બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ

(108)
  • 65k
  • 11
  • 35.2k

મહારાજ કર્ણદેવ સોલંકીએ પોતાની જીવનલીલા સંકેલી લીધી એને કેટલોક વખત વહી ગયો હતો. નવસારિકા, ગોધ્રકમંડલ, કચ્છ, લાટ અને સોરઠ જૂનોગઢ સુધી ફેલાયેલું ગુજરાતનું વિસ્તીર્ણ મહારાજ્ય એમણે પોતાની પાછળ મૂક્યું હતું. પણ કુમાર જયસિંહદેવ હજી કિશોર અવસ્થામાંથી બહાર આવી રહ્યો હતો. એના ઉપર ગુજરાત-આખાની નજર હતી. પરિસ્થિતિ વિકટ હતી અને વધુ વિકટ થતી જતી હતી. ગુજરાતની આસપાસના તમામ પડોશી રાજ્યો ઉપર અકસ્માત તે સમયના બળવાનમાં બળવાન ગણી શકાય એવા રણરંગી પુરુષો સત્તાસ્થાને હતાં. નાનકડા મહારાજ જયસિંહદેવને એમાં સ્થાન મેળવવાનું હતું અને ટકાવવાનું હતું. કર્ણાટક દૂર હતું, છતાં એણે લાટ ઉપર પોતાની નજર હંમેશને માટે રાખી જતી. કર્ણાટકમાં વિક્રમાંકદેવ (છઠ્ઠો) હતો. અંદરઅંદરના ભાઈભાઈના ઝઘડામાંથી હવે એ નિવૃત્ત થયો હતો. એનો નાનો ભાઈ જયસિંહ, જે લડાઈમાં ખરેખર સિંહ સમાન ગણાતો, તે એનાંથી હારીને ભાગી આવ્યો હતો. અને નવસારિકા પાસેના જંગલમાં રહ્યોરહ્યો, પોતાનું નાનકડું રાજ્ય સ્થાપવા મથી રહ્યો હતો. વિક્રમાંકે પોતાના દરબારના ખાસ ‘લાટ-કર્ણાટક સંધિવિગ્રહિક’ને એ દિશા તરફ નજર રાખવાનું કહ્યું હતું. વિક્રમાંક, જયસિંહ અને લાટ – એ ત્રણે આમ પાટણ માટે પ્રશ્નરૂપ બન્યાં હતાં. ગમે તે ક્ષણે, જરાક જેટલી ભૂલ જો લાટનો દંડનાયક કરી બેસે, તો કર્ણાટકના સામંતો તૈયાર જ હતાં. આ પાટણનો પહેલો મહાબળવાન અરિ. દૂરનો એટલે તાત્કાલિક ધ્યાન ન ખેંચે, પણ જો લાટનો દંડનાયક જરા જેટલું ગોથું ખાઈ જાય, તો એને સપડાવે.

Full Novel

1

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 1

ધૂમકેતુ પ્રવેશ મહારાજ કર્ણદેવ સોલંકીએ પોતાની જીવનલીલા સંકેલી લીધી એને કેટલોક વખત વહી ગયો હતો. નવસારિકા, ગોધ્રકમંડલ, કચ્છ, લાટ સોરઠ જૂનોગઢ સુધી ફેલાયેલું ગુજરાતનું વિસ્તીર્ણ મહારાજ્ય એમણે પોતાની પાછળ મૂક્યું હતું. પણ કુમાર જયસિંહદેવ હજી કિશોર અવસ્થામાંથી બહાર આવી રહ્યો હતો. એના ઉપર ગુજરાત-આખાની નજર હતી. પરિસ્થિતિ વિકટ હતી અને વધુ વિકટ થતી જતી હતી. ગુજરાતની આસપાસના તમામ પડોશી રાજ્યો ઉપર અકસ્માત તે સમયના બળવાનમાં બળવાન ગણી શકાય એવા રણરંગી પુરુષો સત્તાસ્થાને હતાં. નાનકડા મહારાજ જયસિંહદેવને એમાં સ્થાન મેળવવાનું હતું અને ટકાવવાનું હતું. કર્ણાટક દૂર હતું, છતાં એણે લાટ ઉપર પોતાની નજર હંમેશને માટે રાખી જતી. કર્ણાટકમાં વિક્રમાંકદેવ (છઠ્ઠો) ...વધુ વાંચો

2

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 2

૨ રા’ આવ્યો મોંસૂઝણું થયું ત્યાં લક્ષ્મદેવ અને લોલાર્ક જાગી ઊઠ્યા. તેમણે ઉતાવળે-ઉતાવળે પ્રાત:કાર્ય આટોપી લીધું. ઊપડવાની તૈયારી કરતા એટલામાં કોઈક આ બાજુ આવતું લાગ્યું. સોનેરી-રૂપેરી ઘૂઘરીનો અવાજ આવી રહ્યો હતો. કોઈ રાજવંશી છે કે શું – કુતૂહલમાં બહાર દ્રષ્ટિ ફેંકે છે ત્યાં એમને શિવાલયની પાસે જ એક સાંઢણીને ઝોકારતી જોઈ. સાંઢણી ઉપરથી એક પ્રચંડકાય પુરુષ નીચે ઊતર્યો. વૃદ્ધ છતાં તે અણનમ હતો અને એની કાયામાં હજી શક્તિ ને સ્ફૂર્તિ હતી. તે નીચે ઊતરીને અણનમ ઊભો રહ્યો. ચારે તરફ એણે એક નજર ફેરવી: ‘આંહીં તો કોઈ આવ્યું લાગતું નથી, રાણંગ! કાં તો આપણો સંદેશો જ નહિ મળ્યો હોય! પેલા ...વધુ વાંચો

3

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 3

૩ જગદેવને પાટણમાં રસ પડે છે રા’ મદનપાલની હવેલી પાસે પહોંચ્યો, તો ત્યાં માણસો માતા ન હતાં. સેંકડો માણસો મૃત્યુસમાચાર સાંભળીને ત્યાં ભેગા થઇ ગયા હતા. કોઈ કાંઈ બોલતું ન હતું. પાટણમાંથી એક સાડસતી ગયાનો સૌના મનમાં ઊંડો સંતોષ હતો. મહારાજ કર્ણદેવના સમયનો અધમૂર્ખ મદનપાલ ધીમીધીમે એવો શઠ ને ઠગ બન્યો હતો કે પાટણને એ ક્યારે દગો દેશે એ કહેવાય તેમ ન હતું. રા’ સાથે, લાટ સાથે, કદાચ બર્બરક સાથે એની છાનીછપની ગોષ્ઠિ ચાલી રહેલી હોય તો ના નહિ, એમ બધાને શંકા હતી જ. સૌ એને પાટણમાંથી કાઢવા આતુર હતા. એ જાય એમ મહાઅમાત્ય પણ ઈચ્છતા હતાં. પણ એ ...વધુ વાંચો

4

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 4

૪ મહાઅમાત્યની ચિંતા ખર્પરકનું અનુમાન સાચું હતું. રાજમાતા મીનલે સાંજે જ પહેલાં તો ખાનગી મંત્રણાસભા બોલાવી. મહાઅમાત્યને ત્યાં આવવાનું મળ્યું. કેશવે એ સમાચાર આપ્યા અને સાંતૂને એમાં રા’નો વિજય દેખાયો. રા’ જમાનાનો ખાધેલ વિચક્ષણ પુરુષ હતો. અત્યારે પાટણમાં ભેદ પાડવાની પરિસ્થિતિ તેણે જોઈ લીધી. તે જેટલો ઉગ્ર, કડક અને બરછટ હતો એટલો જ ઠંડો, શીળો અને કુનેહબાજ થઇ શકતો – થવું હોય ત્યારે. અત્યારે એ એકદમ ઠંડો થઇ ગયો. મદનપાલની વિપત્તિને એણે ભાવિના લેખ તરીકે શાંતિથી સ્વીકારી લીધી એમાં પણ આ જ હેતુ હતો. ‘પણ આપણે પૂછો તો ખરાં, બા!’ તેણે ધીમેથી મીનલદેવી પાસે મૂક્યું હતું: ‘કે આ અન્યાય ...વધુ વાંચો

5

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 5

૫ પાટણના મહારથીઓ દરેક નગરીને પોતાનું વ્યક્તિત્વ હોય છે; પણ જ્યાં ઈતિહાસ ઘડાય છે ત્યાં એ વ્યક્તિત્વ અદભુત અને બની રહે છે. વ્યક્તિત્વ વિનાની કોઈ નગરી કલ્પી જ શકાતી નથી. વનરાજદેવે વસાવેલી પાટણનગરીનું પણ એવું જ હતું. પોતે રાજા હતો. નગરી પોતે જ વસાવી હતી, યુદ્ધ પણ વર્ષો સુધી કરીને પોતે જ દેશને જન્મ આપ્યો હતો, છતાં જ્યારે નગરીનો નામકરણસમય આવ્યો, ત્યારે મહારાજ વનરાજદેવે પોતાના સાથી ભલા, ભોળા જૂના વિશ્વાસુ મિત્રનું નામ આગળ ધર્યું. વનરાજ નહિ, અણહિલપુર પાટણ વસાવ્યું. ત્યારથી એ નગરીનો ઈતિહાસ ઘડાવા માંડ્યો. પછી તો પાટણની એક અભંગ પ્રણાલિકા જ બની ગઈ કે એ નગરીમાં સિંહાસન મહાન, ...વધુ વાંચો

6

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 6

૬ જયસિંહ મહારાજની પહેલી રાજસભા તરુણ જયસિંહદેવે રાજસભામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાં જ એની વેધક દ્રષ્ટિ રાજસભા-આખી વીંધીને, રાજદરબારની ચોગાનમાં માનવમેદની મળી હતી ત્યાં સુધી ચાલી ગઈ. તેણે રાજસભામાં ચારે તરફ એક નજર ફેરવી લીધી. રા’ને ક્યાંક દીઠો નહિ. એ છટકી જાય તો લોકમાં નવી શંકા જન્મે ને આજનું ન્યાયનું કામ ખોરંભે પડે. ‘રા’ ક્યાં છે, મહેતા? કેમ દેખાયા નહિ?... આંહીં સૌને ભેગા કર્યા છે. અંદર રાજમાતા પાસે આચાર્ય ભાભૂદેવ, કુમારશર્માજી, શ્રેષ્ઠીજી – સૌ આવી ગયા છે અને રા’ પોતે જ કેમ દેખાતા નથી? ક્યાંક ઊપડી ગયા હોય નહિ! કેમ હજી દેખાયા નહિ? આંખમાં ક્યાંક ધૂળ નાખી જાય નહિ!’ ...વધુ વાંચો

7

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 7

૭ રા’નો સંકેત રા’ સમજી ગયો હતો કે રાજસભા વીખરાઈ જાય તે પહેલાં ચાલતી પકડી લેવામાં ડહાપણ હતું. તેણે સીધો કર્ણાવતીનો માર્ગ પકડી લીધો. થોડે સુધી તો એણે નાગવેલને ખંખેરી મૂકી. બપોરનો વખત થયો ત્યારે એક વાડીએ એણે મુકામ કર્યો. પણ પળ-બે-પળ ન થઇ ત્યાં એને કોઈ ઘોડેસવારનાં પગલાં સાંભળ્યાં. આતુર નયને કોઈ આવી રહ્યું છે એની એ પ્રતીક્ષા કરવા મંડ્યો. ઝાડના ઝૂંડ પાછળથી એક સવાર આ તરફ આવતો લાગ્યો. ‘આ તો પેલો ઓટીવાર ખર્પરક લાવે છે, રાણંગ!’ ‘પ્રભુ! છે તો એ જ!’ ‘અલ્યા! કેમ આવ્યો છે? છે કાંઈ સમાચાર? કાંઈ નવાજૂની તો થઇ નથી નાં? ‘કાંઈ નવી ને ...વધુ વાંચો

8

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 8

૮ મુંજાલે શ્રીગણેશ માંડ્યા કાળબળ સામે વ્યક્તિની મહત્તા કેટલી ક્ષુલ્લક છે એ જાણવા માટે એક વખતના પાટણના મહાઅમાત્ય સાંતૂની પાસે કોઈ આંટો મારી આવે, તો કાં એ જ્ઞાની થઇ જાય અથવાતો સંસારત્યાગી થઇ જાય. આ એ જ સ્થળ હતું, જ્યાં એક વખત મંડલેશ્વરો, માંડલિકો, સેનાપતિઓ ને દંડનાયકો આંટા મારતા. મહાઅમાત્યની ઝાંખી માટે ચોવીસે ઘડીની તપશ્ચર્યા કરતાં. આજે સમય પલટાયો હતો. તરુણ જયદેવ મહાઅમાત્યનું માન રાખતો. રાજમાતા એને પૂછતાં. એ પોતે હજી મહાઅમાત્ય જ હતો, પણ એની મહત્તા ધીમેધીમે ઘટી ગઈ હતી. એનું સ્થાન હજી ખાલી હતું. એ સ્થાન ઉપર કોઈ આવ્યું ન હતું, કોઈ આવવાનું પણ ન હતું, પણ ...વધુ વાંચો

