( તે મારી સામે એકીટશે જોઈ રહી અને પાછી મને ખેંચી બહાર લઈ ગયી… આ વખતે અમારા બંનેનો હાથ એકબીજાનો હાથમાં હતો. મેં રાહીને થોડીક મારા તરફ ખેંચી, તે મને વળગી પડી. અમે બંને એકબીજાના શ્વાસની ગરમી મહેસુસ કરતા હતા, મેં તેનો ચેહરો ઉપર કર્યો તેની આંખો બંધ થઈ ગયી હતી…. . )
Continue…
“રાહી પેલા લોકો આપડી રાહ જોતા હશે, હવે જવું છે ને?” સ્વસ્થ થતા મેં કહ્યું.
“ના”
“કેમ, આપણે દૂર જવાનું છે યાર, ચાલ હવે. ”
રાહીએ આંખો ખોલી મારી આંખોમાં આંખ પરોવી.
“ચાલને રાહી પ્લીઝ. ”
“ઓકે, ચાલ. ”.
(એવું ન હતું કે રાહી જોડે મને મજા નો’હતી આવતી પણ આટલી જ મુલાકાતોમાં આટલું બધું આકર્ષણ મને યોગ્ય ન લાગ્યું એટલે મેં જવા માટે આગ્રહ કર્યો હતો, જો રાહી હજી મને અટકાવેત તો હું પણ નો’હતો જવાનો)
વરસાદ પણ ધીમો વરસતો હતો. અમે બંને પલળેલા જ જશોનાથથી નીકળ્યા. રામમંત્ર પહોંચ્યા તો ત્યાં અર્પિત અને સેજલ આવી ગયા હતા. અર્પિતે ઘણાબધા કોલ કરેલા પણ મેં રિસીવ કર્યા ન હતા એટલે તે થોડોક નારાજ હતો.
પ્લાન મુજબ અમે ત્યાંથી દરિયા કિનારાનો રસ્તો પકડ્યો. આજ પહેલી વાર રાહી મારી બાઈક પાછળ બેસી હતી, જાણી જોઈને હું બાઈક ફાસ્ટ ચલાવીને ઓચિંતી બ્રેક મારતો હતો, જેથી રાહી પાછળથી ખસીને આગળ આવી જતી હતી. રાહીને આ વાતની જાણ હતી જ પણ તે કઈ કહેતી નો’હતી, તેને પણ આ હરકત પસંદ આવી હતી તેવું મને લાગ્યું.
“રાહી ઠંડી લાગતી હોય તો કહેજે મને. ” મેં મજાકમાં કહ્યું.
“તો તું શું કરી?”
મેં જોરથી ઓચિંતી બ્રેક મારી જેથી તે મને વળગી ગયી.. મેં કહ્યુ “કોઈ પૂછો તો મેડમને,, હવે ઠંડી નઈ લાગતીને!!?”
“મેહુલ તું એડ્વાન્ટેઝ લેવામાં એક્સપર્ટ છો એવું નઈ લાગતું તને?” તેની અદામાં તે મસ્ત થઈને બોલી.
મેં કહ્યું “મેં એડ્વાન્ટેઝ લીધો? તમે લોકો આને એડ્વાન્ટેઝ કહો છો. . . . ;)?? મેં પૂછ્યું.
“બસ ચૂપ મારે કઈ નથી કહેવું, તું બાઈક ચલાવવામાં ધ્યાન આપ હો. ”
આવી જ હસી-મજાક કરતા અમે બે કલાકમાં પોહચી ગયા દરિયા કિનારે….. ત્યાં પહોચ્યા તો દસ વાગી ગયા હતા આજે અર્પિત પણ ખુબ ખુશ હતો, તેની ખુશીનું કારણ, મને મારી ખુશીનું કારણ હતું તે જ લાગ્યું. અમે લોકોએ ભોળાનાથના દર્શન કરી નાસ્તો કરવાનું પસંદ કર્યું કારણ કે વરસાદને કારણે અમે લોકોએ બાઈક ક્યાં ભી રોકી ન હતી. ગરમ ભુટ્ટા અને થોડા ચીપ્સ સાથે સ્પેશિયલ ચાની મજા જ કઈક અલગ છે. નાસ્તો કરીને અમે દરિયા કિનારે બેઠા. અર્પિત અને રાહી એક બાજુ અને હું અને સેજલ બીજી બાજુ બેઠા હતા જેથી હું અને રાહી એકબીજાની સામે આવીએ. સેજલે બેગમાંથી અડધી પાણીની બોટલ કાઢી અને અમે સર્કલ કરીને બેઠી ગયા. સેજલે વચ્ચે બોટલ ફેરવતા કહ્યું, “ ચાલો TRUTH & DELTH રમીયે. ” અર્પિતે કહ્યું “ચાલો મજા આવશે. ”
સેજલે કહ્યું “પણ જો કોઈ જુઠ્ઠું બોલશે તો તેને પનિશમેન્ટ મળશે હો. ”
રાહીએ અટકાવતા પૂછ્યું “પણ ખબર કેમ પડશે આપણામાંથી જુઠ્ઠું કોણ બોલે છે?”
“એતો બોલવાની અદા પરથી જ ખબર પડી જશે. ” મેં કહ્યું.
મેં બોટલ ફેરવી, બોટલ બરોબર મારી બાજુ જ અટકી.
સામે રાહી હતી તેને પૂછ્યું “દુઃખ શું છે મેહુલ. ?”
ત્યાં અર્પિત બોલ્યો “આવા મહાભારતના સવાલ શું પૂછે છો. કંઈક એવો સવાલ પુછને કે મેહુલ ગુંચવાઈ જાય કે આને શું જવાબ આપવો. ”
“એ એની મરજી તારો વારો આવે ત્યારે તું પૂછી લેજે હો અત્યારે ચૂપ રહે. ” સેજલે ટોકતા કહ્યું.
મેં કહ્યું “સુખની શોધમાં રહેવું તે દુઃખ છે, મહાભારતની ભાષામાં હો. . ;)”
“સુખની શોધમાં નીકળવું એટલે” સેજલે પૂછ્યું.
“એટલે જો કોઈ કામ હું ખુશ થવા માટે કરતો હોય અને તે કામ પૂરું થાય તો થોડા સમય માટે ખુશી મળશે પણ સમય સાથે તે ખુશી ઓસરતી જશે અને કદાચ તે કામ કરવામાં હું નિષ્ફળ રહ્યો તો મને દુઃખ થશે જ, પણ તે જ કામ કરતા કરતા હું ખુશીની અનુભૂતિ કરતો હોઉ તો મારે સુખ શોધવા નીકળવું પડતું જ નથી અને જો કામ કરવામાં નિષ્ફળ જાવ તો પણ મને એટલી બધી નિરાશા ન મળે કેમ કે તે કામ કરતા કરતા મને દુઃખની અનુભૂતિનો ખ્યાલ જ આવતો નથી. . . . . ”
રાહીએ કહ્યું “ જેમકે ?”
“જેમકે નામનો કોઈ દાખલો ગણવામાં મને ખુશી મળે છે તે દાખલો ગણતા જો જવાબ ગલત આવે તો હું નિરાશ નથી થતો કેમ કે હું બીજીવાર પ્રયત્ન કરી જ શકું છુ. ”
“વાહ મેહુલિયા તારા આટલા ઉચ્ચ વિચાર, હું તો સ્તબ્ધ જ રહી ગયી હો “રાહીએ મજાક કરતા કહ્યું.
“ના આતો કોઈકને મહાભારતની ભાષામાં જવાબ જોઈતો હતો એટલે બાકી આવું કઈ નથી” મેં રાહીની વાત કાપતા કહ્યું.
બીજીવાર બોટલ ફરી બીજીવાર પણ મારા પર જ અટકી પાછો અર્પીતે સવાલ પૂછ્યો.
“એક જ મીનીટમાં કોઈક છોકરીને ઈમ્પ્રેસ કરવી હોય તો શું કરવું પડે? ૨૧મી સદીનો જવાબ હો. ”
“ABCDમાં પ્રભુદેવા સરે કહ્યું હતું કે ઈમ્પ્રેસ કરવા કરતા એક્સપ્રેસ કરવામાં FEELINGS વધારે સમજાવી શકાય છે”મેં કહ્યું.
“આ કઈ જવાબ નો થયો. ” અર્પીતે કહ્યું.
“હું ઈમ્પ્રેસ થઇ ગયી. ” રાહીએ મારી સામે આંખ મારતા કહ્યું.
“બીજું કઈ અર્પિત”મેં કહ્યું.
“એતો મારી વાત ટાળવા કહે છે, મેં એક મીનીટમાં ઈમ્પ્ર્સ કરવાની વાત કરી. ”અર્પીતે ચિડાતા અવાજમાં કહ્યું.
“અરે બકા માત્ર દસ સેકન્ડમાં ઈમ્પ્રેસ થઇ ગયી તો એક મીનીટની શું જરૂર છે. ?” મેં સામે મીટ માંડી.
“ઓકે, કઈ નહિ હવે ચાલો આગળ. ”અર્પીતનો ચહેરો જોવા લાયક હતો ત્યારે. હવે ત્રીજીવાર બોટલ ફરી. બોટલ અર્પિત પર અટકી, સેજલે પૂછ્યું “હવે બોલહત કોલેજમાં છોકરા કેવી છોકરીને વધારે પસંદ કરે છે?”
“સુંદર, શુશીલ, શરમાળ, સંસ્કારી. બસ બીજું કઈ વધારે નહિ. ”
“ઓય, બસ હવે રામાયણના રામ તને લગ્ન માટે શોધવા નહિ કહ્યું, કોલેજની વાત થાય છે અહી. ”મેં કહ્યું.
“હાતો હું કોલેજની જ વાત કરું છું. ”અર્પીતે નજર છુપાવતા કહ્યું.
“તું જુઠ્ઠું બોલ્યો એટલે હવે તારે આગળ સવાલ નઈ પૂછવાનો. ”મને આવા સવાલ નો મળે એટલે મેં અર્પિત સવાલ પૂછતો જ અટકાવી દીધો.
“હું ક્યાં જુઠ્ઠું બોલ્યા?”અર્પિત જાણે કઈ જાણતો જ ના હોય તેમ કહેવા લાગ્યો. ત્યાં રાહી બોલી “બસ અર્પિત તું જુઠ્ઠું બોલ્યો છો એટલે તારે હવે સવાલ નઈ પૂછવાના.
આમ જ એકબીજાને સવાલ જવાબ કરતા અડધો કલાક પસાર થઇ ગયો. અર્પિત ચુપ હતો તો મને મજા આવતી નો’હતી, બધાને હવે કંટાળો આવતો હતો. ત્યાં અર્પીતેને કઈક સુજ્યું તેને કહ્યું હું અને સેજલ આમ કિનારે સહર કરવા જઇએ છીએ તમારે લોકોને આવવું છે. મેં કહ્યું હું થાકી ગયો છુ તમે જઇ આવો હું અહી બેઠો છુ. રાહીએ કહ્યું :ચાલને મેહુલ મજા આવશે. ”
“હું અહી બેઠો છું તું જા. ”મેં કહ્યું.
“હું આવું છું હમણાં. ”કહીને રાહી તે લોકો સાથે દરિયા કિનારે રમત કરવા ચાલી ગયી. કોઈ માટી પર દિલ દોરતું હતું તો કોઈ નામ લખતું હતું. અર્પિત દરીયાની વેળ સાથે પાણીમાં છબછબીયા કરતો હતો.
હું પથ્થર પર બેઠા બેઠા વિચારતો હતો આજે સવારે રાહીએ કેમ આવું કર્યું હશે જો તેને કઈ ફીલિંગ્સ હોય તો મને કહેતી કેમ નથી અને મારા મગજમાં વિચારોનો વંટોળિયો આવી ગયો હતો. એટલામાં જ મારા દોસ્ત નયનનો કોલ આવ્યો જેને ખબર હતી કે હું રાહી સાથે દરિયા કિનારે આવ્યો છું. તેણે મને એવી વાત કહી જેનાથી મારા મગજમા ઓંચિંતા લાઈટ થઇ ગયી. વંટોળિયાએ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મારે હવે રાહી સાથે વાત કરવી હતી તેવામાં ધીમો ધીમો વરસાદ વરસવા લાગ્યો. બધા ઝાડની ઓથારે આવીને ઉભા રહી ગયા પણ હું ભાનમાં હતો જ નહિ, રાહીને કેમ વાત કહેવી તે વિચારમાં જ હું ગુમ હતો અને આમ ભી મને વરસાદમાં પલળવું પસંદ છે તો હું પથ્થર પર જ બેસી રહ્યો. થોડીવાર પછી રાહી મારી બાજુમાં આવીને ઊભી રહી ગયી.
“પલળમાં મેહુલ બીમાર પડી જઈશ. ”રાહીએ મને કહ્યું.
“ઓહોહો મારો ડાઈલોગ મારા પર જ . ”
“હાસ્તો સવારે તને ચિંતા હતી અત્યારે મને છે. ”
“મારી ચિંતા અને તને ???? ચલ કોફી પીએ. ”
હવે હું થરથર કાંપતો હતો, સવારે કહેલી બધી જ વાતો અને પરિસ્થિતિનું પુનરાવર્તન થતું હતું ફર્ક બસ એટલો હતો કે હું રાહીની જગ્યાએ અને રાહી મારી જગ્યાએ હતી. અમે બંને પાછા પલળવા લાગ્યા પાછી એ જ પરિસ્થિતિ આવી ગયી અને મને તે જ વિચારો આવવા લાગ્યા. ફરી હું અટકી ગયો, આ વખતે રાહીએ મને પૂછ્યું, “મેહુલ મારે તને એક વાત કહેવી છે. ”
મેં કહ્યું “મારે પણ એક વાત કહેવી છે. ”
પણ વાતાવરણ એટલું રોમેન્ટિક હતું કે અમે બંને શબ્દો નહિ પણ આંખોથી વાત કરતા હતા....
BE CONTINUE. .
-MER MEHUL