ભાગવત રહસ્ય - 33 MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાગવત રહસ્ય - 33

ભાગવત રહસ્ય-૩૩

 

અંધારામાં પડેલું દોરડું-સર્પ રૂપે ભાસે છે. પરંતુ પ્રકાશ પડતા –તેના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે.એ ---રજ્જુ-સર્પ ન્યાયે-આ સંસાર અસત્ય હોવા છતાં –માનવીને અજ્ઞાનને કારણે (અજ્ઞાનના અંધારાના કારણે) -તે સત્ય હોય તેમ ભાસે છે.જગતનો ભાસ ઈશ્વરના અજ્ઞાનમાંથી થાય છે. ઈશ્વરનું જ્ઞાન નથી એટલે તેમને જગત સત્ય –જેવું- લાગે છે.

 

આ દ્રશ્ય જગત –ભ્રમ રૂપ છે.-ખોટું છે-તેમ છતાં –સત્યરૂપ પરમેશ્વરના આધારે તે ટકેલું હોવાથી –સત્ય-જેવુંભાસે છે. જગતનું અધિષ્ઠાન (આધાર)-ઈશ્વર –સત્ય હોવાથી –જગત અસત્ય હોવાં છતાં સત્ય લાગે છે.

રાજાએ ખોટાં મોતીનો હાર પહેર્યો હોય તો પણ એની પ્રતિષ્ઠાને કારણે-લોકો માનશે કે-રાજાએ સાચા મોતી નો હાર પહેર્યો છે. રાજાના સંબંધથી ખોટાં મોતી પણ જગતને સાચાં લાગે છે.

 

ગરીબ માણસે –સાચાં મોતીનો હાર પહેર્યો હોય –તો પણ તેની ગરીબીને કારણે-લોકો માનશે કે -તેણે –ખોટાં મોતીનો (કલ્ચર્ડ) હાર પહેર્યો છે.બસ આવી જ રીતે-

જગત -એ કલ્ચર્ડ મોતીની કંઠી છે.તેણે પરમાત્માએ પોતાના ગળામાં રાખી છે.(તેથી સાચી લાગે છે)

જગત માં રહેજો –પણ જગતને ખોટું માંનીને રહેજો. જે દેખાય છે તેનો નાશ થવાનો છે.

 

પહેલા શ્લોકમાં –મંગલાચરણમાં ધ્યાન કરવાની આજ્ઞા કરી.

હવે ભાગવત ના પહેલાં સ્કંધ ના પહેલા અધ્યાય નો બીજો શ્લોક એ ભાગવતની પ્રસ્તાવના રૂપ છે.

ભાગવતનો મુખ્ય વિષય કયો ?ભાગવતનો અધિકારી કોણ ? વગેરેનું આમાં વર્ણન છે.

 

જે ધર્મમાં બિલકુલ કપટ નથી- એ નિષ્કપટ ધર્મ. અને આ નિષ્કપટ –ધર્મ એ ભાગવતનો મુખ્ય વિષય છે.

કોઈ પણ લૌકિક ફળ મેળવવાની –ઈચ્છા- એ ધર્મમાં કપટ છે.

મનુષ્ય જે સત્કર્મ કરે એનું ફળ પોતાને મળે –એમ ઈચ્છે- એ ધર્મમાં કપટ છે.

ધર્મમાં કપટ આવશે તો ભક્તિ એ ભોગ થઇ જશે.

 

 

સકામ કર્મમાં સફળતા મળે તો વાસના વધે છે.-અને નિષ્ફળતા મળે તો –મનુષ્ય નાસ્તિક બને છે.

નિષ્કામ કર્મમાં દોષ(ભૂલ થાય તે) ક્ષમ્ય છે. પણ સકામ કર્મમાં દોષ ક્ષમ્ય નથી.

નારદજીએ વાલ્મીકીને –રામના નામનો જપ કરવાનું કહ્યું,પણ વાલ્મીકી –ભૂલથી –રામ રામ ને બદલે

મરા-મરા જપવા લાગ્યા. આમ છતાં પણ આ મંત્રનું ફળ તેઓને મળ્યું.

અતિ પાપીના મુખમાંથી ભગવાનનું નામ જલ્દી નીકળતું નથી. ભગવાન અંદર આવે તો પાપને બહાર નીકળવું પડે., એટલે- પાપ- ભગવાનનું નામ લેવા દેતું નથી.

 

સેવા નું ફળ સેવા છે-મેવા નહિ. મુક્તિની પણ આશા કરશો નહિ.

ભાગવતનો મુખ્ય વિષય છે-નિષ્કામ ભક્તિ. ભોગ ભોગવવાની ઈચ્છા છે ત્યાં ભક્તિ રહેતી નથી.

 

ભક્તિનું ફળ ભોગ નથી-પૈસો નથી-પ્રતિષ્ઠા નથી-પણ ભક્તિનું ફળ ભગવાન છે.

ભોગ માટે ભક્તિ કરે તેને ભગવાન વહાલા નથી.-તેને સંસાર વહાલો છે.લૌકિક સુખ માટે -ભગવાનને પ્રાર્થના-ભક્તિ ના કરો. લૌકિક સુખ માટે જે ભક્તિ કરે છે,તે ભગવાનના સ્વરૂપને જાણતો નથી.

કેટલાક લોકો કહે છે કે-હે ભગવાન મારું આટલું કામ કરી આપજો.

ભગવાન ત્યારે કહેશે કે-તું મારો નોકર કે હું તારો નોકર ?

 

મારું કામ કરવા ઠાકોરજી આવે –એવો વિચાર કરે તે વૈષ્ણવ કહેવાય ? ના.. નહી ... જ...

પણ ...સાચો વૈષ્ણવ તો વિચારે છે –મારું કામ ભગવાન કરે –એમ ભગવાન ને કેમ કહેવાય ?.

હું તો ભગવાનનો દાસ છું, કામ માટે રામ નથી,રામ માટે જ રામ છે.

સાચા ભક્તો-ભગવાન પાસે કંઈ માંગતા નથી.પણ પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે.

 

ભગવાન પાસે કેટલાક પુત્ર માગે છે,કેટલાક પૈસા માગે છે.પ્રભુ પાસે કોઈ માગે તો પ્રભુને ખોટું લાગે છે. ભગવાન વિચારે છે-મારું કામ કરવા કોઈ મંદિરમાં આવતા નથી –પણ-પોતાનું કામ મારી મારફત કરાવડાવવા આવે છે.

 

સાચો વૈષ્ણવ તો કહે છે-મારી આંખ -મારી બુદ્ધિ-મારું મન-મારું સમગ્ર આપને અર્પણ કરવા આવ્યો છું.

વૈષ્ણવો પ્રભુ પાસે મુક્તિ પણ માગતા નથી. મને દર્શન આપો એમ પણ કહેતા નથી.

વૈષ્ણવ કહે છે-હું તો એટલું જ માગું છુ-કે–તમારી સેવા કરતાં હું તન્મય બનું.

 

માગવાથી પ્રેમનો ભંગ થાય છે. પ્રેમ ઓછો થાય છે. પ્રભુથી અજાણ્યું કશું નથી.વૈષ્ણવ માને છે-બહુ ધન મળશે તો અભિમાની થઈશ. હું ભાન ભૂલીશ. એટલે પ્રભુએ કૃપા કરી ને ઓછું આપ્યું છે.

બાળકને કેટલું આપવું અને શું આપવું- તે મા નક્કી કરે છે. તેમ ઠાકોરજીએ આપણને જેટલું આપ્યું છે –તેમાં

વિવેકથી આનંદ માનવો. ભગવાન લક્ષ્મી-પતિ છે.પણ મનુષ્યનું કલ્યાણ થાય –એટલે સંસારનું સુખ –તેને-

વિશેષ આપતા નથી. ભગવાન પાસે માંગશો નહિ પણ ભગવાનને એમનું કામ કરી-ઋણી બનાવજો.

 

રામચંદ્રજીનો રાજ્યાભિષેક થયા પછી-તેઓ દરેક વાનરોને ભેટ-સોગાદ આપે છે. પરંતુ હનુમાનજીને કાંઇ આપતા નથી. માતાજી કહે છે-કે-આ હનુમાનને પણ કાંઇ આપોને.......

રામજી કહે છે-કે-હનુમાનને હું શું આપું ? હનુમાનના ઉપકારનો બદલો મારાથી વાળી શકાય તેમ નથી.

હનુમાને મને તેમનો ઋણી બનાવ્યો છે.ભગવાને હનુમાનજીને કહ્યું હતું..

પ્રતિ ઉપકાર કરું કા તોરા,સન્મુખ હો ન શકત મુખ મોરા.

(જગતના માલિક –ઉપકારના ભાર તળે ભક્તના સન્મુખ થઇ શકતા નથી!!!)