9

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 9

૯ મુંજાલે દંડનાયકને શું કહ્યું? દંડનાયક, ત્રિભુવનપાલની અસમાન્ય લોકપ્રિયતા મુંજાલને જાણીતી હતી. અને જયદેવ મહારાજથી બીજે જ સ્થાને એનું લોકમાનસમાં નિશ્ચિત થઇ ચૂક્યું હતું. લોકોને ત્રિભુવનપાલ દંડનાયકની રાજભક્તિમાં દેવપ્રસાદનો પડધો દેખાતો. એની રાજભક્તિએ એને દેવ જેવો શ્રેષ્ઠ અને નરોત્તમ બનાવ્યો હતો. એને સ્થાનભ્રષ્ટ કરવો એ કામ સહેલું ન હતું. એ રાજમંત્રીઓનો દેખીતો મિત્ર હતો, પણ અંદરખાનેથી રજપૂતી ખમીરનો પરમ ઉપાસક હતો. એ જગદેવ પરમારને આંહીં લાવતો હતો એમાં પણ એની ઈચ્છા કાંઇક આવી હતી. મુંજાલ મળવા ગયો હતો ત્યારે દંડનાયક એની સામે બેઠેલા કોઈ પુરુષ સાથે વાત કરી રહ્યો હતો. મુંજાલને આવતો જોયો એટલે એ અજાણ્યો માણસ ઊભો થઇ ...વધુ વાંચો

10

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 10

૧૦ જગદેવ જયદેવને મળે છે થોડી વાર પછી આગળ કેશવ ને પાછળ જગદેવ એમ રાજમહાલયના અંદરના ભાગમાં આવતા બંને જ્યાં તેઓ જઈ રહ્યા હતા એ એ જ મંત્રણાખંડ હતો, જ્યાં મૂલરાજ સોલંકીના સમયથી અનેક વખત અનેક યુદ્ધો અને સંધિઓની મંત્રણા થઇ હતી. વિશાળ રાજમહાલયના અંગેઅંગને પોતાનું વાતાવરણ હતું. જગદેવ ચારે તરફ નજર ફેરવી રહ્યો. આગળ ચાલીને કેશવ માહિતી આપતો બોલી રહ્યો હતો: ‘પેલો ખંડ છે નાં, સામે દેખાય –’ કેશવે હાથથી બતાવ્યું, ત્યાં જગદેવે જોયું. ‘ત્યાં એક વખત વાચિનીદેવી રહેતાં હતાં.’ ‘જેણે ચામુંડારાજને ગાદી ઉપરથી ઊઠાડી મૂક્યા હતા તે?’ જગદેવને આ ઈતિહાસ જાણીતો લાગ્યો. ‘હા, એ. અમારું પટ્ટણીઓનું એ ...વધુ વાંચો

11

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 11

૧૧ જગદેવ પોતાની વાત કહે છે જગદેવ તરફ જયસિંહદેવે એક દ્રષ્ટિ કરી. એનામાં રહેલી અદભુત વીરતાની વાત ત્રિભુવનપાલે એને હતી. એને જોતાં જ એ એને સાચી લાગી. મીનલદેવીએ એની ઊંચા પ્રકારની રાજપૂતીનો ખ્યાલ મેળવી લીધો. અત્યારે જ્યારે બર્બરક જેવાની વાત માથા ઉપર ગાજી રહી હતી, ત્યારે એના જેવા માણસની જ જરૂર હતી. પણ એ પરમાર હતો. ને કોઈ પ્રકારનો વિશ્વાસઘાત થઇ ન જાય એ પણ જોવાનું હતું. તેણે ત્રિભુવન તરફ જોઇને પૂછ્યું: ‘ત્રિભુવન! પરમારજી ક્યાંના? અવંતીના? નીકળ્યા છે કોઈ મનદુઃખથી કે કોઈ કારણથી? આમ ક્યાં સોમનાથ જાય છે?’ જગદેવે હાથ જોડ્યા: ‘માતાજી! હું તો બાર જ્યોતિર્લીંગધામનો જાત્રાળુ છું. મનદુઃખથી ...વધુ વાંચો

12

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 12

૧૨ રા’નું શું કરવું? રા’ને જયસિંહદેવે જતો રોક્યો હતો ને હમણાં એને દેખરેખમાં રાખ્યો હતો એ વાતની સાંતૂને જાણ હતી ને એ અતિ સાહસિક લાગી હતી. મુંજાલના કહેવાનો ભાવાર્થ એ એવી રીતે સમજ્યો હતો કે દંડનાયક પણ આ નીતિનો તો વિરોધી છે જ અને એ સાંતૂની વાતને સમર્થન આપે છે. રાજમાતા તો અત્યારે રા’ને છંછેડવાની વિરુદ્ધ જ હતાં. જગદેવ ગયો, એટલે સાંતૂએ પોતાની રાજનીતિની રેખા પ્રકટ કરવાની તક લીધી: ‘હવે પાછું મહારાણીબા! આના વિષે પણ સંભાળવું તો પડશે જ. ગમે તેમ પણ એ પરમાર છે. આના કરતાં તો રા’ જેવાને સાધ્યા હોય તો ખપ લાગે!’ ‘પણ રા’ – રા’ ...વધુ વાંચો

13

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 13

૧૩ ખર્પરક પોતાની યોજના ઘડે છે કોઈકે વિજયાને ભગવાન શંકરની સખી માની છે. ભગવાન શંકરની તો એ સખી હોય ન હો, પણ ખર્પરકની તો એ પ્રિયતમા હતી. જ્યારે-જ્યારે દુનિયાને વિસ્મય પમાડે તેવાં પરાક્રમ કરવાની ખર્પરકને ઈચ્છા થઇ આવતી – અને એવી ઈચ્છા એને વારંવાર થાતી – ત્યારેત્યારે ભગવાન શંકરની આ સખીની એ આરાધના કરતો. એ રા’નો ગુપ્તચર હતો એ તો અકસ્માત – બાકી કોઠાવિદ્યા તે મહાચોરની હતી. હમણાં એવો પરાક્રમ કરવાનો સમય આવ્યો હતો, એટલે ખર્પરકે વિજયાનું વધારે આરાધન શરુ કર્યું. રા’ને તે દિવસે એણે જોયા નહિ ને પોતાને પાટણ પાછું ફરવું પડ્યું, ત્યાર પછી એણે વિજયાની માત્રા વધારી ...વધુ વાંચો

14

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 14

૧૪ હિંગળાજ ચાચરનો આરો ખરી અવદશા તો બિચારા સીંધણની થઇ. એ શિવમંદિરે ગયો તો ખરો, - પણ ત્યાં રા’ એના હાંજા જ ગગડી ગયા. કોને કહેવું એની એને પહેલાં તો સમજણ જ પડી નહિ. રાજમહાલયના ભોંયરામાં રા’ રહેતો – એટલે વધુ ચોકીપહેરો રાખવાની કોઈને જરૂર લાગી ન હતી. મુખ્ય દ્વાર ઉપરના પહેરેગીરો તપાસ્યા વિના કોઈને બહાર જવા જ ન દે એ આશ્વાસન લઈને એકીશ્વાસે ખર્પરકને ખબર કરવા દોડ્યો, પણ ખર્પરક જ મળે નહિ. એને હવે સાંભર્યું કે બે પળ માટે પાલખી થોભી તો હતી. તે રાજમહાલયના મુખ્ય દ્વાર પાસે પહોંચ્યો. ખબર મળ્યા કે એક પાલખી બહાર ગઈ, પણ એમાં ...વધુ વાંચો

15

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 15

૧૫ જયસિંહદેવ અદભુત દ્રશ્યો જુએ છે જયદેવ યોગાસન લગાવીને ત્યાં બેઠો હતો. તેની આગળ હોમવાનાં દ્રવ્યોનો ઢગલો પડ્યો હતો. બાજુ લાલધોળાં કરેણના ફૂલનો ગંજ ખડકયો હતો. સરસવ, તિલ, જવ, લીબું વગેરે હવન માટેના જુદાજુદા પદાર્થો આસપાસ પડ્યા હતા. જગદેવની નજર કુંડના અગ્નિ ઉપર સ્થિર થઇ ગઈ હતી. આગળ, પાછળ, પાસે દૂર – ક્યાંય તે જોતો ન હતો. કોણ આવે છે, જાય છે એની જાણે એને પડી ન હોય તેમ એ પોતાનાં હોમદ્રવ્યોમાં નજર પરોવીને કુંડ ઉપર જ દ્રષ્ટિ રાખીને બેઠો હતો. જયસિંહદેવ નિશ્ચિંત થયો. જગદેવે એને જોયો ન હતો. અત્યારે બીજે ક્યાંય એનું ધ્યાન જાય તેમ ન હતું. તે ...વધુ વાંચો

16

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 16

૧૬ કેશવને પાછા ખર્પરકે શા માટે સમાચાર આપ્યા? જગદેવ ગયો કે તરત જયસિંહદેવ ત્રિભુવનપાલ તરફ ફર્યો. એક ઘડીભર તો કોઈ કાંઈ બોલી શક્યા નહિ; એમણે જે જોયું તે માનતા ન હોય તેમ બે ઘડીભર બંને સ્તબ્ધ બની ગયા. અંતે જયદેવ બોલ્યો: ‘અદભુત! અદભુત! પણ ત્રિભુવન, તું આંહીં ક્યાંથી આવી ચઢ્યો? કોઈએ તને વાત કરી હતી? કોણે – કેશવે કહ્યું હતું? એ તો સિદ્ધપુર ગયો છે!’ ‘કહે તો કોણ, મહારાજ! પણ જગદેવને બોલાવ્યો મેં: વખત છે ને કાંઈ આડુંઅવળું થાય તો કાળી ટીલી મને ચડે. મને નીંદર આવી નહિ, એટલે હું આંહીં હાલ્યો આવ્યો! પણ હવે આ વાત આંહીં જ ...વધુ વાંચો

17

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 17

૧૭ જયદેવ રા’નવઘણની પછવાડે પડ્યો ‘કેશવ! આ તો ભારે થઇ! રા’ ઘા કરી ગયા? આપણું નાક એમને વાઢી નાખ્યું! હાથતાળી દઈને રા’ ભાગી જાય – એ તો હદ થઇ ગઈ! આ ગયો ખર્પરક, એ જબરો ઉઠાવગીર લાગે છે! એની વાત હવે અત્યારે તો કરવાનો વખત જ નથી, કારણ કે પળેપળે રા’ની ને આપણી વચ્ચે છેટું પડતું જાય છે. હવે તું આ જ ક્ષણે આંહીંથી જ સીધો સિદ્ધપુર જા. પૃથ્વીભટ્ટ! ત્રિભુવનને ખબર કરી દે... પાટણના દરવાજામાં પણ જાવાનું મારે કામ નથી. નાગવેલને પહોંચવાનો બીજો કોઈ રસ્તો જ નથી... કેશવ! તમે હવે એને પહોંચી રહ્યા. રા’ નાગવેલ ઉપર એકલો ભાગ્યો છે. ...વધુ વાંચો

18

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 18

૧૮ મુંજાલે પ્રાપ્ત કરેલું મહત્વ જયસિંહદેવ રા’ની પછવાડે ગયો છે એ સમાચાર ત્રિભુવનને મળ્યા, ત્યારે પહેલાં તો એ આભો બની ગયો હતો. એનાથી છૂટ્ટા પડ્યાને હજી તો બહુ વખત પણ થયો ન હતો. પણ જ્યારે પૃથ્વીભટ્ટે બધી વાતની એને સમજણ પાડી, ત્યારે એને આશ્ચર્ય થયું હતું. એટલે હવે એક ક્ષણના પણ વિલંબ વિના મહારાજની પાછળ દોડવું જોઈએ, એટલે તેણે તરત જ એક ઝડપી સાંઢણી લીધી હતી, થોડા સવારો સાથે લીધા હતા, બીજાને પાછળ આવવાનો માર્ગ બતાવ્યો હતો. મુંજાલને એકને કાને વાત નાખી હતી અને તરત મહારાજની પાછળ જવા માટે એ ઊપડી ગયો હતો. ત્રિભુવનપાલ ગયો, એટલે પાટણમાં જેના ઉપર ...વધુ વાંચો

19

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 19

૧૯ બર્બરકજિષ્ણુ સિદ્ધપુર પાસેના વિસ્તીર્ણ ભયંકર જંગલની એક નાનીસરખી કેડી ઉપર ત્રણ માણસો જઈ રહ્યા હતા. સંધ્યાનો સમય હતો. અંધારું ધીમીધીમે ઈચ્છે ઊતરતું આવતું હતું. આ ત્રણે જણા ઉતાવળમાં હોય તેમ ઝપાટાબંધ ચાલી રહ્યા હતા. ત્રણેમાંથી કોઈ કાંઈ બોલતું ન હતું. કેડીએ-કેડીએ તેઓ એક નીલા ઘાસછવાયા મેદાનમાં આવી પહોંચ્યા. મેદાનની ચારે તરફ જંગલ ઝૂકી રહ્યું હતું. મેદાન વીંધે એટલે જંગલની શરૂઆત થતી હતી. આ જંગલ એટલું ગાઢ હતું કે એનો સામેનો પાર કોઈએ કોઈ દિવસ જોયો ન હતો, મહાન સમુદ્રની જેમ એ અનંત હતું. ‘ઝાંઝણ!’ વચ્ચે ચાલી રહેલાં રાજવંશી જેવા માણસે કહ્યું, ‘રસ્તાની બરાબર ખાતરી છે કે? હવે અંધારું ...વધુ વાંચો

20

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 20

૨૦ રા’ નવઘણની મૃત્યુશય્યા સોરઠનો સિંહ પોતાની ગુફામાં છેલ્લા શ્વાસ લેતો હતો. આસપાસ જીવનભર અણનમ રહેલાં કેટલાક સામંતો બેઠા ઢોલિયાની પાસે ઓશીકા બાજુ રાણી બેઠાં હતા. રા’ના કપાળ ઉપર એમનો હાથ હતો. આંખમાં આંસુ હતા. ખૂણામાં ત્રિપુંડ લગાવીને બ્રાહ્મણો મૃત્યુંજયનો પાઠ કરવા બેસી ગયા હતા. રા’ના કુંવર રાયઘણ, શેરઘણ, ચંદ્રચૂડ ઢોલિયા સામે ઊભા હતાં. સર્વત્ર શોકની છાયા હતી. રા’નો જીવ જાતો ન હતો. તે ઢોલિયામાં આમથી તેમ પછડાતો હતો. આંખો એની બંધ હતી. દસોંદી ભાટ ને ચારણો ભેગા થઇ ગયા હતા. એક તરફ ઘીના દીવા પાસે બેસીને એક બ્રાહ્મણ જળયંત્ર જોઈ રહ્યો હતો. રા’ના જીવનત્યાગની ઘડી, એની ગણતરી પ્રમાણે ...વધુ વાંચો

21

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 21

૨૧ ખેંગારની ચિંતા પોતાની અજિત ગિરિમાળાના અભેદ્ય દુર્ગના કોટકાંગરા ઉપર રા’ ખેંગાર આથમતી સંધ્યાનું તેજ નિહાળતો આંટા મારી રહ્યો તેની દ્રષ્ટિ ચારેતરફના જંગલો ઉપર ફરીને, સામેનાં એક ભૈરવી ભયંકર ખડક ઉપર સ્થિર થઇ ગઈ. એ ખડકમાં એણે પોતાના મનનો આજ પડઘો દીઠો. વજ્ર જેવી અડગતાનો એ ખડક જાણે પ્રતિક હતો. તે એક-બે ક્ષણ એ ખડકને નિહાળતો એમ ને એમ ઊભો રહ્યો. રા’નવઘણની એક પ્રતિજ્ઞા એ પાળી ચૂક્યો હતો. ભોંયરાનો કિલ્લો એણે ભોંયભેગો કર્યો હતો. એને એક વાત તો ક્યારની મનમાં ઊગી આવી હતી. જયસિંહે બર્બરકનો વિજય પોતે કર્યો હતો, રણક્ષેત્રમાં ઊતરીને દ્વન્દ્વયુદ્ધમાં એને વશ કર્યો હતો, ત્યારથી એના મનમાં ...વધુ વાંચો

22

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 22

૨૨ મહાઅમાત્યને ત્યાં ખેંગાર પાટણ પહોંચ્યો. પણ એના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. જે પાટણ એણે કેટલાક સમય પહેલાં મૂક્યું તે જાણે આજે ત્યાં રહ્યું ન હતું. કોઈ નવું જ નગર પોતે જોતો હોય એમ એને લાગ્યું. એણે જે પાટણ છોડ્યું હતું તે થોડુંક પણ અવ્યવસ્થિત લાગતું હતું. રાજાની શક્તિ વિષે જરાક શંકાશીલ હતું. માલવાના ડરે થોડુંક અશ્રદ્ધાળુ ને ભયભીત રહેતું. પણ આજે સિદ્ધરાજનું પ્રભાવશાળી વ્યક્તિત્વ દેશ-આખા ઉપર છવાઈ ગયું હતું. પાટણનું એક નાનામાં નાનું છોકરું પણ પોતાનો રાજા અજિત છે એમ માનતું જણાયું. પાટણનો પરાજય એ જાણે કોઈની કલ્પનામાં ન આવે એ વસ્તુ બની ગયો લાગી. સિદ્ધરાજ જ્યાં જાય ...વધુ વાંચો

23

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 23

૨૩ સોનલદે કવિતા વિના માણસ જીવી શકતો નથી એ જેટલું સાચું છે, તેટલું જ આ પણ સાચું છે કે પણ અવારનવાર કવિતા કર્યા વિના રહી શકતો નથી. એટલે તો એ કલ્પનામાં પણ ન આવી શકે એવા સુંદર અકસ્માતો એ કરે છે. કોઈ ભયંકર ખડકમાં એવું તો રમણીય ફૂલ મૂકી દે છે કે દુનિયા-આખી મોંમાં આંગળાં નાખીને એ જોયા જ કરે! એવો એક અકસ્માત એણે સિંધના રણમાં કર્યો. એ રણમાં એણે એક પદ્મિની સરજી. એણે એને એટલું રૂપ આપ્યું કે એથી વધારે અપાયું હોત તો હજારો માણસોને સેંકડો વર્ષ સુધી કદરૂપાં કરવાં પડત. વિધાતાની પાસે પણ કાંઈ રૂપના ભંડાર ભર્યા ...વધુ વાંચો

24

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 24

૨૪ હંસરાજને પડકારીને ખેંગાર પાછો ફર્યો કેશવ નાયકના કહ્યા પ્રમાણે ખેંગારજી ને દેવડોજી સાંજે મહારાજને મળવા ગયા હતા. મોડી જ્યારે તેઓ રાજદરબારમાંથી પાછા ફર્યા ત્યારે દેવડો એમને બંનેને નિહાળીને વિચારમાં પડી ગયો. ખેંગાર કાંઈ બોલ્યો ન હતો, પણ મહીડો મુંજાલ મહેતાને ઇન્દ્રનો અવતાર કહીને વખાણી રહ્યો હતો. રાજદરબારમાં મહિડાના લાભની કાંઈ વાત થઇ છે એટલું દેવડાએ અનુમાન કર્યું. વાળુ થઇ ગયું. મહીડાએ પોતાની સાંઢણી તૈયાર કરવા માંડી. ‘કેમ, નીકળવું છે, મહીડાજી?’ ‘હા, ચાંદની રાત છે – ધીમેધીમે ઉમેટા-ભેગા થઇ જઈએ.’ ‘પણ ત્યારે તમે શું આવ્યા, શું ચાલ્યા? મુંજાલ મહેતાએ શું કહ્યું? મહારાજ મળ્યા કે નહિ?’ મહીડો ખીલ્યો: ‘મહારાજ તો ...વધુ વાંચો

25

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 25

૨૫ એક કોયડો ખેંગાર જ્યારે પાછો ફર્યો, ત્યારે દેવડાની ડેલી તો બંધ થઇ ગઈ હતી. અંદર તાપણાની આસપાસ બેઠેલા વાતચીત ચાલતી હતી. એમને બોલાવ્યા વિના જ અંદર પ્રવેશ કરવામાં ખેંગારે સાર દીઠો. ત્યાંથી તે તરત પાછો ફરી ગયો. દેવડાના વાડાના કોટની રાંગ ફરતે એક આંટો લીધો. ડેલી કરતા પણ ત્યાં અંદર ચારે તરફ પડ વધારે જાગ્રત દીઠું. ‘રાણંગ!’ ખેંગારને વિચાર આવ્યો, ‘આંહીં મફતના આંટા શું કરવા મારવા? સોનરેખને લઇ લે – પેલી આમલીઓના જૂથ દેખાય તે તરફ. ત્યાં અંધારુંય ઠીક છે! ને એણી કોર પડ પણ જાગતું નથી!’ ખેંગારનું અનુમાન સાચું નીકળ્યું. કોટ એ બાજુ ઊંચો હતો, છતાં બે ...વધુ વાંચો

26

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 26

૨૬ દેવડીનું હ્રદય દેવડી જેવી તદ્દન સામાન્ય સ્ત્રી મહારાણીપદે આવે એ મંત્રીમંડળમા કોઈને રુચતું ન હતું. રાજમાતા તો વિરુદ્ધ માત્ર મહારાજ પોતે દ્રઢ હતા, એટલે હરહંમેશ પાટણનો પ્રશ્ન વધારે વિકટ થતો હતો. કેશવ દેવડા પાસે વારંવાર આવતો. કૃપાણ પણ આવતો-જતો. પણ સોનલનો નિર્ણય હજી દેવડો મેળવી શક્યો ન હતો. તે બહાનાં આપતો, વખત કાઢતો. પણ ખેંગાર આવવાનો છે, એ સાંભળીને દેવડાને ભય લાગ્યો હતો. એટલે એણે આ વાતને જલદી પતાવવામાં સાર જોયો હતો. લચ્છીને મોકલવામાં દેવડાનો હેતુ આ પ્રશ્નનો તાત્કાલિક નિર્ણય કરી લેવાનો હતો. દેવડાએ માતા-પિતા વિશેની પૃચ્છા કરતાં એને ઘણી વખત સાંભળી હતી. લચ્છીને કાંઈક એ વાતનો પરિચય ...વધુ વાંચો

27

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 27

૨૭ કેશવની મનોવ્યથા ચંદ્રમા ભલે ને વિમાનમાં દોડે, પણ એમ રાણકદેવીની સુંદરતા જોઇને, ઘેલી કવિતાને ચાળે ચડે એવા ગાંડા વણિક રાજમંત્રીઓ ન હતા. તેઓ તો તેલ જુએ, તેલની ધાર જુએ ને પછી પગ માંડે. સિંહાસન પાટણનું વર્ષોથી જે પ્રણાલિકાને આધારે ટકતું આવ્યું હતું, એ પ્રણાલિકા તોડી નાખવાનો ખુદ જુવાન રાજાને પણ અધિકાર નથી એમ તેઓ માનતા. એટલે એને બે ઘડી ઘેલાં કાઢવાં હોય તો ભલે કાઢે, બાકી દેવડી પાટણના સિંહાસને ન જ આવી શકે. એ સિંહાસને તો જે આવતું હોય તે આવે. લાટની કન્યા આવે, માલવાની કન્યા આવે, ચેદિરાજની કન્યા આવે. ભીમદેવ મહારાજે ભૂલ કરી હતી – ચૌલાદેવીને લાવવાની, ...વધુ વાંચો

28

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 28

૨૮ સિદ્ધરાજનું સ્વપ્ન પોતાની મન:સૃષ્ટિના એક શતાંશને પણ સ્પર્શે એવું હજી સિદ્ધરાજની દ્રષ્ટિએ આવ્યું ન હતું. એ ઝંખી રહ્યો હરિષેણ જેવા એકાદ મંત્રીને, કાલિદાસ જેવા કોઈ મહાકવિને, ધ્રુવસ્વામિનીદેવી જેવી કોઈક નારીને. મહાન મંત્રી, મહાકવિ કે મહાન નારી – એ ત્રણેમાંથી કોઈ એણે હજી મળ્યું ન હતું. એના હ્રદયમાં અશાંતિ હતી, કાર્યમાં વેગ હતો, મનમાં ત્વરા હતી, વાણીમાં સ્વપ્ન હતું. એને રાત-દિવસ ઝંખના હતી કાંઇક મહાન, કાંઇક મહાન, કાંઇક ભવ્ય, કાંઇક ઉત્તુંગ, કાંઇક લોકોત્તર, કાંઇક ચિરંજીવ સરજી જવાની. એ મન:સૃષ્ટિ રાત ને દિવસ એની પાછળ પડી હતી. એણે દેવડીને જોઈ ત્યારે એને લાગ્યું કે જે મહાન નારી માટે એ ઝંખના ...વધુ વાંચો

29

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 29

૨૯ ખર્પરક પણ થંભી જાય છે જેમજેમ દિવસો જતા ગયા, તેમતેમ રા’ ખેંગારને ચટપટી થવા લાગી હતી. પંદર દિવસ જોતજોતામાં વહી ગયા. મહીડાને આપેલી પહેલી મુદત તો ચાલી ગઈ. બીજી મુદત પણ ચાલી ન જાય તે માટે એણે દેશળને અને વિશળને રાયઘણ સાથે તુરત જ નીકળવાનું કહેવરાવ્યું હતું. રાયઘણ આવવાની હરપળે રાહ જોતો હતો. મહીડાજીને માપવો બાકી હતો. એણે દેવડાજીને ત્યાં રહેવાનું તો ક્યારનું છોડી દીધું હતું. એ અવારનવાર મુંજાલ મહેતાને મળતો, પણ દેવડીની વાતની લેશ પણ ગંધ ક્યાંય ન જાય એની પૂરેપૂરી તકેદારી રાખી રહ્યો હતો. દેવડોજી પોતે જે જાણતો તે બોલે તેમ ન હતો, કારણ કે એને ...વધુ વાંચો

30

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 30

૩૦ ખેંગારની યોજના ખેંગાર જ્યારે મંદિરે પહોંચ્યો ત્યારે એણે મંદિર બહાર કેટલાંક ઘોડાં ને સાંઢણીઓ દીઠાં. તાપણું સળગાવીને બે-ચાર ત્યાં બેઠા હતા. ખેંગારને દેખીને પહેરેગીરે એણે પડકાર્યો. ખેંગાર અંદર ગયો તો રાયઘણ એની જ રાહ જોતો બેઠો હતો. રાયઘણની પાસે જમાનાનો ખાધેલ, રંગે કાંઈક ગોરો એક વૃદ્ધ બેઠો હતો. એણે ધોળા નિમાણા, વૃદ્ધ છતાં સશક્ત અંગ, જમાનો જોયેલ અનુભવી ચતુર આંખો આટલી ઉંમરે પણ આ ભાર સહેવાની શક્તિ – ખેંગારે એને પ્રથમ બે હાથ જોડ્યા: ‘કાં ભા! દેવુભા! તમે પણ આવ્યા?’ રા’ વંશપરંપરાના બહુ જ જૂના ભાયાત મુત્સદ્દીઓમાં દેવુભા હતા. તેઓ ઘણા ચતુર ગણાતા. ખરી મુશ્કેલીમાં એમને રસ્તો કાઢતા ...વધુ વાંચો

31

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 31

૩૧ ખેંગારની ખુમારી રૂંધાય છે! ખેંગારના પ્રશ્ને મંત્રણાસભામાં એક પ્રકારનું ગંભીર વાતાવરણ પ્રગટાવ્યું હતું. રાજદરબારમાં સોરઠી મંડળ આવ્યું ત્યારે કોઈ નિર્ણય થઇ શક્યો ન હતો. સાંતૂએ બે દિશાના એકીસાથે આવનારા ભય સામે સાવધાનીનો સૂર મૂક્યો હતો. મુંજાલ તક જોવાની તરફેણમાં હતો. આ ત્રિભુવન અનિવાર્ય હોય તો તાત્કાલિક યુદ્ધ ઉપાડવાના અને અનિવાર્ય ન હોય તો જ રાહ જોવાની રાજનીતિમાં માનતો હતો. મુંજાલનો સાવધાનીનો સૂર પણ ગૌરવ જળવાય એવી રીતે જ રાહ જોવાની વાતો કરતો હતો. રાજમાતાએ જૂનોગઢના અજિત કિલ્લાની વાત સાંભળી હતી: ‘તારા કોટકિલ્લા હજી થાય છે, જયદેવ! માલવાની રાજનીતિ સ્પષ્ટ નથી, લાટ વિષે ત્રિભુવન શંકામાં છે, એવે વખતે એટલું ...વધુ વાંચો

32

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 32

૩૨ રા’ ખેંગાર વચન પાળે છે મુંજાલનું અનુમાન સાચું હતું. ખેંગારે ઘા આજે જ મારી લેવાનો નિશ્ચય કર્યો હતો. એ ઘા ન મારી શકે, તો પછી ક્યારેય ન મારી શકે. રાજદરબારમાં મદનપાલની હવેલીએ જતાં આખે રસ્તે ખેંગાર વિચાર કરી રહ્યો હતો. એના મન ઉપર સિદ્ધરાજના વર્તનનો ઓછામાં ઓછો ભાર હતો. ભા દેવુભા, રાયઘણ – સૌ વિચારમાં પડી ગયા હતા. સિદ્ધરાજનું આ વર્તન ભેદભર્યું છે કે એની રાજનીતિનું એ સાચું પરિવર્તન છે એની કાંઈ સમજણ જોઇને પડી નહિ. મહીડાજી વિષે તો કોઈ કાંઈ બોલ્યું જ ન હતું! સાચું શું? મુંજાલે ખેંગારને કહ્યું હતું કે સિદ્ધરાજે જે કહ્યું તે? ત્યારે મુંજાલ ...વધુ વાંચો

33

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 33

૩૩ જગદેવે શું કહ્યું? મુંજાલ ઝાંઝણના શબ્દ ઉપર વિચાર કરી રહ્યો. પાટણમા અમાત્ય-મહાઅમાત્યની જે પરંપરા ચાલતી આવતી હતી તે થશે કે શું – એ ભય આજે એને વધારે સ્પર્શી ગયો. એણે લાગ્યું કે મહારાજે આવા કાલ્પનિક કારણે રાજનીતિની રેખા લોપી એમાં એક ભયંકર ભૂલ થઇ છે. ખેંગારને એનાથી છૂટું દોરડું મળ્યું એ પણ ઠીક – જે રાજનીતિની રેખાને આટલાં ગાંભીર્યથી એણે ખેંગાર પાસે થોડા દિવસ ઉપર જ રજૂ કરી હતી – અરે, જે ગંભીરતાનો ખેંગાર જેવા પાસે એણે સ્વીકાર કરાવ્યો હતો તે ગાંભીર્યનો આજે મહારાજને હાથે ઉપહાસ થયો હતો – અને તે પણ એક વખત એમણે પોતાની નીતિ સ્પષ્ટ ...વધુ વાંચો

34

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 34

૩૪ અમાત્ય-મહાઅમાત્યની પરંપરા કેશવે મહારાજને એકલા જોવાની આશા રાખી હતી. એણે આશ્ચર્ય થયું. મુંજાલ મહેતાને પણ અત્યારે આંહીં જોઇને સ્તબ્ધ થઇ ગયો. પોતે જે કામ માટે આવ્યો છે, એ જ કામ માટે કદાચ મુંજાલ મહેતો પણ આવ્યો નહિ હોય? નમીને એ ત્યાં ઊભો રહ્યો. પણ એણે રાહ જોવી પડી નહિ. મહારાજે જ એને કહ્યું: ‘કેશવ નાયક! મહીડાને મારવા ખેંગાર ગયો છે એ સાચું? તને ખબર પડી છે કાંઈ? આપણે જરાક સમાધાનવૃત્તિ બતાવી કે એણે તો તરત લાભ લીધો! તું આવ્યો છે, તે તારી પાસે બીજી કોઈ માહિતી છે? ક્યારે ગયો? ક્યારે આવવાનો છે?’ પોતે ધાર્યા કરતાં જુદી જ વાત ...વધુ વાંચો

35

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 35

૩૫ દેવડીને રા’ ઉપાડી જાય છે! કેશવ કનસડા દરવાજા પાસે મહારાજની રાહ જોતો ઊભો રહ્યો. જ્યાં સુધી હજી મહારાજે તરફ પગ માંડ્યા ન હતા ત્યાં સુધી એને કાંઈક પણ આશા હતી – એ એમનાં ચરણે પડીને પણ એમને પાછા વાળશે, કોઈ ને કોઈ ઉપાયે એ રાજાને શાશ્વત અશાંતિમાંથી ઉગારી લેશે. એના હ્રદયમાં રાજા પ્રત્યે જુદા જ પ્રકારની મમતા હતી. અત્યારે એ પાટણનો સેનાનાયક હતો ને ન હતો. અત્યારે તો એ સરસ્વતીનદીના કાંઠા ઉપર મહારાજ સાથે રમનારો એમનો બાલમિત્ર બની ગયો હતો. મહારાજ વિષે જે એ સમજે તે કોઈ ન સમજે. એ એના અંતરંગનો જાણકાર હતો, એનું સાંનિધ્ય સેવનાર હતો. ...વધુ વાંચો

36

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 36

૩૬ મધરાતે પાટણે જોયેલું દ્રશ્ય મુંજાલ બે ક્ષણમાં જ વસ્તુસ્થિતિ સમજી ગયો – દેવડી રા’ની સાથે ઊપડી ગઈ હતી. આ જાણીજોઈને કર્યું હોય કે પછી ગાંડી રાજપૂતીનો ઊભરો એને આવ્યો હોય. એ પોતે ઝાંઝણના સમાચારે આ બાજુ આવ્યો હતો. કાંઈક સનસા લાગી; ઘોડાને એક બાજુ અંધારામાં રાખી, ગુપચુપ અવાજ તરફ આવ્યો. દેવડીના કેશવને સંબોધાયેલા છેલ્લા શબ્દો એણે સાંભળ્યા-ન-સાંભળ્યા ને તરત તેણે પ્રગટ થઈને પડકાર કર્યો, પણ રા’ની સોનરેખ તો એ જ ક્ષણે ઊપડી ગઈ હતી. તે કેશવ તરફ જોઈ રહ્યો: ‘કેશવ નાયક! આ શું? મહારાજને જવાબ શી રીતે અપાશે? પળ-બે-પળમાં મહારાજ આવ્યા બતાવું –‘ મુંજાલ આગળ બોલતો અટકી ગયો. ...વધુ વાંચો

37

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 37

૩૭ સોરઠી જુદ્ધ આવે છે! હવેલી અને ઘોડારની આગ શમવા આવી. ઘોડાં ઘણાંખરાં કબજે આવી ગયાં ને સૌ પોતપોતાના જવા નીકળ્યા. મુંજાલે એક ચકોર દ્રષ્ટિ ચારે તરફ ફેરવી. એણે મહારાજને એક બાજુ ઉપર શાંત ઊભેલા દીઠા. તે સમજી ગયો. જાણે કાંઈ ન હોય તેમ મહારાજ આ ઘા સહન કરવા મથી રહ્યા હતા. પણ એમના અંતરમાં એક મહાનલ પ્રકટ્યો હતો. તેણે સોરઠનું ભયંકર શોણિતભીનું જુદ્ધ આવતું દીઠું. લાટમાં ગાંડો દંડનાયક છે એટલે ત્યાં પણ જુદ્ધ થતું એણે જોયું. માલવામાં નરવર્મદેવના સમાચાર તો આજે જ ઝાંઝણે એણે કહ્યા હતા અને એ ધ્રૂજી ઊઠ્યો હતો. નરવર્મદેવ પાસે માલવામાં જેટલા હાથી હતા, એટલી ...વધુ વાંચો

38

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 38

૩૮ મુંજાલે શું કહ્યું? ‘મહારાજ! તમને ગાંડી રજપૂતીનો શોખ હશે તો આ ત્રણે જુદ્ધ જે આવી રહ્યા છે તે મારો, પાટણનો ને દેશનો નાશ કરશે, નહિતર એમાંથી જ મહારાજ અવંતીનાથ પણ થશે. અને મહારાજનું જે સ્વપ્ન છે વીર વિક્રમનું – એ પણ સિદ્ધ થશે. જુદ્ધ તો એ જીતે છે, જે જીતવાનો સંકલ્પ કરે છે. સોરઠનું સૈન્ય, પ્રયાણની ઘોષણા પ્રભાતે જ થઇ જાય તે તરત ઊપડે એમાં જ પ્રતિષ્ઠા હતી. આજે કેશવ તો તૈયાર છે જ!’ ઝાંઝણે આપેલા સમાચારે મુંજાલ મહારાજને રાતે જ મળવા આવ્યો હતો. સૈન્યપ્રયાણના ઘોષની વાત આઘી ઠેલાણી હતી. મહારાજનું મન બદલાયું કે શું એવી મુંજાલને શંકા ...વધુ વાંચો

39

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 39 - છેલ્લો ભાગ

૩૯ એકાકી કેશવ! રાતે કેશવને મહારાજે જે કહ્યું તેથી એણે આશ્ચર્ય થયું હતું અને ધ્રાસકો પણ પડ્યો હતો. આશ્ચર્ય માટે કે હજી દેવડીએ જૂનોગઢનો ગિરનારી દરવાજો પણ જોયો નહિ હોય એટલી વારમાં જુદ્ધ જૂનોગઢ પહોંચી ગયું! એણે મહારાજની કાલની આજ્ઞા સાંભરતી હતી. અત્યારમાં એ મહારાજને મળવા જવાનો હતો. પણ એને લાગ્યું કે મુંજાલ મહેતો આ તક એને મળી છે એનો લાભ ઉઠાવ્યા વિના નહિ રહે. એ એણે મહારાજના સાંનિધ્યમાંથી હવે ચોક્કસ ખસેડવાનો. મહારાજ એને સોરઠી સેનાપતિ નીમે તોય એને સંતોષ થાય. પણ વસ્તુસ્થિતિ એને જુદી જ લાગી. તેણે પોતાના સર્વનાશ માટે તૈયાર થઈને જ રાજદરબારમા જવાનો નિશ્ચય કર્યો. એ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો