Aakhari sharuaat - 14 books and stories free download online pdf in Gujarati

આખરી શરૂઆત - 14

અસ્મિતા અને ઓમે વીક એન્ડમાં ગોવા જવાનું નક્કી કર્યું, જાગૃતિ બહેને પણ રજા આપી દીધી હતી. બંને ખુબ એકસાઈટેડ હતા. આ વખતે તો અસ્મિતાએ આદર્શને કઈ જણાવ્યું જ નહી. ક્યાંક ફરી કઈ ગરબડ થઈ જાય તો! બીજી તરફ પ્રતિકાને આદર્શમાં આશાનું કારણ દેખાતું હતું. ઓમ અને અસ્મિતા શુક્રવાર રાતની ફ્લાઇટમાં જ નીકળી ગયા. ફ્લાઇટ 10 વાગે પહોંચી ગઈ. થોડો રશ હતો વેડીંગ સિઝનના લીધે પણ ઓમે પહેલેથી બધુ બૂક કરેલું હતુ.. બંને હોટલ પહોંચ્યા. એટલામાં ઓમ પર પ્રતિકાનો કોલ આવ્યો.. "ઓમ સર તમે ક્યા છો?" પણ ઓમ ફ્રેશ થવા ગયો હોવાથી અસ્મિતાએ ફોન ઉપાડ્યો, "હાલો પ્રતિકા હું અસ્મિતા.. શું કામ હતું? ઓમ ફ્રેશ થવા ગયા છે." "મૅડમ મારે એક ફાઈલ આપવાની હતી બીકોઝ હું સોમવારે લીવ પર છું.. સો.."પ્રતિકાએ કહ્યું.." અરે પણ હું અને ઓમતો અને ગોવા આવ્યા છે વીક એન્ડ માટે." બે મિનિટ સામેથી કઈ અવાજ આવ્યો નહી. "હાલો હાલો." અસ્મિતા બોલી.. "હા, મેમ.." પ્રતિકા ચમકીને બોલી.. અસ્મિતાએ થોડું વિચારીને કહ્યું.. "તું એક કામ કર.. હું તને એક કોન્ટેક્ટ આપું છું આદર્શનો આપણે મળ્યા હતાને પેલા દિવસે હોટલ મા..." "હા.. હા મેડમ" પ્રતિકા બોલી.. "તો આ ફાઇલ એને આપી દેજે.. ઓકે" કહી અસ્મિતાએ ફોન મૂકી દીધો. એટલામા ઓમે પાછળથી આવીને અસ્મિતાને જકડી લીધી.. પહેલા તો અસ્મિતા ચમકી પણ પછી કઈ બોલી નહીં.. બંને ડિનર કરવા નીચે ગયા પણ બહુ કઈ ખાસ ખાધું નહીં.. બીજે પણ દિવસે સવારે ઓમ અને અસ્મિતા ફરવા નીકળ્યા. અસ્મિતાએ વેસ્ટર્ન કપડા પહેર્યા હતા.. ઓમે પહેલી વાર અસ્મિતાને આવા વેશમાં જોઈ હતી.. ઘરે અસ્મિતા આવું પહેરતા શર્માતી અને ઓફિસમાં તો શક્ય જ નહોતું.. ઓમ પણ ટીશર્ટ અને કેપરીમાં તૈયાર થઈ ગયો હતો.. બંને દેશો બીચ પર ગયા. અને ત્યાં આવેલા ફોરેનર્સં નો પહેરવેશ, ચાલ - ચલગત વગેરે જોઈ થોડા ઇન-સિક્યોર થયા પણ પછી એકબીજા સામે જોઈ હસી પડ્યા.. બંને પછી બીચમાં નાહવા પડ્યા..

બીજી તરફ પ્રતિકાએ આદર્શને ડોક્યુમેન્ટ આપવાના હતા. અને આમતો એ લોકો મળવાના પણ હતા જ.. તેણે આદર્શને મેસેજ કર્યો અને એ સુરતમાં જ હતો.. આદર્શે તેને 12 વાગ્યા સુધી આપી જવા કહ્યું.. પણ સામેથી પ્રતિકાનો મેસેજ આવ્યો કે તેનું એક્ટિવા ખરાબ છે સો આદર્શ ને ફાઇલ લઈ જવા રિકવેસ્ટ કરી.. આદર્શ ઓકે કહી જવા નીકળ્યો. એણે પ્રતિકાના ઘરની ડોરબેલ વગાડી.. પ્રતિકા જસ્ટ નહીંને તૈયાર થઈ હતી. આવીને દરવાજો ખોલ્યો.. આદર્શ અંદર દાખલ થયો. પ્રતિકા એકલી હોવા છતાં એણે બે માળનું ઘર રેંટ પર લીધું હતું એની આદર્શને નવાઈ લાગી. પાણી લાવું? પ્રતિકાએ પૂછ્યું.. ના ચાલશે.. બંને પછી બેઠા.. હું ફાઇલ લઈ આવું તમે અહીં જ બેસો કહી પ્રતિકા ઉપર ગઈ. પ્રતિકા તિજોરીમાં ફાઇલ કાઢી રહી હતી ત્યાં રૂમમાં આદર્શ આવી પહોંચ્યો..

બીચ પછી ઓમ અને અસ્મિતા ગોવાના વિવિધ ફોર્ટ એટલે કે કિલ્લાઓ જોવા નીકળ્યા.. દુશ્મનોંથી રક્ષણ માટે આ કિલ્લા બનાવાયા હતા.. તેમની સાથે એક ગાઈડ પણ હતો એણે જણાવ્યું કે પોર્ટુગલના જમાનાના આ કિલ્લા આજે પણ એવા જ છે. પછી ઓમ અને અસ્મિતા બંનેએ ગાઈડ પાસે વિવિધ પોસમાં ફોટાઓ પડાવ્યા. શું ખાવું છે ઓમ લંચ મા? "અસ્મિતાએ પૂછ્યું.... "ચિકન કરી વિથ ફ્રાઈડ એગ્સ" ઓમે કહ્યું.. અસ્મિતાએ ઓમને હળવેથી કોણી મારી. "કેમ શું થયું અસ્મિતા તને નથી ભાવતું? મને તો બહુ ભાવે!" ઓમે કહ્યું ..અસ્મિતા ઓમની મજાક સમજી ગઈ. એટલે એણે પણ કહ્યું, "સારું તો ચાલો હું પણ આજે ટેસ્ટ કરી લઉ છું.." ઓમે તરત વાત બદલતા કહ્યું, "જો પેલો કિલ્લો કેટલો સરસ છે નઈ અસ્મિતા!" અસ્મિતા પછી અદબ વાળીને ઓમ સામે ઊભી રહી અને એને જોઈ હસી પડી..

આદર્શ તું અહીં! પ્રતિકા આદર્શને જોઇ ચમકી ઊઠી.. "સૉરી પણ તમારો ફોન વાગતો હતો, મેં બુમ પાડી પણ તમે સાંભળી નહીં!" આદર્શે કહ્યું. તમારે તકલીફ લેવાની જરૂર નહોતી! પ્રતિકાએ કહયું.. પ્રતિકા ઘરની કામવાળીને પણ પોતાના રૂમમાં બહુ આવવા દેતી નહોતી . મોટે ભાગે તો રૂમ લોક જ રાખતી અને આજે અચાનક આદર્શ આવી ચઢયો! એ ફાઇલ શોધતી હતી એટલે એણે આદર્શને કહ્યું તમે નીચે જાઓ હું લઈને આવું છું.. જતા જતા આદર્શની નજર ટેબલ પર પડી.. કાંસકો, બક્કલ, ચશ્મા, મેગેઝીન વગેરે સાથે એક ફ્રેમ પણ હતી.. આદર્શે ધ્યાનથી જોયું તો એમાં ઓમનો ફોટો હતો! પણ એ કઈ બોલે એ પહેલા જ પ્રતિકાએ ફાઇલ આપી દીધી અને બંને બહાર નીકળી ગયા. પ્રતિકા રૂમ લોક કરી દાદરા ઉતરવા માંડી.. પણ આદર્શને ખાતરી હતી કે હોય ના હોય એ ફોટામાં ઓમ જ હતો.. પ્રતિકા દાદરા ઉતરતી હતી ત્યાં અચાનક આદર્શે એને પૂછ્યું, "તું કઈ રીતે ઓળખે ઓમ ને?" આદર્શ પ્રતિકાની પાછળ ઉતર્યો હોવાથી એની પીઠ પર ઓમ લખેલું પણ એણે જોયું.. આદર્શનો સવાલ સાંભળી પ્રતિકા ઘડીભર થંભી ગઈ.. પછી એણે પલ્ટીને પૂછ્યું, "કઈ રીતે એટલે! એ મારા બૉસ છે.. બીજું શું?" "ના, એતો ખરું જ.. પણ એ પહેલા..?"આદર્શે ફરી પૂછ્યું..." વોટ ડુ યુ મીન આદર્શ! "પ્રતિકાએ સહેજ ગુસ્સાથી કહ્યું...." મેં હમણા જ તારા રૂમમાં ઓમનો ફોટો જોયો ટેબલ પર પ્રતિકા." પ્રતિકા સહેજ સહેમી.. "એતો.. એતો.. ખાલી.. એમ જ.." "એમજ કોઈ પોતાના બોસનો ફોટો પોતાના ઘરમાં શું કામ રાખે પ્રતિકા! અને એ ફોટામાં સ્પષ્ટ દેખાઈ છે કે ઓમનો એ લગ્ન ના પહેલાનો ફોટો છે.. એ તારી પાસે ક્યાંથી?" આદર્શે પૂછ્યું.. આદર્શના સવાલોથી ઘાયલ પ્રતિકા સહમી ઉઠી.. તેને અચાનક પોતાનો ભૂતકાળ યાદ આવવા લાગ્યો.. તે ચાલતી ચાલતી થંભી ગઈ....

મુંબઈની ફેમસ મેનેજમેંટ સ્ટડીસ માટેની કૉલેજમાં પ્રતિકાનો આજે પહેલો દિવસ હતો.. બધા ખૂબ ઉત્સાહી હતા.. થોડા જ સમયમાં ઈંટ્રોડકશન શરૂ થયું.. વારાફરતી બધા પોતાનો પરિચય આપતાં હતા.. અચાનક ઓમ સ્ટેજ પર આવ્યો.. તેને જોઇ પ્રતિકાને પહેલી જ નજરમા દિવસે ઓમ ગમી ગયો.. બધાંના ઈન્ટ્રો પછી ફ્રેશર પાર્ટીમાં બધા એકબીજાને મળી રહ્યા હતા.. 'હાય! ઓમ., આઈ એમ પ્રતિકા.. " પ્રતિકાએ ઓમ પાસે જઈ કહ્યું.. પ્રતિકા અત્યંત મોર્ડન વિચારોની હતી એટલે એણે પાર્ટીમાં પણ શોટ્સ પહેર્યા હતા. તેને એમ કે ઓમ આ બધું જોઈ ઇમ્પ્રેસ થઈ જશે પણ ઓમે તો માત્ર ફોર્મલ હેલો જ કહ્યું... પ્રતિકાને નવાઈ લાગી પણ એ કઈ બોલી નહીં.. આમતો કેટલાય છોકરાઓ પ્રતિકા પર મરતા હતા પણ પ્રતિકા તેમને સહેજય ભાવ નહોતી આપતી.. એને તો માત્ર ઓમમાં જ રસ હતો જેને એનામાં જરાય રસ નહોતો! પ્રતિકા મુંબઈની જ હતી એટલે એ ઘરે રહેતી અને ઓમ જુહુ પાસે રેંટ પર રહેતો હતો એના રૂમમેટસ જોડે.. પ્રતિકા કોઈને કોઈ બહાને ઓમના રૂમ પર આવી જતી અને ઓમનો એક રૂમમેટ પ્રતિકાનો રીલેટીવ હોવાથી ઓમ કઈ બોલતો નહી.. પણ ઓમ એનું કામ જ કરતો.. ઓમનું અને પ્રતિકાનુ ગ્રૂપ પણ અલગ જ હતું.. પ્રતિકાને એમ કે ઓમ એની અદાઓ વગેરે થી મોહાઈ બીજાઓની જેમ એની પાસે આવશે પણ એવું બન્યું નહી એટલે પ્રતિકાએ ઓમની નજીક જવાનું શરૂ કર્યું.. લેક્ચરમાં તો કોઈને ઓમ સાથે બેસવાનો મોકો જ ના આપતી એ.. ઓમને એનાથી કોઈ પ્રોબ્લેમ નહોતો એ પ્રતિકાને સારી ફ્રેંડ જ માનતો પણ પ્રતિકા જેવું સમજતી હતી એવું કાંઈ નહોતું.. ધીરે ધીરે પ્રતિકા વધુ નજીક જવા લાગી.. ભણવાના પણ કોઈને કોઈ ડાઉટના બહાને ઓમને કોલ કરતી કોઇ વખતતો એના રૂમ પર પહોંચી જતી.. ઓમના ગ્રૂપમાં પણ બર્થડે કે મૂવી વગેરેમાં વગર બોલાવ્યે પહોંચી જતી.. ઓમ પણ કાંઈ બોલતો નહી.. જવા દેતો.. એક દિવસ તો પ્રતિકાથી રહેવાયું નહીં તો એણે ઓમને મેસેજ કરી દીધો, "ઓમ આઈ લવ યુ.." પણ ઓમ એ પણ મેસેજ કરી દીધો કે એ ખાલી એની ફ્રેંડ છે એનાથી વધારે કઈ નથી... પછી પ્રતિકાએ એ વાતને મજાકનું નામ આપી દબાવી દીધી હતી..

એક પછી એક ઘટનાઓ પ્રતિકા બોલતી ગઈ પણ એક ઘટનાથી તો આદર્શ પણ ચોંકી ગયો... વાત એમ હતી કે કોલેજનો છેલ્લો દિવસ હતો બધાને ડીગ્રી મળી ગઈ હતી.. બધાએ પાર્ટી કરવાનું નક્કી કર્યું હતું.. પાર્ટી બારમાં રાખી હતી અને દોસ્તોના આગ્રહથી જયે જ છૂટકો હતો..પણ ઓમે ડ્રિંક કરવાની ચોખ્ખી ના પાડી હતી.. પ્રતિકા મોર્ડન હતી એટલે એતો બિન્દાસ ડ્રિંક કરી રહી હતી... બધા એકબીજાને મળી રહ્યા હતા.. ગુડ બાય કહી રહ્યા હતા.. ફોટા પાડી રહ્યા હતા.. નાચી રહ્યા હતા.. ઓમને પણ એના ફ્રેન્ડે જબરજસ્તી એક ઘૂંટડો પીવડાવી દીધો.. પ્રતિકાએ પણ આ જોયું.. અચાનક પ્રતિકા ઓમને ખેંચીને ખુણામાં લઈ ગઈ.. એ હોશમાં નહોતી..ઓમને ભેટી પડી... ઓમના શર્ટને ખેંચવા લાગી ઘડીકમાં તો એક બટન પણ ખોલી નાખ્યું!! તેને એમ કે ઓમ પણ ડ્રંક છે.. પણ ઓમ હોશમાં જ હતો.. એણે જોરથી પ્રતિકાને દૂર હડસેલી દીધી.. પ્રતિકા પણ નીચે ફસડાઈ પડી... "વોટ આર યુ ડૂઈંગ પ્રતિકા" ઓમ ગુસ્સાથી બોલ્યો.. "આઈ.. આઈ લવ યુ ઓમ.. આઈ રિયલી રિયલી લવ યુ.." પ્રતિકા બોલી.. "બટ આઈ ડોન્ટ.. આઈ ડોન્ટ.. મે તને પહેલા પણ કહ્યું હતું કે વી આર જસ્ટ ફ્રેન્ડઝ.." ઓમના ધક્કાથી પ્રતિકાનો બધો નશો ઉતરી ગયો હતો.. પછી ઓમ ગુસ્સામાં પાર્ટીમાંથી ચાલ્યો ગયો.. અને બસ એ મારી અને ઓમની છેલ્લી મુલાકાત હતી.. આદર્શ આ સાંભળી બે ડગલા પાછળ ખસી ગઈ.. આ સાંભળી આદર્શ જઈ રહ્યો હતો.. "તું પણ અસ્મિતાને પ્રેમ કરે છે રાઈટ..! હું તો ઓમને ભૂલી પણ ગઈ હતી પણ તું તો હજી અસ્મિતાને ચાહે છે ને!" તે દિવસે મેં જોયું હતું તું કઈ રીતે તું અસ્મિતાને જોતો હતો.. આદર્શ બે મિનિટ તો કઈ બોલ્યો નહીં પણ એને લાગ્યું કે પ્રતિકાએ મને એના વિશે આટલું કહ્યું એટલે એને કહેવામાં વાંધો નથી લાગતો.. એટલે એણે એ અને અસ્મિતા ટ્રેનમાં મળ્યા ત્યારથી માંડીને અત્યાર સુધીની બધી વાત કરી પણ ખાલી પોતે લગ્ન રોકવા જે ખેલ માંડયા હતા તેની વાત ના કરી.. કારણકે ઓમની જાન લેવાની વાતથી પ્રતિકા ગુસ્સે ભરાઈ જાય એવી શક્યતા હતી.. પછી બંને છૂટા પડ્યા..

આ તરફ ઓમ અને અસ્મિતા ગોવા ફરી રાત્રે ડિનર કરવા પાછા આવ્યા હોટલ પર.. ઓમે અસ્મિતા માટે ઓપન ગાર્ડન ડિનર ની વ્યવસ્થા કરી હતી જે અસ્મિતા માટે સરપ્રાઇઝ હતુ..આખો ગાર્ડન મોંઘા ફૂલોથી અને કેન્ડલ થી સજાવેલો હતો.. ચારે તરફ મધમધતી જાસ્મીનની સુગંધ આવતી હતી.. ઓમે અસ્મિતાને એક વેસ્ટર્ન ડ્રેસ ગિફ્ટ કરલો એ પહેરીને જ અસ્મિતા ગાર્ડનમાં આવી હતી.. ઓમ પણ સૂટમાં હતો.. બંને સિવાય ત્યાં કોઈ નહોતું.. આખુ વાતાવરણ રોમેન્ટિક થઈ ગયું હતું.. ઓમે ઘૂંટણિએ બેસી અસ્મિતાનો હાથ ચૂમી આઈ લવ યુ પણ કહ્યું.. આખા ગાર્ડનમાં માત્ર કેન્ડલનો જ પ્રકાશ પ્રસરતો હતો.. બંને એકબીજામાં ખોવાઈ ગયા હતા.. ડિનર મા પણ બધુ અસ્મિતાની પસંદનું હતું.. અસ્મિતા ઓમના આ સરપ્રાઇઝથી ખૂબ જ ખુશ હતી.. પછી ડિનર લઈ બંને રૂમ પર ગયા.. સવારે અસ્મિતા ઉઠી તો એ ઓમની બાહોંમાં હતી એણે હાથ ખસેડી જવાનો પ્રયત્ન કર્યો તો ઓમે વધુ જોરથી હાથ મજબૂત કર્યો.. "ઓહો મિ. ઓમ તમે તો ગોવા આવીને કઈ વધારે જ રંગીન થઈ ગયા છો.. ચાલો હવે રેડી થઈ જાઓ.. ચર્ચ જોવા પણ જવાનું છેને.. પછી ઓમ અને અસ્મિતા સેંઇંટ જોસેફના ચર્ચમાં ગયા.. ત્યાં અનેરી શાંતિ હતી.. ચર્ચ જોઈ પછી બંને થોડું ફરી રિટર્ન થવાના હતા.. અસ્મિતાએ જીસસ સામે કેન્ડલ પ્રગટાવી.. અને તેનો અને ઓમનો પ્રેમ સતત વધતો રહે એવી પ્રાર્થના કરી.. પણ અચાનક કેન્ડલ ઓલવાઈ ગઈ.. અસ્મિતાને સ્ત્રી સહજ સ્વભાવથી ફાળ પડી.. પણ ઓમે તેને સમજાવી અને ફરી સળગાવી પણ છતાં ફરી કેન્ડલ ઓલવાઈ ગઈ.. "ઓમ, આમ વારંવાર કેમ કેન્ડલ ઓલવાઈ રહી છે.. ક્યાંક કઈ અણઘટતુ તો નથી બનાવાનું ને..!"

***

છેવટે બંને સુરત પાછા ફર્યા. પ્રતિકા પણ મુંબઈ ઘરે જવા રવાના થઈ અને બીજા દિવસે ઓમ અને અસ્મિતા કામે વળગ્યા.. એ દિવસે આદર્શ ઓમને ફાઇલ આપવા ઓફિસ પાછો ગયો. ત્યારે ઓમ અને અસ્મિતા સાથે મળીને વડાપાઉં ખાઈ રહ્યા હતા.. આદર્શ ને થોડી જલન થઈ કે જો તેનો પ્લાન સક્સેસ ગયો હોત તો આજે કઈ અલગ પરિસ્થિતિ હોત! પણ એ સ્વસ્થ થઈ કેબિનમાં દાખલ થયો.." ગુડ મોર્નિંગ ઓમ, અસ્મિતા! "..." અરે.. આવ આદર્શ.. બેસ.. લે તું પણ ખા વડાપાઉં! " ઓમે કહ્યું.. " ના ના હું તો નાસ્તો કરીને જ આવ્યો.. માત્ર આ ફાઇલ આપવા જ આવ્યો હતો.. ફાઇલ આપી આદર્શ નીકળી ગયો.... છેવટે આદર્શે પ્રતિકાને મેસેજ કર્યો, "તું ક્યારે પાછી આવીશ? આઈ વોન્ટ ટૂ મીટ યુ.." પ્રતિકાએ જવાબ આપ્યો કે એ તો શુક્રવારે જ પાછી આવશે.. "ઓકે ત્યારે મળીશું.." પ્રતિકાની ગેરહાજરીમાં આદર્શ ઘણું બધુ વિચારી રહ્યો હતો.. એનું શેતાન દિમાગ ફરી કામે વળગ્યું હતું.. જેટલી ઉતાવળ આદર્શને હતી એટલી જ પ્રતિકાને પણ સજ્જડ બંધ થઈ ગયેલી બારીની પાછળની ઘટનાને ફરી અજવાળામાં લાવાની હતી.. શુક્રવાર આવી ગયો.. બંને ફરી મળ્યા.. આદર્શે એનો આખો પ્લાન જણાવ્યો..આખો પ્લાન સાંભળ્યા પછી પ્રતિકા ચમકી ઊઠી... "આદર્શ આઈ કાન્ટ ડુ ધેટ..આઈ કાન્ટ.. " પ્રતિકાએ ખચકાઈને કહ્યું.. "તારે કરવું પડશે.. પ્રતિકા.. તો જ તને ઓમ અને મને મારી અસ્મિતા પાછા મળશે.. હિંમત રાખ... આઈ એમ વિથ યુ.." આદર્શે કહ્યું.

પ્લાન મુજબ પ્રતિકા બીજા દિવસથી મન પરોવીને કામ કરવા લાગી..લંચ પહેલા પ્રતિકા અસ્મિતાને જોઈ બોલી, "અસ્મિતા તું તો મેરિડ છે.. તો એન્ગેજમેંટ પહેલા કેવું ફીલ થાય?" "કેમ આમ પૂછે છે? તું તો કુવારી છે ને હજુ..?" "હાં પણ હમણાં ઘરે ગઈ તો મમ્મીએ પાંચ છ છોકરા જોઈ રાખ્યા હતા એમાંથી એક મને પસંદ પડયો છે અને મારા પંદર દિવસ પછી એન્ગજેમેંટ છે.." પ્રતિકાએ કહ્યું.. "ઓહો પ્રતિકા, મોઢું તો જો...તારું કેટલી શર્માય છે..." અસ્મિતા હસીને બોલી.. પછી લંચ સમયે અસ્મિતાએ ઓમને કહ્યું, "ઓમ તમને ખબર છે પ્રતિકાના એન્ગજેમેંટ નક્કી થઈ ગયા છે.. આ ઓફિસમાં જે આવે એના મેરેજ થઈ જાય છે નહીં..!" અસ્મિતા હસીને બોલી.. ઓમ જાણીને ખૂબ ખુશ થઈ ગયો.. કે ચાલો પ્રતિકા પરણીને જશે અને મારે શાંતિ થશે.. ત્રણેઉના ચહેરા પર હાસ્ય હતું પણ કારણ અલગ હતા..!.

પછી ચારેય નું મળવાનું વધતું ગયું.. કોઈને કોઈ બહાને વીક એન્ડ પર ચારેઉં મળ્યા કરતા.. એક વાર આવી જ એક મુલાકાતમાં અસ્મિતાએ આઈડિયા આપ્યો કે ચાલો ટ્રુથ ઓર ડેર રમીએ.. બધાને ગમ્યું.. ઓમે પૂછયું, "પણ કોઈ વાર જવાબ ના આપવો હોય તો?" "કેમ આવું પૂછે છે ઓમ તારે શેનો જવાબ નથી આપવો?" અસ્મિતાએ પૂછયું. "અરે એતો જસ્ટ આમજ!" ઓમે કહ્યું.. "ઓકે ઓકે એનો પણ ઉપાય છે.." 4 કોકાકોલાની બોટલ આપીને અને એના ઢાંકણ ચારેયને આપ્યા..અને કહ્યું કે એવું જ સમજજો કે આ માસ્ટર ઢાંકણું છે એક જ મોકો મળશે પ્રશ્ન ફેસ ના થાય ત્યારે આ મુકી દેવાનું.. પછી ખેલ શરૂ થયો.. પહેલા જવાબ અસ્મિતાએ આપવાનો આવ્યો અને સવાલ આદર્શે કરવાનો હતો.. આદર્શે પૂછ્યું,.. "તારો પહેલો ક્રશ.. કોણ હતો અસ્મિતા?!" અસ્મિતા બોલી, "શૈલેષ મારો પહેલો ક્રશ હતો.. 11 th std મા..!" ઓહોહો.. સૌ બોલ્યા.. "અરે માત્ર ક્રશ જ હતો.. બાકી લવ તો ઓમ જ છે.." અસ્મિતા શરમાતા બોલી.. પછી ફરી બોટલ ફરતા સવાલ ઓમે અને જવાબ આદર્શે આપવાનો હતો.. "ડુ યુ લાઇક અસ્મિતા?" ઓમે પૂછયું.. "યા આઇ લાઇક અસ્મિતા.." આદર્શ અનાયાસે બોલી ગયો.. પણ તરત જ પ્રતિકાએ નીચેથી જોરથી પગ માર્યો એટલે એને ભાન થતા.. "અરે એઝ.. એક ફ્રેન્ડ તરીકે.." કહીને વાત દબાવી દીધી.. ગેમ આગળ ચાલી... આ વખતે સવાલ અસ્મિતાએ અને જવાબ પ્રતિકાએ આપવાનો હતો.. અને અસ્મિતાએ એજ પૂછ્યું જે પ્રતિકા નહોતી ચાહતી.. "તારો ફર્સ્ટ લવ કોણ હતો કે છે??" પ્રતિકાની નજર અનાયાસે ઓમ પર ગઈ અને પછી એણે તરત નજર લઈ લીધી પણ અસ્મિતા એ જોઈ ગઈ.. પણ પ્રતિકાએ બિલ્લો મૂકી દીધો.. પ્રતિકાએ બિલ્લો મુકતા જ ઓમ અને આદર્શ બંનેના જીવ હેઠે બેઠા..હજુ થોડી વાર ગેમ હજુ ચાલી. ડિનર લઈ બધા છૂટા પડ્યા...

સોમવારે સવારે અસ્મિતાને ઉલ્ટીઓ થઈ ગઈ... એને એમ કે કાલે ખાવામાં કઈ આવી ગયું એટલે બધું થતું હશે.. પણ પછી ચક્કર આવતા... તે અને ઓમ દવાખાને ગયા.. ત્યાંતો ડોક્ટરે ખબર આપી કે અસ્મિતા માં બનાવની છે.. એ પ્રેગનેન્ટ છે! આ સાંભળી બંને ખૂબ ખુશ થઈ ગયા.. ઓમ અને અસ્મિતાએ માત્ર ઘરવાળા સૌને જણાવતા સૌ રાજી થઈ ગયા.. પ્રતિકા સિવાય... પ્રતિકાએ તરત આદર્શને મેસેજ કર્યો કે હવે પ્લાન એક્શનમાં મૂકી દઈએ નહીંતો 'જુનિયર ઓમ' ના જન્મ પછી બધું બહુ અઘરું થઈ જશે..!!

-અભિષેક ત્રિવેદી અને હર્ષિલ શાહ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED