ભીંજાયેલો પ્રેમ Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

ભીંજાયેલો પ્રેમ

“તું અહીંયા???!!!” રાહીએ મને પૂછ્યું.મેં પણ હલકુ પણ જુઠ્ઠું સ્મિત આપીને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો.રાહીનો ચેહરો ગંભીર હતો અને થોડોક ગુસ્સો પણ જણાતો હતો.તે સિધી આવીને મને ભેટી ગયી તેના આટલા જોરદાર આલિંગનથી હું પણ ભાવુક થઈ રહ્યો હતો.

રાહી,બોટાદમાંથી તેની ફેમેલી સાથે ભાવનગર રહેવા આવેલી ત્યારે તે સોળ વર્ષની ખીલતી નાજુક કલી રહી હશે.પહેલીવાર મારી મુલાકાત ત્યારે થઇ જયારે હું F.Y.Bcom માં અભ્યાસ કરતો હતો, જયારે પહેલીવાર તેણે ક્લાસમા પ્રવેશ કર્યો હતો હું તેને પાગલોની જેમ નીહાળી રહ્યો હતો.બધા છોકરા મારી જેમ જ જોતા હશે પણ તે જોવાની સાધ મારામાં ન હતી. તે મારી બાજુની બૅન્ચ પર આવીને બેસી.હું એક વાતથી ખુશ હતો કે ભલે કોલેજ મારી કલ્પના મુજબની ન મળી પણ કાંઈક તો મારી કલ્પના મુજબનું મળ્યું હતું .

મારો આ નિત્યક્રમ થઈ ગયો , રોજ કોલેજે વહેલા પોંહચી જતો કારણ બસ ‘રાહી જ હતી.તેને જોઈને હું બધું જ ભૂલી જતો.હું એકાઉન્ટમાં માસ્ટર છુ એટલે ક્લાસમાં મારો વટ હતો.એક વાર હું દાખલો કાઉન્ટ કરતો હતો ત્યા રાહી મારી પાસે આવીને બેસી ગયી અને મને પૂછ્યું “ મેહુલ ”? મેં ક્યારેય તેની સાથે વાત કરવાનું વિચાર્યું ના હતું,આટલી જ ક્ષણ તેણે મને બીજીવાર પૂછ્યું “તમારુ નામ મેર મેહુલ છે?”.મેં મજાકીયા મૂડમાં કહ્યું “હું જ મેર મેહુલ બોલો શું કામ હતું ?” “તમારો ફ્રેન્ડ અર્પિત તમને બોલાવે ” તેણે મને કહ્યું.

તેના બોલવાના અંદાજ પરથી હું એટલું તો સમજી જ શકતો હતો કે કામ માત્ર અર્પિતને જ ન હતુ.મેં કહ્યું “હું આવું છુ તમે જાઓ.” પછી તે હલકી પણ કાતિલ સ્માઈલ આપીને ચાલી ગયી.હું તેના વિચાર માત્રથી હું ધ્રુજી ઉઠ્યો હતો.હું જયારે અર્પિતને મળવા ગયો તો ત્યાં અર્પિત,રાહી,કર્મ અને સેજલ બેઠા હતા.અમે બધા એક જ કલાસમાં હતા એટલે નામથી ઓળખતા હતા.કદાચ તે અર્પિત નું ગ્રુપ હતું , અર્પિત સેજલને પહેલેથથી જ ઓળખતો જયારે અમે ત્રણ નવા મેમ્બર હતા.અર્પિતે બધા સાથે મારો ઈન્ટ્રો. કરાવ્યો,મારી ટેવ મુજબ મેં બધા સાથે હાથ મેળવ્યો પણ રાહી સાથે હાથ મેળવીને હું કઈક અલગ જ ફીલ કરી રહ્યો હતો.”તું કેમ કોઈની સાથે વાતો નથી કરતો મેહુલ?” રાહીએ મને પૂછ્યું.મેં કહ્યુ “કદાચ વાતો કરવા વાળું નથી કોઈ એટલે.,,”મને કહે “એવું ના હોય ,વાત શૅર કરીયે તો કકોઈ વાત કરે . હવે આ ગાંડીને કોણ સમજાવે એક એ જ છે ,જેની સાથે વાત નથી કરી શકતો.ત્યાં કર્મ બોલ્યો “મેહુલ તારે એકાઉન્ટમા 96 માર્ક છે એ વાત સાચી છે?” મેં હા માં માથું ધૂણાવ્યું.આમ પહેલી મુલાકાત આટલી જ રહી.

બીજા દિવસે સવારે જયારે મેં તેને જોઈ બસ હું તેને જોતો જ રહી ગયો.સંપૂર્ણ સફેદ ડ્રેસિસમાં કયામત લગતી હતી.તેણે આવીને મને ગુડ મોર્નિંગ કહ્યું.મેં પણ વળતો જવાબ આપીને તેનું અભિવાદન કર્યું.મેં ફ્લર્ટ કરતા તેના ડ્રેસ મેકિંગ પર કોમેન્ટ મારી તો તેણે પેલી કાતિલ અદા વાળી સ્માઈલ આપી શરમાઇ ગયી.એટલામાં અર્પિત અને બધા આવી ગયા ને ક્લાસ ભી શરૂ થવાની તૈયારીમાં હતો.આવું મારી સાથે પંદર દિવસ ચાલ્યું.ક્યારેક કર્મ વહેલા આવી જતો તો ક્યારેક સેજલ.પણ મને તો રાહી વહેલા આવતી ત્યારે જ મજા આવતી,અમે બંને લાઇબ્રેરીએ બેસતા.તે મને બધી વાતો કરતી અને હું તેની વાત ધ્યાનથી સાંભળતો.એક વાર ફ્રી લેકચર હતો તો અર્પિત બધાને કેન્ટીનમાં જવા કહેતો હતો,મારો મૂડ ઑફ હતો એટલે મેં ના પાડી, અર્પિત મારો સાર મિત્ર હતો એટલે મને સમજી શકતો હતો . તેણે રાહીને કહ્યું “ચાલ રાહી કેન્ટીનમાં હું નાસ્તો કરવું છુ.” રાહીએ ના પડી અને કહ્યું “આજે મારો પણ મૂડ નથી,તમે જઈ આવો.” તે લોકો ચાલ્યા ગયા પછી મેં રાહી ને પૂછ્યું “કેમ નો ગયા તમે?”,તેણે મારી સામું જોયું અને નીચે જોઈ ગયી.

હું તેની બેન્ચ પર તેની બાજુમાં જઈને બેસી ગયો અને પૂછ્યું “શું થયું રાહી?.”રાહી મને કહે “આજે કોઈની સાથે વાતો કરવાનો મૂડ નથી ચાલને આપડે બંક મારીને યુનિવર્સીટી ગ્રાઉન્ડએ બેસીએ” મેં ટૉન્ટ મારતા કહ્યું “તારો તો કોઈના સાથે વાત કરવાનો મૂડ નથી તો તું મારી સાથે થોડી વાત કરીશ?

.તે હસીને બોલી “ચાલને હવે નાટક નો કર !!!” પહેલીવાર મેં બંક માર્યું એ ભી રાહી સાથે.અમે બંને યુનિ.બાજુ ગયા.

રસ્તામાં અમે બંને એકબીજાની પસંદ-નાપસંદ,ભૂતકાળ,વર્તમાનની ચર્ચા કરતા હતા.તે સોળ વર્ષની હતી ત્યારે બોટાદથી તેનું ફેમેલી ભાવનગર શિફ્ટ થયું હતું.ત્યારે તે બારમાં ધોરણમાં હતી અને તે ભણવામાં પણ હોશિયાર હતી.હજુ અમે થોડીક જ ચર્ચા કરી હતી ત્યાં અર્પિત & કંપની સામેથી આવતા જણાયા.અર્પિતે મજાકિયા મૂડમાં મને કહ્યું “શું મેહુલ* મૂડ ઓન થઇ ગયો?” મેં પણ પોઇન્ટ “મારા મૂડ ઓનની ચાવી મળી ગયી બકા.”કહી રાહી સામે જોયું રાહી આ સાંભળીને શરમાઈ ગયી.પછી અમે બધા નાસ્તો કર્યો અને છુટા પડ્યા.હકિકતમાં મારો મૂડ ખુબ જ ખરાબ હતો એટલે મેં રાહીને કહ્યું “હું જાવ છું.”રાહીએ મને કહ્યું “ ક્યાં જવું છે બેસને.” તેની બોલવાની અદાથી હું તેને ના ન પાડી શક્યો.અમે બંને બગીચામાં એક બેન્ચ પર બેઠા.મેં તેને પૂછ્યું “ રાહી મારો મૂડ અત્યારે ખુબ જ ખરાબ છે કઈક કરને યાર”.તેણે કહ્યું “મને લાગ્યું તારે તે લોકો સાથે ન’ઈ જવું હોય એટલે તે બહાનું બનાવ્યું હશે.” મને તેની હિન્ટ ના સમજાણી એટલે મેં પૂછ્યું “શું કહ્યું કઈ સમજાણું નહિ?” તેણે કહ્યું “ભૂલી જા એ વાત તું મને એ વાત કહે તું આવા મૂડમાં શું કરે દરવખતે.” મેં કહ્યું “કઈ ખાસ નઈ એકલો શાંતિથી બેસું.”તેણે મને એક ચિમટો ભર્યો અને કહ્યું “મેહુલ આજે તું શાંતિથી નહિ બેસે , ચાલ અંતાક્ષરી રમીયે.”બસ જોઈતું’તું અને વૈધે કહ્યું.તેણે મને એકથી એક ચડિયાતુ રોમેન્ટિક સોંગ સંભળાવ્યા,,,,,. બદલામાં મે ભી તેવા જ સોન્ગ વાળ્યા.“ થૅન્ક યુ,ચાલ હવે તારે મોડું થશે ઘરે રાહ જોતા હશે તારી “ કહીને મેં તેને ચૉકલેટ આપી.હું તેને ઘરે છોડી આવ્યો.જતા જતા પેલી કાતિલ સ્માઈલ આપતી ગયી.હું ઘરે પોહ્ચ્યો ત્યાં સુધી તો રાતના આઠ વાગી ગયા હતા અને બધા મારી રાહ જોઈને બેઠા હતા.પહોંચ્યો ત્યાં ઘેરી લીધો.મેં કહ્યું “કઈ નથી થયું બસ મોડી હતી.” પછી અમે બધા જમીને બહાર બેઠા હતા ત્યાં અર્પિતનો કોલ આવ્યો “મેહુલ સોમવારે કોલેજ આવ ત્યારે મને પારસનલમાં મળજે.” હા કહીને મેં ફોને મૂકી દીધો.કાલે રવિવાર હતો એટલે હું દોસ્તો સાથે મોડી રાત સુધી બેઠો હતો.બેઠા બેઠા ભી રાહીના જ વિચારમાં ગુમ હતો.મને લાગ્યું કઈ લવ તો નથીને આ? પણ હું પ્રેકટીકલી વિચારવા લાગ્યો કે હાજી બે દિવસની મુલાકાતમાં આવા વિચાર ન આવવા જોઈએ તો હું મારી રૂટિનમાં વ્યસ્ત થઇ ગયો.

રવિવારે બપોર સુધી સૂતો હતો હજી જાગ્યો ત્યાં પુજાડી આવી અને કહ્યું “મોન્ટુ (મેહુલ) ચાલ ઉભો થા બહાર જો કોણ આવ્યું ?” પૂજા મારી નાનપણની ફ્રેન્ડ હતી.હું સફાળો જાગી ગયો.બહાર જઈને જોયું તો કોઈ ન હતું…“શું મજાક કરે છો?… તને બીજું કોઈ મળ્યું નહિ મજાક કરવા?” તેણે કહ્યું “ચાલ જલદી તૈયાર થઇજા તારા માટે સરપ્રાઈઝ છે” હું ફ્રેશ થઈ ને આવ્યો ત્યાં તેણે નાસ્તો તૈયાર કરી નાખ્યો હતો અમે બંને નાસ્તો કરી બહાર નીકળ્યા.પૂજાએ મને બાઈક કાઢવા કહ્યું.તેણે મારા મમ્મીને કહ્યું આજે મોન્ટુ ઘરે નહિ જમે.અમે બંને બાઈક લઇ બગીચે ગયા જ્યાં મારા બીજા દોસ્તો હાજર હતા…હું ધોરણ-12 માં પહેલો આવ્યો હતો તેની પાર્ટી આપી હતી.અમે હોટેલ ગેલોર્ડમાં જમવા જવાનું નક્કી કર્યું….ત્યારે જ મને રાહી યાદ આવી ગયી જો તે સાથે હોત તો કેવી મજા આવે’ત..પણ તે શક્ય ન હતું એટલે મેં મન ને મનાવી લીધું.અમે પુરો દિવસ એન્જોય કર્યું અને સાંજે ડિનર કરી છુટા પડ્યા.ભૂરી(પૂજા)ને મેં થેન્ક યુ કહ્યું.અને ભુરીએ પણ મને સારો સહકાર આપ્યો.રાત્રે હું પથારીમાં પડ્યો પડ્યો રાહીના જ વિચારમાં ખોવાયેલો હતો…તેને જે રીતે મને બોલાવ્યો , મારી જોડે જે રીતે વાત કરી,મારા માટે તે, તે લોકો સાથે ના ગયી અને છેવટે ખાસ મારા માટે જે અંતાક્ષરી રમી તે વિચારમાં ને વિચારમાં મને ક્યારે નીંદ આવી ગયી મને જ ખબર ના રહી.હજી આંખો લાગી જ હતી ત્યાં કોઈક છોકરીનો કોલ આવ્યો….“મેહુલ?.!!!”…..Be Continue…….

.

(વધુ આવતા અંકે)

-Mër Mêhül