શત્રુંજય તીર્થ અને તેની ટૂંકો ની માહિતી shreyansh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શત્રુંજય તીર્થ અને તેની ટૂંકો ની માહિતી

*શત્રુંજય તીર્થ પર આવેલ છીપાવસહી ટૂંક વિશે જાણવા જેવી માહિતી* ➡ *છીપાવસહી* ⬅????આ નાની ટૂંક ભાવસાર ભાઈઓએ વિ. સ. ૧૯૭૧ માં બંધાવી હતી. મૂળનાયક શ્રી આદિશ્વર પ્રભુ છે. ટૂંક માં ૬ મંદિરો છે. તેમાં જે બે ચમત્કારી દેરીઓ તરીકે પ્રસિદ્ધ છે તે બંને દેરીઓ સામે સામે હતી. એક ની સ્તુતિ કરતા બીજાને પૂંઠ પડતા આશાતના થાય તેથી શ્રી નંદિષેણસૂરિશ્વરે કલ્યાણમંદિર અને ભક્તામર સ્ત્રોત્રની જેમજ ભક્તિ ભરેલા હૈયાથી અજિતશાંતિ નું સ્તવન બનાવ્યું અને બોલ્યા. તેના પ્રભાવે બને દેરી ઓ જોડે જોડે થઇ ગઈ.????ગિરિરાજ પર આવેલી અન્ય ટૂંકોની રચનાની સરખામણીમાં આ ટૂંક પ્રમાણમાં નાની છે. આ ટૂંકમાં કુલ – ૩ દેરાસર અને ૨૧ દેરીઓ છે. આરસની કુલ ૫૨ પ્રતિમાઓ બિરાજમાન છે.????નાનકડી આ ટૂંકમાં ગભારાની કોતરણી-રચના કલાની દ્રષ્ટીએ જોવાલાયક છે. મૂળનાયક તરીકે શ્રી આદિનાથ પ્રભુ બિરાજે છે.????આ ભાવસાર ભાઈઓને છીપાઓનો ધંધો હતો તેથી તેનું નામ છીપાવસહી પાડવામાં આવ્યું.*શ્રી અજિતશાંતિ સ્તોત્ર????શ્રી અજિતનાથ અને શ્રી શાન્તિનાથનાં પગલાંવાળી દેરીઓની સન્મુખ જૈનોનું પ્રખ્યાત અજિતશાંતિ સ્તોત્ર રચાયું હોવાની અનુશ્રુતિ જૈનોમાં સેંકડો વરસોની પરંપરામાં સંભળાતી આવી છે. ????આ સ્તોત્રની રચના નંદીષેણ મુનિ નામના જૈનધર્મના ખ્યાતનામ મુનિએ કરી હતી.???? કથા એવી છે કે નંદીષેણ મુનિ શત્રુંજય તીર્થની સ્પર્શના કરતા કરતા પ્રદક્ષિણા કરી રહ્યા હતા એ દરમ્યાન આ દેરીઓની સમીપે આવ્યા અને ત્યાં તેમને પ્રભુની કાવ્યમય સ્તવના કરવાની ઇચ્છા થઈ.???? નંદીષેણ મુનિ પોતે બહુ સમર્થ કવિ હતા. એ વખતે અજિતનાથ અને શાંતિનાથની દેરીઓ આજે છે તેમ પાસે પાસે નહીં, પરંતુ સામસામે હતી. આથી નંદીષેણ મુનિને મૂંઝવણ થઈ કે સ્તવના કરવા બેસવું કઈ રીતે. ????એક દેરી સામે બેસે તો બીજી દેરી તરફ પીઠ આવે. જૈનો ભગવાન તરફ પીઠ કરતા નથી. આથી તેમણે બન્ને દેરીઓથી થોડા દૂર રહીને એક જ સ્તોત્ર દ્વારા બન્ને દેરીઓમાં રહેલા ભગવાનની સંયુક્ત સ્તવના કરી. ????કહેવાય છે કે નંદીષેણ મુનિની ભક્તિભરી સ્તવનાના પ્રતાપે સામસામે રહેલી દેરીઓ દૈવી પ્રભાવથી એક જ હરોળમાં આવી ગઈ. ????આ સ્તોત્ર અજિતશાંતિના નામે જૈનોમાં વ્યાપક પ્રસિદ્ધિ ધરાવે છે અને તે અત્યંત ચમત્કારી મનાય છે. *જૈનોનાં નવ વિશિષ્ટ સ્મરણોમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે.* *શત્રુંજય તીર્થ પર આવેલ સાકરવસહી ટૂંક વિશે જાણવા જેવી માહિતી* ➡ *સાકરવસહી* ⬅????આ ટૂંક અમદાવાદના શેઠશ્રી સાકરચંદ પ્રેમચંદ વિ. સં. ૧૯૮૩ માં બંધાવી હતી.????તેમાં મૂળનાયક શ્રી ચિંતામણી પ્રભુ છે. આ મૂર્તિ ખૂબજ મનોહર છે. તે મૂર્તિ પંચધાતુની છે. ????એમની બાજુએ સ્ફટિક રત્નના સાથીયા છે, પદ્મપ્રભ સ્વામીના બે મંદિરો છે.????શેઠ લલ્લુભાઈ જમનાદાસે સંવત ૧૮૯૩ માં એક દેરાસર બંધાવ્યું હતું અને બીજું મંદિર શેઠ મગનલાલ કરમચંદે એજ વર્ષમાં બંધાવ્યું હતું, અને ????આ ટૂંક માં પાંચ પાંડવોનું મંદિર પણ છે.????સાકરચંદ શેઠે બંધાવેલ હોવાથી તેનું નામ સાકરવસહી પડ્યું*શત્રુંજય તીર્થ પર આવેલ નંદીશ્વર દ્વીપ–ઊજમફઈ ની ટૂંક વિશે જાણવા જેવી માહિતી* ➡નંદીશ્વર દ્વીપ–ઊજમફઈ ની ટૂંક⬅ ????અમદાવાદના નગરશેઠ શ્રી પ્રેમાભાઈના ફઈ ઊજમ ફઈ એ આ ટૂંક વિ. સ. ૧૮૯૩ માં બંધાવી હતી. ????આ ટૂંક માં નંદીશ્વર દ્વીપમાં આવેલા બાવન જિનાલયોની રચના કરવામાં આવી છે. તેથી આના બે નામો છે નંદીશ્વરદ્વીપ ની ટૂંક અથવા ઊજમફઈ ની ટૂંક. *શત્રુંજય તીર્થ પર આવેલ હેમાવસહી ટૂંક વિશે જાણવા જેવી માહિતી* ➡ *હેમાવસહી*⬅મોગલ સમ્રાટ અકબર બાદશાહના ઝવેરી અમદાવાદના નગરશેઠ શાંતિદાસ શેઠ ના પ્રપૌત્ર શ્રી હેમાભાઈએ આ ટૂંક વિ. સ. ૧૮૮૨ માં બંધાવી ને શ્રી શાંતિસાગરસૂરીના વરદ હસ્તે સં. ૧૮૮૬ માં તેની પ્રતિષ્ઠા કરી હતી. તેમાં મૂળનાયક શ્રી અજીતનાથ પ્રભુ છે. તેમાં બીજા પાંચ મંદિરો પણ છે. આ ટૂંકના મંદિરો માં ૩૨૦ પ્રતિમાઓ અને ધાતુની ૮ પ્રતિમાઓ બિરાજે છે.હેમાભાઈ શેઠે આ ટૂંક બંધાવી હોવાથી તેનું નામ હેમવસી – હેમાવસહી પડ્યું.*શત્રુંજય તીર્થ પર આવેલ પ્રેમવસી – મોદીની ટૂંક વિશે જાણવા જેવી માહિતી*➡ *પ્રેમવસી–મોદીની ટૂંક* ⬅અમદાવાદના વેપારી મોદી પ્રેમચંદભાઈ લવજીએ આ ટૂંક વિ. સ. ૧૮૩૭ માં બંધાવી હતી. આ ટૂંક માં મૂળનાયક આદિનાથ પ્રભુ છે. તેની સામે સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુનું મંદિર છે. તે મંદિર માં અત્યંત કારીગરીવાળા વખાણવાલાયક સાસુ-વહુ ના બે ગોખલા છે. આ ટૂંક માં બે નામ છે , એક પ્રેમવસી અને બીજું મોદીની ટૂંક કારણકે અટક મોદી હતી માટે. આ મંદિર માંથી બહાર નીકળી થોડાક પગથીયા ઉતાર્યા બાદ પહાડ ના પથ્થરમાં કોતરેલી – શ્રી આદિનાથ દાદાની ૧૮ ફૂટ ઉંચી પ્રતિમાજી છે જેને લોકો અદબદજી દાદાના નામે ઓળખે છે. જેનું ખરું નામ અદભુત આદિનાથ છે. વિ. સ. ૧૬૮૬ માં ધર્મદાસ શેઠે બનાવી પ્રતિષ્ઠા કરી હતી. તે પ્રભુ ની વર્ષમાં એક વાર પૂજા પ્રક્ષાલ ને આંગી થાય છે.પ્રેમવસહી આ ટૂંકમાં મુખ્ય ૭ દેરાસરજી છે ઉપરાંત ૫૧ દેરીઓ ૧૪૫૨ ગણધરના પગલા છે. આ સાત દેરાસરોમાં સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુના બે મંદિરો છે, સુરતવાળા શેઠશ્રી રતનચંદ ઝવેરચંદ અને પ્રેમચંદ ઝવેરચંદે બંધાવેલા છે. શ્રી અજિતનાથ પ્રભુનું મંદિર પાલનપુરવાળા મોદીએ બંધાવેલું છે. અને બીજા બે ચંદ્રપ્રભજી ના દેરાસરો મહુવાના નીમા શ્રાવકો અને રાધનપુરવાળા શેઠશ્રી લાલચંદભાઈએ બંધાવેલ છે. આ ટૂંકમાં નીચે એક કુંડ આવેલો છે, અને આ કુંડના પગથિયા પાસે ટૂંક ને બનાવનાર મોદી કુટુંબની કુળદેવી ખોડીયાર દેવીની મૂર્તિ છે.આ પ્રેમવસહી ની ટૂંકમાં ૧ > ઋષભદેવ પ્રભુ ૨ > પુંડરીક સ્વામી ૩-૪ > શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ૫ > શ્રી અજિતનાથ ૬-૭ > શ્રી ચંદ્રપ્રભ સ્વામી એમ કુલ ૭ મંદિરો છે.*શત્રુંજય તીર્થ પર આવેલ બાલાવસી ટૂંક વિશે જાણવા જેવી માહિતી**બાલાવસી*હાલ મુંબઈમાં જે ગોડીજી નું દેરાસર છે, તેને બંધાવનાર ઘોઘા નિવાસી શ્રી દીપચંદ ભાઈ એ આ ટૂંક વિ. સ. ૧૮૯૩ માં બંધાવી હતી. આ ટૂંક માં મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુ છે. પ્રભુજીની મૂર્તિનું પરિકર ખૂબજ કલામય છે. તેના માળ ઉપર ચૌમુખજી પ્રતિમા છે. બીજું પુંડરીક સ્વામીનું મંદિર પણ પોતેજ બંધાવેલું છે. ત્રીજું મંદિર ચૌમુખજીનું છે. આ મંદિર મુંબઈવાળા શેઠશ્રી ખુશાલચંદના ધર્મપત્ની ઉજમબાઈએ સં. ૧૯૦૮ માં બંધાવેલ છેવાસુપૂજ્ય સ્વામીનું મંદિર સં. ૧૯૧૬ માં કપડવંજ ના રહીશ મીઠાભાઈ ગુલાબચંદે બંધાવ્યું છે. શ્રી અજિતનાથ પ્રભુનું મંદિર ઈલોરવાળા માનચંદ વિરચંદે બંધાવેલું છે. અને શાંતિનાથ પ્રભુનું મંદિર પુનાવાલા શાહ લક્ષ્મીચંદ હીરાચંદે બંધાવ્યું છે.બાલાવસહીની ટૂંક માં ૧ > શ્રી આદિનાથ પ્રભુનું મંદિર ૨ > શ્રી પુંડરીક સ્વામીનું મંદિર ૩ > ચૌમુખજી નું મંદિર ૪ > શ્રી વાસુપૂજ્ય સ્વામીનું મંદિર ૫ > શ્રી અજિતનાથજી નું મંદિર ૬ > શ્રી શાંતિનાથજી નું મંદિર.આ દીપચંદભાઈ નું હુલામણું નામ બાલાભાઈ હતું તેથી આ ટૂંક નું નામ બલાવસી અથવા બાલાભાઈ ની ટૂંક એમ બોલવા લાગ્યું.*શત્રુંજય તીર્થ પર આવેલ મોતીવસી – મોતીશાની ટૂંક વિશે જાણવા જેવી માહિતી**મોતીવસી – મોતીશાની ટૂંક* શ્રી શત્રુંજયપર બંધાયેલી ટૂંકો માં સૌથી મોટી ટૂંક આ મોતીશા શેઠની છે. આ મોતીશા શેઠની ટૂંક બંધાઈ નહોતી ત્યારે અહી મોટી કુંતાસરની ખીણ હતી જેને જોતા ચક્કર આવી જાય આવી મોટી લાંબી અને ઊંડી ખીણ પૂરીને આના પર આ ટૂંક બાંધવામાં આવી છે. મુંબઈ ના ધનાઢ્ય વેપારી શેઠ મોતીશાને એક નિમિત્તથી શ્રી શત્રુંજય પર ટૂંક બંધાવાની ઈચ્છા હતી, પણ ગિરિરાજ પર ટૂંક બાંધવા માટેની જગ્યા જોઈએ તેવી જડતી ન હતી. ત્યારે તેઓને આ કુંતાસર નામની ખીણ પૂરીને એના ઉપર ટૂંક બાંધવાનો વિચાર આવ્યો. વાળી આ રીતે જો ખાઈ પૂરીને ટૂંક બાંધવામાં આવેતો યાત્રિકોને જે ફરી ફરી ને દાદાના દરબારમાં જવું પડતું હતું તે પણ સીધું થઇ જાય. પરંતુ બે પહાડો વચ્ચેની ખીણ પૂરવાનું કામ સહેલું ન હતું. ત્યાતો લાખો કરોડો ની વાત થાય. અને ખીણ પુરાયા પછીજ ટૂંક બંધાય. છેવટે સાહસિક અને ધર્મની ધગશવાળા શેઠે ખીણ પૂરવાનો વિચાર નક્કી કર્યો, અને લાખો ના ખર્ચે પુરાવી અને તેના પર ટૂંક ની રચના કરાવી.૧૬ મોટા મંદિરો અને ૧૨૩ દેરીઓ થી મંડિત આંખોને ઠારતી ને હ્રદયને ઉજ્જવળ બનાવતી આ ટૂંકનો ખર્ચ લાખો અને કરોડો ના હિસાબે થયો હતો. ( આજની ગણતરીએ તો આકડા પણ ના મૂકી શકાય ) એક કહેવાય છે કે આ ટૂંક બનાવતા જે દોરડાઓ વપરાયા હતા , તેનો ખર્ચ જ લાખોના હિસાબે થયો હતો.ભવ્ય રંગમંડપ અને વિશાળ પટાંગણમાં બનેલી “મોતીવસહી” ની પાછળ શેઠ મોતીશાનો ઉત્સાહ, ધર્મ, ભાવના, ધર્મપ્રત્યેની ઊંડી શ્રધ્ધા અને વિશાળ દ્રષ્ટિ જણાઈ આવે છે.આ ટૂંક બાંધવાની શુભ શરૂઆત મોતીશાહ શેઠે કરી હતી, પણ ટૂંક બંધાઈ ને તૈયાર થતા પ્રતિષ્ઠા પહેલા તેમનો સ્વર્ગવાસ થયો. તેથી તેમના પુત્ર શ્રી ખીમચંદભાઈ એ વિ. સ. ૧૮૯૩ માં તેની ભવ્ય રીતે પ્રતિષ્ઠા કરી. આ મંદિર નો દેખાવ નલિની ગુલ્મ વિમાન જેવો છે. આ ટૂંક માંથી દર્શન કરી ને દાદાની ટૂંક માં જવાય છે.આ ટૂંક માં ૨૭૨૨ આરસની પ્રતિમાઓ છે. ૧૪૩ ધાતુની પ્રતિમાઓ અને ૧૪૫૭ પગલાની જોડ યાત્રિકોને જોવા મળે છે. અલૌકિકતાને સાકાર કરતી નલિની ગુલ્મ વિમાન ના આકાર જેવી આ ટૂંકની રચના પૂરી કરતા – ૭ વર્ષ લાગ્યા હતા, ૧૦૦ સાલતો તથા ૩ હજાર મજૂરોએ રાત-દિવસ કામ કર્યું હતું.પરંતુ વિધિની ભવિતવ્યતા કઈક જુદીજ વાત કરી રહી હતી. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શેઠ બીમાર પડ્યા. અને તેમાંથી તેઓ ન જ બચી શક્યા. જે કામ તેઓએ આદર્યું હતું , તે કામ તેમના પુત્ર શ્રી ખીમચંદ ભાઈ એ પૂરું કર્યું. સવા લાખ માણસોનો સંઘ લઇ ખીમચંદ ભાઈ પાલીતાણા પધાર્યા તે વખતે તેમના સંઘમાં ૫૨ સંઘપતિઓ હતા.પ્રતિષ્ઠા વખતે અમી વૃષ્ટિ થઇ અને કહેવાયું કે *લાવે લાવે મોતીશા નવણજળ લાવે.......* આજે પણ આ પંક્તિઓ ગવાઈ રહી છે.........