આખરી શરૂઆત - 15 ત્રિમૂર્તિ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આખરી શરૂઆત - 15

ઓમ અને અસ્મિતાનો અંશ હવે જનમ લેવાનો છે એ વાતથી આખા ઘરમાં ખુશાલી ફેલાઈ ગઈ. જાગૃતિબહેન, નિર્મિતા બહેન, પ્રકાશભાઇ સૌ ખુશ થઈ ગયા હતા. બીજી બાજુ આદર્શ અને પ્રતિકા ચિંતામાં હતા. શું કરીશું હવે! બંને ને થતું કે ઓમ અને અસ્મિતાને આટલી શું જલ્દી હતી!! . પ્રતિકાએ ધીરે ધીરે ઓમ અને અસ્મિતા ના જીવનમાં પેસવાંનું શરૂ કર્યું. ઓમ કરતા પહેલા એણે અસ્મિતા સાથે મિત્રતા વધારી. આમ તો અસ્મિતાને પણ પ્રતિકાની કમ્પની ગમતી હતી. પ્રતિકા પણ નાની નાની વાતમાં એનું ધ્યાન રાખવાનું નાટક કર્યાં કરતી. ઓમની ગેરહાજરીમાં અસ્મિતા પાસે જ પહોંચી જતી. "આ પ્રતિકા બહુ સારી છે નઈ ઓમ!" અસ્મિતાએ એક વાર ઓમને કહ્યું. "કેમ આમ કહે છે અસ્મિતા?" "ના બસ તમે ના હો ત્યારે મારું બહું ધ્યાન રાખે છે.. વગેરે." "હશે પણ તારે એમા બહુ પડવાની જરૂર નથી." "કેમ?" "બસ આમજ કહું છું અસ્મિતા!" પછી ઓમ કઈ બોલ્યો નહીં. એક દિવસ અસ્મિતા ટીફીન બનાવ્યા વગર ગઈ હતી એ અને ઓમ કેન્ટિનમાં જ જમવાના હતા. હવે પ્રતિકા પણ હવે તેમની સાથે જ લંચ કરતી હતી. ઓમને ગમતું નહી પણ અસ્મિતાને લીધે કઈ બોલતો નહી.. અસ્મિતાને એમ કે બિચારી નવી છે કોની સાથે રહે! એ દિવસે ત્રણે કેન્ટિનમાં હતા. અને ઓર્ડર આપતી વખતે પ્રતિકા અચાનક બોલી ગઈ "ચીઝ વધારે નાખજો, ઓમને બહુ ભાવે છે.." ઓમ આ સાંભળી સ્તબ્ધ થઈ ગયો. અસ્મિતાને પણ નવાઈ લાગી કારણકે એ પણ એજ બોલવા જતી હતી. "તને કેવી રીતે ખબર પ્રતિકા! કે ઓમને ચીઝ વધારે ભાવે છે?" અસ્મિતાએ પૂછયું. "એતો બધા બોઇઝમાં કોમન જ હોય છે ને ચીઝ ભાવવું.." પ્રતિકા જાણી જોઈને જ બોલી હતી પણ પછી જાણે કઈ ખબર જ ના હોય એમ વાત ઉડાવી દીધી. અસ્મિતાએ પણ નજરઅંદાજ કર્યું. એક દિવસ ઓમનો બર્થડે હતો. અસ્મિતાએ રાત્રે તો સરપ્રાઇઝ આપી વીશ કર્યું જ હતું. પણ બીજા દિવસે પાર્ટી પણ રાખી હતી. અમદાવાદથી અને વડોદરાથી પણ સૌ આવ્યા હતા. ઓફિસ નો સ્ટાફ, આદર્શ, એના ફ્રેંડઝ પણ પાર્ટીમાં આવ્યા હતા. અસ્મિતા બીજી અરેંજમેંટમા વ્યસ્ત હતી અને એણે કેકની જવાબદારી પ્રતિકાને આપી હતી. પણ જલ્દી જલ્દીમા એ એને કેકની ફ્લેવર કહેવાની જ ભૂલી ગઈ હતી પણ પ્રતિકા તો આવી પહોંચી હતી. અસ્મિતાને ચિંતા થઈ કે જો ભૂલથી પ્રતિકા બ્લૂબેંરી લઈ આવી હશે તો ઓમનો આખો મૂડ બગડી જશે! એટલે એ જલ્દીથી પ્રતિકાને આવકારી અંદર લઈ ગઈ અને કેક ખોલી તો અંદર 'રેડ વેલ્વેટ' ફ્લેવરની કેક હતી. આ ફ્લેવર બ્લેક ફોરેસ્ટ, બ્લેક કરંટ, કુકી ક્રીમ વગેરે કરતા ખૂબ યુનિક હતી અને ખાસ તો ઓમની ફેવરેટ હતી.. અસ્મિતા જોઈને ખુબ ખુશ થઈ ગઈ. અને પ્રતિકાને થેન્કસ કહી બહાર કેક લઈ હોલમા જતી રહી. અચાનક તેને વિચાર આવ્યો કે પ્રતિકાને કઈ રીતે...પણ હમણા બર્થડે પાર્ટીમાં એ ભૂલી ગઈ. કેક જોઈ ઓમ ખૂબ ખુશ થઈ ગયો, "અસ્મિતા યુ આર સો ગ્રેટ તને ખબર હતી કે આ મારી ફેવરિટ કેક છે!" અસ્મિતા ઓમ સામે હસી પણ કઈ બોલી નહીં...પછી સૌ ડિનર કરી, ગિફ્ટ આપી છૂટા પડ્યા. અસ્મિતાએ જાગૃતિબહેનને આગ્રહ કરી રાતે રોકી લીધા.. બીજા દિવસે એમને સ્ટેશન મૂકી ઓમ અને અસ્મિતા ઓફિસ જવા નીકળ્યા. કાલે રાત્રે અસ્મિતાએ બધી ગિફ્ટ ડેકીમાં મુકાવી હતી. અચાનક એની નજર પડતાં એક પછી એક ખોલવા લાગી. પછી પ્રતિકાની ગિફ્ટ ખોલી. અંદરથી એક મરુણ કલરનું શર્ટ નીકળ્યું. 'કેમ્બ્રિજ' કંપનીનું હતું.. ઓમ જુઓ તમારો ફેવરીટ કલર અને બ્રાંડ નું શર્ટ! તમે આજ બ્રાંડના જ શર્ટ વધારે પહેરો છો ને! પણ પછી અચાનક એને વિચાર અવ્યો કે ઓમની આટલી બધી પસંદ પ્રતિકાને કઈ રીતે ખબર! કાલે પણ મારા જણાવ્યા વગર રેડ વેલ્વેટ કેક લઈ આવી અને આ શર્ટ.. તે દિવસે કેન્ટિનમાં પણ.. એકાદ વખત કોઈન્સીડંસ હોઈ શકે પણ આમ વખતોવખત...!

આજે ડોક્ટર પાસે અપોઇંમેંટ હતી. પણ ઓમને મીટિંગમાં જવાનું હતું. પણ એણે મીટીંગ પોસ્ટપોંડ કે કેન્સલ કરવા કહ્યું પણ અસ્મિતાએ ના પાડી કે આજે માત્ર નોર્મલ ચેક અપ જ છે.. ઓમે કહ્યું કે એ એની પણ જવાબદારી છે કે એ અસ્મિતા જોડે જાય પણ છેવટે અસ્મિતાએ ના પાડી અને એ મીટીંગમાં ગયો. અસ્મિતા પ્રતિકા સાથે ડોક્ટરને મળવા ગઈ. અસ્મિતાને પૂછવાનો વિચાર આવ્યો કે પ્રતિકા કઈ રીતે ઓમ વિશે આટલું બધું.... પણ પછી એણે વિચાર બદલી નાખ્યો. પછી પ્રતિકા અને અસ્મિતા પાછા ઓફિસ ગયા. એટલામાં ઓમ મિટિંગ પતાવી દાદરા ઉતરી રહ્યો હતો. અને પ્રતિકા અને અસ્મિતા ચઢી રહ્યા હતા પણ અસ્મિતા ગાડીમાં ફોન ભૂલી જતાં પાછી લેવાં દોડી..ઓમ જલ્દી જલ્દીમા ઊતરતો હતો અને પ્રતિકા સાડી સરખી કરવા નીચે વળી હતી જેવી ઉભી થઈ ત્યાં ઓમ સાથે અથડાઈ ગઈ અને એને ભૂલમાં વળગી પડી! બધુ અનાયાસે જ થયું હતું પણ પ્રતિકા ખૂબ ખુશ થઈ ગઈ હતી. ઓમને તો ખબર જ ના પાડી કે કઈ રીતે રીએક્ટ કરવું અને પાછળ અસ્મિતા ઉભી હતી. ઓમના ચહેરા પર બાર વાગી ગયા હતા પાછો પ્રતિકાનો સ્પર્શ એને એનો ભૂતકાળ યાદ અપાવી જતો હતો.. પ્રતિકા ખૂબ ખુશ હતી ઓમના સ્પર્શથી નહીં પણ અસ્મિતા આ જોઈ ગઈ એટલે! અસ્મિતા હજી આશ્ચર્યમાં ડૂબેલી હતી કે આ બધુ કઈ રીતે થયું! પણ પછી પરિસ્થિતિ સંભાળવા એ દોડતી ગઈ અને પ્રતિકા ને પકડી લીધી.. "સંભાળીને પ્રતિકા.." "સોરી હું બેધ્યાન બની ગઈ હતી અસ્મિતા.." પ્રતિકાએ કહ્યું. "ડોક્ટરે શું કીધું? " ઓમે પૂછ્યું.. "કઈ નહીં નોર્મલ ચેક અપ જ હતું." "તમારી મીટિંગ કેવી રહી?" અસ્મિતાએ પૂછ્યું. "સારી.. બહુ કઈ હતું નહી." પછી ઓમ નીચે ગયો અને અસ્મિતા અને પ્રતિકા ઉપર કંપની ગયા..

અસ્મિતા આખી રાત પડખા ઘસતી હતી. તેને ઊંઘ જ આવતી નહોતી. આખરે આ પ્રતિકા આટલું બધુ કેવી રીતે જાણતી હશે. પાછુ આજે પણ બન્યું બધુ તો અકસ્માત ના હોય શકે ને! એનું માત્ર શરીર પલંગ પર હતું પણ મન બહાર ભટકતું હતું. એટલામાં લાઇટ ચાલુ થતા અસ્મિતા સફાળી બેઠી થઈ ગઈ. શું થયું ઓમ? "અરે હું તો પાણી પીવા ઉઠયો છું પણ તું હજુ સુધી કેમ જાગે છે!, જો તો ખરી રાતનો દોઢ વાગ્યો છે.." "એતો ઊંઘ નહોતી આવતી એટલે.." "ટ્રાય તો કરીજો આંખો બંધ કરીને આવી જશે. આટલું લેટ સુધી જાગવું આપણા 'આકાર' માટે સારું નથી." ઓમે કહ્યું. "કોણ, આકાર?" અસ્મિતાએ પૂછ્યું. "અરે આપણો દીકરો અસ્મિતા, શું તું પણ!" "અને દીકરી થઈ તો?" અસ્મિતાએ પૂછ્યું. "તો આકૃતિ!, ચલ હવે સુઈ જા.. હું પણ પાણી પીને સૂઈ જાઉં છું" પછી અસ્મિતાની આંખો રહી રહીને મીચાઈ.. બીજા દિવસે ઓમ વ્હેલો ઉઠી તૈયાર થઈ ગયો હતો પણ અસ્મિતા ઊંઘતી હતી. પણ ઓમે તેને ઊંઘવા દીધી. પણ ઓમ કોફી બનાવા જતાં થતા ખખડાટથી અસ્મિતા ઉઠી ગઈ. છેવટે એ તૈયાર થઈ અને બંને નીકળ્યા. ઓફિસ જતા ગાડીમાં બંને વાત કરતા હતા, "કે આજે પણ ટીફીન ના બની શક્યું. મારુ તો વાંધો નહીં અસ્મિતા મને તો આદત છે પણ આમ રોજ બહારનું આપણા આકાર માટે તો સારું નથી ને!" "તમારી વાત સાચી છે ઓમ! પણ મને રાત્રે મોડી ઊંઘ આવતા સવારે ટીફીન બનતું નથી. અને મને પાઇનેપલ, લેમન જેવા ખાટા સ્વાદથી એલર્જી છે. સહેજ તીખાથી મોઢામાં ચાંદા પડી જાય છે. તો કોઇ બાઈ પણ આ બધી વાતનો ખ્યાલ રાખીને બનાવે એ અઘરું છે.." "તો હું વડોદરાથી મમ્મીને બોલાવી લઉં?" "ના ના રિંકલની હવે ફાઇનલ એકઝામ શરૂ થવાની છે. એટલે એની હેલ્થ જાળવવી પણ જરૂરી છે."અસ્મિતાએ કહ્યું.." ઓકે તો તું પણ કાંઈ વિચારજે, હું પણ વિચારું છું આ વિશે.. " ઓમે કહ્યું.

લંચમાં ત્રણેય બેઠા હતા. ત્યારે ઓમે પૂછ્યું.." કઈક વિચાર્યું અસ્મિતા એ વિશે? " " શેના વિશે? " " અરે મેં ગાડીમાં કીધું હતું એ! " " ના મને કોઈ વિચાર નથી આવતો.. તમે કોઈ ઉપાય વિચાર્યો હોય તો કહો.. " " એક આઈડિયા તો આવ્યો છે જો તું હા પાડે તો.. " " બોલો તો ખરા!" "તું થોડા દિવસ પિયર જઈ આવ અને રિંકલની એકઝામ પતે એટલે તું અને મમ્મી સાથે આવી જજો અહીં.. એ બહાને તું પિયર પણ જઈ આવીશ.." અસ્મિતાને આ વાત સાંભળી ખુશી તો થઈ પણ ઓમનો વિચાર આવતા એની ઈચ્છા ઘટી ગઈ. "પછી ડિસ્કસ કરી શું આપણે આ વિશે" અસ્મિતાએ કહ્યું.. "ઓકે" કહી ઓમ એની કેબિનમાં જતો રહ્યો. પ્રતિકાના ચહેરા પર રોનક આવી ગઈ. એટલે એ અસ્મિતાને પિયર જવા મનાવા લાગી. પણ અસ્મિતાને ક્યાં ખબર હતી કે પ્રતિકા એને મધથી ભરેલી છુંરી ભોંકે છે. મધ પતશે એટલે છુંરી ઘા કરશે જ! અસ્મિતાને ઓમની વાત સાચી લાગી અને પાછુ પ્રતિકાએ પણ સમજાવ્યું એટલે એ લગભગ તૈયાર હતી પણ એને ઓમની ચિંતા હતી કારણકે હવે ઓમને લગભગ અસ્મિતાની આદત પડી ગઈ હતી એને અસ્મિતા વગર પોતાનો રૂમાલ પણ મળતો નહોતો... સાંજના 6:30 થયા હશે એટલે અસ્મિતા નીકળવાનું વિચાર્યું એટલે ફાઈલો બધી બંધ કરી છેલ્લું કામ પતાવીને ઓમની કેબીન તરફ જવા નીકળી. અસ્મિતા કામ નિપટાવે છે એ જોઈ પ્રતિકા સીધી ઓમની કેબિનમાં પહોંચી ગઈ કઈ કામ વગર જ... "કઈ કામ હતું પ્રતિકા?" ઓમે પૂછ્યું. "હા પેલા મિ. ઓબેરોયની મીટીંગ માટે.." પ્રતિકા કઈ વિચારીને બોલી. "પણ એતો આવતા વીકમાં છે! એનું અત્યારે શું છે.." ઓમે પૂછ્યું.. પ્રતિકા પાસે કેબિનમાં ઉભા રહેવાનું કોઈ બહાનું નહોતું. અને અસ્મિતા આવી નહોતી.. "સર અસ્મિતા પિયર જવાનું કહેતી હતી તો તમે જમવાનું શું કરશો?" "એતો હું મેનેજ કરી લઈશ તારે વિચારવાની જરૂર નથી" ઓમે સીધુ જ કહી દીધું. પછી પ્રતિકા પાસે બહાનું ના હોવાથી એ જવા લાગી ત્યાં એણે ડોર ખોલ્યો અને સામેથી જ અસ્મિતા અંદર આવી. પ્રતિકા તો ખુશ થઈ ગઈ પણ કઈ બોલ્યા વગર જતી રહી.. અસ્મિતા સહેજ ગુસ્સે ભરાઈ પણ કઈ બોલી નહીં. ઘરે જઈ પ્રતિકાએ આદર્શને મેસેજ કરી દીધો. શિકાર સામેથી શિકાર કરવાનો મોકો આપે છે એટલે કે અસ્મિતા પિયર જવાની છે. શકનું લોખંડ બરાબર ગરમ થયું છે ઘા કરી દઈએ! અને સામેથી આદર્શનો પણ હકારમાં જવાબ આવી ગયો…

- અભિષેક ત્રિવેદી અને હર્ષિલ શાહ