ભીંજાયેલો પ્રેમ Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીંજાયેલો પ્રેમ

(અમે બંને પાછા પલળવા લાગ્યા પાછી એ જ પરિસ્થિતિ આવી ગયી અને મને તે જ વિચારો આવવા લાગ્યા.ફરી હું અટકી ગયો, આ વખતે રાહીએ મને પૂછ્યું, “મેહુલ મારે તને એક વાત કહેવી છે.”

મેં કહ્યું “મારે પણ એક વાત કહેવી છે.”

પણ વાતાવરણ એટલું રોમેન્ટિક હતું કે અમે બંને શબ્દો નહિ પણ આંખોથી વાત કરતા હતા)

CONTINUE

રાહી મારી આંખોને વાંચી શક્તિ હતી પણ શબ્દોના સુર એટલા અસ્પષ્ટ હતા કે અમે બને એકબીજાને સમજી શકતા ન હતા.

“બોલ મેહુલ તારે કંઈક કહેવું હતું ને?”રાહીએ મને પૂછ્યું.

“ના પેલા તું કહે,તારે ભી કંઈક કહેવું હતું.”

“બસ એ જ કે આજે શું થાય છે??? આવું પહેલા તો થયું જ નહિ.”તેણે ગંભીરતાથી કહ્યું.

“કેવું નહિ થયું?” મેં પૂછ્યું.

“આટલી ખુશ હું ક્યારેય થઇ નથી પણ હું કોઈ દિવસ આમ ઘરે ખબર વિના બહાર પણ નથી નીકળી,કેટલા બધા વિચાર આવે છે યાર કઈ જ સમજાતું નથી.”મારી આંખોમાં આંખ પરોવતાં તેણે કહ્યું.

મેં રાહીના બંને ગાલપર હાથ રાખતા કહ્યું “મારે પણ બસ આજ કેહવું હતું કે સવારની તું શું કરી રહી છો રાહી.”

“મને જ ખબર નથી હું શું કરી રહી છું??....., જે હોય તે ચલ હવે મોડું થઇ ગયું છે આપણે નીકળવું છે ને?” તેને કહ્યું.

“હા ચાલ” છેવટે હું તેને કઈ કહી ના શક્યો.

હજી વરસાદ મુશળધાર શરુ હતો આજે વરસાદનો મને સારો એવો સાથ મળ્યો હતો.બીજીબાજુ અર્પિત અને સેજલ પણ પલળી ગયા હતા અને અર્પીત પણ સેજલ સાથે વાતોમાં મશગુલ જણાતો હતો.

અમે લોકો ત્યાંથી નીકળ્યા ત્યારે બધાના ચહેરા પર અજીબ ઉદાસી હતી, ખબર નહિ કોના લીધે અને કોના માટે હતી પણ કોઈ એકબીજા સાથે વાત નો’હતું કરતુ.મેં બધાને કહ્યું “આમ ઉદાસ કેમ છો?,મજા ના આવી આજે?”

“ના એવું કઈ નથી મજા જ આવી પણ અત્યારે મજા નથી આવતી.”સેજલે કહ્યું.

“કેમ શું થયું તને બકુ,કોઈ ખાસ વ્યક્તિની યાદ આવે છે ??” મેં અર્પિત સામે જોતા મજાકમાં કહ્યું.

“ના આવું કઈ નથી મેહુલિયા”સેજલે કહ્યું.

“તો શું છે યાર બંને મેહુલ ભેગા થયા એટલે તમને નથી ગમતું ને!!!. ચાલો હું નાસ્તો કરાવું મને ખુબ જ ભુખ લાગી છે.” કહીને બાઈક એક નાસ્તાની દુકાને ઉભી રાખી.નાસ્તો કરતા કરતા અમે કોલેજની કેન્ટીનમાં નાસ્તો કરતા કરતા જે હસી મજાક કરતા તે યાદો તાજી કરી જેથી બધાના ચહેરા પર પેલી ગુમ થઇ ગયેલ હસી પાછી આવી ગયી.નાસ્તો કરી અમે પાછો ભાવનગર વાળો રસ્તો પકડ્યો,,,બાઈક ભાવનગર વાળા રસ્તા પર જ ચાલતી હતી પણ મારું મન હજી

નયને ફોનમાં કહેલી વાત પર જ હતું.મેં રાહીને પૂછ્યું મજા આવી??

“કોઈકે કહ્યું હતું કે દરિયા કિનારે કોઈકની સાથે બેસવાની ખુબ જ મજા આવે પણ મને લાગે છે તે ભૂલી ગયું હશે...” મોં ચડાવવાનું નાટક કરતા તે બોલી.

“એક વાત કહું રાહી???”મેં અચકાતા અવાજમાં કહ્યું.

“એક જ કહેજે હો.”તે હજી બિન્દાસ હતી.

અર્પિત અને સેજલની બાઈક આગળ નીકળી જાય તે માટે બાઈક ધીમી કરી નાખી.થોડી વાર પછી મેં રાહિને કહ્યું “તું મારી સાથે હોય છે ત્યારે મને ઉદાસીનો ખ્યાલ જ નથી આવતો, તે મને સવાલ પૂછ્યો હતોને દુ;ખ શું છે, તારા વિના રહેવાની કલ્પના કરું તો તે મારા માટે દુ;ખ છે,અને હું દુ;ખને પસંદ નથી કરતો.”આટલું કહીને હું અટકી ગયો.રાહીએ મને કહ્યું “એતો મને પણ ખબર છે બીજું કઈ??”

“હું તને લાઇક કરું છું,...… રાહી સાંભળે છો તું ?, જવાબ તો આપ.”

“બાઈક ઉભી રાખ મેહુલ પ્લીઝ.” મારા મગજમાં વિચારો આવતા જ બંધ થઇ ગયા ,રાહીએ કેમ બાઈક ઉભી રાખવી હશે?.મેં બાઈક ઉભી રાખી તે નીચે ઉતરી અને કહ્યું “CAN YOU HUG ME NOW.”

મેં જોરથી તેને મારી બહોપાશમાં જકડી લીધી.મેં એટલી જોરથી જકડી હતી કે કદાચ તેને દર્દ થતું હતું(મેં કોઈ દિવસ કોઈને આટલી જોરથી HUG નથી કર્યું એટલે આટલી જોરથી મારાથી HUG થઇ ગયું હશે.) પણ તેણે મને કહ્યું નહિ અને તે પણ આટલા જ જોરથી મને ગળે બાઝી ગયી હતી.

“બોલ રાહી શું તું પણ મને એટલી જ પસંદ કરે છો જટલો હું તને પસંદ કરું છુ.”મેં રાહીની આંખોમાં આંખ પરોવતા કહ્યું.

“અત્યારે નહિ તને જવાબ મળી જશે.”તેણે મને કહ્યું.

“આવું કેમ કહે છો જો પસંદ કરતી હોય તો હા કહે નહીતર આપણે સારા મિત્ર તો છીએ જ.”મેં અચકાતા અચકાતા કહ્યું.

“હા હું તને પસંદ કરું જ છુ અને તું જેટલો મને પસંદ કરે છો તેના કરતા પણ વધારે પણ......”તે વાત કહેતી કહેતી અટકી ગયી.

“પણ શું રાહી??” મેં પૂછ્યું.

(હવે તેણે મને ઘણા બધા કારણો આપ્યા જેની ચર્ચા હું અહી કરવા ઈચ્છતો નથી.)

“રાહી એ બધું ઠીક છે પણ તું મારી સંપર્કમાં તો રહીશને જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી,પછી આગળ જોયું જશે જે થાય તે.”મેં બેહદ ઉસનીતાથી કહ્યું.

તેણે મને તેનો મોબાઈલ નંબર આપ્યો અને કહ્યું “ અરે ગાંડા હું તારી સાથે જ છું અને સાથે જ રહીશ,તારે જયારે વાત કરવી હોય ત્યારે મને ફોન કરજે બસ.”

મેં પણ તેને મારો નંબર આપ્યો અને કહ્યું “તારે પણ જયારે મારી સાથે વાત કરવી હોય ત્યારે મને ફોન કરજે OKK.”

“OKK” રાહિએ પેલી કાતિલ સ્માઈલ આપી મને ઘાયલ કરી નાખ્યો.

“ચલ હવે પેલા લોકો આગળ નીકળી ગયા હશે,આપણને જોઈશે નહિ તો કારણ વગર ચિંતા કરશે.”મેં આવું કહ્યું બોલો.

હા ચાલ કહી અમે બાઈક ત્યાંથી સરકાવી લીધી.સાતથી આઠ કિલોમીટર કાપતા આગળ તે બંને સાથે થઇ ગયા.ભાવનગરથી વીશેક કિલોમીટર દુર હતા તો મને એક વિચાર આવ્યો..

મેં રાહીને કહ્યું “રાહી અત્યારે મારે એક જોરદાર HUGની જરૂર છે પ્લીઝ તું મને HUG કરીશ.”

તેણે મને જોરદાર HUG કર્યો.થોડી વાર અમે બંને ચુપ રહ્યા પછી રાહીએ મને એવું કઈક કહ્યું જે સાંભળીને હું સ્તબ્ધ થઇ ગયો.તેણે કહ્યું “ મેહુલ તું સવારમાં અને હમણાં જે કરતા અટકી ગયો હતો તે કરી લેવાનું મને મન થાય છે” મને ખબર હતી છતા ભી હું સાવ અનજાન હોઉં તેમ પૂછ્યું “હું શું કરતા અટકી ગયો હતો અને તને અત્યારે શું કરવાનું મન થાય છે.”

“બસ હવે અનજાન બનવાની કોશિશ ના કર હો તને બધી જ ખબર છે.” તેણે મને માથા પર ટાપલી મારતા કહ્યું.

મેં કહ્યું “શું મને નહીં ખબર હો,તારે કહેવાનું છે?.”

“તું સવારે જે કીસ્સી કરતા અટકી ગયો હતો તે જ.”તેણે નખરા કરતા કહ્યું.

“કીસ્સી?” મેં મચક લેતા કહ્યું. “બસ મેહુલ યાર, I LOVE YOU.”

“શું ???,,,શું કહ્યું તે રાહી.”મેં વાત સાંભળી હતી છતાં પૂછ્યું.કારણ બસ મને વિશ્વાસ જ નો’હતો આવતો કે રહીએ મને I LOVE U કહ્યું.

“એ હું બોલી ગયી હવે ,તે ના સાંભળ્યું તો મારી ભૂલ નથી”

“હા પણ તે પેલા બધા કારણો આપ્યા તેનું શું?”મેં તેને પૂછ્યું. “હા તે બધા કારણ તો સાચા જ છે પણ કોઈકની મારા માટે ફીલિંગ્સ જોઈને તે કારણોને અવગણવા પડ્યા.”તેણે સ્પષ્ટતા કરતા કહ્યું.

“OKK”મેં કહ્યું. “બસ બીજું કઈ નહિ કહે માત્ર OKK જ.” તેણે મને સવાલ કરતા પૂછ્યું.

“I LOVE YOU TOO બસ , હવે ખુશ?”જે હું કોલેજ શરુ થઇ ત્યારે વિચારતો હતો તે સપનું આજે સાકાર થયું હતું.”

(દોસ્તો તમને લાગતું હશે આટલી વાત કેહવામાં આટલો બધો સમય અને બુકના બે થી ત્રણ ભાગ લઇ લીધા,પણ મારે આ ઘટનાનો એક એક પલ મહેસુસ કરવો હતો એટલે આવું થયું હશે.)

જયારે મેં રાહીને જશોનાથ ડ્રોપ કરી ત્યારે પાંચ વાગી ગયા હતા અને રાહીએ ઘરે આ જ સમય આપ્યો હતો એટલે તેને પણ કઈ પ્રોબ્લેમ નહિ થયો હોય, અર્પિતે પણ સેજલને તેણે નક્કી કરેલ સ્થળે ડ્રોપ કરી દીધી.આમ રાહી સાથેની મારી મુલાકાત પ્રેમમાં પરિણમી હતી..

(સવારે હું ઘરેથી નીકળ્યો ત્યારે મેં વિચાર્યું ન હતું કે હું રાહી સાથે આટલો આગળ વધીશ માત્ર મને તેનો સાથ જ પસંદ હતો પણ મારા માટે પેલી નયનની વાતો અમૃત સમાન બની રહી જેન થકી જ રાહી મારી ગર્લફ્રેન્ડ બની.....એક મીનીટ ગર્લફ્રેન્ડ જ ને??..હા....અભાર ,હો નયન તારો.)

રાત્રે રાહીનો ફોન આવ્યો , દિવસે જે પણ ઘટના બની હતી તેની ચર્ચા અમે કરતા હતા...પહેલેથી જ હું જેવું ફિલ રાહી માટે કરતો હતો તેવું જ ફિલ રાહી મારા માટે કરતી હતી પણ તે કહી શકતી ન હતી.મને આ બાબતથી કઈ ફર્ક નથી પડતો કેમ કે અત્યારે રાહી મારી ગર્લફ્રેન્ડ હતી જે વાતથી હું ખુબ જ ખુશ હતો.

પછી તો મારી લાઈફ બદલાઈ ગયી રોજે કોલેજની કેન્ટીનમાં નાસ્તો કરવાન અને સાથે લેક્ચર બંક મારવાનો , બગીચાની એક બેન્ચ પર બંનેએ હાથમાં હાથ રાખી બેસવાનું અને કલાકોના કલાકો સુધી સાથે રહેવાનું , બૂક બદલવાના બહાને શાયરી લખવાની અને એકબીજાનું બૂક પર પોતાની નિશાની છોડવાની આ બધી પ્રવૃત્તિથી હું અને રાહી ખુબ જ ખુશ હતા અને આમને આમ જ અમારી F.Y.Bcom ની exam પૂરી થયી ગયી.હવે અમે બંને ત્રણ મહિના સુધી મળી શકવાના ન હતા એટલે છુટા પડતી વેળાએ સ્વાભાવિક રીતે આંખો ભીની થયી ગયી હતી.રાહીએ મને કહ્યુ “મેહુલ તું મને મળવા તો આવીશને?”

મેં માત્ર માથું જ હલાવ્યું હતું ત્યાં તે મને ભેટી પડી અને ડૂસકે ડૂસકે રડવા લાગી….

Be Continue

-Mer Mehul