ગતાંકથી...
હું જાતે જ કંપોઝ ગોઠવનારાઓના વડા હરેશ પાસે ગયો અને એ વિષય આપણા છાપા માટે તૈયાર કરવાની નોટ આપી આવ્યો. હું હંમેશા કાંઈ મારી જાતે હરેશ પાસે જતો નથી પણ આ સમાચાર આપવા જાતે ગયો હતો. કારણ કે મેં કરેલી છેકછાક વિશે તેને સમજ આપવાની મને જરૂર જણાઈ હતી. એ લખાણ કંપોઝમાં ગોઠવાઈ ગયું તેમાં 'પ્રૂફ્સ' મારી પાસે આવ્યા. મેં એકવાર સુધાર્યા તથા બીજી વાર પણ સુધાર્યા. ધીમે ધીમે અગિયાર વાગ્યા સુધીમાં અહેવાલના બાકીના સમાચાર પણ આવી પહોંચ્યા. અને જ્યારે આખો વિષય તૈયાર થઈ ગયો ત્યારે હું ફરીથી હરેશ પાસે ગયો અને તેને તાકીદ આપી કે 'લશ્કરી કવાયતના અખતરા 'ને લગતો વિષય બીજા દિવસ માટે રાખી મૂકીને આ વિષયને આજના છાપામાં જગ્યા આપવી." અહીં ચીમનલાલે 'લોક સેવક'ની નકલ જોઈને કહ્યું : પણ જો તે મૂર્ખાએ મારું કહેવું અમલમાં મૂક્યું નથી.' લશ્કરી કવાયતના અખતરા' નો વિષય તેણે છાપ્યો છે અને તારા વાળો વિષય છાપ્યો જ નથી."
પણ ચીમનભાઈ મશીન ઉપર ચડેલો પહેલો કાગળ તમારી પાસે આવ્યો હશે ને ? "
"હા, મેં જાતે જ તેમાં તારા સમાચારને છપાયેલા વિષયની જગ્યાએ ગોઠવાયેલા જોયા હતા અને એ જ કાગળ ઉપર મેં સહી કરી આપી હતી."
હવે આગળ...
"એમ? ત્યારે તો મશીન ઉપર ચડ્યા પછી જ આ કાવતરું રચાયું હોવું જોઈએ?"
" હા. એમ જ . "
આ બાબત માટે હું હરેશ ને જવાબદાર ગણું છું. એને હું કાયદાની અદાલતમાં ઘસેડીને લઈ જઈશ .એના મનમાં એ સમજે છે શું? " આમ કહીને પૃથ્વી તે રૂમમાં અહીંથી તહીં પહેલાની માફક ફરવા લાગ્યો એટલામાં કોફી તૈયાર થઈને આવી. ચુપકીદીથી તે પીધા બાદ પૃથ્વી એ કહ્યું :
"ચીમનલાલ હું હરેશને ઘરે જાઉં છું તમને ખબર છે તે ક્યાં રહે છે ?"
ચીમનલાલે તેને હરેશના રહેવાનું સરનામું જણાવ્યું .તે ભીંડી માર્કેટમાં રહેતો હતો. થોડીક ક્ષણમાં પૃથ્વી કોફીનો કપ અધોૅ પીધેલો રહેવા દઈને ત્યાંથી બહાર જવા ચાલી નીકળ્યો .યંત્રવત તે એક ટેક્સીમાં બેસી ગયો ;અને આખે રસ્તે પોતાના મનમાં એ જ ભાંડગજ એ જ ગડમથલ કરવા લાગ્યો કે ,આ કાવતરામાં પડદા પાછળ રહી દોરીઓ ખેંચનાર વ્યક્તિ બહાર આવશે કે ? પૃથ્વીને અપાયેલા સરનામા મુજબ ભીંડી બજારનો મહોલ્લો આવતા તે ગાડીમાંથી ઉતરી ગયો અને હરેશના ઘરનું બારણું ખખડાવવા લાગ્યો. એક આધેડ ઉંમરની સ્ત્રીએ બારણું ખોલ્યું. પૃથ્વીએ તેના મોં તરફ નજર કરી હોત તો તે સ્ત્રીના મોં પર ગભરાટ ચિન્હ હતા. પણ પૃથ્વીનું ધ્યાન તેના તરફ નહોતું તેને બેધ્યાનપણે જ પૂછ્યું : "હરેશભાઈ ઘરમાં છે કે ?"
"ના, તમે તેમના પ્રેસ માંથી આવો છો ?એ કેમ હજી સુધી કેમ ત્યાંથી પાછા આવ્યા નથી ? પ્રેસમાં કંઈ માઠો બનાવ બન્યો છે?"
"શું તેઓ ઘરે આવ્યા જ નથી ?"
"ના, મને ઘણી ચિંતા થાય છે. તમે જ્યારે બારણા ખખડાવ્યાં ત્યારે મેં ધાર્યું કે તમે તેમના તરફથી કંઈક સંદેશો લાવ્યા હશો. તે હંમેશા વહેલી સવાર થતા સુધી માં પાછા ફરે છે. પણ આજે તો નવ વાગ્યા તોયે એ પાછા ફર્યા નથી ! શું તે બીમાર પડી ગયા છે ? તે ક્યાં ગયા છે ? તમને તેમણે કાંઈ કહ્યું છે ?સ્ત્રી જાતિમાં રહેલી કુદરતી અધીરાઇ બતાવનાર આ બધા પ્રશ્નો હરેશ ની પત્નીએ પૃથ્વીને પૂછ્યા .તે દરમિયાન પૃથ્વીના મનમાં પ્રશ્નો થતા હતા કે ,હરેશ મને દગો દઈને આખરે ચાલ્યો ગયો છે. વીસેક વર્ષ થી તે મારાં પપ્પાને ત્યાં પછી તે મારા પપ્પાને ત્યાં નોકરી કરતો હતો .તેમણે તે દરમિયાન કરી પણ દગો કર્યો નહોતો. શું અત્યારે તે બેવફાઈ કરીને ભાગી ગયો હશે ?
પૃથ્વીએ તેમની પત્નીને કહ્યું : "હું તપાસ કરું છું કે તેઓ ક્યાં ગયા છે .બની શકશે તો હું તમને તેમના વિશે વહેલી ખબર મોકલાવીશ., ચિંતા ના કરશો." એટલું કહી તે ઉતાવળો ઉતાવળો તેમની પાસેથી વિદાય થયો.
વિચાર કરવા માટે કેટલુંક નવું જાણવાનું મળ્યું તેથી પૃથ્વીનું મન કાંઈક વધારે શાંત અને સમતોલ બન્યું .તેણે જે નવું જાણ્યું તે આ પ્રમાણે હતું : ચીમનલાલે છાપા માટે છેલ્લીવાર ની રજા આપીને આગેવાન પ્રિન્ટર ના હાથમાં 'પેઈજ પ્રૂફસ ' સોંપ્યા હતા .તે બાદ તે પ્રિન્ટર ગૂમ થયો. 'લોક સેવક'ની ઓફિસમાં જે દગાબાજ કાવતરું રચાયું તેમાં ભાગ લેનારાઓ માં આગેવાન પ્રિન્ટર ને સામેલ ન ગણવો એ ગેરવાજબી જ થઈ પડે. કાવતરું રચનારા ઓ બીજા ગમે તે હોય પણ તેઓમાં આ પ્રિન્ટર તો હોવો જ જોઈએ ;એમ પૃથ્વી એ પોતાના મનમાં પાકો ઠરાવ કર્યો. હરેશે પોતાની બુદ્ધિથી આ ખોટું કામ કર્યું કે તે કોઈ બીજા ના હથિયાર રૂપ હતો, એ વિશે કાંઈ ચોક્કસ સાબિતીઓ હજી પૃથ્વીને મળી નહોતી. પૃથ્વી, હરેશને બરોબર ઓળખતો હતો. તેની સામે હજુ સુધી ફરિયાદ ઉઠાવવા જેવું કાંઈ કારણ મળ્યું નહોતું .પોતાના પપ્પાનો તે વિશ્વાસપત્ર માણસ હતો એટલે હરેશે પોતે જ આ કાવતરું એકલે હાથે અને પોતાની જોખમદારીથી કર્યું હોય એમ પૃથ્વીએ માન્યું નહિ. આ પ્રિન્ટરને ઉશ્કેરનાર કે લાલચ આપનાર કે કાવતરામાં ભાગ લેવડાવનાર કોઈ બુદ્ધિશાળી ભેજા વાળો જ પડદા પાછળ હોવો જોઈએ અને તે કોણ એનો શક પૃથ્વીના મનમાં વધતો ગયો. પણ એ માણસ તરફ આંગળી ચીંધતા પહેલા પૃથ્વીને વધુ સાબિતીઓ એકઠી કરવી જોઈએ અને તે માટે તે અટક્યો.
પૃથ્વી હવે પોતાની ઓફિસે આવ્યો. તે વખતે ચીમનલાલ પણ આવી પહોંચ્યો હતો. તેણે બધી વાત તેને કહી.તે સાંભળીને તે બોલ્યો : "જો હું ખોટો હોઉં તો ઈશ્વર મને માફ ન કરે ;પણ મને લાગે છે કે 'લોક સેવક'ને 'લોકસત્તા'ના હાથમાં મક્કમ કાવતરા વડે વેચીને આ માણસ ગૂમ થઈ ગયો છે. કદી પણ મેં છાપાની દુનિયામાં આવું ભયંકર કાવતરું થયેલું સાંભળ્યું નથી -કદી પણ સાંભળ્યું નથી."
એ જ વખતે તે રૂમના બંધ બારણા ઉપર ટકોરા સંભળાયા, પૃથ્વીએ બારણું ખોલ્યું ,અને સામે લાલચરણને ઉભેલો જોઈને તે એકદમ અચરજ પામ્યો. રૂમમાં દાખલ થતા ગંભીર અને શાંત અવાજે લાલ ચરણ બોલ્યો : "પૃથ્વી હું તને જ શોધતો હતો. અરે ચીમનલાલ !તમે પણ અહીં જ છો કે ?હું ધારું છું કે, તમે પણ અમારી જેમ જ ચિંતાતુર સમાચાર સાંભળી ચિંતામાં પડ્યા હશો ?
લાલચરણ આગળ શું બોલે છે તે પૃથ્વીને જાણવું હતું. તેના મોઢા ઉપર કેવી લાગણી પ્રગટે છે તે પૃથ્વી જોવા લાગ્યો પણ લાલચરણના મોઢા ઉપરની ગંભીરતામાં કાંઈ જ ફેરફાર થયેલો તેને જણાયો નહિ.
લાલ ચરણે કહ્યું : "ચીમનલાલ ,ભારે અચરજ ની વાત છે કે સિક્કાવાળાની ટોળીને લગતો અહેવાલ 'લોક સેવક'માં આવવો જોઈતો હતો તેને બદલે 'લોક સતા 'માં પ્રગટ થયો છે ! આમ બન્યું કેમ ?છાપવાની છેવટની પરવાનગી તો તમે આપી હતી ને ?"
ચીમનલાલ ચોંક્યો .જે કંઈ બનાવ બન્યો છે તે માટે કાયદેસર રીતે પોતાની જોખમદારી છે અને આ ગુન્હો પોતાની ઉપર લાગુ પડી શકે એવો ખ્યાલ લાલ ચરણના છેલ્લા વાક્ય થી ચીમનલાલ ને સૌથી પહેલો જ આવ્યો. પણ તેણે મક્કમ અવાજે જવાબ દીધો : "તમારું કહેવું સાચું છે સાહેબ ! "પરંતુ મેં તો સિક્કાવાળાની ટોળીના અહેવાલ છાપવાની છેલ્લી પરવાનગી આપી હતી."
"તો પછી કેવી રીતે-?"
"એ બધું અમે જેટલા પ્રમાણમાં જાણીએ છીએ તેટલા પ્રમાણમાં તમને કહીએ છીએ. સાંભળો ." એમ કહીને ચીમનલાલે હરેશ ને લગતી જે તપાસ પૃથ્વી કરી લાવ્યો હતો તે પૃથ્વીના સાંભળતા જ લાલચરણને કહી સંભળાવી.
"ત્યારે શું હરેશ ભાગી ગયો ? તો તે ખભા હલાવીને બોલ્યો : ઓહ !નો,તો પણ મને તેનું જરીક પણ આશ્ચર્ય થતું નથી. એ માણસ ઉપર મને પહેલેથી જ વિશ્વાસ નહોતો."
આમ કહેવામાં લાલ ચરણે ઘણું કહી નાખ્યું, કારણ આવા હલકા કામમાં હરેશને અગ્રેસર બને, એવું કોઈ કારણ આજ સુધીમાં બન્યું ન હતું. ચીમનલાલ તેમ જ પૃથ્વી બંનેને એમ લાગ્યું કે લાલચરણને જો મૂળ થી જ હરેશમાં વિશ્વાસ નહોતો તો તે વાત જાણવા છતાં તેણે શા માટે નોકરીમાં રાખી મૂક્યો હતો ?"
શું લાલચરણ ખુલ્લો પડશે?
શું હરેશ આ બધી પોલ ખોલશે? જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ....
ક્રમશઃ....