વિષ વેરણી ભાગ ૧૪ NILESH MURANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષ વેરણી ભાગ ૧૪

વિષ વેરણી

ભાગ ૧૪

હું અને સમીરા અમીના ઘરે પહોંચ્યા, લગભગ છ મહિના જેવો સમય વીતી ગયો હતો, અબુ નું મૃત્યુ થયું ત્યારે આવ્યો હતો અને ફરી આજે સમીરા સાથે આવ્યો હતો, બિલ્ડીંગ ની બહાર ગંગામાસી માળા ફેરવતા હતા તે મને અને સમીરા ને જોઈ બે હાથ ઊંચા કરી હળવી સ્માઈલ આપી, હજુ મારા મગજમાં જૂની વાતો ભુલાઈ ન હતી પણ બધા સમયનો શિકાર હતા, બધાની પોત પોતાની અલગ મજબુરી હતી, હજુ મને એમ લાગતું હતું કે મુમતાઝ નામની મિસાઈલ અહી થી ચાલી ગઈ છે તો હવે બધું સારું થઇ જશે અને જેમ જેમ બધું બગડ્યું છે તે ફરી સુધરી જશે, બધા સારાવાના થઇ જશે બસ આ હકારાત્મક અભિગમ મને ફરી અહી લાવ્યો હતો, હું ધીરે ધીરે પગથીયા ચડી રહ્યો હતો, સમીરા એ મને ધકો મારી ને કહ્યું,

“ચાલ ચાલ ઉતાવડો ચાલ માં ને મળવા માં આટલો ધીરો કેમ?”

મારાથી પણ વધારે ઉત્સાહ સમીરા ને હતો અમીને મળવાનો, ડોર ખુલ્લો જ હતો, અમી સામે હોલમાં બેસી અને શાકભાજી સમારી રહી હતી, તે મારા સામે જોઈ થોડું મલકાઈને ફરી શાકભાજી સમારવામાં ધ્યાન આપવા લાગી, અમીનું શરીર ઉતરી ગયું હતું, તેણીના ગાલ પર ખાડા પડી ગયા હતા, આંખ ની આજુબાજુ ના પોપચા કાળાશ પડતા ઘેરા થઇ ગયા હતા, નીચેથી ફાટેલું અને મેલું ઘેલું ફ્રોક પહેરેલું હતું, ગળામાં અને ગાલ પર કરચલી પડી ગઈ હતી, શરીર માંથી માંસ ઓછું થઇ ગયું હતું, અમીના ચહેરા પર જાણે નુર નહોતું રહ્યું, હું થોડી સેકન્ડ ઉભો રહ્યો અને મેં આવાજ આપ્યો, “અમી.....ઓ અમી”

તેણી મને સંભાળતીજ નથી એવો ડોળ કરી રહી હતી, હું બીજી જ ક્ષણે અંદર જતો રહ્યો અને બાજુમાં બેસીને ફરી કહ્યું “અમી હજુ પણ નારાજ છો મારાથી?”

અમી શાકભાજી સમારતાં એક હાથ ઉંચો કરી બાવળા થી કપાળ પરનો પસીનો સાફ કરતા કહ્યું,

”શા માટે આવ્યો છે અહી ?”

“તને લેવા આવ્યો છું, ચલ તૈયાર થઇ જા આ સમારેલા શાકભાજી સાથે લઇ લે ઘરે જઈ ને બનાવશું, ”

સમીરા બહાર ઉભી હતી એ પણ અંદર આવી અને અમીને સમજાવવા લાગી, પણ અમી ના સમજી એટલે નાજ સમજી, ખુબ સમજાવ્યા પછી પણ એ ટસનીમસ ન થઇ, હું અને સમીરા નીચે ઉતરી ગયા, હવે અમી મારી સાથે આવશે એ આશ છોડી દીધી હતી, પગથીયા ઉતરી મને ફરી વિચાર આવ્યો હું પાછો વળ્યો અને ગંગામસી પાસે ગયો મેં ગંગામાસી ને કહ્યું, “માસી તમે અમીને સમજાવો ને અમારી સાથે રહેવા આવી જાય, અમે તો થાકી ગયા સમજાવી સમજાવી ને, ”

“એ વટ નો કટકો સે બેટા ઈમ નઈ હમજે, ખમ હું કોશીષ કરું, તમ બેહો ખાટેલે , ”

એમ કહી ને ગંગામાસી લાકડીના ટેકે ઉભા થયા અને ઉપર ગયા, દસ મિનીટ પછી ગંગામાસી નીચે આવ્યા અને ખાટલા પર બેસતા કહ્યું,

“બેહો થોડી વાર એ આવે સ, સાડલો પેરી ન”

મને વિશ્વાસ હતો કે અમી ગંગામાંસીનું માન જરૂર રાખશે, થોડી જ વારમાં અમી નીચે આવ્યા તેમના હાથ માં એક થેલી હતી જેમાં તેમના બેચાર જોડી કપડા હતા અને અમુક કાગળ હતા, અમી આવી અને ચુપચાપ આગળ ની સીટ પર બેસી ગયા હું અને સમીરા પણ બેસી ગયા હું કંઈ પણ બોલ્યા વગર ગંગામાસી સામેં જોઈ અને ત્યાંથી નીકળી ગયા રસ્તામાં ઘેર સુધી અમી સુનમુન કારમાં બેસી રહ્યા, અને ઘડીએ ઘડીએ એ એમના સાડલા થી આંખો સાફ કરી રહ્યા હતા, ઘરે પહોંચ્યા સમીરા એ તેમને પાણી પીવડાવ્યું ઘર બતાવ્યું, અને ધીરે ધીરે અમી સાથે વાતો કરવા લાગી, થોડી વારમાં અમી નોર્મલ વાતો કરવા લાગી અને થેલી માંથી એક કાગળ કાઢી અને મને આપતા કહ્યું,

“સલીમ બેટા, મને આ દવા લાવી આપ ને, ”

“જી અમી” એમ કહી ને મેં એમની પાસે થી એ કાગળ લઇ લીધો, મને સારું લાગ્યું કમ સે કમ એ મારી સાથે વાત કરતા તો થયા, હું તરત જ સમીરા ની એકટીવા લઇ ને એ દવા લેવા નીકળી ગયો, મને ખબર ન હતી તે દવા શેની હતી મેં મેડીકલ વાળાને પૂછ્યું તો મેડીકલ વાળાએ એવું કહ્યું કે તે એન્ટી-ડીપ્રેસન ની અને ઊંઘ ની ગોળી છે, મેં એ કાગળ પર ડોક્ટર નું નામ અને એડ્રસ અલગ થી એક કાગળ માં લખી નાખ્યું અને ઘેર આવી અને દવા અમીને આપી દીધી.

મને ખુસી એ વાત ની થઇ કે હું હવે બધા ને એક કરવા તરફ આગળ વધી રહ્યો હતો, પંદર દિવસમાં અમી હસતા બોલતા થયા, ક્યારેક ક્યારેક હું રજિયા ને ફોન કરતો અને તેની ઢીંગલી અકિલા સાથે અમીની વાત કરાવતો, તો ક્યારેક રૂકસાના સાથે વાત કરાવતો અમી ખુશ થઇ જતા, ક્યારેક ઘર ના કામમાં પરોવાઈ જતી તો ક્યારેક પોતેજ રાસન નું લીસ્ટ બનાવી આપતી.

એક દિવસ સાંજે હું ટીવી જોતો હતો સમીરા અને અમી રસોડામાં કામ કરી રહ્યા હતા અને ડોરબેલ વાગી, મેં દરવાજો ખોલ્યો તો તે મારી સામે મારો મિત્ર અશોક હતો,

“અરે અશોક ઘણા દિવસ પછી ભૂલો પડ્યો કે શું? આવ આવ અંદર આવ, ” મેં કહ્યું,

“હા યાર શું કરું સમય જ નથી મળતો, એ કોલેજ ના દિવસો આજે યાદ આવે છે દોસ્ત, ”

“હા યાર એ કોલેજ ની લાઈફ તો અલગ જ હતી, ” મેં ખુરસી અશોક તરફ સરકાવતા કહ્યું,

“સમીરા જો, આ મારો મિત્ર છે અશોક અમે કોલેજ માં સાથે ભણતા, હવે એ મોટો માણસ થઇ ગયો છે, ”

એટલી વાર માં અમી બહાર આવ્યા અને મને કહ્યું,

“સલીમ અશોકને બે મહિના નું મકાન ભાડું આપવાનું છે પાંચ હજાર રૂપિયા, ”

અમીની વાત સાંભળી અને હું બધું સમજી ગયો હતો, અશોક નો ધંધો મકાન લે વેચનો હતો, અને અમી એ કહ્યું કે મકાનભાડું આપવાનું છે મતલબ મકાન અશોક એ ખરીદી લીધું છે, અને અસલમ એ પણ કહેલું કે મકાન પાવરનામાં પર વેચી નાખ્યું છે, હું થોડીવાર વિચારતો હતો એટલી વારમાં સમીરા બેડરૂમ ના કપબોર્ડ માંથી પાંચસો પાંચસો ની દસ નોટ ગણી ને મારી સામે લંબાવી તે મેં અશોકને આપતા કહ્યું,

“અશોક આ મહીને જ મકાન ખાલી કરી દઈશું પણ એનો મતલબ એવો નથી કે તું ઘેર ના આવે, મળતો રહેજે, ”

“ચોક્કસ સલીમ, ”

એટલીવાર માં સમીરા ચાય લઇ ને આવી અને અશોક ચાય પી અને નીકળી ગયો, અમી રસોડા માંથી બહાર આવી અને મને ભેટી ને જોર જોર થી રડવા લાગ્યા, હું કૈંજ બોલ્યો નહી મેં એમને રડવા દીધા, થોડી વાર રહી ને અમી હીબકા ભરવા લાગ્યા અને કહ્યું, ”

“સ....લીમ.....મ.......મને માફ કર બેટા હું મુમતાઝ ની વાતો માં આવી ગઈ હતી, આજે મને અફ..સો......સ થાય છે, ”

અમી એટલા હિબકે ચડી ગયા હતા કે એ બોલી પણ નહોતા શકતા, મેં અમી ને સોફા પર બેસાડી એમના ખોળા માં માથું રાખી ને કહ્યું, ”અમી જે થવાનું હતું તે થઇ ગયું પણ હવે પછી કોઈ “વિષ વેરણી”

આપણે તોડી નહી શકે, ”

ઘણા દિવસ પછી અમીના હાથ ના આંગળા મારા માથાના વાળમાં સળવળી રહ્યા હતા અને થોડીજ વાર માં સમીરા પણ અમીના ખોળા માં માથું રાખી અને અમીની આંખો પર હાથ ફેરવવા લાગી,

બીજા દિવસે સવારમાજ હું અને સમીરા એ ઘર ખાલી કરી આવ્યા અને ઘરમાં રહેલો વધારા નો સમાન ગંગામાંસી ના ઘરમાં મૂકી આવ્યા.

***

એક દિવસ રવિવારનો દિવસ હતો અને સાંજે રજાક નો ફોન આવ્યો,

મેં ફોન રીસીવ કર્યો, “હા રજાક કેમ છો?”

“મજામાં સલીમભાઈ, રૂકસાના ને વાત કરવી છે તમારાથી, ” રજાક એ કહ્યું,

“હા આપો ફોન એને, ” મેં કહ્યું,

“સલીમભાઈ ક્યાં ઘરે છો?” રૂકસાના એ કહ્યું,

“હા ઘરે જ છું બોલ શું કામ હતું? મેં પૂછ્યું.

“આજુબાજુ કોઈ છે ?”

“હા બધા છે પણ વાત શું છે?” મેં ઉત્સુક્તાવસ પૂછ્યું, હું ચિંતા માં પડી ગયો શું વાત હશે, એટલી વાર માં રૂકસાના રજાક ને કહી રહી હતી કે તમે જ વાત કરો, હું નથી કરતી, એમ કહી ને રૂકસાના એ રજાક ને ફોન આપી દીધો, અને સામે થી રજાક નો આવાજ આવ્યો,

“હેલ્લો સલીમભાઈ, મારે એ કહેવું હતું કે અસલમભાઈની પત્ની મુમતાઝ ક્યાં છે?”

“ઓહ!! એ.... એ તો દુબઈ ગઈ છે, તમને ખબર નથી? અમી એ વાત નથી કરી તમને?”

“હા અમને પણ એવુજ કહેલું, પણ હવે મારી વાત સાંભળો, હું હમણાં થોડા દિવસ પહેલા મુંબઈ ની બજાર માં ગયેલ, મેં મુમતાઝ ને બજાર માં ફરતી જોયેલ, ”

“રજાક તમારી ભૂલ થતી હશે કૈંક, તમે કોઈક બીજી ઔરત ને જોઈ હશે, ”

“હા મને પણ પહેલા એવુજ લાગ્યું હતું, પણ પછી મેં તપાસ કરાવી તો ખબર પડી કે મુમતાઝ અહી કોઈ રેડ લાઈટ એરિયા માં રહે છે અને આગળ તો તમે સમજી ગયા હશો કે એ શું કરતી હશે, ”

આ સાંભળી અને મને રજાક ની વાતનો વિશ્વાસ આવી ગયો હતો, અને મને ખ્યાલ પણ આવી ગયો, અમી ખોટું બોલી રહ્યા હતા, મેં લાંબી વાત ના કરી અને રજાક ને કહ્યું.,

“હશે રજાક હું વ્યવસ્થિત તપાસ કરી ને તમને ફોન કરું છું, ” આટલું કહી ને હું ફોન કાપવા જતો ને ફરી સામે થી રૂકસાના નો આવાજ આવ્યો, “હેલ્લો ભાઈજાન, ”

“હા બોલ રૂકસાના, ”“સમીરા ભાભીને આપો તો ફોન, ”

મેં ફોન સમીરા ને આપ્યો, સમીરા ફોનમાં વાત કરતા કરતા બહાર લોબી માં જતી રહી, પાંચ મિનીટમાં વાત પૂરી કરી અને ફોન મને આપ્યો, જોકે અમી ખોટું બોલી રહ્યા હતા, પણ અમી સાથે આ બાબતે ચર્ચા કરવી મને યોગ્ય ન લાગી મહામુસીબતે અમીને ડીપ્રેસન માં થી બહાર કાઢી છે અને હવે મુમતાઝ ની ચર્ચા કરી અને ફરી એમને ચિંતામાં નથી નાખવા, મને કઈ ખબરજ નથી એવો વ્યવહાર કરવો છે, મેં થોડીવાર વિચાર કર્યો અને મને મગજ માં કૈંક ક્લિક થયું મેં તરત જ અમીનો ફોન લઇ અને તેમાંથી અસલમ ના નંબર કાઢ્યા અને મારા ફોન માંથી અસલમ ને ફોન કર્યો,

સામેથી અસલમ “હેલ્લો”

“અસલમ હું સલીમ બોલું છું, ”

“હા સલીમ બોલ, કેમ ફોન કર્યો, અને આટલા દિવસ પછી ? કેમ હૃદયપરિવર્તન થયું કે શું?”

“ના કોઈ હ્રદયપરિવર્તન નથી થયું, હું હજુ પણ તને બે ચાર લાફા મારી શકું એક છું, પણ ફોન એ પૂછવા માટે કર્યો કે મુમતાઝ ક્યાં છે?”

“એ તો અહી જ છે મારી સાથે, દુબઈ માં, ”

“ક્યાં છે વાત કરાવ મારે મુમતાઝ સાથે વાત કરવી છે, ”

“એ બહાર ગઈ છે, ”

“તો ક્યારે આવશે ?મારે મુમતાઝ સાથે જરૂરી વાત કરવી છે, ”

“અસલમ હું કામ પર છું અને મુમતાઝ ઘરે છે, ”

“અસલમ તું ખોટું બોલે છે, મેં અહી તપાસ કરાવી છે, મુમતાઝ દુબઈ ગઈ જ નથી, જે હોય તે સાચે સાચું કહી દે હવે ઘણું થયું, જે થઇ ગયું તે થઇ ગયું, ”

“ભાઈ હું અત્યારે કામ ઉપર છું આપણે પછી વાત કરીએ તો, ”

“ના હમણાં જ વાત કર પછી હું કામ ઉપર જતો રહીશ, ”

“સલીમ સાચું કહું તો મને પણ ખબર નથી કે મુમતાઝ ક્યાં છે, એ અબુના પાવરનામાં ઉપર મકાન વેચી અને રૂપિયા રોકડા કરી અને હું દુબઈ આવું છું એવું કહી ને અમી પાસેથી નીકળી છે, હજુ સુધી દુબઈ પહોચી નથી, મેં અમીને કહ્યું તો અમીએ તને કહેવા ની ના પાડી, પણ મને ખબર હતી કે તને એક ને એક દિવસ ખબર પડી જ જશે, ”

“જો અસલમ જે થવાનું હતું તે થઇ ગયું અને એ ચાલી ગઈ એનો મને જરાય અફસોસ નથી અને તને પણ ન હોવો જોઈએ, બાકી અમીની તું ચિંતા નહી કરતો એનું હું ધ્યાન રાખીશ અને એ મારી સાથે જ છે, ”

“એમ !! તારી સાથે છે?, , ”

“આનાથી વિષેશ કઈ હોય તો કહે , ”

“હા છે એક સરપ્રાઈઝ છે, ”

“હા તે આમ પણ સરપ્રાઈઝ આપવા સિવાય બીજું કર્યું પણ શું છે? , હવે બોલી જા શું સરપ્રાઈઝ છે, ”

“એક તો એ કે હું આવતા મહીને આવું છું, અને બીજી સરપ્રાઈઝ આવી ને આપીશ, ”

“કેમ આવતા મહીને ? તું તો બે વર્ષ ના કોન્ટ્રેકટ પર છો ને ?, ”

“ભાઈ ત્યાં આવી ને બધી સ્ટોરી કરું બધું ફોનમાજ પૂછી લઈસ તો સરપ્રાઈઝ જેવું કઈ રહેશે જ નહી, ”

“ભલે તને જેમ મજા આવે એમ પણ હવે બહુ મોટી સરપ્રાઈઝ ના આપતો, ”

“એ હા સલીમ હવે હું થોડું કામ કરું ?, ” અસલમ એ હસતા હસતા કહ્યું.

“ભલે તું આવવાનો હો ત્યારે ફોન કરજે હું લેવા આવીશ, ”

“એ હા હવે હું ફોન મુકું છું, હું ફોન કરીશ, ” હસતા હસતા અસલમ એ કહ્યું,

અસલમ એ સામેથી ફોન કાપી નાખ્યો, ફોન ખીસા માં રાખતા પાછું ફરી ને જોયું તો સમીરા મારી પાછળ ઉભી હતી હું સમીરા ને કહી કહું તે પહેલા જ સમીરા એ કહ્યું,

“સલીમ હું તને સરપ્રાઈઝ આપવા માંગું છું, ”

“હા આજે સન્ડે નથી સરપ્રાઈઝ ડે છે, રજાક એ એક મોટી સરપ્રાઈઝ આપી, એક સરપ્રાઈઝ અસલમ એ આપી અને હજુ એની એક સરપ્રાઈઝ તો બાકી છે, અને હવે તું પણ સરપ્રાઈઝ આપીશ ?”

“સલીમ મારી સાથે બેડરૂમ માં ચાલ, ”

“ના અહી જ કહે, અને બેડરૂમમાંજ કેમ?”

“અહી અમી આવી જશે, રસોડા માં છે, ”

સમીરા મારો હાથ પકડી ને મને બેડરૂમ માં લઇ ગઈ, અને બેડ પર બેસતા અને તેના પેટ પર મારો હાથ રાખતા કહ્યું, ,

“સલીમ તને નાનકડો સલીમ જોઈએ કે નાનકડી સમીરા ?, ”

“ઓહ !!!! એમ વાત છે ? હુરેરે રે...... મતલબ હું પાપા બનવાનો છું! ...યસ .…યસ..…યસ....” મેં ખુબ ખુશ થતા ઊંચા આવજે કહ્યું...

“હેલ્લો મિસ્ટર હોને વાલે પાપા.....હજુ બીજી સરપ્રાઈઝ બાકી છે, ” સમીરા એ કહ્યું...

“ઓહ હજુ શું છે?...બોલ બોલ જલ્દી બોલ...” મેં કહ્યું.

“તું મામુ પણ બનવાનો છો..!” સમીરા એ કહ્યું...

“મતલબ ? રૂકસાના..?”

“હા રૂકસાના પ્રેગ્નેન્ટ છે, એ તને કહેતા શરમાતી હતી એટલે મને કહ્યું તને કહેવા, ”

મેં ફરી ઊંચા આવજે રાડ નાખી, .”.યેસ.....યેસ....યેસ.”

બહારથી અમી એ આવાઝ દીધો, , ”સલીમ ...પાગલ તો નથી થઇ ગયો ને?”

“હા અમી હું પાગલ થઇ ગયો છું, તને કહીશ તો તું પણ પાગલ થઇ જઈશ.”

“અમી ને ખબર છે, અમી ને મેં કહી દીધું, ” વચ્ચે સમીરા એ કહ્યું.

“ઓહ મતલબ અમી ને ખબર છે?”મેં બેડરૂમ ની બહાર નીકળતા કહ્યું,

અમી એ મારા ગાલ પર ધીમે થી ટપલી મારતા ખુશ થતા અને મલકાતા ચહેરે કહ્યું, કહ્યું,

”હા મને ખબર છે, ”

અને થોડીજ ક્ષણોમાં અમીના ચહેરા પર ચિંતા ના ભાવ ફરી વળ્યા, અમી એ થેલી માંથી અબુ નો ફોટો કાઢી અને ફોટો જોતા જોતા અગાસી તરફ જવા લાગ્યા, અને સાડલા થી આંખોમાં નું પાણી સાફ કરવા લાગ્યા, ,

“અરે...રે....આ તો ખુશી માં પણ આંસુ?..મેં અમી સામે ઉભા રહી એમના બન્ને ખભા પર હાથ મુક્ત કહ્યું..

અમી આજ અબુને મીસ કરતા હતા, પણ મારા માટે ખુશીની વાત એજ હતી કે એ ડીપ્રેસન માંથી બહાર આવી રહ્યા હતા, મને વિચાર આવ્યો મેં ફોન કરી અને તેમના રેગ્યુલર ડોક્ટર ની અપોઈન્ટમેન્ટ લઇ લીધી અને બીજા દિવસની અપોઈન્ટમેન્ટ મળી ગઈ, ફરવા જવું છે એવું બહાનું કરી ને અમીને હોસ્પિટલ લઇ ગયા, કન્સલ્ટીંગ દરમિયાન ડોકટરે અમી સાથે વાતચીત કરી અને અમી ને બહાર બેસવા કહ્યું અને દવા લખતા લખતા મને કહ્યું,

“સલીમભાઈ ઘણો ફર્ક છે, દવા નો ડોજ ઓછો કરું છું એક મહિના પછી બરાબર લાગ્યું તો દવા બંધ કરીશું, ”

“સાહેબ એમને તકલીફ શું છે, ” મેં પૂછ્યું, .

“એ અંદર થી ક્યાંક ને ક્યાંક લઘુતાગ્રંથી થી પીડાય છે, બધાની ચિંતા એમને ખાય છે, અને ક્યાંક ને ક્યાંક એ ન્યાય નથી કરી શકયા જેના કારણે એ સતત સ્ટ્રેસ માં રહે છે, ઘરમાં વાતાવરણ બરાબર હશે અને એમના જ્હેન માં કોઈ વાત એમને ખાતી હશે, તમે એમની સાથે વાતચીત કરો જલ્દી ઠીક થઇ જશે, દવા કરતા એ વધારે અસર કરશે, અને સ્લીપિંગ પિલ્સ પણ બંધ કરી દઈશું?” એમ કહી ને ડોક્ટર સાહેબે પ્રીસ્ક્રીપ્સ્ન નો કાગળ મારા હાથમાં આપ્યો, .

“જી સાહેબ, ” મેં કહ્યું.,

મને સમજ માં આવી ગયું હતું, પણ મુમતાઝ ની માયાઝાળ જ એટલી ખતરનાક હતી કે તેમાંથી બધાને કાઢવા મુસ્કેલ હતા, મુમતાઝ એક ઝેરીલી નગીન હતી, પણ હવે મને ખુશી એ વાતની પણ થઇ કે ઝેર આખરે ઝેર માં ભળી ગયું, જે નુકસાન કરવાનું હતું તે કરી ગઈ પણ એ પરિવાર માંથી ગઈ એ મહત્વ નું હતું, હવે એ એવી જગ્યા પર ગઈ છે ત્યાં એ ધારશે તો પણ એ “વિષ વેરણી” વિષ નહી વેરી શકે.

***

એક દિવસ રાત્રે દુબઈ ના નંબર ઉપર થી ફોન આવ્યો, હું સમજી ગયો અસલમ નો જ છે,

“હેલ્લો, ”

“સલીમ હું અસલમ બોલું છું, ”

“હા બોલ અસલમ ક્યારે આવે છે?”

“બસ બે દિવસ માં આવું છું, લેવા આવીશ ને મુંબઈ એરપોર્ટ પર ?”અસલમ એ કહ્યું,

“ચોક્કસ હું સવારે જ નીકળી જાઉં છું, મારે પણ મુંબઈ એક જરૂરી કામ છે?”મેં કહ્યું.

“કેમ મુંબઈ માં તારે શું કામ છે?”અસલમએ કહ્યું,

“ભાઈ એ તો સરપ્રાઈઝ છે, ” તમે બધા સરપ્રાઈઝ આપો તો હું પણ કૈક સરપ્રાઈઝ આપું ને!, ”

“ભલે ભાઈ, , , એ કહે તારા , માટે શું લાવું?”

“તને મજા આવે એ લઇ આવજે ને ભાઈ, તું આવે છે એજ મારા માટે ખુશીની વાત છે, ”

બે મિનીટ વાત કરી મેં ફોન કટ કર્યો અને સમીરા ને કહ્યું,

“ચાલો સમીરા મુંબઈ ની તૈયારી કરો, આપને કાર લઇ ને જવું છે અસલમ ને લેવા, ”

અમી સાંભળી ગયા અને ખુશ થઇ ગયા અને કહ્યું,

”હે...અસલમ આવે છે, ”

“હા અમી અસલમ આવે છે, મેં હમણાં અસલમ સાથે વાત કરી, ”મેં કહ્યું.

સમીરા રસોડા માં વાસણ કરી રહી હતી મેં સમીરાને આવાજ આપ્યો.

“સમીરા, , , અઠવાડિયા ની રજા મૂકી દે, અને હા સવારે અમી માટે ત્રણ ચાર જોડી કપડા લાવીએ અને કાલે બપોર પછી જમી અને નીકળી જઈએ, અને હા રૂકસાના ને ફોન કર કે અમે આવીએ છીએ, રસ્તા માં તું કાર ચલાવી લઈશ ને ?,

“હા સલીમ હું સવારે બધી તૈયારી કરી લઈશ, અને કાર મેં બે વર્ષ પહેલા ચલાવી હતી, તો પણ રસ્તો સાફ હશે તો ચલાવી લઈશ, ”હસતા હસતા સમીરા એટલું કહી ને ફરી વાસણ કરવા રસોડામાં જતી રહી, અને મારા મગજ માં ક્રાંતિકરી વિચારો આવવા લાગ્યા, અસલમ ને રીસીવ કરવા જવાનો હતો અને મારે એકવાર મુમતાઝ ને મળવા ની તીવ્ર ઈચ્છા હતી,

લાખો રૂપિયા ની લુટ કરી ગઈ એ વાત નો મને જેટલો દંજ હતો તેનાથી વધારે મારા પરિવાર ને એક મોટો ઝટકો આપી ને ગઈ હતી, મારા હાથ માં ખંજવાળ આવીતી હું બન્ને હાથ ઉપર કરી અને મારી હથેળીઓ જોઈ રહ્યો હતો કે ક્યાં હાથ થી મુમતાઝ ને લાફો મારું, ઉંધા હાથ નો મારું કે સીધા હાથ નો..

બીજા દિવસે સવારમાં અમીની પસંદના કપડા લીધા રસ્તા માં ટ્રાવેલિંગ માટે જરૂરી ચીજ વસ્તુની ખરીદી કરી અને બપોરે જમી અમે મુંબઈ માટે નીકળી ગયા, અસલમ ને રીસીવ કરવા અમી ખુબ ખુશ હતા, .

ક્રમશઃ આવતા ગુરુવારે........