ભાગવત રહસ્ય - 34 MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાગવત રહસ્ય - 34

ભાગવત રહસ્ય-૩૪

 

પ્રેમમાં કંઈ લેવાની ઈચ્છા થતી નથી. પ્રેમમાં સર્વ-સમર્પણની ભાવના થાય છે.આપવાની- ભાવના થાય છે.મોહ –ભોગ –માગે છે.જયારે પ્રેમ-ભોગ- આપે છે. પ્રેમમાં માગણી ના હોય. પ્રેમમાં માગણી આવી એટલે સાચો પ્રેમ ગયો-સમજવો. ભક્તિમાં -માંગો એટલે માગેલી વસ્તુ મળશે ખરી-પણ ભગવાન જશે.

 

ગીતાજી માં કહ્યું છે કે-(ગીતા-અ.૭-શ્લોક-૨૩) સકામી (ફળની ઈચ્છાથી કર્મ કરવા વાળા) ભક્તો-જે જે દેવતાઓની પૂજા કરે છે-તે તે દેવતાઓ દ્વારા-હું તેમને ઈચ્છિત ભોગો આપું છું.પરંતુ મારી નિષ્કામ (ફળની ઈચ્છા વગરનું –ફક્ત પ્રભુ માટેનું કર્મ) ભક્તિ કરનારા ભક્તો મને પ્રાપ્ત કરે છે.

 

ભગવાન પાસે પૈસા માંગશો તો ભગવાન પૈસા આપશે-પરંતુ-પછી- ભગવાન મળશે નહિ.

તમે ભગવાન પાસે જેટલું માંગશો –તો-જેટલું માંગશો તેટલું જ આપશે.

પણ -જે પ્રભુ પાસે માગતો નથી તેને ભગવાન બધું આપે છે.

પ્રભુ પાસે માંગશો તો પ્રેમ ઓછો થશે.

વ્યવહારમાં પણ –એક મિત્ર બીજા મિત્ર પાસે ન માગે ત્યાં સુધી જ બે મિત્રો વચ્ચે પ્રેમ રહે છે.

ગોપીઓ –આંખ શ્રીકૃષ્ણને આપે છે-મન શ્રીકૃષ્ણને આપે છે.તે કહે છે કે-

'મારું સર્વસ્વ શ્રીકૃષ્ણને આપવું છે. મારે મારા પ્રભુ પાસે કાંઇ માગવું નથી.'

 

ઘણા દર વર્ષે ડાકોર જાય છે.રણછોડરાયજીને પ્રાર્થના કરે છે.-મહારાજ છ વર્ષથી આપના દર્શને આવું છું.

હજુ મારે ત્યાં બાબો આવ્યો નથી.ભગવાન કહે છે કે-જા,તને બાબો આપ્યો-પણ આજથી તારો અને મારો સંબંધ તૂટ્યો. તેં મારી સેવા કરી તેના બદલામાં મેં તને –સંતતિ આપી-સંપતિ આપી, હવે તારો અને મારો સંબંધ પુરો થયો.

 

તમારી ભક્તિથી ભગવાન તમારે ત્યાં પધારે તો –બધું આવશે.

પણ જો દુનિયામાં એમ ને એમ -બધું મળે –ને - ભગવાન ના આવે તો –એ બધું-ધૂળ સમાન છે.

ઠાકોરજીએ ઓછું આપ્યું હોય તો માનવું- મારા ઠાકોરજી પરિપૂર્ણ છે,પણ મારી લાયકાત નથી.-એટલે ઓછુંઆપ્યું છે. દીકરો –જો લાયક ના હોય તો –પિતા પણ પુત્રને પૈસા આપતા નથી.

તમે લાયક થશો એટલે –બધું મળશે-મુક્તિ પણ મળશે.

 

નિષ્કામ ભક્તિ ઉત્તમ છે. વૈષ્ણવો મુક્તિની પણ અપેક્ષા રાખતા નથી. હરિના જન તો મુક્તિ ના માગે.

પરમાત્મા ની સેવા-સ્મરણમાં જે દેહભાન ભૂલે છે તેને તો મુક્તિ પણ ગમતી નથી.અરે.-પ્રભુના નામમાં જેને પ્રીતિ થઇ છે, સેવા સ્મરણમાં જેને તન્મયતા થઇ છે. એ જ્યાં બેઠો છે,-ત્યાં જ મુક્તિ છે.નિષ્કામ ભક્તિમાં –મુક્તિ કરતાં પણ દિવ્ય આનંદ છે. ભક્તિનો આનંદ જેને મળે તેને –મુક્તિનો આનંદ તુચ્છ લાગે છે.

વેદાંતીઓ માને છે-કે –આ આત્માને બંધન જ નથી તો મુક્તિ ક્યાંથી ?

વૈષ્ણવો માને છે કે-મુક્તિ એ તો મારા ભગવાનની દાસી છે.

ભક્તિની પાછળ પાછળ મુક્તિ ચાલે છે.

 

ભગવાન મારું કામ કરે –તેવી-અપેક્ષા ના રાખો.

રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયેલું. શિષ્યો કહે–માતાજીને કહોને-કે- તમારો રોગ સારો કરે.

રામકૃષ્ણે કહ્યું- મારી માતાને હું મારા માટે તકલીફ આપીશ નહિ.

ભક્તિનો અર્થ એવો નથી કે પોતાના સુખ માટે ઠાકોરજીને ત્રાસ આપે.-પરિશ્રમ આપે.

 

- - - - - - -- - - - -- - - - - - - - - - - - - - - - - - - -  -- - - - - - - - - -  - - - - - -  - - - - - - - - - -  p -  - -  p- -   -  - - - - - - -  - - - - -  - - -- - - - - -  - - -