ચુડેલ કે ચંડાલ Yagnesh Choksi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચુડેલ કે ચંડાલ

ચા ની લારી પર ચાની ચૂસકી મારતા સુરેશ બોલ્યો અલ્યા ભૂત બુત માં આપડે માનતા નથી .એની સાથે રમેશ એ પણ સહમતી બતાવી,પરંતુ મહેશ કઈ બોલ્યો નહી .એટલે સુરેશ એ મહેશ સામે જોઇને ને કીધું કેમ આલ્યા મહેશિયા તું કેમ કઈ બોલતો નથી. મહેશ જાણે સમાધિ માં હોય એમ એને કઈ જવાબ ના આપ્યો.સુરેશે એને હચ મચાવ્યો અને પૂછ્યું અલ્યા કેમ કઈ બોલતો નથી .મહેશ જાણે ભર ઊંઘ માંથી બહાર આવ્યો હોય એમ એને કીધું આપડે તો માનીએ ભાઈ કે ભૂત હોય.જોને આ પેલા નદીના કિનારે આવેલી હવેલી ક્યાં કોઈ જાય છે ત્યાં અને એવું પણ આપડે સાંભળ્યું છે કે ત્યાં રાત્રે જાય એ પાછુ નથી આવતું અને આવે એ ગાંડું થઇ જાય છે.અલ્યા આ બધી વાતો છે. વિજ્ઞાન એટલું આગળ નીકળી ગયું અને તું ભુતાડો માં પડ્યો છે.

અહીંયા જે હવેલી ની વાત મહેશ કરે છે. એ ઘણી જૂની છે અને હાલ તો એને ખંડેર જ કહેવાય.ગામના લોકો ત્યાં દિવસે જતા પણ ડરે તો રાત્રે તો કોણ જવાની હિંમત કરે.એ હવેલી વિશે આવી લોક વાતો છે કે ત્યાં ઘણા સમય પહેલા એક રાણી રહેતી હતી. રાજા મૃત્યુ પામ્યા અને રાણી ને કોઈ સંતાન નહતું. રાણી માનસિક રોગી હતી.અને ઘણી અજીબ હરકતો કરતી હતી.અને એ સંતાન પ્રાતિ ની ચાહના માં એ તાંત્રિક વિદ્યાઓ કરવવા લાગી.સાંજ પડે અને મહેલ માં અજીબો ગરીબ આવાજ આવે.એને ઘણા જીવો ની બલી પણ ચડાવેલી હતી .ગામ ના લોકો એના થી હવે ડરવા લાગ્યા હતા . લોકો એને ડાયન અને ચુડેલ એવા નામ થી બોલાવતા.

રાણી ની ઈચ્છા પુરતી માટે ઘણા તાંત્રિકો આવતા અને અવ નવી વિધિઓ થતી આવું ઘણા સમય સુધી ચાલ્યું પરંતુ કોઈ ફર્ક ના પડ્યો અને રાણી જેમ દિવસો જતા એમ એ વધારે હતાસ અને નિરાસ થવા લાગી.અને એ ધીમે ધીમે ગાંડી થવા લાગી હતી. એ અજીબો ગરીબ હરકતો કરતી. અને ધીમે ધીમે તાંત્રિકો એ ત્યાં આવાનું બંધ કરી દીધું.ગાંડી રાણી એ તાંત્રિકો ને મારી નાખવાનું ચાલુ કરી દીધું.એટલે રાણી ના ડર થી હવે ત્યાં કોઈ જતું નથી.

રાણી આખા મહેલ માં એકલી રહેતી અને એ હવે મહેલ ની બહાર પણ નીકળતી નહતી.રાણી ને એના મહેલ થી એટલો લગાવ હતો કે એ ત્યાં કોઈને પ્રવેશવા દેતી નહતી.જો કોઈ ભૂલ થી મહેલ માં જાય તો એ મોત ને ભેટે.રાણી નો ડર આખા ગામ માં ફેલાયેલો હતો.એક દિવસ રાણી એજ મહેલ માં મૃત્યુ પામી. લોકો ને જન થાય છે કે રાણી હવે દુનિયા માં નથી. છતાં પણ મહેલ માં જવાની હિંમત કોણ કરે.એમાં એક દિવસ એક બહારગામ થી આવેલો ભિખારી મહેલ ની કહાની થી અજાણ છે એ રાત્રે મહેલ માં રોકાય છે અને સવાર માં એની લાસ મળે છે.લોકો માં એવી વાત ચાલુ છે કે રાણી નું ભૂત હજુ આ મહેલ માં છે અને એને એના સિવાય મહેલ માં કોઈ આવે એ પસંદ નથી.જોકે ભિખારી ની લાસ મહેલ ની જૂની છત નીચે દટાયેલી મળેલી. ઘણા વરસો વીતી ગયા પેઢી દર પેઢી એકજ વાત થતી કે હવેલી પર રાની ની આત્માનો સાયો છે. લોકો એ એને ચુડેલ કહેતા. પેઢી ઓ બદલાઈ પણ મહેલ ની વાયકા એજ ઉપર થી મહેલ ની ડરાવની લોક વાયકાઓ વધવા લાગી.મહેલ માંથી મોડી રાત્રે ભયાનક અવાજો આવતા. અને આવા ભયાનક અવાજો ઘણા લોકો ને સંભાળવા મળતા હતા અને કેટલાક લોકો એ મહેલ માં ભૂત જોયા નો દાવો પણ કરતા હતા

મહેશ,સુરેશ અને રમેશ ત્રણેય સારા મિત્રો છે. સુરેશ અને રમેશ હોશિયાર,સાહસિક અને બહાદુર છે.મહેશ આમતો હોશિયાર છે પરંતુ એ થોડો ડરપોક છે.ચા પીતા પીતા સુરેશ, રમેશ સાથે શરત લગાવે છે અને કહે છે આપડે એ મહેલ માં ત્રણ રાત વિતાવીસું.અને મહેશ ને સાથે રાખીશું એનો ડર અને વરસો થી ચાલી આવતી અફવાઓનો પરદા ફાસ અને સચ્ચાઈ આપડે સામે લાવીસું .મહેશ ને વાત સાંભળતાજ પરસેવો છૂટી જાય છે. સુરેશ અને રમેશ એને ઘણો મનાવે છે અને એ છેવટે માની જાય છે.

પહેલેથી નક્કી કરેલા પ્લાન અનુસાર એ લોકો દિવસેજ મહેલ માં દાખલ થઇ જાય છે અને એક રૂમ માં શાંતિ થી બેસી જાય છે. એમના આ પ્લાન વિશે કોઈને ખબર નથી.એ લોકો બેઠા બેઠા ગપ્પા મારે છે અને રાત પડી જાય છે.રાતે ત્રણે સુતા હોય છે. ત્યાં દરવાજા નો જોર થી ખખડવાનો અવાજ આવેછે અને ચામરચીડીયા અને કોઈ જોર થી ચીસ પડી હોય એવો અવાજ આવે છે.આ સંભાળતા ત્રણેય નો આંખ ખુલી જાય છે. આ સુ સામે ની દીવાલ પર કોઈ સ્ત્રી ની આકૃતિ.મહેશ તો જોઇને બેહોસ થઇ જાય છે.જેમ તેમ કરીને ડરી ને રાત વિતાવેછે.પરંતુ રમેશ અને સુરેશ ને આ બધી બાબત માં કંઈક અલગ દેખાય છે. સવાર પડતાજ એ આખા મહેલ ની તપાસ કરે છે. તપાસ કરતા એમને પ્રોજેક્ટર અને સ્પીકર મળે છે.એટલે રમેશ અને સુરેશ ની શંકા જાય છે અને એમને દાળ માં કંઈક કાળું હોય આવું લાગે છે.

એ લોકો ત્યાંથી નીકળી જાય છે અને રમેશ અને સુરેશ એક પ્લાન બનાવે છે.મહેશ એટલો ડરેલો છે કે એ હવે ત્યાં ફરી જવા માંગતો નથી એટલે એ ઘરે ચાલ્યો જાય છે.રમેશ અને સુરેશ બજાર માંથી નાના કેમેરા લેછે અને એનું કનેકસન ત્રણેય ના મોબઈલ સાથે કરવાનું નક્કી કરે છે.અને આ વાત ની જાણ એ મહેશ ને કરે છે. મહેશ ઘરેજ રેવાનો છે એટલે સુરેશ એને એમ પણ કહેછે જો તને એવું કઈ લાગે તો લોકો ને ભેગા કરીને અમને બચવા આવી જજે.નક્કી કરેલા પ્લાન પ્રમાણે બપોર ના સમય સુરેશ અને રમેશ મહેલ માં જાય છે.કેમેરા લાગવાની જગ્યા ઓ શોધે છે.અને એમને આખો મહેલ આવી જાય અને આખા મહેલ પર નજર રહે એમ કેમેરા લાગવી દીધા.સુરેશ અને રમેશ બંને મહેલ માં એક સલામત જગ્યા પર બેસી જાય છે.

મધરાતે મોઢા પર બુકાની બાંધેલા ૧૫ થી ૨૦ લોકો દેખાયા.અને એમના હાથ માં મોટા મોટા થેલાઓ છે,હાથ માં હથિયાર છે.મહેલ ના એક ભાગ માં પ્રવેશ કરતા એ લોકો બધો સમાન નીચે મુકે છે. અને થેલાઓ ખોલે છે.થેલાઓ માં ગાંજો,બંધુક,ડ્રગ્સ,જેવી ગેર કાનૂની વસ્તુઓ છે.આ બધાનો મુખીયો આગળ ઉભો છે અને એના નિર્દેશ પ્રમાણે મહેલ ના એ રૂમ માં રહેલા ભોયરામાં એ બધી વસ્તુઓ મુકવાનો આદેશ આપે છે.બધી વસ્તુઓ મૂકી દીધા પછી મુખીયો એના ચહેરા પરથી બુકાની હટાવે છે. સુરેશ અને રમેશ ની તો આંખો ફાટી જાય છે. આતો છગન!. છગન એટલે ગામ તો સૌથી સીધો અને ભલો માણસ.

છગન ગામ માં ભજન કરતો અને એની છાપ સીધી અને ભલા અને ભગવાન ના માનસ તરીકે ની હતી.લોકો ક્યારેય કલ્પના માં પણ ના વિચારી સકે કે છગન કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ કરતો હશે.બાકી છગન નો આ ગેરકાનૂની ધંધો તો અડધા રાજ્ય માં વ્યાપેલો છે.છગન પર અત્યાર સુધી એટલે બચેલો હતો કે એ પોતનો ધંધો ગામ માં નહતો કરતો. એના બધા ગ્રાહકો શહેર ના હતા અને એની વચે પણ દલાલો હતા.બાકી શહેર માં જેટલું પણ ડ્રગ્સ વપરાતું એ ની પાછળ છગન હતો.એના લીધે વુયા પેઢી ને એક દમ ખરાબ લત અને નશેડી બની ગયા છે.પોલીસ ઘણા સમય થી તપાસ કરે છે પરંતુ હાથ માં થોડો માલ અને એકાદ નાનો દલાલ બસ બીજું એમના હાથ માં કઈ લાગતું નથી.

છગન નું ખૂંખાર રૂપ ખરેખર એ હવેલી ની ડાકણ કરતા પણ ભયાનક હતું.મહેશ ઘરે થી આ વિડીઓ જોતો હતો.એને સમય સુચકતા વાપરી અને પોલીસ ને જાણ કરી. પોલીસ એક પણ પળ નો વિલંબ કાર્ય વગર સીધા હવેલી પર જાય છે.અને છગન અને એની ટીમ ને રંગે હાથે પકડી લેછે.મહેશ પાછળ થી ગામ વાળાઓ ને લઈને હવેલી માં આવે છે.સુરેશ, રમેશ બંને બહાર આવે છે.મહેશે આખી વાત ગામ વાળા ને પેલા થી કરી દીધી છે.ગામ વાળાઓ ત્રણેય મિત્રો ને ઉચકી લેછે.છગન એ પોલીસ ની સામે બધું કાબુલી લીધું અને એને હવેલી પ્રતે રહેલા ડર નો લાભ લીધો અને થોડી ટેકનોલોજી ની મદદ થી આખું ભૂત નું નાટક કરતો.