વિષ વેરણી ભાગ ૧૬ NILESH MURANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષ વેરણી ભાગ ૧૬

વિષ વેરણી

ભાગ ૧૬

મેં હિમ્મત કરી દરવાજા ને ધક્કો માર્યો દરવાજો ખુલ્લો જ હતો, અંદર મુમતાઝ બ્લેક કલર ના સ્કર્ટ ઉપર ઓફ સોલ્ડર બ્લેક ટોપ પહેરી અને બેડ પર ઉંધી સુતી હતી, તેણી ના નિતંબ અને શરીર નો સુડોળ ઘાટ મને વિચલિત કરી રહ્યો હતો, દરવાજો ખુલ્યા નો આવાજ સાંભળી ને એ બોલી,

”આ ગયા ક્યાં?”

મેં જવાબ આપ્યો “હા, , , ખુબ ઈચ્છા હતી એકવાર મળવાની, પૂરી કિંમત ચૂકવી ને આવ્યો છું, ”

મારો આવાજ સાંભળી એ ચોંકી ને પલટી અને તેણી ની આંખો સીધી મારા તરફ થઇ અને એ બોલી ઉઠી, ”’ સ....સ....સ...સલીમભાઈ તમે ?”

“હા હું , , , , કેમ હું અહી ના આવી શકું ?”મેં પૂછ્યું.

“ના મ, ..મ...મતલબ તમે અહી....?”

એ આગળ કંઈ બોલવા જાય એ પહેલા મેં બન્ને બાજુની હડપચી મારા જમણા હાથ થી પકડી લીધી અને કહ્યું,

”ઈચ્છા તો એવી હતી કે સાથે એક એસીડ ની બોટલ લઇ આવતો, પણ એમ કરતા તું હિરોઈન બની ગઈ હોત, બસ તને તારી ઓરીજીનલ જગ્યા બતાવવા આવ્યો છું, , વચ્ચે તું ખોટી મારા પરિવાર માં આવી ગઈ હતી, , તારે સીધું અહીંજ આવવાની જરૂર હતી, ”

“છોડી દો મને સલીમભાઈ હું , , ”, પોલીસ ને બોલાવીશ, , , ર....ર....રાનીબાઈ, ”

એ જોર થી બોલવા જતી હતી મેં એનું મો દબાવી દીધું અને કહ્યું,

” હજુ પણ પોલીસ ની ધમકી ? મુમતાઝ હું કિંમત ચૂકવી ને આવ્યો છું, ”

“હા તો જે કામની કિંમત ચૂકવી ને આવ્યા છો એ કામ કરીને જતા રહો, ” મુમતાઝ એ કહ્યું, .

“હા... હા... હા.... તને શું લાગે છે હું અહી એ કામ માટે આવ્યો છું, , , ” એમ કહીને મેં ઉંધા સીધા હાથ ની એક પછી એક બન્ને ગાલ પર ચાર થપ્પડ ચમકાવી દીધી, અને કહ્યું,

” ઈચ્છા તો ફૂલ નાઈટ ના ચુકાવવાની હતી, પણ એટલો સમય તારા જેવી કુલ્ટા સાથે વિતાવવો મને પોષાય નહી, તારું સ્થાન આ જ છે તું આવી જગ્યાને લાયક જ છો, તારે અહીજ આવવું હતું તો વચ્ચેના ઇન્ટરવલ માં મારા પરિવાર માં કેમ આવી ? મારા પરિવાર ને લુટી ને ગઈ છો, બરબાદ કરી ગઈ, હું ધારું તો તને એક સેકન્ડ માં જેલમાં નખાવી દઉં, જો એમ કરીશ તો પણ તું હિરોઈન બની જઈશ, એટલે તું અહીજ બરાબર છો, અહી કૈંક દાજેલાઓ ના ક્લેજા તો કમસે કમ ઠંડા કરીશ!”મેં ગુસ્સા માં કહ્યું,

એ નીચે ઢળી પડી મારા બન્ને પગ પકડી લીધા એ મારી સામે ઉંચે જોઈ રહી હતી, એના ઓફ સોલ્ડર ટોપ માંથી સ્તન વચ્ચેનો ઉભાર મને દેખાયો, જે મને જોવું જરા પણ નહોતું ગમતું, મેં નજર ફેરવી, અને મુમતાઝ એ કહ્યું,

“સલીમભાઈ મને અહી થી લઇ જાઓ, પ્લીઝ હું અહી આવી તો મારી મરજીથી પણ હવે આ જગ્યા મને ખાવા દોડે છે, તમે જેમ કહેશો તેમ કરીશ, મને માફ કરી દો પ્લીઝ, હું આખી જિંદગી તમારી ગુલામી કરવા તૈયાર છું બસ મને અહી થી લઇ જાઓ, ”

“હવે ઘણું મોડું થઇ ગયું છે મુમતાઝ, મને આવી ખબર હોત કે તને સુધારવા માટે ચાર લાફા મારવા પડશે તો ત્યારેજ મારવાની જરૂર હતી, પણ ત્યારે તારા બચાવ પક્ષ નો વ્યાપ મોટો હતો, ” મેં ગુસ્સા માં કહ્યું, તે ફરી મારા પગ પાસે આવી ને ઢળી પડી,

મેં એક પગ થી ધીમે થી ધકો મારી મારા પગથી દુર કરી, એ ઉભી થઇ અને બાથરૂમ માં જતી રહી પાંચ મિનીટમાં બાથરૂમ માંથી ફૂલ સ્લીવ નું પંજાબી પહેરી ને બહાર આવી, માથા પર દુપટ્ટો લગાવી સરખો કરવા લાગી, મેં હસતા હસતા કહ્યું,

“મુમતાઝ, .... ઓહ સોરી માધુરી... આમ નામ બદલાવવા થી કે કપડા બદલાવવાથી નિયત નથી બદલાતી, તને આટલી ચકમ દમક વાળી જિંદગી જોઈતી હતી તો તારે કોઈ ઉદ્યોગપતિ ની જિંદગી માં જવું હતું ને ? અસલમ જ શા માટે? તને ત્યારેજ કહ્યું હતું કે અલસમ દેખાવડો છે, સમજદાર છે, પણ એટલો પૈસાદાર ન હતો કે તારા મોજ શોખ પુરા કરી શકે, ”

“સલીમભાઈ મને અત્યારે સમજાય છે ત્યારે હું કલ્પનાઓ માં રાચતી, મોટા મોટા સપનાઓ જોયા હતા મેં અસલમ સાથે, ”

“ખેર તું અહી કઈ રીતે આવી એ મારે નથી જાણવું, એમાં પણ તારો કોઈ સ્વાર્થ રહ્યો હશે, અહી આવવા નું કારણ મજબુરી તો નહી જ હોય, તસ્સ્લી કરવા આવ્યો હતો કે તું ઠીક છો ને ? અને વાત રહી તને અહી થી બહાર કાઢવાની તો તેના માટે હું તારા અબુ અને તારા ભાઈ ને કહીશ એ તને અહી થી લઇ જશે, જે આજ દિવસ સુધી તારા ઉપર થુકવા પણ નથી આવ્યા, ” મેં કહ્યું.,

“હવે જયારે સમજ આવી ત્યારે તમે નમક છાંટો છો સલીમભાઈ, ”

“હા બસ નમક છાંટી ને જ સંતોષ મનાવી લઈશ ઝેર તો હું રેડી નહી શકું તારી જેમ, અને હવે જરૂર પણ નથી ઝેર ઉપર ઝેર રેડવાની ”

એટલું કહી ને હું બહાર નીકળી ગયો, જતા જતા રાનીબાઈ ને સ્માઈલ આપતા કહ્યું,

“બહુત કડક માલ હે ફિર આઉંગા, ”

મારું મગજ હવે થોડું શાંત થયું હતું, નીચે ઉતરી અને હું સીધો કારની પાછળ ની સીટ પર બેસી ગયો, અસલમ અને રજાક મારી રાહ જોઈ ને બેઠા હતા, કારમાં બેસતા જ મેં રજાક ને કહ્યું,

”ચાલ ભાઈ જવા દે ઘેર, ”

અસલમ મને તાકી તાકી ને જોઈ રહ્યો હતો, અલસમ નું મો જોઈને ખ્યાલ આવી ગયો હતો કે રજાક એ અસલમ ને બધું જણાવી દીધું હોય, રસ્તા માં મેં બન્ને તરફ આગળ ની સીટ તરફ જોઈ મારા બન્ને હાથ બતાવી ને કહ્યું,

” કેટલા દિવસ થી ઈચ્છા હતી, તે આજે પૂરી થઇ ચાર લાફા મારીને આવું છું”

અસલમ માર્મિક હસવા લાગ્યો, મેં અલસમ સામે જોઈ ને કહ્યું,

“હવે પછી મુમતાઝ નું નામ આપણી ફેમીલી માં ક્યારેય નહી લેવાય, અસલમ, સમજ્યો ?”

અસલમ ફરી હસવા લાગ્યો, થોડી વાર શાંત રહ્યો અને પછી ધીમે થી કહ્યું,

“ભાઈ એક વાત કહું , ”

“હા બોલ હવે તારે જે કહેવું હોય એ કહે, , આજે હું બહુ ખુશ છું, ”

“ભાઈ સિરીન છે ને..… સિરીન..… સ.… સિરીન...”

“હા શું છે સિરીન ?. બોલ જલ્દી બોલ, ”

“ભાઈ સિરીન નું અસલી નામ મુમતાઝ છે, ” એમ કહી ને અસલમ ચુપ થઇ ગયો અને આગળ જોવા લાગ્યો, , , હું ખડ ખડાટ હશી પડ્યો, અને કહ્યું,

“તો પછી સિરીન નામ કઈ રીતે રાખ્યું ?”

“ભાઈ મને ખબર હતી કે જો અહી બધાને મુમતાઝ નામ કહીશ તો કોઈ ને નહિ ગમે, ”

“હા....હા....હા… શાહજહાં ને મુમતાઝ મળી જ જાય, અસલમ, , , , જેમ દરેક મુમતાઝ માટે તાજમહેલ નથી બનતો તેમ દરેક તાજમહેલ માટે મુમતાઝ પણ નથી બનતી, એટલે માણસ નામ થી નહી કામ થી ઓળખાય છે, એટલે સિરીન નું અસલી નામ મુમતાઝ હોય તેનાથી મને કોઈ ફરક નથી પડતો, સિરીન નામ સારું છે, શું કહે છે રજાક ?”

રજાક એ હળવી મજાક કરતા કહ્યું, , ”હા.....હા....હા..… દરેક સલીમ ને પણ અનારકલી નથી મળતી, ”

અમે ત્રણેય સાથે ખડ ખડાટ હસી પડ્યા, અમે ઘેર પહોંચી આવ્યા, ઉતરતી વખતે મેં અસલમ ને હસતા હસતા પૂછ્યું,

“ભાઈ તારે તો નથી જવું ને મુમતાઝ ને મળવા ? તો હજુ પણ રોકાઈ જઈએ, ”

“ના ભાઈ તમે ચાર હજાર ખર્ચી ને મળવા જાવ હું મફતમાં પણ ના જાઉં, હું તો સમજી ગયો હતો એ દુબઈ આવવા માટે નીકળી હતી ત્યારેજ મને શંકા હતી, અને મુમતાઝ એ મને છેલ્લો ફોન કર્યો ત્યારેજ કહ્યું હતું કે મને શોધવાની કોશિષ કરતા નહી, એનો આવો ફોન આવ્યા પછીજ મેં સિરીન સાથે નિકાહ કરવા નિર્ણય કર્યો, ” અસલમ એ હસતા હસતા કહ્યું,

“હા આપણે મૂરખાજ છીએ, એના માં બાપ હજુ સુધી એના પર થુકવા પણ નથી આવ્યા, એ કૈંક સમજીને જ નહી શોધતા હોય ને ! એ ફોન કર્યો કે મને શોધવાની કોશિષ ન કરતા એ પણ ઉપકાર કર્યો કહેવાય” મેં કહ્યું.

રજાક કાર લોક કરી રહ્યો હતો, રાત્રી નો એક વાગી ગયો હતો, સવારે વહેલું નીકળવાનુ હતું એટલે બધા સુઈ ગયા હતા, બીજા દિવસે સવારે અમે અસલમ અને સિરીન ને લઇ ઘેર આવવા નીકળી ગયા, હજુ પણ ઘરે આવ્યા પછી મારા મગજ નો કીડો શાંત નહોતો થયો, મુમતાઝ એ મકાન કેવી રીતે વેચ્યું જાણવાની ઈચ્છા થઇ, અને જેને વેચ્યું હતું એ મારો મિત્ર અશોક મારી સાથે કોલેજ માં ભણતો એટલે એ ઘર ની વાત હતી.

***

આજે સાંજે ઓફીસથી ઘરે જવા નીકળ્યો હતો અને અશોક ની ઓફીસે ગયો, તે તેની ઓફીસ માંજ બેઠો હતો, ઓફીસ ની બહાર એમના માણસ એ અમને મને બહાર બેસવા કહ્યું, થોડી વાર માં અશોક પોતે બહાર આવી અને કહ્યું,

“અરે સલીમ તું આવ્યો છે, આમ બહાર થોડી બેસાય યાર ઓફીસ માં અંદર આવ, દોસ્ત”

મારી સામે ખુરસી સરકાવતા અને તેના માણસ ને ચાય નું કહેવા ઈશારો કર્યો, અને કહ્યું,

“શું કહે છે સલીમ બધું બરાબર ને, માસી, ભાભી, બધા કેમ છે?”

“બધું બરાબર છે, એક વાત પૂછવા આવ્યો હતો, ”

“હા બોલ ને ભાઈ શું પૂછવું છે?”

“તે મારું મકાન ખરીદયું , તારે મને પૂછવું તો જોઈએ ને ?”

“ભાઈ મેં તને ફોન કરવા કહ્યું હતું, પણ મુમતાઝ ભાભી એ જ મને ફોન ન કરવા કહ્યું હતું, અને તું તો જાણે છે યાર મારો ધંધો છે, એ પાવર નામું લઇ આવ્યા હતા અને ડોક્યુમેન્ટ રેડી હતા મારી પાસે પૈસા રેડી હતા, એમને વેચવું હતું અને મારે ખરીદવું હત, ” અશોક એ કહ્યું.

“ભાઈ એ વાત સાચી પણ એ પાવરનામું આપનાર પોતે હયાત ન હોય તો એ પાવરનામું રદ્દ થાય એટલે એ તમારો સોદો, કઈ રીતે માન્ય ગણાય? અને આમ વારસદાર ને બાયપાસ કરીને આમ કોઈ ડીલ થતી હશે?” મેં કહ્યું,

“હા સલીમ હું સમજુ છું, પણ અમારા આ ધંધા માં થોડું ઘણું અમે એડજસ્ટ કરતા જ હોઈએ છીએ અને તારા મધર સાથે હતા એટલે મને કોઈ ચિંતા જેવું હતુજ નહી, ”

“હા અશોક એ વાત ખરી પણ અમારી સાથે ચીટીંગ થયું છે, ”

“કેમ શું થયું છે ? અને એમાં મારી કોઈ મદદ ની જરૂર હોય તો હું તૈયાર છું, મેં સાત લાખ રૂપિયા આપ્યા છે, તું કહે તો એમના ઉપર કેસ કરી મુકું છેતરપીંડી નો, બોલ.”

“હા બસ એવુજ કૈક કરવું છે મારે.”

“સવારે આવ પોલીસ સ્ટેશને જઈએ અને હા તારા ફાધર નું ડેથ સર્ટીફીકેટ સાથે લેતો આવજે, પોલીશ સ્ટેસન માં એફ આર આઈ કરી દઈએ, પોલીસ રાતો રાત એને પાતાળ માંથી ગોતી આવશે, ”

“ગોતવાની જરૂર નથી એ ક્યાં છે એનું સરનામું હું આપીશ, ”

આટલી વાત કરી ત્યાં ચાય આવી હું ચાય પી અને નીકળી ગયો, બીજા દિવશે અશોક ફરીયાદી બન્યો અને પોલીસ સ્ટેસન માં ફરિયાદ લખાવી દીધી.

***

આજે એક મહિનો થયો હતો અમે ફરિયાદ લખવી હતી તેને અને સાંજે સાત વાગ્યે હું ઘરે બેઠો ટીવી જોતો હતો અને અશોક નો ફોન આવ્યો, .

“હેલ્લો, હા...અશોક, ”

“હેલ્લો સલીમ એક સારા સમાચાર છે, ” અશોક ની વાત સાંભળી ને હું ખુશ થઇ ગયો,

“હા, , , , , બોલ બોલ જલ્દી બોલ, , , એ સારા સમાચાર, ”

“પોલીસ એ સાત લાખ માંથી છ લાખ રીકવર કર્યા છે મુમતાઝ પાસે થી, કેશ રફા દફા થાય છે બોલ શું કરવું છે ?”

“ભાઈ તું જેમ કરે તેમ તારા ઉપર વિશ્વાસ છે, ”

“અને હા તને રોકડા રૂપિયા જોઈએ કે મકાન પાછું જોઈએ ?”

“ભાઈ અશોક ઉપર તું જે કહીશ એ મીઠું મોઢું આપી દઈસ તને મને મારું મકાન પાછું જોઈએ દોસ્ત, ”

મહિના પછી અશોક મને ઘર ની ચાવી અને દસ્તાવેજ આપી ગયો અને કહેતો ગયો, ઉપર ની એડજસ્ટમેંટ ની રકમ દોઢ લાખ આપવાની થતી હતી એ પણ કહેતો ગયો કે ભાઈ તારી સગવડતા એ આપજે,

આમ મારા અબુ ની નિશાની એ મારું મકાન મને ફરી પરત મળી ગયું, પોલીસ એ મુમતાઝ પાસે થી કેવી રીતે રીકવર કર્યા શું કર્યું મેં કોઈ તપાસ ન કરાવી,

***

અસલમ મારી સાથે ઓફીસ માં નોકરી પર લાગી ગયો હતો, રૂકસાના ને પણ રજાક સાતમો મહિનો બેસતા જ અહી મૂકી ગયો હતો રૂકસાના ની પહેલી ડીલીવરી માટે, ત્રણ સગર્ભા સ્ત્રીઓ હતી ઘરમાં એટલે અમી ઉપર બધી જવાબદારી આવી ગઈ હતી, હું અને અસલમ સવાર માં ઓફીસ ના કામ માં વ્યસ્ત હતા, અને અસલમ ના ફોન પર ફોન આવ્યો, અસલમ એ એકજ મિનીટ વાત કરી અને સીધો મારી તરફ આવ્યો અને કહ્યું,

“ભાઈ ચાલો હોસ્પિટલ ની તૈયારી કરો અમીનો ફોન આવ્યો હતો, રૂકસાના ને દુખાવો ઉપડ્યો છે, અને એ લોકો હોસ્પિટલ પહોંચી ગયા છે, ” આટલું સાંભળતા મેં કાર ની ચાવી ઉપાડી અને અસલમ સાથે રવાનો થયો, અસલમ ને કાર ચલાવવા આપી અને મેં રજાક ને ફોન લગાવ્યો, સમાચાર મળતાજ રજાક અને તેની અમી અહી આવવા માટે નીકળી ગયા.

સવાર માં રૂકસાના ને દાખલ કરી અને બપોરે સમીરા અને સિરીન ને પણ દુખાવો ઉપડતા ની સાથે તેમને પણ હોપીટલ માં બેડ ની વ્યવસ્થા કરાઈ, સાંજ સુધી બ ત્રણેય થોડા થોડા દુખાવા ની ફરિયાદ કરતી રહી, અમી ત્રણેય સગર્ભાઓ પાછળ દોડવામાં વ્યસ્ત થઇ ગયા, અમી એકલા પડી ગયા હતા, એક બે નર્સ હતી તે વારે વારે ચેક કરવા આવતી, સાંજે રજાક અને તેની અમી પણ આવી ગયા એટલે થોડી શાંતિ થઈ.

હું, અસલમ અને રજાક ત્રણેય હોસ્પિટલ ની લોબી માં આમ તેમ આંટા ફેર કરતા હતા, થોડી થોડી વારે એકબીજા ના મોઢા જોઈ રહ્યા હતા, શું કરવું કઈ સમજાતું ના હતું, કોઈ નોલેજ ન હતું, બસ એટલી ખબર હતી કે અમે હોસ્પિટલ માં છીએ અને, રૂકસાના, સિરીન અને, સમીરા ત્રણેય હોસ્પિટલ માં દાખલ હતા, ત્રણેય એક બીજાના દુખાવા ની ફરિયાદ કરી રહી હતી, અમી અને રજાક ના અમી આમ તેમ આંટા ફેર કરતી, , એટલી વાર માં ડોક્ટર આવ્યા અને કહ્યું, “મિસ્ટર સલીમ સમીરા ની હાલત માં કોઈ સુધાર નથી અને તેણી જોર કરી શકે એમ નથી, અડધો કલાક જેવી રાહ જોઈએ, નહી તો પછી ઓપરેશન કરવું પડશે, ”

“જી સાહેબ તમને જેમ અનુકુળ પાડે તેમ “ મેં કહ્યું, ,

ત્યાં તો એક નર્સ પેડ માં ફસાવેલ એક કાગળ લઇ ને આવતા કહ્યું.”સલીમ ભાઈ અહી સહી કરો “

મારી ગભરાહટ વધી ગઈ હતી મેં ઉપર ની બે લીટી વાંચી અને સહી કરી નાખી, અમી અને રજાક ના અમી સાથે હતા પણ તેઓ પણ ગભરાઈ ગયા હતા, મારા અમી અને રજાક ના અમી એ પણ ઓપરેશન માટે સહમતી દર્શાવી, હજુ પણ મને એક વડીલ ની ખોટ સાલતી હતી,

મને હજુ કઈ સમજાતું ન હતું, , અચાનક મને ટ્યુબલાઈટ થઇ, , મને ગંગામાંસી યાદ આવ્યા, મેં તરતજ ખિસ્સા માં થી ફોન કાઢ્યો અને ગંગામાસી ને ફોન કર્યો, ગંગા માસી આમ તો પાસંઠ પાર કરી ગયા હતા, પણ શેરડી ના સાંઠા ના છોતરા કાઢી નાખતા, મારા ફોન કર્યા ને પંદર મિનીટ માં ગંગામાસી આવતા ની સાથે જ કહ્યું, ” “શું થયું બેટા સલીમ?”

“માસી ડોક્ટર ઓપરેશન કરવા કહે છે, ” મેં કહ્યું.

“ઘેલી નો સે તારો ડોક્ટર, એમ ઓપરેશન થોડી થતા હશે, ”

એમ કહી ને ગંગા માસી ડોક્ટર ની કેબીન તરફ જતા હતા ને સામે થી ડોક્ટર સાહેબ આવ્યા,

“મિસ્ટર અસલમ ક્યાં છે? સિરીન ની પણ ઓપરેશન માટે ની તૈયારી રાખજો, તેમની પણ હાલત બગડતી જાય છે, ”

ત્યાં તો ગંગામાસી તાડૂક્યા “હું સે એલા ડોક્ટર, , , મારે જોવી સે સિરીન ને અને સમીરા ને, ”

એમ કહી ને ગંગા માસી લેબર રૂમ માં જતા રહ્યા, બે નર્સ અને એક વોર્ડ બોય સમીરા ને ઓપરેશન થીયેટર માં ખસેડવા તૈયારી કરી રહ્યા હતા, પાંચ થી સાત મિનીટ માં બહાર આવ્યા અને મને કહ્યું, “કેટલા વાગ્યા સે તારી ઘડિયાળ માં ? જો તો, , ”

મેં ઘડિયાળ માં નજર કરી ને કહ્યું, , દસ, ,

“હો, , , , , , કે, , , , , હજુ વહુ ને જોઈએ એવો દુખાવો નથ ઉપડ્યો, , સવારે ચાર વાગ્યા હુધી રાહ જોવા માં કંઈ વાંધો નથી, , અને સિરીન ને પણ એમજ છે, ગંગામાસી એ કહ્યું,

“અને રૂકસાના નું ? મેં પૂછ્યું, ,

“ઘડીક ખમ હું એ પણ જોઈ આવું, ” ગંગામાસી રૂકસાના ના બેડ તરફ ગયા, પાચ કે સાત મિનીટ માં બહાર આવી ને કહ્યું, ”રૂકસાના ને પણ એમજ છે, , પરોઢિયે ચાર થી પાંચ ની વચ્ચે સુવાવડ થઇ જાહે “

અહી આ બાજુ ડોક્ટર ઓપરેશન માટે દબાણ કરી રહ્યા હતા, અને ડોકટરે ગંગામાસી સામે જોઈ ને કહ્યું, “માસી તમે વાતો કરો છો, પણ પરિસ્થિતિ તો અમને ખબર હોય ને, અને જો તમે આમ નિર્ણય લઇ લેતા હો તો અમારે કોઈ જવાબદારી લેવાની જરૂર નથી, ”

“જવાબદારી? જવાબદારી તો એમ પણ તમે ક્યાં લ્યો સ? આ ફરફરિયા માં સહી કે અંગુઠો તો લઇ લ્યો સ.” ગંગા માસી એ ગુસ્સા માં ડોક્ટર ને કહ્યું, ”

હું અસલમ અને રજાક ગભરાયેલા હતા ડોક્ટર ઘડી ઘડી મારી સામે જોઈ રહ્યો હતો, ગંગામાસી ને જવાબ આપતા ડોકટરે કહ્યું, “જુઓ માસી, તમે સવાર્ સુધી રાહ જોવાનું કહો છો અને સવાર સુધી માં કંઈ આજુગતું થઇ ગયું તો એની જવાબદારી કોણ લેશે ? ”

“અને ઓપરેશન માં કંઈ થઇ ગયું તો એની જવાબદારી કોણ લેશે ?, હું સડસઠ ની થઇ તારા જેવા કૈંક ની મેં ડીલેવરી કરાવી સે, જે હવ તારા જેવા ડોક્ટર બની ગયા સ.”

“માસી જો તમારે તમારી મરજી મુજબ જ ઈલાજ કરાવવો હોય તો તમે તમારી વહુઓ ને અહી થી લઇ જાઓ, બીજા ઘણા દવાખાના છે અહી, ”

“અરે દવાખાના ની જરૂર નથી હું ઘેર એકલી કરાવી લઈશ, ” એમ કહી ને ગંગામાંસી મારી તરફ જોઈ ને કહ્યું, “સલીમ તારી ગાડી લગાવ ચાલ વહુ ને ઉપાડ ઉભી કર, ”

ગંગામાંસી એ વાતાવરણ એટલું ઉગ્ર કરી મુક્યું હતું કે હું રજામ અને અસલમ મુંજાઈ ગયા હતા, થોડી વાર મને એમ લાગ્યું કે આ ગંગામાંસી ને અહી દવાખાનામાં બોલાવી ને મેં મોટી ભૂલ કરી છે, પણ હવે જો એ કહે છે એમ નહી કરું તો પણ એ ગુસ્સે થઇ જશે, મેં કોઈ નિર્ણય ન લીધો હું રજાક અને અસલમ સામે જોવા લાગ્યો, એ બન્ને પણ મારી સામે એવી રીતે જોઈ રહ્યા હતા જાણે મારે નિર્ણય લેવાનો હતો, હું કોઈ રિસ્ક લેવા નહોતો માંગતો, એટલે મેં ગભરાયેલા સ્વર માં ગંગામાંસી ને કહ્યું,

”માસી તમે શાંતિ રાખો બે પાંચ મિનીટ બેસો, આપને વિચારી લઈએ, ”

“કઈ વિચારવાનું નથ, હવ ઓપરેશન પણ કરાવવું પડે તો આ હોસ્પિટલ માં નથ કરાવવું, હમજ્યો?”

ગંગામાંસી એ ખુબ ગુસ્સા માં કહ્યું, આજુબાજુ ના વોર્ડમાંથી માણસો ભેગા થઇ ગયા, ડોક્ટર અને નર્સ મારી સામે તાકી તાકી ને જોઈ રહ્યા હતા, હું કોઇપણ જાતનો પ્રતિભાવ નહોતો આપી રહ્યો, મને નક્કી થઇ ગયું હતું કે ગંગામાંસી એ કૈક તો એવું જોયું હશે કે જે અહી થી જવા કહી રહ્યા છે, હું સમીરા ના રૂમ તરફ ગયો અને સમાન વીંટવા લાગ્યો, અસલમ અને રજાક પણ મારી જેમજ હોસ્પિટલ ની બહાર નીકળવા માટે તૈયારી કરવા લાગ્ય, હું સમીરા નો હાથ પકડી ને સમીરા નું ઉભી કરી રહ્યો હતો એટલી વારમાં નર્સ એ રૂમ માં આવી ને કહ્યું,

“મિસ્ટર સલીમ તમને ડોક્ટર સાહેબ બોલાવે છે, ”

ક્રમશઃ આવતા ગુરુવારે...…

ભાગ ૧૭ મો અને અંતિમ પ્રકરણ.......