Vish verni - 15 books and stories free download online pdf in Gujarati

વિષ વેરણી ભાગ ૧૫

વિષ વેરણી

ભાગ ૧૫.

દસ કલાકનો રસ્તો પાર કરી અમે મુંબઈ માં પ્રવેશ કરી ચુક્યા હતા, રાત્રીના દસ વાગ્યા હતા, હું સમીરા સાથે પહેલીવાર મુંબઈ આવેલ, કોલેજમાં હતો ત્યારે મિત્રો સાથે ફરવા આવેલ અમી મુમતાઝ સાથે આવી ગયેલ પણ મુંબઈના રસ્તા અને ટ્રાફિક ની માયાઝાળ પણ અલબેલી છે, બાંદ્રા રોડ પર રજાક અમને લેવા આવી ગયેલ, ઘરે પહોંચ્યા રૂકસાના કાગડોળે રાહ જોઈને બેઠી હતી, અંકલ અને આન્ટીએ માનભેર અમારું સ્વાગત કર્યું, નાનકડા એવા હોલમાં બે જણ બેસી શકે એવો સોફા સજાવેલ હતો અને બે ખુરસી સામે નાનકડી ટીપોય મુકેલી હતી, અમી થાકી ગયા હતા, એટલે રૂકસાનાએ રજાક ને હાથથી ઈશારો કર્યો, અમી ને રૂમમાં આરામ કરવા વ્યવસ્થા કરી રજાકએ મારી સામે જોઈ ને કહ્યું.

“જુઓ સલીમભાઈ નાના નાના બે રૂમ છે, આપણી ઝૂપડીમાં, ”

“અરે રજાક મુંબઈમાં આવી ઝૂપડીના માલિક હોવું પણ દુર્લભ છે, ” મેં કહ્યું,

“હા ખરીવાત સલીમ ભાઈ, તમારે આરામ કરવો છે, ?”

“નાં મારે આરામની જરૂર નથી, ”

હું આમ તેમ સમીરા ને સોધતો સમીરા રસોડામાં રૂકસાના પાસે જતી રહી હતી, ”

ઘણા દિવસ પછી રૂકસાના ના હાથની ગરમા ગરમ રોટલી અને રીંગણ નું શાક ખાધું, બીજા દિવશે રાત્રે સાડા આઠ વાગ્યે અસલમ ની ફ્લાઈટ હતી એટલે અમે વીસ કલાક વહેલા પહોંચી આવ્યા હતા, જોકે મુંબઈ માં કોઈ સગાના ઘેર મહેમાન થઇ ને જવું એટલે માથાનો ઘા થાય પણ રૂકસાના અને રજાક પણ અવાર નવાર આવવા કહેતા તે મોકો મળી ગયો.

બીજા દિવશે સવારમાં હું અને રજાક ગામ માં ફરવા નીકળ્યા, આમ થોડી વાર ફરતા રજાક સાથે મિત્રતા જેવું થઇ ગયું હતું અને આમ પણ રજાક મળતાવડા સ્વભાવ નો હતો અને મોટા સાળા તરીકે નું મારું માન જળવાતો એજ કારણ હતું મેં રજાક ને સીધું મુદા પર વાત કરતા પહેલા મુમતાઝની હકીકત જણાવી અને પછીજ પૂછ્યું.

“રજાક મુમતાઝ ને એકવાર મળવું હોય તો ?”

“મુશ્કિલ છે સલીમભાઈ” રજાક એ કહ્યું.

“કેમ તમે તો કહેતા હતા કે એ રેડ લાઈટ એરિયામાં રહે છે”

“હા એટલેજ કહું છું, અને એ જે ગુંડાઓ ના હાથ માં ચડી ગઈ છે, હવે મુમતાઝ નું ત્યાંથી નીકળવું પણ મુશ્કેલ છે, ”

“ઓહ, એમ વાત છે, પણ આપણે ક્યાં એને ત્યાંથી કાઢવી છે ?, બસ મારે એકવાર મળવું છે, ”

રજાક થોડીવર વિચાર માં પડી ગયો, અને કંઈ જવાબ ના આપ્યો મેં ફરી કહ્યું,

“જો રજાક મારા એવા સંસ્કાર નથી કે હું રેડ લાઈટ એરિયા માં જાઉં, એકવાર મળવું છે બસ, હું સમજુ છું કે તું શું વિચારે છે, બસ મારે એકવાર મળવું છે, ત્યાં જવા સિવાય બીજો કોઈ ઉપાય હોય તો જણાવ ” હવે મેં રજાક સાથે તું થીજ વાત કરી,

રજાક મારી સામે જોવા લાગ્યો અને થોડીવાર રહી ને કહ્યું,

”ઓકે સલીમભાઈ હું સમજી ગયો, તમે જે અર્થ માં કહો છો એ અર્થ માં હું સમજી ગયો, ખમો હું કૈંક ગોઠવું છું, જો તમારે મળવુંજ હોય તો એક ગ્રાહક બનીને મળી શકો છો બીજો કોઈ ઉપાય નથી સુજતો, ચાલો મારી સાથે, ”

એટલું કહી અને રજાક મને એ રેડ લાઈટ એરિયાના એક પાનના ગલ્લા પર લઇ ગયો, રજાક એ નાક પર આંગળી રાખી અને એક આંખ થી ઈશારો કરી પાનના ગલ્લા વાળા ભાઈ ને પૂછ્યું,

“ઇસકા જુગાડ કોન કરતા હે બે, ”

“ઈકડે, ?” પાનના ગલ્લા વાળા ભાઈએ પૂછ્યું,

“હાંજી ઈકડે, ” રજાક એ પણ ટૂંકમાં જવાબ આપ્યો,

જોકે મને થોડો સંકોચ થયો મારી નાની બહેનનો પતિ મારા માટે આવી હલકી કક્ષાની પ્રવૃત્તિ કરી રહ્યો છે, પણ તેનો પૂછવાનો ઢંગ અને વાક્ચાતુર્ય ગજબ નું હતું, પાનના ગલ્લાવાળા ભાઈ એ માચીસ ની તીલ્લી થી દાંત ખોતરતા એક હાથ લાંબો કરતા કહ્યું, ,

“દેખ ભાઉ વો સામને ચાય કી દુકાન હે ના, વહા એક છોટુ કામ કરતા હે, જા ઉસકે પાસ મેરા નામ લેના તેરા કામ હો જાયેગા, જૈસા માલ મંગતા હે મિલ જાયેગા, ”

“ઠીક હે ભાઉ, ”

રજાક મારો હાથ પકડી અને તે હોટલ પર લઇ ગયો ત્યાં ટેબલ પર બેસતાજ રજાક એ છોટુ ને કહ્યું, “એ છોટુ દો ચાય લાના”

પાંચજ મિનીટ માં એ પંદર થી સોળ વર્ષ નો, અડધી બાયનું મેલું ઘેલું ગંજી પહેરેલું અને બ્લુ કલર ની મેલી ઘેલી જીન્સ પહેરેલી, અને ખભા પર નેપકીન લટકતું હતું, ગાલ પર તાજી તાજી રુંવાટી ઉગેલી કાન ઢંકાય જાય અને કપાળ સુધી નીચે લટકતા ને વાંકડિયા વાળ હતા, ચાય ના છીકામાં બે કાચના ગ્લાસ માં ચાય લાવ્યો અને અને ટેબલ પર મુક્ત પૂછ્યું, “ઔર કુછ સાબ?”

”છોટુ ઇસકા જુગાડ લગાના કુછ, ” ફરી રજાક એ નાક પર આંગળી રાખી આંખ મારી અને છોટુને કહ્યું,

“ઓયે ચિકને સુબહા સુબહા મજાક મત કર અબી ધંધે ક ટાઈમ હે, ” છોટુ એ જવાબ આપ્યો,

“છોટુ મેં મજાક નઈ કરેલા બે, યે દેખ યે અપુનકા ભાઈ ગુજરાત સે આયા હે, ઔર અપુન કા મહેમાન હે યાર, ઇસકી ખુશી કે લિયે, ”

