ભાગવત રહસ્ય - 1 MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાગવત રહસ્ય - 1

ભાગવત રહસ્ય-૧

 

ભાગવત માહાત્મ્ય

 

પરમાત્મા ના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે.મનુષ્ય જન્મ પ્રભુને પ્રાપ્ત કરવા માટે છે.પ્રભુએ કૃપા કરી માત્ર માનવને જ એક એવી શક્તિ (બુદ્ધિ) આપી છે કે –જો માનવ આ બુદ્ધિનો સદુપયોગ કરી,વિવેકથી (સંયમથી),પવિત્ર જીવન ગાળે તો....મરતાં પહેલા તેને જરૂર પરમાત્મા ના દર્શન થાય...........

માત્ર માનવમાં જ બુદ્ધિ-શક્તિ હોવાથી તે આત્મ-સ્વરૂપને પરમાત્મ-સ્વરૂપને ઓળખી લઇ,પરમાત્માના દર્શન કરી શકે છે.માનવ ધારે તો પાપ છોડી શકે છે.પણ પશુ પાપ છોડી શકતા નથી.પશુ પાપ કરે છે, પણ તેમને-અજ્ઞાન-હોવાથી,પરમાત્મા તેના પાપ માફ કરે છે.

 

 

પશુ-પક્ષીઓ –શરીર તે –હું જ છું,એવું સમજી વ્યવહાર કરે છે,ત્રણ વર્ષ પછી તો તે પોતાના માતપિતાને ભૂલી જાય છે.તે પોતાના દેહને જ આત્મા માને છે,અને આત્મ-સ્વરૂપને જાણતા નથી.અને આમ પશુને પોતાના સ્વ-રૂપનું પણ ભાન નથી તો પછી એ પરમાત્મ-રૂપને ક્યાંથી પામી શકે?.શરીરને જે –આત્મા-સમજે છે, એ માનવ પશુ સમાન જ છે,આ જીવ અનેક વર્ષોથી ભોગ ભોગવતો આવ્યો છે,છતાં તેને શાંતિ મળી નથી.

તેને શાંતિ ત્યારે મળે જયારે તેને પરમાત્માના દર્શન થાય.

 

સ્વર્ગમાં રહેલા દેવોને પણ પરમાત્માનો અનુભવ થતો નથી.સ્વર્ગમાં રહેલા દેવો પણ દુખી છે,અશાંત છે,તેમને પણ પતનની બીક હોય છે.પુણ્ય નો નાશ થયા પછી તેમને પણ ત્યાંથી (સ્વર્ગમાંથી) ધકેલી દેવામાં આવે છે,

ત્યારે બિલકુલ દયા રાખવામાં આવતી નથી.માથું નીચે ને પગ ઉંચે......!! આમ સ્વર્ગ માં રહેલા દેવોનું પતન થાય છે.પરંતુ જે પરમાત્મા શ્રી કૃષ્ણના દર્શન કરે છે,તેમનું પતન થતું નથી.સ્વર્ગમાં રહેલા દેવો આપણા કરતા વધુ સુખ ભોગવે છે,પણ એમને પરમાત્માના દર્શન થતા નથી.જેને સુખ ભોગવવાની ઈચ્છા છે,તેને પરમાત્મા ના દર્શન થતા નથી.

 

સ્વર્ગના દેવો સુખ ભોગવીને પુણ્યનો નાશ કરે છે,પશુ પક્ષીઓ દુઃખ ભોગવી પાપનો નાશ કરે છે.

સ્વર્ગના દેવો પુણ્યનું ફળ –સુખ –ભોગવે છે,અને પુણ્યનો નાશ કરે છે,સ્વર્ગ એ ભોગ ભૂમિ છે,ત્યાં નવું પુણ્ય ઉપાર્જિત થતું નથી,સ્વર્ગમાં કોઈ નવી આવક થતી નથી,માનવ જે પુણ્ય લઇ ને ગયો હોય તે ભોગવે છે.

મનુષ્યમાં પાપ અને પુણ્ય ને સમજવાની બુદ્ધિ (શક્તિ) છે. એક મનુષ્ય-યોનિમાં જ પાપ-પુણ્ય થાય છે.

મનુષ્ય ધારે તો પાપ કરતો અટકી જાય અને નવું પુણ્ય કરી શકે છે.અને પરમાત્માના દર્શન કરી શકે છે.

માનવી વિવેક (બુદ્ધિ)થી સંસારમાં જીવે તો --ભોગ અને ભગવાન બંનેને મેળવી શકે છે.

 

માનવી આત્મ-પરમાત્મ-સ્વરૂપને જાણતો નથી.જે પરમાત્મ-રૂપને જાણતો નથી તેને હંમેશા –બીક- રહે છે,શાંતિ મળતી નથી,રાજાને શાંતિ નથી-સ્વર્ગ ના દેવોને પણ શાંતિ નથી.

પરમાત્મા શ્રી કૃષ્ણના દર્શન (આત્મ-પરમાત્મ, સ્વ-રૂપના દર્શન) કરે તેને પૂર્ણ શાંતિ મળે છે.

પણ દુઃખની વાત એ છે કે –

મનુષ્ય પરમાત્મા માટે કઈ –સાધન—કરતો નથી. શરીરના સુખને એ પોતાનું સુખ સમજે છે.

 

સુખના ત્રણ પ્રકાર છે- શરીરનું સુખ—પ્રાણ નું સુખ—આત્મા નું સુખ.અને મનુષ્યને સાચા સુખની ખબર નથી.મહેનત -ના -કરે તો શરીર રોગી થાય છે,શરીર આળસુ બને તો રોગોનું ઘર થાય છે.

આજના મનુષ્યને વગર મહેનતે પૈસો જોઈએ છે.સુખના સાધન વધે એટલે રોગો વધે છે.શરીરને રોગ થાય તો તેની મનુષ્ય કાળજી રાખે છે,પણ મનને કેટલા રોગ થયા છે,તેનો વિચાર કરતો નથી.

 

મનને ખુબ રોગ થયા છે.કામ,ક્રોધ,લોભ,મદ,મોહ –એ બધા રોગ છે.

અને તેથી પ્રભુના દર્શન થતા નથી.મન શુદ્ધ થાય તો,તો,મનુષ્યને તે, જ્યાં બેઠો છે,

ત્યાં (હાલ જ) પરમાત્માના દર્શન થશે,પરમાત્મા દેખાશે

 

આવી જ ભાગવત ની તથા અન્ય ધાર્મિક સાહિત્ય વાંચવા માટે મારી પ્રોફાઈલ ફોલો કરો અને જો આપને સારું લાગે તો અન્ય ને શેર કરો