જાય છે તું?”

“કઈ નહિ બસ સંધ્યા સમય છે, અહીં મંદિરે હમણાં ઝાલર શરુ થશે તો ત્યાં જાવ છું, આવું છે તારે”

“હા ચાલ, અમસ્તા ભી અહીં કોઈ નથી આવવાનું. ”મેહુલે એક નિસાસો લેતા કહ્યું.

બંને બાઈક પર શંકર ભગવાનના મંદિરે ગયા, હજી આરતી શરુ થવાની થોડી વાર હતી.

મેહુલે પૂજારી પાસે જઈ કહ્યું “બાપુ, આજે હું આરતી ઉતારું?”

”હા બટા, ઉતારને…”મેહુલ પહેલા અહીં આવતો એટલે પૂજારી પણ મેહુલને ઓળખતા.

મેહુલે આરતી ઉતારી, એક અજીબ સૂકૂન મળ્યું. મંદિરનું વાતાવરણ જ કંઈક અલગ હોય છે. કોઈ પણ સમસ્યા હોય, મુશ્કેલી હોય માત્ર દસ મિનિટ મંદીરના પ્રાંગણમાં બેસવાથી ચિત્તને શાંતિ મળે છે. પ્રસાદી લઈ મેહુલ અને પૂજા બાજુના બાકડા પર બેઠા હતા.

“ઘણા દિવસ પછી આ બાજુ ભૂલો પડ્યો?”પૂજાએ વાત શરુ કરી.

“હા, હવે કોલેજનો સમય બદલાઈ ગયો એટલે સમય જ નથી મળતો”

“કેમ સવારનો સમય નથી હવે?”

“ના, બીજા વર્ષથી બપોરે બાર વાગ્યાનો થઇ જાય”

“ઓહ, તો હવે તને મજા નહિ આવતી હોય , તને પહેલેથી જ બપોરે ભણવાની ક્યાં મજા આવી છે?”પૂજા યાદ અપાવતી હોય તેમ કહ્યું.

“ના પૂજા બધું બદલાઈ જાય, હવે બપોરે જ મજા આવે…અહીંથી બસમાં પણ શાંતિ અને કોલેજમાં પણ, જ જેને ભણવું હોય તે જ લેક્ચર એટેન્ડ કરે એટલે ત્યાં પણ શાંતિ અને અત્યારે બધાને શાંતિ જ જોઈતી છે. ”

“ પહેલા તો તું સવારના વાતાવરણની વારંવારની ચર્ચા કરતો અને હવે બપોર પર આવી ગયો???”

“હાસ્તો લે સમય સાથે જ રેહવાની મજા આવે. ”

બંને થોડીવાર ઢળતીસંધ્યામાં બેસે છે અને પછી મેહુલને કંઈક યાદ આવી જતા તે કહે છે “ચાલ પૂજા તને ઘરે મૂકી જાવ મારે થોડું કામ છે એટલે મારે નીકળવું પડશે”પૂજા ફરિયાદ કરતી હોય તેમ કહે છે શું આવ્યો અને શું જવું છે? થોડીવાર બેસતો ખરી. .

“ના મારે જવું પડશે” કહી મેહુલ ઉભો થાય ગયો. પૂજાને ઘરે છોડી સિહોર તરફ…..

(ક્રમશઃ)

(શું લાગે દોસ્તો મેહુલને એવું તો શું કામ યાદ આવી ગયું કે બાળપણની દોસ્ત સાથે બે ઘડી બેસતો પણ નથી. જે હશે તે કંઈક ખાસ અને મહત્વનું જ હશે અને કદાચ સસ્પેન્સથી ભરેલું પણ હોઈ શકે. તેના માટે તમારે માત્ર સાત જ દિવસની રાહ જોવી પડશે અને ગયા સુધી વિચારો આ કામ કયું હોઈ શકે???)

આગળ શું થઇ શકે છે તેના મંતવ્યો અથવા આ સ્ટોરી સંબંધિત કોઈ વાત કહેવી હોય તો તમે અચૂક વ્યક્તિગત સંપર્ક કરી શકો છો.

Whats app Contact - 9624755226

Facebook :- Mér Méhùl

Twitter :-@Mon2b2898

Instagram :-mon2b2898

-Mer Mehul