“ઓહ યે બાત હે, દેખ ભાઈ ઇધર એક બાર કા ચાર હજાર ઔર ફૂલ નાઈટ કા સાત હજાર રૂપિયા ચલતા હે ઔર માલ એકદમ કડક મિલેગા”

રજાક છોટુ સાથે વાત કરી રહ્યો હતો એટલી વારમાં મેં રજાકના ખીસા માં મુમતાઝ નો પાસપોર્ટ સાઈજ નો ફોટો સરકાવી અને રજાક ને ઈશારો કર્યો,

રજાક એ તરત જ ખીસા માંથી મુમતાઝ નો ફોટો કાઢી અને છોટુ ને બતાવતા કહ્ય,

“છોટુ હમકો કડક માલ નહી ચાહિયે, હમકો યે ચાહિયે દેખ બરાબર, ”

“આઈલા યે તો માધુરી હે !!!..એ ભાઉ કોઈ પ્યાર-વ્યારકા લફડા નહી હે ના ? અઇસા હે તો અપુન કો પહેલે બોલ દેનેકા અપુન કોઈ લફડે મેં નહિ પડના માંગતા, સમજા ક્યાં ?”

“દેખ છોટુ તું ભાઉ પે ભારોશા કર અઇસા કુછ નહી હે, અપુન કો તો જાનતા હે ના તું?”

“હા દેખેલા તેરેકો ચિકને, સીધા આદમી હે, લાલી લીપ્સ્ટીક સપ્લાય કરતા હે તું, પતા હે તભી તો તેરે સે બાત કરેલા હું, ”

“ઠીક હે તું આજ રાત કા ફિક્સ કરા દે ભાઈ.”

“રુક અપુન કુછ કરતા હે, ફૂલ નાઈટ કે લિયે ચાહિયે યા સિર્ફ એકબાર કે લિયે, ”

છોટુ એ જીન્સના ખિસ્સા માં થી મોબાઈલ કાઢતા પૂછ્યું,

“અરે ભાઈ સિર્ફ એકબાર કે લિયે, તું બાત કર ના, ”

“ઠીક હે, ” છોટુ નંબર ડાઈલ કરી કાન પર લગાવતા કહ્યું, ”

“હેલ્લો રાની, , અપુન કા દોસ્ત આયા હે ગુજરાત સે, ઉસકો અપની નઈ વાલી માધુરી મંગતી હે, ચાર હજાર રૂપિયા બોલા હે, ભેજ દુ ?”

“ઠીક હે, ”

ફોન કટ કરતા છોટુ એ રજાક ની સામે મુઠીવાડી અને અંગુઠો બતાવતા કહ્યું,

“દેખ ભાઉ બાત હો ગયા હે રાત કે ગ્યારહ બજે કા ટાઈમ દિયા હે ઔર હા દારૂ પીકે નઈ જાનેકા યે માધુરી બહોત ખતરનાક હે, ઉસકો દારૂ પીયેલા મર્દ પસંદ નહી હે, ઔર પૈસા અભી એડવાન્સ મંગતા હે, ”

રજાક એ ખિસ્સા માંથી પાંચસો ની આઠ નોટ ગણી ને છોટુ ને આપી અને ઉપરથી સો ની નોટ અલગ થી આપી, ને કહ્યું, ”લે છોટુ યે તેરા ટીપ સમજ લે ભાઈ, ”

“રુક બે ચિકને દો મિનીટ રુક, ” એમ કહી ને છોટુ એક અલગ ટાઈપ નો ષટકોણ આકાર નો સિક્કો રજાક ને આપતા કહ્યું,

“યે લે ટોકન લેકે જાના સાથ મેં, ઉધર રાની મિલેગી ઉસકો દે દેનેકા સમજા ક્યાં? ચલ જા તું ભી ક્યાં યાદ કરેગા, ”

રજાક એ મને ઈશારો કર્યોં અને અમે ત્યાંથી નીકળી ગયા, ખાલી મુમતાઝ ને મળવા માટે આટલી જદ્દોજહેદ? બસ એકવાર મારે એને મળવું હતું, મારા હાથ માં ખંજવાળ આવતી હતી, મારો માળો વીંખી ને જતી રહી હતી, મારી જિંદગી માં સમીરા, રૂકસાના, રજિયા અને અમી જેવી સ્ત્રીઓ ના હોત તો કદાજ મને સ્ત્રી જાતીથી નફરત થઇ ગઈ હોત, જેમ દરેક પુરુષ સરખા નથી હોતા એમ દરેક સ્ત્રી પણ સરખી નથી હોતી, ખેર અમે ઘરે પહોંચ્યા બપોર ના એક વાગી ગયો હતો, જમવાનું તૈયાર હતું, બધા સાથે બેસી ને જમ્યા, રૂકસાના માળિયા ઉપર થી કેરમ બોર્ડ ઉતારી ને સાફ કરતા કહ્યું,

”ભાઈજાન આજે કેરમ રમશું ને ?”

“અરે વાહ શું વાત છે તમે પણ કેરમ રમો છો, ” મેં કહ્યું,

“ના અમે નહોતા રમતા પણ રૂકસાના ના આવ્યા પછી નવું કેરમ બોર્ડ લેવુ પડ્યું, મમી પાપા બાજુમાંજ રહે છે ક્યારેક અહી આવે તો સાથે બેસી ને રમીએ, ”વચ્ચે જ રજાક એ કહ્યું.

સાંજે સાત વાગ્યા સુધી કેરમ રમ્યા, ઘણા સમય પછી અમીને પહેલી વાર ખડ ખડાટ હસતા જોઈ, ખુબ મસ્તી મજાક કરી વચ્ચે અમીને બે વખત ચાય માટે ઉભા કર્યા અને અમી પણ પહેલા ની જેમજ મસ્તીના મૂડમાં આવી ગયા, ચાલો જે થયું તે સારું થયું, આજે રજિયા પણ અહી આવી ગઈ હોત તો બધા સાથે ભેગા થયા હોત, સાડા સાત વાગતા જ મેં રજાક ને એરપોર્ટ માટે તૈયાર થઇ જવા કહ્યું ત્યારે રૂકસાના પણ એરપોર્ટ પર આવવાની જીદ કરવા લાગી, પણ મે ના પાડી, હું અને રજાક આઠ વાગ્યે એરપોર્ટ પર પહોંચી ગયા, બરાબર આઠ ને પચ્ચીસ મીનીટે ફ્લાઈટ એરપોર્ટ પર આવી ગઈ હતી, હું અને રજાક કાગડોળે અસલમ ની રાહ જોતા હતા, મને તો એજ ડર સતાવતો કે હવે અસલમ નવી સરપ્રાઈઝ શું આપવાનો છે, આઠ ને ચાલીસ મીનીટે રજાક દેખાયો, બ્રાંઉંન ગ્લાસ ના ગોગલ્સ, ટૂંકા ટૂંકા વાડ ગળામાં સોનાની ચેઈન પર્પલ કલર નો શર્ટ અને વાઈટ કલર ની પેન્ટ માં હીરો જેવો લાગતો, હાથ માં બે કેરી બેગ જોઈ ને હું તો ડઘાઈ ગયો, થોડી વાર તો મને વિશ્વાસ ન આવ્યો કે આ અસલમજ છે કે નહી, અસલમ ના ખભા પર એક લેડીસ પર્સ લટકતું હતું, અસલમ મને જોઈ ને દોડી ને આવ્યો અને ગળે મળ્યો અને રજાક ને પણ ગળે મળતા પૂછ્યું,

“કેમ ભાઈ મજામાં ને ? “

“હા મજામાં હવે કહે કે આ લેડીસ પર્સ કોનું છે ?”

“ઓહ , ..એ...મ....મ.....મ...સીરીની નું છે, ”

“સિરીન ? કોણ સિરીન?”

“ઓહ હો સલીમ હજુ પણ અઘરા અઘરા સવાલો પૂછવાની આદત ગઈ નથી તારી, ”

હજુ એટલીજ વાત કરી હતી અને એક યુવતી સાથે બે નર્સ આવીઅને અસલમ સામે જોઈ ને કહ્યું,

”હેલ્લો સર એવરીથિંગ ઇસ નોર્મલ, હવે આપ આપની વાઈફ ને લઇ જઈ શકો છો, બાય...”

બસ પછી મને સમજતા વાર ન લાગી કે અસલમ દુબઈ થી નિકાહ કરી ને આવ્યો છે, તો પણ મેં ફરી મને કંઈ સમજાયું ન હોય તેવો ડોળ કરતા પૂછ્યું,

“આ કોણ છે ? તારી ફ્રેન્ડ છે?”

“સલીમ આ છે સિરીન મારી પત્ની “

“પત્ની?” મેં પૂછ્યું,

“અરે ભાઈ બધી રસ્તામાં વાત કરું ચાલ થાકી ગયો છું, અને સિરીન પણ થાકી ગઈ છે, ”

એમ કહી ને અસલમ એ કાર ની પાછળ ની ડીક્કી ખોલાવી અને તેના હાથ માં રહેલી બન્ને કેરી બેગ અંદર મૂકી અને પર્સ સીરનના હાથ પકડાવ્યું, સિરીન એ કાળા કલર ના ગોગલ્સ, બ્લેક જીન્સ ઉપર બ્લેક ટીશર્ટ ઉપર પીડા રંગ નું લાંબી બાય નું સ્લગ અને ગળા માંથી ફરતા ઢાંકેલ સ્કાર્ફ માંથી ભૂરા વાળ ની લટ્ટ બન્ને સાઈડ બહાર નીકળેલી હતી, ગોરી ચટ્ટી હિરોઈન જેવી લાગતી, જો તેના ગાલ પર માખી પણ બેસે તો દાગ પડી જાય તેવી હતી, સિરીન અને અસલમ પાછળ ની સીટ પર બેસી ગયા, રજાક સુનમુન કારની ચાવી લઇ ડ્રાઈવર સીટ પર બેસી કાર સ્ટાર્ટ કરતો હતો, હું રજાક ની બાજુની સીટમાં બેસી ગયો, મેં હજુ સુધી સિરીન નો આવાજ નહોતો સંભાળ્યો, તે વારે વારે મને જોઈ ને હળવું હળવું સ્માઈલ કરી રહી હતી, મેં સિરીન ને પૂછ્યું,

“ ગુજરાતી જાણો છો સિરીન ?”

વચ્ચે જ અસલમ એ જવાબ આપ્યો,

“અરે ભાઈ ગુજરાતી જ છે, વરસો થી દુબઈ માં રહે છે, અને ઇન્ડિયન કલ્ચર થી વાકેફ છે, ”

મેં અસલમ સામે આંખ કાઢતા કહ્યું, “અસલમ હું સિરીન ને પૂછું છું, ”

“ઓહ સોરી સલીમ, સિરીન સલીમ થી કૈંક વાત કર નહી તો એ ગુસ્સે થઇ જશે, ”

કોયલ જેવા મીઠા આવાજમાં સિરીન એ કહ્યું,

“હા સલીમભાઈ હું ગુજરાતી જાણું છું અને ઘણા વરસો થી ઇન્ડિયા આવવાની ઈચ્છા હતી તે આજે પૂરી થઇ, ”

અસલમ વચ્ચે બોલવા જતો પણ ફરી મારી સામે જોઈ ને ચુપ થઇ ગયો, થોડી વાર રહી ને અસલમ એ કહ્યું, “ભાઈ આ સરપ્રાઈઝ નથી, મેઈન સુંદર સરપ્રાઈઝ તો હજી બાકી છે, ”

હું ખડ ખડાટ હસી પડ્યો અને મેં કહ્યું, “ઓહ....સિરીન થી સુંદર કોઈ સરપ્રાઈઝ હોય જ નહી, ”

“ભાઈ હવે જે સમાચાર આપીશ એ સિરીન થી પણ સુંદર છે, ”

“એમ ?, , , , જલ્દી બોલ ભાઈ, , , , ”

“ભાઈ સિરીન પ્રેગનેન્ટ છે, ”

“હે.?...પ્રેગનેન્ટ છે ! અને તું સિરીન ને પ્લેન માં લઇ આવ્યો?” મેં ગુસ્સા માં કહ્યું,

“ભાઈ અમે ડોક્ટર ની સલાહ લઇ ને જ નીકળ્યા અને રસ્તા માં દરેક પ્રકાર ની સાવધાની રાખી છે, ” અસલમ એ કહ્યું,

પહેલી વાર અસલમ ની વાતો સાંભળી ને મને સારું લાગી રહ્યું હતું, અલસમ ના આવાજ માં ગંભીરતા હતી, જવાબદારી હતી, સિરીન પણ જોઈને સંસ્કારી અને સમજદાર લગતી, અમે ઘરે પહોંચતા પહેલા મેં નારીયેલ પાની ની લારી પર થી એક નારીયેલ સિરીન ને પીવડાવ્યું અને એક ડઝન નારિયલ નું પાર્સલ લઇ લીધું હવે મારું ઘર ગર્ભવતી મહિલા નું ઘર બનવાનું હતું, કઈ પણ હોય અસલમ ના ચહેરા પર ખુબ ખુશી હતી, અમે ઘરે પહોંચ્યા, અમી, રૂકસાના અને સમીરા એ એવી રીતે સિરીન નું સ્વાગત કર્યું જાણે એ પહેલાથી બધું જાણતા હોય, અને તેમના વર્તન જોઈ ને મને ઝટકો લાગ્યો, મારો આશ્ચર્યચકિત ચહેરો જોઈ ને રૂકસાના એ મારા માથા પર ટપલી મારતા કહ્યું, .

“ભાઈજાન અમને બધા ને ખબર હતી, પણ અસલમ તમારા થી ડરતો હતો એટલે તમને કહેવાની ના પડતો હતો, ” વાહ હજુ અસલમ મારાથી ડરે છે એ સાંભળી ને મને સારું લાગ્યું, કે હજુ પણ અસલમ ને અહેસાસ છે, થોડી વારમાં તો સિરીન બધા સાથે હળીમળી વાતો કરવા લાગી બધા માટે કૈંક ને કૈંક લાવી હતી તે આપવા લાગી, વાતો વાતો માં દસ વાગી ગયા, મારી નજર વારે વારે ઘડિયાળ પર જતી જોઈ અસલમ એ પૂછ્યું “શું વાત છે ભાઈ ?, ”

“કશુજ નથી ચલ ફટાફટ જમી લઈએ મુંબઈ ની મીઠાઈ ફેમસ છે તે લેવા જવું છે અને સવારે વહેલા તો આપણે નીકળી જઈશું “ આપણે બહાર જવું છે થોડું કામ છે, ” મેં કહ્યું,

બધા સાથે બેસીને જમ્યા બાદ હું રજાક અને અસલમ બહાર નીકળી ગયા, બહાર નીકળતા અસલમ પૂછવા લાગ્યો,

“ભાઈ આપણે જઈએ ક્યાં છીએ કોઈ કહેશે મને ?”

રજાક કાર ડ્રાઈવ કરતા કહ્યું,

“અસલમ ભાઈ તમે ચાલો તો ખરા, બધું અમે અહીજ કહી દઈશું તો સરપ્રાઈઝ જેવું કશું રહેશે જ નહી, ”

“જો ભાઈ બીયર વિયર હું નથી પીતો હો, ” અસલમ એ કહ્યું,

“હા ભાઈ અમે પણ નથી પિતા અને ક્યારેક પિતા હોઈએ તો પણ જમી લીધું છે એટલે કોઈ મતલબ નથી, ” મેં હસતા હસતા કહ્યું.,

થોડી વારમાં અમે એ રેડલાઈટ એરિયા માં પહોચી ગયા, જ્યાં કાર પાર્ક કરી હતી તેની સામેની બિલ્ડીંગ માજ મારે જવાનું હતું, બિલ્ડીંગની બારીઓ માંથી અને ટેરેસ પર ઉભેલી ગણિકાઓ રોડ પર આવતા જતા માણસો સાથે હસી મજાક કરી તહી હતી, આ બધા દ્રશ્યો જોઈ ને અસલમ ડઘાઈ ગયો, મને એક સેકન્ડ માટે વિચાર આવ્યો કે જો અસલમ ને સાથે લઇ જઈશ તો એ કદાજ મુમતાઝ ની વાતો સાંભળી ને પીગળી જશે માટે તેને કારમાં બેસવા જ કહ્યું, હું કાર માંથી ઉતરી ને જઈ રહ્યો હતો તો અસલમ એ સવાલ કર્યો ,

”ભાઈ મને તારાથી આ અપેક્ષા ન હતી, ”

“અસલમ હું જેને મળવા જઈ રહ્યો છું તેને મળવા માટે હજુ તારું કલેજું કાચું છે, માટે એટલું સમજી લેજે કે હું ફક્ત એક વ્યક્તિ ને મળવા જઈ રહ્યો છું, અને કોને મળવા જઈ રહ્યો છું એ તને રજાક કહેશે, પણ હા તું મારી પાછળ આવવાની કોશિષ ના કરતો, નીકળતા મેં આંગળી માં પહેરેલી વીંટી, ગળા માં પહેરેલ ચેન રજાક ને ઉતારી અને ખીસા માંથી પર્સ કાઢી આપ્યા, અને હું નીકળી ગયો અને છોટુ એ આપેલ સરનામાં મુજબ હું પગથીયા ચડી ગયો, રેડલાઈટ એરિયામાં પહેલી વાર આવ્યો હતો અને તેમાં પણ એક ગ્રાહક બની ને જવું એ મારા માટે પડકાર સમાન હતું, મારા ધબકારા વધી રહ્યા હતા તો પણ મારે મારા હાથ સાફ કરવા હતા, મારા મગજ નો કીડો સળવળી રહ્યો હતો, અહી મુંબઈ સુધી આવ્યો અને મુમતાઝને જો હું બે ચાર થપ્પડ નહી મારું તો મારા હાથ મને કોશતા રહેશે, ઉપર ગયો તો એક ચાલીસ થી પિસ્તાલીસ ની લાગતી મહિલા વચોવચ હોલમાં પાટલી ઉપર બેઠી હતી, આજુબાજુ બીજી ચાર પાંચ ગણિકાઓ સાથે હસી મજાક કરી રહી હતી, મને જોઈ ને ખ્યાલ આવી ગયો કે એ રાની હોવી જોઈએ, મેં તેની નજીક જઈને પૂછ્યું, “રાની કોન હે ?”

અને મને જોઇને કહ્યું,

”પેહલી બાર આયા હે ક્યાં ?”

હું કંઈ પણ બોલ્યા વગર છોટુ એ આપેલ સિક્કો તેના હાથમા પકડાવી દીધો, સિક્કો હાથમાં લેતાજ એ મહિલા બોલી,

“ઓહ બહોત રંગીન મિજાજ કે લગતે હો,, નયા નયા માલ દેખા નહી કી આ ગયે, ”

એ મહિલા એ તરત જ બાજુમાં ઉભેલી એક ગણિકાને ઈશારો કરી ને કહ્યું,

“ઇસ નયે લોન્ડે કો માધુરી કા રૂમ દિખા દેના, ”

એટલું કહેતા જ એ ગણિકા એ મારો હાથ પકડી લીધો મારા શર્ટ નું ઉપર નું બટન ખોલી અને મારી છાતી માં હાથ ફેરવવા લાગી, જોકે મને રજાક એ સીખાડ્યું હતું કે આમની સાથે કેમ વાત કરવી, એ મારી સાથે વધારે છેડ છાડ કરે તે પહેલા હું ઉતાવળે ચાલતો થયો, લાંબી લોબી માં છેલ્લે ખૂણાના રૂમ પાસે લઇ ગઈ અને એ મહિલા દરવાજા પાસે મો કરી ને અંદર હળવું મલકાતા આવાજ લગાવ્યો, “માધુરી..... દેખ તેરા નયા આશિક આ ગયા, ”

દરવાજા પાસે ઉભો હું એ મહિલા ને જ જોતો રહ્યો મને મુંજવણ થવા લાગી એ ફરી મારી સામે તાકીને જોઈ રહી હતી અને કહ્યું, ”દેખતા ક્યાં હે ? જા બે..… માધુરી તેરા ઇન્તઝાર કર રહી હે, દરવાજા ખુલ્લા હી હે, ”

ક્રમશઃ આવતા ગુરુવારે.......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED