Swarg ni safar books and stories free download online pdf in Gujarati

સ્વર્ગ ની સફર

સ્વર્ગ ની સફર

એક નગર હતું એ નગર માં ઘણા લોકો રહેતા હતા.પણ લોકો હંમેશા કોઈ ને કોઈ વાત થી દુઃખી રહેતા હતા .ધનવાન થી લઇ ને ગરીબ સુધી લોકો જે મળ્યું તેમાં કઈંક ને કઈંક ઓછું હોઈ એવું હંમેશા લાગતું ત્યારે અચાનક એ ગામ એક સંત નું આગમન થયું ખુબ જ જ્ઞાની એ સંત હતા.લોકો પોતાની મુશ્કેલી ના નિવારણ માટે એ સંત પાસે જવા લાગ્યા.સંત એ પ્રવચન આપવાનું ચાલુ કર્યું ત્યારે લોકો એ પોતાની મુશ્કેલી જણાવી ત્યારે સંત એ એક બોધરૂપી કથા કહી . લોકો ને ધ્યાન થી સાંભળવા કહ્યું.

એક વાર એક દેવ એ આવી ની કહ્યું , “ જે લોકો ને સ્વર્ગ જોવું હોઈ એ ટ્રેન માં બેસી જાવ ટ્રેન લગભગ ૩ દિવસે પછી ઉપડશે.એમાં કોઈ પણ બુકિંગ કરવાની જરૂર નથી.વહેલો તે પહેલો ના ધોરણે લઇ જવામાં આવશે અને ટ્રેન સવારે ૫ વાગે ઉપડશે’’.લોકો તો ગાંડા ગાંડા થઇ ગયા વાહ || સ્વર્ગ માં જવાની ટ્રેન. લોકો પોતાની જિન્દગી થી ત્રાસી ગયા હતા. લોકો સમય પર ટ્રેન માં આવી ગયા .

ટ્રેન એના સમય પર ઉપડી લોકો ખુબ ખુશ હતા.કે આજે સ્વર્ગ જોવા મળશે. ભગવાન જોવા મળશે લોકો ના મન માં ઘણી બધી વાતો ચાલતી હતી .’’ જીવતા જીવતા સ્વર્ગ જોવા મળી ગયું ભગવાન તારો ખુબ ખુબ આભાર’’. એવી વાતો લોકો કરતા હતા. ટ્રેન ફુલ સ્પીડ થી પોતાની ગતિ તરફ આગળ વધી રહી હતી.હવે લોકો બસ સ્વર્ગ માં જવાની રાહ જોઈ ને બેઠા હતા.ટ્રેન હવે સ્વર્ગ ના દરવાજા પર ઉભી હતી.લોકો એ સ્વર્ગ નો દરવાજો જોયો. “ મોટો આસમાની રંગ નો દરવાજો હતો. ચારે બાજુ ફક્ત વાદળ જ વાદળ બીજું કઈ જ નહિ લોકો તો ગાંડા ગાંડા થઇ ગયા . ધીમે થી તે દરવાજો ખુલ્યો અને ટ્રેન આગળ વધી ટ્રેન આગળ જઈ ને એક જગ્યા પર રુકી ગઈ. લોકો ફટાફટ એમાં થી ઉતરી ગયા.

બધા એક જગ્યા પર ભેગા થયા ત્યારે ટ્રેન ના મહત્વ ના માણસ એ કહ્યું ટ્રેન અહીં સાંજ સુધી ઉભી રહેશે .અને હા એક મહત્વની વાત ,, ‘’ તમે લોકો કોઈ પણ દેવતા સાથે વાત નહિ કરી શકો તેમ ખાલી તે લોકો ને જોઈ શકો છો.’’ લોકો એ વાત ને મંજૂરી આપી.

લોકો દેવલોક ને જોઈ રહ્યા હતા. ના કોઈ ગંદકી ? ના કોઈ માટી ? ના કોઈ થાક ? બસ વાદળ જ વાદળ અને અદભુત એવું સૌંદર્ય લોકો તો બસ જોતા જ રહી ગયા. લોકો એ ક્યારે પણ આવું જોયું જ નહોતું. એમાં એ લોકો ની નજર માં એક દેવ આવ્યો. શું ? એનું રૂપ હતું ? શું એની કાયા હતી. એક ૨૦ વર્ષ ના યુવરાજ જેવો હતો. એને એની દેવી ,, એની દેવી સામે તો આજ ની હીરોઇને પણ પાછળ પડે એવું રૂપ હતો એનું જોઈ ને લોકો આભા જ બની ગયા.પોતાની દેવી શક્તિ ઓ થી દેવ દેવી ને રિઝાવતો હતો.”” એ કયારેક પોતે ૫૦ફૂટ ઊંચી ગુલાબ બનાવતો., તો ક્યારેક મોટા પહાડ પર એનું નામ લખાવતો ,તો કયારેક તાજમહેલ બનાવી એને દેખાડતો “”.દેવ માટે તો આ બધું કરવું ખુબ જ સહેલું હતું લોકો દેવ ને દેવી ને જ જોતા રહી ગયા. ત્યાં અચાનક જ ઇન્દ્ર નો મેસેજ આવ્યો .બધા દેવો ને ત્યાં હાજર થવાનું કહ્યું. '' દેવ અકળાઈ ગયો, મન માં ને મન માં ગાળો આપવા લાગ્યો ‘’ભગવાન મેં એવું કયું પુણ્ય ઓછું કર્યું કે તમે મને ઇન્દ્ર ના બનાવ્યો શુ ભૂલ હતી મારી’’. ? એમ કહી ને પોતાની જાત ને કોશવા લાગ્યો. દેવી પણ જવાની ના પડી,, પણ જવું પડે એમ જ હતું એટલે એ ગયો.

લોકો ને ખુબ આશ્ચર્ય થયું. હવે લોકો ઇન્દ્ર જોવા માટે ઉત્સુક થઇ ગયા .લોકો આગળ વધી રહી હતા સામે જ ઇન્દ્ર નો દરબાર દેખાયો લોકો ને ઇન્દ્ર નો ઠાઠ જોવો ગમતો હતો. શુ રૂપ હતું ? શુ એની તાકાત હતી? શુ એની ઇંદ્રાણીઓ હતી? દેવો ને પણ પાછા પાડી દે એવું રૂપ હતું એનું’’ આ જોઈ ને લોકો ગદગદ થઇ ગયા’’ . કદાચ એના જેવું સુખ કોઈની પાસે હોઈ જ ના શકે એવું લોકો ને લાગતું હતું પણ અચાનક ખબર નહિ ઇન્દ્ર ને મન કઈ દુઃખ થતું હોઈ એવું લાગ્યું .? લોકો એ ધ્યાન થી જોયું તો ખબર પડી કે ઇન્દ્ર ને પોતાના પર બવ જ દુઃખ થઇ રહ્યું હતું., કેમ ? કેમ કે એના કરતા મોટો ઇન્દ્ર તો બીજા દેવલોક માં હતો જેની પાસે તેના કરતા પણ બે ગણી તાકાત, અને બે ગણું સૌંદર્ય ,અને સતા હતી. એ આખો દિવસે પોતાની જાત ને કોષયા કરતો કાશ મારુ હાજી થોડું પુણ્ય હોત તો હું બીજા દેવલોક નો ઇન્દ્ર હોત. એવું જ બીજા ને ત્રીજા થી લઇ ને ૧૨ દેવલોક સુધી હતું. હતું ઘણું બધું?? પણ,, છતાં એ લોકો ને અદેખાઈ ના સ્વભાવ ના હિસાબે જે મળ્યું તેને માણી સકતા નહોતા. લોકો ને ખુબ જ દુઃખ થયું આ જોઈ ને કદાચ જો આપણે દેવ હોત તો આપણે તો આપણી જિંદગી ને માણી લીધી હોત.? એવા વિચાર લોકો ને આવતા હતા. પણ ?? અચાનક લોકો નું ધ્યાન પોતાની જિંદગી પર ગયું ,, શુ આપણે પણ, આજ મૂર્ખ તા ના કામ તો નથી કરી રહ્યા ને ?.???

પછી ટ્રેન આવી લોકો ના ચહેરા પર સ્મિત ની જગ્યા પર માયૂસી હતી ‘’.લોકો ને મન હતું શુ વિચાર્યું હતું ને શુ જોવા મળ્યું ?? લોકો અંદર થી દુઃખી હતા’’ .ત્યાં જ અમને ખબર પડી કે હવે ટ્રેન નરક થઇ ને પૃથ્વી પર જશે ? લોકો એ એનો વિરોધ કર્યો ,પણ કોઈ વિકલ્પ ના હોવાથી લોકો એ માની લેવું પડ્યું ? પછી અચાનક ભયંકર અવાજ થવા લાગ્યા લોકો ડરી ગયા//.લોકો એ બારી માંથી જોયું તો ખબર પડી કે નરક આવી ચુકી છે.નરક ના વિકરાળ રાક્ષસો એક બીજા ને મારતા હતા. એક બીજાના ખૂન કરવા માંગતા હતા. ખબર નહિ કેમ ? પણ તે લોકો વેર ભાવ થી જ ખુશ રહેતા હતા આ જોઈ ને બવ દુઃખ થયું. એટલો બધું વેર ભાવ કે ખાલી કોઈ ને મારવું હેરાન કરવું આજ એ લોકો નો સ્વભાવ હતો ,, એમાં જ એ લોકો પાશવી આનંદ મેળવી રહ્યા હતા. આ જોઈ ને લોકો ને ઘણો અણગમો પેદા થયો.લોકો ને હવે જેમ બને તેમ પાછું પૃથ્વી ઉપર જવું હતું .લોકો ના મન માં હવે સ્વર્ગ અને નરક નો ભેદ સ્પષ્ટ થઇ ગયો હતો . જ્યાં ક્રોધ અને વેર ભાવ ની વાત થઇ ત્યાં નરક અને જ્યાં ઇર્ષા અને નીચા દેખાડવાની ભાવ જાગે તે સ્વર્ગ .જ્યાં આ બને માંથી કોઈ પણ વસ્તુ ના હોઈ તેનું જ નામ છે મોક્ષ.

આ વાત લોકો ને સમજાઈ ગઈ હતી.સંત આ બોલી પોતાની વાત પુરી કરી.લોકો આ સાંભળી ને લોકો ના આંખ માં આંસુ હતા. હવે લોકો ને સમજાઈ ગયું હતું કે બધું હોવા છતાં પણ કેમ આપણે દુઃખી છે અને સાધુ સંત કેમ કઈ ના હોવા છતાં સુખી હોઈ છે.જ્યાં સુધી ઈર્ષા અને વેર ભાવ ની વાત મગજ માં રમતી રહશે ત્યાં સુધી ક્યારે પણ માણસ ને સાચા સુખ નો અહેસાસ થશે નહિ .ત્યાર પછી આ નગર માં કોઈ પણ માણસ પોતાના દુઃખ ની વાતો કરવાનું ભૂલી ગયો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED