Aakhari sharuaat books and stories free download online pdf in Gujarati

આખરી શરૂઆત

અસ્મિતા આદર્શની વાત સાંભળીને બે ડગલાં પાછળ ખસી ગઇ એણે હજુ પણ પોતાનાં કાન પર વિશ્વાસ નહોતો કે નિતા આંટી ની કાર ને અકસ્માત નડ્યો અને બ્રેઇન હેમરેજ ને કારણે તે આ દુનિયા છોડી ને જતા રહ્યા …. અસ્મિતા હજુ આઘાતમાં જ હતી એ કાંઈ પણ બોલી જ ના શકી..3-4 મિનિટ પછી સ્વસ્થ થતાં આદર્શને આશ્વાસન આપ્યું કે જીવન-મૃત્યું કુદરતી ક્રમ છે તારે આ સચ્ચાઈ જેમ બને તેમ જલ્દી સ્વીકારી લેવી પડશે જે સહનશીલ હોય છે ભગવાન તેની જ પરીક્ષા કરે છે અને તારે આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.. .થોડી વાર સમજાવટ બાદ આદર્શે એણે જણાવ્યું કે આ કારણે તે બરોડા છોડીને સુરત ભાડે રહેવા આવી ગયો છું એટલે જ ટ્રેનમાં નથી દેખાતો...

વળી અસ્મિતા રીક્ષાની રાહ જોવા માંડી... પાંચ-દસ મિનિટ થઈ છતાં કોઈ રીક્ષા ના દેખાતા આદર્શે પૂછ્યું If you don't mind હું તને કંપની મૂકી જાઉં? આમ પણ મારી કંપનીનો સમય ચાર વાગે છે હજુ ઘણી વાર છે..હચકચાટ છતાં અસ્મિતા પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી એણે આદર્શને હા પાડી અને એની 'real tashan' બાઇક પર બેસી ગઈ. રસ્તામાં એક બમ્પર આવ્યું પણ આદર્શની રિયલ tashan ની ઝડપ વધુ હોવાથી બાઇક જરા ઉછળી.. અસ્મિતાનું ધ્યાન મોબાઇલ માં હોવાથી પોતાની જાતને સંભાળવા માટે અનાયાસે એના હાથ આદર્શની છાતી પર જતા રહ્યા, પણ તરત અંદાજ આવતાં હાથ એ જ પળે પાછા ખેંચી લીધો.. અને મનમાં થયું કે આદર્શ મારાં વિશે શું વિચારશે.?? પણ આદર્શના મનમાં તો વીજળીનો ચમકારો પસાર થઈ ગયો અને ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ...આ ઘટના બાદ બન્ને આખા રસ્તે શાંત રહ્યા, કંપની આવતા અસ્મિતા ઉતરી અને માત્ર bye જ બોલી શકી અને આદર્શ પણ bye બોલી ત્યાંથી રવાના થયો.

***

ઑફિસમાં બેઠી તો ખરી પણ તેનું મન હજી નીતા આંટીના મૃત્યુના સમાચારમાં જ ખોવાયેલ હતું."અસ્મિતા... અસ્મિતા" હજુ પણ અસ્મિતા સાંભળી રહી નહોતી, બે - ત્રણ ચપટીના અવાજ આવતાં અસ્મિતાના વિચારોના વમળમાં ભંગ થયો અને સામે જોયું તો ઓમ સર ઉભા હતા."આર યુ ઓકે?"ઓમે પૂછ્યું. "યા...યા સર” અસ્મિતા એ આંખે આવેલા વાળ પાછળ ખસેડતા કહ્યું.“મિ. અડૂકિયાને ફાઇલ આપ્યે બે- ત્રણ કલાક થઈ ગયા છે તો એમનો મેઈલ આવી ગયો હશે, તો ડેટા મુજબ આજે જ ચેક કરીને પેમેંટમાં એન્ટ્રી કરી દેજે”."ઓકે સર" અસ્મિતાએ હકારમાં માથું ધુણાવ્યું. અસ્મિતાની માથાની ઈજા સંપૂર્ણ સારી થઈ ગઈ હતી,પરંતુ પગમાં હજુ પણ નાની પણ અવગણી ન શકાય તેવી ઈજા સાજી નહોતી થઈ. સાંજે સાતેક વાગ્યે ઓમે અસ્મિતાને જણાવ્યું "કાલે બોર્ડ મીટિંગ અને ત્યારબાદ નાની પાર્ટી છે તને પણ મેઈલ આવ્યો જ હશે આપણી કંપનીના બધા સારા તથા ઉચ્ચ અધિકારીઓ અને ક્લાયન્ટ હાજર હશે તો તારે પણ ત્યાં રહેવું પડશે, તેથી ઘરે જણાવી દેજે". "હા સર મને પણ મેઈલ આવ્યો છે હું ચોક્કસ હાજર રહીશ અને આમ પણ સાગર & નિશાંત સર રજા પર છે,તો આપણા ડિપાર્ટમેંટમાંથી ત્રણ-ચાર જણ જ હશે ” “ઓકે તો તું તારું કામ પતાવીને નીકળ, નહિ તો તને લેટ થશે". અસ્મિતા બધું કામ આટોપીને અમદાવાદ જવા રવાના થઈ. ઓમની તેના પ્રત્યેની ચિંતા જોઈ અસ્મિતાને મનમાં આદર થયો કે બોસ હોવા છતાં પણ મારું આટલું ધ્યાન રાખે છે, પેલા દિવસે ન આવ્યા હોત તો હું તો.......

***

બીજે દિવસે બોર્ડ મીટિંગ હોવાથી બધાને ગણવેશ-મુક્તિ મળી અને આ જ કારણે અસ્મિતા તૈયાર થઈને આવી હતી. બોર્ડ મીટિંગની ચર્ચાઓ દરમિયાન ઓમ & અસ્મિતાએ ખૂબ તાર્કિક ઉત્તરોની સાથે-સાથે નવા વિચારો અને સૂચનો પણ આપ્યા. જ્યાં ઓમને લાગતું કે અસ્મિતા નહી બોલી શકે ત્યાં તરત જ એ ઉપાડી લેતો અને એની બુદ્ધિ અને હાજર જવાબી જોઈ અસ્મિતા જોતી જ રહી જતી અંતે અસ્મિતાએ ઓમને પોતાનો પોતાને બચાવી લેવા માટે થેન્ક યૂ કહ્યું ત્યારે ઓમે ખૂબ સહજતાથી કહ્યું, " અરે ના ના હું હેડ છું તો બધા જ જવાબોની જવાબદારી મારી જ છે ઊલટું તું મારો સાથ આપી રહી હતી સો આઈ શૂડ થેન્ક યૂ". બોર્ડ મીટિંગ પત્યા પછી પાર્ટી શરૂ થઈ ત્યાં અસ્મિતા સફાળી ઊભી થઈ અને અચાનક ઓમે તેનો જોરથી હાથ પકડી તેને ખેંચીને ખુણામાં લઈ ગયો જ્યાં કોઈ નહોતું. અસ્મિતા સમજી ન શકી અને ગુસ્સામાં બોલી પડી " આ શું રીત છે! શું કરી રહ્યા છો તમે? હું કોઇ એવા ટાઇપની..." હજુ અસ્મિતા વાક્ય પૂરું કરે એ પહેલાં જ "શટ અપ અસ્મિતા.... થઈ ગયું તારું??..તારી પાછળ..." મારી પાછળ શું છે મારી પાછળ? "અસ્મિતા હજુ એ જ ટોનમાં હતી ." તારી પાછળની ઝીપ... ઓમે ખચકાતા સ્વરે કીધું અસ્મિતાએ તરત જ પાછળ હાથ નાખ્યો એણે ખબર પડી કે એણે તરત જ ઝીપ બંધ કરી દીધી. અસ્મિતા નીચું જોઇ ગઈ . "સોરી સર હું તમને..." પણ ઓમે સહેજ પણ ગુસ્સો ન કરતાં કહ્યું " ટેક કેર" અસ્મિતાથી ઓમનું આટલું શાંત વર્તન જોઈ રહેવાયું નહી અને બોલી ઊઠી" તમને સહેજ પણ ગુસ્સો નથી આવતો સર કે મેં તમને આટલું બધું.... "ના તારી જગ્યાએ કોઈ પણ સારા ઘરની છોકરી હોત તો તે પણ એ જ કરત જે તે કર્યું આમાં તારો કોઈ વાંક નથી.. "આટલું કહી ઓમ સહેજ હસી જતો રહ્યો. અસ્મિતા ફરી ઓમને જોતી જ રહી ગઈ એટલામાં બે-ત્રણ કલીગ ની વાઇફ અસ્મિતા સાથે જોડાઈ અને બધા ડિનર માટે ગયા... ઓમ ડિનર પતાવી ઘરે ગયો અને અસ્મિતા પણ ઘરે જવા નીકળી પરંતુ ત્યાં જ પપ્પા ના પાંચ-પાંચ મિસકૉલ જોઈ અસ્મિતાએ તેમને ફોન કર્યો અને પ્રકાશભાઈ એ જણાવ્યું કે અસ્મિતાને બહુ મોડું થઈ ગયું હોવાથી તે ઉર્મિલા કાકીને ત્યાં રાત રોકાઈ જાય. આમ તો ઉર્મિલાકાકી દૂરના સંબંધી હોવાથી ઝાઝો સંબંધ નહોતો પણ એક રાત રહેવામાં કોઈ વાંધો નહોતો અને આમ પણ એમનું ઘર ઑફિસથી નજીક હતું.. અસ્મિતાને રહી-રહીને એ પાર્ટી વાળી ઘટના યાદ આવતી હતી.... કોઈ આટલું શાંત & સારું પણ હોઇ શકે?!! જો ઓમ સરે ના જોયું હોત તો મારું શું થાત હું કલ્પના પણ ન કરી શકું બધાં વચ્ચે મારો તો... અને મેં એમને કેટલું સંભળાવ્યું પાર્ટી વાળી વાત, અકસ્માત વાળી ઘટના, બોર્ડ મીટિંગમાં સહકાર,... વગેરે બધું અસ્મિતાને યાદ આવતું હતું અને ઓમ વિશે અસ્મિતાના મનમાં કોઈ ને કોઈ વાત ચાલતી હતી ત્યાં જ આદર્શનો અસ્મિતા પર મેસેજ આવ્યો 'હાય અસ્મિતા! કાલે તારી સાથે વાત કરીને ઘણું સારું લાગ્યું' અસ્મિતા પણ સામે મેસેજ કર્યો 'હું તારું દુઃખ સમજી શકું છું પણ તારે હવે નીતા આંટી વગર રહેવાની ટેવ પાડવી જ પડશે'

અસ્મિતા આટલી મોડી નીકળી હતી અને સુરતમાં જ રોકાઈ છે એ વાતથી ઓમ અનજાન હતો આથી ઓમનો મેસેજ આવ્યો કે ‘બસ મળી ગઈ છે ને?’અસ્મિતાએ ત્યારે વિગત જણાવી.એટલામાં આદર્શનો ફરી મેસેજ આવ્યો પણ ઓમસરને અત્યાર સુધી કેટલું સંભળાવ્યું અને સરે મારી કેટલી મદદ કરી એ વિચારોમાં અને થાકના કારણે અસ્મિતા આદર્શનો મેસેજ વાંચ્યા વગર જ સૂઈ ગઈ તો બીજી તરફ આદર્શ અસ્મિતાના પ્રત્યુત્તરની આશા સાથે અડધો કલાક સુધી સોફા પર બેસી રહ્યો અને ત્યાં જ એની આંખ ક્યાં મિચાઈ ગઈ તેને ખબર જ ના પાડી.

અસ્મિતા સવારે 6:30 ઊઠીને આદર્શનો મેસેજ જુએ છે 'કેન વી મીટ ટુમોરો?' એટલે એ થોડું વિચારીને મેસેજ કરી દીધો પણ આદર્શ હજુ ઊઠ્યો નહોતો... અસ્મિતા ઘડિયાળમાં જુએ છે હજુ આઠને વીસ થઈ છે અને આદર્શનો કોઈ Reply નથી એટલે એ સોંગ સાંભળવાનું વિચારે છે પણ ચોમાસુ હોવાથી એ ઈયરફોન ઘરે જ રાખે છે અને બીજાના ઘરે જોર-જોર થી ગીત વગાડવા ઠીક નથી લાગતું એટલે એ ઉર્મિલા કાકીને કાંઈક મદદ કરવા લાગુ કારણકે આજે ઓફિસ એકદમ નજીક હોવાથી જવાની કોઈ ઉતાવળ નહોતી પણ ત્યાં જ ફોનની રીંગ વાગે છે અને સ્ક્રીન પર mom લખેલું હોય છે એ ફોન ઉપાડી વાત ચાલુ કરી દે છે "હા મમ્મી ઘર મળી ગયું છે અને ઉઠી ગઈ છું અત્યારે રેડી પણ થઈ છું.”” અરે, બેટા મને તો કાંઈ બોલવા દે.. દર વખતે ચાલુ પડી જવાની આદત સુધાર હવે મેં એટલા માટે ફોન કર્યો હતો કે કાલે તો તું યુનિફોર્મ વગર ગઈ હતી તો આજે શું કરીશ? અને તને રોજ ધોયેલો યુનિફોર્મ પહેરવાની આદત છે એટલે એક વધારાનો યુનિફોર્મ તું કાલે લઈ જજે અને ઉર્મિલાબેનને ત્યાં મૂકી દેજે "." ઓકે મમ્મી એવું જ કરીશ અને આજે મેં ઓમસર ને પૂછીને પરમિશન લઈ લીધી છે બીજા કપડાં પહેરવા માટે & મને સરિતાનાં કપડાં આવી ગયા છે તેથી તે જ પહેરી લીધા". "ઓકે બેટા" કહી સામે છેડેથી ફોન કટ થઈ ગયો. આટલી વાતમાં આદર્શના બે મિસકૉલ થઈ ગયા અસ્મિતા ને ખબર પણ ન પડી. અસ્મિતા કોલ બેક કરે છે, "હેલ્લો અસ્મિતા"

"ફાવશે ને 8:30?I think તું already મારી ઑફિસ ની બહાર પહોંચી ગયો હઈશ, right? "અરે, ના મારી વાત તો સાંભળ મારે ઉઠવામાં મોડું થઈ ગયું એટલે 8:30 નઈ ફાવે યાર". "એક તો તું જ મળવાની વાત કરે અને પછી પોતે જ મોડું કરે છે "થોડા ગુસ્સા અને નારાજગી સાથે અસ્મિતા બોલી." સાંભળ, સાંભળ મારા એકલા નો વાંક નથી તે પણ ક્યાં રાત્રે જવાબ આપ્યો?"આદર્શે સામો પ્રશ્ન કર્યો "અરે હું સૂઈ ગઈ હતી".." બસ એ જ રીતે હું પણ સવારે ના ઊઠી શક્યો કારણકે રાતે તારા જવાબ ની રાહ જોતો હતો" "એટલે વાંક માત્ર મારો જ છે એમને?" અસ્મિતા પણ લડી લેવાના મૂડમાં જ હતી. થોડી નોક-ઝોક બાદ આદર્શે કીધું તું ઓફિસ માંથી ટાઇમ કાઢી નઈ આવી શકે? નહીં, બહુ કામ હોય છે એક કલાક પણ ટાઇમ કાઢી નઈ શકું ....". "તો લંચ બ્રેક? કે પછી ત્યારે પણ કામ હોય છે? "આદર્શે થોડી આશા સાથે પૂછ્યું." હા, ત્યારે ફાવશે અમારી ઑફિસ મા વણ -લખ્યો નિયમ છે ત્યારે કોઈ કામ નહી મારો લંચ બ્રેક 12:30 થી 1:30 હોય છે "." ઓકે તો આપણે 12:30 એ મળીએ છીએ ભૂલી ના જતી" હું અત્યારે જ અલાર્મ મુકી દઉં, ઓકે સર? "યસ, ગ્રેટ... આપણે લંચ સાથે કરીશું?" "એ ત્યારે વિચારીશ. “ઓકે બાય કહી અસ્મિતા ફોન મૂકી દે છે અને 8:45 થઈ ગઈ હોવાથી ઑફિસ જવા નીકળી "

***

ઘડિયાળમાં અગિયારના સુમારે ઓમે સાગર,નિશાંત અને અસ્મિતાને કેબીનમાં બોલાવ્યા. ઓમે સાંજે મિ.અડૂકિયા સાથે મીટીંગ છે તેમ જણાવ્યું. “ સર,પણ આજે મારે ઘરે જલ્દી જવું પડશે” ઓમ અસ્મિતા કે બીજી કોઈ પણ યુવતીને ઓવરટાઈમ કરવા જબરદસ્તી ન કરતો. “ ઓકે તો બીજો કોઈ વિકલ્પ છે તારી પાસે?” લંચ બ્રેકમાં રાખીએતો?નિશાંતે સૂચન આપ્યું "પણ ત્યારે આપણે કોઈ કામ નથી કરતા "સર ત્યારે ફાવશે" અસ્મિતાને રાતે રોકાવા કરતાં લંચ ટાઈમ વધુ અનુકૂળ લાગ્યો. "ઓકે તો આપણે લંચ બ્રેકમાં હોટલ બ્લૂ રૂમમાં મળીએ અસ્મિતા 5 ટેબલ બૂક કરી દેજે "." ઓકે સર " કહી બધાં કેબિનની બહાર નીકળ્યા.અસ્મિતા આદર્શની સાથે બપોરે મળવાની વાત ભૂલી જ ગઈ.બાર ને પીસ્તાલીસે અસ્મિતાનું અલાર્મ વાગતા એણે યાદ આવ્યું કે આદર્શને પણ મળવાં જવાનું છે. એ હવે ખરેખર મુંઝવણમાં મુકાઈ શું કરવું?

-

અભિષેક ત્રિવેદી & હર્ષિલ શાહ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED