Aakhari Sharuaat books and stories free download online pdf in Gujarati

આખરી શરૂઆત...

અસ્મિતા ખરેખર મુંઝવાઇ ગઈ શું કરવું? એ પોતાની જાતને થોડી વાર શાંત પાડયા બાદ પોતાની પ્રાથમિકતા શું છે તે વિચારી જોતા તરત નિર્ણય લઈ લીધો કે મિત્રો કરતા મારી નોકરી અને કેરિયર વધુ મહત્વનું છે. આ મીટિંગમાં ન ગઈ તો મારી નોકરી પર પણ કદાચ અસર પડી શકે તે સંભાવના નકારી ન શકાય, આદર્શને એ સોરી નો મેસેજ કરી દીધો અને રાત્રે મળવાની પ્રોમિસ આપી. મીટિંગ માટે બધાં પહોંચી ગયા. અસ્મિતા ગાડીમાં ડ્રેસિંગ ચેક કરતી હતી ત્યાં અચાનક જ રીંગ વાગી. અજાણી રીંગ હોવાથી અસ્મિતા ગાડીમાં ક્યાંથી રીંગ વાગે છે તે શોધવા લાગી. ત્યાં એની નજર ગાડીના એસી બટન નજીક પડેલા ખાનામાં પડેલા મોબાઇલ પર પડી. ઉતાવળમાં સાગર મોબાઇલ લઈ જવાનું ભૂલી ગયો હતો. બે ત્રણ સેકંડ વિચાર્યા પછી છેવટે અસ્મિતાએ ફોન ઉપાડી લીધો, નંબર જાણીતો લાગ્યો. તે હેલ્લો બોલે એ પહેલાં સામેથી કોઈ બોલવા માંડ્યું અને અસ્મિતાએ બધી વાત સાંભળી ફોન કટ કરી દીધો. વાત સાંભળીને અસ્મિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ કોલની ડીટેલ પણ અસ્મિતાએ હટાવી દીધી. છેવટે બહાર નીકળી નોર્મલ બની અને પેલો મોબાઇલ તેણે ત્યાંજ મૂકી રાખ્યો. અસ્મિતા હોટલમાં દાખલ થઈ. આજની મીટિંગ ખાલી ફોર્મલિટીની જ હતી. ડીલ વિષે બધું નક્કી જ હતું. ખાલી ઓમ સાઇન કરવાનો હતો. જોકે ડીલ ખૂબ મોટી હતી. અસ્મિતાએ ઓમને ફોન કર્યો પણ ફોન મીટિંગ મોડ પર હતો. અસ્મિતાએ અંદર જઈ જોયું. ઓમ અંદર મિ. અડૂકીયા સાથે વાતો કરી રહ્યો હતો. અસ્મિતાની નજરો સાગરને શોધી રહી હતી. બધી ઔપચારિકતા પૂરી થયા પછી ઓમે સાગર પાસે ફાઇલ મંગાવી. સાગર ફાઇલ લઈને આવ્યો.મિ. અડૂકિયાના ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ. અસ્મિતા સાગરને એકીટસે જોયા કરતી હતી. છેવટે ઓમ સહી કરવા જતો હતો ત્યાં જ અસ્મિતાએ ઓમસરને રોકતા કહ્યું "સર સહી કરતા પહેલા પેપર્સ તો ચેક કરી લો." અસ્મિતા તારી ચિંતા હું સમજુ છું, કે જાણ્યા, સમજ્યા કે વાંચ્યા વગર પેપર સાઇન ન કરવા જોઈએ પણ આ ફાઇલના એક એક પેપર મેં જાતે ચેક કર્યા છે. "ના સર, તો પણ મારી ખાતરી માટે એક વાર ફરી ચેક કરોને". "એની કાંઈ જરૂર... "ઓમે થોડા ગુસ્સા સાથે અને પ્રશ્નાર્થભરી નજરે અસ્મિતા સામે જોયું. હજુ ઓમ વાક્ય પૂરું કરે તે પહેલાં જ" સર પ્લીઝ ચેક કરો અને પછી જ સાઇન કરો"અસ્મિતાના હાવભાવ અને આગ્રહમાં ઓમને કાંઈક સંકેત જણાયો. "ઓકે કરી લઈએ ચેક તારી સામે જ કરુ છું બસ" એમ કહી ઓમે એક એક પાનું શરૂઆતથી વાંચવા માંડ્યું. ઓમે આખી ફાઇલ જોવા માંડી શરૂઆતમાં ટેબલ પર રાખેલી ફાઇલ જોત-જોતામાં ક્યાં એના હાથમાં આવી ગઈ એણે પણ ના ખબર પડી!! મિ. અડૂકિયા અને સાગરને પરસેવો વળી ગયો એમને આવું કાંઈક થશે એવો અણસાર પણ નહોતો. ઝીણવટપૂર્વક વાંચતા ઓમના હોંશ જ ઊડી ગયાં. "આ તો ડીલના નહિ પણ પાવર ઓફ એટર્નીના પેપર્સ છે!"." હા, સર એટલે જ મેં તમને ફરી એકવાર ચેક કરવા કહ્યું હતું"."પણ આ પેપર્સ અહીં ક્યાંથી? શું છે આ બધું?અને આ ફાઇલ સેમ એના જેવી જ છે જે મેં અહી આવતા પહેલા ચેક કરી હતી. એવા જ કાગળ, એટલા જ કાગળ, સેમ ડિઝાઇન પણ આ એ ફાઇલ નથી. "ક્યાંથી હોય? એ ફાઈલ તો સાગર પાસે છે ખરું ને, સાગર?" "એટલે તું કહેવા શું માંગે છે કે સાગરે....."."હા, સર અસ્મિતાએ હિંમતપૂર્વક કહ્યું તમે જે વિચારો છો તે સાચું જ છે કે સાગરે જ આ ફાઈલ બદલી છે. એનો મિ. અડૂકિયા સાથે મળીને તમારી પદવી અને કંપનીની કરોડોની કમાણી પડાવી લેવાનો ઈરાદો હતો. હું જ્યારે મિ. અડૂકિયા ની કંપનીમાં ફાઇલ આપવા ગઈ ત્યારે પણ મેં સાગરને એમની કેબિનમાં જોયા હતા પણ ઉતાવળ હોવાથી મેં બહુ ગણકાર્યુ નહીં પણ આજે જ્યારે હું ગાડીમાંથી અહીં આવવા ઉતરતી જ હતી ત્યાં ફોન વાગ્યો અને મેં ફોન ઉપાડ્યો ત્યારે ફાઈલની ફેરબદલી ની વાત સાંભળી હું તો દંગ જ રહી ગઈ. મેં ફોન ત્યાં જ મૂકી દીધો. અહીં આવ્યા પછી પણ મારી નજર સાગર પર જ હતી. ફાઈલ લાવતી વખતે બંનેની નજર મળી અને સાગરનું માથું સહેજ હકારમાં હલ્યું ત્યારે મારી શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ."ઓમે ઊભા થઈ સાગર કઈ બોલે તે પહેલાં જ સાગરને મોઢા પર એક ધારદાર તમાચો મારી દીધો. "મારા વિશ્વાસનો આટલો દુરુપયોગ કર્યો તે? એન્ડ મિ. અડૂકિયા આજથી અને અત્યારથી જ તમારી કંપની સાથેની તમામ ડીલ કેન્સલ"અસ્મિતાએ અત્યાર સુધી સ્માર્ટ, ડેસિંગ, કેરિંગ અને દિલદાર ઓમસરને જ જોયા હતા. ઓમનું આ રૌદ્ર સ્વરૂપ જોઈ તે પણ દંગ રહી ગઈ.બધા પોતાની સવલત પ્રમાણે મામલાને સમજીને ઓફિસ જવા રવાના થયા. છેલ્લે અસ્મિતા પણ નીકળતી હતી ત્યારે ઓમે તેને અટકાવી કહ્યુ "અસ્મિતા થેન્ક યુ સો મચ વિજયસરની ગેરહાજરીમાં બધી ઓથોરિટી અને જવાબદારી મારી હતી હું જો સાઈન કરી દેત તો કદાચ... થેન્ક યુ વેરી મચ તું મને ના રોકત તો ચોક્કસ હું બહુ મોટી ભૂલ કરી બેસત". "એ તો મારી ફરજ હતી સર હું પણ કંપનીની એમ્પ્લોય છું તો મારી પણ કંપની પ્રત્યે આટલી જવાબદારી છે જ". "એન્ડ સર અસ્મિતા એ આગળ બોલતા કહ્યું તમે મારી જેટલી મદદ કરી છે એની સામે તો આ કાંઈ જ નથી"."પણ સર અસ્મિતાનું બોલવું હજુ અટક્યુ નહોતું. મેં એક જ વાર કીધું અને તમે ઝાઝી પૂછપરછ કર્યાં વિના સાચું માની સાગરને દોષી માની લીધો.આટલો વિશ્વાસ બે ગાઢ મિત્રોય એકબીજા પર કરતાં વિચારે"."તો એમ જ માન હું તારો મિત્ર છું " ઓમે સહજતાથી હસીને અસ્મિતાને કહ્યું" તું મને ઓમ કહી બોલાવી શકે છે". "પણ સર તમે તો મારા બોસ છો" અસ્મિતાએ જણાવ્યું. "એ બધું તો ઓફિસમાં જ રહેવાનું."સર મારી મિત્રતા ભારે પડશે અને કેટલી ભારે છે એ તો તમે જોયું જ છે" અસ્મિતાએ હસતાં-હસતાં જણાવ્યું."વિચારી લેજો". "એ તો જોયું જશે" ઓમે પણ હસતાં- હસતાં જણાવ્યું.આ રીતે ઓમ અને અસ્મિતા વચ્ચે આ ઘટનાને પગલે સહજતાથી મૈત્રી બંધાઈ ગઈ.ઓમ પછી તરત ઓફિસ જવા રવાના થયો અને સાગરનું રિસાઇન લેટર તૈયાર કરી દીધું. અસ્મિતા હજુ પગથિયા ઉતરતા ઉતરતા ફોન ચેક કરતી હોય છે અને આદર્શનો મેસેજ જુએ છે 'કેમ શું થયું?’ અસ્મિતા તરત એને કોલ કરે છે "કમાલ છે! પોતાની ભૂલ ઢાકવા પાંચ અક્ષરનો મેસેજ કરી દેવાનો સોરી". "પણ હું ઓફિસના કામમાં બીઝી હતી સમજને પ્લીઝ તને ખબર છે ને કે હું કંપનીમાં સારૂ પર્ફોમન્સ આપી એકવાર કેરિયર સેટ કરવા માંગુ છું અને એમાં હું જસ્ટ ભૂલી ગઈ આપણે ફરી કોઈ વાર લંચ કરી લઈશું". "વાત લંચની નથી” આદર્શ પણ આ વખતે અસ્મિતાને બોલવા દેવાના મૂડમાં નહોતો “તે ખોટું પ્રોમિસ કેમ આપ્યું? ખરેખર તો તારો જ મળવાનો ઈરાદો નહોતો, કામનું તો બહાનું છે કારણ કે તે જ કહ્યું હતું ને લંચમાં નો વર્ક!” “અરે, પણ આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી”.“મારે કઈ જ નથી સાંભળવું”. “ઓકે, આજે આપણે મળી રહ્યા છે મારું કામ પતે પછી". "કામ પતાવીને તું ઘરે જતી રહીશ,એ વાતથી હું બહુ સારી રીતે વાકેફ છું. એક કામ કર આજે તું હાફ ડે લઈ લે". "હું બે કલાક વહેલી નીકળી જઈશ કામ પતાવીને.. ઓકે? "." ઓકે, પણ આ વખતે ટાઇમ અને પ્લેસ હું નક્કી કરીશ"."ઓકે as you wish". આટલું કહેતા અસ્મિતા ફોન મૂકીને તે ભૂલી જાય તે પહેલાં ઓમની કેબિનમાં ગઈ. "સર, આજે વહેલી જઈ શકું?" ઓમે પ્રશ્નાર્થ ભાવે જોયું " સર"??" નવું નવું હોવાથી ઓમ બોલવાની આદત નથી”. "ઓકે યુ કેન ગો બટ આજનું કામ અધૂરું ના છોડતી પતાવીને જજે". ઓકે થેન્ક યુ સર કહી અસ્મિતા ઓમની કેબિનમાંથી બહાર નીકળી. ઓમ પણ આ વખતે આદર્શની જેમ અસ્મિતાને જોતો જ રહી ગયો. કમર સુધી લાંબા કાળા ભમ્મર વાળ, સપ્રમાણ શરીર, ચાલવાની અદા વગેરે જોઈ એ પણ દંગ રહી ગયો.અસ્મિતા પણ પોતાની ચેર પર બેસી ફરીથી ઓમની ડેસિંગ પર્સનાલિટીના વિચારોમાં ખોવાઈ ગઈ એમની ડ્રેસિંગ સેન્સ, અત્યંત મોહક બોલવાની છટા!, બોસ હોવા છતાં કસાયેલું શરીર, આજે ધારણ કરેલ રૌદ્ર સ્વરૂપ ... એ વિચારોમાં જ ખોવાઈ ગઈ પછી પોતાના માથા પર પેન મારી પાછી કામે વળગી. 'યાદ તો છે ને?' અસ્મિતાનો ફોન આદર્શના આ મેસેજને લીધે વાઇબ્રેટ થયો. 'યેસ બસ કામ પતવા જ આવ્યું છે 6 વાગ્યા સુધી તો નીકળી જઈશ કામ પતાવીને 'ઓકે મૅડમ નો મેસેજ અસ્મિતાના ઇનબોક્સમાં આવી ગયો. ઘડિયાળ પોણા છ બતાવે ત્યાં તો અસ્મિતા પર આદર્શનો ફોન આવી ગયો "આર યુ કમિંગ?" આ કોલ જ દર્શાવી રહ્યો હતો કે આદર્શને હજુ પણ અસ્મિતાના આવવા પર શંકા હતી!" યેસ બસ કામ પતી ગયું છે અને હું પાંચ જ મિનિટમાં નીકળુ છું. અસ્મિતા અને આદર્શ બંને hotpot રેસ્ટોરાં પહોંચી ગયા. ત્યાં ઓલરેડી આદર્શે કોર્નર ટેબલ બૂક કરેલું હતું. આદર્શ આજે અસ્મિતાને આ રીતે યુનિફોર્મ વગર અને તૈયાર થયેલી પહેલી વખત જોઈ હતી એટલે સ્વાભાવિક છે કે ફરી એક વાર એના સૌંદર્ય દર્શનમાં ખોવાઈ જાય. અસ્મિતાએ ફરી ચપટી વગાડી પણ આદર્શ હજુ ખોવાયેલો જ હતો. અસ્મિતાને લાગ્યું કે આદર્શ એની મમ્મીની યાદમાં ખોવાઈ ગયો. થોડી પળ બાદ અસ્મિતાએ આદર્શનો ખભો જોરથી થપથપાવ્યો અને આદર્શ પાછો હોશમાં આવ્યો."સોરી જસ્ટ અ મિનિટ હું ફ્રેશ થઈને આવું". આદર્શ વૉશરૂમ જઈ મોઢું ધુંએ છે અને વિચારે છે ઘડીએ ઘડીએ આ રીતે વિચારોમાં ખોવાઈ જઈશ તો એ સમજી જશે. 'જસ્ટ ચિલ આદર્શ, જસ્ટ ચિલ 'એમ કહી આદર્શ શાંત પડે છે અને પછી નોર્મલ થઈ બહાર જાય છે. "આર યુ ઓકે?" હા આદર્શે ટૂંકો ઉત્તર આપ્યો. બંને ફરી વાતોમાં લાગ્યા. અસ્મિતા લગભગ બધી વાતો ઑફિસની જ કરતી. પર્સનલ લાઇફ વિષે ભાગ્યે કાંઈ બોલી હશે. ઑફિસની વાતોમાં ઘડીએ ઘડીએ ઓમનો ઉલ્લેખ થતો આદર્શ થોડું ઈનસિક્યોર ફીલ કરવા માંડયો. 'કોણ હશે આ ઓમ?' અસ્મિતાએ બધી વાત કરી અકસ્માતવાળી, બોર્ડ મીટિંગ વાળી, આજની મીટિંગ વાળી. આદર્શ વચ્ચે વચ્ચે માત્ર થોડું થોડું બોલતો. કારણ કે એ વિચારતો હતો કોણ છે આ ઓમ ? મારે તપાસ તો કરવી જ પડશે. એ માટે હું કાલે અસ્મિતાની કમ્પની એ જઈશ.

અભિષેક ત્રિવેદી અને હર્ષિલ શાહ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED