ઉનાળાનું નવલું પ્રભાત. વહેલી સવારનો પાંચ વાગ્યાનો સમય. અલબેલી માયા નગરી મુંબઈમાં અત્યારથી જ ધંધાની ધમાલ શરૂ થઈ ગઈ છે.કહેવાય છે આ શહેર ક્યારેય સુતુ જ નથી . મોડી રાતે સહેજ આંખ મીંચી અધૅનિંદ્રામાં પોઢેલી મુંબઈ નગરી વહેલી સવારમાં જ જાણે આળસ મરડી ઊભી થઈને એકદમ દોડવા લાગે છે. પચરંગી પ્રજાથી વસેલા આ શહેરમાં પ્રાતઃકાળના કોઈ દુત હોય તો એ છે છાપા વેચનારા ફેરિયાઓ. આ દુતો માયાપુરી મુંબઈ ની શાન છે. એ દુતોના દર્શન વિના ઘણા લોકોને ચા પીવી પણ સુઝતી નથી .તો ઘણાની સવાર આ દુતોના દર્શન વિના અધુરી રહે છે. આ ફેરીયાઓ એ વહેલી સવારમાં જ પોતાના પોકારો શરૂ કર્યા. "મુંબઈ સમાચાર " "પાંચ રૂપિયા" "એક અધિકારીનું અચાનક મોત!" "મુંબઈ ....સ....મા....ચા....ર.....!" સેન્ટ્રલ મુંબઈ સ્ટેશને આ જ સમયે એક ટ્રેન આવી પહોંચતા તેમાંથી પેસેન્જર્સ ઉતરવા માંડ્યા .ફેરિયાઓ કમાણી માટે ખેંચાણ કારક અવાજો કરવા માંડ્યા. એક અધિકારીનું ભયંકર ખુન....."

Full Novel

1

ગુમરાહ - ભાગ 1

ઉનાળાનું નવલું પ્રભાત. વહેલી સવારનો પાંચ વાગ્યાનો સમય. અલબેલી માયા નગરી મુંબઈમાં અત્યારથી જ ધંધાની ધમાલ શરૂ થઈ ગઈ છે આ શહેર ક્યારેય સુતુ જ નથી . મોડી રાતે સહેજ આંખ મીંચી અધૅનિંદ્રામાં પોઢેલી મુંબઈ નગરી વહેલી સવારમાં જ જાણે આળસ મરડી ઊભી થઈને એકદમ દોડવા લાગે છે. પચરંગી પ્રજાથી વસેલા આ શહેરમાં પ્રાતઃકાળના કોઈ દુત હોય તો એ છે છાપા વેચનારા ફેરિયાઓ. આ દુતો માયાપુરી મુંબઈ ની શાન છે. એ દુતોના દર્શન વિના ઘણા લોકોને ચા પીવી પણ સુઝતી નથી .તો ઘણાની સવાર આ દુતોના દર્શન વિના અધુરી રહે છે. આ ફેરીયાઓ એ વહેલી સવારમાં જ પોતાના પોકારો ...વધુ વાંચો

2

ગુમરાહ - ભાગ 2

ગતાંકથી...... પૃથ્વી એકદમ ઝડપથી કાળા ઊંચા સજ્જન પાસે ગયો અને તેનો હાથ પકડીને બોલ્યો : "પણ મિ. લાલ ચરણ તો કહો કે મારા વ્હાલા પપ્પાને થયું હતું શું ?" હવે આગળ.... "અરેરે, શું વાત કરું દિકરા આમ સાવ અચાનક જ ખૂબ જ આઘાતજનક અને દુઃખદ ઘટના બની ગઈ. લાલ ચરણે એકદમ ગમગીની ભરેલા સ્વરે કહ્યું : "વહાલા પૃથ્વી, એમના અચાનક મોતથી મારા જેટલું દુઃખ તો તને પણ થતું નહીં હોય મેં તો મારો કદરદાન માયાળુ મોટાભાઈ ગુમાવ્યો છે .જીગરી મિત્ર ગુમાવ્યો છે એ મારા માટે મારા મોટા ભાઈ સમાન...." "પરંતુ, મારા વ્હાલા પપ્પાને થયું હતું શું ?" એકદમ કડક ...વધુ વાંચો

3

ગુમરાહ - ભાગ 3

ગતાંકથી.... પૃથ્વીને લાલદાસ કરતા મિ. રાયચુરા વધારે જ લુચ્ચો લાગ્યો. લાલદાસે તે બાદ મૃતકના એક મિત્ર તરીકે દિનકરરાયની ઓળખાણ મિ. રાયચુરાએ દિનકરરાય કહ્યું : "હેલ્લો જેન્ટલમેન મૃતક ના કોઈ ભી દોસ્ત ને દુઃખ થાય એવો જ આ બનાવ બનવા પામ્યો જ ખરું ની?" હવે આગળ...... એકદમ લાલ ચરણ તરફ વળીને તેણે કહ્યું : 'હા જોવની, લાલ ચરન, હું ને બિલકુલ ટાઈમ નહી. એટલે એકદમ કામકાજ પર ધિયાન આપીએ તો ઠીક. હા .જોવોની મિ. પૃથ્વીચંદર તમારા મૃતક માનવંતા બાપજીએ પોતાનો વસિયત બનાવવાનું માન મુને આપેલું.લાલચરણ ,કહાં છે તે વીલ?"પૃથ્વીએ પોતાના હાથમાંથી તે વસિયતનામું રાયચુરા ને આપ્યું . " થેંક્યું"એમ કહીને ...વધુ વાંચો

4

ગુમરાહ - ભાગ 4

ગતાંકથી..... તે ઉપરાંત તમારા ન્યુઝ પેપર પાછળ આયે મારા દોસ્ત લાલચરણને ખુબ જ જહેમત ઉઠાવી પડશે .જો તે પણ નહીં કરે તો પૈસાની તંગીના કારણે સર પ્રેસ બંધ કરવાનો ટાઈમ બી આવી શકે .બેશક તે બહુ સીદ્દતથી બંધ થઈ શકે તેમ છે. તેના કરતાં મારૂ માનો તો આ પ્રેસ ને બંધ કરીને તમારા ન્યુઝ પેપરને "લોકસતા" સાથે જોડી દો.પૃથ્વી ઉકળી ઉઠ્યો પરંતુ તેણે એનો અણસાર સુધ્ધાં તે લોકો ને આવવા ન દીધો.હવે આગળ.... શું "લોકસેવક" ને 'લોક સત્તા' સાથે જોડી દેવું છે? લાલચરણ ,બાહોશ ગણાતા મારા પપ્પાના મૃત્યુ પછી હું શું તેમ થવા દઈશ ?પૃથ્વીએ પૂછ્યું.લાલચરણ ને બદલે રાયચુરાએ ...વધુ વાંચો

5

ગુમરાહ - ભાગ 5

ગતાંકથી... દિનકરરાય : "બસ હવે તારો શક મજબૂત થવાનું ખાસ કારણ છે . લાલચરણે પોતે કદાચ ચોરી કરી હોય કોઈપણ માણસને ખાસ રોકીને તેને એ ચાવી આપીને એ કાગળિયા પેટીમાંથી ચોરાવ્યા હોય. એ બધી માથાકૂટ કરવાનું લાલચરણ ને શું કારણ ! પણ ...ગઈકાલે જ્યારે તે આ રૂમમાં એકલો હતો ત્યારે શા માટે એ કાગળિયા તેણે કાઢ્યા નહીં હોય ?એ તે તેમ કરી શકત. ત્યારે મારું પાછું એમ માનવું થાય છે કે ,ચોર તો કોઈ સામાન્ય માણસ જ હોવો જોઈએ, અને પૈસાની પેટી ધારીને તે ખોલવા જતા તું આવી પહોંચ્યો એટલે તે નાસી ગયો હોવો જોઈએ .લાલ ચરણે અથવા તો ...વધુ વાંચો

6

ગુમરાહ - ભાગ 6

ગતાંકથી... દિનકરરાય : "બસ હવે તારો શક મજબૂત થવાનું ખાસ કારણ છે . લાલચરણે પોતે કદાચ ચોરી કરી હોય કોઈપણ માણસને ખાસ રોકીને તેને એ ચાવી આપીને એ કાગળિયા પેટીમાંથી ચોરાવ્યા હોય. એ બધી માથાકૂટ કરવાનું લાલચરણ ને શું કારણ ! પણ ...ગઈકાલે જ્યારે તે આ રૂમમાં એકલો હતો ત્યારે શા માટે એ કાગળિયા તેણે કાઢ્યા નહીં હોય ?એ તે તેમ કરી શકત. ત્યારે મારું પાછું એમ માનવું થાય છે કે ,ચોર તો કોઈ સામાન્ય માણસ જ હોવો જોઈએ, અને પૈસાની પેટી ધારીને તે ખોલવા જતા તું આવી પહોંચ્યો એટલે તે નાસી ગયો હોવો જોઈએ .લાલ ચરણે અથવા તો ...વધુ વાંચો

7

ગુમરાહ - ભાગ 7

ગતાંકથી.... ચીમનલાલ સાથેની વાતચીત ઉપરથી પૃથ્વી એ જોઈ લીધું કે લાલ ચરણના અંદર ખાનાના સ્વભાવથી તે અજાણ્યો હતો. અને માટે તેને કોઈ જાતનો શક નહોતો તેને ચીમનલાલ ભલો ભોળો વિદ્વાન લાગ્યો. પોતાનું અંતઃકરણ તેની આગળ ખુલ્લું કરવું પૃથ્વીને વ્યાજબી લાગ્યું નહીં .અને 'થોભવું અને જોવું' એ નિયમ મુજબ તે નવા કામમાં ગોઠવાયો. એ જ સાંજે સાડા છ વાગે એક મોટી રાજદ્વારી મિટીંગ હતી.' લોક સેવક'ના ત્રણ 'રિપોર્ટરો' સાથે પૃથ્વી તે મિટિંગમાં ગયો અને તેઓ કેવી રીતે કામ કરતા હતા તે જોયું. હવે આગળ.... તેણે જોયું કે એક 'રિપોર્ટરે' પંદર મિનિટ સુધી ટૂંકાક્ષરમાં લખ્યું તે બાદ બીજા 'રિપોર્ટરે' તેમની જગ્યા ...વધુ વાંચો

8

ગુમરાહ - ભાગ 8

ગતાંકથી... રાણીપમાં સર આકાશ ખુરાનાના ભવ્યાતિભવ્ય બંગલા પાસે પૃથ્વી જઈ પહોંચ્યો,ત્યારે મેઈન ગેટ પર જ ચોકીદારે તેને અંદર જતો 'ન્યુઝ પેપર વાળાને સર ક્યારેય મળતા જ નથી ' આવું જ તેણે દ્રઢપણે કહ્યું.પૃથ્વીએ ધાર્યુ હોત તો ખોટું નામ આપીને અંદર જઈ શકતા.પરંતુ તે એક ન્યૂઝ પેપર વાળા તરીકે જ અંદર જવા માંગતો હતો.તે ચોકીદાર સાથે આ બાબતે રકઝક કરતો હતો,તે દરમિયાન એક યુવતી બંગલામાંથી મેઈનગેટ તરફ આવતી દેખાઈ.પૃથ્વીએ ચોકીદારને પુછીને જાણી લીધું કે તે સર આકાશ ખુરાના ની સેક્રેટરી છે.તેનુ નામ મિસ શાલીની છે. શું તે યુવતી પૃથ્વી ને અંદર પ્રવેશવા દેશે ? પૃથ્વીને તેના કામ માં સફળતા મળશે?.... ...વધુ વાંચો

9

ગુમરાહ - ભાગ 9

ગતાંકથી.... પૃથ્વીએ કહ્યું : "સાહેબ મારે કંઈ આપની સાથે વેર નથી આપે જે શબ્દો કહ્યા છે તેથી એક પણ શબ્દ નહીં છાપુ ,અને જ્યારે આપ સાહેબ કચવાતા જણાઓ છો ત્યારે મને આપની તરફથી આ લખાણને બદલે કાંઈ બીજું છાપવાનું આપો તો હું આ નહીં છાપું !" પૃથ્વીએ પોતાનો ઘા જબરી રીતે લગાવ્યો હતો, તેના કહેવાની સજ્જડ અસર આકાશ ખુરાના ઉપર થઈ તેણે કહ્યું :" બોલ, તારે મારી પાસેથી શું જાણવું છે?" હવે આગળ.... પૃથ્વી સ્મિત સાથે બોલ્યો : "આપની નવી શોધની વિગત શી છે ?તે શોધનો લાભ કયા અરબપતિને આપે આપ્યો છે? અને તેથી આપને મોટી રકમ મળી છે ...વધુ વાંચો

10

ગુમરાહ - ભાગ 10

ગતાંકથી.... "હા ."લાલચરણે ઘેરા અને ગંભીર અવાજે જવાબ આપ્યો .ઉપરનો જવાબ આપ્યા પછી તે કાંઈ પણ બોલ્યો નહીં અને માટે તેને કોઈ આતુરતા બતાવી નહીં તેથી પૃથ્વીને નવાઈ ઉપજી ,પણ તે પછી થોડીક જ વારમાં પત્રકાર તરીકેનો જુસ્સો પૃથ્વીના હૃદયમાં ઉભરાય આવ્યો .તેને એમ લાગ્યું કે સર આકાશ ખુરાના ના ઘરે જઈને તેનું અચાનક મૃત્યુ કેવી રીતે થયું ,મરનારની ભવિષ્યની યોજનાઓ શી હતી વગેરે બાબતોમાં કાંઈ પણ ખબર એકઠી કરવી જોઈએ. તેણે લાલચરણ ને કહ્યું : " હું સર આકાશ ખુરાનાને મકાને જાઉં?" હવે આગળ..... લાલ ચરણે જવાબ આપ્યો : "જવું નકામું છે." પૃથ્વી એ અચરજ થઈ કે કહ્યું ...વધુ વાંચો

11

ગુમરાહ - ભાગ 11

ગતાંકથી... સર આકાશ ખુરાનાની આ એક નવી શોધ હતી. તેઓ હંમેશાં તેને માટે ગર્વ ધરાવતા અને આ બાબત તેઓએ જણાવી નહોતી. તેઓ કહેતા કે આ એક અજાયબી જેવી જ શોધ છે. આ એવી જાતનું યંત્ર છે કે હવાને બહાર તેમજ અંદર આવવા જવા દીધા વિના એ બંધ ઓરડામાંથી ચોખ્ખી હવા મેળવી શકાય. અને જ્યારે સર આકાશ ખુરાનાને હવાની જરૂર જણાતી ત્યારે આ યંત્ર ચાલુ કરતા આથી બારી ખોલવાની તેમને કદી જરૂર પડતી નહીં. જુઓ હું તે ચાલુ કરું છું." હવે આગળ.... મિસ.શાલીનીએ સ્વીચ ચાલુ કરી એટલે મશીનના પંખાઓ ચાલુ થયા અને ઠંડી હવા તે ઓરડામાં ફેલાઈ ગઈ .પૃથ્વીએ મશીન ...વધુ વાંચો

12

ગુમરાહ - ભાગ 12

ગતાંકથી... છટ છટ ! હું નકામો ડરી રહ્યો છું ચક્રનો સ્વપ્ને પણ કોને ખ્યાલ આવી શકે એમ છે ?" અવાજે આ શબ્દો બોલવામાં આવ્યા હતા; અને દેખીતી રીતે બોલનાર દિલાસો મેળવવા પ્રયત્ન કરતો હતો. પૃથ્વી અચાનક ચમક્યો તેણે લાલચરણનો અવાજ ઓળખ્યો .તેના શબ્દો એ તેના મન ઉપર ઊંડી અસર કરી. હવે આગળ.... આમ કહેવામાં લાલ ચરણનો શો મતલબ હોઈ શકે? તેને શાનો ડર હતો અને ચક્કરની કોઈને વાત કરવામાં પરિણામથી તેને ડરવાનું શું કારણ હતું? ચક્કર !તે જ કાર્ડ બોર્ડના સફેદ ચકરડા? એક તેના પપ્પાના લાઇબ્રેરીના રૂમમાંથી અને બીજું સર આકાશ ખુરાનાના રૂમમાંથી ? તે બંને એક શંકા ના ...વધુ વાંચો

13

ગુમરાહ - ભાગ 13

ગતાંકથી... પહેલા તો સાધારણ વાતચીત ચાલી અને પૃથ્વી એ પણ ભેગા થવાનું કારણ જાણવા ઇન્તજારી બતાવી નહીં. આખરે પૃથ્વીએ કે વકીલ તથા લાલ ચરણે અમુક રીતે જોયું જે ખુલ્લી રીતે તેઓ ત્યાં જે વાતને માટે મળ્યા હતા તે વાત ચલાવવાનો ઈશારો હતો . વકીલે તે સૂચના તરત જ ઉપાડી લીધી તે પણ પૃથ્વી એ જોયું. હવે આગળ.... "હવે મારા વહાલા મહેરબાન સમય ઝડપથી પસાર થાય છે માટે ચાલો આપણું કામ પતાવી દઈએ." બોલતા બોલતા પૃથ્વીના ચહેરા ઉપર ધ્યાન આપતો તે જણાયો. જાણે કે તેમાં કાંઈ ફેરફાર થાય તે પ્રમાણે પોતાના શબ્દોમાં પણ ફેરફાર કરવાનો કેમ ન હોય? વકીલે કહેવા ...વધુ વાંચો

14

ગુમરાહ - ભાગ 14

ગતાંકથી..... પૃથ્વીએ પોતાને કાયદાની માહિતી છે એમ બતાવ્યા પછી જ લાલચરણે નમ્રતા દાખવી છે.જે હાલતમાં પૃથ્વી અત્યારે છે તેમાં માહિતી એક સત્તા સમાન હતી ,પણ હાલને માટે તો આ મીટીંગ -પહેલા પોતે અધિપતિ સાથે રીત ભાત રાખી તે -એટલે કે પોતે તેને પ્રામાણિક માણસ માનતો હોય એવો દેખાવ કરવાનું ચાલુ રાખવું એમ તેણે તરત જ નિશ્ચય કરી લીધો. લાલચરણ વેશ ભજવે છે તો પોતે પણ વેશ ભજવવામાં ખામી ના રાખવી, એમ પણ નક્કી કરી પૃથ્વીએ કહ્યું :"લાલ ચરણજી મારા પ્રત્યે તમારી માયાભરી લાગણીની ખાતરી તમારા ઉદ્દગારોથી મને થઈ છે તે માટે તમારો આભાર માનું છું." હવે આગળ.... પૃથ્વી નરમ ...વધુ વાંચો

15

ગુમરાહ - ભાગ 15

ગતાંકથી... આખરે અડધા કલાકના અરસા માટે ઘણી જ મહેનતે બેઠો થઈ શક્યો, પણ તેનાથી ઊઠીને ઊભા થઈ શકાયું નહીં ઉપર જ બેઠા બેઠા ઘસડાતો ઘસડાતો તે બેડ ની નજીક જઈ પહોંચ્યો. બેડ ઉપર બેસવા તે ઉભો થયો પણ તેને માલુમ પડ્યું કે હજુ મારામાં જોઈએ તેટલું બળ આવ્યું નથી. થોડીક વાર સુધી બેડ ઉપર પોતાનું માથું ટેકવી તે પડી રહ્યો. ઘડિયાળમાં એક વાગ્યો હવે ધીમે ધીમે પૃથ્વી ઉભો થયો અને બેડ ઉપર હાથ ટેકવીને બેઠો. અત્યાર સુધીમાં કેટલો સમય પસાર થયો તેનો જ તે માત્ર હિસાબ ગણતો હતો, પણ હવે તેને બીજી વસ્તુઓનો વિચાર આવવા લાગ્યો : 'કાગળ અને ...વધુ વાંચો

16

ગુમરાહ - ભાગ 16

ગતાંકથી.. પૃથ્વી તેના તરફ શકની નજરે જોઈ રહ્યો .લાલ ચરણે જણાવેલું કારણ તેને યોગ્ય લાગ્યું નહીં .તેને તો એમ લાગ્યું કે : મારા મકાન પર સંદીપને એટલા માટે જ મોકલ્યો હોવો જોઈએ કે ચક્કર થી હું મરી ગયો છું કે કેમ તેની તેને ખબર પડે. "ખરેખર, લાલચરણ જબરો નાટકબાજ અને વેશધારી છે. ઠીક, બચ્ચા, આગળ ઉપર જોઈ લઈશ, એમ સ્વગત કહી પૃથ્વી પોતાને સોંપાયેલું કાર્ય કરવામાં તલ્લીન થઈ ગયો. હવે આગળ.... 'લોક સેવક 'માટે લેખ લખતા લખતા પણ પૃથ્વીના મગજમાં લાલ ચરણ માટે ખૂબ જ શંકાઓ ઊપજ્યા કરી. તે લેખ લખવામાં પ્રવૃત્ત હતો ત્યાં અચાનક લાલચરણે તેણે તેને બોલાવ્યો ...વધુ વાંચો

17

ગુમરાહ - ભાગ 17

ગતાંકથી.... ક્લીક - ક્લીક -ક્લીક !" પૃથવીએ શ્વાસ લેવો બંધ કર્યો .તેને લાગ્યું કે તે અવાજ પેલી પેટી કે મજૂરો એ લાવી તે રૂમમાં વચ્ચોવચ મૂકી હતી તેમાંથી જ નીકળતો હતો. અવાજ શાંતિ થતો હશે ? પણ એટલા મા તે રહસ્ય ખુલી રહ્યું હોય તેવું તેને દેખાયુ: હવે આગળ.... " ક્લીક -કલીક -ક્લીક" અવાજ ચાલુ રહ્યો અને પેટીના ઢાંકણા નું વચ્ચેનું પાટીયુ એક બે ઈંચ ઊંચું થયું ,અને ધીમે રહીને તે આખું ખુલી જઈને એક માણસનું માથું બહાર નીકળતું જણાયું . 'ક્લીક -ક્લીક' અવાજ બંધ થઈ ગયો. તે માણસનું મોઢું બારણા ની સામેની બાજુએ હતું. પૃથ્વી જો કે આ ...વધુ વાંચો

18

ગુમરાહ - ભાગ 18

ગતાંકથી..... કેટલીક ક્ષણ ચિંતા અને ધ્રાસકામાં વીતી ગઈ .ઇન્સ્પેક્ટર ખાન ભાનમાં આવ્યો. તેનું માથું પહેલા સિપાઈએ પોતાના ખોળામાં રાખ્યું ખાન રૂમમાં એક અજીબ માણસની જેમ નજર ફેંકતો બોલ્યો : "એણે મને ફેંકી દીધો!" શું બનાવ બન્યો હશે તે જાણવા પૃથ્વી અધિરો થયો. "એ બદમાશ ક્યાં ગયો ?"ઇન્સ્પેક્ટર એ પૂછ્યું. "બે સિપાઈઓ તેની પાછળ દોડયા છે ."સિપાઈએ કહ્યું: અમે તેને પકડવા પ્રયત્ન કર્યો પણ અમને માર મારીને તે નાસી ગયો .પણ આપની આ હાલત કેવી રીતે થઈ?" હવે આગળ.... "હું આ યુવક સાથે વાત કરતો હતો ."પૃથ્વી તરફ આંગળી કરી ઇન્સ્પેક્ટર ખાને કહ્યું ::"એ વાત તેણે છુપાઈ ને સાંભળી હોવી ...વધુ વાંચો

19

ગુમરાહ - ભાગ 19

ગતાંકથી... પૃથ્વીએ વિચાર કર્યો કે અંદર કોઈ હશે કે કેમ? જે ભેદભરેલા રૂમમાં પોતે હતો તેમાં ગમે તે ક્ષણે તે બની શકે. કદાચ અંદર કોઈ હોય અને ન પણ હોઈ શકે ! બહારથી કબાટ બંધ હતું એટલે અંદર કોઈ પુરાયેલું તો ન હોય પણ એ કબાટ જોવું તો ખરું જ .હિંમત એકઠી કરીને પૃથ્વી એ કબાટની ચાવી ફેરવી તે ખોલ્યું. પણ આ શું !!!કબાટ ખુલતા જ પૃથ્વી તેમાં શું જોયું? હવે આગળ... થોડીવાર તો પૃથ્વી સજ્જડ આંખે જોઈ જ રહ્યો. પોતાની આંખો ચોળીને તેને ફરી ફરીને કબાટની અંદર નજર કરી,તો પણ એનો એ જ દેખાવ .એનો એ જ એ ...વધુ વાંચો

20

ગુમરાહ - ભાગ 20

ગતાંકથી.... ઇન્સ્પેક્ટર : " એ લોકોની છુપો વેશ કરવાની રીત જ અમને અકળાવનારી થઈ પડી છે. અમારા ખાતામાં જ્યારે સિપાહી સફાઈ બંધ વેશ પલટે છે ત્યારે તેમને મશ્કરીમાં બીજાઓ હંમેશ કહે છે કે આ 'સિક્કા વાળો' છે .તેનો હેતુ એ જ કે ,તે વેશ બહુ સારી રીતે બદલી શકે છે."હવે આગળ.... પૃથ્વી : "ત્યારે એમાં મારા જેવાને પણ ઠગાઈ જવાનો સંભવ ખરો ! ઇન્સ્પેક્ટર ,કદાચ તમે જ 'સિક્કા વાળા 'છો એવો શોખ મને ઉપજે એ બનવા જોગ ખરું કે નહિં?"ઇન્સ્પેક્ટરે એ હસીને કહ્યું : "તું એવો શક કરવાને દરેક રીતે હકદાર છે ;પણ આ વખતે તો તારે છેતરાવા જેવું ...વધુ વાંચો

21

ગુમરાહ - ભાગ 21

ગતાંકથી.... પછી તે એકદમ રોમેશ પાસે ગયો અને તેની પાસેથી એક મજબૂત દોરી, બે ખીલા અને હથોડી લઈ આવ્યો. તે પાછો આવ્યો. પહેલા ખીલાની એક બાજુએ હથોડીની મદદથી એક નવો ખીલો નાખ્યો, અને તે પછી બીજી બાજુએ બીજો ખીલો નાખ્યો .એક ખીલામાં તેણે દોરી બાંધી અને તે બાદ વચ્ચેનો ખીલો દબાવ્યો ;કબાટ ફૂલ ખુલી ગયું એટલે દોરીને સરકાવીને બીજી બાજુના ખીલા સાથે મજબૂત પણે બાંધી દીધી. આ રીતે તેને કબાટનું પાટિયું કામ ચલાઉ જ ખુલ્લું રાખ્યું. હવે આગળ.... તે હવે કબાટના બાકોરા દ્વારા અંદર જવા વિચારતો હતો. તેવામાં ઇન્સ્પેક્ટર ખાન આવી પહોંચ્યા. ખાન બબડતો બબડતો આવતો હતો : "મને ...વધુ વાંચો

22

ગુમરાહ - ભાગ 22

ગતાંકથી.... પૃથ્વી સર આકાશ ખુરાના નામ મકાનમાં ગયો એટલે ઇન્સ્પેક્ટર પોતાના મનમાં બબડ્યો : " કેવો ઉસ્તાદ છે ! નહિ જતાં સર આકાશ ખુરાનાના મકાનમાં જવાની તેને શું જરૂર ? આ તો એમ લાગે છે કે જો તેના ઉપર બરાબર દેખરેખ રખાય નહિ તો તે મને અને મારા ખાતાને ચપટીમાં ઉડાવી દઈ મૂર્ખ બનાવી જાય. હું એના ઉપર અને તેના પેપર ઉપર બરાબર નજર રાખીશ ."ત્યાં બબડયા બાદ સર આકાશ ખુરાનાના મકાન નજીક બેઠો, અને પૃથ્વી ક્યારે પાછો ફરે તેની રાહ જોવા લાગ્યો. પૃથ્વીને તો બિલકુલ શક નહોતો કે ,ઇન્સ્પેક્ટરે તેની પાછળ આવ્યો છે. તે મિસ.શાલીનીને મળ્યો અને તેની ...વધુ વાંચો

23

ગુમરાહ - ભાગ 23

ગતાંકથી...... સર આકાશ ખુરાના એ કહ્યું : " કેટલીક બાબતો એવી છે કે તેની તને સમજણ પડશે નહિ ;તેઓ જ માણસો હતા .અને તેઓ શા માટે લડતા હતા તે હું તને કહી શકતો નથી, પણ તારે મને બીજીવાર વચન આપવું પડશે કે આ બનાવ વિશે કોઈને પણ કોઈને એક પણ શબ્દ કહેવો નહિ .મારે વચન આપવું પડ્યું હતું ." પૃથ્વી એ પૂછ્યું : "બસ, આથી વધુ હકીકત તમે નથી જાણતા ? હવે આગળ..... "ના " પણ તે વાતથી બાકોરાવાળી ગટર અને સર આકાશ ખુરાનાના ના મૃત્યુ સાથે સંબંધ ન મળ્યો?" સંબંધ ન મળે તે વાત જુદી છે. પરંતુ મારું ...વધુ વાંચો

24

ગુમરાહ - ભાગ 24

ગતાંકથી... જરૂર જેટલી હકીકત ડૉક્ટરને પૃથ્વીએ જણાવી અને ઇન્સ્પેક્ટર ની સારવારનું કામ સોંપીને તે એકદમ ભોંયરાની અંદર ધસી ગયો. વચલા ચોગાનમાંથી આવતા જે સિપાઈની બાજુએ થઈને શ્વાસને રૂંધીને પસાર થયો હતો તે સિપાઈની કેવી હાલત છે તે જોવા માટે પૃથ્વી અંદર ગયો હતો. તેને માલુમ પડ્યું કે તે સિપાઈ પણ બેશુદ્ધ બની ગયો હતો. રોમેશ ને બોલાવી તેની મદદથી તે સિપાઈને તેને બહાર કાઢ્યો. હવે આગળ.... ડોક્ટરની મદદથી આ બેહોશ થયેલા અને ભાનમાં કરવામાં ઘણો સમય વીતી ગયો. સવારના ચાર થવા આવ્યા ત્યારે તેઓની કોશિશ સાકાર થઈ. સૌથી પહેલો ઇન્સ્પેક્ટર ખાન ભાનમાં આવ્યો. તેમની નજર અચાનક જપૃથ્વી પર પડી. ...વધુ વાંચો

25

ગુમરાહ - ભાગ 25

ગતાંકથી.... સંદિપે પૃથ્વીના પ્રશ્નથી તરત જ શંકા ગઈ કે નક્કી કંઈક તો ખોટું થયું છે; તેથી તેણે કહ્યું : તે નથી છપાયો?" પૃથ્વીએ પૂછ્યું: " પણ તે તેનું શું કર્યું હતું ? "મેં તો ચીમનલાલ ને તે આપ્યો હતો." "તને ખાત્રી છે કે, તે ચીમનલાલ ને હાથો હાથ મારું લખાણ આપ્યું હતું?" "હા, ચોક્કસ ખાત્રીથી .શું કઈ ભૂલ ચૂક થઈ છે ?" પૃથ્વી સંદિપનો જવાબ સાંભળીને તેના સામા સવાલનો જવાબ આપ્યા વિના ત્યાંથી એકદમ ઝડપથી જતો રહ્યો. હવે આગળ.... ઝડપથી તે ચીમનલાલ ના ઘર તરફ જવા લાગ્યો. તેનું ઘર પણ કૃષ્ણનગરમાં જ આવેલું હતું. કદાચ ચીમનલાલ દુનિયાના બીજા છેડા ...વધુ વાંચો

26

ગુમરાહ - ભાગ 26

ગતાંકથી... હું જાતે જ કંપોઝ ગોઠવનારાઓના વડા હરેશ પાસે ગયો અને એ વિષય આપણા છાપા માટે તૈયાર કરવાની નોટ આવ્યો. હું હંમેશા કાંઈ મારી જાતે હરેશ પાસે જતો નથી પણ આ સમાચાર આપવા જાતે ગયો હતો. કારણ કે મેં કરેલી છેકછાક વિશે તેને સમજ આપવાની મને જરૂર જણાઈ હતી. એ લખાણ કંપોઝમાં ગોઠવાઈ ગયું તેમાં 'પ્રૂફ્સ' મારી પાસે આવ્યા. મેં એકવાર સુધાર્યા તથા બીજી વાર પણ સુધાર્યા. ધીમે ધીમે અગિયાર વાગ્યા સુધીમાં અહેવાલના બાકીના સમાચાર પણ આવી પહોંચ્યા. અને જ્યારે આખો વિષય તૈયાર થઈ ગયો ત્યારે હું ફરીથી હરેશ પાસે ગયો અને તેને તાકીદ આપી કે 'લશ્કરી કવાયતના અખતરા ...વધુ વાંચો

27

ગુમરાહ - ભાગ 27

ગતાંકથી.... "ત્યારે શું હરેશ ભાગી ગયો ? તો તે ખભા હલાવીને બોલ્યો : ઓહ !નો,તો પણ મને તેનું જરીક આશ્ચર્ય થતું નથી. એ માણસ ઉપર મને પહેલેથી જ વિશ્વાસ નહોતો." આમ કહેવામાં લાલ ચરણે ઘણું કહી નાખ્યું, કારણ આવા હલકા કામમાં હરેશને અગ્રેસર બને, એવું કોઈ કારણ આજ સુધીમાં બન્યું ન હતું. ચીમનલાલ તેમ જ પૃથ્વી બંનેને એમ લાગ્યું કે લાલચરણને જો મૂળ થી જ હરેશમાં વિશ્વાસ નહોતો તો તે વાત જાણવા છતાં તેણે શા માટે નોકરીમાં રાખી મૂક્યો હતો ?" હવે આગળ.... લાલચરણે આગળ કહેવા માંડ્યું : "હું એને બરાબર સકંજામાં લઈશ. એ પાતાળમાં બેઠો છે તો ત્યાંથી ...વધુ વાંચો

28

ગુમરાહ - ભાગ 28

ગતાંકથી... વરસાદ અને વાવાઝોડું ચાલ્યા ગયા હોય અને તે બાદ જે આશ્ચર્યજનક ચુપકીદી ફેલાય તે 'લોકસેવક'ની ઓફિસમાં પ્રસરી રહી. અને ચીમનલાલ બંને કાંઈ જ બોલ્યા વિના શાંત બેસી રહ્યા. થોડીવાર પછી ચીમનલાલે તે શાંતિમાં ભંગાણ પાડતા કહ્યું : " ભાઈ ,પૃથ્વી .મારું કહેવું માનતો હોય તો હજુ મોડું થયું નથી ,એને પાછો બોલાવ એ એક અનુભવી અને બાહોશ પત્રકાર છે .એના જેવો ઉત્તમ તંત્રી 'લોકસેવક'ને ગુમાવો પાલવે નહિ. તું વધારે પડતો જ ગુસ્સે થઈ ગયો. પણ હજુ મોડું થયું નથી કાંઈ ચિંતા કયૉ વગર હવે શાંત થા, અને જે શ્રેષ્ઠ રસ્તો છે તે અપનાવ." હવે આગળ.... પૃથ્વી ગુસ્સામાં પણ ...વધુ વાંચો

29

ગુમરાહ - ભાગ 29

ગતાંકથી.... મિસ. શાલિની કાંઈ બોલી નહિ .પૃથ્વીને લાગ્યું કે તે કંઈક નવું જાણે છે પરંતુ મારામાં પૂરતો વિશ્વાસ ના લીધે આનાકાની કરે છે. "હું ધારું છું કે તમે મારામાં વિશ્વાસ રાખશો." પૃથ્વીએ કહ્યું : જે ગુનેગારોની ટોળીના કારસ્તાન નો તમને અને મને શક છે અને જેને લીધે સર આકાશ ખુરાનાના મૃત્યુનો ભેદ ખુલી શકે તેમ છે, તેની કાંઈ પણ નવી હિલચાલ થી જો તમે મને વાકેફ કરશો તો હું તમને મદદગાર જ થઈશ ,એ તમે જાણો છો. મારા વિશે કંઈ પણ શંકા હોય તો તે કૃપા કરીને મને કહો." હવે આગળ.... "એક કલાક પહેલા જ મને આ સંબંધમાં ચેતવણી ...વધુ વાંચો

30

ગુમરાહ - ભાગ 30

ગતાંકથી... ભોંયરામાંથી બહાર કાઢેલા તારના દોરડા સર આકાશ ખુરાનાની હવેલીની ચીમની ઉપર શા માટે લગાડેલા હશે ? સર આકાશ ના મકાનમાં જઈને આને લગતું રહસ્ય કોઈવાર પણ જાણવા જેવું ખરું .દરમિયાન ભોંયરા ના અંદરના ભાગમાં આ દોરડા નું મૂળ ક્યાં છે, એ અત્યારે તક મળી છે તો સૌથી પ્રથમ તપાસી લેવું જ ઠીક. નિસરણી પરથી ઊતરવા પહેલા તેણે શરૂઆત કરી .તેને સહેજ મનમાં હસવું આવ્યું કે આખરે મારે ભોંયરુ જ પહેલું તપાસવું એમ, આટલો બધો સમય બગાડ્યા પછી પણ ઠરાવવું પડ્યું, તેના કરતાં પહેલાં જ થી જ તપાસ ચાલુ રાખ્યું હોત તો સમય બચત ને ? કાંઈ વાંધો નહિ ...વધુ વાંચો

31

ગુમરાહ - ભાગ 31

ગતાંકથી..... "મને લાગે છે કે આ ભોંયરામાં પ્રવેશ કરનારે કરનારાઓને આ સાધનથી જ મારી નાખવા માટે આ દોરડાઓનું જાળું છે .આ ઝવેરાત કોઈ અહીંથી લઈ જાય તો બદમાશો તેને મારી નાખે .ઉપરાંત-" "આ ભેદ જે જાણી જાય તે બહાર જઈ પોતાની જબાન ખોલે નહીં તે માટે તેને જીવતો બહાર જવા દેવો નહિ, એવો તેમનો હેતુ હોવો જોઈએ." ઇન્સ્પેક્ટરે પૃથ્વીનું અધુરુ વાક્ય પૂરું કર્યું. " તો હવે શું કરવા માંગો છો, ઇન્સ્પેક્ટર ?"પૃથ્વી એ પૂછ્યું. હવે આગળ.... "હું?" તેણે જવાબ દીધો. "મારો ઇરાદો એવો છે કે આપણે અહીં હજીએ પુરાઈ રહેવું અને બદમાશો આવે ત્યાં સુધી રાહ જોવી તેઓ આ ...વધુ વાંચો

32

ગુમરાહ - ભાગ 32

ગતાંકથી..... તો હવે પૃથ્વી શું કરે છે તે તપાસીએ .પૃથ્વી કેટલીક વાર સુધી તો તે કબાટ આગળ એમનેમ પડી .બાદ તેણે આંખ ખોલી. કબાટ તરફ નજર કરતાં વીજળી તેમાંથી નહિ નીકળતી એમ તેના જોવામાં આવ્યું .પોતે ઊઠીને ઊભા થવાનો પ્રયત્ન કર્યો. એક દારૂડિયાની માફક તેના પગ લથડવા લાગ્યા. આ ભયંકર સ્થાનમાંથી હવે તો ભાગી જ જવું એવો વિચાર કરી તે બળપૂર્વક ચાલવા લાગ્યો, પણ શરીરમાં આવી ગયેલી નબળાઈને લીધે તે પાછો જમીન પર પડકાઈ પડ્યો .તો ઘસડાતો ઘસડાતો તે દિવાલ તરફ ગયો અને તેને ટેકો દઈને તે ઊભો થયો. હવે આગળ...... જે રૂમમાં વીજળીના સાધનો અને સોના- ઝવેરાતની પેટીઓ ...વધુ વાંચો

33

ગુમરાહ - ભાગ 33

ગતાંકથી... તેણે ચોકીદાર પાસે જઈ ધીમેથી પૂછ્યું : "પોલીસ અમલદાર અહીં આવ્યાં તે પહેલા બીજું કોઈ મેડમ ને મળવા કે?" "ના." "અમલદાર સાથે મેડમ વાત કરવા ગયા તે દરમિયાન ?" "નહિં .ફક્ત તમે જ આવ્યા છો." "અમલદાર કયારના આવેલા છે?" "લગભગ પંદર વીસ મિનિટ થઈ હશે." હવે આગળ.... પૃથ્વી વિચારમાં પડ્યો આ કવર આવ્યું ક્યાંથી? તે ટપાલમાં તો આવ્યું નથી કેમકે તેના પર પોસ્ટ ની છાપ નથી કે ટિકિટ પણ લગાડેલી નથી .શું હવામાંથી ઉડીને તે અધ્ધરથી પડ્યું ? ન બને ! તેણે કવર પુસ્તકની અંદર જ જેમ હતું તેમ મૂકી દીધું અને મિસ શાલીની ક્યારે વાતમ વાત પતાવી ...વધુ વાંચો

34

ગુમરાહ - ભાગ 34

ગતાંકથી... "હા, કેમ કે સર આકાશ ખુરાના ને પુત્ર નથી." મિસ.શાલીનીએ કહ્યું : "મને તેમને સર વારસદાર બનાવી તેમાં વિચિત્ર બાબત જોડાયેલી છે .જ્યાંથી હું તેમને ત્યાં નોકરીએ રહી ત્યારથી સાહેબ હંમેશા મને કહેતા કે - તેમની મૃત્યુ પામેલી એકની એક દીકરી નો ચહેરો બરોબર મારા જેવો જ હતો. મને તેઓ 'દીકરી' જ ગણતા . તેમણે મને 'સેક્રેટરી 'ક્યારેય ગણી જ નહોતી. એમની દીકરી એક વર્ષની હતી ત્યારથી તેમને મોસાળે ઉછેરી હતી. પાંચ વર્ષની થઈ હશે ત્યાં તે મૃત્યુ પામી એવા સમાચાર સર આકાશને મળ્યા હતા. એ છોકરી સિવાય સાહેબનો એક નાનો ભાઈ પણ તેમના કુટુંબમાં હતો. એમનું નામ ...વધુ વાંચો

35

ગુમરાહ - ભાગ 35

ગતાંકથી.... મહેરબાની કરીને એ વિશે મને કાંઈ પૂછશો નહિ. મને એકલી રહેવા દો. પણ આપણે છુટા પડીએ તે પહેલા ફરીથી મને તમારો આભાર માનવા દો. તમે મને જીવનદાન આપ્યું છે.તમે હંમેશા મારી મદદ કરતા આવ્યા છો અને આગળ પણ મદદરૂપ થવા કહો છો . તમારો એ ઉપકાર હું જીવનભર ભૂલીશ નહિ." આટલું બોલી તે ડ્રોઈંગ રૂમમાંથી અંદરના રૂમમાં જતી રહી. હવે આગળ.... પૃથ્વીના દિલમાં ત્રણ પ્રશ્નો ઉઠ્યા : તે બદમાશ આકાશ ખુરાના કુટુંબની કઈ ખાનગી વાત કહીને ચાલીને ચૂપ કરી દીધી હશે ? શાલીનીએ તેને વસિયતનામાની વિગતો કહેવાની જે ભૂલ કરી તે સુધારવા હવે શો નિર્ણય કરશે ? અને ...વધુ વાંચો

36

ગુમરાહ - ભાગ 36

ગતાંકથી... "ભૂખી કૂતરી બચોલીયા ને ખાય ! આપને જ્યારે કંઈ મળ્યું નહિ ત્યારે હું જ સિક્કાવાળાની ટોળીના મદદગાર તરીકે લાયક મળ્યો ?" "એવું નથી .તને પકડવાથી જ એ લોકો પકડાશે, એવી મને ખાતરી છે." "ઇન્સ્પેક્ટર ,ક્યાંક કાચું બાફો છો ! મારા પર આપ કયો આરોપ મૂકો છો ,એ તો કહો?" હવે આગળ..... " જે મોટી પેટી સૌભાગ્ય વિલામાંથી ગુમ થઈ છે, તેમાં તારો હાથ છે. ભોંયરામાં કબાટવાળા રહસ્યમય ,ભેદીરૂમની મને કરેલી વાત તદ્દન બનાવટી હતી. એવો કોઈ રૂમ ત્યાં નથી એ વિશે મેં ચોકસાઈથી તપાસ કરી છે. તું 'લોક સેવક'ના રિપોર્ટર તરીકે તારી જાતને ઓળખાવે છે ;પણ તારો રિપોર્ટ ...વધુ વાંચો

37

ગુમરાહ - ભાગ 37

ગતાંકથી... પણ એ વાક્ય તે પૂરું કરે એટલામાં તો પૃથ્વી તેને ખુરશીમાંથી છલાંગ મારીને ઉઠ્યો અને તે પડદો તેણે ઝડપથી ખેંચી લીધો. ઇન્સ્પેક્ટર એક બાજુ હટી ગયો અને આશ્ચર્ય સાથે તેણે જોયું કે એક માણસ તે પડદા પાછળ છુપાઈને ઉભો હતો !તે માણસનો કાંડુ પકડીને પૃથ્વીએ એને પ્રશ્ન કર્યો : "બદમાશ, તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? અહીં શું કરતો હતો ? હવે આગળ.... તે એક યુવાન માણસ હતો, અને ઘઉંવણોૅ હતો તેને મેલાં ઘેલાં કપડાં પહેરેલા હતા. પૃથ્વીએ તેને પ્રશ્ન પૂછ્યા એટલે તેનો ફિક્કુ પડી ગયું. દયામણો દેખાવ કરી પોતાના મોંમાંથી જીભ બહાર કાઢી એક હાથની આંગળી તે ...વધુ વાંચો

38

ગુમરાહ - ભાગ 38

ગતાંકથી... આમ બંને બાજુની દલીલોના વિચાર પૃથ્વી એ કરી જોયા. ઘણીવાર સુધી તે આ વિચારોમાં ખોવાઈ ગયો. એટલામાં ચીમનલાલ વિચારોમાં ભંગ પાડ્યો. તે ગભરાતો ગભરાતો આવ્યો અને બોલ્યો : "પૃથ્વી, મોટી મુશ્કેલી ઊભી થઈ છે .પ્રેસના તમામ કામદારોએ હડતાલ પાડી છે." પૃથ્વી આ સમાચાર સાંભળીને આભો જ બની ગયો. હવે આગળ.... પરંતુ પળવારમાં તેને ખ્યાલ આવ્યો કે 'લોક સેવક' પ્રેસના કમૅચારીઓની હડતાળનું મૂળ કારણ લાલચરણ જ હોવો જોઈએ પણ ચીમનલાલ ને બધી હકીકત પૂછ્યા પછી જ લાલચરણ ઉપર શંકા કરવી જોઈએ એમ બીજી ક્ષણે તેણે વિચાર્યું અને ચીમનલાલને પ્રશ્ન કર્યો : "કર્મચારીઓએ શા માટે હડતાલ પાડી છે ?" "તેમનો ...વધુ વાંચો

39

ગુમરાહ - ભાગ 39

ગતાંકથી.... મિત્રો,જેમ મારા માનવંતા પપ્પાના વખતમાં તમે તેમને મદદ કરતા તેમ મને પણ મદદ કરશો. એમ જ સમજશો કે હજી જીવિત છે .તેમનો આત્મા તમારા કામથી પ્રસન્ન થાય એમ વર્તશો .બસ, મારે એટલું જ કહેવાનું છે , મને આશા છે કે, ત તમને સંતોષ થશે. હું મારી ઓફિસમાં જાઉં છું. પાંચ મિનિટની અંદર તમારો નિર્ણય મને જણાવજો." હવે આગળ.... આ સીધી , સરળ અને સાદી વાતથી માણસો ઉપર ઘેરી અસર થઈ તેનામાં ઉત્સાહ વધ્યો. તેઓને આ નવ યુવાન માલિક ખૂબ ગમી ગયો. પૃથ્વી હજી તો તેની ઓફિસમાં જઈ તેની ખુરશી ઉપર બેસે ત્યાં જ કંપોઝ રૂમમાંથી 'લોક સેવકની ફતેહ' ...વધુ વાંચો

40

ગુમરાહ - ભાગ 40

ગતાંકથી.... સાચી હકીકત એ છે કે 'લોકસતા 'ન્યુઝ પેપર અમારા ખબરપત્રીની નજરમાં આ નવી અને તાજી ખબરો પ્રગટ કરવા બીજા બધા ન્યુઝ પેપર કરતા વધારે વિશ્વાસપાત્ર જણાયું હોવું જોઈએ અને અમારા એકલા ના જ ન્યુઝ પેપરમાં તે વિગત પ્રગટ થવાની જરૂર ખબરપત્રીને લાગી હોવી જોઈએ. તેથી તેને અમારે ત્યાં તે મોકલ્યું. અમારા ખબરપત્રીની આ પ્રકારની જે લાગણી જણાય છે તે જ લાગણી અમારા વાચક વૃંદની છે અને અમારા તરફ લોકોનો પક્ષપાત છે એનો અમને આ પુરાવો જણાય છે. હવે આગળ.... હવે એ ન્યુઝ પેપર ના મુખ્ય પ્રિન્ટરની ગુમ થયાની બાબતમાં અમારો અભિપ્રાય જણાવીશું ‌. અમને ખબર મળી છે કે ...વધુ વાંચો

41

ગુમરાહ - ભાગ 41

ગતાંકથી... લોક સતા' મારી સામે જે પોતાની ઉત્તમ બુદ્ધિના નમુના રૂપ આક્ષેપ કરે છે કે હું તો છોકરવાદ -તંત્રી એ સત્ય વાત માટે હું તેને અવશ્ય ધન્યવાદ આપું છું અને કબુલ કરું છું કે હું કેવળ એક બાળક છું. તેઓને આક્ષેપના સત્ય માટે તેમને મદદ કરવા માટે નીચે મારી વિચાર છબી પ્રગટ કરૂં છું. હવે આગળ... તેઓ કહે છે તેમ હું બાલસ-તંત્રી છું આખા શહેરમાં નીકળતા તમામ ન્યુઝ પેપર માં એકલો જ બાલસ- તંત્રી. રાયના દાણા નો મોટા કોઠા આગળ શો હિસાબ !? પણ એ રાઈના દાણાનો ચટાકો જેવો ચાખે છે તેવો જ સમજી શકે કે રાઈની શી શક્તિ ...વધુ વાંચો

42

ગુમરાહ - ભાગ 42

ગતાંકથી... 'લોક સેવક'ના આ ખાસ વધારામાં અમારા વાચકો 'સિક્કાવાળા ની ટોળીને લગતા વધુ રહસ્યમય કાવતરા' ને લગતો તદ્દન નવીન વધુ હકીકત પૂરી પાડનારો અહેવાલ જોજો. 'લોક સત્તા'માં આ અહેવાલ પ્રગટ નહિ થયો હોય એવી મને ખાતરી છે. છેવટે મિ. લાલચરણને મારે એક જ સલાહ આપવાની કે તેઓ જો પોતાની વૃદ્ધાવસ્થા સુખમાં વિતાવવા માંગતા હોય તો કાળજીથી વર્તે નહિતર રખે ને એક દિવસ પોતાના કાળા કર્મનો હિસાબ આપવા લાચાર બની ઊભા હશે. હવે આગળ.... "વીસ હજાર નકલો !પૃથ્વી, વીસ હજાર નકલો ! પૃથ્વી આટલી સંખ્યા તારા પપ્પાના વખતમાં પણ આપણા ન્યુઝ પેપર ની મેં કદી વેચાયેલી જોઈ નથી." ચીમનલાલે લગભગ ...વધુ વાંચો

43

ગુમરાહ - ભાગ 43

ગતાંકથી.... પૃથ્વીની આતુરતા વધી ગઈ ."તમે તેનું શું કર્યું ?" એવો પ્રશ્ન તેના હોઠ સુધી આવ્યો પણ મિ. વિક્રમ તરત જ તેની આતુરતા જાણી લઈને કહ્યું : " મારા યુવાન મિ!ત્ર મહેરબાની કરીને હમણાં તું વચ્ચે કાંઈ જ પ્રશ્ન ન કરીશ. હું તને રજેરજ વિગત થી વાકેફ કરું છું હું તને પછીથી પ્રશ્ન પૂછવા જરૂર સમય આપીશ." પૃથ્વી ઠંડો પડ્યો. મિ. વિક્રમ રાયે આગળ ચલાવ્યું. મેં ચકરડું ત્યાંથી નાખી દીધું હવામાં ઉછળીને તે મારા લખવાના ઉપરના ટેબલ લેમ્પ નજીક પડ્યું. હું છબી ટીંગાડી રહ્યો.બીજી પણ કેટલીક છબીઓ ટીંગાડી ને લગભગ અડધા કલાક પછી ટેબલ ઉપર મારા અભ્યાસ માટે પુસ્તક ...વધુ વાંચો

44

ગુમરાહ - ભાગ 44

ગતાંકથી... "હાથના મોજા ?" હં, તે માણસે હાથમાં મોજાં પહેરેલાં એટલે તેનો તો જીવ જવાની બીક જ નહોતી ,પણ બચ્યો તેનું કારણ એ હશે કે, ઇન્સ્પેક્ટરને આપતા પહેલા તેને થોડીવાર માટે હવા લાગી હોવી જોઈએ. સારું ,ત્યારે આ જાતના ચક્ર કેટલા જણ ઉપર અજમાવાયાં એમ તારું કહેવું છે ને? "સાયન્ટિસ્ટે પૂછ્યું. "પાંચ વ્યક્તિ ઉપર, તેથી બે વ્યક્તિ મરી ગયા અને બે બેભાન થયા. અને એકના સંબંધમાં અગાઉથી સાવચેતી વાપર્યા ને લીધે તેને કંઈ ઇજા જ થઈ નહિ." "કેવી સાવચેતી લેવાઈ હતી ?" હવે આગળ....... પૃથ્વી ની શાલીની ઉપર આવેલા બંધ કવર ને લગતી અને તેના ઉપર ચક્કર હોવાનો શકું ...વધુ વાંચો

45

ગુમરાહ - ભાગ 45

ગતાંકથી... "હાથના મોજા ?" હં, તે માણસે હાથમાં મોજાં પહેરેલાં એટલે તેનો તો જીવ જવાની બીક જ નહોતી ,પણ બચ્યો તેનું કારણ એ હશે કે, ઇન્સ્પેક્ટરને આપતા પહેલા તેને થોડીવાર માટે હવા લાગી હોવી જોઈએ. સારું ,ત્યારે આ જાતના ચક્ર કેટલા જણ ઉપર અજમાવાયાં એમ તારું કહેવું છે ને? "સાયન્ટિસ્ટે પૂછ્યું. "પાંચ વ્યક્તિ ઉપર, તેથી બે વ્યક્તિ મરી ગયા અને બે બેભાન થયા. અને એકના સંબંધમાં અગાઉથી સાવચેતી વાપર્યા ને લીધે તેને કંઈ ઇજા જ થઈ નહિ." "કેવી સાવચેતી લેવાઈ હતી ?" હવે આગળ... પૃથ્વી ની શાલીની ઉપર આવેલા બંધ કવર ને લગતી અને તેના ઉપર ચક્કર હોવાનો શકું ...વધુ વાંચો

46

ગુમરાહ - ભાગ 46

ગતાંકથી.... આથી જ હું તમને ઊંચી દવાઓ આપવા સાથે આટલી મારા દિલની વાત એકદમ ખુલ્લી રીતે કહેવાની હિંમત કરી છુ તે પરથી હવે કોઈનું પણ ભલું કરવા તરફ તમારા વિચારો દોરશો તો તમારું જાત કલ્યાણ કરી શકશો બસ આ સિવાય મારે કંઈ કહેવાનું નથી. આમ કરીને ડોક્ટર ઉઠ્યા અને સલામ કરીને ચાલ્યા ગયા. હવે આગળ..... "ડૉક્ટર.... હુઉઉઉફ... ડૉક્ટર..." ડોક્ટરે હવે જરાકે પાછું વાળીને જોયા સિવાય કહ્યું : " મારી દવા બરાબર પીજો. મારી સૂચના મુજબ ચાલજો. આરામ લેજો .તમને જરૂર બે ચાર દિવસમાં મટી જશે." બસ એટલું કહીને તે ચાલ્યો ગયો. કિટલર પણ તેની પાછળ જતો હતો - "એઈ... ...વધુ વાંચો

47

ગુમરાહ - ભાગ 47

ગતાંકથી.... સારું, હું ત્યાં જઈશ. પણ આપ એ જણાવી શકશો કે ,તેને ઉઠાવી જનાર કોણ છે ?" પહેલો તમે...ઉઉઉફ...તે મેલવો. તેનો પત્તો મેલવશો એટલે આપોઆપ... તે કહેશે.... અને ઉફફ... જો તે નહિ કહે તો પછી તમારી એડિતર મિ. લાલચરણને પૂછી જોજો." સંદીપ ચોંક્યો. લાલચરણ ને પૂછી જો જો એટલે શું ? શું લાલચરણ આ કાવતરામાં સામેલ છે? તે 'લોક સેવક 'અને 'લોક સત્તા' વચ્ચેની ચકમક થઈ વાકેફગાર હતો . હવે આગળ... તેને લાલ ચરણનું જ આ કામ હોય એ બનવા જોગ લાગ્યું. રાયચુરાએ 'તમારા એડિટર મિ. લાલ ચરણ 'એમ કહ્યું તે ઉપરથી તે લાલચરણ હાલ 'લોક સેવક'માં નથી એમ ...વધુ વાંચો

48

ગુમરાહ - ભાગ 48

ગતાંકથી... "જૂઠું બોલે છે? ધોડું કંઈ તારા જેવું મૂર્ખ નથી." એમ કહી તેણે પોટકી નીચે મૂકી દીધી અને જે પર સંદીપ હાથ ફેરવતો હતો તે જ દિવાલમાં નો એક ખીલો દબાવ્યો એટલે એક બારણું ખૂલ્યું .આ પડછંદ કાયા ના ઘાટીએ તે બાદ સંદીપનો હાથ ઝાલીને તેને ઘસડીને ઉભો કર્યો અને બે ચાર ધબ્બા લગાવી દઈને એક ધક્કો મારી તેને તે બારણા ની અંદર ધકેલી દીધો. બારણું બંધ થઈ ગયું. હવે આગળ... સંદીપ એક અંધારી કોટડીમાં કેદ થયો. પોતાને વાગેલા ધબ્બાઓથી ઘડીભર તે બેચેન જેવો બની ગયેલો. સંદીપ તે ઓરડીમાં થોડીક વાર એમ જ પડ્યો રહ્યો. પછી તેને આમ લાચાર, ...વધુ વાંચો

49

ગુમરાહ - ભાગ 49

ગતાંકથી... નહિં હું લાલ ચરણ નથી. હું એક ડિટેક્ટિવ છું. તમે 'લોક સેવક'ની ઓફિસમાં કામ કરો છો અને વારંવાર પોલીસ ઓફિસે રિપોર્ટ લેવા આવો છો એટલે હું તમને સારી રીતે ઓળખું છું." "સાહેબ, આપ મને મૂર્ખ બનાવો છો. આપ મિ. લાલચરણ જ છો. આપના શરીરની આકૃતિથી તથા અવાજથી આપને બરોબર ઓળખું છું. જો હું મને પોતાને ન ઓળખું તો જ આપને ન ઓળખું .ચાર વર્ષથી મેં આપના નીચે કામ કર્યું છે." હવે આગળ... "હા:હા:હા:"તે કાળી વ્યક્તિ હસી : "મિસ્ટર!હજી તમે હજુ બાળક જ છો. હું કોણ છું ને કોણ નહિં એની પંચાયતમાં સમય કાઢવો છે કે તમારે અહીંથી બહાર ...વધુ વાંચો

50

ગુમરાહ - ભાગ 50

ગતાંકથી.... સંદીપ તે દુકાન ની સામેની દુકાન આગળ ઊભો રહ્યો. કલાક ,અડધો કલાક સમય વીત્યો પણ પોલીસના બે સિપાહીઓ કંપની માંથી બહાર નીકળ્યા જ નહિં .એ દરમિયાન કેટલાય માણસો અંદર ગયા અને બહાર નીકળ્યા સંદીપે દુકાનમાં જ હવે તો કોઈ બહાનું કાઢીને જવાનું બરોબર લાગ્યું. તે વોશિંગ કંપનીની દુકાનમાં ઘૂસ્યો અને જુદા જુદા કપડા ધોવાના ભાવોની પૂછપરછ કરવા લાગ્યો. તેને છાપેલા ભાવનું એક પત્રક આપવામાં આવ્યું. તે વાંચવા લાગ્યો. વાંચતા વાંચતા આસપાસ નજર કરી તો પોલીસનો કોઈ પણ સિપાઈ ત્યાં બેઠેલ ન હતો!!! હવે આગળ.... "વળી પાછા અહીંથી કાંઈ વેશપલટો કરીને તેઓ છટક્યા લાગે છે." એમ સ્વગત વિચાર કરીને ...વધુ વાંચો

51

ગુમરાહ - ભાગ 51

ગતાંકથી..... "સાહેબ, દિવાલમાં છૂપી સ્વીચની ખબર મેં આપી તેના આધારે આપ તરત જ ત્યાં ગયા હતા?" પૃથ્વીએ અધવચ્ચે પૂછ્યું. ત્યાં જતાં પહેલા મેં એક બીજી દિશામાં તપાસ ચલાવી હતી." ઇન્સ્પેક્ટર એ કહ્યું : "અને તે તપાસ લાલ ચરણની હતી...." "લાલ ચરણની?" હવે આગળ.... "બેશક. મૂંગા એ આપેલી ખબરને આધારે મેં લાલ ચરણને પોલીસ- સ્ટેશનને બોલાવ્યો. તે અડધાં કલાકે મારી પાસે આવ્યો...." "તરત જ ન આવ્યો, સાચું ને?" "ના, તરત જ નહિં ;કારણ કે તે તેની ઓફિસે ન હતો. ક્યાંક બહાર ગયો હતો. મૂંગાએ વિચિત્ર અક્ષરોના કવર લખનાર તરીકે લાલ ચરણને જણાવ્યા હતા .એ વિશે મેં લાલ ચરણનો ખુલાસો માગ્યો ...વધુ વાંચો

52

ગુમરાહ - ભાગ 52

ગતાંકથી.... "એ બાદ મારી પોલીસ ટુકડી સહિત હું ત્યાંથી વકીલ સાહેબ સાથે વિદાય થયો." ઇન્સ્પેક્ટર ખાને વકીલ ની મુલાકાત પ્રકરણ ખતમ કરતા કહ્યું : " પણ આજ સવારે મને આ મિ. રોહન ખુરાના તરફથી અહીં બોલાવવામાં આવ્યો." ઇન્સ્પેક્ટરે વકીલ ની સાથે બેઠેલ તરફ આંગળી કરીને મિ. રોહન ખુરાના તરીકે જે સજ્જનનો પરિચય આપ્યો તેના તરફ પૃથ્વીએ જોયું. એક પહેલવાન જેવી એની કાયા હતી. એનો શ્યામ વર્ણ ચહેરો તો આંખોમાં જાણે અંગારા વરસતા હોય એવી લાલઘૂમ અને ચકચકતી હતી. એની મૂછો ભરાવદાર હતી." હવે આગળ.... "એ સજ્જન કોણ છે, સાહેબ? પૃથ્વીએ ઇન્સ્પેક્ટર ખાનને પૂછ્યું. "મરહૂમ સર આકાશ ખુરાનાના ભાઈ." એ ...વધુ વાંચો

53

ગુમરાહ - ભાગ 53

ગતાંકથી.... "મારું કહેવું એવું છે કે," પૃથ્વીએ મક્કમ અવાજે જવાબ દીધો: " અમારા રિપોર્ટરો તો જે કાંઈ જાણે અથવા તે, તેઓની જાતમાહિતીને આધારે, અમે પ્રેસવાળાઓને આપે તે છાપવાના જ .જો એમાં તમો સત્તાવાળાઓને કાંઈ ખુલાસો કરવો હોય તો ,તમે તે લખી મોકલો અને અમે તેને માટે જગ્યા ફાજલ રાખીએ. અમારો ગુનો બેશક ત્યાં જ થાય કે ,અમે ખુલાસો છાપવા ના પાડીએ, એ સિવાય નહિં સાહેબ. પ્રામાણિક પ્રેસવાળાઓનો આ સર્વ સામાન્ય રસ્તો છે. એમાં અમારે મોઢે તમે સત્તાવાળાઓ ડૂચો મારો તે સામે મારો સખત વિરોધ છે." હવે આગળ.... ઇન્સ્પેક્ટરને પૃથ્વીની આ હિંમત અંદરખાનેથી ગમી. પૃથ્વી પ્રત્યે મૂળથી જ તેને જે ...વધુ વાંચો

54

ગુમરાહ - ભાગ 54

ગતાંકથી... આનાકાની કરવાનો સમય ન હતો. પૃથ્વીની ઓફિસમાં પાછલું બારણું હતું તેમાંથી એક ગેલેરીમાં જવાતું હતું અને તેમાં આવેલી સીડીથી મકાનની બહાર જવાતું હતું. પૃથ્વી ઊભો થયો .બદમાશે એકદમ રિવોલ્વર તેના કપાળ આગળથી હટાવીને તેની કમર પર ધરી રાખી અને એ રીતે આગળ પૃથ્વી અને પાછળ તે બદમાશ એમ સીડી પરથી તેઓ નીચે ઊતર્યા. કોઈ જ સમય સૂચકતા અથવા તો કંઈપણ યુક્તિ પ્રયુક્તિ કરીને બદમાશથી દૂર જવાનો પૃથ્વીએ પ્રયાસ કર્યો નહિ. કારણ તેને એમ અનુમાન કરી લીધું હતું કે કદાચ આ રીતે જવાથી સિક્કાવાળી ટોળીના મુખ્ય અડ્ડાથી ને તેના બધાં જ કારસ્તાનોથી માહિતગાર થવાનું કદાચ બની શકશે .આ બદમાશ ...વધુ વાંચો

55

ગુમરાહ - ભાગ 55

ગતાંકથી... "એ તો હવે મને ખુલ્લું સમજાઈ ચૂક્યું છે. તમે બહુ બહુ તો મને મારી નાખશો. ભલે સિદ્ધાંતથી ચલિત કરતા મને મૃત્યુ મંજુર છે." "શા માટે ખાલી ફિશિયારી કરો છો? રકમ ઓછી પડતી હોય તો કહો.વીસ લાખ ને બદલે પચાસ લાખ આપવામાં આવશે. એનો ખોટો વાયદો પણ નથી જુઓ ,અત્યારે જ નોટ ગણી લ્યો અને સુખી જીવન ગાળો ."એમ કહીને તેને એક બેગ ખોલી અને ચલણી નોટોની થોકડી કાઢીને પૃથ્વી સામે ધર્યા. હવે આગળ.... પૃથ્વી એ પોતાનું મોં ફેરવી લીધું. ઘડિયાળમાં પાંચના ટકોરા પડવા શરૂ થયા. બદમાશ ત્યાં સુધી થોભ્યો અને પછી ખુરશી ઉપર થી ઊભો થઈ, ખુરશી જોરથી ...વધુ વાંચો

56

ગુમરાહ - ભાગ 56

ગતાંકથી... એના એ બે શક સાચા છે કે ખોટા તેની સાબિતીઓ અત્યારે તેની પાસે ન હતી ;પણ તેના દિલમાંથી વ્યક્તિઓ દૂર ખસી નહિં. કેવી રીતે બે જણ ત્યાં આવ્યા અને ઇન્સ્પેકટર ખાનને પૃથ્વી પોતે કોઈ જુદા જ રસ્તે ગુન્હાની શોધમાં ગૂંથાયેલ જોતો હતો. છતાં જાણે તે બધી બાબતથી વાકેફગાર હોય અને સાચા બદમાશોને જ પકડવાની તૈયારીમાં હોય ;એવા સંજોગો ક્યાં બન્યા હતા એની ગૂંચ પૃથ્વી ઉકેલી શક્યો નહિ. હવે આગળ....બરોબર નવ ના ટકોરે પૃથ્વી તેની ઓફિસે બુટ-પોલીસવાળા છોકરાને મળવાનો છે.એના દ્વારા પૃથ્વી ની શંકા ઓ સાચી પડશે?ગમે તેમ ;પણ તે છોકરાને માટે ઓફિસે રોકાવું, એ તો ચોક્કસ .આમ વિચારી ...વધુ વાંચો

57

ગુમરાહ - ભાગ 57

ગતાંકથી... "હું 'લોક સેવક' ન્યૂઝ પેપર નો પ્રતિનિધિ છું." "એમ ?તમારા ન્યુઝ પેપર નો માલિક પૃથ્વી કરીને કોઈ છે હું જ છું ,ડોક્ટર સાહેબ. મેં એકરારમાં મારુ. મારા ન્યુઝ પેપરનું અને બીજા નામો મેં સાંભળ્યા છે-""ત્યારે તો આ નકલ તમને ઘણી જ ઉપયોગી થઈ પડશે."ડૉક્ટરે કહ્યું. હવે આગળ... "ત્યારે આ નકલ તમને ઘણી જ ઉપયોગી થઈ પડશે." એમ કહીને ડોક્ટરે પૃથ્વીના હાથમાં તે 'પેડ' મૂકી. પૃથ્વીએ લખાણ વાંચવા માંડ્યું: 'હું કેકાનાથ રાયચુરા , વકીલ : પ્રતિજ્ઞા પૂર્વક આ ઉપરથી લખાવું છું કે : પોલીસ અધિકારીઓએ નીચેની બાબતો ધ્યાનમાં લેવી: 'લોકસેવક'ના હેડ પ્રિન્ટર હરેશને ઉઠાવી જનાર લાલચરણ છે. તેને સાન્તાક્રુઝના ...વધુ વાંચો

58

ગુમરાહ - ભાગ 58

ગતાંકથી... "હું 'લોક સેવક' ન્યૂઝ પેપર નો પ્રતિનિધિ છું." "એમ ?તમારા ન્યુઝ પેપર નો માલિક પૃથ્વી કરીને કોઈ છે તે હું જ છું ,ડોક્ટર સાહેબ. મેં એકરારમાં મારુ. મારા ન્યુઝ પેપરનું અને બીજા નામો મેં સાંભળ્યા છે-" "ત્યારે તો આ નકલ તમને ઘણી જ ઉપયોગી થઈ પડશે."ડૉક્ટરે કહ્યું. હવે આગળ... "ત્યારે આ નકલ તમને ઘણી જ ઉપયોગી થઈ પડશે." એમ કહીને ડોક્ટરે પૃથ્વીના હાથમાં તે 'પેડ' મૂકી. પૃથ્વીએ લખાણ વાંચવા માંડ્યું: 'હું કેકાનાથ રાયચુરા , વકીલ : પ્રતિજ્ઞા પૂર્વક આ ઉપરથી લખાવું છું કે : પોલીસ અધિકારીઓએ નીચેની બાબતો ધ્યાનમાં લેવી: 'લોકસેવક'ના હેડ પ્રિન્ટર હરેશને ઉઠાવી જનાર લાલચરણ છે. ...વધુ વાંચો

59

ગુમરાહ - ભાગ 59

ગતાંકથી.... કેવળ એક નિર્દોષ હેતુથી કે તેને મેં એક સીધી, સાદી અને ભલી લેડી તરીકે ઓળખી છે." પૃથ્વી એ દીધો." એક વાર તે રાજી ખુશીથી મિલકત છોડી ગઈ એમ મેં જાણ્યું અને બીજી વાર તેનો ખૂનમાં હાથ છે,એમ મેં વાંચ્યું.મારું દિલ એની સહી સલામતી માટે બળે છે અને તેથી જ તેની હાલત હું જાણવા માગું છું." હવે આગળ... ઓ હો હો !""છોકરો બોલ્યો : "દુનિયામાં એમ તો બહુ ઘણીબધી સીધી ,સાદી, નિર્દોષ લેડીસ હોય છે. શું તેઓની આફતોમાં દરેકને માટે તમારું દિલ બળે છે?" "છોકરા, તારામાં કંઈ બુદ્ધિ છે; તું કાંઈ રહસ્યમય ખબરો જાણે છે, એમ મારું માનવું છે ...વધુ વાંચો

60

ગુમરાહ - ભાગ 60

ગતાંકથી... એ વાત તમને કહેવાનો મેં નિર્ણય કર્યો છે .તે બદમાશે મને કહેલું કે : " સર આકાશ ખુરાના ટોળીના સરદાર હતા. તું તેમની પુત્રી છે અમારી પાસે સર આકાશ ખુરાના નાં ભયંકર કાવતરાં ના કેટલાંક એવાં કાગળિયાં છે કે જે અમે 'લોકસતા'ના ન્યુઝ પેપરમાં છપાવીશું તો જે કીર્તિ આકાશ ખુરાનાએ મેળવી છે તેના પર પાણી ફરી વળશે, સમાજ તેમને હંમેશા ગાળો દેશે અને એવા બદમાશ ની તું પુત્રી હોવાથી કોઈ જ તારા તરફ જોશે નહિં , સમાજ તને જીવવા નહિ દે માટે ચૂપચાપ બેસી રહેજે અને કશું દોઢ ડહાપણ પણ કરતી નહિ. તેમ જ પોલીસને કંઈ ખબર આપવા ...વધુ વાંચો

61

ગુમરાહ - ભાગ 61

ગતાંકથી..... તે બાદ તેઓનો વડો કે જે રોહન ખુરાના તરીકે જાહેર થયો છે તે ત્યાં આવી પહોંચ્યો. તેના સાથીઓએ ફારગતીની ચિઠ્ઠી તેને વંચાવી તે ખુશ થઈ ગયો અને ખૂબ નીચો નમી મને સલામ કરતો બોલ્યો: વાહ!વાહ! તે તો આજે મને ઘણો જ ખુશ કર્યો છે , આ સ્થળે આ બંધ હાલતમાં હવે તને કશી જ સતામણી નહિ કરવાની હું ખાતરી આપું છું." તે તેના સાથીદારો સાથે એ પછી ત્યાંથી જતો રહ્યો . લગભગ પોણો કલાક સુધી એ એકાંત સ્થાનમાં હું ખૂબ જ રડી-" " અરેરે!"પૃથ્વી ગુસ્સાથી બોલ્યો: "એ સમયે તમારો બચાવ કરવાની તક મને કેમ ન મળી?" હવે આગળ... ...વધુ વાંચો

62

ગુમરાહ - ભાગ 62

ગતાંકથી.... "બદમાશે તમારી આસપાસ ત્યારે તો ખૂબ જ અઘરું અને અજીબ પ્રકારનું ચક્કર ગોઠવ્યું!" "પણ એમાંથી હવે આજ બુટ- વેશમાં હું છટકી આવી છું. એક છોકરો ભૈયાના ઘર આગળ એક માણસના બુટ પોલીસ કરતો હતો. તેને લગભગ મારા કદનો જોઈ મેં આ વેશ લેવાંનુ નક્કી કર્યું .તે છોકરાને મારી પાસે બોલાવી અને રૂપિયા પાંચ હજાર આપી તેને મારો વેશ લેવા અને મને તેનો વેશ ધારણ કરવા માટે સમજાવ્યો. તે કબુલ થયો અને એ રીતે હું છૂટી ગઈ છું. હવે આગળ.... "ઇન્સ્પેક્ટર ખાનને તે ખબર છે?" "હા. આ વેશ પલટયા પછી મેં તેને આ વિશે વાકેફ કર્યા છે.તેણે એક સબ ...વધુ વાંચો

63

ગુમરાહ - ભાગ 63

ગતાંકથી... આ માણસ મને કોઈ ભળેલો વ્યક્તિ માને છે,એમ પૃથ્વીને લાગ્યું. તેણે આસપાસ નજર કરતાં બુટ પોલીસ વાળો ખુબ ખુશ ખુશાલ થઈ ગીત ગણગણતો આંટા ફેરા કરતો હતો. સામેના મેદાનમાં મવાલી વ્હીસલ લઈ ફરતો હતો.આ કોઈ શંકાસ્પદ માણસ નહિ હોય એમ ધારીને આને તેઓ સાથીદાર તરીકે હોવાથી પોતાને કંઈક જાણવાનું મળશે,એમ માનીને પૃથ્વીએ બે હજાર ની એક એક નોટ સિક્યોરિટી અને બીજા ચોકીદારોને આપી. હવે આગળ.... તેઓએ અંદરોઅંદર કંઈક વાત કરી. તે બાદ તેઓમાંનો એક વ્યક્તિ અંદર ગયો અને પાછો આવી પહેલા સજ્જન ને કહેવા લાગ્યો : " મહેમાન ,સાહેબ આપને મળશે ચાલો." તે સજ્જને પૃથ્વીનું કાંડુ પકડી પોતાની ...વધુ વાંચો

64

ગુમરાહ - ભાગ 64

ગતાંકથી... "ચૂપ"નાકે આંગળી અડકાડી ઇન્સ્પેક્ટરે કહ્યું : "એક પણ શબ્દ ઉચ્ચારશો નહિ, નામદાર ! તમે જાણ્યું કે હું કોણ તમે કોઈને બદલે કોઈની આગળ જે ભાંગરો વાટયો તે સાંભળ્યા પછી અમારી ગવર્મેન્ટ ના નામથી હું તમને આદેશ આપું છું કે હું તમારી જે મદદ માગું તે તમારે આપવી. જો તેમાં આનાકાની કરશો, તો તમારું અહીંથી જવું ભારે થઈ પડશે એમ સમજજો." હવે આગળ..... કિંગ્સ ઓફ અફઘાને હતાશ થઈને આરામ ખુરશીમાં પડતું મુક્યું. તેઓ લાચાર બની ગયા, એમ પૃથ્વીએ ચોખ્ખું જોયું. ખાન સાહેબ! ખાન સાહેબ! પૃથ્વીએ મનમાં જ કહ્યું : "આખરે તારી જાત માટે મારા દિલમાં તે મોટું માન ઉપજાવ્યું ...વધુ વાંચો

65

ગુમરાહ - ભાગ 65

ગતાંકથી.... સારું; પણ તમે ખરીદેલું ગોલ્ડ કેવું છે તે મારે જોવું પડશે. ઝવેરી કદાચ આપને છેતરી ગયો હોય." "તમને લાગે છે મને રિયલ ગોલ્ડની ઓળખાણ નહિ હોય? જો એમ હોય તો મારા અંગ ઉપરનું ઉતારીને આપીશ ;પણ છતાં આપ આની પરીક્ષા તો કરી જ જુઓ?" રોહન ખુરાના ઉઠ્યો અને 'બૅગ' નજદીક ગયો. 'બૅગ' કિંગ ઓફ અફઘાનના પગ પાસે જ પડી હતી. જમીન પર બેસી રોહન ખુરાનાએ તે ખોલી. દરમિયાન ચક્કરની થોકડીને પોતાના ખોળામાં રાખી. તે ઝવેરાત બૅગમાંથી કાઢી જોવા લાગ્યો હવે આગળ..... એકદમ સામેની ઓરડીમાંથી ભરેલી રિવોલ્વરો સાથે ઇન્સ્પેક્ટર અને પૃથ્વી બહાર આવ્યા. ઇન્સ્પેક્ટરે રોહન ખુરાનાની સામે જઈને પોતાના ...વધુ વાંચો

66

ગુમરાહ - ભાગ 66

ગતાંકથી.... પોલીસ સર્જન ડોક્ટર ડેવિડ ડ્રોઈંગ રૂમમાં આવ્યા ત્યાં ઇન્સ્પેક્ટર તેને પૃથ્વીના રૂમમાં લઈ ગયો. શાલીનીએ પોતાની નજદીક ઊભેલા સિપાઈને પૂછીને પૃથ્વીને લગતી હકીકત જાણી લીધી. તેનાથી તે પોતાની બીમાર હાલતમાં પણ રોકાઈ રહેવાયું નહિ .તે દોડીને પૃથ્વી વાળા રૂમ તરફ ગઈ. "પૃથ્વીનું શું થયું ? ગંભીર કેસ છે? સિરિયસ છે એવી ડોક્ટરે ખબર આપેલી છે તે શું સાચી છે? જો એને કંઈ પણ થયું તો એ બદમાશને હું જીવતો નહિ છોડું "સ્વગત બબડતા તે રૂમમાં દોડી ગઈ. હવે આગળ...... તે દિવસ સાંજે છ વાગ્યે ઇન્સ્પેક્ટર ખાન પોલીસ સ્ટેશન બહારે પોલીસ ટુકડી તૈયાર કરીને કોઈની રાહ જોતો ઉભો હતો, ...વધુ વાંચો

67

ગુમરાહ - ભાગ 67

ગતાંકથી... "ઘણી સારી વ્યવસ્થા છે." ઇન્સ્પેક્ટરે કહ્યું: હવે ચાલો, હું તમને આશ્ચર્યચકિત કરુ, તમે જોઈને જ એટલા ખુશ થઈ કે વાત જ ન પૂછો...!" ઇન્સ્પેક્ટર શાલીનીને પોલીસ સ્ટેશનની એક કાળકોટડીમાં લઈ ગયો. જ્યાં વચ્ચોવચ્ચ માથાથી પગ સુધી એક જણને ચાદર ઓઢાડીને સુવડાવેલો હતો. હવે આગળ..... તેના મોં પરથી ચાદર હટાવવામાં આવતા તેને જોઈને શાલીનીની આંખો ફાટીને ફાટી જ રહી ગઈ, થોડીવાર એકદમ અવાક્ બની ગઈ તેણે પૂછ્યું : " આ તો કોઈ મરણ પામેલો માણસ છે! કોણ છે એ????" "સિક્કા વાળો ઉફૅ રોહન ખુરાના કહો કે .... લાલ ચરણ !" શાલીની ફાટી આંખે જોઈ જ રહી. ઇન્સ્પેક્ટરે કહ્યું જો ...વધુ વાંચો

68

ગુમરાહ - ભાગ 68

ગતાંકથી.... તમે જ્યારે તેમના વિશે લખો ત્યારે તેનું નામ સરનામું સાચું લખ્યા વિના લખશો. હવે મારે તમને ખાસ વિશેષ કહેવાનું રહેતું નથી. તમામ માહિતીઓ કબુલાતનામાં માં આપેલી છે. તમે બેજીજક તે પ્રગટ કરજો અને દુનિયાને આવા બદમાશોથી ચેતતા રહેવા ખૂબ જ ચેતવણી આપજો. "આપ હવે ક્યાં જાઓ છો ? શાલીનીએ પૂછ્યું ?" "હું 'લોક સેવક' ના હિતમાં જ એક સ્થળે જાઉં છું ......" હવે આગળ..... "હું 'લોક સેવક'ના હિતમાં જ એક સ્થળે જાઉં છું .કબુલાતનામું વાંચતા તમે જોશો કે હજી 'લોક સેવક'નો હેડ પ્રિન્ટર....." "હા .હરેશ ક્યાં છે તે હજી જાણવાનું બાકી રહે છે." "લગભગ બે-ત્રણ કલાક પછી 'લોક ...વધુ વાંચો

69

ગુમરાહ - ભાગ 69

ગતાંકથી.... રાતના તેણે પોલીસ કમિશ્નર ને બધી જ હકીકત જણાવી દેવા માટે અરજી તૈયાર કરી અને તે જ રાતના તેના પર તેનું જ ઝેરી ચક્કર મોકલાવ્યું અને પછી તે જાતે ત્યાં હાજર થયો. આકાશ ખુરાના પાસે બળજબરીથી તેણે કવર ખોલાવ્યું અને પછી એકદમ તેના શરીરને તે અડકાડી દીધું .પોલીસ કમિશ્નરવાળી અરજી લઈને તે પછી પોતે ત્યાંથી ભાગી ગયો .પણ ક્યાં રસ્તે ? આકાશ ખુરાનાના બંગલાના ડ્રોઈંગ રૂમમાં જે ભોંયરુ હતું તે રસ્તે. એ ભોંયરાને ગટરવાળા ભોંયરાની સાથે જોડાણ હતું.અને તે રસ્તે જ તે ત્યાં આવ્યો ને પાછો જતો રહ્યો. હવે આગળ.... લાલચરણ 'લોકસતા'નો છુપો માલિક પણ હતો પરંતુ માલિક ...વધુ વાંચો

70

ગુમરાહ - ભાગ 70

ગતાંકથી... પોલીસ ખાતા તરફથી અમને જણાવવાની ફરમાશ થઈ છે કે આ ટોળીમાં એકંદરે ત્રેવીસ માણસો હતાં .તે તમામને પકડવામાં છે. જેમાંથી મુખ્ય માણસ લાલચરણે પોતે પોતાના હાથે આપઘાત કર્યો છે. બદમાશોના કુટંબીઓ 'સૌભાગ્યવિલા' 'મલ્હાર વિલા' અને 'મંઝિલે બહાર'માં વસતાં હતાં.તેઓને ત્યાંથી ખસેડવામાં આવ્યા છે. એ ત્રણેય મકાનો વચ્ચે એક સળંગ ભોંયરું બદમાશોએ બનાવરાવ્યું હતું; જેમનો એક છેડો આકાશ ખુરાના ના ડ્રોઈંગ રૂમમાં હતો. એ ડ્રોઈંગરૂમની નીચેના ભોંયરાનું જોડાણ સર આકાશ ખુરાના ના મેદાનમાં આવેલા ભોંયરાની સાથે હતું. ચોગાનવાળા ભોંયરાની જમીનમાંથી એક ગજબ પ્રકારની છુપી સ્વીચ મારફત તેમાં જવાતું હતું .બદમાશોએ તેમાં પોતાની લૂંટના ઝવેરાતના પટારાઓ, રૂપિયા , આભુષણ ને ...વધુ વાંચો

71

ગુમરાહ - ભાગ - 71(અંતિમ ભાગ)

ગતાંકથી.... આ તે સાહસમૂર્તિ ડિટેક્ટિવ કે ગજબના પત્રકાર!!? સમાજ ને ગુમરાહ કરનાર આતંકી ટોળીનો પદાૅફાસ કરનાર, ગુન્હાની શોધમાં મિ. મગજ એક બાહોશ ડિટેક્ટિવ જેવું ઘણું સારું કામ કરે છે. પોલીસ ખાતામાં એમના જેવા ચાલાક, હોંશિયાર, સમાજસેવક યુવાનો હોય તો પોલીસ કમિશ્નરને ખાતરી છે કે મુંબઈ શહેરમાં ગુનાઓ ઝડપથી શોધી શકાય. પોલીસ કમિશ્નર આશા રાખે છે કે મુંબઈ શહેરને રંજાળનારી એક ખતરનાક ટોળીનો વિનાશ કરવામાં મિ. પૃથ્વીએ જે જાહેર ફરજ બજાવી છે તે બદલ મુંબઈ શહેરના નાગરિકો તેમની ઘટતી કદર કરવાનું ચૂકશે નહિં .... હવે આગળ..... ચીમનલાલે આ ફકરો 'લોક સેવક'માં છાપ્યો અને એ જ ફકરાના જવાબ રૂપે પૃથ્વી તરફથી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો