તુજ મેં રબ દિખતા હૈ Dipesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તુજ મેં રબ દિખતા હૈ

“તુજ મેં રબ દિખતા હૈ યારા મેં ક્યાં કરું”

““હેલ્લો વિનય કેમ છે મજામાં, આ શનિ-રવિમા તો ઘરે આવીશ ને ??” ૪૫-૫૦ વર્ષના મંજુલા બેન એ પોતાના ૨૭ વર્ષના વ્હાલ સોયા દીકરા વિનયને લાગણી થી પોતાના ઘરે આવવાનું કહ્યું, મંજુલા બેન અને તેના પતિ મનસુખ ભાઈ ને બે સંતાનો એક ૩૨ વર્ષની દીકરી વીણા કે જેના લગ્ન 6 વર્ષ પહેલા જ અમદાવાદમાં કર્યા અને એક દીકરો વિનય જે પોતાનું માસ્ટર્સ પોતાના જ ગામ અમેરીલીમાં થી કરી ને હાલ છેલ્લા ૪-૫ વર્ષથી બરોડામાં જોબ કરે છે. વિનય વિજ્ઞાન પ્રવાહનો તેસ્જવી વિદ્યાર્થી હતો. તે સ્કુલ કે કોલેજની પરીક્ષા માં હમેશા ૧-૫માં નંબર પણ મેળવતો, તેનું જનરલ નોલેજ-કોમન સેન્સ એક દમ પાવરફુલ હતું.તે કોલેજમાં ખાસ્સો પોપ્યુલર હતો. હા એક વાત એ બીજા બધા તેની ઉમરના છોકરાઓ કરતા અલગ હતો કે તે “નાસ્તિક” હતો.ધર્મમાં બિલકુલ ન માનનારો હતો.

“હા મમ્મી આ વિક-એન્ડ હું આવું છુ પાક્કું પણ એક શરત કોઈને મળવા કે છોકરી જોવા નહિ જાઉં”, વિનય એ થોડાક ભાર સાથે મંજુલા બેન ને કહ્યું.

“હા હા કઈ વાંધો નહિ તું ખાલી ઘરે તો આવ, પાક્કું આ વખતે ક્યાય પણ નહિ જાય”, મંજુલા બેનને તેના પિતા મનસુખભાઈ ને આંખ મારતા, મંદ-મંદ હસતા વિનય ને જવાબ આપ્યો. આવું વિનયને એટલે કેહવું પડવું કારણકે આની પેહલા પણ એક વાર ઘરે ખોટું બોલીને વિનયને બોલાવ્યો હતો અને વિનય ને એક છોકરી પણ દેખાડી હતી.મંજુલા બેનને તો છેલ્લા ૨-૩ વર્ષથી આ એક જ ઉપાધી છે કે વિનયનું ક્યાંક થઇ જાય તો એની જિંદગીના બધા કામ પુરા, પછી શાંતિ થી બેસીને ભજન-કીર્તન કરી અને જાત્રા એ જઈ. આપણા સમાજમા મેરેજ/લગ્નને એ એક સર્કલ, ડ્યુટી, ફરજીયાત ગણવામાં આવે છે જેમ કે પોલીયો ડ્રોપ કેમ હોય આ તો ફરજીયાત લેવા જ પડશે અને આ સમાજને પણ એની ચિંતા, જેના લગ્ન થવાના હોય કે બાકી હોય તેના કરતા વધારે હોય છે, જો માણસ લગ્ન કરે તો જ એનું જીવન કમ્પ્લીટ કેહવાય.(અપવાદ રૂપી ઉદાહરણ ઘણા છે પણ એ અપવાદ જ છે).

વિનય પોતાના ઘરે આવી ગયો હતો સજના ૫ વાગે તેના હોલમા બેઠો હતો, મમ્મી મંજુલા બેન અને મનસુખ ભાઈ પણ તેની સામે જ બેઠા હતા, મમંજુલા બેન એ પાછો વિનય ને ન ગમતો ટોપિક સારું કર્યો.

” વિનય લગ્ન વિષે કઈ વિચાર્યું ક્યારે કરવા છે, તારી ઉમર પણ હવે ....”

“તારી ઉમરના તારા દોસ્ત, ભાઈ, સગા-સંબધીઓ બધા ના લગ્ન થય ગયા છે”

“જો તને કોઈ છોકરી ગમતી હોય કે ત્યાં કોઈ જોઈ રાખી હોય તો અમને કઈ વાંધો નથી લવ મેરેજમાં પણ, અમારે તો ખાલી તું સુખી રહે એજ મહત્વનું છે. મંજુલા બેન વિનય સામે લાગણી સાથે બોલી ગયા.

“ના મમ્મી એવું કઈ નથી, પણ થોડોક સેટ થય જાવને એની જ રાહ જોવ છુ, હજી બે-ત્રણ વર્ષ જવાદે ને પછી તું કહે ત્યાં કરી લગ્ન કરી લઈશ” વિનયએ નિર્દોષ ભાવ સાથે મમ્મીને પોતાની વાત કહી.

આ વખતે મમ્મી પણ ક્યાં માનવાની હતી એ તો નક્કી કરી ને જ બેઠી હતી આ વખતે આવે એટલે તો પૂરું , નક્કી નહિ તો ઓછામા ઓછી ૨-૩ છોકરીઓ તો બતાવી જ દેવી છે.

મંજુલા બેન :” હા તારી વાત સાચી છે વિનય પણ છોકરી જોવાનું ચાલુ તો કર ૧-૨ વર્ષ તો એમાજ નીકળી જવાના, પસંદ પડે ના પડે, તને ગમે ણ ગમે છોકરી વારા ને ગમે ના ગમે અને ૧-૧.૫ વર્ષ તો સગાઇ કે ખાલી નક્કી કરી ને પણ રાખી શકાય ને!!!!! “

વિનય:” મમ્મી એટલે જ હું ઘરે નથી આવતો તું ઈમોશનલ બ્લેક મેલ કરીને ગમે તેમ સમજાવીને તું છોકરી જોવા લઇ જાય છે”

મંજુલા બેન :” આ વખતે છેલ્લી વખત તું આજે આવ્યો જ છે તો એક છોકરી જોઈ લે જો નાં ગમે તો તું કહે ત્યારે સુધી બીજી વાર આ ટોપીક પર ક્યારેય વાત નહિ કરું તારા “સમ” બસ શાંતિ” વિનયની હા/ના સાંભળ્યા વગર જ મંજુલા બેને કોઈકને ફોન કર્યો અને કહ્યું “અમે ૬ વાગે આવી એ છીએ તમારા ઘરે ઓકે” એટલું કહી ને ફોન કટ કરી દીધો.

મંજુલા બેન :” હવે શેની રાહ જોશ જા જલ્દી કપડા બદલાવ, આપણે થોડીક વારમા જ નીકળવું છે.

ના ચોખી ના ની પૂર્વ આયોજન, તૈયારી સાથે વિનય અને તેના મમ્મી-પપ્પા ઘરે થી ૪ કિલોમીટર દુર છોકરી જોવા ગયા.હા છોકરી જોવા કોઈ મધ્યસ્થી કે વચેટિયા સંબધી કે સગા-વ્હલા દ્વરા સૂચવેલ ઘરે અમે ગયા.સાંજના સવા ૬ - સાડા ૬ થયા હશે મેં બ્લુ શર્ટ અને ક્રીમ પેન્ટ પહેર્યું હતું, મમ્મી મંજુલા બેન એ ડાર્ક મરુન કલરની ફૂલની ડીઝાઇન વાળી સાડી અને પપ્પા મનસુખ ભાઈ એ યેલ્લો થીન લાઈનીંગ વાળો શર્ટ એન્ડ ડાર્ક બ્લેક પેન્ટ પેહ્ર્યું હતું.

વિનય અને તેનો પરિવાર ઘરની અંદર પ્રવેશ્યા. એક ૭૦-૮૦ વર્ષના ડોશી સફેદ સાડીમાં આવ્યા અને આવો આવો કેમ છો કેહવા લાગ્યા.વિનય એ પણ હાથ જોડી નમસ્કાર કરી તેની સાથે જ ઘરના હોલમાં જઈને બેઠા.એક સોફો હતો જેના પર વિનય અને તેના મમ્મી-પપ્પા ત્રણેય બેઠા હતા, સોફાની સામે જ એક ૪૦-૪૫ વર્ષના ભાઈ ચેક્ષ વાળા શર્ટમાં એક પલંગ પર બેઠા હતા, વિનય એ અનુમાન લગાડ્યું તે છોકરીના પપ્પા હોવા જોઈએ. એક બેન યેલ્લો સાડીમાં અંદરના રૂમમાંથી હોલ માં આવ્યા અને ચેક્ષ શર્ટ વાળા ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં જ તેની બાજુમાં બેસી ગયા. તે છોકરી ના મમ્મી હોવા જોઈએ વિનય એ ફરી પાછુ અનુમાન લગાડ્યું. વિનય જે હોલમાં બેઠો હતો તે અને ઘરની જે દિશામાં મારી નજર જઈ શકે તેમ હતી તે દિશામાં વિનય એ જોયું. સોફાની બાજુમાં જ એક LCD હતું તેની નીચે એક DVD પણ હતું, ટીવી થી બે ત્રણ ફૂટ ઉપર મહાદેવનો ફોટો હતો અને આટલીજ સાઈઝના બીજા ચારેક ભગવાન ફોટા હોલની અલગ-અલગ દીવાલો પર હતા. વિનય જેવા છોકરાને જે લગ્નની “ના” પહેલાથી નક્કી કરી રાખી હોય એના માટે આ ફોટાઓ બીજું મજબુત કારણ બની રહ્યું. સોફાની સામે પલંગની ઉપર એક ૪-૫ વર્ષની છોકરીનો ફોટો ૧૦’x૨૦’ નો હતો તે છોકરી જેને વિનય જોવા આવ્યો છે એજ હોવી જોઈએ વિનયએ ફરી પાછો અંદાજો લગાડ્યો.

છોકરીના મમ્મી એ હવે સવાલોની બંદુકમાંથી ગોળી છોડવાની શરુ કરી, ”શુ નામ છે, કેટલું ભણ્યા, કેટલો પગાર છે વગેરે વગેરે.” વિનયએ શાંતિથી બધા સવાલના જવાબ આપ્યા અને આટલી વાર શાંતિ રાખ્યા પછી જે બોવ બોલકા છે એ મજુલાબેને એક કાગળ છોકરીના મમ્મીને આપ્યો જે વિનયનો બાયો-ડેટા હતો, આનાથી થોડીક વાર વિનય ને સવાલોથી રાહત થઇ.

ત્યારે જ એક બાજુ થી હાથ માં ટ્રે લઈને એક ૨૪-૨૫ વર્ષની ખુબસુરત યુવતી લાઈટ બ્લુ કોટનનું ટોપ, એનેજ મેચીંગ બ્લુ ચુની, અને સફેદ ચોયણી, કાળી ભમ્મર આંખ, શ્યામ વર્ણી પણ નમણી, શરીરનો બંધો એકદમ મધ્યમ, મોઢા પર પ્લાસ્ટિકના સ્માઈલ સાથે વિનય તરફ આવી. બાયો-ડેટા જોઇને જે આટલી વારથી શાંત થય ગયા હતા તેને આ વખતે પોતાની છોકરીનાં વખાણની ગોળીબારી શરુ કરી.”આ મારી રિધ્ધી છે એનીજીનીયરનું ભણી છે ડીપ્લોમાં અને અત્યારે કોલેજમાં ભણાવા પણ જાય છે મહીને ૧૫૦૦૦-૨૦૦૦ હજારતો આરામથી કમાઈ લે છે રશોઈ અને ઘર કામ તો નાનપણથી જ આવડે છે બસ એને લાયક સારો મુરતિયો મળી જાય એટલે ઘણું આપણે બીજું શુ જોઈએ.”

વિનયઅ ને રિધ્ધીની બે સેકેંડ માટે આંખ મળી. વિનય એક પાણીનો ગ્લાસ ટ્રે માંથી ઉપાડ્યો અને એક જ ઘુંટડામા પી ગયો, ખાલી ગ્લાસ ટ્રે માં લઈને તે છોકરી જતી રહી. જેનું અત્યાર સુધી વિનય ને નામ પણ ખબર ન હતી તેના વિષે વિનય વિચારવા લાગ્યો હતો..તેની ચોખી ના હવે ખાલી ના માં બદલાય રહી હતી , રિધ્ધી ને જોઇને વિનય જાણે સમોહિત થય ગયો હોય એવું લાગ્યું. વિનય “લવ એટ ફર્સ્ટ સાઈટમા” માનતો ન હતો હા પણ “લાઈક એટ ફર્સ્ટ સાઈટ તો” શક્ય છે ને???

છોકરીના મમ્મીએ મંજુલા બેન ને કહ્યું, “હવે છોકરા-છોકરીને વાત કરવી હોય તો અંદરના રૂમમાં જઈ શકે છે, એ બન્ને ને જે પૂછવું હોય તે મોઢે મોઢ પૂછી લે અમારા જમાનામાં તો આવું ન હતું.મારા બાપુ કહે તે ફાઈનલ જ હોય.”

મંજુલા બેન:” હા સાચી વાત મારા લગ્ન પણ એવી રીતે જ થયા છે વિનય ના પપ્પા સાથે, પણ હવે જમાનો બદલાય ગયો છે, પહેલી વાર જોવા આવે તેની પહેલા પણ ફેસબુક થી વાતો કરી લે છે, એક બીજા વિષે જાણી લે છે”

વિનય અંદર એક બીજો રૂમ હતો ત્યાં બેઠો. થોડીક વારમા જ ત્યાં રિધ્ધી આવી. શરુઆતની ૧-૨ મિનીટ એક પણ શબ્દ બોલ્યા વગર એકદમ શાંતિ રહી, પછી એકી સાથે બન્ને બોલ્યા, “તમારે કઈ પૂછવું હોય તો....” બન્ને હસી પડ્યા અને પાછા ચુપ થઈ ગયા. હવે વિનય એ બોલવાનું ચાલુ કર્યું આત્મવિશ્વાસ સાથે “ હું એક શબ્દ બોલીશ તમારે એ શબ્દનો જવાબ એક જ શબ્દથી આપવાનો અને પાછો એક શબ્દ મારા માટે કહેવાનો.”

રિધ્ધી એ તેના વાળની લટ જે તેના ગાલ સાથે રોમાંસ કરી રહી હતી તેને હળવેથી કાન પાછળ રાખી અને માથું હલાવીને હા પાડી. વિનય આ શબ્દ રમત, ગેમની શરૂઆત કરવા જઈ રહ્યો હતો.વિનય જયારે બરોડાથી પોતાના ઘરે અમરેલી આવ્યો અને આ સમયે તેની માનશીક સ્થિતિ ઘણી બદલાઈ ગઈ હોય છે હવે તેની જે ચોખી ના અને ના હતી તેમાંથી ધીમે ધીમે હા તરફ જઈ રહ્યો હોય એવું લાગ્યું.

વિનય : “ફિલ્મ”,

રિધ્ધી : “બોલીવુડ” , “શાહરૂખ ખાન”,

વિનય :થોડુક હસીને ”દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે” , “સલમાન ખાન”,

રિધ્ધી :જરાક અમથી આંખ ઉંચી કરીને ”હમ આપકે હે કોન” , “કલર”

વિનય :”બ્લેક એન્ડ બ્લુ”, “સ્પોર્ટ્સ”

રિધ્ધી :”કોઈક વાર ક્રિકેટ”, “વિરાટ કોહલી”

વિનય ;”ધોની” , “પોલીટીક્સ”

રિધ્ધી :”નોટા(NOTA)” , “ફેશબુક”,

વિનય :”ટ્વીટર”, “ભગવાન”

રિધ્ધી :”કૃષ્ણ” , “યોર્સ????”

આ 10-૧૫ મિનીટ માં વિનયમાં ઘણો બદલાવ આવી ગયો હતો તે ખુશ હતો ખબર નહિ કેમ , તે વિચારવા લાગ્યો કે અહિયા થી જઈને મમ્મી ને કહી દેવું છે કે હા હું રેડી છુ મને ગમે છે આ છોકરી.

રિધ્ધી :” હેલ્લો ક્યાં ખોવાય ગયા??””

વિનય : શુ કહ્યું ?? સોરી??

રિધ્ધી :“મેં કૃષ્ણ કહ્યું અને તમને પણ પૂછ્યું”

વિનય :”તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યાં કરું”

રિધ્ધી શરમાય ને રૂમની બહાર ચાલી ગઈ કદાચ આ હા નો ઈશારો હશે કે શુ ???

એક નાસ્તિકને કોઈક ગમી ગયું હતું, જે લગ્ન માટે હજી બે-ત્રણ વર્ષની રાહ જોવાનું કેહતો હતો તેને કોઈક ગમી ગયું હતું, માસ્ટર્સ કરેલો વિનય જે લગ્નની ના પડતો હતો આજે તેના વિષે વિચારવા લાગ્યો હતો.

#barot