આખરી શરૂઆત - 23 ત્રિમૂર્તિ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આખરી શરૂઆત - 23

અસ્મિતા બે ત્રણ દિવસથી પરેશાન હતી. પહેલા તો પેલું સ્વપ્ન જેમાં એ દુલ્હનની જેમ તૈયાર થઈને બેઠી હતી પણ વર કોણ હતું એ જોઈ ના શકી!, ત્યાર બાદ ત્રણમાંથી એક પાનેતર એના પર પડવું અને છેલ્લે સુધાદેવીના આશીર્વાદ 'અખંડ સૌભાગ્યવતી ભવઃ'આ બધું કોઈ યોગાનુયોગ છે કે ભગવાનનો કોઈ સંકેત? પણ આવું શકય જ નથી હું બંને જિંદગી છોડીને અથર્વ ની મદદથી નવી શરૂઆત કરી ચૂકી છું હું એ જિંદગીમાં ફરી જવા નથી માંગતી શું અથર્વ??? ના ના એવું તો શક્ય જ નથી હું પણ શું વિચારી રહી છું.. આલોકની મમ્મી પણ હું છું અને હવે તો પપ્પા પણ હું જ છું અને ફરી ઓમ સાથેની યાદમાં ખોવાઈ ગઈ... અને બધા વિચારમાં જ એની આંખો મિચાઈ ગઈ એણે પણ ખબર ન પડી.

***

અથર્વ નું વિડિયો રેકોર્ડિંગ જોઈ આદર્શ હેબતાઈ જ ગયો. એ બે પળ માટે વિચારમાં જ ખોવાઈ ગયો અને સમજી જ ન શક્યો કે આવું આટલું બધું આ પીદ્દી જેવી નિયતીના મગજની ઉપજ તો ના જ હોઈ શકે!'આ એની સાથે જે આયો છે તેનો પ્લાન લાગે છે.'આદર્શ માનમાં બબડ્યો. પણ સચ્ચાઈ અલગ હતી આ વિચાર નિયતીને જ આવ્યો હતો અને અથર્વતો મહા મહેનતે આ માટે રાજી થયો હતો... આદર્શ કાંઈ કરે તે પહેલા જ અથર્વ બોલવા માંડ્યો "જો આદર્શ હવે તો તારે અસ્મિતા સામે સચ્ચાઈ કબૂલવી જ પડશે કે પ્રતિકા વાળુ બધું નાટક હતું એમાં કોઈ સચ્ચાઈ નહોતી. નહીતો..." અથર્વ બોલે એ પહેલાં નિયતી બોલવા લાગી "નહીતો હું પોલિસમાં ફરિયાદ કરી દઈશ" "અને અમારી પાસે સબૂત પણ છે આ વિડિયો રેકોર્ડિંગ! જેમાં તું સ્પષ્ટપણે જોઈ શકે છે." અથર્વનો અવાજ વધુ બુલંદ બનતો જતો હતો એણે આગળ વધાર્યું "ઉપરાંત નિયતીના ગળા પર પણ તારા હાથના નિશાન છે એટલે પોલિસ તપાસમાં અમારું જ પલ્લું ભારે રહેશે!" "અને હું થોડા ઘાના નિશાન સાથે જઈશ તો તારી પર ઘરેલુ હિંસાનો કેસ પણ થશે જ..."આદર્શ રિતસરનો ઘભરાઈ ગયો. એના પગ તળેથી જમીન સરકી ગઈ. નિયતી ફરી બોલવા માંડી કે" અસ્મિતા પણ ગવાહી આપશે કે તે એના પર... છી! મને તો બોલતા પણ શરમ આવે છે કે તું મારો પતિ છે હું તો તારું મોઢું જોવા જ નહોતી માંગતી પણ અસ્મિતા ખાતર જ આવી છું. સંબંધ અને વિશ્વાસ તો એ દિવસે જ પતી ગયા હતા જ્યારે મેં તને પેલી છોકરી સાથે જોયો હતો." નિયતી "આદર્શે ગુસ્સામાં બૂમ પાડી અને નિયતી પર વાર કરવાની કોશિશ કરવા લાગ્યો." શાંત આદર્શ શાંત "મને ખબર જ હતી આ બધું સાંભળી તું મારી પર વાર કરીશ એટલે હું ખંજર મારી સાથે જ લાવી છું અને એ હું મારી પાસે જ રાખું છું અને જરૂર પડે મને ખંજર તારી છાતીમાં ભોંકી દેતા પલભરનોય વિલંબ કે વિચાર નહીં કરવો પડે"નિયતીની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાઈ આવતો હતો.આટલો ગુસ્સો જોઈને આદર્શ છોભીલો પડી ગયો."શાંત નિયતી શાંત. મારે શું કરવાનું છે એ કહે?"

"આદર્શ મારા દિલને ત્યારે જ શાંતિ મળશે જ્યારે અસ્મિતા અને ઓમ સાથે હશે! "આદર્શ ઓમ ઓમ ઓમ સાંભળી કંટાળી ગયો હતો પણ એણે પોતાનો ગુસ્સો કાબુમાં રાખ્યો અને પૂછ્યું "ઓકે મારે શું કરવાનું છે?" અથર્વએ હવે લાગ આવ્યો એવું લાગતા જે કામ માટે બંને આવ્યા હતા એ જણાવવાનું નક્કી કર્યું "તારે માત્ર અસ્મિતાને એટલું જ કહેવાનું કે એ બધું માત્ર ભ્રમ જ હતો હકીકતમાં ઓમને કાંઈ હતું જ નહીં પ્રતિકા પ્રત્યે પ્રતિકાએ માત્ર સ્વાંગ રચ્યો હતો અને એ દિવસે ઓમ ભાનમાં પણ નહોતો.આદર્શે આ ઘરેલુ હિંસા વાળો ગાળિયો દુર કરવા માટે એક વાર હા પાડી દીધી એટલે અથર્વ એ ક્યારે અને ક્યાં આવવું જણાવી દીધુ અને બંને પોતાનો વ્યૂહ રચના સફળ થતાં ખુશ થઈને જતાં રહ્યાં. અથર્વે ઓમને પણ ફોન કરી જણાવી દીધું કે કાલે એ વેલકમ હોમ આવે . ઓમ તો આશ્ચર્યચકિત થઈ ગયો કે એકદમ કેમ બોલાયો હશે? શું કામ હશે એવું તો? અસ્મિતાને કઈ થયું તો નહીં હોય ને? ના ના હે ભગવાન! એના બધા દુઃખ મને આપી દે.ઓમ જાતજાતના તર્ક વિતર્કો લડાવવા લાગ્યો પણ કાલ સુધી રાહ જોયા સિવાય કોઈ વિકલ્પ નહોતો ઓમ પાસે...

***

બીજી તરફ અથર્વ ને એક અજીબ ઘભરાહટ થઈ રહી હતી.

***

તો ત્રીજી તરફ આદર્શ આ મુસીબતનો પહાડ કેવી રીતે દૂર કરવો એના વિચારમાં લાગી ગયો.એણે નક્કી કરી લીધું કે એક વાર તો સચ્ચાઈ કબૂલવી જ પડશે નહીતો જો નિયતી એક વાર પોલિસ સ્ટેશન જશે તો મને વર્ષોવર્ષ સુધી જેલના સળિયા ગણતા કોઈ નહીં રોકી શકે!આદર્શ ફરી ચિંતામાં પડ્યો અને દારુ પીવા માંડ્યો. એ એની પાસે ફ્રીજમાં રાખતો જ અને પ્રસંગોપાત પીતો પણ ખરો પરંતુ આજે વધારે થઈ ગઈ હતી!

બીજે દિવસે સવારે સૂર્યોદય થઈ ગયો વાદળોએ રંગ પકડયો હતો વાદળો લાલ, નારંગી, વાદળી,પીળા, કાળા બધાં રંગે રંગાઈ ગયા હતા. અસ્મિતા ગાર્ડનમાં ચાલતા ચાલતા વાદળોને જોઈ રહી હતી. ઠંડો પવન અસ્મિતાને સ્પર્શી રહ્યો હતો. અસ્મિતા સ્વગત બોલી ' કેટલું સારું વાતાવરણ છે આજે 'એટલામાં સામેથી નિયતી અને અથર્વ આવતા દેખાયા. "કાલે રાત્રે અમે તને મળવા આવ્યા હતા પણ તું સૂતી હતી" "હા કાલે ક્યાં આંખ લાગી ગઈ ખબર જ ન રહી નિયતી ! અને અથર્વ તમારે કમ્પની નથી જવાનું?" "હવે ક્યાં કમ્પની જવું છે?"અથર્વ બોલ્યો. નિયતી બોલવા માંડી "વાત એવી છે .. વાત એમ છે.. જાણે કે.. " " અચકાઈશ ના નિયતી બોલ. " " ઓમ અને પ્રતિકા વચ્ચે... " " તને ખબર છે ને મને આ બે નામથી કેટલી નફરત છે? તો પછી નામ લેવાની શું જરૂર? અને એ પણ તહેવારના દિવસોમાં.હું નથી ચાહતી કે આલોક ક્યારેય આ નામ સાંભળે."અથર્વ અને નિયતિના મોઢે ઓમનું નામ સાંભળી અસ્મિતા ગુસ્સે થઈ અને રૂમમાં જતી રહી. તેની આંખોમાં પણ આંસું હતા હાથમાં કાગળ પણ ભીનો થઈ ગયો હતો. હાથમાં એના દાદાજીની અંતિમ નિશાની વાળો કાગળ હતો જેમાં પેલું ચિત્ર હતું. પછી આલોક રડવા માંડ્યો તો કાગળ ટેબલ પર મૂકી એને શાંત કરવા લાગી.. એટલામાં અથર્વ અને નિયતિ પાછા આવ્યા, "હવે શું કરવા આવ્યા છો! મારે કઈ વાત નથી કરવી ઓમ વિશે!" કહીને અસ્મિતાએ મોઢું ફેરવી લીધું. "પણ સાંભળ તો ખરી! અમે ઓમ વિષે વાત નથી કરી રહ્યાં.." નિયતિએ કહ્યું.. "તો શું કહે છે?" અસ્મિતાએ પૂછ્યું. "આજે સાંજે સાડા પાંચ વાગે વેલકમ હોમના પાછળના મોટા ચોકમાં આવી જજે. તારું આવવું જરૂરી છે." "કેમ ત્યાં શું કરવાનું છે? કોઈ પ્રોગ્રામ છે?" "ના તું બસ આવી જજે અને હા આલોકને પણ લઈ આવજે.." "પણ કહો તો ખરા કે શું કામ છે!" "અસ્મિતા મારા પર વિશ્વાસ રાખ!" અથર્વ એ કહ્યું.. "સારું આવી જઈશ બસ!" અસ્મિતાએ કહ્યું. પછી નિયતિ અને એ બંને નિકળ્યા.. અથર્વ એ ઓમ ને પણ બોલાવી લીધો હતો. ઓમે પણ સહેજ આનાકાની કરી હતી પણ અથર્વ એ અસ્મિતાનું નામ લીધું એટલે એ માની ગયો. લગભગ ચારેક વાગે અસ્મિતા મંદિરના પ્રાંગણમાં બેઠી હતી. અને વિચારતી હતી આ અથર્વ અને નિયતિએ મને શું કામ બોલાવી હશે! આજે કોઈ ખાસ દિવસ કે કોઈનો બર્થ ડે પણ નથી પણ બોલાવી છે એટલે જવું તો રહ્યું જ! અચાનક આવા ખુશનુમા વાતાવરણ વચ્ચે વંટોળ ફૂંકાંવા લાગ્યો. અસ્મિતાના વાળ પણ વેરવિખેર થઇ ગયા. આ શું અત્યાર સુધી આટલું સરસ વેધર હતું અને હવે આવો પવન કેમ! અસ્મિતા વિચારતી હતી ત્યાંજ પાછળથી અવાજ આવ્યો, "પરિવર્તન નો પવન છે આ અસ્મિતા!" અસ્મિતા પાછળ ફરી તો ત્યાં અથર્વ ઉભો હતો. "પરિવર્તન! કોનું પરિવર્તન? કેવું પરિવર્તન?" અસ્મિતાએ આશ્ચર્યથી પૂછ્યું.. "એતો સમય આવ્યે જ ખબર પડે ને!" અથર્વ એ કહ્યું.. "તું હંમેશા આવી ગોળગોળ વાત કરે છે પણ તારી વાતમાં હંમેશા કોઈ રહસ્યો કે સાર હોય છે. સ્પષ્ટ કહે ને જે કાંઈ પણ હોય એ! શું પરીવર્તન આવશે? " અસ્મિતાએ કહ્યું.. પછી અથર્વ એ અસ્મિતાનો હાથની હથેળી તેની હથેળીમાં લઈ કહ્યું, " એ હું તને હમણાં નઈ કહી શકું. પણ હા એટલું જરૂર કહીશ કે જે પણ પરિવર્તન આવે એનો ધીરજથી સ્વીકાર કરજે. સમય અને સંજોગો થી બળવાન કશું જ નથી. અને તારો આ મિત્ર હંમેશા તારી સાથે જ છે..." આટલું કહીં એની હથેળી છોડી અસ્મિતાની આંખોમાં આંખ નાખી હકારમાં માથું હલાવી અથર્વ જતો રહ્યો. અસ્મિતા અથર્વ ને જોતી રહી.. આખરે એ કહેવા શું માંગતો હતો! મને કેમ આવી શિખામણ આપી જાણે હવે એ કશે જતો રહેવાનો હોય અને મને મળવાનો જ ના હોય! હે ભગવાન મારું મન ગભરાય છે. પછી દર્શન કરીને એ વંટોળ નો સામનો કરતી અસ્મિતા આગળ વધી..

પછી અસ્મિતા આલોકને લઈ નિયતી અને અથર્વના કહેવા પ્રમાણે વેલકમ હોમની પાછળના ભાગમાં ચોગાનમાં પહોંચી. આ હોલ ભાગ્યે જ વપરાતો એટલે ત્યાં જરાય અવરજવર નહોતી. તે ત્યાં પહોંચી તો ત્યાં જઈને જોયું કે નિયતી, અથર્વ સાથે ઓમ અને આદર્શ બધા ત્યા હતા. આદર્શના ચહેરા પર ડર સ્પષ્ટ હતો. અસ્મિતા બંનેને જોઈ નજરઅંદાજ કરી મોઢું બગાડી નિયતી પાસે ગઈ.. "નિયતિ તે કેમ બોલાવી મને અહીં!" "તને કઈ જણાવાનું છે અસ્મિતા" "મારે કઈ જાણવું કે જણાવવું નથી." કહી અસ્મિતા ત્યાંથી જવા લાગી. તો અથર્વ એ એને આલોકના સમ આપી રોકીને કહ્યું, "એક વાર સાંભળી તો લે શું કહે છે.." અને અસ્મિતા રોકાઈ ગઈ.. "આદર્શ તું સાચે સાચું કહી દે નહીંતર.." નિયતિએ ગુસ્સામાં કહ્યું. આમપણ અથર્વ અને નિયતિએ જે કાંઈ કર્યું એનાથી પહેલેથી જ એ ડરેલો હતો.. "ના ના નિયતિ કહું છું.. બધું કહું છું.. પણ પ્લીઝ તું પોલીસમાં નાં જતી.. સાંભળ અસ્મિતા તને અને ઓમને અલગ કરવામાં મારો જ.. હાથ હતો. મેં જ તમને બંને ને જુદા કર્યાં છે.. ઓમનો કોઈ વાંક નહોતો.." "આ તું શું બોલે છે! મેં મારી આંખે ઓમ અને પ્રતિકા.." "હા હા પણ તે જોયું જ નહોતું કે ઓમ બેહોશ અવસ્થામાં હતો એ ભાનમાં નહોતો.. મેં જ એને બેહોશ કર્યો હતો. પ્રતિકા ઓમને પામવા ઇચ્છતી હતી અને હું.. હું તને!" અસ્મિતાની આંખો પહોળી થઈ ગઈ.. નિયતિની આંખો હજી કોઈને શોધી રહી હતી.. આદર્શ આગળ બોલ્યો, "પ્રતિકા કૉલેજથી જ ઓમને પસંદ કરતી હતી પણ ઓમે એને નજીક આવવા દીધી નહોતી." અસ્મિતા આ બધું સાંભળી સુન મારી ગઈ હતી. તેને વિશ્વાસ બેસતો નહોતો કે આદર્શએ આટલું બધું કરી નાખ્યું હતું! "હા અસ્મિતા આદર્શ સાચું બોલી રહ્યો છે." અચાનક પ્રતિકા આવી. " પ્રતિકા તું અહીં ક્યાંથી!"અથર્વ એ આશ્ચર્યથી પૂછ્યું. " અસ્મિતા આ એજ પ્રતિકા છે જેણે તારા અને ઓમ વચ્ચે..! " " હા અથર્વ આ એજ પ્રતિકા છે "અસ્મિતાએ કહ્યું.." અસ્મિતા મને માફ કરી દેજે. હું ઓમના મોહમાં પાગલ થઈ ગઈ હતી. પણ આદર્શ ના કહેવામાં તું એક વાત નથી જાણતી કે એણે ઓમને મારી નાખવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તારા લગ્ન વખતે જે અકસ્માતમાં ડ્રાઇવર લગભગ મરવા જેવો થઈ ગયો હતો અને ગાડી સળગી ઉઠી હતી એ અકસ્માત પણ આદર્શ એ જ કરાવ્યો હતો પણ ઓમ બચી ગયો. કારણ કે તમને તો ભગવાને જ મળાવ્યા હતા! " આ સાંભળી અસ્મિતાને ભારે આઘાત લાગ્યો હતો. આ વાતની તો નિયતિ, અથર્વ, ઓમ કોઈને ખબર નહોતી. અસ્મિતા એ નજીક જઈ જોરદાર તમાચો આદર્શના મોઢા પર જડી દીધો." કોઈ માણસ આટલું બધું કઈ રીતે કરી શકે! તું માણસ છે જ નહીં રાક્ષસ છે રાક્ષસ!" "આજ પછી મને તારું મોઢું ના બતાવતી પ્રતિકા! શરમ આવે છે મને તને મારી બહેન કહેતા પણ!" અથર્વ એ કહ્યું.. "શું બહેન?" નિયતિએ આશ્ચર્યથી કહ્યું. "હા આ મારી દૂરની બહેન છે. હું ઓળખું છું એને પણ મને ખબર નહોતી કે એ આ જ પ્રતિકા છે! મને તો બોલતા પણ શરમ આવે છે." "મને માફ કરી દો ભાઈ!" પ્રતિકા બોલી.. "ના માફી માંગવી હોય તો અસ્મિતાની માંગ એ માફ કરી દેશે પણ હું નહીં!" છેવટે બધાં પછી અસ્મિતાએ ઓમ સામે જોયું. ક્યારનો એ શાંત ઉભો હતો. અસ્મિતા આલોકને નિયતિને આપી ઓમ તરફ ભાગી અને એને ભેટી પડી! અસ્મિતા ખૂબ રડી રહી હતી. બંને પાસે ઘણું કહેવાનું હતું પણ બંને ચૂપ હતા..છેવટે બંને છૂટા પડ્યા. અસ્મિતા હાથ જોડી રહી હતી. "ઓમ મને માફ કરી દો. મેં તમારા પર વિશ્વાસ.." કહી અસ્મિતા ફરી રડી પડી અને ફરી ઓમને ભેટી પડી. પછી ઓમે આલોકને નિયતી પાસેથી લઈને છાતી સરસો ચાંપી દીધો. અને અગણિત વહાલ કરી લીધું. અને પછી અથર્વની સૂચના પ્રમાણે અસ્મિતા અને આલોકને લઈ ઝડપથી જવા લાગ્યો. પણ જેમ શિકારને જોઈ કાચીંડો જેમ રંગ બદલે એમ આદર્શે રંગ બદલ્યો. અસ્મિતા અને ઓમ થોડા આગળ ગયા હતા ત્યાંજ આદર્શે ઓમ તરફ ગન તાકી અને બોલ્યો કે અસ્મિતા મારી નહીં તો કોઈની નહીં થાય! પણ નિયતિએ બાજુમાં ઊભી હતી એટલે હિમ્મત કરીને એનો હાથ પકડી લીધો. બંને વચ્ચે ઝૂંટવણ થઈ રહી હતી. "છોડ નિયતી.." આદર્શ બોલી રહ્યો હતો. એટલામાં નિયતિએ ખંજર કાઢતા કહ્યું મેં તને કાલે જ કીધું હતું કે આ તને ભોંકી દેતા પણ મને વાર નહીં લાગે! હું જરાય નહીં ખચકાઉં આદર્શ! " નિયતિએ કહ્યું.. અસ્મિતા પાછળ ફરવા જતી પણ ઓમ એનો ખભો પકડી એને સીધું ચાલવા કહી રહ્યો હતો. છેવટે અથર્વ વચ્ચે પડ્યો અને આદર્શ અને નિયતી ને છોડવા લાગ્યો," શું કરો છો તમે બંને જણાં છોડો" "ના અથર્વ તમે જાઓ આ રાક્ષસ આમ સીધો નહીં રહે. " નિયતિએ કહ્યું. બંનેની જીદમાં આદર્શે ગુસ્સામાં ગન ઓમ તરફ દબાવી પણ એની સામે અથર્વ ઉભો હતો એ જોયું નહીં અને ગોળી એને વાગી. અને બરાબર એજ સમયે આદર્શની ચીસનો પણ અવાજ આવ્યો કેમકે ગન નો અવાજ સાંભળીને નિયતિએ ખંજર ભોંકી દીધું હતું. અસ્મિતા અને ઓમ બંને પાછળ ફર્યા અને જોયું એટલે અસ્મિતા અથર્વ.. ચીસ પાડીને દોડવા જતી હતી પણ ઓમે એને રોકી લીધી. "અસ્મિતા આલોક પણ છે આપણી સાથે એને કઈ.." પળવારમાં આટલી મોટી ઘટના બની ગઈ. જાણે કોઈ સાઉથ ફિલ્મ ચાલતી હોય! પણ દુર્ભાગ્યે આ હકીકત હતી. આદર્શ નામના રાવણના રામ રમી ગયા હતા. પ્રતિકા પણ ભાઈ કરતી ચીસ પાડતી ગઈ અને અથર્વ જમીન પર ફસડાઈ પડયો. અને માથું પ્રતિકા નાં ખોળામાં હતું. પણ અથર્વની આંખોમાં આંસુ અને ચહેરા પર હંમેશની જેમ સ્મિત હતું.. "કેમ ભાઈ હસી રહ્યા છો?" પ્રતિકાએ પૂછ્યું.. "તું નઈ સમજે પ્રતિકા.. જ્યારે તમે કોઈને પ્રેમ કરો અને એને એનો પ્રેમ મળી જાય ત્યારે એ સૌથી મોટું સુખ છે!" "એટલે તમે અસ્મિતાને..." પ્રતિકાએ પૂછ્યું..અને અથર્વ એ હકારમાં માથું હલાવ્યું. અને પાછળ જોયું તો ઓમ અને અસ્મિતા ઊભા હતા. અથર્વ છેલ્લે અસ્મિતા સામે જોઈ હસ્યો અને અસ્મિતા કઈ બોલે એ પહેલાં જ આંખો મીંચી દીધી.. અસ્મિતા ચોધાર આંસુએ રડી પડી.. અચાનક સમીર દોડતા દોડતા આવ્યો અને અસ્મિતાને કહ્યું, "આન્ટી આ કાગળ તમારું છે?" કહી એક કાગળ અસ્મિતાને આપ્યો. એ પેલો અસ્મિતાના દાદા વાળો કાગળ હતો. ઘડીવાર અસ્મિતા એ કાગળને જોઈ રહી. પછી એણે એની ચારે બાજુ નજર દોડાવી અને "ઓમ.. ઓમ.." કહી ઓમના સહારે ઉભી થઈ. "ઓમ મને હવે આ ચિત્રનો મતલબ સમજાય છે. આ કોઈ સાધારણ ચિત્ર નથી. આમા પક્ષીની ત્રણ પાંખો છે એ પ્રેમની ત્રણ પાંખો છે.." "એટલે!" ઓમે પૂછ્યું. "ઓમ મેં મારા જીવનમાં ત્રણ જાતના પ્રેમ જોયા.. એક આદર્શ જેવો ઝનૂની, કામાંધ માત્ર પામવાની વાસના વાળો એટલે જો એક પાંખ જાંબલી કાળાશ પડતી છે.. બીજો અથર્વ જેવો નિસ્વાર્થ.. જે માત્ર પોતાના પ્રેમને ખુશ જોવા ઇચ્છે છે. એટલે એની પાંખ કેસરી અને પીળશ પડતી છે.." "અને ત્રીજો?" ઓમે પૂછ્યું.. "અને ત્રીજો આપણા બેનો પ્રેમ.. સાચો અને સાકાર પ્રેમ!" અસ્મિતા બોલી, "એટલે એની પાંખ લાલ રંગની છે" અંતે બે લાશો જોઈ અસ્મિતા મનથી ભાંગી પડી હતી પણ બરાબર એજ સમયે એને અથર્વ ના શબ્દો યાદ આવ્યા જે એણે આજે એનો હાથ પકડીને કહ્યા હતા કે હું હંમેશા તારી સાથે જ છું વગેરે... અંતે આલોકને લઈ ઓમ ઉભો થયો અને અસ્મિતાને પૂછ્યું, "ચાલ અસ્મિતા હવે કરીશું એક 'આખરી શરૂઆત' ?"

***

દોસ્તો અત્યાર સુધીની અમારી આ લાંબી સફરમાં સાથ આપવા ખૂબ ખૂબ આભાર. આ સફરમાં ઘણા નવા વાચકો જોડાયા અને ઘણા છૂટતાં ગયા. તમે કોઈ પણ રીવ્યૂ આપવા માંગતા હોય કે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય કે કઈ ભૂલ રહી ગઈ હોય અને અમારું ધ્યાન દોરવા માંગતા હોય કે કોઈ સૂચન હોય અથવા આખી વાર્તા કેવી લાગી એ જણાવવું હોય તો તમે Matrubharti સિવાય પણ આ નંબર પર હચકચાહટ વગર WhatsApp કરી શકો છો

અભિષેક ત્રિવેદી : 9033263113

હર્ષિલ શાહ : 7623855330