ભીંજાયેલો પ્રેમ ભાગ - 11 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

શ્રેણી
શેયર કરો

ભીંજાયેલો પ્રેમ ભાગ - 11

ભીંજાયેલો પ્રેમ ભાગ – ૧૧

આ ભાગ એ યુવતીને સમર્પિત છે જેણે સમાજના જુઠ્ઠા રીતિ-રિવાજ સામે લડત આપવાની પુરી કોશિશ કરી છે, સલામ છે આ યુવતીને જે પોતે નિર્દોષ હોવા છતાં પોતાના પતિ કે જેણે જ આ અપરાધ રચ્યો છે તેને એક પણ સવાલ કાર્ય વિના સમર્પણ કરવાની હિમ્મત ધરાવે છે, ભગવાન હર કોઈ પુરુષને આવી જ પત્ની આપે, સિવાય આ એક અપરાધી. - ગુમનામ

(એક ઝલક)

(રવિવારનો એ સમય જુના મિત્રો સાથે વિતાવી મેહુલ સિહોર આવે છે અને ત્યાંથી કચોટીયા જાય છે જ્યાં તેને બાળપણની વાતો યાદ આવે છે અને પોતાને એકલો મહેસુસ કરે છે હજી તે હિંચકા ઉપર બેઠો હોય છે ત્યાં નાનપણની દોસ્ત પૂજા મંદિર તરફ જતી દેખાય છે અને મેહુલ પણ સાથે મંદિર જાય છે આરતી ઉતારી બંને બાજુના બાકડા પર બેઠા હોય છે જ્યાં પૂજા તેના બાળપણની યાદો તાજી કરે છે અને મેહુલ કંઈક યાદ આવતા પૂજાને ઘેર છોડી સિહોર તરફ વળે છે)

Continue

બીજીબાજુ અર્પિત અને સેજલ ભાવનગરમાં જ રહેતા હોવાથી બંને રોજ મળી શકતા હતા અને રવિવારની સાંજનું ડિનર સાથે લેવાનું નક્કી કરેલ, સેજલે રાહીને કોલ કરી ડિનર માટે પૂછ્યું પણ રાહીએ ઍ હેતુથી ના પાડી દીધી કે બંને જેટલો સમય એકલા વિતાવશે એટલું તે બંને માટે સારું છે. .

આજે સેજલ ખુબ જ સુંદર લાગતી હતી. પર્પલ/બ્લેક ડ્રેસ તેની સુંદરતામાં વધારો કરતા હતા, મેચિંગ ઇયરિંગ અને ખુલ્લા વાળમાં તે અપ્સરાને પણ ટક્કર આપતી હતી.

અર્પિત સમય પેહલા જ પોંહચી ગયો હતો તેણે એક ગાર્ડનમાં સ્પેશિયલ ટેબલ રિઝર્વ કર્યું હતું. આજુબાજુ ફૂલોના જુદાજુદા ગુચ્છા ગોઠવેલા હતા. ડીમબલ્બ વાતાવરણને અદભુત બનાવતા હતા. ફૂલોના ગુચ્છામાંથી આવતી સુગંધ વાતાવરણને જીવંત કરતી હતી. આકાશમાં ચાંદમામાની આજુબાજુ તારામંડળ ઘુમતું હતું જાણે કોઈએ સિરીઝ ગોઠવી હોય. ટૂંકમાં હરકોઈ છોકરીની ખ્વાઈશ હોય અને જેમ ફિલ્મમાં રોમાન્સનું વાતવરણ સર્જવામાં આવે તેવો માહોલ થઇ ગયો હતો. અમસ્તાભી અર્પિતની તો આ ખાસિયત છે, નિર્જીવ વસ્તુને જીવંત બનાવવાની કળા અર્પિત પાસેથી શીખવા જેવી છે.

સેજલ પણ પોતાની સ્કુટી પર શહઝાદી બની આવી હતી. આવતાની સાથે જ તેણે જે દ્રશ્ જોયું તે જોઈને અભિભૂત થઇ ગયી. જેમ કોઈ બાળકને પહેલીવાર થિયેટરમાં લઈ જાવ અને તેને મૂવી કરતા સીટોમાં ફરવાનું સૂજે તેવી રીતે સેજલ અર્પિત પાસે જવાને બદલે બધા સુશોભનો તરફ દોડી જાય છે.

અર્પિત તેની બાજુમાં આવી પૂછે છે “કેવું લાગ્યું સેજલ?”

“ખુબ જ સરસ, પહેલીવાર આવું વાતવરણ જોયું ખરેખર અર્પિત તારૂ સેન્સ ઓફ હ્યુમર ખુબ જ સારું છે અને આ શું તે પણ મેચિંગ શૂટ પેહર્યો. તને ખબર હતી કે અમસ્તા જ?”

“ના, મને ખબર હતી એટલે, ચાલ હવે પેલા ટેબલ પર તારા માટે હજી એક સરપ્રાઈઝ છે” કહી અર્પિત સેજલનો હાથ પકડી તેને ટેબલ બાજુ લઇ જાય છે. પહેલા સેજલને બેસારે છે અને પછી તે પણ બેસી જાય છે.

“સેજલ આંખો બંધ કર”અર્પિતે કહ્યું.

***

આ બાજુ પરિસ્થિતિ તદ્દન વિપરીત હતી,

પૂજાને ઘરે છોડી મેહુલ સિહોર તરફ વળ્યો. મનમાં એ શંકા હતી કે વહેમ ખબર નહિ પણ આજે જેમ રેસમાં પહેલા નંબરે આવવા કોઈ દોડવીર ભાગતો હોય તેવી રીતે તેની બાઈક રફતારથી ચાલતી હતી.

ઘરે પહોચી એક બૂક ખોલી વાંચવા લાગ્યો, જેમાં કઈક આવું લખ્યું હતું “માણસ માત્ર સામાજિક યા કૌટુંબિક પ્રાણી નથી, તે એક સંજોગાત્મ્ક પ્રાણી પણ છે અને શાયદ સંજોગત્મ્ક વધારે છે જયારે સંજોગો બદલાય છે ત્યારે માણસનું માનસ પણ બદલાય છે અને જયારે માણસ આ સંજોગ સાથે બદલાવવા તૈયાર નથી થતો ત્યારે તે તણાવમાં મુકાય છે. માણસ પ્રેમ અને લાગણીનો ભૂખ્યો છે, જયારે આ બંનેમાંથી એક પણ બાબતમાં તે તરછોડાય છે ત્યારે તે પોતાની જાત પ્રય્તે ધ્રુણા અનુભવે છે અને આવા સમયે તેમણે કોઈ ખાસ અંગત વ્યક્તિ સાથે વાત કરવી જોઈએ-The Power Of Positive Thinkings.

મેહુલે બૂક બંધ કરી હાથમાં ફોને લીધો અને રાહીને કોલ કર્યો.

“રાહી, બે મિનીટ મારી સાથે વાત કરીશ?”મેહુલે અધીરાઈથી કહ્યું

“હા બોલ, શું થયું?”

“મારે તને એક વાત કહેવી હતી કે જેમ તું અને અર્પીત નાનપણથી સાથે છો તેમ હું અને પૂજા પણ બાળપણથી સાથે છીએ અને જેમ તારે મને કહેવાની ફરજ હતી તેમ મારે પણ તને કહેવાની જવાબદારી છે એટલે હું તને આ વાતજણાવું છુ. ”

“ઓકે બસ આટલું જ ?? તારી બેચેની તો બીજું પણ કહે છે તે કહે આમ વાતને ગોળ ગોળ કેમ ફેરવે છો?”રાહીને મેહુલની બેચેની સાફ દેખાતી હતી.

“ના એવું કઈ નહિ બસ આતો આજે હું પૂજાને મળ્યો એટલે મને યાદ આવી ગયું અને હા લિસન આઈ લવ યુ. ”મેહુલે તેને નરમાઇથી કહ્યું.

“આઈ લવ યુ ટૂ બટ કેમ આજે આવી વાતો કરે છો?”રાહીને હજી કઈ સમજાતું ન હતું.

“અરે ખબર નહિ આજે જલંધરથી આવ્યા પછી કઈ મજા જ નહિ આવતી મને એવું લાગે છે કઈ ખોટું થઇ રહ્યું છે અને એટલે એક સહેર કરવા કાચોોટીયા ગયો હતો ત્યાં પૂજા મળી, તેણે મને થોડી પહેલાની અને આજની વાતો કરી જેથી મને થોડી વધારે તકલીફ થાય છે અને મેં હમણાં એક ફિલોસોફીની બૂક વાંચી તો દ્વિધામાં આવી ગયો” જેમ નાનું બાળક તેની મમ્મીને કહેતું હોય અને જેવા ચહેરા પર હાવભાવ આવે આજે મેહુલના ચહેરા પર સ્પષ્ટ બતાયા હતા.

રાહીએ કહ્યું “ઓહો તો મિસ્ટર શાંત મેહુલ દ્વિધામાં પણ મુકાય છે, અરે યાર તમે લેખક લોકો દ્વિધામાં મુકાશો તો અમારું વાંચકોનું શું થશે?”

“એ ગાંડી તેનો અને આનો શું મેળ? તે મારી પ્રોફેશનલ લાઈફ છે અને આ પર્સનલ. આમાં દ્વિધા નો ક્યાં સવાલ આવ્યો. ?” બંને વચ્ચે એક તારાહનો શબ્દોનો મારો થતો હતો. .

રાહીએ પોઇન્ટ પકડતા કહ્યું“એક્ઝેક્ટલી હું એમ કહું છુ. તારે હકીકતની જિંદગી અલગ છે અને તું અત્યારે જે કાલ્પનિક જિંદગીમાં છો તે પણ અલગ છે તો તેનો મેળ કેમ થયો ? એટલે અત્યારે તું જે વિચારે એવું કઈ બને જ નહિ અને તે ના વિચાર્યું હોય તેવું પણ બની જાય, જો તું સંજોગોને નહિ સ્વીકારે તો તને તણાવ થશે જ. ”

“તું પણ The power of positive thinkings વાંચે છો ?મેહુલ અસમંજસમાં મુકાઈ ગયો.

“હા કેમ”

ના બસ Gk માટે પૂછ્યું હતું.

“અચ્છા મને એમ તો કહે કે તમે આ લેખક લોકો બધું લખો છો તે વિચારો છો કેવી રીતે?. કદાચ મારે કોઈ લેખ લખવો હોય તો કામ લાગે. ”રાહીએ મેહુલને હળવા શબ્દોમાં વાત બદલતા કહ્યું.

મેહુલે તેનો મંતવ્ય જણાવતા કહ્યું “બધાની તો નથી ખબર પણ હું આજુબાજુમાં બનતી ઘટનાનું નિરિક્ષણ કરૂ અને પછી તેનું વિષ્લેષણ કરી ઘટનાને અક્ષરો દ્વારા જીવંત બનાવું. ”

“જેમ કે?” રાહી મેહુલને સાવ જુદા જ ટ્રેક પર લઇ જવા માંગતી હતી.

“જેમ કે આજે હું તણાવમાં છુ તો હું કેવું વર્તન કરું અને ખુશ રહું ત્યારે કેવું વર્તન કરું બંનેને લગતા ઉદાહરણ દ્વારા અહેસાસ આપું. . મેહુલે ચોખવટ કરી.

“વાહ મને તો આવી ખબર જ ન હતી અને તે એક વાત નોટીસ કરી તારી બોલવાના શબ્દોમાં કેટલો ફર્ક આવી ગયો, જયારે તણાવમાં રહે ત્યારે કેવા શબ્દો બોલાય અને ખુશ હો ત્યારે કેવા શબ્દો બોલાય તેના પણ ઉદાહરણ બનાવી લખી નાખજે. ”ર

“હા એ વાત સાચી, ચાલ કાલે મળ્યા આપણે ત્યારે વધારે વાતો કરીશું. ”કહી મેહુલે વાત અધૂરી છોડી દીધી.

ઓકે લવ યુ.

લવ યુ ટૂ

આટલી વાતોથી મેહુલને થોડી શાંતિ થઇ હતી પણ પેલો ગભરાટ તો હતો જ પણ જે થવાનું હશે તે થશે જ તેમ મેહુલે સ્વીકારી લીધું.

સોમવારનો દિવસ અઠવાડિયાની શરૂઆત,,,, બધા વિચારતા હોય છે આજનો દિવસ સારો તો પૂરું અઠવાડિયું સારું જશે અને તેથી બધા સોમવારે વહેલા ઉઠતા હોય છે. મેહુલ પણ આજે વહેલા જાગી ગયો હતો. નાસ્તો કરી છાપું વાંચતો હતો.

“ત્રણવાર તલાક બોલવાથી પતિ પત્નીને છૂટાછેડા આપી શકે, આ નિયમને નેસ્ત નાબુદ કરવા મહિલાઓનું સશક્તીકરણ||” મેહુલે હેડલાઇન્સ વાંચી.

“મેહુલ કાલે આરતી મને કહેતી હતી તેની બહેનપણી સાથે પણ આવું જ થયું છે”મીરા બાજુમાં કામ કરતી કરતી બોલી. .

મેહુલે સવાલ પૂછ્યો“શું ત્રણવાર તલાક બોલ્યા તો છુટાછેડા આપી દીધા?”

“ના હવે, હજી તેને લાગ્નના બે જ વર્ષ થયા છે અને તેનો પતિ તેને છોડવા માંગે છે અને એટલે જ ખોટા આક્ષેપો લગાવી છોકરીને પિયર મોકલી દીધી. જયારે તે છોકરી બિલકુલ નિર્દોષ છે. ”

“હા તો છોકરીએ જાણવાની કોશિશ ના કરી કે તેમની ભૂલ શું છે ?” મેહુલે મીરાની વાતમાં ખાસ રસ દાખવ્યો હતો.

“એ છોકરી અત્યારે પિયર છે અને બસ એક ચાન્સની રાહ જોઇને બેઠી છે કે ક્યારે તે પોતાને નિર્દોષ સાબિત કરે. ”

“પણ દીદી આતો ખોટું ના કહેવાય, જો તે ભૂલમાં હોય તો ડરવાની બાત છે ને જો તેણે ભૂલ જ નથી કરી તો સામનો કરવો જ જોઈએ. અને તેના પતિ જેવા લોકો દુનિઆમાં જીવતા જ શા માટે હશે જો કોઈની કદર કરી શકતા નથી. આવા લોકોથી ડરવાથી જ છોકકરીઓ કઈ કરી શકતી નથી. જો આની સામે પડકાર આપે તો જ આવા લોકોને સબક આપી શકાશે આમ હાથ પર હાથ રાખી બેસશું તો બસ આવું જ થવાનું. :”મેહુલે ઊંચા આવાજે મીરાંને કહ્યું.

(મેહુલની વાત એકદમ સાચી છે છોકરીઓની ચુપકીદી જ આવા લોકોને પ્રોત્સાહન આપે છે તેથી આવા દુષ્કર્મો કરે છે અને આવા દુષ્કર્મો સામે સમાજના ડરથી આવાજ નથી ઉઠાવતી; જો આવા લોકો સામે અવાજ ઉઠાવશો તો જ આવા લોકોને સબક મળશે અને આવા ઘણા બધા કિસ્સા બને છે કે માત્ર એક મહિલાની હિમ્મતથી બીજી યુવતીઓને પ્રોત્સાહન મળે છેઅને નવા અપરાધ અટકી જાય છે )

”બસ પ્રભુ, આરતીની બહેનપણી હતી મારી નહિ. હવે આ વાતને અહી જ અટકાવશું મારે ઘણું કામ છે” મીરાએ મેહુલની વાત હસીમાં ઉડાવી દીધી.

પણ આ બાબતે મેહુલ ગંભીર હતો તેથી તેણે સ્પષ્ટતા કરતા કહ્યું “હા એ વાત સાચી જ્યાં સુધી પર્સનલ બાબતના આવે ત્યાં સુધી કોઈને ક્યાં સમજાય છે?”

“બસ મેહુલ સમજુ છુ પણ હવે તેને કોણ સમજાવવા જાય જે હાથ પર હાથ રાખી બેસી જાય છે, બાકી કોણ એવો માંનોલાલ પેદા થયો જે તારી દીદીને છુટાછેડા આપશે?” મીરા થોડીક આવેગમાં આવવા લાગી.

“બસ દીદી ગુસ્સો નહિ, સેહત માટે હાનિકારક ગણાય…”મેહુલે શાંત સ્વાભાવે કહ્યું.

મીરાંનો ગુસ્સો પણ ક્ષણમાં ઉતરી ગયો.

“હું તો કહું જ છું મારુ કામ કરવા દે પણ તારે જ વાત કરવી હતી તો પછી આટલું તો સાંભળવું પડે”

બંને સામસામી મોં બગાડી પોતાના કામમાં લાગી ગયા. મેહુલ આ યુવતી માટે ગર્વ પણ અનુભવતો હતો અને દુઃખી પણ હતો. પણ તે કઈ ના કરી શકતો હતો.

મેહુલે આજે જે નવો અનુભવ મેળવ્યો તેની સાથે જ તે કોલેજની મુસાફરીએ નીકળી પડ્યો જ્યાં તેની રાહી રાહ જોઈને બેઠી હતી.

(ક્રમશઃ)

આતો હતી એક યુવતીની વાત જે હજી ગુમનામ જ છે અને રહેશે જ, જ્યાં સુધી તે પોતે જ હિંમતથી કામ નહિ લે… પણ અર્પિત અને સેજલ વચ્ચે શું થયું??, અર્પિતે શું સરપ્રાઈઝ વિચાર્યું હશે??, જે વિચાર્યું હશે અદભુત જ વિચાર્યું હશે??? અને તે જાણવા માટે આપને આગળના ભાગની રાહ જોવી જ પડશે.

આગળ શું થઇ શકે છે તેના મંતવ્યો અથવા આ સ્ટોરી સંબંધિત કોઈ વાત કહેવી હોય તો તમે અચૂક વ્યક્તિગત સંપર્ક કરી શકો છો.

Whats app Contact - 9624755226

Facebook :- Mér Méhùl

Twitter :-@Mon2b2898

Instagram :-mon2b2898

-Mer Mehul