ભાગવત રહસ્ય - 65 MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાગવત રહસ્ય - 65

ભાગવત રહસ્ય-૬૫

સ્કંધ પહેલો-૩૬ (ચાલુ)

 

આ જીવ લુચ્ચો છે. કંઈક મુશ્કેલી આવે ત્યારે-રણછોડરાયજીના દર્શન કરવા જાય છે. ઘણાં મંદિરમાં જઈને પણ વેપાર કરે છે.

 

(થોડું આપી ને વધુ માગે –તેનું નામ વેપાર) રણછોડરાય ને અગિયાર રૂપિયા ભેટ માં મૂકે અને કહે છે-“હે નાથ, મેં કોર્ટમાં મારા

ભાઈ સામે દાવો કર્યો છે-મારું ધ્યાન રાખજો,” ધ્યાન રાખજો એટલે-મારી જોડે કોર્ટ માં આવજો.

 

વકીલ ને ૩૦૦ આપે અને ઠાકોરજી ને ૧૧ માં સમજાવે. ભગવાન કહે-કે-હું બધું સમજુ છું. હું તારા દાદાનો યે દાદો છું. શું હું વકીલ કરતાં યે હલકો?- એટલે જ જયારે લક્ષ્મીજી ભગવાન ને પૂછે છે કે-તમે તમારાં ભક્તો ને નજર કેમ નથી આપતા ?

 

ત્યારે ભગવાન કહે છે-એ આપે છે તેના બદલામાં શું માગે છે તે તો તું જો.....ભીષ્મ સ્તુતિ નો વિચાર કરતાં –એમ લાગે છે-કે-

 

અંતકાળે ઘણી વાર જ્ઞાન દગો આપે છે. જ્ઞાન પર બહુ ભરોસો રાખશો નહિ. શરીર બહુ સારું હોય ત્યાં સુધી જ્ઞાનની વાતો કરવી*સહેલી છે.(આત્મા બ્રહ્મરૂપ છે-તેને સુખ-દુઃખ નથી-એમ બોલવું સહેલું છે-આત્મા શરીર થી જુદો છે –તે સહુ જાણે છે-પણ તેનો

અનુભવ થતો નથી) પણ સાધારણ તાવ આવે તો પણ જ્ઞાન ભુલાય છે. ત્યારે દેહાધ્યાસ જ  મનમાં આવે છે. શરીરના દુઃખ માંજ્ઞાન યાદ રહેતું નથી-કે શરીર થી હું જુદો છું.

 

અંતકાળમાં દુઃખ આવવાનું નક્કી જ છે.તેથી સતત ભક્તિ કરજો.

 

ભીષ્મ કહે છે કે –હું શરણે આવ્યો છું. (એવું બોલતાં નથી કે હું બ્રહ્મરૂપ છું.) હું તમારો છું. હે નાથ, કૃપા કરી મને એકવાર કહો-કે- તું મારો છે.ભગવાન સહેજ ઠપકો આપે છે-કૌરવો માં તમારી આસક્તિ હતી.

 

ભીષ્મ કહે છે-ના-ના-કૌરવોમાં આસક્તિ નહોતી-પણ શ્રીકૃષ્ણના સ્વરૂપ માં આસક્તિ હતી.-પ્રીતિ હતી. હે નાથ,તે વખતે અર્જુનના રથ પર તમે વિરાજતા હતા.મેં વિચાર્યું-કે-પાંડવ પક્ષમાં રહીશ તો –અર્જુન ના રથ પર વિરાજેલા-પાર્થસારથી શ્રીકૃષ્ણનાં દર્શન બરોબર થશે નહિ.મને તમારું પાર્થ-સારથી નું સ્વરૂપ બહુ ગમે છે.એટલે-સામા પક્ષમાં જઈ હું ઉભો હતો.

 

ભગવાન વિચાર કરવા લાગ્યા-ડોસો ચતુર છે-કેવું સરસ બોલે છે.!!

 

ભીષ્મ કહે-છે-મને યુદ્ધ ના સમયની તમારી એ-વિલક્ષણ છબી યાદ આવે છે.મુખ પર લહેરાતી વાળની લટો –ઘોડાઓ નાં પગ થી ઉડતી ધૂળ થી મેલી થઇ હતી. ને પસીનાનાં નાનાં બિંદુઓ શોભી રહ્યાં હતાં. મારાં તીક્ષ્ણ બાણો વડે-હું તેમની ચામડી વીંધી રહ્યો હતો.

 

હે નાથ, મારા અનેક જુલમો સહીને પણ જગતમાં તમે મારી-કેટલી પ્રતિષ્ઠા વધારી !! મને કેટલું માન આપ્યું!!

 

મારી પ્રતિજ્ઞા સત્ય કરવા તમે તમારી પ્રતિજ્ઞા જતી કરી.

 

મહાભારત નાં યુદ્ધ માં કોઈ અસ્ત્ર-શસ્ત્ર ન લેવાની શ્રી કૃષ્ણે પ્રતિજ્ઞા કરેલી.

 

ભીષ્મે કહેલું-હું ગંગાજીનો પુત્ર છું-હું એવું લડીશ કે કૃષ્ણ ને હાથ માં શસ્ત્ર લેવું જ પડશે.

 

યુદ્ધ માં ભીષ્મ નાં બાણો થી અર્જુન ને મૂર્છા આવી છે. છતાં ભીષ્મ બાણ પર બાણ  મારે છે. કૃષ્ણે વિચાર્યું-આ ડોસો –અર્જુન ને મારીનાખશે-તો અનર્થ થશે-મારી પ્રતિજ્ઞા ગઈ ખાડામાં. એક સ્વરૂપે રથમાં બેઠા છે-અને બીજા સ્વરૂપે-ભગવાન રથ માંથી કુદી પડ્યા છે.

 

જેમ સિંહ –પોતાનો શિકાર પકડવા દોડતો હોય-તેમ શ્રીકૃષ્ણ-હાથ માં રથનું પૈડું લઇ ભીષ્મ તરફ દોડ્યા છે.

 

ભીષ્મે તે વખતે નમન કર્યું. ભગવાન નો જય જયકાર કર્યો. ભગવાન કેવાં દયાળુ છે!! ભક્ત ની પ્રતિજ્ઞા સત્ય કરવા –પોતાની પ્રતિજ્ઞા જતી કરે છે. ઠાકોરજી ની આ લીલા છે. ભગવાન ભક્તો ને બહુ માન આપે છે. મારી ભલે હાર થાય પણ મારા ભક્તનીજીત થાય.

 

ભીષ્મ કહે છે-કે- મારા ભગવાન ની પ્રતિજ્ઞા પણ કોઈ દિવસ ખોટી થાય નહિ.તમારી  પ્રતિજ્ઞા સાચી છે.તે વખતે મને-તમારાં બંને સ્વરૂપ નાં દર્શન થયા છે. રથમાં જે સ્વરૂપે હતાં-તે સ્વરૂપે હાથ માં અસ્ત્ર-શસ્ત્ર લીધું નથી.

 

ભીષ્મ એટલે મન. અર્જુન એટલે જીવાત્મા.

 

મન(ભીષ્મ)-આવેશ માં આવે છે-ત્યારે સંકલ્પ-વિકલ્પ રૂપી બાણ મારે છે-એટલે જીવ (અર્જુન) ઘાયલ થાય છે.મૂર્છિત થાય છે. તે વખતે રથ (જીવાત્મા રૂપી રથ)ની લગામ ભગવાન નાં હાથ માં હોય તો-ભગવાન રક્ષણ કરે છે. ભગવાન ચક્ર લઈનેમન ને (ભીષ્મને) મારવા જાય છે-ત્યારે મન કાબુમાં આવે છે-શાંત થાય છે.

 

આ જીવ પરમાત્મા નાં શરણે  જાય-ત્યારે પરમાત્મા આ મન ને શાંત કરે છે.

 

મન જો-સંકલ્પ-વિકલ્પ ન કરે તો –તે મન-આત્મ-સ્વરૂપ માં મળી જાય છે.ત્યારે જીવને શાંતિ મળે છે.