બિહામણો અનુભવ Yagnesh Choksi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બિહામણો અનુભવ

બિહામણો અનુભવ

દિવાળી એટલે રોશની નો તહેવાર પણ મારા જેવા માણસ માટે તો એક નાનું વેકેશન જે હું ઘરવાળા સાથે વિતાવી સકું. એટલે દરવરસે આતુરતાથી રાહ જોવાની અહીંયા હું મારી સાથે બનેલા એક ઘટનાની વાત કરવા જઈ રહ્યો છું. આ ઘટના મારી સાથે પાંચ વર્ષ પહેલા બની હતી. હું એ સમયે અમદાવાદ માં નોકરી કરી રહ્યો હતો. અને મારુ ગામ એટલે આદરીયાના એ અમદાવાદ થી એકસો વિસ કિલોમીટર દૂર છે. એટલે દિવાળી માં રજાઓ હોય એટલે હું ઘરે જાઉં અને ચાર દિવસ ના વેકેશન નો સમય ઘર મારા ગામ માં વિતાવી સકુ. અહીંયા હું જે ઘટના ની વાત કરવા જઈ રહ્યો છું એ મારી સાથે પાંચ વરસ પહેલા બની હતી પણ હજુ સુધી એ ઘટના મારા મગજ માં ક્યારેક ક્યારેક ફર્યા કરે છે.

મને પાંચ વર્ષ પહેલા નો એ દિવસ બરાબર યાદ છે. કાળી ચૌદસ એ મારે ઓફિસ માં વધારે કામ હતું એટલે મારે મોડું થઇ ગયું. અને મારા ગામ જવા માટે ની છેલ્લી બસ હું ચુકી ગયો. એટલે મેં મારા એક મિત્ર ગિરીશ ની બાઈક લઈને ઘરે જવા માટે નીકળ્યો. હું ખુબ જ ઉત્સાહિત હતો કે મને આજે મારા ઘરવાળા મારા જુના ફ્રેન્ડ જોડે સમય વીતવા મળશે. આમપણ પોતાનું ઘર, પોતાનું ગામ કોને વાલુ ના હોય. અને સાથે સાથે માતા ના હાથ નું ખાવાનું બસ એ બધું વિચારતો વિચારતો હું હાઇવે પાર જઈ રહ્યો હતો. મેં બાઈક ચાલવતા ચાલવતા મારી કાંડા ઘડિયાળ પર નજર રાત્રીના એક વાગી ગયા હતા. હું ખુબ થાકેલો હતો પરંતુ ઘર પર જવાની ખુશીથી મારા માં એક ગજબ ની શક્તિ ની સંચાર થયો. વચ્ચે વિરમગામ આવ્યું એટલા મેં ત્યાં હાઇવે પર ની હોટલ પર રોકાઈ અને ચા અને નાસ્તો કર્યો. અને હું ત્યાંથી નીકળી ગયો આગળ જતા વિરમગામ થી દસાડા અને પછી વડગામ આવ્યું અને હાઇવે પર થી એક વણાંક આવ્યો અને એક સિંગલ રોડ મારા ગામ અને હાઇવે ને જોડતો હતો એ રોડ પર હું બાઈક ચાલવા લાગ્યો. કદી ચૌદસ ની એ રાત હતી. ચારો તરફ કાળાશ નું રાજ હતું. રસ્તાઓ સુમસામ હતા હાઇવે પરતો મને વાહનો મળેલા પણ આ રસ્તો એકદમ સુમસામ હતો. તમારો નો અવાજ એટલો જોરથી આવતો હતો કે મારા બાઈક ના અવાજ છતાં એ મારા કાન માં ગુંજતો હતો.

હું ઘર ની જેમ જેમ નજીક જઈ રહો હતો એમ એમ હું રોમાંચિત થઇ રહ્યો હતો. હવે હું ઘર ની એકદમ નજીક આવી ગયો હતો. રોડ સિંગલ પટ્ટી હતો અને રોડ ની બંને બાજુ ખેતરો હતા. હવે હું એકદમ ઘર ની નજીક પહોંચી પહોંચવા આવ્યો હતો બસ છેલ્લું પાંચ કિલોમીટર બાકી હતું. એવા માં મને સામે કોઈ ઉભું હોય એવું લાગ્યું ધીમે ધીમે હું એની નજીક આવતો ગયો થોડું નજીક જતા લાગ્યું કે એ કોઈ સ્ત્રી હતી. લાલ કલર ની સાડી પહેરેલી સ્ત્રી. મેં બાઈક ને ધીમે પાડ્યું. હવે હું એ લાલ સાડી પહેરેલી સ્ત્રી ની નજીક આવી ગયો હતો. અચાનક એ સ્ત્રી એ મારી સામે જોયું એકદમ સુંદર હતી એ મને એની નજીક આવાથી એક મન મોહિત કરીદે એવી સુગંધ આવી રહી હતી હતી. પણ મને અચાનક મન માં વિચાર આવ્યો કે આટલી સુમસામ રાત અને અને એવું વેરાન જગ્યા માં આ સ્ત્રી શુ કરતી હશે. ભૂત પ્રેત ની વાતો મારા માટે અફવાઓ હતી. એવામાં મેં એ સ્ત્રી ને પૂછ્યું તમે અહીંયા આવી જગ્યા પર આટલી રાત્રે શુ કરો છો?

એ સ્ત્રી એ મને કીધું કે એનું ખેતર અહીંયા છે અને એ કાળી ચૌદસ ની પૂજા કરવા આવી હતી. મને એનો આ જવાબ થોડો અજીબ લાગ્યો માનવામાં આવે એવો નહતો. અચાનક એને મને કીધું તમે જો આદરીયાના જતા હોય તો મને તમારી જોડે લેતા જશો? મેં તરત કીધુ હા હું ત્યાંજ જાઉં છું તમે બેસી જાવ. એ મારી પાછળ બેસી ગઈ અને મેં ફરી બાઈક ચાલુ કર્યું. વાતાવરણ માં નીરવ શાંતિ હતી હવે તમારો નો અવાજ પણ બંધ થઇ ગયો હતો મને બસ બાઈક નો અવાજ આવતો હતો. મેં પેલી સ્ત્રી ને એનું નામ પૂછ્યું એને કીધું મારુ નામ મધુ છે? મેં કીધું તમને પહેલા ગામ માં જોયા નથી તો એને કીધું કે હું ગઈ સાલ મનોજ સાથે લગ્ન કરીને ગામ માં આવી છું. મેં કીધું કયો મનોજ તો એને કીધું મનોજ પટેલ એટલે મેં કીધું અચ્છા પેલો ધીરો કાકા નો મનીયો તો એને કીધું હા એજ અરે એતો મારો નાનપણ નો મિત્ર છે. તો તો તમે મારા ભાભી થાવ તમે મને કદાચ ઓળખતા નાઈ હોવ એને કીધું મને તમારા વિશે મનોજે વાત કરી હતી. હું માનિયાના ના લગ્ન માં ના આવી શક્યો થોડો કામ માં વ્યસ્ત હતો. પણ ભાભી તમારે આટલી રાત્રે એકલા ના આવું જોઈએ માનિયા ને લઈને આવ્યા ને તો એને કીધું કે મનોજ મારી સાથે આવેલો પણ ધીરુકાકા નું તબિયત સારી નહતી એટલે એ વહેલા નીકળી ગયો અને એને મને કીધું કે એ લેવા આવશે પણ એ આવ્યો નહિ એટલે મેં વિચાર્યું કે નજીક જ છે તો ચાલતા જતી રહું. મને એતો ખ્યાલ હતો કે માનિયા નું ખેતર ત્યાંજ છે અમે નાના હતા ત્યારે ઘણી વાર ત્યાં જતા.

મેં મધુ ભાભી ને મારી અને માનિયાની થોડી વાતો કરી હવે અમે ગામ ની નજીક આવી ગયા. ગામ માં જવા માટે નો જે મુખ્ય રસ્તો છે એના માટે સીધા જવાનું હતી અને ત્યાં એક વણાંક હતો જ્યાં એક તળાવ છે એને એના પરથી એક રસ્તો જે સીધો ગામ માં નીકળાય ત્યાં માનિયાનું ઘર વચ્ચે આવે એટલે મેં એ રસ્તે બાઈક ને વળાવ્યું અને માનિયાનું ઘર નજીક આવી ગયું એટલે મધુભાભી એ મને કીધું કે અહીંયા ઉભું રાખો હું અહીંથી ઘરે જતી રહીશ. મેં નાકા પર બાઈક ઉભું રાખેલું ત્યાંથી બસ સામેજ ઘર દેખાઈ રહ્યું હતું માનિયાનું એટલે મેં કીધું ઠીક છે ભાભી કાલે માળિયે હું ઘરે એવું છું તો મધુ ભાભી એ કીધું કે એ કાલે ખેતરેજ મળશે. ખેતરે મને થોડું અજીબ લાગ્યું. હું ત્યાં થી નીકળી ગયો. હું ત્યાંથી ઘર ગયો ઘરે બધા મારી રાહ જોઈને બેઠા હતા અઢી વાગવાની તૈયારી હતી. હું ખુબ થાકી ગયો હતો એટલે મેં ઘરમાં બધાને કીધું આપડે ઊંઘી જઇયે તમે લોકો ક્યારના જાગો છો અને મને પણ ઊંઘ આવેછે.

સવારે જયારે હું ઉઠ્યો તો મને થોડું મોઢું થઇ ગયેલું દિવાળી નો દિવસ હતો ઘરમાં બધા તૈયાર થઇ ને મારા ઉઠવાની જ રાહ જોઈ રહ્યા હતા. મેં ચા પિતા પિતા મારા પિતાજી ને કીધું પપ્પા શુ ચાલે છે ગામ માં? તો એમને મને કીધું બાકી બધું તો ઠીક છે પણ આ તારા મિત્ર માનિયા ની પત્ની મધુ બે દિવસ થી મળી નથી રહી. એની તાપસ ચાલુ છે. મેં એમની સામે જોઈને કીધું અરે કાલે રાત્રેજ હું એને માનિયાના ઘરે મૂકીને આવ્યો છું. શું કાલે રાત્રે તને એ ક્યાં મળી તો મેં કાલ રાત ની બનાવ ની વાત કરી. તો એમને મારી વાત માં વિશ્વાસ ના આવ્યો હું તરત માનિયાના ઘર તરફ નીકળી ગયો.

માનિયાના ઘર ની બહાર લોકો ની ભીડ હતી પોલીસ વાળા પણ હતા હું માનિયાના ઘર માં ગયો તો ત્યાં માનિયાની માં રોઈ રહી હતી. માનિયાની નજર મારા પર પડી એ દોડી ને મારી પાસે આવ્યો અને બોલ્યો તું ક્યારે આવ્યો? મેં કીધું કાલે રાત્રે પણ માનિયા તું મને એમ કે આ દિવાળી ના દિવસે આ બધું શું છે? માનિયા એ કીધું મારી પત્ની મધુ બે દિવસ થી મળી નથી રહી. માનિયા એ કીધું કે એ ગાયબ છે. મેં એને કીધું શુ વાત કરે છે? મેં કાલે રાત્રેજ એને તારા ઘર પાસે ઉતારી હતી મને એ તારા ખેતર પાસે મળી હતી. મનીયો મારી સામે આંખો ફાડી ને જોઈ રહ્યો હતો પછી બોલ્યો અલ્યા તે બીજા કોઈને બેસાડી હશે. એને પોતાનું પાકીટ નીકળી અને મને એની અંદર રહેલા ફોટા ને બાતવ્યો જો આજ હતી. મેં ફોટો જોઈ ને તરત કીધું હા આજ હતી. મનીયો કે જો આ જ હતી તો એ ગઈ ક્યાં ઘરે તો આવી નથી.

મેં તરત પોલીસ વાળા ને મધુ ની વાત કરી મને એ પણ યાદ આવ્યું કે મેં મધુ ને દિવાળી ના દિવસે મળવાની વાત કરી હતી ત્યારે એને કીધું હતું કે એ ખેતરે મળશે. એટલે હું, મનીયો અને પોલીસ ના બે માણસો સાથે અમે માનિયાના ખેતર તરફ નીકળી ગયા. ખેતર માં બધે તાપસ કરી પણ કોઈ માંડ્યું નહિ. પણ બોરવેલ જોડે જમીન તાજી તાજી ખોદેલી હોય એવું લાગ્યું. એ જમીન વિશે માનિયા ને પૂછ્યું તો એને કીધું આ મેં કે મારા માણસો એ નથી કરેલું. બધે સુખી માટી હતી અને ત્યાં થોડી લીલી માટી હતી અને માટી નો કલર પણ અલગ હતો એટલે એને અમે લોકો એ ખોદી અને થોડો ઊંડો ખાડો ખોદતાં અમને મધુ ને લાસ મળી. મનીયો લાસ જોઈને ખુબ રડવા લાગ્યો. મને તો અચરજ થઇ કે કાલે તો મેં એને રાત્રે મારી પાછળ બેસાડી હતી અને માનિયાના કેવા પ્રમાણે તો બે દિવસ થી તો એ ઘરે આવી નહતી. એટલે કાલે મને માંડ્યું એ કોણ હતું? અને કોને મધુ મેં મારી હશે?

પોલીસ વાળા એ તાપસ કરી માનિયા એ કીધું કે દિવાળી ના લીધે મધુ એ સોના ના જે ઘરેણાં પહેરેલા હતા એ ગાયબ છે એટલે પોલિસ વાળા ને લાગ્યું કે કોઈએ લૂંટ ના ઇરાદે આ કહું કર્યું હશે. એવામાં મારી નજર ખાડા માં થોડું દેખાઈ રહેલી કોઈ વસ્તુ પર ગઈ મેં એ ખાડા માં ઉતરી અને એને હાથ માં લીધી એ મોબાઈલ હતો અને ચાલુ હતો. મેં આખો મોબાઈલ ચેક કર્યો એમાં મને કોઈ રેકોર્ડિંગ મળ્યું એને મેં પ્લે કર્યું તો એમાં કોઈ સ્ત્રી ના રોવા નો અવાજ ક્યાંય સુધી આવી રહ્યો હતો અને પછી કોઈ પુરુષ નો અવાજ આવ્યો. અને એ મધુ ના અનૈતિક સંબંધ વિશે કઈ કહી રહ્યો હતો બંને વચ્ચે ઘણી બોલાચાલી થઇ. છેવટે મધુ એ માની લીધું કે હા હું બીજા કોઈને પ્રેમ કરું છું મારે તારી સાથે નથી રેહવું અને એને માનિયાને ઘણા બધા ઉશ્કેરણી જનક શબ્દો કીધા અને તોડી વાર માં અમને કોઈ પ્રહાર નો અવાજ આવ્યો અને એક ચીસ બાદ એ વાતચીત પુરી થઇ ગઈ.

માનિયા એ પોતાનો ગુનો તરત કાબુલી લીધો એને કીધું એ મધુ ને બીજા કોઈ ને પ્રેમ કરતી હતી મને શક હતો મેં એને ઘણી વાર કીધું કે તું બધું બંધ કર પણ એ માનતી નહતી અને છેવટે અમે બે દિવસ પહેલા જયારે અહીંયા આવેલા ત્યારે અમારી વચ્ચે આ બાબત માં ઝગડો થયો અને મેં એના માથા પર મોટા પથ્થર થી ઘા કર્યો. પ્રહાર એટલો જોરથી હતો કે એનો જીવ તરત નીકળી ગયો મને કઈ સમજાયું નહિ એટલે મેં અહીંયા ખાડો ખોદી અને એને દાટી દીધી. પણ એના મોબાઈલ માં કદાચ રેકોર્ડિંગ નું બટ્ટન દબાઈ ગયું હશે એને આ વાત આખી રેકોર્ડ થઇ ગઈ. તને કાલે જે મળ્યું હશે એ એની આત્મા હશે એને એજ આપડને અહીંયા લાવી. હું એકદમ સ્તબ્ધ થઇ ગયો અને માનિયાને પોલીસ વાળાએ પકડી લીધો.

***