પ્રણય ભંગ - 4 Ashq Reshammiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય ભંગ - 4

પ્રણયભંગ. . . 4

એની આંખે આંસુ બનીને ટશકીની પહેલી મુલાકાત ઊભરી આવી.

અવિનાશ એને સદંતર નહોતો ઓળખતો છતાંય એણે બાથમાં લઈને અવિનાશને કહ્યું હતું. . . 'ડાર્લિંગ. . ! તે અને તારા અસ્તિત્વે મને ક્યારનીયે બહાવરી બનાવી દીધી છે. તું મારા માટે જ જન્મ્યો છે. છેલ્લા ઘણા સમયથી મારી આંખોમાં, રાતોના મધુર ખ્વાબોમાં એક અજાણ્યા ચહેરો મને આનંદના ભરપૂર ઓડકાર કરાવી જતો હતો એ તારો જ ચહેરો હતો. કેટલી શોધખોળને અંતે તું મને મળ્યો છે અવિનાશ!

મને સતત તારી ઝંખના હતી. ને આજે મોસમના પહેલા વરસાદની જેમ તું મને મળી ગયો!આ મારા પર ખુદાની મહેરબાની થઈ છે. હવે તો મારું જીવન તું જ છે. તારી જ આ બાહોમાં સમાઈને મારે હવે જીવન માણવું છે. ' એ બોલતી જતી હતી. અને અવિનાશ બાઘાની માફક સાંભળી રહ્યો હતો.

ટશકીની બે દિવસની કાકલુદીથી વાજ આવીને અવિનાશે એને સ્વિકારી હતી. અને એ જ ટશકી અવિનાશને વીસરીને બીજે વિવાહ કરી બેઠી હતી. ને વખત આવ્યે અવિનાશને ધુત્કારી કાઢ્યો હતો.

4. વિશ્વાસઘાત. . !

'સર,હુ ઈન્સપેક્ટર એકલિયા. . ! ઉર્વશીના નામનું વોરંટ લઈને આવ્યો છું. '

ઊંડા આઘાતમાંથી માંડ બહાર આવેલ અવિનાશ ઉર્વશીનું નામ સાંભળતા જ ફરી ઘેરા આઘાતમાં ઊતર્યો!

ખુરશીમાંથી ઊભા જ આંસુભરી આંખ લઈ એણે કહેવા માંડ્યું:'આપનું કે આપના ડિપાર્ટમેન્ટનું ફરી તો નથી ગયું ને,ઈન્સપેક્ટર?'

'હોશમા આવો અવિનાશ!ફરી કોઈનુ નથી ગયું. પણ ઉર્વશી તમારું ફૂલેકું ફેરવીને ગઈ છે.

'શુંઉઉઉઉ??'

'હા,ઉર્વશી જીવંત છે!આપ જેને મરેલી માનો છો. એ તમારી પ્રિયા ઉર્વશી નહી પણ તમારી કંપનીની કમ્પ્યુટર ઓપરેટર અવંતી હતી. ઉર્વશીની લંપટલીલા વિશે તમે વિગત જાણશો તો આ તમારી આંખોમા એના માટેના દુખભરી લાગણીના જે આંસું છે એય સુકાઈ જશે ને તમારી આંખેથી આગ વરસવા લાગશે. તમે ખુદ ઉર્વશીનું ખૂન કરવા તડપશો. '

'શું? ઉર્વશી મર્ડર કરીને મને જ છેતરી ગઈ???'બેભાન બની અવિનાશ ઢગલો બની ઢળી પડ્યો. બેભાનીમાં ઉર્વશીનું આખુ વૃતાંત એની નજરે તાંડવ કરવા લાગ્યું.

***

'હાય. . !!! ડિયર સર. . . !! આઈ કમ ઈન?'એક સુમધુર કર્ણપ્રિય અવાજ અવિનાશના કાને પડ્યો. એમણે ફાઈલ જોવાનુ માંડી વાળીને એ અવાજની દિશા ભણી આંખો ફેરવી. જે સુરસામગ્રી બંસરીમાંથી આવો મધુર અવાજ આવ્યો હતો એ દરવાજા વચ્ચોવચ્ચ સૂર

અવિનાશના 'યસ'નો ઈંતજાર કરીને ઊભી હતી. યસ'ના ઇંતજારથી અકળાયેલી એણે ફરીવાર મધુર રણકાર કર્યો:મે આઇ કમ ઇન સર?

આવો કર્ણપ્રિય અવાજ સાંભળવાની ઘેલછામાં અવિનાશે જાણી જોઇને યસ ના કહ્યુ. જે બંસરીમાથી દિવ્યતાનુ અલોકિક સંગીત ઉત્પન્ન થઇને દિલને આહલાદક્તાના આનંદમા ગરકાવ કરી દે એવી બંસરીને રોકવાની ચેસ્ટા કોણ કરી શકે ભલા?ખીલુ ખીલુ થતી પેલી બંસરીમાથી પૂરા પાંચ વખત 'મે આઇ કમ ઇન સર. . . 'એવુ કહ્યુ ત્યારે માંડ અવિનાશે એટલા જ મીઠાશથી યસ કહ્યુ જેટલી મીઠાશ પેલા વાક્યમાં ભરેલી હતી.

અને એ સાંભળીને વાળની લટમાંથી મસ્ત મખમલી ખુશ્બુની મહેંક રેલાવતી તીતલીની માફક એ સૂરસમ્રાટની જ્યાં અવિનાશ સર ઊભા હતાં ત્યાં આવે ઊભી રહી ગઈ. ને ઘડીકવાર અવિનાશનીઆંખોમાં આંખ ભેરવીને એમના ચરણે પડી. પછી થોડીવારે હાસ્યના ફુવારા ઉડાડતા મધુર અધરોને છૂટા મેલ્યા:'સર,મારુ નામ ઉર્વશી! આપણી કંપનીમાં એક મહિના પહેલા જ જોડાઈ છું. આજે તારીખ 28 મારો પ્રિય જન્મદિવસ!' નમણી નાજુક વેલ સમી એ કંચનવર્ણી કાયાની મોહક અદાઓને રમાડતી એ બોલી ગઈ. પછી ધીમે રહીને એ અવિનાશની જોડાજોડ આવીને ઊભી રહી ગઈ. અવિનાશની વિસ્ફારિત આંખોમાં આંખ ભેરવીને એણે પોતાના ફેશનેબલ જીન્સના પાછળના ખીસ્સામાંથી ચોકલેટ કાઢી. કિસમી નામની દશેદશ ચોકલેટ એણે ઝડપભેર અવિનાશના હાથોમાં મૂકી દીધી. માખણના પીંડ જેવી ઉર્વશીને અવિનાશ એકટસ જોઈ રહ્યો.

ચોકલેટ ટેબલ પર રાખીને અવિનાશ ઊભો થયો. ઉર્વશીનો મલમલ જેવો હાથ પોતાના બેય હાથમાં લેતા તેમની લાક્ષણિક અદાઓથી બોલ્યો: અચ્છા તો આજે તારો જન્મદિવસ છે, એમાં આટલી ઘેલી બની ગઈ છે કેમ! જવાબમાં ઉર્વશીએ માથું હલાવી હકારમાં ઉત્તર વાળ્યો.

'હેપ્પી બર્થ ડે ટુ યુ. . . 'બોલીને અવિનાશે બર્થડે વિશ કર્યું. જે સાંભળીને ઉર્વશી હરખપદુડી થઈને ઝુમી ઉઠી. ખુશીઓના અપાર તરંગોમાં એ નાચવા લાગી. તે એટલી આનંદવિભોર બની ગઈ હતી કે જાણે આ એનો પ્રથમ જન્મદિવસ ન હોય!

એણે ફિલ્મી સ્ટાઈલમાં મલકતા વદને સરને કહેવા માંડ્યુ: 'સર, તમે મને બર્થ ડે વિશ કર્યું એનો મારે તમારો આભાર માનવો છે. પરંતું મારા એ આભારના શબ્દો તમે સાંભળ્યા એના કરતા સાવ વિપરીત અને વૈભવશાળી છે. જો તમને વાંધો હોય તો તમને કાનમાં કહું! ને ન હોય તો જાહેરમાં કહું. '

અવિનાશ વિચારમાં પડી ગયો. એને થયું કે એવા તો કેવા શબ્દો હશે જેથી એ આટલી ખુશમિજાજી બની ગઈ છે. છતાંય એમણે ગંભીરતાથી કહ્યું,'બકા, મને કશો વાંધો નથી. તું જાહેરમાં આભાર માની શકે છે. અને શાયદ નહી માને તો પણ મને કોઈ ફિકર નથી. '

ના સર,આજે તો મને બહું બહું દિવસોના ઈંતજારે આપનો અનુપમ આભાર માનવાનો,અને આપને રૂબરૂ મળવાનો અવસર પ્રાપ્ત થયો છે એને હું આજ એમ થોડી કંઈ વ્યર્થ જવા દઈશ.

અવિનાશને આ લાંબી લપઝપમાં હવે કંટાળો આવવા લાગ્યો. એના ગુસ્સાનો પારો ગરમી પકડવા તરફ જઈ રહ્યો હતો. છતાંય શાંતચિત્તે કહ્યું,તારે જેમ આભાર માનવો હોય એમ મર્યાદામાં રહીને બોલી નાખ. મારે જરુરી કામ છે.

અવિનાશની ધાક આખી કંપનીમાં ગુંજતી હતી. કોઈ એની મર્યાદા ઓળંગવાનું નામ નહોતું લેતું ને આજે આ છોકરી એમની સાથે જીભાજોડી કરતી હતી એ એમને બહું જ ખૂચતું હતું. પણ તેનો જન્મદિવસ હોઈ એ શાંત રહ્યા.

અવિનાશની છૂટ મળતાં જ એ બે ડગલા આગળ આવીને એમના કાનમાં મીઠાશભર્યા માદક સ્વરે બોલી ગઈ-આઈ લવ યું,સર!!

જે શબ્દ કે વાક્ય સાંભળવાની કલ્પનાય નહોતી કરી એ સાંભળીને અવિનાશના પગ છેક ત્રીજે માળેથી ભોયતળિયે આવી ગયા. એ એક જ વાક્યથી અવિનાશ એવો તો ડગાઈ ગયો જાણે પોતાની સગી આંખો સામે મુંબઈનો આતંકવાદી હુમલો જોઈ રહ્યો ન હોય! જે કાન મે આઈ કમ ઈન સર સાંભળીને ચેતનવંતા બની ગયા હતા એ જ કાન આઈ લવ યુ સાંભળીને નિષ્પ્રાણસમાં બની ગયા હતા જાણે. એટલીવારમાં તો ફરી એમના કાનમા 'આઈ લવ યુ વેરી મચ સર' નો ધડાકો અથડાયો. અવિનાશ ક્રોધાવેશમાં હાથ ઉગામે એ પહેલા તો એ તીતલીની માફક પલાયન કરી ગઈ.

એ ગોઝારી રાતે આખી રાત અવિનાશ ઊંઘી ન શક્યો. નીંદર એનાથી દૂર ભાગતી રહી. સામે ઉર્વશી પણ પોતાના પ્રેમના એકરારની ખુશીમાં શમણાઓ સજાવતી રહી. સારી રાત શમણાઓની સજાવટમાં વીતાવી.

અવિનાશ એક મોટી કંપનીમાં મેનેજર હતો. iti ની મૂલ્યવાન ડિગ્રી મેળવ્યા બાદ બે વર્ષના અંતે બે મહિના પહેલા જ એ આ ઉંચાઈએ પહોચ્યો હતો. ને એટલામાં એના માટે એણે માનેલી આ મુસીબત આવી ઊભી રહી હતી.

આગલા દિવસની અપાર ખુશીમાં ઉર્વશી બીજા દિવસે વહેલી વહેલી આવી પહોચી! અવિનાશે ઓફિસમાં બોલાવી.

અવિનાશનું તેડું આવતા જ હરખઘેલી બનીને હરણીની જેમ દોડતી આવી ગઈ.

કાલની વાતનો ભારેખમ ભાર લઈને બેઠેલા અવિનાશે એને જોઈને ઘડીવાર તો કંઈ ન કહેવાનું ઉચિત માન્યું. પણ પછી અચાનક જ કહેવા માંડ્યું: 'બકા ઉર્વશી,તું જે મારગેથી અને જે સંબંધથી મારા તરફ ઢળી છે એ રસ્તો,એ સંબંધ ઘોર અનૈતિકતાના પાપથી ભરેલો છે. આપણી વચ્ચેનો આ સંબંધ હળાહળ પાપ સમાન છે. કદાચ ગઈ કાલે તે આ મજાકમાં કહ્યું હશે કે તારા જન્મદિવસની ખુશીમાં કહ્યું હશે પણ મને તે જરાય યોગ્ય ન લાગ્યું.

'મજાકમાં નહી સર, મે તો હકીકતમાં આપને આઈ લવ યુ કહ્યું હતું. અવિનાશના ચહેરા સામે ઊભેલી એ જરાય શરમ સંકોચ વિના બોલી ગઈ! ને અવિનાશનો પિત્તો ગયો!એણે આંખ લાલ કરી. મોટા અવાજે ઉધડો લેતા કહેવા માંડ્યું: 'તે ગમે તે કારણે કીધુ હોય પણ મને એ બિલકૂલ પસંદ નથી. જો તારે આવુ જ કરવું હોય તો કાલથી નોકરીએ ન આવતી. ને આવે તો મારી આંખે ન આવતી નહી તો. . . . !' અવિનાશ આગળ બોલે એ પહેલા તો એ રડતી આંખે ભાગી નીકળી. અવિનાશ એને જતી જોઈ રહ્યો. જાણે બલા છુટી હોય એમ. નિર્દોષ નાદાન છોકરીના પ્રેમભર્યા આત્માની લાગણીને દુભાયાનું દુખ એને આખો દિવસ સંતાપ્યું.

બીજા દિવસે ઉર્વશી ન આવી પણ અવિનાશને નામે એની એક ચિઠ્ઠી જરૂર આવી. જેમાં લખ્યું હતું:

ક્રમશ: