અતુટ-મિત્રતા ભાગ-૩ (અંતિમ-ભાગ) ANISH CHAMADIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતુટ-મિત્રતા ભાગ-૩ (અંતિમ-ભાગ)

અતુટ-મિત્રતા

ભાગ-૩

ANISH-CHAMADIYA

રાહુલે !...સ્વેતા ને પૂછ્યુ. " શુ થયુ તને....? આમ કેમ બોલે છે...?"

" તુ ચુપ રે, આ અમારા બંને વચ્ચે ની વાત છે..."

સ્વેતા નો આ રૂપ સમજ ની બહાર હતો ત્રણેય માટે. મીરા રોઈ રહી હતી. આરવ અને રાહુલ ની નજર સ્વેતા પર હતી. સ્વેતા !...મીરા પાસે આવી. મીરા પણ ઊભી થઈ ગઈ. તરત જ સ્વેતા એ મીરા ને ગળે લગાડી અને બોલી " સોરી , મેરી જાન મજાક કર રહી થી...." આ સાંભળી ને આરવ ના દિલ ને ઠંડક પોહચી. પણ મીરા હજુ પણ રડી રહી હતી. " અરે યાર સોરી બોલાના , મે મજાક કર રહી થી. સચ મે આઈ એમ શો હેપી ટુડે..."

" આવી મજાક...?" મીરા એ ધીમા સ્વરે કહ્યુ.

" સોરી ડિયર..."

મીરા તરત સ્વસ્થ થઈ ગઈ કેમ કે તે સ્વેતા ને સારી રીતે ઓળખતી હતી. સ્વેતા ને મજાક કરવાની બહુજ ખરાબ ટેવ હતી. તે દરેક વાત ને મજાક મા લેતી અને મીરા તેને ઘણી વાર સમજાવતી પણ ! કે દરેક વાત મા મજાક ના કરવાની હોય. પણ સ્વેતા ક્યા માને એવી હતી.

પછી સ્વેતા એ મીરા ને આરવ તરફ ધક્કો મારતા કહ્યુ " મારી પાસે શુ ઊભી છો, તારા પ્રેમી પાસે જાને..." આરવ અને મીરા હસવા લાગ્યા પણ રાહુલ નો ચેહરો ઉતરી ગયો હતો. તે ત્યાથી દુર જતો રહ્યો. આરવે તેને અવાજ આપ્યો પણ તે ના રોકાયો. આ જોઈને સ્વેતા બોલી " હવે આને શુ થયુ...?"

" તુ પુછે છે રાહુલ ને શુ થયુ...? તે તેની સાથે કેવો વર્તાવ કર્યો..." મીરા બોલી.

" ઓહ , યાર હુ તો મજાક કરતી હતી, મને થોડી ખબર હતી કે રાહુલ ને ખોટુ લાગી જશે..."

" એટલે જ તને કહુ છુ કે બધી વાત મા મજાક ના કરવાની હોય..."

" હવે શુ થશે, રાહુલ તો મારી સાથે વાત પણ નહી કરે..."

" અરે એવુ કશુ નહી થાય. હુ રાહુલ ને સારી રીતે ઓળખુ છુ. તેનો ગુસ્સો ઘડીક વાર માટે જ હોય છે. ચાલો આપણે તેને બોલાવી ને આવીયે..." આરવે કહ્યુ. અને ત્રણેય રાહુલ ને બોલાવા ગયા. રાહુલ રિસોર્ટ ની ઓફિસ પાસે બાકડા પર બેસીને સિગારેટ પીતો હતો. તેણે આ લોકો ને આવતા જોયા પણ ના જોયા હોય તે રીતે સિગારેટ ના કશ લગાવી રહ્યો હતો. ત્રણેય રાહુલ પાસે પોહચ્યા. સ્વેતા બોલી "સોરી રાહુલ..." રાહુલે કઈ જવાબ ના આપ્યો.

" સામે તો જો સ્વેતા કઈ બોલી રહી છે..." પણ રાહુલ ગુસ્સા મા ને ગુસ્સા મા નીચે જોઈને સિગારેટ ફુક્યા કરતો હતો. સ્વેતા !... રાહુલ ના પગ પાસે જઈને બેઠી અને પોતાના કાન પકડતા બોલી " સોરી યાર માફ કરી દે, હવે ક્યારેય આવી મજાક નહી કરુ..."

સ્વેતા ની આંખ માથી માત્ર આસું જ પડવાના બાકી હતા ત્યાજ રાહુલ હસવા લાગ્યો અને સ્વેતા ને ઊભી કરતા બોલ્યો " કેમ મજાક માત્ર તુ જ કરી શકે...?" આ સાંભળી ને સ્વેતા !...રાહુલ ને પ્યાર થી મારવા લાગી.

આરવ અને મીરા આ જોઈને હસી રહ્યા હતા અને એકબીજાને ઇશારા થી બંને ની જોડી સરસ લાગે છે તે કહી રહયા હતા. ચારેય મિત્રો એ 'દુધની' મા બહુજ મજા કરી , ફર્યા, ફોટોગ્રાફી કરી. હવે ઘરે જવાનો સમય આવી ગયો હતો. બપોરે તેઓ ત્યાથી સુરત આવવા નીકળી ગયા. રસ્તા મા મીરા ને આરવ ની કમર ફરતે હાથ બાંધી ને બેસેલી જોઈને સ્વેતા ના મન મા પણ રાહુલ તરફ આકર્ષણ થવા લાગ્યુ. સ્વેતા પાછળ બેઠી બેઠી રાહુલ તરફ જોઈ રહી હતી અને અચાનક રાહુલ ની નજર પણ બાઇક ના સાઈડ-ગ્લાસ પર પડી. સ્વેતા નો ઘવવર્ણો પણ કોઈને પણ આકર્ષિત કરી શકે તેવો ચેહરો તેને જોઈ રહ્યો હતો. આ જોઈને રાહુલ પણ મસ્તી મા આવી ગયો અને બાઇક ને ફુલ-સ્પીડ મા ચલાવા લાગ્યો એટલે સ્વેતા એ કહ્યું " રાહુલ ધીરે ચલાવ , હુ પડી જઈશ ...?"

" તુ એક વાર હા પાડી દે તો જિંદગી ભર નહી પડવા દવ..." રાહુલે મોકો જોઈને આડકતરી રીતે પોતાના દિલ ની વાત જણાવી દીધી. હવે માત્ર સ્વેતા ના જવાબ ની રાહ હતી. અને આશા હતી એ રીતે જ સ્વેતા એ રાહુલ ની કમર ફરતા હાથ બાંધી દીધા અને બોલી " જીંદગીભર સાચવવી પડશે, વિચારી લે..?"

રાહુલે તરત જ બાઇક ને ધીમી કરી અને સાઈડ પર ઊભી કરી દીધી એટલી વાર મા આરવ અને મીરા પણ ત્યા આવી પોહચ્યા અને રાહુલે પાછળ ફરીને સ્વેતા ને કહ્યું.

" વિચારી લીધુ ! આઈ લવ યુ સ્વેતા..." આ સાંભળી ને સ્વેતા શરમાઇ ગઈ અને આઈ લવ યુ ટુ બોલતા જ પોતાનુ માથુ રાહુલ ના સોલ્ડર પર મૂકી દીધુ. આ જોઈને આરવ અને મીરા પણ ખુશ થઈ ગયા.

સાંજના ૫ વાગે તેઓ સુરત પોહચી ગયા અને આવતી કાલે કોલેજ મા મળવાનુ કહીને છૂટા પડ્યા. આજે ચારેય બહુજ ખુશ હતા. ચારેય ને પોતાને જોઈતા સાથી મળી ગયા હતા. તેઓ રોજ કોલેજ મા સાથે જ જોવા મળતા. ચારેય નો પ્રેમ સંબંધ મજબુત બની ગયો હતો. કોલેજ ના ૩ વર્ષ પૂરા થવાના હતા. અને આ છેલ્લા ૨ વર્ષ મા જ્યારથી મીરા અને સ્વેતા આ બંને ની જિંદગી મા આવી ત્યારથી આ બંને ની જિંદગી બદલાઈ ગઈ હતી.

કોલેજ નો છેલ્લો દિવસ આવી ગયો. આજે ચારેય કેન્ટીન મા બેસી ને ભવિષ્ય વિશે ની ચર્ચા કરતા હતા. આરવ ની ઈચ્છા હતી વિદેશ મા જઈને નોકરી કરવાની અને મીરા પણ તેની વાત થી સેહમત હતી. પણ સ્વેતા ને હજુ કોલેજ નુ છેલ્લુ વર્ષ બાકી હતુ એટલે રાહુલ વિદેશ જવા માટે રાજી ના હતો અને આરવ ને એકલા જવા દેવા પણ માંગતો ના હતો. સ્વેતા એ રાહુલ ને સમજાવ્યો કે " અત્યારે તમારા બંને પાસે સારી તક છે તો તેને જડપી લો. હુ મારૂ છેલ્લુ વર્ષ પૂરુ થાય એટલે ત્યા આવી જઈશ અને એમ પણ મીરા તો અહિયા જ છે. તમે બંને શેટ થઈ જાવ એટલે અમે બંને ત્યા આવી જશુ...."

" હા, તમે ત્યા શેટ થઈ જાવ પછી આપણે લગ્ન કરી લેશુ અને અમે પણ ત્યા આવી જશુ..." મીરા બોલી.

એમ પણ મીરા ના કે સ્વેતા ના ઘર મા તેમની પસંદ ને ના પાડવાનુ કોઈ કારણ હતુ નહીં અને તેમણે બંને એ પોતાના ઘરે પેહલે થી જ વાત કરી દીધી હતી અને બંને ના ઘર ના લોકો પણ રાજી હતા. તેઓ પણ ઇચ્છતા હતા કે બંને છોકરીઓ ની સગાઈ કરી દઈએ અને જ્યારે બંને છોકરાઓ વિદેશ જઈને આવે એટલે બંને ના લગ્ન પણ કરાવી દેશુ. ચારેય ના કુટુંબે એકબીજા સાથે વાત કરી લીધી હતી. અને ફેબ્રુવારી ની ૧૪ મી તારીખે 'વેલનટાઈન ડે' ના દિવસે ચારેય ની સગાઈ નક્કી કરી હતી. બીજુ બાજુ આરવ અને રાહુલે નોકરી માટે ઓન-લાઇન ઇન્ટરવ્યુ પણ આપી દીધુ હતુ.

સગાઈ ની તારીખ નજદીક આવી રહી હતી. ચારેય બહુજ ખુશ હતા. બધી તૈયારી થઈ ગઈ હતી. નાની-મોટી લગભગ બધી જ ખરીદી ચારેયે સાથે મળી ને કરી લીધી હતી. હવે રાહ હતી તો પ્રેમીઓ ના દિવસ 'વેલનટાઈન ડે' ની. અને તે દિવસ પણ આવી ગયો. એક કોમ્યુનિટિ હોલ મા સગાઈ નો પ્રોગ્રામ રાખવામા આવેલ. સ્ટેજ ને દિલ ના આકાર મા શણગારવા મા આવેલ, સ્ટેજ પર હાર્ટ શેપ મા ૪ ખુરશી ગોઠવામા આવી હતી, સ્ટેજની પાછળ ના ભાગ ને લાલ-સફેદ ફુગ્ગા થી શણગારેલ. બધા મેહમાનો આવી ગયા હતા. તેઓના કોલેજ ના મિત્રો પણ આવી ગયા હતા. હવે રાહ હતી તો ચારેય મિત્રો ની જે થોડી જ વારમા એકબીજાના હમસફર બનવાના હતા.

હોલ મા ધીમા અને મધુર સંગીત ની વચ્ચે બંને જોડી ની એન્ટ્રી થાય છે. આરવ અને રાહુલે બ્લેક કલર નો શુટ પેહર્યો હતો તો મીરા અને સ્વેતા એ એમબ્રોડરી વર્ક વાળી સાડી પેહરી હતી. બંને જોડી ઓ ખુબજ સુંદર લાગી રહી હતી. રીંગ સેરેમની પુરી થઈ અને ચારેય એકબીજા સાથે સગાઈ ના બંધન મા જોડાઈ ગયા. ઉપસ્થિત મેહમાનો એ બંને જોડી ને આશીર્વાદ આપ્યા અને આમ સગાઈ નો પ્રોગ્રામ સમાપ્ત થયો.

સગાઈ ના એક વીક પછી બંને મિત્રો એ ઇન્ટરવ્યુ આપ્યુ હતુ જે કંપની મા તેનો જવાબ આવ્યો જેમા આરવ સિલેક્ટ થઈ ગયો અને 60000 $ ના વાર્ષિક પગાર સાથે સ્પોન્સર લેટર પણ મોકલવામા આવ્યો પણ તે ઇન્ટરવ્યુ મા રાહુલ સિલેક્ટ ના થઈ શક્યો અને તે જ કારણ થી આરવે પણ તે કંપની જોઇન નહી કરવાનો નિર્ણય લીધો. ત્રણેય મિત્રો એ આરવ ને બહુજ સમજાવ્યો પણ આરવ !...રાહુલ વગર જવા તૈયાર ના હતો. બંને ક્યારેય અલગ થયા ના હતા. અને બંને એ હમેશા સાથે રેહવાનુ નક્કી કર્યું હતુ એટલે જ આરવ ને આટલુ બધુ સમજાવા છતા પણ તે માનતો ના હતો.

એક દિવસ રાત્રે રાહુલ અને આરવ બહાર ફરવા નીકળે છે. ત્યારે રાહુલ !...આરવ ને ફરીવાર સમજાવે છે " આરવ તુ અત્યારે નોકરી જોઇન કરી લે અને ત્યા જઈને મારા માટે પણ કોઈ નોકરી શોધી લેજે એટલે હુ પણ ત્યા આવી જઈશ..."

" ના રાહુલ હુ તારા વગર નહી જાવ. આપણે બીજી કોઈ કંપની મા ફરીથી ઇન્ટરવ્યુ આપીશુ પણ જાશુ સાથે જ..."

" આરવ તુ વાત ને સમજ યાર , માની લે બીજી કંપની મા પણ હુ રિજેક્ટ થયો તો...?"

" તો ત્રીજી કંપની મા ઇન્ટરવ્યુ આપીશુ પણ જાશુ સાથે જ..." આ આરવ નો રાહુલ પ્રત્યે ની મિત્રતા નો લગાવ જ હતો કે તે કોઈ પણ કાળે રાહુલ વિના જવા તૈયાર ના હતો.

" આરવ એક વાત કહુ...?"

" બોલને યાર..."

" મે આજ સુધી આપણા આટલા વર્ષો ની મિત્રતા મા તારી બધી વાત માની છે , તે જેમ કહ્યુ તેમ કર્યું છે , તો શુ તુ મારી એક વાત નહી માને...?"

" એવુ નથી યાર , પણ તારા વગર મારા માટે જવુ અશક્ય છે અને તે તુ પણ જાણે જ છે , આપણે એકબીજા વિના રહી શકીએ ખરા...?"

" અરે યાર આખી જિંદગી માટે થોડી ને દુર રેહવાનુ છે. તુ ત્યા જઈને મારા માટે નોકરી શોધી ને મને બોલાવી લેજે એટલે હુ આવી જઈશ..."

" પણ રાહુલ..."

" પણ બણ હુ કઈ નથી જાણતો. તારે જવાનુ છે બસ વાત પુરી..."

" તુ કેમ જીદ કરે છે રાહુલ..."

" તને મારી કસમ છે આરવ ! જો હવે તુ ના પાડે તો..."

" અરે યાર આ કસમ શુ કામ આપે છે...?"

" હા તો તુ કોઈ વાત જ નથી માનતો તો શુ કરુ...?" કહીને રાહુલ નારાજ થઈ ને મોઢુ ફેરવીને બેસી ગયો.

" અરે નારાજ કેમ થાય છે યાર...? તુ આમ મારા થી નારાજ થાય તે મને ના ગમે..."

" તો બોલ જઈશ ને તુ...?"

ઘણુ વિચાર્યા પછી આરવે કહ્યુ " સારુ પણ હુ જ્યારે તને બોલાવુ એટલે તરત તારે આવી જવાનુ..."

" શ્યોર, એમા કેવાનુ થોડી હોય..." રાહુલે ખુશ થતા કહ્યુ. પછી બંને ઘરે ગયા અને રાહુલે મીરા અને સ્વેતા ને ફોન કરીને આરવ જવા માટે માની ગયો તેની જાણકારી આપી.

બધી તૈયારી થઈ ગઈ હતી. રાત્રે ૨.૩૦ ની મુંબઈ થી ફ્લાઇટ હતી. તેઓ બધા મુંબઈ જવા માટે બપોર ના જ નીકળી ગયા હતા. રાહુલ ગાડી ચલાવી રહ્યો હતો. રાહુલ ના ચેહરા પર મિત્ર થી દુર થવાની ઉદાસી સાફ દેખાતી હતી. સ્વેતા અને મીરા !...આરવ સાથે વાતો કરી રહ્યા હતા. પણ રાહુલ શાંત હતો. તે જોઈને આરવ બોલ્યો " શુ થયુ દોસ્ત...? કેમ ઉદાસ છે...?"

રાહુલ ગળગળો થઈ ગયો હતો. તે બોલી શકે તેવી હાલત મા નોહતો. ખાસ મિત્ર જેની સાથે આટલા વર્ષો પ્રસાર કર્યા તે આજે તેના થી દુર જઈ રહ્યો હતો. તેણે સપના મા પણ નોહતુ વિચાર્યું કે તેઓએ આવી રીતે જુદા રેહવુ પડશે. રાહુલ ની મનોદશા આરવ સમજી ગયો હતો એટલે તેણે વધારે કઈ ના પૂછ્યુ. રાત્રે ૧૨ વાગે તેઓ મુંબઈ પોહચી ગયા. કાર ને પાર્ક કરી તેઓ એરપોર્ટ મા એન્ટર થયા. ૨ કલાક પેહલા ચેક-ઇન કરવાનુ હોવાથી વાતો કરવાનો વધુ સમય ના મળ્યો.

આરવે !...મીરા ને ગળે લગાડી અને તેના કપાળ પર ચુંબન કર્યું. મીરા ની આંખો નમ હતી. " ધ્યાન રાખજે તારુ અને ફોન કરતો રેહજે, આઈ લવ યુ ..." મીરા એ કહ્યુ. " આઈ લવ યુ ટુ...". કહીને આરવે ફરી થી મીરા ને પોતાની બાહો મા લઈ લીધી. પછી સ્વેતા ને ગળે મળ્યો અને બોલ્યો. " રાહુલ ને સાચવજે , એ જેટલો તારા માટે ખાસ છે તેની કરતા પણ વધુ મારા માટે ખાસ છે..." સ્વેતા પણ જાણતી હતી અને તેને પણ ખુશી હતી કે તેના પ્રેમી પર જાન કુરબાન કરનાર આરવ જેવો મિત્ર છે.

રાહુલ થોડેક દુર ફરી ને ઊભો હતો. તેની આંખો છલકાવાની તૈયારી મા જ હતી. આરવે જેવુ કહ્યું કે " ઓએ યાર ગળે નહી મળે મને...?" કે તરત જ રાહુલ દોડીને આરવ ના ગળે લાગી ને રોવા લાગ્યો. આરવે તેને શાંત કરાવતા કહ્યું " યાર તુ આવી રીતે રોઈશ તો મારા થી નહી જઈ શકાય..." આરવ ની આંખો મા પણ આસુ હતા. ત્યા ઉભેલા દરેક વ્યક્તિ ખબર નહી કેમ પણ આરવ અને રાહુલ ની દોસ્તી પર ગર્વ કરતા હોય તેવુ લાગી રહ્યુ હતુ. આટલી ગાઢ મિત્રતા ! જોઈને ત્યા ઉભેલા દરેક વ્યક્તિ એ બંને ની મિત્રતા ને તાળીઓ ના ગડગડાટ થી વધાવી લીધી. સમય આવી ગયો હતો છુટા પડવાનો. આરવે !... રાહુલ નુ માથુ ચુમતા કહ્યું " ધ્યાન રાખજે તારુ અને હુ ફોન કરુ એટલે બીજા જ દિવસે આવી જાજે યાર, અને હા મીરા અને સ્વેતા નુ પણ ધ્યાન રાખજે અને સ્વેતા ને હેરાન ના કરતો, કેમ કે હવે હુ નહી આવી શકુ તમને બંને ને છોડાવવા.."

" એવો મોકો જ નહી આપુ દોસ્ત..." રાહુલે કહ્યુ.

રાહુલ ના શબ્દો મા ભાર હતો. અલગ થવાનુ મન નોહતુ થતુ પણ જવુ પડે તેમ હતુ. છેલ્લી વાર ચારેય એક સાથે એકબીજાના ગળે મળ્યા અને આરવ એરપોર્ટ ની અંદર જવા નીકળી ગયો. આરવ ના ગયા પછી રાહુલ !...સ્વેતા અને મીરા ઘરે આવવા નીકળ્યા. સફર લાંબો હતો. પણ તે લોકો ને એ ખબર ના હતી કે આ લાંબો સફર તે લોકો નો આખરી સફર હશે. ઘરે પાછા ફરતા સમયે રસ્તા ની સામેની સાઈડ થી ફુલ-સ્પીડ મા આવતી ટ્રક રાહુલ ની ગાડી સાથે અથડાય છે અને ગાડી રસ્તા ની સાઈડ પર લાગેલી રેલિંગ મા ધડાકાભેર ઘુસી જાય છે. અકસ્માત એટલો ભયાનક હોય છે કે ત્રણેય નુ ઘટના સ્થળે જ મૃત્યુ થઈ જાય છે.

બીજી બાજુ આ વાત થી બેખબર આરવ ફ્લાઇટ મા જવાનો સમય થઈ ગયો હોવાથી એક વાર રાહુલ ને ફોન કરવાનુ વિચારે છે. ને ફોન લગાડે છે. રીંગ વાગે છે પણ રાહુલ ફોન ઉઠાવતો નથી એટલે એ વિચાર મા કે ગાડી ચલાવી રહ્યો હશે એટલે ફોન નહી ઉઠાવ્યો હોય તે હેતુ થી તે મીરા ને ફોન લગાડે છે. મીરા પણ ફોન નથી ઉઠાવતી એટલે તે સ્વેતા ને ફોન લગાડે છે. પણ કોઈ જવાબ ના મળતા તેને કઈક અજુગતુ બન્યુ હોવાનો એહસાસ થઈ જાય છે. આરવ ફરી રાહુલ ને ફોન લગાડવા જાય છે ત્યાજ તેના મોબાઈલ પર રીંગ વાગે છે અને મોબાઈલ પર રાહુલ નુ નામ જોતાજ તે તરત ફોન ઉઠાવે છે અને કહે છે " ક્યા છો રાહુલ...? તમે લોકો ફોન કેમ નથી ઉઠાવતા...?"

" કોન બોલ રહે હો આપ...?" સામેથી બીજા કોઈક વ્યક્તિ નો અવાજ આવે છે.

" હુ આરવ !...રાહુલ ક્યા છે...? અને તમે કોણ બોલો છો...?"

" યે મોબાઈલ વાલે ભાઈ કી કાર કા યહા વિરાર કે પાસ એકસીડેન્ટ હુવા હે , આપ જલ્દી આ જાઓ.." આટલુ બોલીને પેલો ભાઈ ફોન કાપી નાખે છે. આરવ ના હાથ માથી મોબાઈલ છુટી જાય છે. તે શુન થઈ જાય છે. તરત જ તે પોતાની જાત ને સંભાળે છે અને મોબાઈલ ઉઠાવીને દોડતો દોડતો એરપોર્ટ ની બહાર આવે છે. ત્યાથી ટેક્ષી મા બેસી ને વિરાર જવા નીકળે છે. રસ્તા મા તે પોતાના ઘરે ફોન કરીને બધાને મુંબઈ આવી જવા કહે છે અને રાહુલ નુ એકસીડેન્ટ થયા નુ જણાવે છે. થોડીવાર મા આરવ ઘટના સ્થળે પોહચી જાય છે. ત્યા ઊભેલી પોલીસ ની ગાડી અને એમ્બ્યુલન્સ ને જોઈને તે કઈક ના બનવાનુ બન્યુ હોવાનો એહસાસ કરે છે. દોડતો દોડતો ગાડી પાસે પોહચે છે અને ત્રણેય ની ડેડબોડી જોઈને ત્યાજ ઘૂટણિયે પડી જાય છે.

આરવ ની નજર સામે કપડુ ઢાકેલી ત્રણેય ની ડેડબોડી પડી હોય છે. આરવ રોવા ઇચ્છતો હોય છે પણ રોઈ નથી શકતો. સાથે પ્રસાર કરેલો સમય તેની નજર સમક્ષ તરી રહ્યો હોય છે. રાહુલ સાથે કરેલી દરેક વાતો તેના કાન મા ગુંજી રહી હોય છે. તે રાહુલ નો ચેહરો જોવાની કોશિશ કરતો હોય છે પણ તેની નજર સમક્ષ બધુ ધૂંધળુ દેખાતુ હોય છે. અચાનક તેજ પવન ના લીધે રાહુલ ના ચેહરા પર ઢાકેલુ કપડુ ખસી જાય છે. અને જેવી આરવ ની નજર રાહુલ ના ચેહરા પર પડે છે કે તે ધબકારો ચુકી જાય છે. અને ત્યાજ તેનુ પણ પ્રાણ-પંખેરૂ ઊડી જાય છે ને તે ઢળી પડે છે.

સાથે જીવવા-મરવાની કસમ ખાધી હોય છે. એકબીજા વગર ના રહી શકતા મિત્રો હમેશા એકબીજાની વગર કઈ રીતે રહી શકે..? લોકો ને પ્યાર મા મરતા જોયા હશે પણ મિત્રતા મા મરતા આજે પહલીવાર જોયા. સાચી મિત્રતા કોને કેહવાય તે આ લોકો એ સાબિત કર્યું. દોસ્તી પર ઘણા બધા ગીતો બન્યા છે , ઘણી બધી ફિલ્મો બની છે. પણ આવી " અતુટ-મિત્રતા " ક્યાય નહી જોવા મળી હોય.

આ બંને ની મિત્રતા જોઈને એક હિન્દી કવિતા યાદ આવે છે.

......કરની મુજે ખુદા સે

એક ફરિયાદ બાકી હે .....

......કહની મુજે ઉનશે

એક બાત બાકી હે.........

....મોત ભી અગર આ જાએ તો

મે કેહ દુંગા જરા રુક.......

......અભી મેરે દોસ્ત સે મેરી એક મુલાકાત બાકી હે ........

*સમાપ્ત*