ગતાંકથી...
છટ છટ ! હું નકામો ડરી રહ્યો છું ચક્રનો સ્વપ્ને પણ કોને ખ્યાલ આવી શકે એમ છે ?"
કઠોર અવાજે આ શબ્દો બોલવામાં આવ્યા હતા; અને દેખીતી રીતે બોલનાર દિલાસો મેળવવા પ્રયત્ન કરતો હતો. પૃથ્વી અચાનક ચમક્યો તેણે લાલચરણનો અવાજ ઓળખ્યો .તેના શબ્દો એ તેના મન ઉપર ઊંડી અસર કરી.
હવે આગળ....
આમ કહેવામાં લાલ ચરણનો શો મતલબ હોઈ શકે? તેને શાનો ડર હતો અને ચક્કરની કોઈને વાત કરવામાં પરિણામથી તેને ડરવાનું શું કારણ હતું? ચક્કર !તે જ કાર્ડ બોર્ડના સફેદ ચકરડા? એક તેના પપ્પાના લાઇબ્રેરીના રૂમમાંથી અને બીજું સર આકાશ ખુરાનાના રૂમમાંથી ? તે બંને એક શંકા ના સમયે મળી આવ્યા હતા.
પૃથ્વીને શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ પડ્યો. તેને લાગ્યું કે જો જરા પણ હિલચાલ કરીશ તો વધુ ખબર મેળવવામાં મુશ્કેલી થશે ;પણ લાલ ચરણ તરફથી કાંઈ વધુ શબ્દ સંભળાય નહીં ને થોડીવાર માટે પાછો જતો રહ્યો. પૃથ્વી સ્વગત વિચાર કરવા લાગ્યો : "મેં એને બોલતા સાંભળ્યો છે તે એણે ન જાણ્યું તે પણ ઠીક જ થયું. લાવ જરા પડદો ખસેડ્યું કે આવે ત્યારે જાણે કે, એપાછો બહાર ગયો હશે ત્યારે આવ્યો હોઈશ પણ એના શબ્દો તો મારે યાદ રાખવા જ જોઈશે. જેમ બિલાડી ઉંદરની તપાસ રાખે છે તેમ લાલ ચરણ !હું તારા ઉપર દેખરેખ રાખીશ."
થોડીક વારમાં અધિકારી લાલચરણ પાછો ફર્યો પણ તેના યુવાન મદદનીશને તેના ચહેરા ઉપર ગભરાટના કાંઈ જ ચીહ્ન જણાયા નહીં.
"કેમ પૃથ્વી ,જઈ આવ્યો ?કંઈ ખબર મેળવી? અવાજ એવો હંમેશ મુજબનો અને ઢબ એટલી તો સાધારણ હતી કે કોઈપણ પ્રકારનો શક હોય તો તે તરત જ દૂર થઈ જાય.
પૃથ્વી એ તરત જ તૈયાર કરી રાખેલું લખાણ તેને આપ્યું લાલચરણે તે વાંચવા માંડ્યું.
પૃથ્વી એ મનમાં વિચાર કર્યો કે હવે જો તેને સર્કલ સર્કલ સાથે અને સર્કલને સર આકાશ ખુરાનાના મૃત્યુ સાથે કાંઈ પણ સંબંધ હશે તો નક્કી તે કંઈ પણ લાગણી બતાવ્યા સિવાય 'આ છાપવા મોકલી દઈશ નહીં' તેમ કહેશે. પણ પૃથ્વીના અચરજ વચ્ચે લાલચરણ જરા પણ આંખો ફરકાવ્યા સિવાય કે હોઠો હલાવ્યા વિના પહેલેથી છેલ્લે સુધી તે લખાણ વાંચી ગયો. પછી પૃથ્વીને પાછું આપતા તે બોલ્યો : " ઘણું સારું વર્ણન છે પૃથ્વી! તું પ્રખ્યાત થઈશ. નક્કી થઈશ જ. તે કમ્પોઝમાં મોકલી આપ."
પૃથ્વી ચીમનલાલના રૂમમાં ગયો ચીમનલાલે તેની પાસેથી તે લખાણ લીધું તે જલ્દી વાંચી જઈ સંદીપને કહ્યું :"એક સારું લખાણ કેમ તૈયાર થાય તે સમજજે."
પૃથ્વી જ્યારે પાછો ફર્યો ત્યારે લાલચરણે તેની સાથે ઘણી સ્નેહભરી રીતે વાત કરવા માંડી:
'લોક સેવક' સંબંધી આપણે છેલ્લી વાત કરી એને ઘણો સમય થઈ ગયો અને આજે રાતે એ બાબત તમારી સાથે વાત કરવાની મારી ઈચ્છા છે."
"સારું"
"આજ રાત્રે અનુકૂળતા છે ને ?"
"હા."
વકીલ રાયચુરા મધરાતે બારેક વાગ્યે આવવાના છે. તારે ત્યાં બની શકશે? અહીંયા કરતાં ત્યાં વાત કરવી ઠીક પડશે."
પૃથ્વી સમજયો કે આ પગલું તેને પોતાને 'મોટો ભા'કરી ખુશ કરવા માટેનું હતું ,તો પણ તેને તેમ કરવામાં કાંઈ વાંધો જણાયો નહીં.પોતાના વહેમ નું કંઈ પણ ચિહ્ન જણાય નહીં તેની તેણે પુરેપુરી તકેદારી રાખી.છેવટે એમ નક્કી થયું કે ચીમનલાલ અને તેના હાથ નીચે કામ કરતા માણસો ને પેપરનું કામ સોંપી ને લાલચરણ અને વકીલ રાયચુરાએ પૃથ્વી ના ઘરે જવું.
એકદમ સમયસર વકીલ રાયચુરા ધમપછાડા કરતો આવી પહોંચ્યો. "મારા સાહેબ! ઓહોહો! કેવી સખત ગરમી > છે? કેમ તમારું કેમ ચાલે છે ?રિપોર્ટર તરીકે ના તમારા પરાક્રમો આહહઆહ ..!ઘણા જ તાજુબી ભરેલા બયાન મારા સાંભળવામાં આવ્યા છે. ઓહોહો ?કેવો તાપ? કેવી ગરમી?"
"અને મારા વહાલા મિત્ર લાલ ચરણ તમે નેપોલિયન ને પણ થકવી નાખે એવી મહેનત આખો દિવસ કરીને ઓહહ! હજુ પણ ઘણા તાજા દેખાવ છો. ખરેખર ,ખૂબ મહેનત કરી રહ્યા છો. મારા વહાલા જૂના દોસ્ત લાલ ચરણ કેમ છો?"
"થેન્ક્યુ વેરી મચ, હું સારો છું તમે કેમ છો ?"
કારણ ગમે તે હોય પણ વકીલના આવ્યા પછી લાલ ચરણનો ગભરાટ કંઈક ઓછો થયેલો જણાતો હતો.
"હું મારા વ્હાલા લાલચરણ !આહ-હુઉઉઉફ?-હે , હું કેમ છું?"
વકીલ પોતાની છાતી બહાર કાઢીને ગર્વથી જમણા હાથ વડે તે ઠોકતો ઠોકતો થોડી વાર લાલચરણ તરફ ને થોડીવાર પૃથ્વી તરફ પોતાની આંખો ફેરવવા લાગ્યો. અને આખરે પોતાની નજર પૃથ્વી પર રાખી વધુ ઉમેયુૅ : "હું કેમ તંદુરસ્ત હોઈ શકું ?હું એ ઘરડો ,કામના બોજાવાળો ખડતલ સાઠ વર્ષનો બુઢ્ઢો? હઉઉઉફ? મારા જુવાન દોસ્ત, આભાર માનો કે તમે હજુ જુવાન છો -તમારામાં શક્તિ છે અને તમે વકીલ નથી. જ્યારે તમે ઉંમરમાં થશો તો ઓહહહ! શબ્દો શું છે? માત્ર આવજો ,મારા યુવાન મિસ્ટર પૃથ્વી ,માત્ર આવજો?"
"ગમે તેમ પણ તમે કાંઈ બહુ જ થાકી ગયેલા લાગતા નથી." પૃથ્વી એ હસતા હસતા ટકોર કરી."ખરેખર, મને લાગે છે કે આટલી મોટી ઉંમરે તમારા જેટલી ચંચળતા ધરા ના માણસે પોતાને નસીબદાર ગણવો જોઈએ."
પૃથ્વી એ વિચાર્યું કે વકીલ એક દંભી માણસ છે .અને તેની બધી ધમ પછાડ પોતાના દંભને છુપાવવા માટે તે કરે છે _પણ તેમ છતાં તેનાથી તેને ઘણી જ રમૂજ મળી.
"અને વળી હું જાણું છું તેમ આખો દિવસ કામ કર્યા પછી ."વકીલે પોતાની ટોપી ખસેડતા કહ્યું: "કામ? અરે મહેરબાન, સવારના છ વાગે કામ? હઉઉફ ?બપોરના બાર વાગ્યે કામ ? મારા મહેરબાન યુવાન મિસ્ટર પૃથ્વી? સાંજના છ વાગે ભી કામ? અને હવે રાતના બાર વાગે ભી કામ? ઓહહહ? પણ હું તો ખડતલ માણસ છું અને શબ્દો માત્ર અવાજ રૂપ હોવાથી ભાગ્યે જ આપણે જે કહેવા માગતા હોઈએ તે પૂરેપૂરો બીજાને સમજાવી શકીએ. "
"ઠીક મિસ્ટર રાયચુરા, મેં કહ્યું તેમ તમારા દેખાવ ઉપરથી તમને થાક કાંઈ જણાતો નથી. ચાલો હવે જઈશું." પૃથ્વીએ પૂછ્યું.
"હા ,હા. ઘણી ખુશીથી મારા સાહેબ, રિપોર્ટરના ધોરી માર્ગ ઉપરથી અમને દોરવી જાઓ તમારી ઓફિસ જે એરિયામાં આવી છે તે રિપોર્ટરોનો ધોરીમાર્ગ કહેવાય છે. મહેરબાન ,મારો જન્મ પણ એક વિદ્વાન પુરુષ ને ત્યાં થયો હોત તો કેવું સારું?"
"તેમ હોત તો નક્કી જ તેમનો પુત્ર પણ વધુ બુદ્ધિવાન હોત !"આ ટકોર કરી વકીલ ઉપર થી અસર થાય તે જો વા પૃથ્વી આતુર બન્યો.
આહાહા..? મારા વહાલા મહેરબાન મને હસાવો નહીં? ખરેખર, તમારી હાજર જવાબી તીક્ષ્ણ અને છરીના ઘા જેવી છે?"
"અને તમારા પિતા વધારે ચતુર હોય તો શું થાત?" પૃથ્વી એ રમુજ ચાલુ રાખી .
"કેમ? મારા વહાલા મિસ્ટર પૃથ્વી તેણે મને એક રિપોર્ટર બનાવ્યો હોત અને...."
"ઓહ પ્રભુ !"પૃથ્વી એ ગંભીરતાના ડોર થી કહ્યું.
"શું મારા મહેરબાન સાહેબ, હું એક સારો રિપોર્ટર થઈ શક્યો હોત -એમ તમે ધારતા નથી?"
"તે હું કહી શકું નહીં." પૃથ્વી હસતા હસતા જવાબ દીધો. "ફટક નંદા ગિરધારી બન્યા હોત ."
"હા, હા તમે મજાક કર્યા જ કરવાના !અને હા, હસતું રહેવું ને હાસ્યથી ભરપૂર હોવું એ પણ મહેરબાન કેવી સારી વાત છે હા ...હા... હા..વાહવા,વાહવા, મહેરબાન, મહેરબાન..."
એટલામાં પૃથ્વીનું ઘર આવી પહોંચ્યુ. હાસ્યરસ અહીં ગંભીર રસમાં ફેરવાઈ ગયો. વકીલ અને લાલચરણ સીડી
ચઢતાં ચઢતાં ઉદાસ થયેલા જણાયા. આ ફેરફારો પૃથ્વીના ધ્યાન બહાર નહોતા તેણે જોઈ લીધું કે હમણાં સુધી તે લોકોએ બતાવેલા ખુશમીજાજ માત્ર બહારથી ઉપજાવી કાઢેલો હતો. પરંતુ પોતે તે લોકો ઉપર ચોકસાઈ રાખે છે તેઓ જાણી ન જાય માટે તેણે ખાસ સંભાળ રાખી હતી, અને તેટલા માટે જ તેણે પ્રથમથી કાળજી સાથે ઠઠ્ઠા મશ્કરી શરૂ કરી હતી, પણ તેણે ચોક્કસ ખાતરી હતી કે આ જ રાતે પોતાની સાથે કંઈ પણ કપટ રમત રમવામાં આવનાર છે. તેણે વિચાર્યું કે 'લોક સેવક'ના મામલા સંબંધી પોતે લાલચરણ સાથે વાતચીત કરે તેમાં વકીલની હાજરીની સી જરૂર હતી? છતાં તેને લાલચરણે બોલાવ્યો છે તેથી કાંઈ પણ દાવ પેચ રમાય છે એ ખુલ્લું કલ્પી શકાય તેમ હતું.
ઘરમાં પહોંચતા જ પૃથ્વી એ કોફી તૈયાર કરીને પોતાને કાંઈ પણ વહેમ પડ્યો ન હોય તેમ આમતેમ ફરવું ચાલુ રાખ્યું. જો કે પોતાના બે સાથીઓની વધતી જતી બેચેની માટેની એક પ્રકારનો સંતોષ થતો હતો.
પહેલા તો સાધારણ વાતચીત ચાલી અને પૃથ્વી એ પણ ભેગા થવાનું કારણ જાણવા ઇન્તજારી બતાવી નહીં. આખરે પૃથ્વીએ જોયું કે વકીલ તથા લાલ ચરણે અમુક રીતે જોયું જે ખુલ્લી રીતે તેઓ ત્યાં જે વાતને માટે મળ્યા હતા તે વાત ચલાવવાનો ઈશારો હતો . વકીલે તે સૂચના તરત જ ઉપાડી લીધી તે પણ પૃથ્વી એ જોયું.
હવે આગળ શું ચચૉ થશે? શું વાત રજૂ થશે? જાણવા માટે વાંચો આગળ નો ભાગ.....
ક્રમશઃ......