અજબ પ્રેમ! Yagnesh Choksi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ભાગવત રહસ્ય - 3

  ભાગવત રહસ્ય-૩   મંદિરમાં પ્રભુના દર્શન કર્યા પછી જ્ઞાની પુરુ...

 • અંધારી આલમ - ભાગ 18 (છેલ્લો ભાગ)

  ૧૮ : સિન્ડિકેટનો અંત... મોહિની, કમલ જોશી અને અજીત મેઘદૂત બિલ...

 • ભીતરમન - 1

  એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં...

 • મારા અનુભવો - ભાગ 3

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:...

 • ચુની

  "અરે, હાભળો સો?" "શ્યો મરી જ્યાં?" રસોડામાંથી ડોકિયું કરીને...

શ્રેણી
શેયર કરો

અજબ પ્રેમ!

અજબ પ્રેમ!

શાહિલ શહેર ના વૈભવી વિસ્તાર માં આવેલા કાફે માં પ્રવેશ કરે છે. કાફે બંધ થવાની તૈયારી છે. અને કાફે માં બે માનસ અને કાફે ના માનસ સિવાય કોઈ નથી. અને હંમેશ ની માફક સોનું કોર્નેર વાડી ખુડસી માં બેઠી છે.શાહિલ એની પાસે જાય છે અને એની બાજુ વાડી ખુડસી માં બેસી જાય છે.

શાહિલ બૌ ગુસ્સા માં છે એનું કારણ સોનું છે. શાહિલ એક વૈભવી પરિવાર માંથી છે. અને એના પરિવાર ને ઘણો જુનો કપડા બનવા ની મિલ છે.એક વૈભવી વિસ્તાર માં મકાન અને જહો જલાલી છે.શાહિલએ કોલેજ પૂરી કરી અને પોતાના વારસાગત ધંધામાં લાગી ગયો છે.અને એ પોતાના પિતાજીની મદદ કરે છે. જયારે સોનું ના પપ્પા પણ કાપડ ના ધંધા માં છે. અને બંને ના પિતાની ની ઈચ્છા હતી કે કોલેજ પતાવી અને બંને લગન કરી લે તો ધંધામાં રહેલો સ્વાર્થ પૂરો થાય. અને બંને સારો એવો નફો કમાઈ સકે!

શાહિલ અને સોનું બંને એક સાથે એકજ કોલેજ માં હતા. બંને સારા એવા મિત્રો હતા. શાહિલ અને સોનું ની મિત્રતા જોતા બંને પારીવારે બંને ની સગાઇ કરી નાખી. શાહિલ પોતાના પરિવાર ના આ નિર્ણય માં સહમત હતો.પણ એનું મન બીજે હતું.શાહિલ દીપિકા ને પ્રેમ કરતો હતો અને આ વાત સોનું પણ જણાતી હતી. પણ સોનું શાહિલ ને પ્રેમ કરતી હતી.

દીપિકા એક સામાન્ય પરિવાર માંથી હતી અને એના પરિવાર ના ઘણા સપના એની સાથે જોડાયેલા હતા. દીપિકા દેખાવ માં સ્વર્ગ ની કોઈ અપસરા થી કામ નથી. શાહિલ ને એકજ નજર માં એની સાથે પ્રેમ થઇ ગયો હતો. કોલેજ માં શાહિલ, સોનું અને દીપિકા સાથેજ રહેતા. અને સોનું ને જાહતી હતી શાહિલ દીપિકા ના પ્રેમ માં છે. પણ એ મન થી શાહિલ ને ખુબ પ્રેમ કરતી હતી અને એને પામવા માટે કઈ પણ કરવા માટે તૈયાર હતી.

સોનું દેખાવ માં ખુબજ સુંદર છે પરંતુ એના માં ખુબ ઘમંડ અને ગુસેલ સ્વભાવ ની છે.સોનું ની જિંદગી વૈભવી છે અને એને મોજ શોખ માં રચાતી રહે છે. અને એને શરાબ ની લત પણ છે.એ શાહિલ ને પામવા માટે કોઈ પણ હદ પાર કરી સકે છે. પણ તે શાહિલ સામે વિનમ્રતા તી વર્તન કરે છે અને એના વર્તાવ દીપિકા સાથે પણ સારો છે.

શાહિલ અને સોનું કાફે માં બેઠા છે શાહિલ સોનું ની માફી માંગે છે અને કહે છે હું મારા વર્તન થી દિલગીર છું.અને બંને માટે કોફી ઓર્ડર કરે છે.અને એને કહે છે હું તારા પર ગુસ્સે નથી પણ પોતાના પિતાજી પર છે કારણ કે એમને પૂછ્યા વગર લગન નક્કી કરી નાખ્યા.એમને મારા આ જીંદગી ના અમૂલ્ય નિર્યણ માં મને તો પૂછવું જોઈહતું.

સોનું તો ખોટું ના લગાવીસ આપડે બંને એક બીજા ને ઘણા સમય થી ઓળખીએ છીએ.અને લાંબા સમય થી મિત્રો છીએ પરંતુ એનો મતલબ એ નથી કે આપડે બંને લગન કરીજ લાઈસુ અને તું પણ જાણે છે હું દીપિકા ને ઘણા સમય થી પ્રેમ કરું છું. અને એના વગર જીવી નઈ સકું.

સોનું એ શાહિલ ના હાથ પર હાથ રાખીને આંખોમાં આંખ પરોવીને કીધું હું તારી વાત સમજી સકું છું. પણ પરિવાર માં નિર્યણ સામે કઈ થઇ સકે એમ નથી. શાહિલ એ સોનું ને કીધું લગન કરીસ તો દીપિકા જોડે નઈ તો નઈ કરું.શાહીલે એ કીધું કે એ એને પિતાજી ને વાત કરશે પણ એના પિતાજી એક અઠવાડિયા માટે શહેર ની બહાર ગયેલા છે. એ આવશે એટલે એ વાત કરશે એમ કઈ ને સોનું અને શાહિલ બંને કાફે માંથી જુદા પડ્યા.

આ વાત ને બે દિવસ વીતી ગયા સોનું તરફ તી કોઈ મેસેજ નહાતા અને અચાનક બે દિવસ પછી સોનું ને મેસેજ આવ્યો આપડે બંને સાંજે એજ કાફે માં માડીસું જ્યાં આપડે મળીયે છીએ. શાહિલ એ દિવસે કામ માં હોવા થી ભૂલી ગયો એને સોનું ને મળવા જવાનું છે. અને એને યાદ આવે છે અને એ સોનું ને મેસેજ કરે છે. આપડે રાતે ૯ વાગે માડીસું.અને એ નિર્ધારિત સમયે કાફે પહોચી જાય છે.

શિયાળા ની એ રાત માં કાફે માં એજ સોનું ની પસંદ ની જગ્યા કોર્નેર વાડી ખુડસી માં સોનું બેથી હતી અને શાહિલ એની બાજુ માં બેસે છે. બૌ ભીડ નથી લોકો વધારે ઠંડી ના લીધે ઘરો માં હતા. સોનું ડઘાઈ લી લાગે છે એના ચહેરા પર ડર છે. અને એ ડરેલી લાગે છે શાહિલ એને પૂછે છે કે તું કેમ ડરેલી છે. કઈ થયું છે.સોનું એટલું પૂછતાં રડવા લાગે છે અને કહે છે શાહિલ મને બચાવી લે મેં દીપિકા ને મારી નાખી!. મેં ...મેં દીપિકા ને મારી નાખી. એ ગરીબ છોકરી. મારા થી ભૂલ થઇ ગઈ અને સોનું એ ફરી કીધું મેં દીપિકા ને મારી નાખી.

અને એ ખુબ રડવા લાગી અને એનું ગળું સુકાવા લાગ્યું. શાહિલ એ પાણી મગાવ્યું વેઈટર શાહિલ સામે અજીબ નજર થી જોવા લાગ્યો એવું શાહિલ ને લાગ્યું. એને સોનું ને પાણી આપી અને સાંત થવા કહ્યું.અને પૂરી વાત જાણવા માટે કહ્યું. સોનું એ કીધું કે પહેલા એ તને મળવા આવા માંગતી હતી પણ તું બીઝી હતો અને તારો માસેજ આવ્યો એટલે એ દીપિકા ને મળવા માટે ગઈ.અને એ દીપિકા ને મળી અને કહેવા માંગતી હતી કે આપડી બંને ની જિંદગી માંથી નીકળી જાય. એ દીપિકા ને મળી અને દીપિકા એ એને કીધું એના લગન બીજે નક્કી થઇ ગયા છે.

અને ની આ વાત થી એ શાંત થઇ ગઈ. પરંતુ અચાનક દીપિકા ગુસ્સા માં આવી ગઈ અને એને છરી વડે એના પર હુમલો કર્યો અને કહ્યું હું તને મારી નાખીસ અને પોતાના બચાવ મેં સોનું એ દીપિકા ને મારી નાખી.સોનું એ કીધું કે એને એ સમજાતું નથી કે કેમ એ એને મારવા માંગતી હતી જયારે એના લગન બીજે નક્કી થઇ ગયા હતા.

શાહિલ આ વાત માં વિશ્વાસ કરે એમ નહતો કારણકે એ દિપક ને ખુબ સારી રીતે જાણતો હતો.અને એને એ સમજાતું નહતું બંને માં આવું તો સુ થયું હશે.પરતું જે પણ બન્યું એ એક સપના જેવું હતું અને એ સ્વીકાર્વ્યા વગર કોઈ રસ્તો નહતો.જે પણ હોય સોનું હું તને મદદ કરીશ.

શાહિલ એ સોનું ને કીધું આપડે પોલીશ પાસે જૈયે અને બંને બહાર નીકળીએ.શાહિલ એ સોનું ને કાર ચાલવા આપી સોનું કાર ચલાવતા વચે આવતા એક સુમસામ રસ્તા પર કાર ચાલી રહી હતી.અને અચાનક સુમસામ જગ્યા પર કાર ઉભી રહી અને એક શાહિલ ને ધુમાડો દેખાયો અને એ ધુમાડા એ એક યુવતી નું રૂપ લીધું અને બાજુ માં સોનું પણ નહતી. શાહિલ ખુબ જ ગભરાઈ ગયો.અને એ ધુમાડો એની નજીક આવ્યો અને એ ખુબ ડરેલો હતો એને સમાજ નહતી પડતી સુ કરે. અને એને કાર નો દરવાજો ખોલી અને એ જંગલ તરફ ભાગવા લાગ્યો.

અને ભાગતા ભાગતા એ પડી ગયો એને બેહોસ થઇ ગયો સવારે જયારે એની આંખ ખુલી એ પોલીસ સ્ટેસોન માં હતો.અને પોલીસ ને એની સાથે બનેલી પૂરી ઘટના નું કીધું.

પોલીસ દીપિકા ના ઘરે ગઈ અને સાથે શાહિલ પણ હતો એના ઘરે તપાસ કરતા ખબર પડી કે દીપિકા તો કાલે સાંજે સોનું સાથે ગઈ તી અને હજુ સુધી ઘરે આવી નથી. પોલીસે પોતાની તપાસ આગળ વધારતા જે વિસરતાં માં શાહિલ મળ્યો હતો ત્યાં આજુ બાજુ માં તપાસ કરી અને પોલીસે ને સોનું અને દીપિકા ની લાસ મળી. અને પોલીસે તપાસ માં જાણવા મળ્યું બંને વચે હાથપાઈ થઇ હતી અને એમાજ બંનેનો જીવ ગયો હતો.

શાહિલ ને ખુબ જ નવી લાગી કાલે એ સોનું ની આત્મા સાથે હતો અને એને સોનું એ કીધેલા છેલ્લા શબ્દો હજુ પણ કાન માં ગુંજે છે. શાહિલ મારી સાથે લગન કરીશ. સોનું અને દીપિકા જીવતા હતા ત્યારે પણ શીલ જોઈતો હતો અને મૃત્યુ પછી પણ બંને ને શાહિલ જોઈએ છે.