પરમાત્મા ના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે.મનુષ્ય જન્મ પ્રભુને પ્રાપ્ત કરવા માટે છે.પ્રભુએ કૃપા કરી માત્ર માનવને જ એક એવી શક્તિ (બુદ્ધિ) આપી છે કે –જો માનવ આ બુદ્ધિનો સદુપયોગ કરી,વિવેકથી (સંયમથી),પવિત્ર જીવન ગાળે તો....મરતાં પહેલા તેને જરૂર પરમાત્મા ના દર્શન થાય........... માત્ર માનવમાં જ બુદ્ધિ-શક્તિ હોવાથી તે આત્મ-સ્વરૂપને પરમાત્મ-સ્વરૂપને ઓળખી લઇ,પરમાત્માના દર્શન કરી શકે છે.માનવ ધારે તો પાપ છોડી શકે છે.પણ પશુ પાપ છોડી શકતા નથી.પશુ પાપ કરે છે, પણ તેમને-અજ્ઞાન-હોવાથી,પરમાત્મા તેના પાપ માફ કરે છે. પશુ-પક્ષીઓ –શરીર તે –હું જ છું,એવું સમજી વ્યવહાર કરે છે,ત્રણ વર્ષ પછી તો તે પોતાના માતપિતાને ભૂલી જાય છે.તે પોતાના દેહને જ આત્મા માને છે,અને આત્મ-સ્વરૂપને જાણતા નથી.અને આમ પશુને પોતાના સ્વ-રૂપનું પણ ભાન નથી તો પછી એ પરમાત્મ-રૂપને ક્યાંથી પામી શકે?.શરીરને જે –આત્મા-સમજે છે, એ માનવ પશુ સમાન જ છે,આ જીવ અનેક વર્ષોથી ભોગ ભોગવતો આવ્યો છે,છતાં તેને શાંતિ મળી નથી.
નવા એપિસોડ્સ : : Every Monday, Wednesday & Friday
ભાગવત રહસ્ય - 1
ભાગવત રહસ્ય-૧ ભાગવત માહાત્મ્ય પરમાત્મા ના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે.મનુષ્ય જન્મ પ્રભુને પ્રાપ્ત કરવા છે.પ્રભુએ કૃપા કરી માત્ર માનવને જ એક એવી શક્તિ (બુદ્ધિ) આપી છે કે –જો માનવ આ બુદ્ધિનો સદુપયોગ કરી,વિવેકથી (સંયમથી),પવિત્ર જીવન ગાળે તો....મરતાં પહેલા તેને જરૂર પરમાત્મા ના દર્શન થાય........... માત્ર માનવમાં જ બુદ્ધિ-શક્તિ હોવાથી તે આત્મ-સ્વરૂપને પરમાત્મ-સ્વરૂપને ઓળખી લઇ,પરમાત્માના દર્શન કરી શકે છે.માનવ ધારે તો પાપ છોડી શકે છે.પણ પશુ પાપ છોડી શકતા નથી.પશુ પાપ કરે છે, પણ તેમને-અજ્ઞાન-હોવાથી,પરમાત્મા તેના પાપ માફ કરે છે. પશુ-પક્ષીઓ –શરીર તે –હું જ છું,એવું સમજી વ્યવહાર કરે છે,ત્રણ વર્ષ પછી તો ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 2
ભાગવત રહસ્ય-૨ પ્રભુ-દર્શનના ત્રણ પ્રકારો શાસ્ત્રમાં દર્શાવ્યા છે. ૧.સ્વપ્ન માં પ્રભુની ઝાંખી થાય તે સાધારણ દર્શન ૨.મંદિર મૂર્તિમાં પ્રભુના દર્શન થાય તે મધ્યમ દર્શન છે.મંદિરમાં પ્રભુના દર્શન મનુષ્ય કરે પણ તેને શાંતિ ક્યાં મળે છે?તેથી સિદ્ધ થાય છે કે ઉત્તમ દર્શન નથી. ૩.પ્રભુનું અપરોક્ષ દર્શન તે ઉત્તમ દર્શન છે.સ્થાવર,જંગમ ,સર્વ મનુષ્યોમાં પરમાત્માના દર્શન થાય, તે ઉત્તમ દર્શન છે.ને પ્રભુનું આ અપરોક્ષ દર્શન કે સાક્ષાત્કાર જયારે થાય ત્યારે જીવન સફળ થાય છે. વેદાંતમાં સાક્ષાત્કારના બે પ્રકારો બતાવ્યા છે. ૧.પરોક્ષ સાક્ષાત્કાર--ઈશ્વર કોઈક એક ઠેકાણે છે-તેમ માને તે ૨.અપરોક્ષ સાક્ષાત્કાર—ઈશ્વર વિના બીજું કંઈ નથી,ઈશ્વર જ બધું છે,અને હું પણ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 3
ભાગવત રહસ્ય-૩ મંદિરમાં પ્રભુના દર્શન કર્યા પછી જ્ઞાની પુરુષો જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ભગવત સ્વ-રૂપ નો અનુભવ કરે જ્યાં જાય ત્યાં ઈશ્વરનાં દર્શન કરે તે જ ઈશ્વર નું અસાધારણ દર્શન છે.જે પરમાત્મા મારામાં છે - તે સર્વમાં છે ,એ પ્રમાણે સમગ્ર જગત જેને બ્રહ્મ રૂપે દેખાય છે ,તે જ્ઞાની છે.સર્વમાં પરમાત્માનો અનુભવ કરતા તેને પોતાના સ્વ-રૂપમાં પણ પરમાત્માનો અનુભવ થાય છે.જેને પ્રત્યક્ષ દર્શન પણ કહેવાય.ઉપનિષદમાં તેને અપરોક્ષ દર્શન કહે છે. ઈશ્વરને અન્ય કે કોઈ એક સ્થળે વિચારવો કે જોવો -તેને પરોક્ષ દર્શન કહે છે,જે દર્શનથી બહુ લાભ નથી.પણ પરમાત્માના અપરોક્ષ દર્શનથી જીવ કૃતાર્થ થાય છે.જ્ઞાની પુરુષને પોતાના ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 4
ભાગવત રહસ્ય-૪ સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્રયવિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ II (જે જગતની ઉત્પત્તિ,સ્થિતિ અને વિનાશનો હેતુ છે,તથા ત્રણે પ્રકારના તાપો નો નાશ કરવાવાળા છે,એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ) પરમાત્માનાં ત્રણ સ્વરૂપો શાસ્ત્રમાં કહેલા છે.—સત્—ચિત્—આનંદ . સત્- પ્રગટ -રૂપે સર્વત્ર છે. ચિત્(જ્ઞાન) અને આનંદ –અપ્રગટ છે. જડ વસ્તુઓમાં સત્ છે પણ આનંદ નથી,જીવમાં સત્ પ્રગટ છે,પણ–આનંદ અપ્રગટ (અવ્યક્ત) છે. આમ આનંદ પોતાનામાં જ છે ,પણ મનુષ્ય આનંદ બહાર શોધે છે.સ્ત્રીમાં-પુરુષમાં-ધનમાં કે જડ પદાર્થોમાં આનંદ નથી.જીવમાં આનંદ ગુપ્ત છે.જીવ પરમાત્માનો અંશ હોવાથી તેમાં આનંદ રહેલો છે. દૂધમાં જેમ માખણ ગુપ્ત રીતે રહેલું છે,તેમ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 5
ભાગવત રહસ્ય-૫ જીવ નારાયણનો અંશ છે,તેમાં તેને મળી જવું છે.તે માટે શાસ્ત્ર માં અનેક ઉપાયો બતાવ્યા છે. તેમાં મુખ્ય છે.—કર્મ માર્ગ,જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ . પરમાત્માનાં દર્શનનું સાધન અનેક ગ્રંથોમાં આપ્યું છે.ઉપનિષદમાં પણ મનુષ્યને અપરોક્ષ સાક્ષાત્કાર કરવાનું માર્ગદર્શન આપ્યું છે.પણ વ્યાસજીએ વિચાર્યું કે ઉપનિષદની ભાષા ગૂઢ છે,સામાન્ય માણસ તે સમજી શકશે નહિ. ઉપનિષદનું જ્ઞાન દિવ્ય છે,પણ આપણા જેવા વિલાસી લોકો તેનો અનુભવ કરી શકતા નથી.મનુષ્યનું જીવન અતિ વિલાસી થયું છે,તેથી જ્ઞાનમાર્ગથી જીવ ઈશ્વર પાસે જઈ શકે તે સંભવિત નથી.અતિ વૈરાગ્ય વગર જ્ઞાન સફળ ના થાય.જ્ઞાન નો પાયો છે –વૈરાગ્ય.એવો વૈરાગ્ય પ્રાપ્ત કરવો કઠણ છે. શુકદેવજી મહારાજને એવો વૈરાગ્ય ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 6
ભાગવત રહસ્ય-૬ ભાગવતમાં એક નવીન માર્ગદર્શન આપ્યું છે.”અમે ઘર-ધંધો છોડી શકતા નથી”કહેનારને ભાગવત શાસ્ત્ર કહે છે કે-નિરાશ થશો છોડીને જંગલમાં જવાની જરૂર નથી, જંગલમાં જવાથી જ આનંદ મળે છે,તેવું નથી.જીવ સર્વ પ્રકારની પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિમાં બેસે છે ત્યારે પ્રવૃત્તિના જ વિચાર આવે છે. તમે બધું ત્યજી શકો તેમ ના હો તો વાંધો નહિ—પણ બધું ય ઠાકોરજીના ચરણ માં અર્પણ કરીને –એ બધું ભગવાનનું છે-એમ માનીને –ભગવદાર્પણવૃત્તિથી –વિવેકથી ભોગવો.તમારા ઘરમાં જે કઈ છે તે પણ પરમાત્માને અર્પણ કરો. પરમાત્માને અર્પણ કરવાનું એટલે સર્વ મંદિરમાં જઈ મૂકી આવવાનું? ના..તેવું કરવાનું નથી.પણ આ જે કંઇ છે તે ભગવાનનું છે,મારું નથી-એવી ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 7
ભાગવત રહસ્ય-૭ ભક્તિનો વિશેષ સંબંધ મન સાથે છે.માનસી પ્રભુ-સેવા શ્રેષ્ઠ છે.સાધુ-સંતો માનસી સેવામાં તન્મય બને છે.અને -એમ માનસી મન તન્મય થાય -તો જીવ કૃતાર્થ થાય.ભક્તિમાર્ગની આચાર્ય ગોપીઓ છે.તેનો આદર્શ નજર સમક્ષ રાખવો. જેનાથી મનથી ભક્તિ થતી નથી,તેને તનથી પ્રભુ-સેવા કરવાની વિશેષ જરૂર છે. જ્ઞાનમાર્ગથી,યોગમાર્ગથી-જે -ઈશ્વરના આનંદનો અનુભવ- થાય છે,તે- સહેજે ભક્તિથી પ્રાપ્ત થાય છે. યોગીને જે બ્રહ્માનંદ પ્રાપ્ત થાયછે તે આ જીવાત્માને અનાયાસે પ્રાપ્ત થાય તે માટે ભાગવતની રચના કરવામાં આવી છે.આ ભાગવતમાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે,ભગવાન કેવા છે? પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરતાં કહ્યું છે કે –તાપત્રય વિનાશાય—ત્રણ પ્રકારના તાપ-(દુઃખ) આધ્યાત્મિક,આધિદૈવિક અને અધિભૌતિક-નો નાશ કરનાર શ્રી કૃષ્ણને ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 8
ભાગવત રહસ્ય-૮ કથાના આરંભમાં એકલા કૃષ્ણને વંદન કર્યા નથી.પણ કહ્યું છે કે -શ્રી કૃષ્ણાય વયં નમઃ શ્રી નો છે રાધાજી. રાધાજી પ્રેમ સ્વરૂપ છે. ભાગવતમાં એવું લખ્યું છે કે-કૃષ્ણને કોઈ કોઈ વાર ક્રોધ આવે છે.પણ રાધાજી દયાની મૂર્તિ છે,તેમને કોઈ પર ક્રોધ આવતો નથી. જીવ ગમે તેવો દુષ્ટ હોય,પાપી હોય પણ રડતાં રડતાં – ‘શ્રી રાધે-શ્રી રાધે’ બોલવા લાગે તો રાધાજી કૃપા કરે છે. રાધાજીની કૃપા વગર જીવ ભગવાન પાસે જઈ શકતો નથી. ભગવાન ની -કૃપા શક્તિ- એ જ રાધા છે. આપણા શાસ્ત્રમાં –શક્તિ-સાથે –પરમાત્માની પૂજા કરવાનું બતાવ્યું છે.દંડકારણ્યમાં ફરતા એકલા રામજીની પૂજા કરવાની નહિ પણ સીતાજી ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 9
ભાગવત રહસ્ય-૯ અંત કાળમાં મનુષ્યને પુણ્ય નું સ્મરણ થતું નથી, પાપનું સ્મરણ થાય છે.પુણ્યનું સ્મરણ થાય તો મુક્તિ છે.અંતકાળે તીર્થ યાત્રામાં જે કઈ સત્કર્મ કર્યું હોય, ઘરમાં જે કઈ પુણ્ય કર્યું હોય તે યાદ આવતું નથી, તેનું કારણ એક જ છે કે- પુણ્ય કરે ત્યારે મનુષ્ય ગાફેલ રહે છે, જયારે પાપ કરવામાં મનુષ્ય સાવધ રહેતો હોય છે.પુણ્યમાં પૈસાનું,વિદ્યાનું અભિમાન હોય છે.'ઠાકોરજી આપે છે, તમે આપતા નથી'-એ ભાવના સાથે તમે દાન કરો તો દાનનું હજાર ગણું પુણ્ય મળે છે. પરંતુ પાપ કરવામાં મનુષ્ય જેટલો સાવધ રહે છે તેટલો પુણ્ય કરવામાં સાવધ રહેતો નથી.પાપ જાહેર થશે તો જગતમાં ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 10
ભાગવત રહસ્ય - ૧૦ વ્યાસાશ્રમમાં આરંભમાં વ્યાસજીએ ગણપતિ મહારાજનું આવાહન કર્યું એટલે ગણપતિ મહારાજ પ્રગટ થયા.વ્યાસજીએ કહ્યું-મારે ભાગવત રચના કરવી છે. પણ લખે કોણ? ગણપતિ કહે-હું લખવા તૈયાર છું.પણ એક ક્ષણ પણ નવરો નહિ બેસું.ગણપતિનું વાહન ઉંદર છે. ઉંદર એટલે ઉદ્યોગ. ઉદ્યોગ પર બેસે તેની સિદ્ધિ-બુદ્ધિ દાસી થાય છે.સતત ઈશ્વરના ચિંતનનો ઉદ્યોગ કરો તો –રિદ્ધિ-સિદ્ધિ –તમારી દાસી થશે. એક ક્ષણ પણ ઈશ્વરના ચિંતન વગર બેસશો નહિ. પ્રત્યેક કાર્યના આરંભમાં ગણપતિની પૂજા કરવામાં આવે છે. ગણપતિ વિઘ્નહર્તા છે. ગણપતિનું પૂજન કરવું એટલે જીતેન્દ્રિય થવું. ગણપતિ કહે છે કે-હું નવરો બેસતો નથી. જે નવરો બેસતો નથી તેનું અમંગળ થતું ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 11
ભાગવત રહસ્ય-૧૧ શુકદેવજીની બ્રહ્મનિષ્ઠા,વૈરાગ્ય,અલૌકિક પ્રેમલક્ષણા ભક્તિ જોઈ વ્યાસજી પણ પુત્ર શુકદેવજીને માન આપે છે.જન્મ thથતાંવેંત શુકદેવજી ઘરનો ત્યાગ વન તરફ જવા લાગ્યા. વ્યાસજીની પત્નીનું નામ વાટીકાજી છે.વાટીકાજીને તે વખતે ઘણું દુઃખ થયું છે.—ભલે એ લગ્ન ના કરે પણ ઘરમાં રહે.-તે રડવા લાગ્યા છે. વાટીકાજીએ પ્રાર્થના કરી—મારો દીકરો નિર્વિકાર બ્રહ્મરૂપ છે-તે મારી પાસેથી દૂર ના જાય,તેને રોકો –તેને રોકો. વ્યાસજી સમજાવે છે કે-જે આપણને ખુબ ગમે તે પરમાત્માને અર્પણ કરવું. તો જ આપણે પ્રભુને ગમીએ. ઘણા એવા હોય છે કે જે કાપડ ગમતું ના હોય તે ગોર મહારાજને આપે છે. ગોર મહારાજમાં ભગવાનની ભાવના રાખી અર્પણ કરવાનું હોય ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 12
ભાગવત રહસ્ય-૧૨ શૌનક્જી કહે છે—જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ વધે એવી- સારભૂત કથા સંભળાવો. આપ એવી કથા સંભળાવો –ભક્તિ પુષ્ટ થાય ,કન્હૈયો વહાલો લાગે અને સંસારના વિષયોમાં સૂગ આવે. સંસારના વિષયોમાં અરુચિ અને પ્રભુમાં રુચિ –એ કથાનું ફળ છે. જ્ઞાનમાર્ગમાં પરમાત્મા દ્રષ્ટા (જોનાર-જેમ કે આંખ- જુએ છે-જોનાર છે) છે, તે દ્રશ્ય (જે દેખાય છે તે) નથી.જે સર્વનો દ્રષ્ટા છે,સર્વનો સાક્ષી છે,એને કોણ જોઈ શકે ? ભક્તિમાર્ગમાં ભગવાન દ્રષ્ટા પણ છે અને દ્રશ્ય પણ છે. ભગવાન બધાને જુએ છે.પણ ભક્તનો પ્રેમ વધે છે તેથી તે દ્રશ્ય પણ બને છે. ભક્તિ ભગવાનને- દ્રશ્ય- બનાવે છે. “આપ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 13
ભાગવત રહસ્ય-૧૩ સુતજી કહે છે -આ કથા એવી દિવ્ય છે કે સાત દિવસ પરીક્ષિતે કથા સાંભળી તો તે ધામમાં ગયા છે. તે વખતે હું ત્યાં બેઠો હતો. મેં નજરે જોયું છે. પરીક્ષિત રાજાને આ કથા સાંભળ્યા પછી મુક્તિ મળી છે.તક્ષક નાગ કરડતાં પહેલાં જ તે પ્રભુના ધામમાં ગયા છે. –આ કથા એવી મંગલમય છે.સાત દિવસમાં પરીક્ષિતને જે કથાથી મુક્તિ મળી –તે કથા હું તમને સંભળાવું છું. પરીક્ષિતને ખાતરી હતી કે –સાતમે દિવસે મારો કાળ આવવાનો છે. તેથી તન્મય થઈને કથા સાંભળી.આપણે કાળને ભૂલી જઈએ છીએ. વક્તા શુકદેવજી જેવો અવધૂત હોય અને શ્રોતા પરીક્ષિત જેવો અધિકારી થઈને બેસે ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 14
ભાગવત રહસ્ય-૧૪ શું કરવું કે શું ના કરવું-એ તમારા મનને ના પૂછો –પણ શાસ્ત્રને પૂછો (ગીતા-૧૬-૨૪) શાસ્ત્ર કહે પ્રમાણે કરો. સદાચાર એ –પાયો- છે. અને સદવિચાર એ –મકાન- છે. આચાર બગડે એટલે વિચાર બગડે છે. આચાર –વિચાર શુદ્ધ રાખો. એના વગર -મન -ની શુદ્ધિ થતી નથી.અને મનની શુદ્ધિ ના થાય ત્યાં સુધી-ભક્તિ-થઇ શકતી નથી.વિવેકથી સંસારનો અંત ના લાવો ,ત્યાં સુધી સંસારનો અંત આવવાનો નથી.જીવનમાં સદાચાર-સંયમ –જ્યાં સુધી ના આવે –ત્યાં સુધી પુસ્તકમાંનું જ્ઞાન કંઈ કામ લાગશે નહિ.કેવળ જ્ઞાન શા કામનું ? એક ગૃહસ્થનો પુત્ર મરણ પામ્યો. ગૃહસ્થ રુદન કરે છે. તેને ત્યાં જ્ઞાની સાધુ આવે છે.અને ઉપદેશ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 15
ભાગવત રહસ્ય-૧૫ એક દિવસ ફરતાં ફરતાં નારદજી વિશાલાપુરીમાં જ્યાં સનત્કુમારો વિરાજતા હતા ત્યાં આવ્યા. નારદજીનું મુખ ઉદાસ સનત્કુમારોએ નારદજીને તેમની ઉદાસીનું કારણ પૂછ્યું. સનકાદિક -નારદજીને પૂછે છે—આપ ચિંતામાં કેમ છો ? તમે તો હરિદાસ છો. શ્રીકૃષ્ણના દાસ કદી ના હોય ઉદાસ. 'મારી કોઈ નિંદા કરે-મને કોઈ ગાળ આપે—તે મારા કલ્યાણ માટે.- જે થાય છે તે મારા ભલા માટે થાય છે' એમ વૈષ્ણવો માને છે.વૈષ્ણવો સદા પ્રભુ ચરણમાં ,પ્રભુના નામમાં રહે છે. 'વૈષ્ણવ સંસારમાં આવે તો –તે ઉદાસ થાય.વૈષ્ણવ હંમેશા પ્રસન્ન રહે છે, ચિંતા ના કરે તે જ વૈષ્ણવ. “વૈષ્ણવ તો પ્રભુનું ચિંતન કરે છે.તેમ છતાં તમે ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 16
ભાગવત રહસ્ય-૧૬ નારદજી કહે છે-કે- દુનિયામાં ક્યાંય મને શાંતિ જોવામાં આવી નહિ.કલિયુગના દોષ જોતા –ફરતાં ફરતાં તે વૃંદાવન આવ્યા. ત્યાં તેમણે એક કૌતુક જોયું.એક યુવતિ સ્ત્રી અને તેની પાસે બે વૃદ્ધ પુરુષોને મૂર્છા માં પડેલા જોયા.તે સ્ત્રી ચારે તરફ જોતી હતી.મને થયું કે –આ કોણ હશે ? પણ વિના કારણે કોઈ સ્ત્રી સાથે બોલવું યોગ્ય નથી—એમ માની હું આગળ ચાલ્યો. સનાતન ધર્મની મર્યાદા છે કે-પુરુષ કોઈ સ્ત્રીને તાકીને જુએ નહિ.તેની સાથે વગર કારણે બોલે નહિ.સાધુ પુરુષ કોઈ સ્ત્રી પાસે ન જાય.તે સ્ત્રીએ મને કયું –હે સાધો -ઉભા રહો. બીજાનું કામ સાધો એટલે તમે સાધુ બનશો.પ્રાણના ભોગે ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 17
ભાગવત રહસ્ય-૧૭ જીવનમાં કામસુખ અને પૈસા મુખ્ય થયા એટલે ભગવાન ગૌણ થઈ ગયાં.મનુષ્ય પાસે કંઈ નથી ,છતાં ઠસક રાખે કે-હું પણ કાંઇક છું. વિદ્યાનું અને સંપત્તિનું તેને અભિમાન થાય છે. વંદન કરવું એ સહેલું નથી.વંદન કરવા એ ભક્તિ છે. જે વંદન કરતો નથી એ પ્રભુને ગમતો નથી.વંદન-ભક્તિ અભિમાનથી ગઈ.સર્વમાં શ્રીકૃષ્ણની ભાવના રાખી સર્વને વંદન કરો. વંદન કરવાથી વિરોધનો નાશ થાય છે. નરસિંહ મહેતાએ –ભક્ત-નું લક્ષણ બતાવ્યું છે.-કે-સકલ લોકમાં સહુને વંદે.-સહુને વંદે તે વૈષ્ણવ. વંદન માગે તે વૈષ્ણવ(ભક્ત) નથી. અંદર –હું-પણું- હશે ત્યાં સુધી ભક્તિ વધશે નહિ.કોઈ નમે તે પહેલાં તમે નમશો , તો તમારી નમ્રતા વધશે. આજકાલ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 18
ભાગવત રહસ્ય-૧૮ ભાગવત કથાનું પાન કરવા નારદજી ત્યાંથી ગંગા કિનારે આવ્યા છે. શુદ્ધ ભૂમિમાં સાત્વિક ભાવ જલ્દી જાગે ભૂમિની અસર સૂક્ષ્મ રીતે મન પર થાય છે.ભોગ ભૂમિમાં ભોગ ના પરમાણુઓ ફરે છે.ભોગભૂમિ એ ભક્તિમાં બાધક છે.ગંગા કિનારો –જ્ઞાન- ભૂમિ છે.માટે આજ્ઞા કરી છે-કે ગંગા કિનારે ચાલો. નારદજી સનત કુમારો સાથે,ગંગા કિનારે આનંદવનમાં આવ્યા છે. નારદજી હાથ જોડીને બેઠા છે.ત્યાં ઋષિ મુનિઓ પણ ભાગવત કથાનું પાન કરવા આવ્યા છે. જે નહોતા આવ્યા તે એક એકના ઘેર ભૃગુ ઋષિ જાય છે અને વિનયથી વંદન કરી મનાવીને કથામાં લઇ આવે છે.સત્કર્મ બીજાને પ્રેરણા આપે તેને પણ પુણ્ય મળે છે. કથાના ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 19
ભાગવત રહસ્ય-૧૯ ભાગવત –એ -નારાયણનું સ્વરૂપ છે.ભગવાન શ્રીકૃષ્ણ જયારે ગોલોક ધામમાં પધાર્યા, ત્યારે પોતાનું તેજ સ્વરૂપ આ ગ્રંથમાં એકાદશ સ્કંધમાં લખ્યું છે. તેથી ભાગવત –ભગવાનની સાક્ષાત શબ્દમયી મૂર્તિ છે.ઉદ્ધવજીએ જયારે શ્રીકૃષ્ણને પૂછેલું કે- આપના સ્વધામગમન પછી આ પૃથ્વી પર અધર્મ વધશે, ત્યારે ધર્મ કોને શરણે જશે ? ભગવાને ત્યારે કહ્યું છે કે-મારા ભાગવતનો આશ્રય જે લેશે –તેના ઘરમાં કળિ આવશે નહિ. પરમાત્મા શ્રીકૃષ્ણનું નામ સ્વરૂપ –એ જ આ ભાગવતશાસ્ત્ર છે,જે પરમાત્મા સાથે સંબંધ જોડી આપે છે. પરમાત્માના નામ સાથે પ્રીતિ કરવાની બહુ જરૂર છે. નામ સાથે સંબંધ ના થાય ત્યાં સુધી –નામી -પરમાત્મા- સાથે સંબંધ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 20
ભાગવત રહસ્ય-૨૦ તુંગભદ્રા નદીના કિનારે એક ગામ હતું. ત્યાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ પોતાની પત્ની ધુન્ધુલી સાથે રહેતો પવિત્ર હતા પણ આ ધુન્ધુલી સ્વભાવથી ક્રૂર,પારકી પંચાત કરવાવાળી અને ઝગડાળુ હતી.આત્મદેવ નિઃસંતાન હતા. ઘરમાં સંપત્તિ પુષ્કળ હતી પણ સંતતિના અભાવે આત્મદેવ દુઃખી છે. સંતતિ માટે આત્મદેવે ઘણા પ્રયત્ન કર્યા,પણ સફળતા મળી નહિ,એટલે તેણે આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો, અને વન પ્રતિ પ્રયાણ કર્યું. ફરતાં ફરતાં રસ્તામાં નદી કિનારે એક સન્યાસી મહાત્મા મળ્યા. આત્મદેવ તેમની સામે રડવા લાગ્યા. મહાત્માએ રડવાનું કારણ પૂછ્યું.આત્મદેવ કહે છે કે-ખાવાનું ઘણું મળ્યું છે,પણ ઘરમાં ખાનારો કોઈ નથી.એટલે હું દુઃખી છું.મહાત્માએ કહ્યું કે-તારે ઘેર પુત્ર નથી ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 21
ભાગવત રહસ્ય-૨૧ પિંડદાનનો સાચો અર્થ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.વિચાર કરતાં સમજાશે કે- આ શરીરને પિંડ કહે છે,અને તે પરમાત્માને અર્પણ કરવું તેણે પિંડદાન કહે છે. શરીર-પિંડનો ઉપયોગ જે સત્કર્મમાં કરે છે તેને સદગતિ મળે છે. પણ શરીર-પિંડનો ઉપયોગ જે માત્ર પેટ ભરવામાં કરે તેની દુર્ગતિ થાય છે. આ શરીર ભોગ માટે નથી, ભક્તિ કરવા માટે છે.નિશ્ચય કરવો કે-મારું જીવન મેં ઈશ્વરને અર્પણ કર્યું છે. આ પ્રમાણે જે પિંડદાન કરે તે સાચું. બાકી લોટના પિંડદાનથી મુક્તિ મળતી હોય તો –ઋષિ મુનિઓ ,ધ્યાન,તપ,જપ,યોગ-વગેરે સાધનો કરે જ શા માટે ? જીવન મરણના ત્રાસમાંથી છોડાવે છે-સત્કર્મ. બીજાનું સત્કર્મ નહિ-પણ પોતાનું સત્કર્મ.પોતે ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 22
ભાગવત રહસ્ય-૨૨ ભાગવતની કથા ત્રણ પ્રકારે કરવામાં આવે છે.-આધ્યાત્મિક-આધિદૈવિક-અને આધિભૌતિક-રીતે.જરા વિચાર કરો તો સમજાશે-કે-માનવ કાયા - એ જ છે. ભદ્રા એટલે કલ્યાણ કરનારી અને તુંગ એટલે વધારે. માનવ કાયા દ્વારા જ મનુષ્ય આત્મદેવ થઇ શકે છે.આત્માનો દેવ બને તે આત્મદેવ.આત્મદેવ-એ જીવાત્મા છે. આપણે બધાં આત્મદેવ જેવા છીએ. નર જ નારાયણ બને છે. મનુષ્ય શરીરમાં રહેલો –જીવ-દેવ બની શકે છે, અને ધારે તો બીજાને પણ દેવ બનાવી શકે છે. મનુષ્ય દિવ્ય જીવન ગાળે તો –દેવ- બની શકે છે.આત્મદેવ-આત્મા-જો પ્રભુ સાથે સંબંધ જોડે તો –જીવ- દેવ- બને છે. ધુંવા-પુવા કરનારી, કુતર્કો કરનારી ધુન્ધુલી –એ-બુદ્ધિ છે. જીવ માત્ર ધુન્ધુલી(બુદ્ધિ) જોડે ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 23
ભાગવત રહસ્ય-૨3 સૂતજી સાવધાન કરે છે- અને કહે છે-કે-મોટો થતાં ધન્ધુકારી પાંચ વેશ્યાઓમાં ફસાયો છે.ચાર વેશ્યાઓ બતાવતા નથી,છ નથી –પણ પાંચ વેશ્યાઓમાં ફસાયો છે—તેમ લખ્યું છે.પાંચ વિષયો, શબ્દ-સ્પર્શ-રૂપ-રસ અને ગંધ-એ –પાંચ વેશ્યાઓ છે.આ પાંચ વિષયો પાપથી ભોગવે તે બધા ધન્ધુકારી છે.જે વિષયોનો દાસ બને છે,ત્યારે તે જ વિષયો તેને અંતકાળે મારે છે ધન્ધુકારી મડદાના હાથનું જમતો.ચોખ્ખું લખ્યું છે –શવ હસ્તેન ભોજનઃ.—મડદાનાના હાથ કયા ? જે હાથ પરોપકારમાં ઘસાય નહિ તે મડદાના હાથ છે. જે હાથથી કૃષ્ણ સેવા થતી નથી તે મડદાના હાથ છે. ધન્ધુકારી –સ્નાન-શૌચ-ક્રિયાહીન હતો.કામી હતો એટલે સ્નાન તો કરતો હશે, પરંતુ સ્નાન કર્યા પછી –સંધ્યા-સેવા ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 24
ભાગવત રહસ્ય-૨૪ ગોકર્ણ આત્મદેવને કહે છે- 'પિતાજી બહોત ગઈ થોડી રહી. ગંગા કિનારે જઈ ઠાકોરજીની સેવા કરો.' મનને થાય ત્યારે તેને કૃષ્ણ કથામાં લઇ જાવ. ભાવના કરશો તો હૃદય પીગળશે. પરદોષ દર્શન –એ સેવામાં,સત્કર્મમાં વિઘ્ન રૂપ છે-- માટે તેનો ત્યાગ કરો. ભગવાનમય જીવન ગાળવા માટે –ધ્યાન,જપ અને પાઠ અતિ આવશ્યક છે. ઉત્તમ પાઠના છ અંગ છે. અક્ષરનો સ્પષ્ટ ઉચ્ચાર,પદચ્છેદનું જ્ઞાન,ધીરજ,લયનું સામર્થ્ય અને મધુર કંઠ, પાઠ શાંત ચિત્તે કરવો,ઉતાવળથી સમજ્યા વગર ના કરવો.ગોકર્ણ કહે છે કે-'પિતાજી પ્રાતઃ કાળમાં તમે પરમાત્માની સેવા કરો,ધ્યાન કરો. ધ્યાન કરતાં કંટાળો આવે,મન છટકી જાય તો કિર્તન કરો.રોજ રાતે ભાગવતના દશમ સ્કંધ(કૃષ્ણ લીલા) નો ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 25
ભાગવત રહસ્ય-૨૫ ઈશ્વરનું અર્ચા સ્વરૂપ સર્વ માટે અનુકૂળ અને સુલભ નથી. પણ નામ સ્વરૂપ અતિ સુલભ છે.નામ સેવા કાળ (સમય)માં થઇ શકે છે. રાત્રે બાર વાગે રામજીની સેવા(રામની મૂર્તિની સેવા-પૂજા) ન થઇ શકે. પણ રામનું નામ લઇ શકાય. સ્વ-રૂપ સેવાને દેશ-કાળ(સ્થળ-સમય) ની મર્યાદા છે. નામ સેવાને તેવી કોઈ મર્યાદા નથી. માટે પ્રભુના નામમાં રહેવાની ટેવ પાડવી જોઈએ. સતત પ્રભુના દર્શન કરવાં તે અઘરું છે.તેથી મહાપુરુષો સતત પ્રભુના નામમાં પ્રીતિ રાખે છે. નામમાં રત રહે છે.ભગવાનના નામ સાથે પ્રેમ કરો. જ્ઞાની પુરુષો નામમાં નિષ્ઠા રાખે છે. નામ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. રામજીએ થોડા જીવોનો ઉદ્ધાર કર્યો હશે, ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 26
ભાગવત રહસ્ય-૨૬ ગોકર્ણે ધન્ધુકારીના મરણના સમાચાર સાંભળ્યા.તેઓ ફરતાં ફરતાં ગયાજીમાં આવ્યા છે. તેમણે સાંભળ્યું કે –મારા ભાઈની દુર્ગતિ છે. તેનો ઉદ્ધાર કરવા ગોકર્ણે ધન્ધુકારી પાછળ ગયાજીમાં શ્રાધ્ધ કર્યું છે. ભગવાનના –ચરણમાં- પિંડદાન કર્યું છે. ગયા શ્રાધ્ધ શ્રેષ્ઠ છે, ત્યાં –વિષ્ણુ પાદ (વિષ્ણુ ના ચરણ) છે. તેની કથા એવી છે.-કે-ગયાસુર કરીને એક રાક્ષસ હતો તેણે તપથી બ્રહ્માને પ્રસન્ન કર્યા. બ્રહ્માએ કહ્યું કે વરદાન માંગ.તે બ્રહ્માને કહે છે-કે-તમે શું વરદાન આપવાના હતા ? તમારે મારી પાસેથી કઈ માગવું હોય તો માંગો.તેની તપશ્ચર્યાથી દેવો ગભરાયા હતા .આ અસુર કેમ મરશે ? એટલે બ્રહ્માએ યજ્ઞ માટે તેનું –શરીર-માગ્યું.યજ્ઞ કુંડ ગયાસુરની ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 27
ભાગવત રહસ્ય-૨૭ ભાગવતની કથા શ્રવણ કરે –તો વાંસની એક એક ગાંઠ તૂટે છે. પરમાત્માની કથા સાંભળ્યા પછી –ધીરે આસક્તિઓની ગાંઠ તૂટે છે. પ્રભુ પ્રત્યે પ્રેમ વધી જાય એટલે-આસક્તિઓની ગાંઠ છૂટી જાય છે.ગાંઠ છોડવાનું કહ્યું છે(વિવેકથી)—ગાંઠ કાપવાનું નહિ.ભગવાનના નામનો જપ કરશો—તે એકલો જ સાચો છે-એમ માની ને તેનું સ્મરણ કરશો તો વાસનાની ગાંઠ છૂટશે. એક ગૃહસ્થનો નિયમ-કે બાર વર્ષથી ભાગવત કથા સાંભળે. એક બ્રાહ્મણ રોજ કથા કરવા આવે. એક દિવસ શેઠને બહારગામ જવાનું થયું. કથા સાંભળવાના નિયમનો ભંગ કેવી રીતે થાય ? તેમણે બ્રાહ્મણને કહ્યું-મારાથી કાલે કથા નહિ સંભળાય-નિયમનું શું થશે ? બ્રાહ્મણે કહ્યું-તમારા બદલે તમારો પુત્ર કથા ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 28
ભાગવત રહસ્ય-૨૮ ધન્ધુકારી માટે કથા કરી તે આષાઢ મહિનામાં કરી છે. શ્રાવણ મહિનામાં લોકોએ આગ્રહ કર્યો એટલે –ગોકર્ણ કથા કરવા બેઠા છે.કથા સાંભળતા અમારે બીજો કોઈ વિચાર કરવો નથી, એકવાર ભૂલ થઇ –અને તેથી અમે રહી ગયા.અતિશય સાવધાન થઈને બધાં કથા સાંભળે છે. વક્તા –શ્રોતા નું મન એક થયું છે. પ્રભુ-પ્રેમથી હૃદય પીગળવા લાગ્યું. તે વખતે ભક્તિ મહારાણી પ્રગટ થયા છે. જ્ઞાન અને વૈરાગ્યને લઇને પધાર્યા છે. કથાથી ભક્તિ મહારાણી પ્રગટ થાય છે. આપણામાં ભક્તિ છે-પણ છિન્ન ભિન્ન છે. તેને પુષ્ટ કરવાની છે. ભાગવતની કથાથી ભક્તિ પુષ્ટ થાય છે. જ્ઞાન અને વૈરાગ્યની સાથે ભક્તિ વધે તો મુક્તિ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 29
ભાગવત રહસ્ય-૨૯ વૈરાગ્ય એટલે શું ? ભોગના અનેક પદાર્થો મળે-તેમ છતાં જેનું મન તેમાં ન જાય તેનું નામ છોડવાની જરૂર નથી-પરંતુ જગતને જે દ્રષ્ટિથી જુઓ છો –તેને છોડવાની જરૂર છે.જગતને કામ-દ્રષ્ટિથી-ભોગ દ્રષ્ટિથી ન જુઓ. દોષ- દ્રષ્ટિ હોય ત્યાં સુધી દેવ દ્રષ્ટિ થતી નથી. વક્તા જ્ઞાની હોવો જોઈએ. વક્તા જ્ઞાની હોવાં છતાં લૌકિક સુખમાં તેનું મન ફસાયેલું હોય તો –વક્તા થવાને –લાયક નથી.લખેલું છે કે-ઉપદેશ આપનાર-બ્રાહ્મણ હોવો જોઈએ.વક્તા ધીર-ગંભીર હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલ હોવો જોઈએ. વાણી અને વર્તન એક હોય તેજ ઉત્તમ વક્તા છે.ઘણાં લોકો સાંભળવા આવે તેથી કોઇ ઉત્તમ વક્તા બની જતો નથી. સમાજનું આકર્ષણ તો સાધારણ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 30
ભાગવત રહસ્ય-૩૦ સ્કંધ-૧ કોઈ પણ સત્કર્મની શરૂઆત –મંગલાચરણથી કરવામાં આવે છે.સત્કર્મોમાં અનેક વિઘ્નો આવે છે. તે સર્વ (વિઘ્નો)ની માટે મંગલાચરણની આવશ્યકતા છે. કથા માં બેસો ત્યારે પણ મંગલાચરણ કરીને બેસો.શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે દેવો પણ સત્કર્મમાં વિઘ્ન કરે છે. દેવોને ઈર્ષા થાય છે કે-આ નારાયણનું ધ્યાન કરશે તો અમારા જેવો થશે. તેથી આ દેવોને પણ - પ્રાર્થના કરવી પડે છે.-કે –અમારા સત્કાર્ય માં વિઘ્ન ના કરશો. સૂર્ય અમારું કલ્યાણ કરો.વરુણદેવ અમારું કલ્યાણ કરો...વગેરે..જેનું આચરણ મંગલ છે-તેનું મનન અને ચિંતન કરવું—એ મંગલાચરણ.એવા એક માત્ર પરમાત્મા છે. શ્રીકૃષ્ણનું ધામ મંગલ છે.નામ મંગલ છે. સંસારની કોઈ વસ્તુ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 31
ભાગવત રહસ્ય-૩૧ ધ્યાનમાં બીજા કોઈનું ચિંતન કરશો નહિ. કોઈ જીવનું કે કોઈ જડ વસ્તુનું ધ્યાન ના કરો.અનેક જન્મથી મનને રખડવાની ટેવ પડી છે. ધ્યાનમાં –સહુ-પહેલાં સંસારના વિષયો દેખાય છે.તે ના દેખાય તેનો કોઈ ઉપાય ? તેનો ઉપાય એ છે કે જયારે ધ્યાન કરતાં મન ચંચળ બને –ત્યારે વારંવાર –પરમાત્માનું કિર્તન કરો. કૃષ્ણ કિર્તનથી જગતનું વિસ્મરણ થાય છે. પરમાત્માના મંગલમય સ્વરૂપને નિહાળતા-તેના નામનું કિર્તન કરો.વાણી કિર્તન કરે (મુખથી) અને આંખ દર્શન કરે તો મન શુદ્ધ થાય છે.(મન શુદ્ધ થતાં -ધ્યાન થાય છે).મન-શુદ્ધિ સ્નાનથી-દાનથી-તીર્થયાત્રાથી કે (એવા બીજા કશાથી ય ) થતી નથી. તેનાથી શરીર શુદ્ધ થાય છે.ઈશ્વરના સતત –ચિંતન ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 32
ભાગવત રહસ્ય-૩૨ પરમાત્મા શ્રીકૃષ્ણને પોતાના–સર્વ વિનાશ---માં પણ આનંદ છે. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું છે. શ્રીકૃષ્ણ ગાંધારીને મળવા આવે ગાંધારીએ શ્રાપ આપ્યો છે.—મારા વંશમાં તેં એકે ને ય રહેવા દીધો નહિ.-જા-તારા વંશમાં પણ કોઈ રહેશે નહિ. પણ તેથી શ્રીકૃષ્ણ ખુશ થાય છે.તેઓ કહે છે કે – મા,હું વિચાર કરતો હતો કે આ બધાનો વિનાશ કેવી રીતે કરવો ? સારું થયું –તમે શ્રાપ આપ્યો. સર્પ ઉપર શયન કરવાનો વખત આવે તો પણ પરમાત્માને શાંતિ છે,(શાંતાકારમ ભુજગશયનમ). ત્યારે સામાન્ય લોકોને તો પલંગ-પથારી પર શયન કરવા મળે તો પણ શાંતિ નથી. શ્રીકૃષ્ણને કેવી શાંતિ છે !! લય (સર્વનો વિનાશ) –એ પણ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 33
ભાગવત રહસ્ય-૩૩ અંધારામાં પડેલું દોરડું-સર્પ રૂપે ભાસે છે. પરંતુ પ્રકાશ પડતા –તેના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે.એ ---રજ્જુ-સર્પ સંસાર અસત્ય હોવા છતાં –માનવીને અજ્ઞાનને કારણે (અજ્ઞાનના અંધારાના કારણે) -તે સત્ય હોય તેમ ભાસે છે.જગતનો ભાસ ઈશ્વરના અજ્ઞાનમાંથી થાય છે. ઈશ્વરનું જ્ઞાન નથી એટલે તેમને જગત સત્ય –જેવું- લાગે છે. આ દ્રશ્ય જગત –ભ્રમ રૂપ છે.-ખોટું છે-તેમ છતાં –સત્યરૂપ પરમેશ્વરના આધારે તે ટકેલું હોવાથી –સત્ય-જેવુંભાસે છે. જગતનું અધિષ્ઠાન (આધાર)-ઈશ્વર –સત્ય હોવાથી –જગત અસત્ય હોવાં છતાં સત્ય લાગે છે. રાજાએ ખોટાં મોતીનો હાર પહેર્યો હોય તો પણ એની પ્રતિષ્ઠાને કારણે-લોકો માનશે કે-રાજાએ સાચા મોતી નો હાર પહેર્યો છે. રાજાના ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 34
ભાગવત રહસ્ય-૩૪ પ્રેમમાં કંઈ લેવાની ઈચ્છા થતી નથી. પ્રેમમાં સર્વ-સમર્પણની ભાવના થાય છે.આપવાની- ભાવના થાય છે.મોહ –ભોગ –માગે પ્રેમ-ભોગ- આપે છે. પ્રેમમાં માગણી ના હોય. પ્રેમમાં માગણી આવી એટલે સાચો પ્રેમ ગયો-સમજવો. ભક્તિમાં -માંગો એટલે માગેલી વસ્તુ મળશે ખરી-પણ ભગવાન જશે. ગીતાજી માં કહ્યું છે કે-(ગીતા-અ.૭-શ્લોક-૨૩) સકામી (ફળની ઈચ્છાથી કર્મ કરવા વાળા) ભક્તો-જે જે દેવતાઓની પૂજા કરે છે-તે તે દેવતાઓ દ્વારા-હું તેમને ઈચ્છિત ભોગો આપું છું.પરંતુ મારી નિષ્કામ (ફળની ઈચ્છા વગરનું –ફક્ત પ્રભુ માટેનું કર્મ) ભક્તિ કરનારા ભક્તો મને પ્રાપ્ત કરે છે. ભગવાન પાસે પૈસા માંગશો તો ભગવાન પૈસા આપશે-પરંતુ-પછી- ભગવાન મળશે નહિ. તમે ભગવાન પાસે ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 35
ભાગવત રહસ્ય-૩૫ માગવાથી મૈત્રીનું ગૌરવ ટકતું નથી. સાચી મૈત્રી સમજનાર માગતો નથી. સુદામાની –ભગવાન સાથેની મૈત્રી જુઓ.સુદામાની સ્થિતિ હતી.પણ સુદામા જ્ઞાની હતા. છ શાસ્ત્ર અને ચાર વેદનું તેમને જ્ઞાન હતું.પરંતુ તેમણે નિશ્ચય કરેલો કે ધનના માટે મારે જ્ઞાનનો ઉપયોગ કરવો નથી.જ્ઞાનનું ફળ પૈસો નથી. 'જ્ઞાનનો ઉપયોગ મારે પરમાત્માના ધ્યાનમાં કરવો છે.' સુદામા દેવ ઘરમાં જ કથા કરતાં. પતિ વક્તા અને પત્ની શ્રોતા. મિત્રો માટે લાલો માખણચોર બન્યો છે. ચોરી કરી પણ લાલાએ માખણ ખાધું નથી. મિત્રો ભગવાનને વહાલા છે.જે જીવ પરમાત્મા સાથે મૈત્રી કરે તે પ્રભુને વહાલા લાગે છે.સુશીલા (પત્ની) એ સુદામાદેવને કહ્યું-તમે દ્વારકાનાથને મળવા જાઓ.સુદામાએ કહ્યું-હું ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 36
ભાગવત રહસ્ય-૩૬ નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે, ગોપીઓનો શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ-આનું ઉદાહરણ છે. ગોપીઓને મુક્તિની ઈચ્છા નહોતી. શ્રીકૃષ્ણનું સુખ અમારું સુખ-એવો -પ્રેમનો આદર્શ હતો.શુદ્ધ પ્રેમમાં પ્રિયતમના સુખનો જ વિચાર કરવાનો-પોતાના સુખનો નહિ. એક ગોપીએ ઉદ્ધવને સંદેશો આપ્યો છે કે-કૃષ્ણના વિયોગમાં અમારી દશા કેવી છે, તેનો –ઉદ્ધવજી –આપે અનુભવ કર્યો છે,મથુરા ગયા પછી,શ્રીકૃષ્ણને કહેજો –કે- આપ મથુરામાં આનંદથી બિરાજતા હો-તો અમારા સુખ માટે-વ્રજમાં આવવાનો પરિશ્રમ કરશો નહિ-અમારો પ્રેમ- જાતને સુખી કરવા માટે નહિ પણ-શ્રીકૃષ્ણને સુખી કરવા માટે છે. શ્રી કૃષ્ણના વિયોગમાં અમે દુઃખી છીએ-વિલાપ કરીએ છીએ-પરંતુ અમારા વિરહમાં જો તેઓ મથુરામાં સુખી હોય તો-સુખી રહે.અમારા સુખ માટે તેઓ અહીં ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 37
ભાગવત રહસ્ય-૩૭ ચાંગદેવ પોતે પ્રાપ્ત કરેલ યોગ સિધ્ધીના બળે ૧૪૦૦ વર્ષ જીવ્યા હતા. મૃત્યુને ચૌદ વખત તેઓએ પાછું હતું. તેઓ સિધ્ધિઓમાં ફસાયેલા હતા. તેમને પ્રતિષ્ઠા નો મોહ હતો.તેઓએ જ્ઞાનેશ્વરની કીર્તિ સાંભળી. ચાંગદેવ જ્ઞાનેશ્વર –માટે મત્સર(ઈર્ષા) કરવા લાગ્યા.કે-આ બાળક શું મારાં કરતાં પણ વધ્યો ? જ્ઞાનેશ્વરની ઉંમર સોળ વર્ષની-તે વખતે - હતી. ચાંગદેવને જ્ઞાનેશ્વરને પત્ર લખવાની ઈચ્છા થઇ.-પણ પત્રમાં સંબોધન શું લખવું ? જ્ઞાનેશ્વર પોતાની ઉંમરમાં પોતાનાથી નાના-માત્ર સોળ વર્ષના –હતા-એટલે –પૂજ્ય તો કેમ લખાય ? વળી આવા મહાજ્ઞાનીને ચિરંજીવી પણ કેમ લખાય ? આવી ભાંજગડમાં જ –તે પત્રની શરૂઆત પણ ના કરી શક્યા. તેથી તેમણે કોરો પત્ર ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 38
ભાગવત રહસ્ય-૩૮ ઋષિ મુનિઓએ એક વખત ભગવાનને પૂછ્યું-કે-અમને કોઈ સાત્વિક જગ્યા બતાવો. જે ભૂમિ અમને ભજનમાં સાથ ઋષિ મુનિઓને એક ચક્ર આપ્યું. અને કહ્યું-આ ચક્ર જ્યાં સ્થિર થાય-ત્યાં તપ કરજો.ઋષિ મુનિઓ ચક્ર લઇ ચાલ્યા છે. ફરતાં-ફરતાં નૈમિષારણ્યની ભૂમિ પર આવ્યા છે. ત્યાં ચક્ર સ્થિર થયું.સુધી મુનિઓએ આ ભૂમિ પર તપ કર્યું છે. (પરમાત્માએ આપણને મન-રૂપી ચક્ર આપ્યું છે-જે સતત ગતિશીલ રહેતું હોય છે--કોઈ સાત્વિક ભૂમિ ઉપર જલ્દી સ્થિર થાય છે. અને જો મન રૂપી- ચક્ર -સ્થિર થાય- તો જ- તપ –સાધન થઇ શકે) આ નૈમિષારણ એ સાત્વિક ભૂમિ છે. તેમાં અઠ્યાસી હજાર ઋષિઓનું બ્રહ્મ-સત્ર થયું છે. ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 39
ભાગવત રહસ્ય-૩૯ વક્તાનો અધિકાર સિદ્ધ થવો જોઈએ –તેમ-શ્રોતાનો અધિકાર પણ સિદ્ધ થવો જોઈએ.શ્રવણ (સાંભળવાના) ના ત્રણ પ્રધાન અંગ શ્રદ્ધા- શ્રોતાએ શ્રદ્ધા-એકાગ્રતાથી કથા સાંભળવી જોઈએ જીજ્ઞાસા-શ્રોતામાં જાણવાની –જીજ્ઞાસા- હોવી જોઈએ.(માત્ર કુતુહુલતા ના ચાલે) નિર્મત્સરતા –શ્રોતાને જગતમાં કોઈ જીવ પ્રત્યે મત્સરભાવ (ઈર્ષા) ના હોવો જોઈએ. કથામાં દીન થઈને જવું જોઈએ. પાપ છોડો.અને “મને ભગવાનને મળવાની –તીવ્ર-આતુરતા છે-“ એવી ભાવના કરો તો કૃષ્ણના દર્શન થાય. પ્રથમ સ્કંધમાં શિષ્યનો અધિકાર બતાવ્યો છે.પરમાત્માની કથા વારંવાર સાંભળશો તો પ્રભુ પ્રત્યે પ્રેમભાવ જાગશે.શૌનક મુનિએ સૂતજીને કહ્યું-ભગવત કથામાં અમને શ્રધ્ધા છે, તમારા પ્રત્યે આદર છે. અનેક જન્મોનાપુણ્યનો ઉદય થાય ત્યારે અધિકારી વક્તાના ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 40
ભાગવત રહસ્ય-૪૦ જેનાથી ભગવાન શ્રીકૃષ્ણમાં ભક્તિ થાય-એ-મનુષ્યો માટે શ્રેષ્ઠ ધર્મ છે. ભક્તિ પણ એવી-કે-જેમાં કોઈ પ્રકારની કામના ના અને જે નિત્ય નિરંતર થાય. આવી ભક્તિથી-હૃદય-“આનંદ રૂપ પરમાત્મા” ની પ્રાપ્તિ કરીને-કૃત-કૃત્ય થઇ જાય છે.(ભાગવત-૧-૨-૬) સૂતજી કહે છે- જીવાત્મા અંશ છે. પરમાત્મા અંશી(જેમાંથી અંશ થાય તે) છે. આ જીવ કોઈ જીવનો અંશ નથી-જીવ કોઈ જીવનો નથી-જીવ ઈશ્વરનો છે. ઈશ્વરથી વિખુટો પડ્યો છે-તેથી તેની દશા બગડી છે. અંશ-અંશીથી વિખુટો પડ્યો છે. તેથી તે દુઃખી છે. તે અંશ-અંશીમાં મળી જાય –તો જીવનું કલ્યાણ થાય. ભગવાન કહે છે-કે-તું મારો અંશ છે-તું મને મળીને કૃતાર્થ થઈશ. નર એ નારાયણ નો અંશ છે.(આત્મા એ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 41
ભાગવત રહસ્ય-૪૧ ભક્તિમાં આનંદ છે.કદીક ભક્તિ માં આનંદ આવતો નથી-તો તેનું કારણ એ છે કે ભક્તિ બરાબર થતી ભક્તિ કરે છે-પણ મોટે ભાગે-ધનથી-શરીરથી –ભક્તિ કરે છે.મનથી કરતો નથી.વાણી ભગવાનનાં નામનો ઉચ્ચાર કરે પણ મન જો ભગવાનનું સ્મરણ ના કરે તો-તેનો કોઈ અર્થ નથી.સેવામાં- ક્રિયા –એ મુખ્ય નથી. –ભાવ- એ મુખ્ય છે. ભાવથી ભક્તિ સફળ થાય છે. સર્વ વિષયો મનમાંથી હટાવો-તો સેવામાં જરૂર આનંદ આવશે.શ્રીકૃષ્ણ વિના બધું તુચ્છ છે-શ્રીકૃષ્ણ વિના બધું દુઃખ રૂપ છે.-એવું દ્રઢ જ્ઞાન થશે –તો ભક્તિ થશે. પરમાત્મા સાથે પ્રેમ કેળવવો હશે તો વિષયોનો પ્રેમ છોડવો જ પડશે. “પ્રેમ ગલી અતિ સાંકરી-તામે દો ન સમાય” ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 42
ભાગવત રહસ્ય-૪૨ શ્રીકૃષ્ણના સ્વ-રૂપનું જેને બરોબર જ્ઞાન થાય છે-તે ઈશ્વરથી જુદો રહી જ શકતો નથી. સર્વમાં ઈશ્વરને જોનારો-પોતે બને છે. શુદ્ધ -બ્રહ્મ- માયા- ના સંસર્ગ વિના અવતાર લઇ શકે નહિ. સો ટચનું સોનું એટલું પાતળું હોય છે કે-તેમાંથી દાગીના ઘડી શકાય નહિ. દાગીના બનાવવા તેમાં બીજી ધાતુ ઉમેરવી પડે છે.તેવીજ રીતે પરમાત્મા પણ માયાનો આશ્રય-કરી-અવતાર લઇ પ્રગટ થાય છે.પણ ઈશ્વરને માયા બાધક થતી નથી-જીવને માયા બાધક થાય છે. ભગવાન પ્રત્યે પ્રેમ વધારવા –ભગવાનના અવતારોની કથા સાંભળો. પરમાત્માના -૨૪- અવતારો છે. તે ચોવીસ અવતારોની કથા ભાગવતમાં વર્ણવી છે. તે કથાઓનું શ્રવણ કરવાથી પરીક્ષિતને મોક્ષ મળ્યો છે.ધર્મ નું સ્થાપન ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 43
ભાગવત રહસ્ય-૪૩ ભગવાન વ્યાસે-ભગવત ચરિત્રોથી પરિપૂર્ણ –ભાગવત -નામનું પુરાણ બનાવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ, ધર્મ-જ્ઞાન વગેરે સાથે જયારે સ્વધામ –આ કળિયુગમાં અજ્ઞાનરૂપી –અંધકારથી –લોકો આંધળા બન્યા. એ સમયે ભાગવત પુરાણ પ્રગટ થયું છે. આ પુરાણ સૂર્યરૂપ(અજવાળા રૂપ) છે. સૂતજી કહે છે કે-શુકદેવજીએ –પરીક્ષિતરાજાને આ કથા સંભળાવેલી-તે વખતે હું ત્યાં હાજર હતો. હું હાથ જોડીને ઉભો હતો.ગુરુદેવે કૃપા કરીને મને બોલાવ્યો. મને પરીક્ષિત પાસે બેસાડ્યો. યથામતિ આ પુરાણકથા હું તમને સંભળાવું છુ. શૌનક્જીએ પૂછ્યું કે-વ્યાસજીએ ભાગવતની રચના શા માટે કરી? રચના કર્યા પછી તેનો પ્રચાર કેવી રીતે કર્યો? શુકદેવજીની જન્મથી જ બ્રહ્માકારવૃત્તિ છે. તે ભાગવત ભણવા ગયા તે અમને ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 44
ભાગવત રહસ્ય-૪૪ સૂતજી કહે છે-દ્વાપરયુગની સમાપ્તિનો સમય હતો. બદ્રીનારાયણ જતાં રસ્તામાં કેશવ-પ્રયાગ આવે છે, ત્યાં વ્યાસજીનો-સમ્યપ્રાશ- આશ્રમ છે. રચના ત્યાં થઇ છે.વ્યાસજીને કળિયુગના દર્શન થયાં. તેમને-તે વખતે-પાંચ હજાર વર્ષ પછી શું થશે?-તેના દર્શન થયાં. (બારમાં સ્કંધમાં આનું વર્ણન કર્યું છે.વ્યાસજીએ જેવું (સમાધિમાં) જોયું તેવું લખ્યું છે.) વ્યાસજીએ જોયું(વિચાર્યું)- કે –કળિયુગમાં લોકો વિલાસી થશે-મનુષ્યો બુદ્ધિહીન થશે. વેદશાસ્ત્રનું અધ્યયન કરી શકશે નહિ. આથી તેમણે વેદના ચાર વિભાગ કર્યા. પણ પાછું ફરીથી વિચાર્યું કે-વેદનું પણ કદાચ અધ્યયન કરે તો તેને સાચી રીતે સમજી શકશે નહિ-તેના તાત્પર્યનું (તત્વનું) જ્ઞાન થશે નહિ. તેથી સત્તર પુરાણોની રચના કરી. વેદોનો અર્થ સમજાવવા –વ્યાસજીએ પુરાણો ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 45
ભાગવત રહસ્ય-૪૫ વ્યાસજી કહે છે- તમારી વાત સાચી છે. મારું મન અશાંત છે.પણ અશાંતિનું કારણ શું છે? તે નથી. જાણતો નથી.મારી કાંઇક ભૂલ થઇ છે. પણ મને મારી ભૂલ સમજાતી નથી. કૃપા કરી મને મારી ભૂલ બતાવો.હું તમારો ઉપકાર માનીશ.મારી ભૂલ હું સુધારીશ. પ્રત્યક્ષમાં વખાણ કરનાર ઘણા મળે છે.પણ ભૂલ બતાવનારા મળતા નથી.જેને તમારી લાગણી હશે તે જ તમને તમારી ભૂલ બતાવશે. માટે જે-તમારી ભૂલ બતાવે તેનો ઉપકાર માનજો. મનુષ્યને પાપ કરતાં શરમ નથી આવતી-પણ પાપની કબુલાત કરતાં શરમ આવે છે. ભૂલ કબુલ કરતાં શરમ આવે છે.વ્યાસજીનો વિવેક જોતાં-નારદજીને આનંદ થયો. નારદજીએ કહ્યું-મહારાજ આપ નારાયણના અવતાર ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 46
ભાગવત રહસ્ય-૪૬ પરમાત્મા જેને પોતાનો ગણે છે તેને જ પોતાનું સ્વરૂપ બતાવે છે.પ્રભુએ પોતાનું- નામ- પ્રગટ રાખ્યું છે-પણ સ્વ-રૂપ છુપાવ્યું છે. જયારે લાડીલા ભક્તો-પરમાત્માની બહુ ભક્તિ કરી ભગવાન ને લાડ લડાવે છે-ત્યારે-જ પરમાત્મા પોતાનું સ્વ-રૂપ બતાવે છે. અરે! સામાન્ય –જીવ પણ-જ્યાં પ્રેમ ના હોય-ત્યાં- પોતાનું સ્વરૂપ(વસ્તુ) છુપાવે છે.અજાણ્યા અને પારકાના સામે તિજોરી પણ ખોલતો નથી. જેના તરફ થોડો પ્રેમ હોય તો-વગર કહ્યે બધું બતાવે છે.અને જો અતિશય પ્રેમ હોય તો-તિજોરીની ચાવી પણ આપી દે છે.તો પછી-અતિશય પ્રેમ વગર-પરમાત્મા પણ કેવી રીતે પ્રગટ થાય ? જીવ જયારે અતિશય પ્રેમ કરે છે-ત્યારે-જ-ભગવાન માયાનો પડદો દૂર હટાવી દે છે-અને પ્રગટ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 47
ભાગવત રહસ્ય-૪૭ નારદજી કહે છે કે-સાંભળો.હું સાત-આઠ વર્ષનો હોઈશ.મારા પિતા નાનપણમાં મરણ પામેલા.તેથી મને મારા પિતા બહુ યાદ મારી મા એક બ્રાહ્મણના ઘરમાં દાસી તરીકે કામ કરતી હતી. હું દાસી-પુત્ર હતો. હું ભીલના બાળકો સાથે રમતો.મારા પૂર્વ જન્મના પુણ્યનો ઉદય થતાં-અમે જે ગામમાં રહેતા હતા-ત્યાં ફરતા ફરતા કેટલાક ભજનાનંદી સંતો આવ્યા. ગામ લોકોએ તેમનું સન્માન કર્યું. કહ્યું કે- ચાર મહિના અમારા ગામમાં રહો. તમારા જ્ઞાન-ભક્તિનો અમને લાભ આપો.અને સંતોને કહ્યું-આ બાળકને અમે તમારી સેવામાં સોંપીએ છીએ.તે તમારા વાસણ માંજ્શે-કપડાં ધોશે-પૂજાના ફૂલો લાવશે.ગરીબ વિધવાનો છોકરો છે. પ્રસાદ પણ તમારી સાથે જ લેશે. “સાચાં સંત મળવા મુશ્કેલ છે-કદાચ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 48
ભાગવત રહસ્ય-૪૮ નારદજી-વ્યાસજીને પોતાનું આત્મ ચરિત્ર કહી સંભળાવે છે. “હું ઓછું બોલતો,સેવામાં સાવધાન રહેતો અને વિનય રાખતો. ગુરુદેવે મારા પર ખાસ કૃપા કરી-અને વાસુદેવ-ગાયત્રી નો મંત્ર આપ્યો. (સ્કંધ-૧ -અધ્યાય-૫ –શ્લોક -૩૭ –એ વાસુદેવ-ગાયત્રી મંત્ર છે) નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ, પ્રધ્યુમ્નાયા નમઃ સંગર્ષણાય ચ. ચાર મહિના આ પ્રમાણે મેં ગુરુદેવની સેવા કરી. ચાર મહિના પછી ગુરુજી જવાની તૈયારી કરવા લાગ્યા. ગુરુજી હવે જવાના –તે જાણી મને દુઃખ થયું. ગુરુજી એકાંતમાં વિરાજતા હતા.ત્યાં હું ગયો.સાષ્ટાંગ પ્રણામ કરી-મેં ગુરુજીને કહ્યું કે-મને આપ સાથે લઇ જાવ.મારો ત્યાગ ના કરો. હું આપના શરણે આવ્યો છુ. હું આપને ત્રાસ નહિ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 49
ભાગવત રહસ્ય-૪૯ ગુરુ એ કહ્યું-રોજ એવી ભાવના રાખવી-કે-શ્રીકૃષ્ણ મારી સાથે જ છે. શ્રીકૃષ્ણ પ્રેમનું સ્વરૂપ છે.ખાવા બેસ ત્યારે ભાવના કર કે-કનૈયો જમવા બેઠો છે. સૂએ-ત્યારે પ્રભુ સાથે સૂતા છે-એવી ભાવના કર-યોગ સિદ્ધિ થાય નહી -ત્યાં સુધી ભાવના કર્યા કર.બેટા,તું બાલકૃષ્ણનું ધ્યાન કરજે. બાલકૃષ્ણની માનસી સેવા કરજે. બાલકૃષ્ણનું સ્વરૂપ અતિ મનોહર છે. બાળકને થોડું આપો તો પણ રાજી થાય છે. નારદજી કહે છે કે-મારા ગુરુજી મને છોડી ને ગયા.મને ઘણું દુઃખ થયું. દુર્જન જયારે મળે ત્યારે દુઃખ આપે છે-સંત જયારે છોડી ને જાય ત્યારે. દુઃખ આપે છે. ગુરુજીનું સ્મરણ કરતાં નારદજી રડી પડ્યા. “સાચા સદગુરુને કોઈ સ્વાર્થ હોતો ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 50
ભાગવત રહસ્ય-૫૦ નારદજી કહે છે –સતત હું વિચારતો-મારા શ્રીકૃષ્ણની ઝાંખી થાય તો કેવું સારું ? અને લાલાએ કૃપા ખરી!! એક દિવસ ધ્યાનમાં મને સુંદર નીલો પ્રકાશ દેખાયો. પ્રકાશને નિહાળીને હું જપ કરતો હતો.ત્યાં જ –પ્રકાશમાંથી બાલકૃષ્ણ નુ સ્વરૂપ પ્રગટ થયું.મને બાલકૃષ્ણલાલના સ્વરૂપની ઝાંખી થઇ. પીળું પીતાંબર પહેર્યું છે. કેડ પર કંદોરો છે. આંખમાં મેંશ આંજી છે.કાનમાં કુંડલ પહેર્યા છે.મસ્તક પર મોરપીંછ છે.મારા કૃષ્ણે કસ્તુરીનું તિલક કર્યું છે. વક્ષસ્થળમાં કૌસ્તુભમાળા ધારણ કરેલી છે. નાકમાં મોતી, હાથમાં વાંસળી છે.અને આંખો-પ્રેમથી ભરેલી છે. મને જે આનંદ થયો તેનું વર્ણન કરવાની શક્તિ-સરસ્વતીમાં પણ નથી.હું દોડ્યો-કૃષ્ણ ચરણમાં વંદન કરવા-પણ-હું જ્યાં વંદન ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 51
ભાગવત રહસ્ય-૫૧ નારદજી કહે છે-ભગવાનને કિર્તન ભક્તિ અતિ પ્રિય છે. આ વીણા- લઇ હું જગતમાં ફરું છું. નાદ સાથે કરું છુ.હું જગતમાં ફરું છું-અને અધિકારી જીવો- અને-કોઈ લાયક ચેલો મળે તો તેને પ્રભુના ધામમાં લઇ જઉં છું.સમુદ્રમાં એક ડૂબકીએ રત્ન મળતા નથી. પણ વારંવાર ડુબકી મારતા રહો ત્યારે કોઈ એક રત્ન મળે છે.મને રસ્તામાં ધ્રુવ મળ્યો-પ્રહલાદ મળ્યા. આવા જીવોને –આવા ભક્તોને હું પ્રભુ પાસે લઇ ગયો. અને લઇ જાઉં છું. સત્સંગમાં મેં ભગવત કથા સાંભળી-કૃષ્ણ કિર્તન કર્યું-અને કૃષ્ણ-પ્રેમને પુષ્ટ કર્યો. હવે હું જયારે –ઈચ્છું ત્યારે કનૈયો-મને ઝાંખી આપે છે.મારી સાથે કનૈયો નાચે છે. હું કનૈયાનું કામ કરું છું –તેથી-તેને ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 52
ભાગવત રહસ્ય-૫૨ શ્રીકૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે. શ્રીકૃષ્ણની બધી લીલા પ્રેમથી ભરેલી છે. આરંભથી અંત સુધી પરમાત્મા પ્રેમ કરે ચરિત્રનો આરંભ –પુતના ચરિત્રથી થાય છે. ઝેર આપનાર પુતના સાથે શ્રી કૃષ્ણ પ્રેમ કરે છે.જે ગતિ માતા યશોદાને આપી છે-તેવી જ ગતિ પુતનાને પણ આપી છે.શિશુપાળ-ભરી સભામાં ગાળો આપે છે-તેને મુક્તિ આપે છે. જે ભીષ્મ પિતાએ-પોતાને બાણ માર્યા છે-તેના અંત કાળે તેમની પાસે ગયા છે. શ્રી કૃષ્ણ ચરિત્રનો અંત-માં જરા પારધી બાણ મારે છે-.(જરાનો અર્થ થાય છે –વૃદ્ધાવસ્થા-કૃષ્ણ તો મહાન યોગી છે-તેમને વૃદ્ધાવસ્થા બાણ કેવી રીતે મારી શકે ?-પણ આ યે એક લીલા છે)-પારધી ને ખબર પડી-ભૂલ થી બાણ મરાણું ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 53
ભાગવત રહસ્ય-૫૩ પ્રથમ સ્કંધ –તે અધિકાર લીલા છે. જ્ઞાન અનધિકારીને મળે તો –તે અભિમાની થાય છે.અયોગ્ય વ્યક્તિને ધન તો –તે –તેનો દુરુપયોગ કરે છે. જ્ઞાન-ધન-માન-એ-ત્રણ એવી વસ્તુ છે કે –તે સુપાત્રને મળે તો –એ સુખી થાય છે.અને જો અનધિકારી ને મળે તો દુઃખી થાય છે. સંતનો ઉપદેશ લેવા-લાયક થઇશું તો આપણ ને કોઈ સંત આવીને મળશે. અધિકાર સિદ્ધ થાય એટલે સદગુરુ મળે છે.અધિકાર વિના-સંત મળે તો –તેના તરફ સદભાવ જાગતો નથી .(સંતની-ખોડ-ખાંપણ જ દેખાય છે.) સંતને શોધવાની જરૂર નથી. શોધવાથી સંત મળતા નથી. પ્રભુ કૃપાથી સંત(સત્સંગ) મળે છે.જ્યાં સુધી મન શુદ્ધ થશે નહિ-ત્યાં સુધી પ્રભુ-કૃપા થશે નહીં. ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 54
ભાગવત રહસ્ય-૫૪ પરીક્ષિત રાજાએ સાંભળ્યું કે –સાતમા દિવસે મરવાનો છું. કે તરત જ તેના વિલાસી જીવનનો અંત આવ્યો.પરીક્ષિતને બીક લાગી-અને તેનું જીવન સુધર્યું –જીવન વિરક્ત થયું.મરણનું દુઃખ ભયંકર છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે-કે-જીવ જ્યાર શરીર છોડે ત્યારે –એક હજાર વીંછી-એક સાથે કરડે-અને જેટલી વેદના થાય –તેટલી વેદના જીવાત્મા ને થાય છે. “જન્મ દુઃખ-જરા દુઃખ-જાયા દુઃખ-પુનઃ પુનઃ, અંત કાલે મહા દુઃખ-તસ્માત જાગૃહિ જાગૃહિ” જન્મ દુઃખ મય છે-વૃદ્ધાવસ્થા દુઃખ મય છે-વળી સ્ત્રી (કુટુંબ) દુઃખરૂપ છે-અને અંતકાળે પણ મોટું દુઃખ છે-માટે –જાગો-જાગો. આ -દુઃખોને રોજ યાદ કરો.રોજ વિચારો-કે આજે મારું મૃત્યુ થશે-તો મારી કેવી ગતિ થશે ?હું ક્યાં જઈશ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 55
ભાગવત રહસ્ય-૫૫ વ્યાસજી –એ –સમાજ સુધારક સંત છે. જે સંતને સમાજ સુધરે તેવી ભાવના છે-તેને સમાજનું થોડું ચિંતન પડે છે.ભક્તિમાં –આ-વિઘ્ન કરે છે.વ્યાસજી –બધાં પરમાત્માને શરણે જાય-બધાં સુખી થાય એવી ભાવનાથી કથા કરે છે. એટલે તેમને મધ્યમ વક્તા કહ્યા છે. શુકદેવજીની કથાથી ઘણાં ના જીવન સુધરે છે. પણ શુકદેવજી માનતા નથી કે હું કોઈનું જીવન સુધારું છુ. શુકદેવજીને કથા કરતી વખતે ખબરે ય નથી કે સામે કથામાં કોણ બેઠું છે. જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યથી પરિપૂર્ણ –બ્રહ્મ જ્ઞાની અને બ્રહ્મદૃષ્ટિવાળા શુકદેવજીને ઉત્તમ વક્તા કહ્યા છે. સમષ્ટિ (જગત) હવે સુધરે-તેમ લાગતું નથી. હા-કદાચ વ્યક્તિ સુધરી શકે. વિષયવાસનાથી જેનું મન ભરેલું છે-તે સમાજને ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 56
ભાગવત રહસ્ય-૫૬ વ્યાસજીએ અઢાર હજાર શ્લોકોનો –આ ભાગવત ગ્રંથ બનાવ્યો. પછી તે વિચારતા હતા કે-“હવે તેનો પ્રચાર કોણ ? આ ગ્રંથમાં મેં બધું ભરી દીધું છે,આ પ્રેમ શાસ્ત્ર છે. માયા સાથે,સંસાર સાથે,પ્રેમ કરનારો આ ભાગવત શાસ્ત્રનો પ્રચાર શકશે નહિ.જન્મથી જ જેને માયાનો સંસર્ગ થયો હોય નહિ-એ જ આ ગ્રંથ નો પ્રચાર કરી શકશે.” બહુ વિચારને અંતે તેમને લાગ્યું કે-આવો લાયક તો મારો પુત્ર શુકદેવ જ છે. શુકદેવજી જન્મથી જ નિર્વિકાર છે, અપ્સરા રંભા પણ શુકદેવજીને ચળાવી શકી નથી. “નારીઓમાં તો રંભા જ” એમ જે કહેવાય છે-તેવી રંભા –શુકદેવજીને ચળાવવા આવી છે. શુકદેવજીને કહે છે કે-તમારુ જીવન વૃથા ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 57
ભાગવત રહસ્ય-૫૭ શુકદેવજીને શ્રીકૃષ્ણનું આકર્ષણ થયું-પણ સગુણ-કે નિરાકાર –આ બેમાંથી કોનું ધ્યાન કરું ? તેવી દ્વિધા પણ થઇ.ત્યાં શિષ્યો-બીજો શ્લોક બોલ્યા-(આ શ્લોકમાં શ્રીકૃષ્ણની સ્વભાવ સુંદરતા બતાવી છે) “અહો! આશ્ચર્ય છે કે-દુષ્ટ પુતનાએ સ્તનમાં ભરેલું ઝેર –જેમને મારવાની ઈચ્છાથી જ ધવડાવ્યું હતું. તે પૂતનાને તેમણે એવી ગતિ આપી-કે જે ધાઈને મળવી જોઈએ.એ ભગવાન શ્રીકૃષ્ણ સિવાય આવો કોણ બીજો દયાળુ છે-કે-જેનું –અમે-શરણ ગ્રહણ કરીએ ?” શુકદેવજીના મનમાં શંકા હતી કે કનૈયો બધું માગશે તો હું શું આપીશ ? તેનું નિવારણ થયું.તે આમ તેમ જોવા લાગ્યા.આ શ્લોક કોણ બોલે છે ? ત્યાં તેમણે વ્યાસજીના શિષ્યોનાં દર્શન થયા. શિષ્યોને તેમણે પુછ્યું ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 58
ભાગવત રહસ્ય-૫૮ પવિત્ર પાંડવોના વંશમાં પરીક્ષિતનો જન્મ થયો છે.પાંચ પ્રકારની બીજ -શુદ્ધિ બતાવવા પંચાધ્યાયીની કથા શરુ કરે છે.પિતૃશુદ્ધિ-માતૃશુદ્ધિ-વંશશુદ્ધિ-અન્નશુદ્ધિ આત્મશુદ્ધિ. જેના આ પાંચ પરિપૂર્ણ હોય-તેણે પ્રભુ-દર્શનની આતુરતા જાગે છે. આતુરતા વગર ઈશ્વર દર્શન થતાં નથી.પરીક્ષિતમાં આ પાંચેયની શુદ્ધિ હતી.-તે બતાવવા-આગળની કથા કહેવામાં આવે છે. ૭ થી ૧૧ –આ પાંચ અધ્યાયોમાં બીજશુદ્ધિની કથા છે-અને પછી-૧૨મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે.વંશશુદ્ધિ બતાવવા માટે-પાંડવ અને કૌરવોની યુધ્ધની થોડી કથા કહી છે. શ્રીકૃષ્ણના લાડીલા –પાંડવોના વંશમાં પરીક્ષિતનો જન્મ થયો છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું છે. અશ્વસ્થામાએ વિચાર્યું-કે-પાંડવોએ કપટથી મારા પિતાનો વધ કર્યો છે. એટલે હું પણ પાંડવોને કપટથી મારીશ. પાંડવો જયારે સુઈ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 59
ભાગવત રહસ્ય-૫૯ દ્રૌપદીએ અશ્વસ્થામાને બચાવ્યો.અર્જુનને કહ્યું-“આને મારશો તો પણ મારા પાંચ પુત્રોમાંથી એક પણ હવે જીવતો થવાનો નથી.પરંતુ ને મારશો તો તેની મા ગૌતમીને અતિ દુઃખ થશે. હું હજી સધવા છુ પણ અશ્વસ્થામાની મા વિધવા છે.તે પતિના મર્યા પછી પુત્રના આશ્વાસને જીવે છે.તે રડશે તે મારાથી નહિ જોવાય.” કોઈના આશીર્વાદ ન લો તો કંઈ નહિ-પણ કોઈનો નિસાસો લેશો નહિ. કોઈ નિસાસો આપે તેવું કૃત્ય કરતા નહિ.જગતમાં બીજાને રડાવશો નહિ, જાતે રડજો. ભીમ કહે છે-આ બાલ-હત્યારા ઉપર દયા હોતી હશે ?તારી પ્રતિજ્ઞા ક્યાં ગઈ ? પણ -દ્રૌપદી વારંવાર કહે છે-મારશો નહિ.અર્જુન વિચારમાં પડ્યા. ત્યારે-શ્રીકૃષ્ણે આજ્ઞા કરી-દ્રૌપદી બોલે ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 60
ભાગવત રહસ્ય-૬૦ કુંતા એ મર્યાદા ભક્તિ છે.-સાધન ભક્તિ છે.યશોદા- એ-પુષ્ટિ ભક્તિ છે. પુષ્ટિ-ભક્તિમાં વ્યવહાર અને ભક્તિને જુદાં માનવામાં નથી. યશોદાનો બધો વ્યવહાર ભક્તિરૂપ હતો. ભક્તની દરેક ક્રિયા (વ્યવહાર) ભક્તિ બની જાય છે.મર્યાદા ભક્તિ પહેલાં આવે છે.તે પછી પુષ્ટિ ભક્તિ. મર્યાદા ભક્તિ –એ સાધન છે. તેથી આરંભમાં આવે છે. પુષ્ટિ ભક્તિ એ સાધ્ય છે-એટલે અંતમાં આવે છે. ભાગવત ના નવમા સ્કંધ સુધી સાધન (મર્યાદા) ભક્તિનું વર્ણન છે.દશમા સ્કંધમાં સાધ્ય (પુષ્ટિ) ભક્તિનું વર્ણન છે. સાધ્ય ભક્તિ-(પુષ્ટિ ભક્તિ) પ્રભુને બાંધે છે. વ્યવહાર જ ભક્તિમય બને છે. જેના વિયોગમાં દુઃખ થાય –તો માનજો –ત્યાં તમારો સાચો પ્રેમ છે. પરમાત્માના ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 61
ભાગવત રહસ્ય-૬૧ કુંતાજી –દુઃખના દિવસો- અને એ દિવસોમાં પ્રભુએ કરેલા ઉપકારોને- ભૂલ્યા નથી.કુંતાજી કહે છે-પ્રભુએ અમને સુખી કર્યા કેવાં દુઃખમાંથી અમને ઉગાર્યા છે. નાથ, મને યાદ આવે છે-કે-હું વિધવા થઇ હતી-મારાં બાળકો નાનાં હતાં. ત્યારે-નાથ, તમે જ મારું અને મારાં બાળકોનું રક્ષણ કર્યું હતું. કુંતાજી –પ્રભુના ઉપકાર સુખમાં ય ભૂલ્યા નથી, જયારે અતિ સુખમાં માનવી ભાન ભૂલે છે.જીવ પર પ્રભુ ના અનેક ઉપકાર છે,પણ જીવ એ ઉપકાર ભૂલી જાય છે. જરા વિચાર કરો—તમને જે આ ધન મળ્યું છે-તમને જે આ સુખ સંપત્તિ મળી છે-તેના માટે તમે લાયક છો કે નહિ ? તમારા અંતઃકરણને પૂછો. તો –જવાબ એ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 62
ભાગવત રહસ્ય-૬૨ 'સુખકે માથે શિલ પડો, હરિ હૃદયસે જાય, બલિહારી વહ દુઃખકી ,જો પલ પલ નામ જપાય—જો પલ રામ જપાય' હનુમાનજીએ રામચંદ્રજીને કહ્યું છે-કે-સીતાજીને તમારા ધ્યાનમાં (ભજનમાં-સ્મરણમાં)તન્મય થયેલાં (મેં જોયા) છે-તેથી જ હું કહું છું-કે-સીતાજી(લંકામાં) આનંદમાં છે. 'કહ હનુમંત બિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ના હોઈ' (જયારે તમારું ભજન-સ્મરણ ન થાય ત્યારે જ સાચી વિપત્તિ આવી છે એમ સમજવું–એવું હનુમાનજી કહે છે) મનુષ્યને બહુ સુખ મળે તો તે પ્રમાદી થાય છે.અને ભાન ભૂલે છે. એક શેઠ હતા. પહેલાં લાલાજીની સેવા જાતે કરતા. પણ સટ્ટામાં,સારા નસીબે જોર કર્યું ,અને વીસ લાખ રૂપિયા મળ્યા. તે ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 63
ભાગવત રહસ્ય-૬૩ કુંતાજી સ્તુતિ કરે છે-આપ એવી દયા કરો-કે મને- અનન્ય ભક્તિ-પ્રાપ્ત થાય. નાથ, મને કઈ આવડતું નથી –હું તમારા ચરણમાં વારંવાર વંદન કરું છું. સ્તુતિનો આરંભ કુંતાજીએ વંદનથી કર્યો છે અને સમાપ્તિ પણ વંદનથી કરી છે. સાંખ્ય-શાસ્ત્રનાં ૨૬ તત્વોનું –પ્રતિપાદન (વર્ણન) -૨૬ શ્લોકોની આ સ્તુતિમાં કરવામાં આવ્યું છે. ભગવાન બધું કરી શકે પણ ભક્તને નારાજ ન કરી શકે.કુંતાજીનો ભાવ જાણી-કૃષ્ણે વિચાર કર્યો કે-હું જઈશ તો તેમને બહુ દુઃખ થશે.આથી શ્રીકૃષ્ણ પાછા વળ્યા છે અને કુંતાજીના મહેલમાં પધાર્યા છે. અતિશય આનંદ થયો છે. ઘરની શોભા ભગવાનને લીધે છે. જે ઘરમાં કનૈયાની સેવા થાય છે,કૃષ્ણ કિર્તન થાય ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 64
ભાગવત રહસ્ય-૬૪ શરીર સારું છે-ત્યાં સુધી –સાવધ થઇ જાવ. અંતકાળમાં જીવ બહુ અકળાય છે.શરીર રોગનું ઘર થાય છે. સમયે વાત-પિત્ત-કફના પ્રકોપથી ગળું રૂંધાઈ જાય છે. તે સમયે પ્રભુ સ્મરણ થતું નથી. પ્રાર્થના –થાય પણ તે પ્રાર્થના કામ લાગતી નથી. આજથી જ નક્કી કરો કે-મારે કોઈ યમદૂત જોડે જવું નથી.મારે પરમાત્મા જોડે જવું છે. પ્રભુને રોજ પ્રાર્થના કરો. શરીરમાં શક્તિ છે ત્યારે જ ખુબ ભક્તિ કરો અને પ્રભુને રીઝાવો.-તો અંત કાળે –પ્રભુનું સ્મરણ થાય છે-અને પ્રભુ લેવા આવે છે.લાલાજી ને રોજ પ્રાર્થના કરો-તો-લાલાજી જરૂર આવશે. ભીષ્મ પિતા શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે- હે નાથ, કૃપા કરો.જેવા ઉભા છો-તેવા ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 65
ભાગવત રહસ્ય-૬૫ સ્કંધ પહેલો-૩૬ (ચાલુ) આ જીવ લુચ્ચો છે. કંઈક મુશ્કેલી આવે ત્યારે-રણછોડરાયજીના દર્શન કરવા જાય છે. ઘણાં જઈને પણ વેપાર કરે છે. (થોડું આપી ને વધુ માગે –તેનું નામ વેપાર) રણછોડરાય ને અગિયાર રૂપિયા ભેટ માં મૂકે અને કહે છે-“હે નાથ, મેં કોર્ટમાં મારા ભાઈ સામે દાવો કર્યો છે-મારું ધ્યાન રાખજો,” ધ્યાન રાખજો એટલે-મારી જોડે કોર્ટ માં આવજો. વકીલ ને ૩૦૦ આપે અને ઠાકોરજી ને ૧૧ માં સમજાવે. ભગવાન કહે-કે-હું બધું સમજુ છું. હું તારા દાદાનો યે દાદો છું. શું હું વકીલ કરતાં યે હલકો?- એટલે જ જયારે લક્ષ્મીજી ભગવાન ને પૂછે છે કે-તમે તમારાં ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 66
ભાગવત રહસ્ય-૬૬ ભીષ્મે કરેલી સ્તુતિ અનુપમ છે. એને ભીષ્મસ્તવરાજ સ્તોત્ર પણ કહે છે. ભીષ્મ મહાજ્ઞાની હતા-તેમ છતાં પ્રભુપ્રેમમાં થઈને ભગવતસ્વરૂપમાં લીન થયા છે. કૃતાર્થ થયા છે.તે બતાવે છે કે ભક્તિ જ શ્રેષ્ઠ છે.સાધન ભક્તિ (મર્યાદા ભક્તિ) કરતાં કરતાં –સાધ્ય ભક્તિ(પુષ્ટિભક્તિ) સિદ્ધ થાય છે. કબીર કહે છે--'જબ તુમ આયે જગતમેં જગ હસે તુમ રોય –ઐસી કરની કર ચલો તુમ હસે જગ રોય' જયારે જન્મ થયો ત્યારે તમે રડતા હતાં અને જગત આનંદ મનાવી હસતું હતું. પણ જગત માંથી જયારે તમે જાવ –ત્યારે એવા સુકૃત્ય કરીને જાવ-કે-તમને તમારી ફરજ બજાવ્યાનો પૂર્ણ સંતોષ હોય-પ્રભુપ્રેમમાં તન્મય હોવ-તો તમે હસતા હોવ –અને ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 67
ભાગવત રહસ્ય-૬૭ વિદુરજીએ તેમની ૩૬ વર્ષની યાત્રાનું વર્ણન ૩૨ શબ્દોમાં કર્યું છે. આજ કાલ તો લોકો –આટલી જાત્રા કરી-તેમ વારંવાર વર્ણન કરતા રહે છે. તમારા હાથે જેટલું પુણ્ય થાય તે ભૂલી જાવ-પણ જેટલું પાપ થયું છે તે યાદ રાખો.આ સુખી થવાનો એક માર્ગ છે.મધ્યરાત્રીએ વિદુરજી ધ્રુતરાષ્ટ પાસે ગયા. ધ્રુતરાષ્ટ જાગતા હતા. યુવાવસ્થામાં જેણે બહુ પાપ કર્યા હોય –તેને વૃધ્ધાવસ્થામાં –ઊંઘ આવતી નથી. વિદુરજી ધ્રુતરાષ્ટને પૂછે છે-કેમ ભાઈ,ઊંઘ આવતી નથી? જે ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા-તેના ઘરમાં તું ખાંડના લાડુ ખાય છે !! તને શરમ નથી આવતી? ધિક્કાર છે તને, -પાંડવોને તેં દુઃખ આપ્યું. તું એવો દુષ્ટ છે-કે દ્રૌપદીને ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 68
ભાગવત રહસ્ય-૬૮ નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-નારદજીએ કહ્યું તે સમય આવ્યો હોય તેમ લાગે છે. મને કળિયુગની દેખાય છે. મારા રાજ્યમાં અધર્મ વધી ગયો છે. લોકો જુઠ્ઠું બોલે છે,અનીતિ અને ચોરી વધી ગઈ છે. લોકોને ઘર ના બારણા પર તાળાં મારવાં પડે છે. મને ઘણા અપશુકન થાય છે. મંદિરમાં ઠાકોરજીનું સ્વરૂપ મને આનંદમાં દેખાતું નથી. શિયાળ અને કૂતરાઓ મારી સમક્ષ રડે છે. લાગે છે કે હવે કોઈ દુઃખની વાત સાંભળવી પડશે. અર્જુન હજુ દ્વારકાથી આવ્યો નથી.તે આવી જાય પછી-આપણે જલ્દી હિમાલય તરફ પ્રયાણ કરીએ. આમ વાતો કરતા હતા –તે જ વખતે –અર્જુન દ્વારકાથી આવ્યો. તેના મુખ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 69
ભાગવત રહસ્ય-૬૯ અર્જુન શ્રીકૃષ્ણના અનંત ઉપકારોને યાદ કરી ને -ધર્મરાજાને કહી રહ્યો છે- “મોટાભાઈ-ચાર મહિના દુર્વાસાની સેવા દુર્યોધને અને આશીર્વાદ તમને મળ્યા. દુર્વાસના રાજમહેલમાં જ ત્રાસ આપે તેવું નથી,દુર્વાસના તો વનમાં પણ ત્રાસ આપે છે. તેનાથી શ્રીકૃષ્ણ જ બચાવી શકે. શ્રીકૃષ્ણ વિનાનું જીવન હવે મને વ્યર્થ લાગે છે.ભારરૂપ લાગે છે.” યુધિષ્ઠિરે ભગવાનના સ્વધામ-ગમનની અને યદુવંશના વિનાશની વાત અર્જુન પાસે થી સાંભળી, સ્વર્ગારોહણ નો નિશ્ચય કર્યો.પરીક્ષિતને રાજગાદી સોંપી દીધી.અને પાંડવોએ-દ્રૌપદી સહિત હિમાલય તરફ પ્રયાણ કર્યું. કેદારનાથની આગળ નિર્વાણપથ(રસ્તો) છે. જે પથે –શુકદેવજીએ –શંકરાચાર્યે-પ્રયાણ કર્યું છે. તે પથ લીધો છે.ચાલતાં ચાલતાં-સહુથી પહેલાં પતન દ્રૌપદીનું થયું. તે પતિવ્રતા હતાં પણ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 70
ભાગવત રહસ્ય-૭૦ પરીક્ષિત દિગ્વિજય કરી રહ્યા છે. ફરતાં ફરતાં –પ્રાચી સરસ્વતી નદીના કિનારે આવ્યા. ત્યાં તેમણે એક કૌતુક જોયું.એક ત્રણ પગ કોઈએ કાપી નાખ્યા છે. એક ગાય માતા ત્યાં ઉભી છે અને રડે છે. બળદ એ ધર્મનું સ્વરૂપ છે. ગાય એ ધરતી માતાનું સ્વરૂપ છે.ધર્મ ના ચાર મુખ્ય અંગો છે.-સત્ય-તપ-પવિત્રતા-દયા. આ ચાર સદગુણોનો સરવાળો(સમન્વય)-એને જ ધર્મ કહે છે. આ ચારે તત્વો જેનામાં પરિપૂર્ણ હોય-તે ધર્મી છે. ધર્મ –ત્રણ પગ પર ટકી રહ્યો –એટલે તે યુગનું નામ પડ્યું-ત્રેતાયુગ.(અહીં સત્ય-ગયું) ધર્મ -બે પગ પર ટકી રહ્યો –એટલે તે યુગનું નામ પડ્યું –દ્વાપરયુગ.(અહીં-સત્ય અને તપ ગયાં) ધર્મ -જયારે માત્ર એક પગ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 71
ભાગવત રહસ્ય-૭૧ પરીક્ષિત –કળિને કહે છે-કે- તને-શરણાગતને હું મારતો નથી –પણ મારું રાજ્ય છોડી તું ચાલ્યો જા. મારા રહીશ નહિ.કળિ પ્રાર્થના કરે છે-પૃથ્વીના સાર્વભૌમ રાજા આપ છો(આખી પૃથ્વી પર તમારું રાજ્ય છે). તમારું રાજ્ય છોડીને હું ક્યાં જાઉં ? હું આપને શરણે આવ્યો છું.મને રહેવા કોઈ સ્થાન આપો. પરીક્ષિતે દયા કરી અને ચાર જગાએ કળિને રહેવાની જગ્યા આપી છે. (૧)જુગાર (૨)મદિરાપાન અને માંસ ભક્ષણ (૩)ધર્મવિરુદ્ધનો સ્ત્રીસંગ-વેશ્યા (૪)હિંસા. આ ચાર સ્થાનો આપ્યાં –પણ – કળિને સંતોષ થયો નહિ. કળિ કહે છે-આ ચાર સ્થાનો ગંદા છે-કોઈ સારું સ્થાન રહેવા આપો.તેથી પરીક્ષિતે તેને –સુવર્ણ ((સોનું)માં રહેવાનું સ્થાન આપ્યું.સોનાને આમ તો ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 72
ભાગવત રહસ્ય-૭૨ શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના પિતાનું રાજાએ અપમાન કર્યું છે. તેથી તેમણે-રાજાને શાપ આપ્યો છે.‘રાજાએ પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો –પરંતુ આજથી સાતમે દિવસે-તેના ગળામાં જીવતો સાપ જશે. તેને તક્ષક નાગ કરડશે. તેનું મરણ થશે.’ આ બાજુ પરીક્ષિત ઘેર ગયા –માથેથી મુગુટ ઉતાર્યો અને તેમને- તેમની ભૂલ સમજાઈ. મેં આજે પાપ કર્યું છે. મારી બુદ્ધિ બગડી.મેં ઋષિનું અપમાન કર્યું. મારા વડીલો તો બ્રાહ્મણો માટે પ્રાણ આપતા. તેમના વંશ માં હું આવો થયો? બુદ્ધિ બગડે ત્યારે માનવું –કે કંઈક અશુભ થવાનું છે-કોઈક આપત્તિ આવવાની છે.પાપ થઇ જાય તો તેનો વિચાર કરીને –શરીરને તે માટે સજા ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 73
ભાગવત રહસ્ય-૭૩ તે જ વખતે સભામાં શુકદેવજી પધારે છે. બધાં મહાત્માઓ ઉઠીને ઉભા થાય છે. સર્વ વંદન કરે પણ તે સભામાં છે.તે પણ ઉભા થઇ વંદન કરે છે. શુકદેવજીનું નામ લેતા –વ્યાસજી પણ ભાન ભૂલ્યા છે.વ્યાસજી વિચારે છે-ભાગવતનું –રહસ્ય-શુકદેવજી જાણે છે-તેવું હું જાણતો નથી. કેવો નિર્વિકાર છે.!!તે કથા કરશે ને હું સાંભળીશ.કોણ ઉભા થયા છે-કોણ માન આપે છે-તેનું પણ શુકદેવજીને ભાન નથી. ક્યાં બેસવું તે પણ ભાન નથી. રાજાએ સુવર્ણ નું એક સિંહાસન –ઉપદેશ આપનાર માટે ખાલી રાખેલું-તેના પર પરમાત્માની પ્રેરણાથી-જઈ બેસી ગયા છે.પરીક્ષિતે આંખો ઉઘાડી-સાષ્ટાંગ પ્રણામ કરી –પૂજા કરે છે. અને કહે છે-કે-‘મારો ઉદ્ધાર કરવા પ્રભુએ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 75
ભાગવત રહસ્ય-૭૫ માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દેતી નથી. માયા બે રીતે મારે છે. અનુકૂળ પરિસ્થિતિમાં વાસના છે.પ્રતિકૂળ પરિસ્થિતિમાં મનુષ્ય હૈયું બાળે છે. માટે ભજન માટે અનુકૂળ સમયની રાહ જુઓ નહિ. કોઈ પણ ક્ષણ ભજન માટે અનુકૂળ છે.'કોઈ અડચણ ન રહે પછી ભક્તિ કરીશ' એમ માનવું એ અજ્ઞાન છે. એક ભાઈએ સાંભળ્યું કે અમાવાસ્યાના દિવસે-સમુદ્ર સ્નાન કરવાથી સર્વ નદીઓમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે. તેથી તે સમુદ્રમાં સ્નાન કરવા માટે ગયો. પણ સ્નાન કરવાને બદલે-તે ત્યાં જ બેસી રહ્યો.લોકોએ તેને પૂછ્યું-સ્નાન કરો ને,કેમ શાંત બેસી રહ્યાં છો. સ્નાન ક્યારે કરશો? તે પુરુષે કહ્યું-સમુદ્રમાં ઉપરા ઉપરી તરંગો ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 76
ભાગવત રહસ્ય-૭૬ જેનું આખું જીવન –નિંદ્રા-ધન માટે ઉદ્યમ-અને કુટુંબનું ભરણપોષણ –કરવામાં જાય-તેને- તે- જ અંતકાળે યાદ આવે છે. ડોસો માંડો પડ્યો. તેનુ સમગ્ર જીવન દ્રવ્ય (કમાવવામાં-બચાવવામાં) પાછળ ગયેલું. અંતકાળ નજીક આવ્યો.છોકરાઓ બાપાને ‘શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે’ બોલવાનું કહે છે. પણ બાપાના મુખમાંથી હરિનું નામ નીકળતું નથી. જિંદગીમાં કદી હરિનામ લીધું હોય તો હરિનામ યાદ આવે ને ? ડોસાને પ્રતિ સમય દ્રવ્ય દેખાય છે. દ્રવ્યનું ચિંતન કરે છે.ડોસાની નજર તેવામાં આંગણામાં પડી. ત્યાં જોયું તો વાછરડો સાવરણી ખાતો હતો. ડોસાથી આ નજીવું નુકસાન જોવાતું નથી.અને ડોસો હૈયું બાળે છે કે-મેં કેવી રીતે મેળવ્યું છે-તે આ લોકો શું ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 77
ભાગવત રહસ્ય-૭૭ એકાંતમાં ઈશ્વરભજન કરો. એકાંત જલ્દી મનને એકાગ્ર બનાવે છે. 'એક' શબ્દ નો અર્થ થાય છે-ઈશ્વર. એક સર્વનો લય કરીને(સર્વનો અંત કરીને) બેસે તે એકાંત.ગૃહસ્થ ઘરમાં સમભાવ (સમતા) રાખી શકતો નથી, ભલે ને- એ રોજ ગીતાનો પાઠ કરે –કે-સમતા એ જ યોગ છે.ગૃહસ્થાશ્રમના વ્યવહારો વિષમતાથી(અસમતાથી) ભરેલા છે. ત્યાં સમતા રાખવી ખુબ જ અઘરી છે. વિષમતા (અસમતા) થી –વિરોધ- પેદા થાય છે.ગૃહસ્થના ઘરમાં –ભોગના –પરમાણુઓ રહેલા છે. જેથી ઘરમાં રહી –સર્વ વ્યવહારો પરમાત્મામાં લય કરવાનું-અંત કરવાનું-અઘરું છે. ઘરમાં 'સતત' પરમાત્માનું ધ્યાન કરવું બહુ કઠણ છે.આથી શુકદેવજીએ ભાગવત માં બહુ સ્પષ્ટ કહેલું છે-કે-જેનું મરણ સમીપ આવ્યું હોય તે ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 78
ભાગવત રહસ્ય-૭૮ ધ્યાનના આરંભમાં માનસી સેવા(માનસિક ધ્યાન) કરવી. (આ ભક્તિયોગની એક સહેલી રીત છે).પ્રતિદિન સવારના પહોરમાં –આંખો બંધ કૃષ્ણનું જે સ્વરૂપ ગમતું હોય તેની માનસિક કલ્પના કરો,)બાલકૃષ્ણનું સ્વરૂપ જો ગમતું હોય તો-કલ્પના કરો-કે-બાલકૃષ્ણે-રેશમના વાઘા પહેર્યા છે-મુખારવિંદ પર મંદ મંદ હાસ્ય છે,મોરપીંછ ધારણ કર્યું છે,કેડ પર કંદોરો છે,હાથમાં મોરલી છે,આંખોમાં મેંશ આંજી છે,ચરણોમાં નુપુર છે, અને બાલકૃષ્ણ લાલ છમ-છમ કરતા ચાલતાં ચાલતાં આવે છે. ધીરે ધીરે કપાળની મધ્યમાં ધ્યાન કરો. પ્રકાશની જ્યોત દેખાશે. તે જ્યોતના દર્શનમાં મનને સ્થિર કરો.ઈશ્વર ની ઝાંખી થશે.આ પ્રમાણે માનસિક ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે. જ્ઞાની પુરુષો મનનો મેલ ધોવા વિરાટ પુરુષની ધારણા ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 79
ભાગવત રહસ્ય-૭૯ એકનાથ મહારાજના ગુરૂ –જનાર્દન સ્વામીએ –તેમને કહેલું કે-જયારે શેષનાગ આવી તારા માથા પર છત્ર ધરે-ત્યારે માનજે તું પૂર્ણ થયો છું. અને એવું જ બન્યું. મહારાજ શિલભંજન પર્વત પર તપશ્ચર્યા કરવા ગયા અને અનુષ્ઠાનમાં બેસે છે-ત્યારે એક મોટો નાગ આવે છે અને તેમને કરડવા જાય છે, પરંતુ મહારાજના હાથ નો સ્પર્શ થતાં તે નાગ શાંત થઇ જાય છે.અને પછી તો રોજ આવી ને એકનાથ મહારાજના માથા પર છત્ર ધરે છે. મહારાજને સર્વમાં સર્વેશ્વર દેખાય છે. એકનાથ મહારાજ –પૂર્ણ જ્ઞાની-પૂર્ણ ભક્ત છે. આવા એકનાથ મહારાજ પાસે એક ભક્ત આવ્યો. અને મહારાજ ને પૂછ્યું-કે-મહારાજ તમે ચોવીસ કલાક સ્મરણ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 80
ભાગવત રહસ્ય-૮૦ વૈષ્ણવો -પ્રેમથી અદ્વૈત માન્યું છે. શંકરાચાર્ય મહારાજે-જ્ઞાનથી અદ્વૈત માન્યું છે. વૈષ્ણવ આચાર્યો-પહેલાં દ્વૈતનો નાશ કરી-અદ્વૈતને પ્રાપ્ત છે.ત્યાર બાદ તેઓ કાલ્પનિક દ્વૈત રાખે છે. કે જેથી કનૈયાને-ગોપીભાવે ભજી શકાય. ‘મારે કૃષ્ણ નથી થવું-પણ ગોપી થઇ શ્રીકૃષ્ણની સેવા કરવી છે.’સત્તર તત્વો નું સૂક્ષ્મ શરીર છે. આ સૂક્ષ્મ અને સ્થૂળ –બંને શરીરનો નાશ-તે મુક્તિ. (ગમે તે માર્ગ પસંદ કરો. પણ કોઈ સાધન કરો.) વિચાર-પ્રધાન લોકો-જ્ઞાન માર્ગ પસંદ કરે છે. ભાવના –પ્રધાન લોકો-કે જેમનું હૃદય કોમળ છે-તે ભક્તિ માર્ગ પસંદ કરે છે. ભાગવતમાં જ્યાં જ્યાં ભક્તિ શબ્દ વપરાયો છે-ત્યાં –તીવ્ર-શબ્દ પણ સાથે વપરાયેલો છે. ભક્તિ તીવ્ર હોવી જોઈએ.તીવ્રતા વગરની ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 81
ભાગવત રહસ્ય-૮૧ કથાના ,ગ્રંથના આરંભમાં મંગલાચરણ કરવું જોઈએ તેવો નિયમ છે.પણ શુકદેવજીને દેહનું ભાન નહી-એટલે આવીને –એકદમ કથાની કરી દીધી.રાજર્ષિ પરીક્ષિતને પ્રથમ ત્રણ અધ્યાયમાં ઉપદેશ કર્યો છે-જે જ્ઞાન કહેવાનું હતું-તે બધું-અહીં કહી દીધું.(બીજો સ્કંધ જ્ઞાન લીલા) (એટલે બીજા સ્કંધ ના અધ્યાય ૧-૨-૩ માં ભાગવતનો સઘળો સાર બોધ છે-ત્યાર બાદ તો રાજાનું ધ્યાન બીજા વિષય તરફ જાય નહિ -તેથી બધાં ચરિત્રો કહ્યા છે) જયારે શુકદેવજીને દેહનું ભાન થયું ત્યારે –ત્રીજા અધ્યાય પછી- (ચોથા અધ્યાયમાં) મંગલાચરણ કર્યું છે. ભાગવતમાં ત્રણ મંગલાચરણ છે. પ્રથમ વ્યાસજીનું-બીજું શુકદેવજીનું અને અંતમાં સૂતજીનું. શુકદેવજીનું મંગલાચરણ બાર શ્લોકોનું છે ,બાકીના મંગલાચરણ એક એક શ્લોકના છે. શુકદેવજી ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 82
ભાગવત રહસ્ય-૮૨ આત્મસ્વરૂપ (પરમાત્મસ્વરૂપ) નું વિસ્મરણ –એ માયા છે. આ વિસ્મૃતિ –એ સ્વપ્ન – છે સ્વપ્ન સૃષ્ટિ અને સૃષ્ટિમાં બહુ વધારે ફેર નથી.સ્વપ્ન સૃષ્ટિ –અજ્ઞાનથી દેખાય છે-તેવી જ રીતે જાગૃત સૃષ્ટિ -જગત –માયાથી દેખાય છે (અજ્ઞાનથી). સ્વપ્ન જેને દેખાય છે-તે જોનારો –પુરુષ સાચો છે-સ્વપ્નમાં- એક- જ પુરુષ છે-પણ દેખાય છે –બે-એ જયારે જાગી જાય છે-ત્યારે તેને ખાતરી થાય છે-કે –હું ઘરમાં પથારીમાં સૂતો છું. સ્વપ્નનો પુરુષ જુદો છે. તત્વ દૃષ્ટિથી જોઈએ તો--સ્વપ્નનો સાક્ષી અને પ્રમાતા (પ્રમાણ આપનાર) એક જ છે. આ જગતમાં બ્રહ્મ તત્વ એક જ છે-પણ માયાને લીધે-અનેક તત્વ ભાસે છે. પરીક્ષિતે પ્રશ્ન કર્યો-કે- માયા જડ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 83
ભાગવત રહસ્ય-૮૩ સ્કંધ-3 (સર્ગ લીલા) સંસાર બે તત્વોનું મિશ્રણ છે.જડ અને ચેતન.શરીર જડ છે અને આત્મા ચેતન છે. શરીરથી જુદો છે-એવું બધા જાણે છે. પણ તેનો અનુભવ કોઈક જ કરી શકે છે. અતિશય ભક્તિ –કરે ,પરમાત્માના નામમાં તન્મય બને –(જ્ઞાન ક્રિયાત્મક બનાવે-કોઈ પણ સાધન કરે)-તો –જ-આનો અનુભવ થઇ શકે.બાકી-ઘણાં પુસ્તકો વાંચવાથી કે શાસ્ત્રો ભણવાથી-આનો અનુભવ થઇ શકતો નથી. પણ માત્ર જ્ઞાન વધે છે. શુકદેવજી કહે છે-રાજન,તમે જેવા પ્રશ્નો કરો છો-તેવા પ્રશ્નો-વિદુરજીએ મૈત્રેયજી ને કર્યા હતા. આ વિદુરજી –એ એક એવા ભક્ત છે-કે ભગવાન તેમને ત્યાં –વગર આમંત્રણે ગયા હતા. પરીક્ષિત પૂછે છે-વિદુરજીને મૈત્રેયજીનો ભેટો ક્યાં થયો હતો? ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 84
ભાગવત રહસ્ય-૮૪ વિદુરજી ઘેર આવ્યા છે. આજે આનંદમાં છે. સુલભા પૂછે છે-આજે કેમ આટલા બધા આનંદ માં છો વિદુરજી કહે છે-સત્સંગમાં બધી કથા કહીશ.પતિ-પત્નીનો નિયમ હતો-કે- આખો દિવસ મૌન રાખે છે. માત્ર સત્સંગ કરવાં બેસે ત્યારે જ બોલે છે.સત્સંગ શરુ થયો.ત્યારે વિદુરજી કહે છે-કે-બાર વર્ષ તેં તપશ્ચર્યા કરી તેનું ફળ આવતી કાલે તને મળશે. આવતીકાલે દ્વારકાનાથ,હસ્તિનાપુરમાં પધારે છે. બાર વર્ષ એક જગ્યાએ રહી, પરમાત્માની સેવા,સ્મરણ ધ્યાન કરે છે, તેના પર ભગવાનને દયા આવે છે.એવું કથામાં આવે છે. મને લાગે છે કે-દ્વારકાનાથ ,દૂર્યોધન માટે નહિ-પણ દયા કરી-આપણા માટે આવે છે.મારા માટે આવે છે. સુલભા કહે છે-મને પરમ દિવસે ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 85
ભાગવત રહસ્ય-૮૫ શ્રીકૃષ્ણ ધ્રુતરાષ્ટ અને દૂર્યોધનને ખુબ સમજાવે છે. કહે છે કે-આજે દ્વારકાના રાજા તરીકે નહિ પણ પાંડવોના તરીકે આવ્યો છું.પણ દુષ્ટ દુર્યોધન સમજતો નથી અને દ્વારકાનાથનું અપમાન કરે છે.કહે છે-ભીખ માગવાથી રાજ્ય મળતું નથી. ભગવાન સમજી ગયા-આ મૂર્ખો છે-તેને માર પડ્યા વગર અક્કલ આવશે નહિ. ધ્રુતરાષ્ટ્ર કહે છે-બે ભાઈના ઝગડામાં તમે વચ્ચે ના પડો.આરામથી ભોજન કરો.છપ્પન ભોગ તૈયાર છે. શ્રીકૃષ્ણ કહે છે-તારા ઘરનું ખાઉં તો બુદ્ધિ બગડે. પાપીના ઘરનું ખાવાથી બુદ્ધિ બગડે છે. શ્રીકૃષ્ણ –બીજા રાજાઓને-બ્રાહ્મણોને-અરે...દ્રોણાચાર્યને પણ તેમના ઘેર ભોજન કરવાની ના પાડે છે. ભગવાન વિચારે છે-વિદુર ઘણા સમયથી મારી પ્રતીક્ષા કરી રહ્યો છે,આજે મારે તેના ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 86
ભાગવત રહસ્ય-૮૬ દુર્યોધને નોકરોને હુકમ કર્યો કે- આ વિદુરજીને ધક્કા મારી ને બહાર કાઢી મુકો. વિદુરજી એ વિચાર્યું-કે દૂર્યોધનના નોકરો ધક્કા મારે તો તેમને પાપ લાગશે,હું જ સભા છોડી જઈશ. સમજીને ઘરનો ત્યાગ કર્યો છે.વિદુરજી ક્ષત્રિય હતા,હાથમાં ધનુષ્યબાણ ધારણ કરતા હતા. ધનુષ્યબાણ તેમણે ત્યાં જ મૂકી દીધાં છે. વિદુરજી સભાની બહાર આવ્યા તો-ચતુર્ભુજ નારાયણના દર્શન થયાં. પ્રભુએ ગાલમાં સ્મિત કર્યું છે- કહે છે-કે-મેં જ તમારી નિંદા કરાવી છે,મારી ઈચ્છા હવે એવી છે-કે તમે હવે હસ્તિનાપુરમાં રહેશો નહિ.હવે તમે તીર્થયાત્રા કરવા જાવ.વિદુરજીને પ્રભુ જે ઝૂંપડીમાં પધારેલા તેની મમતા લાગી હતી. વિદુરજી કહે છે-બહુ ભટકવાથી મન અશાંત રહે છે,મારે ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 87
ભાગવત રહસ્ય-૮૭ આ બાજુ પ્રભુએ દ્વારિકાનો ઉપસંહાર કરવાનો નિશ્ચય કર્યો છે. પ્રભુ તે વખતે પ્રભાસમાં હતા. ઉદ્ધવને ભાગવત-ધર્મના ઉપદેશ કર્યો.અને કહ્યું-ઉદ્ધવ સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે.તારાથી આ બધો ઉપસંહાર જોવાશે નહિ. તું બદ્રીકાશ્રમ જા. ઉદ્ધવ કહે છે –કે-મને એકલા જતાં બીક લાગે છે,તમે મારી સાથે આવો. તમે મને છેવટ સુધી સાથ આપો. શ્રીકૃષ્ણ કહે છે-ઉદ્ધવ તું મને બહુ વહાલો છે,પણ કાયદો ના પાડે છે. જીવ એકલો જ આવે છે- અને એકલો જ જાય છે.આ સ્વરૂપે હું તારી સાથે નહિ આવી શકું. પણ ક્ષેત્રજ્ઞ રૂપે-ચૈતન્ય રૂપે હું તારા માં જ રહેલો છું. મારું સ્મરણ કરીશ એટલે હું હાજર ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 88
ભાગવત રહસ્ય-૮૮ દુર્જનનો –સંયોગ- દુઃખ આપે છે, જયારે વૈષ્ણવનો –વિયોગ-દુઃખ આપે છે. ઉદ્ધવજી બદ્રીકાશ્રમ પધાર્યા અને વિદુરજી –ગંગા આવેલા મૈત્રેયઋષિના આશ્રમ તરફ જવા નીકળ્યા.યમુનાજીએ કૃપા કરી –નવધા ભક્તિનું દાન કર્યું, પણ જ્ઞાન ,વૈરાગ્ય વગર ભક્તિ દૃઢ થતી નથી,ગંગાજી જ્ઞાન- વૈરાગ્યનું દાન કરે છે.યમુનાજીને વંદન કરી વિદુરજી ગંગા કિનારે આવ્યા છે. ગંગા-કિનારાનો બહુ મોટો મહિમા છે. ગંગાજીને વંદન કરી,સ્નાન કર્યું છે.ગંગા કિનારાના પથ્થરો ઉપર પગ મુકતાં પણ વિદુરજીને સંકોચ થાય છે. કેવાં કેવાં મહાત્માઓની ચરણરજ –આ પથ્થરો પર પડેલી હશે!! તે ચરણરજ પર મારાથી પગ કેમ મુકાય ? આ પથ્થરો કેટલા ભાગ્યશાળી છે !! પથ્થરોને જોતાં-વિદુરજીને પરમાત્મા યાદ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 89
ભાગવત રહસ્ય- ૮૯ મૈત્રેયજીએ કહ્યું-સૃષ્ટિની ઉત્પત્તિની કથા (સર્ગ સિધ્ધાંત) –ભાગવતમાં વારંવાર આવે છે. તત્વ દૃષ્ટિથી જગત (સૃષ્ટિ) ખોટું તેથી જગતનો બહુ વિચાર આપણા ઋષિઓએ કરેલો નથી. પણ જગત (સૃષ્ટિ) જેણે બનાવ્યું છે,જેના આધારે જગત રહેલું છે –તે પરમાત્માનો વારંવાર –બહુ વિચાર કર્યો છે. નિરાકાર –પરમાત્માને રમવાની “ઈચ્છા” થઇ. પરમાત્માને “માયા” નો સ્પર્શ થયો. એટલે “સંકલ્પ” થયો. કે-હું એકમાંથી અનેક થાઉં-ત્યારે-'પ્રકૃતિ અને પુરુષ'નું જોડું ઉત્પન્ન થયું. 'પ્રકૃતિ-પુરુષ' માંથી-મહત્ તત્વ (બુદ્ધિ). અને 'મહત્ તત્વ' માંથી 'અહંકાર' ઉત્પન્ન થયો. અહંકારના ત્રણ પ્રકાર છે-વૈકારીક (સાત્વિક)—ભૂતાદિ (તામસિક)—તેજસ (રાજસિક). પાંચ તન્માત્રાઓમાંથી પંચમહાભૂતોની ઉત્પત્તિ થઇ.પણ આ બધાં તત્વો કંઈ –ક્રિયા- કરી શક્યાં નહિ. એટલે ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 90
ભાગવત રહસ્ય-૯૦ કશ્યપ- અગ્નિહોત્રી તપસ્વી ઋષિ છે. અને હંમેશા યજ્ઞશાળામાં અગ્નિ સમક્ષ વિરાજતા હતા. દિતિ-કશ્યપઋષિનાં ધર્મપત્ની છે.એક વખત સજી –દિતિ –કામાતુર બની-કશ્યપઋષિ જોડે આવ્યા છે.કશ્યપઋષિ કહે છે-દેવી આ સમય-કામાધીન-થવા માટે- યોગ્ય નથી. જાવ જઈને ભગવાન પાસે દીવો કરો. મનુષ્ય હૈયામાં અંધારું છે. વાસના એ અંધારું છે.સ્વાર્થ એ અંધારું છે.કપટ એ અંધારું છે. પ્રભુ પાસે દીવો કરશો-તો હૈયામાં અજવાળું થશે. અંતરમાં પ્રકાશ કરવાનો છે. આગળ દશમ સ્કંધમાં લાલાની કથા આવશે.- ગોપીઓ યશોદા આગળ –લાલાની ફરિયાદ કરે છે-કે કનૈયો અમારું માખણ ખાઈ જાય છે. યશોદા કહે છે-તમે અંધારામાં માખણ રાખો,જેથી કનૈયો દેખે નહિ. ત્યારે ગોપીઓ કહે છે-કે-અમે અંધારામાં માખણ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 91
ભાગવત રહસ્ય-૯૧ દિતિને ગર્ભ રહ્યો છે. પુત્રો દેવોને દુઃખ આપશે-એટલે સો વર્ષ સુધી દિતિએ ગર્ભ ધારણ કરી રાખ્યો. સૂર્ય-ચંદ્રનું ઘટવા લાગ્યું.દેવો ગભરાયા. દેવોને શંકા ગઈ-કે આ દિતિના પેટમાં કોઈ રાક્ષસો તો આવ્યા નથી ને ? દેવો બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે આવ્યા છે.અને પૂછ્યું –દિતિના ગર્ભમાં વિરાજેલા –એ છે કોણ ? બ્રહ્માજી દેવોને –દિતિના પેટમાં કોણ છે –તેની કથા સંભળાવે છે. “એક વાર મારા માનસપુત્રો સનત-સનકાદિક (ચાર) મારી પાસે આવ્યા. તેઓને પ્રવૃત્તિ ધર્મ ગમેલો નહિ.એ નિવૃત્તિ ધર્મના આચાર્ય થયા છે. તેઓએ કહ્યું-અમે આખું જગત જોઈ લીધું. મેં કહ્યું-તમે વૈકુંઠ લોકના દર્શન કર્યા ? તો- તે કહે છે-ના –વૈકુંઠલોકના દર્શન અમે ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 92
ભાગવત રહસ્ય-૯૨ જય-વિજય એટલે કીર્તિ-પ્રતિષ્ઠાનો મોહ. કદાચ પૈસાનો મોહ છૂટી શકે છે-ને અતિસાવધ રહેવાથી કામને જીતી શકાય છે.પણ અને કામત્યાગ કર્યા પછી –કેટલાંક મહાત્માઓને-માયા-એ- કીર્તિમાં ફસાવે છે. સાધુ મહાત્માઓને થાય છે-કે મારા પાછળ મારો આશ્રમ ચાલે,લોકો મને યાદ કરે. મોટા મોટા રાજાઓને જગત ભૂલી ગયું છે,તો મારી પાછળ મારું નામ રહે તે -આશા રાખવી વ્યર્થ છે.મઠ-મંદિર અને આશ્રમની આસક્તિ –એ ભક્તિમાં વિઘ્ન કરનારી છે.જ્ઞાની પુરુષો પરમાત્માના દ્વાર સુધી પહોંચે છે-પણ જો કીર્તિમાં ફસાય તો ત્યાંથી નીચે ગબડી પડે છે. મનુષ્યને પણ કીર્તિ-પ્રતિષ્ઠા નો મોહ છૂટતો નથી. ઘરનું નામ આપે છે-અનિલનિવાસ. પણ અનિલભાઈ તેમાં કેટલા દિવસ રહેવાના? ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 93
ભાગવત રહસ્ય-૯૩ સનતકુમારો(સનકાદિ) ઋષિઓએ જય-વિજયને શાપ આપ્યો. ભગવાને વિચાર્યું-કે-મારા દ્વારે આવી પાપ કર્યું-તેથી તેઓ મારા ધામમાં આવવા માટે નથી. (ભગવાન પ્રથમ પરીક્ષા કરે છે.પછી જ વૈકુંઠમાં આવવા દે છે.) પણ ભગવાન અનુગ્રહ કરીને –બહાર આવી સનકાદિને દર્શન આપે છે. છતાં એમની નજર ધરતી પર છે. નજર આપતા નથી.સનતકુમારો વંદન કરે છે-પણ ઠાકોરજી નજર આપતા નથી. જેનાં કપડાં મેલાં હોય-જેનું ચારિત્ર્ય સારું ના હોય તો તેની સામે આપણને પણ જોવાની ઈચ્છા થતી નથી. ભગવાન નજર એટલા માટે નથી આપતા કે-મારો કહેવડાવે છે-અને પાપ છોડતો નથી. મારો પટ્ટો (કંઠી) ગળામાં રાખે છે,વૈષ્ણવ છે-તેમ કહેવડાવે છે-અને ક્રોધ કરે છે-તને જોતાં ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 94
ભાગવત રહસ્ય-૯૪ ભાગવતમાં વ્યાસજીએ લખ્યું છે-કે- હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ - રોજ ચાર-ચાર હાથ વધતા.આમ ખરેખર બને તો વિચાર માતા-પિતાની શું સ્થિતિ થાય ?રોજ નવાં કપડાં જોઈએ,રોજ નવાં બારીબારણાં જોઈએ.પણ ભાગવતની આ સમાધિ ભાષા છે,કે જે મુખ્ય ભાષા છે.- લૌકિક ભાષા અહીં ગૌણ છે. અહીં લોભનું સ્વરૂપ બતાવ્યું છે. રોજ ચાર-ચાર હાથ વધતા એટલે કે લોભ રોજ ને રોજ વધતો જાય છે. લાભ-થી લોભ-વધે છે. હિરણ્ય-એટલે સોનું –અને અક્ષ એટલે-આંખો. જેની આંખમાં સોનું –ભર્યું છે –જેને સોનું જ દેખાય છે-તે હિરણ્યાક્ષ.હિરણ્યાક્ષ –એ સંગ્રહવૃત્તિ- લોભ છે. તેણે ભેગું કર્યું –અને હિરણ્યકશિપુ એ ભોગવ્યું. એટલે તેનો ભોગવૃત્તિ –લોભ છે.આ લોભ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 95
ભાગવત રહસ્ય-૯૫ ત્રીજા સ્કંધના પ્રકરણોના બે વિભાગ છે. પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસા. પૂર્વમીમાંસામાં વરાહ નારાયણના અવતારની કથા કહી. કપિલ નારાયણ ના ચરિત્રનું વર્ણન છે.વરાહ એ યજ્ઞાવતાર છે-જયારે કપિલ એ જ્ઞાનાવતાર છે. જે યજ્ઞ (સત્કર્મ) કરે છે,તેનું અજ્ઞાન દૂર થાય છે. અજ્ઞાન દૂર થાય એટલે જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે.વાદળાં જેમ સૂર્યને ઢાંકે છે,તેમ અજ્ઞાન-જ્ઞાનને ઢાંકે છે.વાદળ દૂર થાય એટલે સૂર્ય દેખાય છે.તેમ અજ્ઞાન દૂર થતાં જ્ઞાન દેખાય છે. યજ્ઞમાં -આહુતિ આપવામાં આવે-તો જ યજ્ઞ થાય(કહેવાય) એવું નથી. પણ-સત્કર્મ--જેવા કે –પરોપકારમાં શરીરને ઘસાવો-તે યજ્ઞ છે,કાયા,વાણી,મનથી કોઈને દુભાવવું નહિ તે યજ્ઞ છે,સદા પ્રસન્ન રહેવું તે યજ્ઞ છે,બ્રહ્મચર્યનું પાલન કરવું ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 96
ભાગવત રહસ્ય-૯૬ મનુ મહારાજ-રાણી શતરૂપા અને દેવહુતિ સાથે-કર્દમઋષિના આશ્રમમાં આવે છે. કર્દમઋષિ ઉભા થયા છે-સ્વાગત કરે છે.વિચારે છે-પ્રભુએ હતું તેમ –મનુ મહારાજની પાછળ ઉભેલી જે કન્યા છે-તે મારી પત્ની થવાની છે, પ્રભુએ બહુ વખાણ કર્યા છે,પણ હું કન્યાની પરીક્ષા કરું. કર્દમ વિવેકથી કન્યાની પરીક્ષા કરે છે.કર્દમઋષિએએ ત્રણ આસનો પાથર્યા છે,તેના ઉપર બેસવા બધાને કહે છે. મનુ-શતરૂપા આસન પર બેસે છે-પણ દેવહુતિ આસન પર બેસતા નથી. કર્દમઋષિએ કહ્યું-આ ત્રીજું આસન –દેવી-તમારા માટે છે. દેવહુતિ બહુ ભણેલાં ન હતાં,પણ સુશીલ છે, સ્ત્રીધર્મને જાણે છે. દેવહુતિએ વિચાર કર્યો-કે-ભવિષ્યમાં આ મારા પતિ થવાના છે,પતિએ પાથરેલા આસન પર બેસું તો પાપ લાગશે, ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 97
ભાગવત રહસ્ય-૯૭ અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ મિશ્ર નામના ઋષિ થઇ ગયા. ષડશાસ્ત્રો પર તેમને લખેલી ટીકાઓ પ્રખ્યાત ગ્રંથો લખે અને આખો દિવસ તપશ્ચર્યા કરે.લગ્ન થયેલું પણ ૩૬ વર્ષ સુધી જાણતા નહોતા કે –મારી પત્ની કોણ છે ? એક દિવસ બ્રહ્મસૂત્રના શાંકરભાષ્ય પર ટીકા લખતા હતા.એક લીટી બરાબર બેસતી નહોતી.દીવો થોડો મંદ થયો હતો એટલે બરોબર દેખાતું નથી.તે વખતે પત્ની આવી દીવાની વાટ સંકોરે છે. વાચસ્પતિની નજર તેમના પર પડી-તેઓ પૂછે છે-કે-દેવી તમે કોણ છો ? પત્નીએ યાદ દેવડાવ્યું-કે ૩૬ વર્ષ પહેલાં નાની ઉમરમાં આપણાં લગ્ન થયેલાં છે. હું તમારી પત્ની છું. વાચસ્પતિને સઘળું જ્ઞાન થાય છે. ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 98
ભાગવત રહસ્ય- ૯૮ નવ કન્યાઓના જન્મ પછી કર્દમ સંન્યાસ લેવા તૈયાર થયા. દેવહુતિ ગભરાયા. કર્દમ કહે છે-કે મેં પિતાને કહ્યું હતું –કે સંન્યાસ લઈશ.હું કઈ નવી વાત કરતો નથી.દેવહુતિ કહે છે-નાથ,હું પણ ત્યાગ કરવા તૈયાર છું. પણ આપે પ્રતિજ્ઞા કરેલી કે –એક પુત્રના જન્મ પછી હું સંન્યાસ લઈશ.તો હજુ પુત્ર નો જન્મ થયો નથી, આ નવ કન્યાઓ અને મારી દેખભાળ કોણ રાખશે ? કર્દમ કહે છે-કે-મને ભગવાને વચન આપ્યું છે-હું તારે ત્યાં પુત્ર રૂપે જન્મીશ.-પણ હજુ સુધી તે કેમ પધારતા નથી ? આપણે વિલાસી જીવન ગાળવા લાગ્યા તે સારું નથી. વિલાસી જીવથી ભગવાન દૂર રહે છે. સરસ્વતીને ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 99
ભાગવત રહસ્ય-૯૯ હવે કપિલ ગીતાનો પ્રારંભ થાય છે. આ દિવ્ય પ્રસંગ છે.દીકરો મા ને ઉપદેશ આપે છે.ભાગવતનું આ પ્રકરણ છે.તેના નવ અધ્યાય છે. કપિલ ગીતા નો પ્રારંભ અધ્યાય -૨૫ થી છે. તેમાં સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ છે. ત્રણ અધ્યાયમાં પહેલાં વેદાંતનું જ્ઞાન કહ્યું છે. ત્યાર બાદ ભક્તિનું વર્ણન કર્યું છે. તે પછી સંસારચક્રનું વર્ણન આવે છે. એક દિવસ માતા દેવહુતિએ વિચાર્યું-કે-જયારે કપિલનો જન્મ થયેલો ત્યારે બ્રહ્માજીએ કહેલું કે- આ બાળક સાક્ષાત નારાયણનોં અવતાર છે. આ બાળક મા નો ઉદ્ધાર કરવા આવ્યો છે. તેમને હું પ્રશ્ન પૂછીશ તો તે જવાબ આપશે.દેવહુતિ કપિલ ભગવાન પાસે આવ્યા છે.સદભાવથી વંદન કરી કહ્યું-આપ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 100
ભાગવત રહસ્ય-૧૦૦ આ શરીરને સ્પર્શ કરવાથી કાંઇ આનંદ મળતો નથી,છતાં વિવેક રહેતો નથી. શરીરની ચામડી ઉખડી જાય –તો સામું જોવાની ઈચ્છા થશે નહિ.તેમ છતાં સ્પર્શસુખમાં માનવી સુખ માને છે.સંસારનું સુખ –દરાજ(ચામડીનો એક રોગ) ને ખંજવાળવા જેવું છે.દરાજને જેટલો વખત ખંજવાળો –ત્યારે સુખ જેવું લાગે છે.પણ ખંજવાળવાથી નખના ઝેરથી દરાજ વધે છે. જગતના પદાર્થોમાં આનંદ નથી,આનંદનો આભાસ માત્ર છે. આ જગત દુઃખરૂપ છે. ગીતા માં કહ્યું છે- ક્ષણભંગુર(અનિત્ય).સુખ વગરના, આ જગતને પ્રાપ્ત કરીને –પણ-તું મારું જ ભજન કર (ગીતા-૯-૩૩) જે સુખ- વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે,તે આરંભમાં (ભોગકાળમાં) અમૃત સમાન લાગે છે, પણ પરિણામમાં તે વિષ (ઝેર) ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 101
ભાગવત રહસ્ય-૧૦૧ કેટલાક નિંદ્રા માટે ગોળી લે છે.પણ ભાગવતમાં નિંદ્રા લાવવા માટે એક સુંદર દવા આપી છે.નિંદ્રા આવે તો –પથારીમાં આળોટશો નહિ,પથારીમાં બેઠા થઇ, માળા લઇ-હરે રામ,હરેકૃષ્ણ- મંત્ર નો જપ કરો.નિદ્રાદેવી જ્યાં હશે ત્યાંથી દોડતાં આવશે. કારણ –કુંભકરણની સ્ત્રીનો શાપ છે. કુંભકરણની સ્ત્રી (નિંદ્રા) વિધવા થઇ.તેણે ભગવાન પાસે આવી-કહ્યું- આપે મારા પતિને માર્યો, હવે હું ક્યાં જાઉં ? ભગવાને કહ્યું-તું નાટક-સિનેમા જોવા જજે. કુંભકરણની વિધવાએ કહ્યું-હું તો નાટક-સિનેમા જોવા જાઉં નહિ, હું પતિવ્રતા છું, એકલી કેમ જાઉં? તમે મારા પતિ ને માર્યો-એટલે તમારાં સાથે મારે વેર થયું છે,મારે વેરનો બદલો લેવો છે, એટલે તમારી –જ્યાં કથા ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 102
ભાગવત રહસ્ય-૧૦૨ શરીરમાં દસ ઇન્દ્રિયો છે. અને આ દરેક ઇન્દ્રિયોના વિષયો છે. જેમ કે જીભનો વિષય એ –રસ-છે.આ વિષયનું ચિંતન કરે છે,એટલે મન તેમાં ફસાય છે. મન હવે-તે વિષયોનું ચિંતન કરતાં કરતાં વિષયાકાર બને છે. વિષયો જયારે –મન માં પ્રવેશે છે-એટલે-અહંતા,મમતા આવે છે. મન જયારે માને છે -કે આ મારો છે-ત્યારે સુખ થાય છે, અને પછી મન તેની જોડે મમતા કરે છે, અને મનુષ્યને માર ખવડાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ-તો –એક ઘરમાં ઉંદર પણ રહે છે અને પાળેલો પોપટ પણ રહે છે. એક દિવસ બિલાડી આવે છે-અને ઘરમાંથી ઉંદરને પકડી ને લઇ જાય છે.ત્યારે ઘરનાં કોઈને દુઃખ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 103
ભાગવત રહસ્ય-૧૦૩ મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી મનની મલિનતા અને ચંચળતા દૂર થાય છે. માટે કોઈ મંત્રનો કરો. પરમાત્માના બે સ્વરૂપો છે.સગુણ સ્વરૂપ એવું તેજોમય છે-કે આપણા જેવા સાધારણ જીવો તે સહન કરી શકે નહિ,જોઈ શકે નહિ.નિર્ગુણ-નિરાકાર સ્વરૂપ-એટલું સૂક્ષ્મ છે-કે જે હાથમાં આવતું નથી.આંખને દેખાતું નથી,માત્ર બુદ્ધિથી તેનો અનુભવ થઇ શકે. તેથી આપણા જેવા માટે –તો ભગવાનનું નામ સ્વરૂપ-મંત્ર સ્વરૂપ અતિ ઉત્તમ છે. ભગવાન ભલે પોતાના સ્વરૂપને છુપાવી શકે-પણ નામને છુપાવી શકતા નથી. નામસ્વરૂપ પ્રગટ છે. પરમાત્માના કોઈ પણ નામનો દૃઢ આશ્રય કરો.મનશુદ્ધિ મંત્ર વગર થતી નથી. ધ્યાન સાથે જપ કરો. લૌકિક વાસનામાં ફસાયેલું મન બગડે ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 104
ભાગવત રહસ્ય-૧૦૪ દેવહુતિ કહે છે-આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો છો,પણ મને જગતમાં ક્યાંય સંત દેખાતા નથી, સત્સંગ કરવાની થાય પણ સત્સંગ મળતો નથી. કપિલદેવ કહે છે-સંત ના દેખાય ,તો સમજવું કે હજુ –પાપ વધારે છે. પાપ હોય તો સંત મળે તો પણ તેમાં સદભાવના થતી નથી.પ્રત્યેક ગામમાં –એકાદ સંત અને સતી સ્ત્રીને ભગવાન રાખે છે. એમના આધારે તો ધરતી ટકે છે. નકલી માલ વધ્યો છે-તે વાત સાચી,પણ તેનો અર્થ એ નથી કે-સાચું સોનું ક્યાંય મળતું નથી. મા, જગતમાં સંત નથી-તે વાત ખોટી છે. હા,સંત મળવા દુર્લભ છે. એ વાત સાચી છે. મા,જે સંત થાય છે-તેને સંત મળે ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 105
ભાગવત રહસ્ય-૧૦૫ તિતિક્ષા (સહન કરવું) એ સંતોનું પહેલું લક્ષણ બતાવ્યું.બીજું લક્ષણ –કરુણા- છે. સર્વ દેહધારીઓ પ્રત્યે –સુહૃદયભાવ. પારકાનું દૂર કરવા દોડે,તેવા દયાળુ-તે સંત..ત્રીજું લક્ષણ –વાણી પર સંયમ. સંતો બહુ ઓછું બોલે છે.રમણ મહર્ષિના જીવનમાં આવે છે,તેમણે ૧૬ વર્ષ મૌન રાખ્યું છે. ૧૪ વર્ષ પછી તેમનાં માતાજી તેમને મળવા આવ્યા છે,પણ તેમની સાથે બોલ્યા નથી. વ્રતનો ભંગ કર્યો નથી. સંતને લૌકિક વાતો ગમતી નથી, લૌકિક વાતોમાં જેને આનંદ મળે છે, માનજો તેને સાચો આનંદ મળ્યો નથી.સંત બોલે તો – માત્ર ભગવદકથા વાર્તા જ કહે છે. સંતો ના બીજા લક્ષણો માં-અજાત શત્રુ-સરળ સ્વભાવ. સંતોને જગતમાં કોઈ શત્રુ નથી. સંત સમજીને ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 106
ભાગવત રહસ્ય-૧૦૬ કપિલ ભગવાન માતા દેવહુતિને કહે છે-કે-મા,આ સંસાર સાચો દેખાય છે-પણ તેને સાચો માનશો નહિ. જેણે આ સાચો દેખાય છે-તે સંસારનો મોહ છોડી શકતો નથી.જેને પરમાત્મા સાચા લાગે છે તે પરમાત્માને છોડી શકતો નથી. જેને જગત સાચું લાગે છે, તે જગત સાથે પ્રીતિ કરે છે, જેને જગત મિથ્યા લાગ્યું હોય તે પરમાત્મા સાથે પ્રીતિ કરે છે. આ,જગત સ્વપ્ન જેવું છે, આ સિદ્ધાંત વારંવાર એટલા માટે કહેવામાં આવ્યો છે કે- જગતના પદાર્થોમાં મોહ ના થાય. સંસારના વિષયોમાં પૂર્ણ વૈરાગ્ય આવે. સંસારના સુખો ભોગવવાની લાલસા હોય ત્યાં સુધી માનવું કે હું સૂતેલો છું. જાગતાને લાલો મળે છે. (એક ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 107
ભાગવત રહસ્ય-૧૦૭ જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જાય છે કે તે પછી તે કહી શકતા નથી-કે- હું છું-કે-નથી જાણતો.ખાંડની પૂતળી સાગરની ઊંડાઈ માપવા ગઈ –તે પાછી જ આવી નહિ. પરમાત્મા સાગર જેવા વિશાળ,વ્યાપક છે.ધ્યાન કરતાં-ધ્યાન કરનારો-ધ્યેય (ઈશ્વર)માં મળી જાય છે.-તેને જ મુક્તિ કહે છે.-આ જ અદ્વૈત છે. ધ્યાન કરનારનું 'હું પણું' ભુલાય ત્યારે જીવ અને શિવ એક થાય છે. તે પછી જીવનું જીવપણું ઈશ્વરમાં મળી જાય છે. જીવનું જીવ પણું રહેતું નથી. જેમ ઈયળ-ભમરીનું ચિંતન કરતાં કરતાં ભમરી બને છે-તેમ જીવ-ઈશ્વરનું ચિંતન કરતાં કરતાં ઈશ્વરમય બને છે. જીવ-ઈશ્વરનું મિલન થયું તે પછી જીવભાવ રહેતો નથી. ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 108
ભાગવત રહસ્ય-૧૦૮ એક વખત નારદજી વૈકુઠલોકમાં આવ્યા. લક્ષ્મીજીને જોયા પણ ભગવાન ન દેખાયા. શોધતાં શોધતાં છેવટે-ભગવાનને - ધ્યાનમાં જોયા.નારદજી પૂછે છે-તમે કોનું ધ્યાન કરો છો ? ભગવાન કહે છે-હું મારા લાડીલા ભક્તોનું ધ્યાન કરું છું.નારદજી કહે-શું આ વૈષ્ણવો તમારાં કરતા પણ શ્રેષ્ઠ છે?કે જેથી તમે તેનું ધ્યાન કરો છો ? ભગવાન કહે કે-હા,તે મારા કરતા શ્રેષ્ઠ છે. નારદજી કહે-તે સિદ્ધ કરી આપો. ભગવાન પૂછે છે-જગતમાં મોટામાં મોટું કોણ ? નારદજી-કહે-પૃથ્વી. ભગવાન-કહે-પૃથ્વી શાની મોટી ? પૃથ્વી તો શેષનાગના ફણા ઉપર રહેલી છે. નારદજી-તો શેષનાગ મોટા. ભગવાન-અરે-એ શેષનાગ શાના મોટા ? એ તો શંકરના હાથ નું કડુ છે. એટલે ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 109
ભાગવત રહસ્ય-૧૦૯ જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમદુતો તેને કંઈ રડાવતા નથી. પણ ઘરની મમતા છે.ઘર છોડવું તેને ગમતું નથી-અને યમદુતો તેને ધક્કો મારે છે.પત્ની-પુત્ર-પૈસા છોડવા તેને ગમતા નથી. યમદૂત તેને મારતા નથી-પણ-ઘરની મમતા તેને મારે છે.અને રડાવે છે. જાણે છે-કે-હું જઈશ ત્યારે કોઈ સ્ત્રી,પુત્ર સાથે આવશે નહિ,મારે એકલાને જ જવું પડશે. છતાં વિવેક રહેતો નથી. અંતકાળમાં બે યમદૂતો આવે છે- પાપ પુરુષ અને પુણ્ય પુરુષ. પાપ પુરુષ કહે છે-તેં બહુ પાપ કર્યા છે-એમ કહી મારે છે. પુણ્ય પુરુષ કહે છે –તને પુણ્ય કરવાની તક આપી છતાં પણ તેં –પુણ્ય-કેમ કર્યું નહિ ? ભક્તિ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 110
ભાગવત રહસ્ય-૧૧૦ મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદાવનમાં એક મહાત્મા રહેતા હતા. એક વખત તે ધ્યાનમાં બેઠેલા હતા,ત્યારે ઉંદર આવી તેમની ગોદમાં ભરાયો.ઉંદરની પાછળ –બિલાડી પડી હતી. મહાત્માને દયા આવી. તેમણે ઉંદરને કહ્યું-તું મારી ગોદમાં છે. તને કોઈ મારી નહિ શકે.તું જે માંગીશ તે હું તને આપીશ. બોલ તારે શું થવું છે ? તું કહે તે પ્રમાણે તને બનાવી દઉં...... ઉંદરની બુદ્ધિ કેટલી ?તેણે વિચાર્યું-આ બિલાડી બહુ સુખ ભોગવે છે.હું બિલાડી બની જાઉં તો-પછી તેની બીક રહે નહિ.એટલે તેણે મહાત્માને કહ્યું –મને બિલાડી બનાવી દો. મહાત્મા એ કહ્યું-તથાસ્તુ.... એક દિવસ તે બિલાડીની પાછળ કૂતરો પડ્યો. બિલાડી રડતી ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 111
ભાગવત રહસ્ય-૧૧૧ પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગવી,તેનું પાપ-અને પુણ્ય –જો સરખું થાય તો તે ચન્દ્રલોકમાં જાય છે.ત્યાંથી જીવ –વાદળમાં વર્ષા-રૂપે આવે છે. વરસાદ પૃથ્વી પર પડે છે. ને તે અન્નમાં દાખલ થાય છે.અન્નમાંથી વીર્ય થાય છે. અને જીવ મનુષ્ય યોનિમાં આવે છે.(આ બિલકુલ સીધીસાદી ભાષામાં વર્ણન છે-જેના પર વિચાર કરવામાં આવે તો-ઘણું બધું સમજવામાં આવી શકે !!!) (ભાગવતમાં ગર્ભ-અવસ્થાનું લંબાણથી વર્ણન –અદભૂત છે,જેનું સાદી રીતે-નીચે મુજબ વર્ણન કર્યું છે) જે દિવસે ગર્ભ રહે છે-તે દિવસે પાણીના પરપોટા જેવો સૂક્ષ્મ હોય છે. દસ દિવસમાં તે ફળ જેવડો મોટો થાય છે. માના શરીરની જે નાડીમાં થી અન્ન રસ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 112
ભાગવત રહસ્ય-૧૧૨ જીવનો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કરે છે. સંસારમાં માયા કોઈને ય છોડતી નથી.આ જીવ પરમાત્મા પ્રેમ કરે તો-માયા છૂટે-અને સુખી થાય –પણ તે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી.જીવ બાલ્યાવસ્થામાં મા સાથે પ્રેમ કરે છે. જરા મોટો થાય –એટલે –રમકડાં સાથે પ્રેમ કરે છે.તે પછી-મોટો થાય-એટલે પુસ્તકો જોડે પ્રેમ કરે છે.એક બે ડીગ્રી મળે એટલે –પુસ્તકોનો મોહ ઉડી જાય છે. પછી પૈસા જોડે પ્રેમ કરતો થઈ જાય છે. થોડા વધુ પૈસા આવે એટલે બેંકના બેલેન્સ જોડે મોહ થઇ જાય છે. અને લગન કરે એટલે લાડી જોડે પ્રેમ કરતો થઇ જાય છે.લાડીને કહે છે-કે તારા માટે ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 113
ભાગવત રહસ્ય-૧૧૩ સ્કંધ-૪(ચોથો)-૧ (વિસર્ગ લીલા) પ્રથમ સ્કંધમાં અધિકારલીલાનું વર્ણન કર્યું. ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ ? વગેરે બતાવ્યું.દ્વિતીય એ જ્ઞાન-લીલા છે. મરણ સમીપ હોય ત્યારે કેમ જીવવું? મનુષ્યનું કર્તવ્ય શું ?વગેરે જ્ઞાનનું વર્ણન કર્યું.ત્રીજો સ્કંધ સર્ગ-લીલા છે. જ્ઞાન કેવી રીતે જીવનમાં ઉતારવું,અને જગતની ઉત્પત્તિનું વર્ણન છે.ચોથો સ્કંધ ને વિસર્ગ-લીલા કહે છે.ચાર પુરુષાર્થની કથા આમાં છે. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કર્દમની જેમ જીતેન્દ્રિય થવું પડે,તો બુદ્ધિ દેવહુતિ મળે.નિષ્કામ બુદ્ધિથી જ્ઞાન સિદ્ધ થાય છે.અને જ્ઞાન સિદ્ધ થયા પછી,પુરુષાર્થ સિદ્ધ થાય છે.એટલે ચોથા સ્કંધમાં આવી ચાર પુરુષાર્થની કથા.ચોથા સ્કંધમાં ચાર પ્રકરણો અને એકત્રીસ અધ્યાયો છે. પુરુષાર્થ ચાર છે-ધર્મ-અર્થ-કામ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 114
ભાગવત રહસ્ય-૧૧૪ મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે બીજાનો વિનાશ કરવા તત્પર બને છે. આ પર એક દૃષ્ટાંત જેવું છે. એક દેશમાં રાજા અને નગરશેઠ વચ્ચે મિત્રતા હતી. બંને રોજ સત્સંગ કરે. નગરશેઠનો ધંધો ચંદનના લાકડાં વેચવાનો હતો.શેઠનો ધંધો બરાબર ન ચાલે. ચાર પાંચ વર્ષથી ખોટ જતી હતી.એક દિવસ મુનીમે કહ્યું-ચંદનના લાકડાં સડે છે,કોઈ બગડેલો માલ લેતું નથી, જો આ વર્ષે પૂરતા પ્રમાણમાં ચંદન નહિ ખપે તો પેઢી ડૂબી જશે. ચંદન જેવું કિંમતી લાકડું રાજા સિવાય બીજું કોણ લે ? નગરશેઠને ધંધા માટે સ્વાર્થનો વિચાર આવ્યો છે, આ રાજાનું કંઈક થઇ જાય તો સારું. રાજા મરી જાય ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 115
ભાગવત રહસ્ય-૧૧૫ બીજા સાથે અસૂયા (ઈર્ષા) કરનારને શાંતિ મળતી નથી. ત્રણે દેવીઓ ગભરાય છે. ત્યાં જઈએ અને અનસૂયા આપે તો ? નારદજી કહે છે-તમે ભલે મત્સર કરો-પણ અનસૂયા તમને સદભાવથી જોશે. તમારા પ્રત્યે સદભાવ રાખશે. દેવીઓ આશ્રમમાં આવી છે. અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓ દેવો પાસે અનસૂયાએ કરાવી છે. “આજથી પ્રતિજ્ઞા કરો –કે કોઈ પતિવ્રતા સ્ત્રીને ત્રાસ નહિ આપીએ. જગતની કોઈ પતિવ્રતા સ્ત્રીને નહિ પજવીએ.” અત્રિ ઋષિ તેવામાં પધારે છે, પૂછે છે કે -આ ત્રણ બાળકો કોણ છે? અનસૂયા કહે કે-આ ત્રણ મારા છોકરાઓ છે,અને ત્રણ વહુઓ છે.અત્રિ કહે છે-દેવી આવું ના બોલો.આ ત્રણ તો મહાદેવો છે.તે પછી જળ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 116
ભાગવત રહસ્ય-૧૧૬ દક્ષપ્રજાપતિ નિંદામાં બોલ્યા છે-શિવ સ્મશાનમાં રહેનાર છે. પરંતુ તે તો સ્તુતિરૂપ છે.આખું જગત (સંસાર)એ સ્મશાન છે. કાશી મહાન સ્મશાન છે. શરીર એ પણ સ્મશાન છે.ઘર એ પણ સ્મશાન છે. મનુષ્યને બાળવાનું સ્મશાન ગામ બહાર હોય પણ કીડી-મંકોડાનું સ્મશાન આપણા ઘરમાં જ હોય છે.સ્મશાન એટલે આખું જગત-એટલે-કે- શિવજી જગતની સર્વ ચીજોમાં વિરાજેલા છે. તેથી તે વ્યાપક બ્રહ્મરૂપ છે. જગતના અણુ-પરમાણુમાં શિવતત્વ ભર્યું છે.ભગવાન શંકર વાણીના પિતા છે.તે વાણી શિવજીની નિંદા કરે નહિ.દક્ષે નિંદામાં કહ્યું-એમની આંખો વાનર જેવી છે. એનો સવળો અર્થ કાઢ્યો છે. વાનર જેવા ચંચળ જીવ પર જેની કૃપાદૃષ્ટિ છે-એવા મર્કટલોચન. (જીવ વાનર જેવો ચંચળ છે) ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 117
ભાગવત રહસ્ય-૧૧૭ જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવાનો નથી. એક વખત એક ચોર શિવમંદિરમાં ચોરી આવ્યો. શિવાલયમાં હોય શું ? આમ તેમ નજર કરતાં –ઉપર નજર કરી તો તાંબાની જળાધારી દેખાણી.તેણે વિચાર્યું કે –આ લઇ જાઉં.તેના પચીસ –પચાસ આવશે. જળાધારી બહુ ઉંચી હતી, એટલે જળાધારી ઉતારવા શિવલિંગ પર પગ મુક્યો- પગ મૂકતાં જ શિવજી પ્રગટ થાય. ચોર ગભરાણો. મને મારશે કે શું ? ત્યાં શિવજીએ કહ્યું-માગ-માગ. ચોર કહે છે-મેં એવું તે શું પુણ્ય કર્યું છે કે આપ પ્રસન્ન થયા છો? શિવજી કહે છે-કોઈ મને ફૂલ ચઢાવે-કોઈ જળ ચઢાવે પણ તે તો આખી તારી જાત ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 118
ભાગવત રહસ્ય-૧૧૮ શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બહુ આનદમાં છો.!! સતી કહે છે-તમારા સસરાજી મોટો યજ્ઞ કરે છે.શિવજી-કહે-છે-દેવી,આ સંસાર ઘેર લગ્ન તો કોઈના ત્યાં છેલ્લા વરઘોડાની તૈયારી થાય છે, રડારડ થાય છે.સંસારમાં સુખ નથી. સુખરૂપ એક પરમાત્મા છે.તારા અને મારા પિતા નારાયણ છે. સતી વિચારે છે-જયારે જયારે હું-કોઈ વાત કરુછુ,ત્યારે શિવજી વૈરાગ્યની જ વાતો કરે છે. મને પિયર માં જવાની ઉતાવળ છે-અને આ તો વૈરાગ્યનો ઉપદેશ આપે છે. સતીએ કહ્યું-મહારાજ,તમે કેવા નિષ્ઠુર છો.તમને કોઈ સગાંસંબંધીઓને મળવાની ઈચ્છા થતી નથી. શિવજી કહે-છે-દેવી, હું બધાને મનથી મળું છું. કોઈને શરીરથી મળતો નથી. કોઈને મળવાની મને ઈચ્છા પણ નથી.સતી બોલ્યાં-તમે તત્વનિષ્ઠ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 119
ભાગવત રહસ્ય-૧૧૯ વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો સંહાર કર્યો છે. દક્ષને પકડી –દક્ષનું મસ્તક કાપી-તેનાથી યજ્ઞની કરી છે.દેવોને સજા કરી છે. દેવો ગભરાયા-બ્રહ્માજીને શરણે ગયા.બ્રહ્માજીએ ઠપકો આપ્યો-જે યજ્ઞમાં શિવજીની પૂજા નહોતી ત્યાં તમે ગયા જ કેમ ? જાઓ શિવજીની ક્ષમા માગો. દેવો કહે છે-એકલા જવાની હિંમત થતી નથી-આપ અમારી સાથે ચાલો.બધા સાથે કૈલાસમાં આવે છે. બ્રહ્માજી કહે છે- યજ્ઞને ઉત્પન્ન કરનાર આપ છો અને વિધ્વંશ કરનાર પણ આપ છો.કૃપા કરો. દક્ષનો યજ્ઞ પરિપૂર્ણ થાય તેવું કંઈક કરો.તમે પણ ત્યાં પધારો. શિવજી ભોળા છે.શિવજીને માન પણ નહિ અને અપમાન પણ નહિ. જવા ઉભા થયા છે. યજ્ઞમંડપમાં ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 120
ભાગવત રહસ્ય-૧૨૦ આ શરીર પાંચ તત્વોનું બનેલું છે. એક એક તત્વના એક એક દેવ છે.(બહુ ઊંડાણ પૂર્વક નીચેની સમજવાનો પ્રયત્ન કોઈ કરે તો ઘણો બધો પ્રકાશ પડી શકે!! ) (૧) પૃથ્વી તત્વ- ના દેવ ગણેશ છે. ગણપતિ વિઘ્ન હર્તા-વિઘ્નનો નાશ કરનાર છે. (૨) જળ તત્વ- ના દેવ શિવ છે. શિવજીની કૃપાથી જ્ઞાન મળે છે. (૩) તેજ તત્વ - ના દેવ સૂર્ય છે. સૂર્ય નીરોગી બનાવે છે.આરોગ્ય આપે છે.તે પૃથ્વી પર પ્રત્યક્ષ –દેવ- છે. (૪) વાયુ તત્વ- ના દેવી માતાજી છે. માતાજીની ઉપાસના –બુદ્ધિ-શક્તિ અને ધન આપે છે. (૫) આકાશ તત્વ-ના દેવ વિષ્ણુ છે. વિષ્ણુની ઉપાસના પ્રેમ ...વધુ વાંચો
ભાગવત રહસ્ય - 121
ભાગવત રહસ્ય-૧૨૧ ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થાય છે. શાંતિ-એ સંયમથી,સદાચારથી,સારા સંસ્કાર(ધર્મ)થી મળે છે.સંપત્તિ (અર્થ) થી વિકારવાસના વધે છે.એટલે –ધર્મ પ્રકરણ પહેલાં અને અર્થ પ્રકરણ પછી છે.આમાં ઉત્તાનપાદ અને ધ્રુવના ચરિત્ર નું વર્ણન છે. મૈત્રેયજી કહે છે-મનુ-શતરૂપાની ત્રણ કન્યાઓના વંશનું વર્ણન કર્યું. તેમના બે પુત્રો –ઉત્તાનપાદ અને પ્રિયવ્રત હતા.પ્રિયવ્રત રાજાની કથા –પાંચમા સ્કંધમાં આવશે-ઉત્તાનપાદની કથા –આ ચોથા સ્કંધમાં છે.થોડો વિચાર કરો તો ધ્યાનમાં આવશે-કે-જીવ માત્ર ઉત્તાનપાદ છે.મા ના ગર્ભમાં રહેલો જીવ –કે જેના પગ ઉંચા છે અને માથું નીચે છે –તે ઉત્તાનપાદ. જીવ જન્મે છે ત્યારે માથું પહેલું બહાર આવે છે. ઉત્તાનપાદને બે રાણીઓ ...વધુ વાંચો