ગુમરાહ - ભાગ 49 Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુમરાહ - ભાગ 49

ગતાંકથી...

નહિં હું લાલ ચરણ નથી. હું એક ડિટેક્ટિવ છું. તમે 'લોક સેવક'ની ઓફિસમાં કામ કરો છો અને વારંવાર અમારી પોલીસ ઓફિસે રિપોર્ટ લેવા આવો છો એટલે હું તમને સારી રીતે ઓળખું છું."

"સાહેબ, આપ મને મૂર્ખ બનાવો છો. આપ મિ. લાલચરણ જ છો. આપના શરીરની આકૃતિથી તથા અવાજથી આપને બરોબર ઓળખું છું. જો હું મને પોતાને ન ઓળખું તો જ આપને ન ઓળખું .ચાર વર્ષથી મેં આપના નીચે કામ કર્યું છે."

હવે આગળ...
"હા:હા:હા:"તે કાળી વ્યક્તિ હસી : "મિસ્ટર!હજી તમે હજુ બાળક જ છો. હું કોણ છું ને કોણ નહિં એની પંચાયતમાં સમય કાઢવો છે કે તમારે અહીંથી બહાર નીકળવું છે ?"
"સાહેબ, હરેશને મારે પહેલો શોધવો છે."
"મને પણ અમારા પોલીસ ખાતા તરફથી તે કામ સોંપવામાં આવ્યું છે. જુઓ, આ ટોપી કોની છે તે તમે જાણો છો?"
"હા, સાહેબ, એ હરેશની જ લાગે છે."
"અને આ વાંચો, આ ચિઠ્ઠીમાં શું લખ્યું છે?"
સંદીપ લાઈટના અજવાળામાં ચિઠ્ઠી વાંચવા લાગ્યો: ધેડુંપાંડુને માલુમ થાય જે હરેશને એકદમ કૂવામાંથી ખસેડી ને કોઈ બીજી જગ્યાએ લઈ જાઓ અને મને ખબર આપો- વકીલ."

"હેં? વકીલ રાયચુરા??શું હરેશ ને ગુમ કરનાર રાયચુરા??"
"હા: હા:હા:?? જોયું મિસ્ટર?" પેલી વ્યક્તિએ કહ્યું : "મોટા શહેરના વકીલો કેવા હોય છે ?"

"પણ મને તેણે જ અહીં મોકલ્યો?"
"કોણે? વકીલ રાયચુરાએ?"
"હા. મને ખાસ બોલાવીને આ નિશાની તેણે આપી તે મુજબ હું આવ્યો."
"હા: હા:હા:" તે બોલ્યો: "વધુ બદમાશી! અમને પણ તેણે જ બરોબર દસ વાગે ટેલીફોનથી હેડ પોલીસ ઓફિસે ખબર આપી એટલે હું તરત ત્યાંથી નીકળી આવ્યો સારું, હવે મિ. સંદીપ તમે એની કાંઈ ચિંતા ન કરો."

"પણ સાહેબ, મને સમજ નથી પડતી કે, આ આમ કેમ બોલો છો? હમણાં તો આ પહેલા ઘાંટી પાસે પૈસા સંબંધી વાતો કરતા હતા. હમણાં તો આપે મારામારી કરીને હવે ડિટેક્ટિવ તરીકે મારી આગળ વાત કરો છો ?ત્યારે આપ કોણ ?ડિટેક્ટિવ કે મિ.લાલ ચરણ?"
"હા :હા: હા:" તે બોલ્યો :"તમે તમારી ઓફિસમાં જઈને એ બધો વિચાર કરજો. અમે ડિટેક્ટિવ લોકો કંઈક વાર કેવો વેશપલટો કરીએ છીએ, એની સમજ તમારા જેવા બાળકોને પડે નહિ .ચાલો, ઝટ કરો ,નહીતર પહેલો બેશુદ્ધ થઈ ગયેલો ઘાટી ભાનમાં આવશે તો પછી પાછી અથડામણ ઊભી થશે." આમ કહીને તેને સંદીપનું કાંડુ પકડ્યું અને પહેલા જે દીવાલમાં એક બારણામાં પહેલા ઘાટીએ તેને ધક્કો માર્યો હતો તે જ દિવાલમાં તે જ ચોરબારણું ખોલી આ કાળી આકૃતિ એ સંદીપ ને તે રસ્તે બહાર કાઢ્યો અને કહ્યું :"હવે ચૂપચાપ પેલી નિસરણી ઉપર ચઢી, કુવામાંથી બહાર નીકળી જાઓ ."

બારણું પાછું બંધ થઈ ગયું અને તે આકૃતિ તેની અંદર જ રહી .સંદીપ એકલો પડ્યો. તેની મૂંઝવણ વધી. જે જોયું જે જાણ્યું ને જે વાતચીત થઈ તે પરથી શું કરવું તે તેની સમજમાં ઊતર્યું નહિં.

અંધારામાં અજાણી જગ્યાએ બાથોડિયા ભરવા અને નાહક ફરીથી સપડાવું તેને ઠીક ન લાગ્યું .તેથી તેણે નિસરણીથી કુવા બહાર નીકળવાનું દુરસ્ત કામ વિચાર્યું.
કુવા બહાર આવીને તેણે વિચાર કર્યો :" આ માણસ લાલચરણ જ હતો એ ચોક્કસ. તેણે મને ખોટી થાપ આપી. પણ હવે હું જ સાચો કે તેને પકડાવું" તે તરત જ સ્ટેશન તરફ ગયો અને ત્યાં ટેલિફોન બુથમાં જઈને તેણે ઇન્સ્પેક્ટર ખાનની પોલીસ ઓફિસમાં ટેલીફોન કર્યો. ટેલીફોનમાં એક બીજા ઇન્સ્પેક્ટરે જવાબ આપ્યો કે : "ખાન અહીં નથી." સંદીપે તેને કહ્યું :"તો કાંઈ વાંધો નહિ ,ગમે તે ઓફિસર સાથે મારે વાત કરવી છે.* જવાબ મળ્યો :"બોલો." સંદીપે જણાવ્યું : "સાન્તાક્રુઝ સ્ટેશનથી જમણી બાજુએ એક જંગલ જવો વૃક્ષોનો ઘટાદાર વિસ્તાર છે તેની પાછળની ઝાડીમાં એક ભેદી કુવો છે. તેમાં એક બદમાશ ટોળકી છે અને તેઓએ 'લોકસેવક'ના ગુમ થયેલા હરેશને કેદ રાખ્યો છે માટે પોલીસ ટુકડીની મદદ મોકલો. તેને છોડવાની જરૂર છે. બદમાશો અત્યારે તેમાં છે અને હું માંડ માંડ તેના સકંજામાંથી છૂટ્યો છુ." જવાબ મળ્યો : "સારું, પોલીસ મદદ મોકલું છું."
સંદીપ ટેલીફોન બુથ માંથી બહાર નીકળ્યો .તેને આનંદ થયો કે "હવે ઠીક થયું, મેં પહેલેથી જ આમ કર્યું હોત તો સારું થાત."

તે સ્ટેશન ઉપરની એક બેંચ ઉપર બેઠો અને લાલચરણે પોતાને આપેલી થાપ સંબંધી વિચાર કરવા લાગ્યો. એટલામાં સ્ટેશન ઉપર બે વ્યક્તિઓને જોઈને તે ચોંક્યો .એ વ્યક્તિઓ બીજી કોઈ નહીં પણ લાલચરણ અને તેનો ઘાટી ધોડું જ હતો. લાલચરણે તેનો હંમેશનો ચાલુ પોશાક પહેર્યો હતો. તેના ઉપર કાળો બુરખો ન હતો કે આંખ ઉપર કાળી પટ્ટી ન હતી. ધોડુંના હાથમાં કૂવામાં જે પોટકી સંદીપે જોઈ હતી તે હતી. એક લોકલ માંથી આવી તે ચર્ચગેટ તરફ જતી લોકલ હતી.પેલા બંને જણ તેમાં ચઢી બેઠા.

સંદીપને તેનો પીછો છોડવો ઠીક ન લાગ્યું , તેથી તે પણ એક બીજા ડબ્બામાં તે જ લોકલ માં બેસી ગયો. દરેક સ્ટેશન આવતા તે પોતાના ડબ્બામાંથી જોતો રહ્યો કે પેલાઓ ઊતરે છે કે નહિં ?એમ કરતાં સેન્ટ્રલ સ્ટેશન આવ્યું એટલે પહેલા બે જણ લોકલ માંથી ઉતર્યા સંદીપ પણ ઉતર્યો. તેની પાસે ટિકિટ ન હતી પણ 'સીઝન પાસ' એમ બોલી તે ગેટમાંથી નીકળી ગયો .બહાર આવતા તેને જોયું કે પેલા બે જણ એક કાળી ભાડૂતી કારમાં બેસીને ત્યાંથી પસાર થતા હતા. પોતે પણ તેનો પીછો કરવો જોઈએ એમ નક્કી કરી તે પણ એક બીજી ટેક્સીમાં બેસી ગયો અને ટેક્સીવાળાને સૂચના આપી દીધી કે જો પેલીબાજુ પેલી કાળી કાર જાય છે તે બાજુ તેની પાછળ જ આ કાર ચલાવવી.આગળ તે કાળી કારને પાછળ સંદીપની ટેક્સી એમ પીછો શરૂ થયો. કાળી ટેક્સી સિટીમાં જવાને બદલે બહારના રસ્તા તરફ જવા લાગી. 'લોકસતા 'ની ઓફીસ સિટીમાં હતી લાલચરણે ખરેખર જોતા તે તરફ જવું જોઈએ તેને બદલે તેની કાર બહાર તરફ કેમ જતી હશે? ગમે ત્યાં જાય; તેનો પીછો ન છોડવો એમ સંદીપ એ નક્કી કર્યું.

કાળી ટેક્સી ચાલતી ચાલતી બોરીવલી સ્ટેશન આગળ આવી. ત્યાંથી ક્રાફ્ટ માર્કેટ તરફ ને રસ્તે થઈ ત્યાંથી અબ્દુલ રહેમાન સ્ટ્રીટમાં ગઈ અને એક દુકાન આગળ ઊભી રહી. થોડીવારમાં તેમાંથી બે પોલીસના સિપાઈઓ નીચે ઉતર્યાં !!

ઓ તારી..!! સંદીપ પોતાની ટેક્સીમાંથી ડોકું કાઢીને જોતો જોતો સ્વગત બોલ્યો : " આ કારમાં બે પોલીસના સિપાઈઓ ક્યાંથી!!??"
તે સિપાઈઓએ કાળી ટેક્સીવાળાને ભાડું ચૂકવી દઈ રવાના કરી અને તેઓ એક એક દુકાનમાં ઘૂસ્યા. પણ તે પોલીસ સિપાહીઓમાંના એકના હાથમાં એક પોટકી હતી. એ જ પોટકી ઉપરથી સંદીપે નક્કી કરી લીધું કે , નક્કી આ બે જણ પેલા બદમાશો જ છે, પણ હમણાં તેમણે વેશ પલટો કર્યો છે. સંદીપને હવે પોતાની બધી મહેનત વ્યર્થ થયેલી જોઈ. પણ તે હિંમત હાર્યો નહિં .તેને પણ પોતાની ટેક્સી રોકવી વાજબી ન લાગવાથી તેણે તેનું ભાડું ચૂકવી દીધું.

હવે શું કરવું તેના મનમાં પાછો એક મુખ્ય પ્રશ્ન રહ્યો?? જે દુકાનમાં સિપાઈઓ ઘૂસ્યા છે તેની સામે જ બેસી રહું એમ તેણે નક્કી કર્યું તે દુકાને એક વોશિંગ કંપનીની હતી તેની ઉપર પાટિયું લગાવેલું હતું કે: ધી મોટીવેશનલ વોશિંગ કંપની. અહીં સફાઈ બંધ કપડાં ધોઈ આપવામાં આવે છે વાજબી દામ .
નિયમિત કામ.
માલિકનું નામ : ધોબી હુસેન ચીચુંવાળા .

સંદીપ તે દુકાન ની સામેની દુકાન આગળ ઊભો રહ્યો. કલાક ,અડધો કલાક સમય વીત્યો પણ પોલીસના બે સિપાહીઓ વોશિંગ કંપની માંથી બહાર નીકળ્યા જ નહિં .એ દરમિયાન કેટલાય માણસો અંદર ગયા અને બહાર નીકળ્યા સંદીપે દુકાનમાં જ હવે તો કોઈ બહાનું કાઢીને જવાનું બરોબર લાગ્યું. તે વોશિંગ કંપનીની દુકાનમાં ઘૂસ્યો અને જુદા જુદા કપડા ધોવાના ભાવોની પૂછપરછ કરવા લાગ્યો. તેને છાપેલા ભાવનું એક પત્રક આપવામાં આવ્યું. તે વાંચવા લાગ્યો. વાંચતા વાંચતા આસપાસ નજર કરી તો પોલીસનો કોઈ પણ સિપાઈ ત્યાં બેઠેલ ન હતો!!!

આખરે આ બન્ને સિપાઈ ક્યાં ગાયબ થઈ ગયા તે જાણવા માટે વાંચો આગળ નો ભાગ....
ક્રમશઃ.....