Aakhari Sharuaat - 9 books and stories free download online pdf in Gujarati

આખરી શરૂઆત - 9

(ગયા ભાગમાં આપણે જોયું કે અસ્મિતા આખરે ઓમને કહી જ દે છે આઇ લવ યૂ પણ ત્યાં જ ચક્કર ખાઈને પડી જાય છે અને સાંજે વરસતા વરસાદમાં ઓમ પણ એકરાર કરી દે છે અને બંને ભેટી પડ્યા હવે આગળ…)

"બિકોઝ આઈ લવ યુ સાંભળ્યું તે? આઈ લવ યુ "અને બંને ભેટી પડ્યા. આ ત્રણ શબ્દો સાંભળ્યા બાદ બે-ત્રણ મિનિટનો સન્નાટો છવાઈ ગયો. ત્યારબાદ ઓમે અસ્મિતાને અલગ કરતા કહ્યું" ચાલો જઈશું? " " ના કાશ સમય અહીં જ અટકી જાય! આપણે આમ જ પલળતા રહીએ. "અસ્મિતાએ નટખટ અવાજમાં કીધું." ચાલ હવે નહી તો ચક્કર ખાઈને પડી જઇશ.અને આ વખતે તો તને હોસ્પિટલ પણ લઈ જવી પડશે."ઓકે.. ઓકે ચાલો એમ કહેતા અસ્મિતા ગાડીમાં બેસી ગઈ. ઓમ પણ બેઠો. રસ્તામાં અસ્મિતાએ ઓમને હળવેકથી મારતા કહ્યું "આટલી વાર કોઈ લગાડતુ હશે? છોકરાઓ તો જલ્દી પ્રપોસ કરે અહીંતો ઊલટું મારે પહેલ કરવી પડી અને તારો જવાબ છેક સાંજે મળ્યો એ પણ મેં થોડી જબરદસ્તી કરી ત્યારે!" "હું પહેલેથી થોડો શરમાળ સ્વભાવનો છું. "વાત ટાળતા ઓમ બોલ્યો."હુંહ" અસ્મિતા મોઢું બગાડતા બોલી. "બાય ધ વે તને ખબર છે? કાલે રાત્રે તારા લીધે હું એક પળ સૂતી નથી" "તો હું તો જાણે આખી રાત ચેનથી સૂઈ ગયો નહી?" "મને શું ખબર? અસ્મિતાએ હસતાં-હસતાં કહ્યું અને તમે નિકિતાને હા પાડવાના હતા કે ના?" "એ હું પણ નક્કી નહોતો કરી શક્યો પણ હવે એ વાતને ભૂલી જા ને. ચાલ આપણે મકાઈ ખાઈએ." "ના ના હું બીમાર પડી જઇશ" "તો હમણાં અડધો કલાક પલળી એ?" "એ તો..." અસ્મિતાએ શરમાઈને વાક્ય અધૂરું છોડી દીધું. અસ્મિતા ટ્રેનમાં બેઠા પછી ઓમ સ્ટેશનથી રૂમ તરફ જવા ગયો અને અસ્મિતા ઘરે.આજે અસ્મિતાના ચહેરા પર સાચે એક બહુ મોટુ સ્મિત રેલાઈ રહ્યું હતું ખાધા પછી અસ્મિતાએ ઓમને મેસેજ કર્યો "શું કરો છો? કેવું છે?" "અરે એ તો મારે પૂછવાનું હોય! બેભાન તું હતી.. કેવું છે ? હું ખાઈને હમણાં જ પલંગ પર બેઠો" "તરત સૂઈ ના જતાં. એસિડીટી થઈ જશે!" "આજે તો બહુ ચિંતા થાય છે ને મારી!" "એ તો પહેલેથી જ છે ઊલટું આજે તો મારી પરિસ્થિતિ 'આજ મેં ઉપર આસમાં નીચે મેં હું આગે...' જેવી છે ચાલો હવે સૂઈ જાઓ બંનેને ઉજાગરો છે કાલ રાતનો.." "ઓકે ગુડ નાઇટ" ઓમે મેસેજ કર્યો અને ઘેરી નિન્દ્રામાં સૂઈ ગયા.બીજા દિવસે ફરી એજ ચાલુ. ટીફીન ખાતા-ખાતા અસ્મિતાએ કહ્યું "છેલ્લા છેલ્લા ટીફીન ની મજા માણી લો" "કેમ?" "પછી તો આપણે લગ્નના તાંતણે બંધાઈશું ને!" "હા ખરું"

હવે અસ્મિતાનું કામમાં દિલ નહોતું લાગતું માત્ર ઓમના વિચારોમાં ખોવાઈ રહેતી. એ ઓમની કેબિનમાં ગઈ અને પૂછ્યું તું મને સાચે પ્રેમ કરે છે કે એમ જ મને પલળતા બચાવવા આવું કીધું?" "હું તને પસંદ તો કરતો જ હતો પણ એ પ્રેમમાં ક્યારે ફેરવાઈ ગયો મને પણ ખબર ના પડી." "ઓકે કહી સ્માઈલ આપી અસ્મિતા ગઈ. થોડી જ વારમાં અસ્મિતાનો મિસકૉલ આવ્યો. આટલી જલ્દી? હા કહી અસ્મિતા પાર્કિંગમાં પહોંચી ગઈ. ફરી સ્ટેશન તરફ જતા સુંદર ગીતો વાગતા હતા જાણે ઓમ અને અસ્મિતાના નવા પ્રેમને જ ના સમર્પિત હોય! અસ્મિતાએ આદર્શને આ મામલે અત્યારે કાંઈ પણ ન કહેવા નક્કી કર્યું કે કદાચ ઘરેથી હા ન પાડે તો? બધું નક્કી થાય પછી જ એ કહેશે એવું વિચારી લીધું. આદર્શ બીજી તરફ વિચારતો હતો કે 'શું થયું હશે?ઓમની હા હશે? એ છોકરીની હા હશે? અસ્મિતા મારા શબ્દોની જાળમાં ફસાઈ ગઈ હશે? કે એણે ઓમને કહી દીધું હશે?' એટલે સચ્ચાઈ જણાવવા અસ્મિતાને ફોન લગાવ્યો. "હેલ્લો ગુડ ઈવનિંગ અસ્મિતા શું થયું? ઓમ મજામાં? એણે કોઈ છોકરી જોવા આવવાના હતા ને ?" અસ્મિતાને શું બોલવુ એવું સમજ ન પડી એટલે 'નરોવા કુંજ રોવા' ની માફક "નિકિતાની તો હા છે પણ ઓમસરે હજુ કોઈ જવાબ નથી આપ્યો." આટલુ જ બોલી."અને તું મજામાં? હા ગઈકાલે થોડી વીકનેસ હતી અત્યારે સારું છે.." "કેમ? અચાનક શું થયું?" "અરે કાંઈ નહીં એ તો કાલે નાસ્તો નહોતો કર્યો એટલે!" બીજી થોડી વાતચીત પછી આદર્શે ફોન મૂકી દીધો. અસ્મિતાએ તરત ઓમને ફોન લગાવ્યો. "નિકિતાને ના પાડી દીધી? એ હજુ તારા વિચારોમાં જ હશે!" સારું યાદ કરાવ્યું હું ઘરે કોલ કરીને કહી દઉં.ઓમે ઘરે ફોન કરી પોતાની ના જણાવી અને કારણ પૂછતાં થોડી વાત ગોળ ગોળ ફેરવી દીધી. હજુ એક બે દિવસ આ વાત માત્ર બે જણ વચ્ચે જ રહી. અસ્મિતાએ વાત છેડી કે હવે આપણે ઘરે કહેવું જ પડશે. આ વાતને થોડી ગંભીરતાથી લઈએ.સારુ આપણે બંને પોતપોતાની ઘરે વાત કરી લઈએ.

ડાઇનિંગ ટેબલ પર સન્નાટો હતો. અસ્મિતાએ વાત છેડતા કહ્યું "ઓમ સર છે ને જેમના લીધે મને પ્રમોશન મળ્યું." "હા તે?" "એ એ.. બહુ સારા છે" "જેમણે મને પેલા દિવસે બ્લેઝર આપી કડકડતી ઠંડીથી બચાવી હતી.યાદ છે?" "બેટા સીધી વાત કરને આવી ગોળ-ગોળ વાત ન ફેરવીશ." શું થયું એમને કે પછી તુ એણે લાઇક કરે છે? "પ્રકાશભાઈ બોલ્યા." તમને કેવી રીતે ખબર " બોલતા બોલતા અસ્મિતાના હાથમાંથી ચમચી પડી ગઈ."હું તારો બાપ છું. બોલવાની અદા પરથી અને ઓમનો ઘડીએ ઘડીએ થતાં ઉલ્લેખ પરથી સમજી જ શકાય સીધી વાત છે!" અસ્મિતા શરમાઈ ગઈ "હા આઈ લવ માય બૉસ ઓમ!" " એ બધું તો ઠીક પણ ઓમનો શું ખ્યાલ છે આ મામલામાં ?" નિર્મિતાબેને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું. "હા મમ્મી એ પણ એવું જ વિચારે છે" "તમે બંને આ વિષયે ગંભીર તો છો ને! પછી એવું ના બને 'પલભર કા પ્યાર ઔર સાથ સાલ સજા! ' "અરે ના ના પપ્પા અમે સિરિયસ છીએ. હા એમના ઘરનાંને આપણા ઘરે બોલાવી લે આપણે એમની ઘરે જઈ આવીએ જો બધું સમુ-સૂતરૂ પાર પળી જાય તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે?" "ઓકે હું એમને કહી દઈશ" "કોને કહી દઈશ અસ્મિતા?" "અરે એમને હવે" "અરે એકવાર તો નામ બોલ કેટલી શરમાય છે!" આકાશે મસ્તી ના અંદાજમાં કહ્યું અને બધાના ચહેરા પર સ્મિત રેલાયું."આપણે બધાને રવિવારે બોલાઈ લઈએ" "અસ્મિતાએ ઓમને વાત કરી અને ઓમે ઘરે જણાવ્યું. જોત જોતામાં રવિવાર આવી ગયો. ઘરે ડોરબેલ વાગી. અસ્મિતા ઉત્સાહમાં દરવાજો ખોલવા ગઈ એણે એમ કે ઓમ અને જાગૃતિબેન હશે પણ સામે તો આદર્શ ઊભો હતો!!!અસ્મિતાએ બારણું ઉઘાડતા જ સામે આદર્શને જોયો તેને લાગ્યું કે ઓમ તથા જાગૃતિબેન હશે! "આદર્શ તું અહીં? અત્યારે" અસ્મિતાને નવાઈ લાગી. "સરપ્રાઇઝ" આદર્શે કહ્યું. આગળ આદર્શ કાંઈ બોલે તે પહેલાં જ પ્રકાશભાઈ આવી ગયા. "આવી ગયો બેટા! આવ અંદર આવ.." "પપ્પા તમે આને બોલાવ્યો ?"હા બેટા" "પણ આજે તો ઓમ અને.." "હા હા મને ખબર છે તું જા તૈયાર થઈ જા. એ લોકો આવતા જ હશે. સારું કહી અસ્મિતા તૈયાર થવા પોતાના રૂમમાં ગઈ. જનરલી આવા વખતે છોકરીઓ છોકરાને શું ગમતું હશે? એનો મનપસંદ રંગ વગેરે વિચારો કરતી હોય પણ અસ્મિતાને આ વિચારો કરવાની ચિંતા નહોતી કેમ કે ઓમની તો હા જ હતી!પણ જાગૃતિબેનને પણ પ્રભાવિત કરવા જરૂરી હતુ.ફરી એકવાર ઘરની ડોરબેલ વાગી. અસ્મિતાએ સાંભળી પણ તૈયાર થવા જતી હતી એટલે બારણું પ્રકાશભાઈએ ખોલ્યું. પ્રકાશભાઈ અને નિર્મિતાબેન ઓમને જોતા જ રહી ગયા! ઓમે મરૂન શર્ટ પહેર્યો હતો અને આ શર્ટમાં તેનો ગૌર વર્ણ વધુ ગૌર દેખાતો હતો.ચશ્મા હંમેશની જેમ રીમલેસ પહેર્યા હતા. ઓમ અને જાગૃતિબેન નમસ્તે કરી અંદર દાખલ થયા. નિર્મિતાબેને પ્રકાશભાઈ સામે જોયું, ઓમ સામે જોયું થોડું હસ્યાં અને પછી ધીમેથી બોલ્યા "મારી અસ્મિની પસંદ છે કાચી નહી હોય" "એ તો હમણાં થોડી વારમાં ખબર પડી જશે." પ્રકાશભાઈ બોલ્યા.બંને ગુસપુસ કરી પાછા નોર્મલ થઈ ગયાં. "આ મારો દીકરો છે આકાશ અને આ છે આદર્શ અસ્મિતાનો ફ્રેન્ડ" "અમે પહેલા મળી ચૂક્યા છે ખરું ને ઓમ?" " હા હું આદર્શને તો ઓળખું છું " અને બંનેએ હાથ મિલાવ્યા.આદર્શ ઓમને વિચિત્ર નજરથી જોઈ રહ્યો હતો. એ ઓમ અને એની મમ્મીને જોઈ ચકિત થઈ ગયો હતો. તેણે સમજાતું નહોતું આ બધું શું ચાલી રહ્યું છે એ તો પ્રકાશભાઈએ બોલાવ્યો અને અસ્મિતાને મળવાની લાલચે દોડી આવ્યો હતો. ઓમ અને જાગૃતિબેને પ્રકાશભાઈ સાથે થોડી વાતચીત કરી. "અસ્મિતા દેખાતી નથી ?" જાગૃતિબેને પૂછ્યું. હા હમણાં બોલાવી દઉં. અસ્મિતા અસ્મિતા બહાર આવ બેટા" આવું" અને ત્યાં જ પગથિયા પરથી અસ્મિતા આવતી દેખાઈ. સૌની નજર તેના પર ગઈ પણ તેની નજર ઓમ પર જ હતી. અસ્મિતાએ રાણી કલરનો અનારકલી ડ્રેસ પહેર્યો હતો. અનાયાસે જ ઓમ અને અસ્મિતા મેચિંગ રંગના કપડા પહેર્યા હતા. જાગૃતિબેન અસ્મિતાને જોઈ રહ્યા હતા.

આદર્શને હવે થોડું થોડું સમજાઈ રહ્યું હતું. "એટલે આ લોકો ઓમ અને અસ્મિતાના સંબંધની... ઓહ ગોડ વાત આટલી આગળ ક્યારે વધી ગઈ ?? કાલે જ અસ્મિતા સાથે વાત થઈ એણે કઈ જ જણાવ્યું નહીં. ઉપરાંત ઓમને તો કોઈ નિકિતા જોવા આવવાની હતી અને તો આ બધું શું?દર વખતે અસ્મિતાના સૌંદર્યમાં ખોવાઈ જતો આદર્શ આ વખતે શૉકમાં જતો રહ્યો. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, એસીમાં પણ પરસેવો વળી ગયો, ચહેરો ફિક્કો પડી ગયો. અચાનક ઓમ તેની બાજુમાં બેઠો હોવાથી તેના ખભા પર હાથ મૂકીને કહ્યું "આર યુ ઓકે, આદર્શ?" " હા યા આઇ એમ ઓકે". અસ્મિતા આવી અને જાગૃતિબેનને નમસ્કાર કરી સોફા પર બેસી."અમારા પરિવારમાં હું, ઓમ અને મારી દીકરી રિંકલ છે. ઓમના પપ્પા હમણાં બે વર્ષ પહેલા જ.. બોલતા બોલતા જાગૃતિબેન અટકી ગયા.ઓમે તેમના ખભા પર હાથ મૂક્યો. પ્રકાશભાઈ ઓમની એક એક હરકત બારીકાઈથી જોઈ રહ્યા હતા. ત્યાં જ નિર્મિતાબેન ચા- નાસ્તો લઈને આવ્યા. બંને પક્ષમાં વાતચીત ચાલી. આદર્શ બને એટલું નોર્મલ રહેવા પ્રયત્ન કરતો પણ તેને લાગ્યું પોતે કઈ કરી બેસશે એટલે પ્રકાશભાઈ પાસે જવાની રજા માંગી પણ પ્રકાશભાઈએ જવાય છે શી ઉતાવળ છે કહી આદર્શને રોકી લીધો."અસ્મિતા અને આદર્શ સારા મિત્રો છે નહી આદર્શ? "પ્રકાશભાઈ બોલ્યા. અસ્મિતાને સમજાતું નહોતું કે પપ્પા આ બધું ઓમ અને આંટી સામે કેમ બોલી રહ્યા છે? અંતે પ્રકાશભાઈએ વાતવાતમાં અંતિમ શસ્ત્ર ફેંક્યું. ઓમ બેટા એક વાત પૂછું ?" "હા પૂછોને અંકલ." "જો હું અસ્મિતાના લગ્ન આદર્શ સાથે કરાવી દઉં તો?" આ સાંભળી અસ્મિતા બોલી ઊઠી "આ શું બોલો છો પપ્પા?" બધાના મોઢા પર આશ્ચર્યના ભાવ હતા ખુદ આદર્શ પણ ચમકી ઉઠયો.. માત્ર ઓમ શાંત હતો. "બોલ બેટા શું કહેવું છે તારું ?" ઓમે અસ્મિતા સામે જોયું અને કહ્યું " જો અસ્મિતા રાજી હોય અને આદર્શ પણ તૈયાર હોય તો મને કોઈ વાંધો નથી!!!પણ હા અસ્મિતા દુખી ન થવી જોઈએ..." પણ તને એનાથી દુઃખ નહી થાય? તું એને પ્રેમ નથી કરતો" ઓમે સહેજ હસીને કહ્યું "પ્રેમ કરું છું એટલે જ એ દુઃખી ન થાય એવું ઇચ્છું છું" "એ તો ઠીક તો તું શું કરીશ? જો અસ્મિતા આદર્શ સાથે..." "હું અસ્મિતાને જેટલો પ્રેમ કરું છું એટલો પ્રેમ કદાચ બીજા કોઈને નહીં કરી શકું" પ્રકાશભાઈ સમજી ગયા કે ઓમ શું કહેવા માંગે છે. આ તરફ આદર્શ હરખાઈ ગયો કે પ્રકાશભાઇનું મન બદલાઈ રહ્યું છે કે શું? છેવટે પ્રકાશભાઈ બોલી ઊઠ્યા" વાહ અસ્મિતા વાહ! મને ગર્વ છે તારી પસંદ પર,અમને આ સંબંધ મંજૂર છે તમારો શું વિચાર છે જાગૃતિબેન ? આ સાંભળી બધા વિચારમાં ખોવાઈ ગયાં હમણાં તો આદર્શ સાથે લગ્નની વાત કરતા હતા અને અત્યારે ઓમ સાથે હા પાડી દીધી?આ સાંભળી ઓમ અને અસ્મિતાએ એકબીજાને સ્માઇલ આપી. "મમ્મી તું પણ બોલ તારી પરવાનગી પણ અનિવાર્ય છે" "આટલી સુંદર, ભણેલી, સુશીલ અને સૌથી વધુ તો તને પ્રેમ કરનાર હોય એનાથી ઉત્તમ બીજું શું હોય... !" "પણ અમારી અસ્મિતા લગ્ન પછી પણ નોકરી..." નિર્મિતાબેન બોલવા જતા હતા ને જાગૃતિબેને કહ્યું "અરે કાંઈ નહીં એની ઈચ્છા હોય તો એ નોકરી કરી જ શકે છે મને કોઈ વાંધો નથી" બધાં થોડી વાર વાતો કરી. "હવે તમે પણ વડોદરા આવો અમારા ઘરે અસ્મિતાનું નવું ઘર જોવા" અસ્મિતા શરમાઈ ગઈ."જરૂર આવીશું બેન "પછી ઓમ અને જાગૃતિબેન વડોદરા જવા રવાના થયા."ચાલ અસ્મિતા હું પણ નીકળુ " તેને પોતાની જાતને કઈ રીતે સંભાળી એ માત્ર આદર્શ જ જાણતો હતો!" બધાં ગયા પછી "પપ્પા તમે આ બધું શું બોલતા હતા આજે ? ઓમ શું વિચારતા હશે?" "એણે જે વિચારવું હોય તે વિચારે મારે મારો હીરો ગમે તે હાથમાં થોડી આપી દેવાય..."મેં બધું તપાસ કરીને જ હા પાડી છે." "એમ શું ચકાસણી કરી અમને પણ જણાવો. " અસ્મિતા અદબ સાથે ઉભી રહી." "જો જ્યારે એ આવ્યો ત્યારે મેં એની પર્સનાલિટી જોઈ,દેખાવની મને ચિંતા નહોતી. પછી મેં એની મુલાકાત આદર્શ સાથે કરાવી અને તમે બંને સારા મિત્રો છે છો એને પણ એનો કોઈ વાંધો નહોતો એટલે એ મોર્ડન વિચારોવાળો અને ઓપન માઇન્ડેડ છે. પછી જાગૃતિબેન જ્યારે એમના પતિની વાત કરતા અટકી ગયા ત્યારે ઓમે એમના ખભા પર હાથ મૂક્યો એટલે એ એની મમ્મીને ખૂબ ચાહે છે એનું ભણતર અને નોકરી તો ખબર જ હતી. પછી મેં કહ્યું કે તારું અને આદર્શનું... આટલી મોટી અને નવાઈ લાગે તેવી વાતને પણ કેટલી શાંતિથી અને ધીરજથી કહી બતાવી અને સૌથી વધારે તારા પરનો પ્રેમ જરૂરી હતો. એ બધું જોયા પછી જ મેં.. " હજુ પ્રકાશભાઈ વાક્ય પૂરું કરે એ પહેલાં જ અસ્મિતા ચોકીને બોલી" બાપ રે બાપ આટલું બધું તો મેં ય ઓમમાં નહોતું જોયું. " " મારી આ રાજકુમારી જેવા તેવાને થોડી અપાય!અસ્મિતા પપ્પાને ભેટી પડી.અને એ રૂમમાં ગઈ અને નિર્મિતાબેને પ્રકાશભાઇને પૂછ્યું " શું ઓમ સાચે આટલો પ્રેમ કરતો હશે આપણી અસ્મિને કે માત્ર હા પડાવવા માટે.. ?" "અરે ના ના મેં માત્ર એના વિચાર નહીં બોલવાની અદા પર પણ ધ્યાન આપ્યું હતું! એ આપણી અસ્મિને ક્યારેય દુઃખી નહીં કરે. બીજી તરફ અસ્મિતા રૂમમાં જઈ પોતાના સ્વર્ગીય દાદા ગોવિંદલાલજી નો ફોટાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડતી હતી 'જુઓ તમારી ગુડીયા કેટલી મોટી થઈ ગઈ! કાશ આજે તમે હયાત હોત તો કદાચ મને ઉચકીજ લીધી હોત મને ખબર છે દાદા તમે આસપાસ જ છો અને હંમેશા મારી આસપાસ જ રહેશો.અને એ પોતાના દાદાએ આપેલી આખરી ભેટને જોઈ રહી. હા, એ એક ચિત્ર હતું જેમાં વિશાળ સરોવરમાં એક હંસ બેઠું હતું જે દૂધ કરતા પણ શ્વેત હતું જાણે બધાં હંસોનો રાજા ન હોય! પણ વિચિત્ર વાત એ હતી કે એણે ત્રણ પાંખો હતી! અને એનાથી પણ આશ્ચર્ય પમાડે તેવી કલા ગોવિંદલાલે એ કરી હતી કે ત્રણેય પાંખના રંગ જુદા જુદા હતા! એક પાંખનો રંગ લાલ હતો, બીજી પાંખનો રંગ પીળાશ પડતો નારંગી હતો અને ત્રીજી પાંખનો રંગ જાંબલી પડતો ભૂખરો હતો... અસ્મિતા આ ચિત્રને જોઈ જ રહી પણ એ કાંઈ જ સમજી ના શકી અને દર વખતની જેમ સંભાળીને મૂકી દીધું...

આદર્શ અસ્મિતાના ઘરેથી જતો તો રહ્યો પણ એ બહુ ગુસ્સામાં હતો. એણે વિચાર્યું કે દુનિયાનો પહેલો બાપ હશે જે પોતાની દીકરીના સંબંધ માટે એકસાથે બે છોકરાને બોલાવે ! આ લગ્ન મારે રોકવું જ પડશે યેનકેન પ્રકારે! ગુસ્સામાં ને ગુસ્સામાં એણે પોતાનો ફોન ફેંકી દીધો. ઓમ, અસ્મિતા અને આદર્શ ત્રણેયની જિંદગી હવે બહુ જલ્દી બાદલાવવાની હતી.

જોતજોતામાં બીજો રવિવાર પણ આવી ગયો. અસ્મિતા, નિર્મિતાબેન અને પ્રકાશભાઈ વડોદરા જવા નીકળ્યા આજે ગોળ-ધાણાની રસમ હતી. આજે કસોટી કરવાનો વારો જાગૃતિબેનનો હતો. 'પુત્રના લક્ષણ પારણામાં અને વહુના બારણામાં! 'જાગૃતિબેને જાણીજોઇને મેઈડને રજા આપી હતી! એ અંદર ગયા અને અસ્મિતા પણ એમની પાછળ આવી. "આંટી કાંઈક કરવા લાગુ!" જાગૃતિબેનને આનંદ થયો કે એણે ઘરના કામમાં પણ ખબર પડે છે.. જાગૃતિબેન ઠંડુ કાઢવા જતા હતા "અરે, એની કોઈ જરૂર નથી રહેવા દો" થોડીવાર બાદ ગોળ ધાણાની રસમ પછી પ્રકાશભાઈ બોલ્યા "જુઓ હવે ધનારક બેસે છે એટલે કમુરતા બેસે છે એટલે કમુરતા પહેલા વિવાહ કરી દઈએ" સારું " કહી જાગૃતિબેને હામી ભરી. બધા છૂટા પડ્યા." મમ્મી ગમીને મારી પસંદ? " " હા બેટા મારા દીકરાની પસંદમાં ખોટ હોય ? " 'પહોંચી ગઈ અસ્મિતા' ઓમે મેસેજ કર્યો. 'નહી ટ્રાફિક ઘણો છે હજુ થોડી વાર લાગશે બઉં ચિંતા ન કરશો મમ્મી પપ્પાની સાથે તો છું. જોતજોતામાં આ રવિવાર પણ પતી ગયો."આપણે મૂવી જોવા જઈએ? " "આજે કેવી રીતે શક્ય છે?" "અરે કાલે જઈએ?" "કયા ટાઈમે જઈશું?" અસ્મિતાએ પૂછ્યું.. "લંચ પછી?" "ના મારે મિ. દાલમિયા સાથે મીટીંગ છે ભૂલી ગઈ એક કામ કરીએ 6 વાગ્યાના શોમાં? મારી મીટિંગ પછી?" "નોટ પોસિબલ પછી ટ્રેન નહીં મળે તો તમે મૂકી જશો? અસ્મિતાએ મજાકમાં કહ્યું તો ઓમે ખરેખર હા પાડી દીધી. એ બહાને લોંગ ડ્રાઈવ પણ થઈ જશે! "શું ગાંડા કાઢો છો ઓમ? તમે મને મૂકીને પાછા જશો?" "સારું અંકલ આંટીને હું જ કહી દઈશ તને લેટ થશે? " "બેસ્ટ આઇડિયા" કહી અસ્મિતાએ ફોન મૂકી દીધો. અસ્મિતા કાલ માટે બહુ ઉત્સાહિત હતી...

(શું આ સંબંધ લગ્નમાં પરિણમશે કે...)

અભિષેક ત્રિવેદી અને હર્ષિલ શાહ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED