પ્રેમ એક લાગણી Yagnesh Choksi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

પ્રેમ એક લાગણી

Yagnesh chokasi

ychoksi@gmail.com

પ્રેમ એક લાગણી

મેડિકલ કોલેજ ની નજીક માંજ ગર્લ્સ હોસ્ટેલ હતી.એની હોસ્ટેલ ના ગેટ ની બહાર ગેટ ની બરાબર સામે એક ચાની લારી.હરરોજ સવારે ત્યાં છોકરીઓ ની ભીડ રહેતી. એ ચાની લારી પરજ છોકરીઓ ની મિટિંગ થતી અને એ છોકરીઓ કાલ ની ડોક્ટરો હતી.ચાની લારી વાળા ચંદુકાકા સાથે જાણે એમને ઘરોબો થઇ ગયેલો.ચંદુકાકા ની ચા વગર સવાર પડે એ બને જ નહિ.નવી છોકરી ઓ આવે એ પણ ત્યાંજ ચા પીવા માટે જતી હતી.ચંદુકાકા સવાર માં ત્રણ વાગે લારી પાર આવી જતા એટલે આખી રાત વાંચી અને થાકી ગયેલી છોકરીઓ ત્યાં જ ચા પીવે.આમતો ચંદુકાકા ના ત્યાં ઘણા ગ્રાહકો આવતા પરંતુ આ છોકરીઓ પ્રતેય ચંદુ કાકા ને કૂણી લાગણી હતી.એ એમની છોકરીને ડોક્ટર બનાવ માંગતા હતા પરંતુ નાની ઉમરમાંજ એ કાળ નો કોળીઓ બની ગઈ.એટલે એ હોસ્ટેલ ની દરેક છોકરી માં એમની પોતાની છોકરી જોતા.

ચંદુકાકા ના ત્યાં એક છોટુ કામ કરતો હતો.છોટુ આમતો ઉમર માં વિસ વરસ નો હશે એનું સાચું નામ જતીન હતું પરંતુ છોટુ નામ એને હોસ્ટેલ ની છોકરીઓ દ્વારા ભેટ મળેલું.એ ને ચંદુકાકા લાવેલા ત્યારે એ દર વરસનો એક અનાથ છોકરો હતો.દાસ વરસનો એ છોટુ જતીન બોલવામાં એક દમ સરસ અને એની વાત કરવાની રીત એ ત્યાં આવતી છોકરીઓ ને ખુબ ગમતી ત્યારથી એનું નામ છોટુ પડેલું કદાચ નવી આવેલી છોકરીઓ ને તો ચોંટુનું સાચું નામ પણ ખબર નહતી.છોટુ હવે ત્યાં આવતી છોકરીઓ ને ચાની સાથે હસાવતો પણ હતો એમનું મનોરંજન કરતો હતો.છોટુ કોઈ પણ ફિલ્મી સ્ટાર ની મિમિક્રિ કરતો અને એ ત્યાં આવતી છોકરીઓ ને હસવાનો પ્રયત્ન કરતો હતો. હોસ્ટેલ નો છોકરીઓ ત્યાં છોટુ ના જોક્સ અને મિમેકરી સાંભળવા માટે જતા હતા.છોટુ દેખાવ માં એક દમ સુંદર લાગતો હતો પરંતુ એના ફાટેલા અને મેલા કપડાં એની સુંદરતા ને ઢાંકી દેતા હતા.છોટુ એટલે જતીન ની છ ફૂટ હાઈટ હતી આંખો એની વાદળી કલરની અને વાળ એના ભૂરા કલરના હતા.જો એને સારા કપડાં પહેરાવીને તૈયાર કરવામાં આવે તો એ કોઈ ફિલ્મ સ્ટાર થી કામ નહતો.

એવામાં વેકેશન નો સમય ગાળો પૂરો થયો અને નવા વરસ ની છોકરીઓ નો પ્રવેશ થવાનો હતો.નવી આવેલી છોકરી માટે ચંદુકાકા દર વર્ષે ચોકલેટ લાવતા.વેકેશન માંથી આવેલી છોકરીઓ ની જમાવડો ચંદુ કાકા ની લારી પાર લાગેલો હતો.અને બધા એક ગોળાકાર કુંડાળું બનાવીને બેઠા હતા.અને વચ્ચે છોટુ એમને હસાવી રહ્યો હતો.બધા ખુબ હસી રહ્યા હતા ચંદુ ની દરેક વાત પાર હાસ્ય ની લહેર ઊડતી હતી.એવા માં એક નવી છોકરી ત્યાં આવી એ પણ એ કુંડાળા માં બેઠેલા તોડા માં ગોઠવાઈ ગઈ એક કલાક સુધી ચાલેલા એ હાસ્ય નો એ કાર્યક્રમ કોઈ ટીવી ચેનલ માં આવતા હાસ્ય ના પ્રોગ્રામ થી કમ નહતો.થોડી વાર પછી બધા ચા પી અને હોસ્ટેલ તરફ જવા લાગ્યા.પરંતુ, નવી આવેલી છોકરી ત્યાંજ બેઠી હતી.ચંદુકાકા ની નજર એના પર ગઈ અને ચંદુકાકા એની પાસે જઈ અને એને એક ચોકલેટ આપી અને કીધું દીકરી પ્રથમ દિવસે છે ઘરવાળો થી દૂર એટલે એમની યાદ આવે પણ તને જયારે ઘર વાળાઓ ની યાદ આવે તો અહીં આવી જજે.અને ચંદુકાકા કે છોટું ને બહું મારી છોટુ ચા પીવડાવ મેડમ ને. છોટુ એ છોકરી ને ચા આપવા ગયો ત્યારે એ છોકરી રડી રહી હતી એટલે મજાકિયા સ્વભાવ છોટુ એ કીધું મેડમ તમે રડશો નથી તમે અહીંયા એક અઠવાડિયું આવશો એટલે તમે મને નાઈ ભૂલી શકો અને અહીંયા તો ક્યારેય રડતા નજર નહિ આવો છોટુ ની વાત એક દમ સાચી હતી એ છોકરી એ થોડી વાર પહેલાજ એની કરામત જોયેલી હતી.

છોટુ ના હાથ માંથી ચા લેતા એને છોટુ ને આભાર કીધું અને છોટુ એ પૂછ્યું મેડમ તમારું નામ શુ છે? પેલી છોકરી એ કીધું મારુ નામ રોમા છે.અને છોટુ એ રોમા ને થોડા જોકેસ કહી અને ખુબ હસાવી.રોમા એ દિવસે ખુબ હસી અને પછી એ છોટુ ની રજા લઇ અને હોસ્ટેલ તરફ ગઈ.

એ રાત્રે રોમા ને પોતાના પલંગ માં ઊંઘ નહતી આવતી એ ઘણી વાર પડખાઓ ફરી ચુકી હતી.એને છોટુ ની કહેલી વાતો યાદ આવતા એના મોડા પાર હતું પણ હાસ્ય આવતું હતું.એ છોટુ વિશે વિચારવા લાગી.એને છોટુ નો ચહેરોજ નજર આવવા લાગ્યો.છોટુ દેખાવ માં તો એક દમ સુંદર હતો અને એ અહીંયા ચાની લારી પાર શુ કરે છે? એની અંદર ની આવડત તો એને ક્યાંય પહોંચાડી શકે છે.એ દિવસે રોમા એ સમયે નક્કી કર્યું કે એ છોટુ માટે કંઈક તો કરશે.

બીજા દિવસે એ સવારે ચાની લારી પાર ગઈ અને છોટુ ને એના વિશે જાણવા કીધું છોટુ એ રોમા ને કીધું કે મારુ નામ જતીન છે છેલ્લા પાંચ વર્ષ માં પ્રથમ વાર કદાચ આ નામ નીકળ્યું છોટુ માટે.અને એક અનાથ ને ચંદુકાકા એ મોટો કર્યો છે.ધીમે ધીમે રોમા છોટુ ને ભણવા લાગી અને એને લખતા અને વાંચતા શીખવાડી દીધું.

છોટુ ને ભણાવતા ભણાવતા રોમા છોટુ ની નજીક આવા લાગી.એને જતીન ને પ્રેમ કરવા લાગી હતી.અને એ દરરોજ છોટુ ને જોતી ત્યારેજ એને શાંતિ મળતી.એને દિવસ રાત છોટુના જ વિચારો આવતા હતા.એ ખુબ ખુશ હતી એની અંદર પેહલી વાર કૂણી લાગણીઓ જન્મી હતી.છોટુ નો ચહેરો જ એને ઠંડક આપતો હતો.એક દિવસે રોમા એ છોટુનો હાથ પકડી અને પોતાના પ્રેમ નો પ્રસ્તવ મુક્યો છોટુ માટે તો રોમા મેડમ હતી છોટુ એક દમ ડરી ગયો એને સ્વપન માં પણ ક્યારેય વિચાર્યું નહતું કે રોમા એને પ્રેમ કરી શકે રોમા તો શુ બીજી કોઈ છોકરી એના પ્રેમ માં પડી શકે.

બે દિવસ સુધી છોટુ ચાની લારી પર દેખાયો નહિ.રોમા એક દમ બેબાકળી થઇ ગઈ એને ચંદુકાકા ને પૂછ્યું છોટુ વિશે તો ચંદુકાકા એ કીધું કે એને તાવ આવે છે એટલે એ ઘરેજ છે.બે દિવસ પછી છોટુ ચાની લારી પર આવ્યો.રોમા એ એને રિવર ફ્રન્ટ પર સાંજે મળવા માટે બોલાવ્યો છોટુ મણિ ગયો.છોટુ એની સાયકલ લઈને રીવેર ફ્રન્ટ પર પહોંચ્યો રોમા પહેલાંથીક ત્યાં હાજર હતી.છોટુ એ રોમાને જોઈ અને એતો એને જોતો જ રહી ગયો.રોમા એ આજે સફેદ કલર નો ડ્રેસ પહેરેલો હતો અને હોઠ પર ગુલાબી કલર ની લિપસ્ટિક લગાવેલી હતી એના હોઠ ગુલાબ ની માફક ખીલી રહ્યા હતા.આંખોમાં એને કાજલ લગાવેલું હતું. વધારે શણગાર કે આકર્શક કપડાં નહતા પહેરેલા પરંતુ એ કોઈ રૂપ સુંદરી થી કામ નહતી.છોટુ અને રોમા બંને રીવેર ફ્રન્ટ પર બેઠા હતા અને એક મેક ની સામે જોઈ રહ્યા હતા.છોટુ એ રોમા ને કીધું કે મેડમ તમે કાલે ડોક્ટર બની જાસો અને હું તો સામાન્ય ચા વાળા ને ત્યાં કામ કરવા વાળો માણસ તમે જિંદગી માં કોઈ ખુશી નાઈ આપી શકું.રોમા એ એના મોં પર હાથ મૂકી અને ચૂપ રેવા માટે કીધું અને રોમા એ છોટુ ની સામે જોઈને કીધું કે મેં તને પ્રેમ કર્યો છે.મને ભૌતિક સુખ સુવિદાઓ માં રસ નથી મેં તને પ્રેમ કર્યો છે મેં કિતાબો માં ઘણું વાંચેલું હતું કે પ્રેમ થાય એટલે લોકો જાત,ભાત,ઉચ્ચ,નિચ્ચ કઈ જોતા નથી પ્રેમ તો એક લાગણી છે બસ થઇ જાય એ સમયે મને આ લાગણી માં કોઈ વિશ્વાસ નહતો પણ આજે હું તારા પ્રેમ માં ખરેખર ગાળા ડૂબી થઇ ગઈ છું.એને એને છોટુ ને હગ કરી અને એના હોઠ પાર એક તસતસતું ચુંબન કર્યું.છોટુ ના શરીર માં જાણે વીજળી નો ઝાટકો લાગ્યો અને એને પણ સામે રોમા ના હોઠ ને ચૂમી લીધા.

એ દિવસ બાદ રોમા અને છોટુ રોજ મળવા લાગ્યા રોઅમે છોટુ ને સારા કપડાં આવ્યા છોટુ જીન્સ માં કોઈ હીરો થી કમ નહતો દેખાતો. બંને મુવી જોવા માટે જતા,ગાર્ડન માં જતા,અને ક્યારેય છોટુ એના ફ્રેન્ડ ના બાઈક પાર રોમા ને વરસાદ માં લોન્ગ ડ્રાઈવે પાર લઇ જતો બંને એક બીજા સાથે ખુબ ખુશ હતા અને જયારે એક બીજા થી દૂર હોય ત્યારે એક બીજા ની યાદ માં ખોવાયેલ રહેતા.

રોમા નો છેલો દિવસ હતો એ હોસ્ટેલ છોડી અને મુંબઈ જવાનીહતી એ દિવસે છોટુ એને ગાડી વળગી અને ખુબ રોયો.રોમા એ એને કીધું એ થોડા સમય માં એને ત્યાં બોલાવી લેશે એમ કહી અને રોમા એ છોટુ ને શાંત પાડ્યો.અને રોમા એ વિદાય લીધી.

રોમા ના ગયા ના એક વરસ નીકળી ગયું પરંતુ એના કોઈ સમાચાર નહતા આવ્યા છોટુ એની યાદ માં પાગલ થઇ ગયો હતો એના થી હવે વિરહ સહન નહતો થતો એટલે એ મુંબઈ જવા માટે નીકળી ગયો.એને એની જિંદગી ની બધી કામની રોમાને શોધવામાં ગુમાવી દીધી હવે એની પોસે પૈસા નહતા એને પાછા પરત ફરવાના પણ પૈસા નહતા એટલે એને ધીમે ધીમે રોડ પર એની અંદરની વિરહ અને વિસાદ ની લાગણી ને છુપાવી અને લોકો ને હસવાનું ચાલુ કર્યું લોકો ને જતીન ખુબ પસંદ આવ્યો.ધીમે ધીમે એના રોડ શૉ ની ચર્ચા આખા શહેર માં થવા લાગી.અને એને બોલિવૂડ માં કામ મળી ગયું ત્રણ વર્ષ માં એને ખુબ પૈસા કમાઈ લીધા એની સાથે લગ્ન કરવા માટે યુવતીઓ ની લાઈન લાગેલી હતી.જતીન રોમા ની યાદ માં શરાબ અને સિગરેટ ના નાસા માં ધૂત રહેવા લાગ્યો.

એક દિવસ એને કહું ની વોમિટ થઇ એટલે એને શહેર ની નામચીન હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો એના રિપોર્ટ પરથી માહિતી મળી કે એને કેન્સર છે અને એ પણ લાસ્ટ સ્ટેગ માં હવે એની પાસે વધારે સમય નથી બચવાની આસ નહિવત અને એની પાસે હવે વધારે સમય નથી.આ વાત ની જાણ જતીન ને કરવા માં આવી એ એક દમ પડી ભાગ્યો એવા માં એની નજર દરવાજા પાર ગઈ ત્યાં રોમા ઉભી હતી આંખો એની રડી રડી ને લાલ થઇ ગઈ હતી.જતીન એ એને પાસે આવા માટે ઈશારો કર્યો બંને એક બીજા સામે જોતા હતા એવા માં રોમા એ છોટુ ને કીધું મને માફ કરીદે હું તારા થી અલગ રહેવા નહતી માંગતી પરંતુ, સંજોગો એવા બન્યા કે અલગ રહેવું પડ્યું છોટુ એ રોમા સામે જોઈને કીધું રોમા એવું તો શુ હતું? કે તું મને ભૂલી ગઈ.

રોમા એ છોટુ સામે જોઈને કીધું હું તને ક્યારેય ભૂલી નથી હું કાલેપણ તને પ્રેમ કરતી હતી અને આજે પણ કરું છું અને કરતી રહીશ.હું અહીં આવી એટલે મને ખબર પડી કે મારા હૃદય માં એક કાણું છે અને હું ગમે ત્યારે મોત ને ભેટી જઈશ હું તારી જિંદગી બગાડવા નહતી માંગતી અને મને ખબર હતી કે જો તને આ વાત ની જાણ થશે તો તું પણ જીવી નહિ શકે.એટલે મેં તારાથી આ વાત છુપાવી પરંતુ આજે મને તારા કેન્સર વિશે જાણ થઇ એટલે મેં તને આ વાત જાણવા માટે આવી છું.

જતીન એ રોમા ને કીધું હું હવે જેટલું જીવું તારી સાથે જીવવા માંગુ અને એ દિવસે બંને એ લગ્ન કરી લીધા થોડા દિવસો બાદ જતીન ની તબિયત વધારે ખરાબ થઇ એટલે એને હોસ્પિટલ માં દાખલ કરવા માં આવ્યો એ દિવસે જતીન ને લાગી ગયું કે એ હવે વધારે નહિ જીવે એટલે એને ડોક્ટર ને કીધું કે મારુ હાર્ટ રોમા ને ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવે.એ દિવસે રોમા નું ઓપેરશન કરવાંમાં આવ્યું એને એવું જાણવાં માં આવ્યું હતું કે કોઈ હાર્ટ માટે ડોનર મળી ગયું છે.બીજા દિવસે જયારે રોમા હોસ માં આવી ત્યારે એક નર્સે એના હાથ માં એક ચિટ્ટી પકડાવી.એમાં છોટુ એ લાગ્યું હતું.

મારી વહાલી રોમા હું હંમેશા તારી સાથે રહેવા ના વચન ને બરાબર નિભાવી રહ્યો છું તારા શરીર માં હૃદય થઇ ને હું ધબકતો રહીશ અને આપડા આવનારા બાળક ને તું એક સારી જિન્દજી આપજે. તારો હંમેશ માટે તારો -છોટુ.