ગુમરાહ - ભાગ 34 Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુમરાહ - ભાગ 34

ગતાંકથી...

"હા, કેમ કે સર આકાશ ખુરાના ને પુત્ર નથી." મિસ.શાલીનીએ કહ્યું : "મને તેમને સર વારસદાર બનાવી તેમાં એક વિચિત્ર બાબત જોડાયેલી છે .જ્યાંથી હું તેમને ત્યાં નોકરીએ રહી ત્યારથી સાહેબ હંમેશા મને કહેતા કે - તેમની મૃત્યુ પામેલી એકની એક દીકરી નો ચહેરો બરોબર મારા જેવો જ હતો. મને તેઓ 'દીકરી' જ ગણતા . તેમણે મને 'સેક્રેટરી 'ક્યારેય ગણી જ નહોતી. એમની દીકરી એક વર્ષની હતી ત્યારથી તેમને મોસાળે ઉછેરી હતી. પાંચ વર્ષની થઈ હશે ત્યાં તે મૃત્યુ પામી એવા સમાચાર સર આકાશને મળ્યા હતા. એ છોકરી સિવાય સાહેબનો એક નાનો ભાઈ પણ તેમના કુટુંબમાં હતો. એમનું નામ રોહન ખુરાના હતું. પણ તે પણ આજકાલ કરતાં પાંચ વર્ષથી ગૂમ થયેલ છે. તે જીવે છે કે કેમ તે કોઈ જાણતું નથી."

હવે આગળ....

ફક્ત એટલું જ કે જો તે જીવતો હોય તો તેને આ બંગલો મળે .મિલકતમાંથી એક પાઈ પણ ન મળે. આ બંગલા સિવાય વાલ્કેશ્વર માં સાહેબનો એક બંગલો છે ,જો તેમનો ભાઈ આવી પહોંચે તો મારે ત્યાં રહેવું એવું વસિયતનામામાં લખેલું છે.
" ત્યારે રોહન ખુરાના રાના સિવાય આકાશ સાહેબનું કોઈ કુટુંબી-"
"હૈયાત નથી એમ આકાશ સાહેબ કહેતા હતા."

"આ હકીકત તમે પોલીસે ઇન્સ્પેક્ટરને કહી?"

"હા .રજેરજ માહિતી મેં તેમને આપી. "

"ત્યારે તેણે શું કહ્યું ?"

"તેણે રોહન ખુરાનાનો ફોટો મારી પાસેથી માંગ્યો .તેનો એક ફોટો અહીં હતો તે મેં તેને આપ્યો. "

"એનો બીજો ફોટો કે બીજી નકલ છે ?"

"ના"
"મિસ.શાલીની !" પૃથ્વીએ ગંભીરતાથી કહ્યું : " હું તમને ડરાવવા માંગતો નથી, પરંતુ તમે આ ઇન્સ્પેક્ટરને બધી વાત કહી દેવામાં ભૂલ કરી છે. ખાસ કરીને આ રોહન ખુરાના નો ફોટો આપવામાં."

"એમાં શું ભૂલ?"

"મને પાક્કો ખાતરી છે કે -" પૃથ્વીએ ખૂબ જ ધીમા અવાજે કહ્યું : "તે નકલી ઇન્સ્પેક્ટર હતો."

શાલીની વિચારમાં પડી ગઈ. પૃથ્વી એ કહ્યું : "ચોકીદારને અહીંથી દૂર મોકલો પછી હું તેનું રહસ્ય સમજાવું."
શાલીનીએ ચોકીદારને બંગલાના મેન ગેટ પર પહેરો ભરવા જવા કહ્યું. ચોકીદાર ગયા પછી પૃથ્વી એ કહ્યું : "આ નકલી ઇન્સ્પેક્ટર હમણાં જ ભોયરામાં મને થાપ આપીને વીજળીના કરંટ ઉપર હાથ મુકાવી ગયો હતો -"
"એમ ? પછી શું થયું ? "

"સાચો ઇન્સ્પેક્ટર આવી પહોંચવાથી હું બચી ગયો; નહિતર હું જીવતો પાછો આવી શકત નહિ પણ એની કશી ચિંતા તમારે કરવાની નથી .મારા કહેવાનો મતલબ એટલો જ છે કે આ તે જ બદમાશ હતો જે અડધી કલાક પહેલા તમને કોઈ ખાનગી વાત કહીને ચૂપ કરી ગયો હતો. એના નકલી વેશ દરમિયાન તમે એને બધી માહિતી આપી દીધી અને વળી રોહન ખુરાના નો ફોટો આપી દીધો ,તેથી અજાણતા જ તમે તેને નવી યોજનાઓ બનાવવામાં મદદ કરી. જુઓ આવી યોજનાઓ રચવામાં તેને જરા પણ મુશ્કેલી નહિ આવે તે માટેનો તેનો પહેલો પાસો આ છે." પૃથ્વી એ વિચિત્ર અક્ષરો વાળું કવર સુશીલા તરફ કર્યું
"આ કવર તે આપી ગયો નથી."
"ત્યારે તે ક્યાંથી આવ્યું ?

મેં ચોકીદાર ને પૂછી જોયું તો તે કહે છે કે ઇન્સ્પેક્ટર આવ્યો તે પહેલા કે પોલીસ ઇન્સ્પેક્ટર તમારી સાથે વાત કરતો હતો તે દરમિયાન કોઈ જ અહીં આવ્યું નથી."

"આશ્ચર્ય જેવી વાત છે ! આ કવર મૂકી જનાર કોણ ?"

"મને કહેશો? તમે તેના સાથે વાત કરતા હતા તે દરમિયાન એક વાર તે બહાર આવ્યો હતો ?"

"હા, એક વાર આવ્યો હતો, પોતાને ઉધરસ અને શરદી થયેલા હોવાથી તે થુંકવા માટે બહાર આવ્યો હતો."

"બસ, ત્યારે તો તે જ વખતે આ બુકની વચ્ચે તેણે આ કવર મૂકી દીધેલું લાગે છે."

"પણ તેમાં બગડી શું ગયું ?"

મેં નહોતું કહ્યું કે તેમાં મોતનો સામાન છે ?એમાંથી ભેદી ચક્કર નીકળે છે, અને જે કોઈ ને તે અડકે છે તેનો તત્કાળ મૃત્યુ પામે છે."

"ના .ના. એવું બનતું હશે ?"

"મિસ.શાલીની ! તમને યાદ છે કે ,આ જ અક્ષરોનું એક કવર સર આકાશ ખુરાનાના મૃત્યુના દિવસે અહીંથી મેં તમારી પાસેથી લીધું હતું."

" હા.જો એ પ્રસંગ મને યાદ આવ્યો ,હું તેના ઉપરના અક્ષરો જોતી હતી તેવામાં તમે તે ખેંચી લીધું."

"હવે એ ખોલવાથી રહસ્ય સમજાશે." એમ કહીને પૃથ્વી એ તે કવર ફાડ્યુ, એટલે તેમાંથી એક કોરો કાગળ નીકળ્યો, જેની એક બાજુએ પકડીને પૃથ્વી એ ખંખેર્યો એટલે વચ્ચે બેવડમાંથી રૂપિયાના કદનું એક સફેદ ચક્કર જમીન ઉપર ગબડી પડ્યું !

શાલીની તે લેવા દોડી એટલે તેને અટકાવીને પૃથ્વીએ કહ્યું : "હં. ઊભા રહો ,એવું દુ:સાહસ ન કરશો. ચાર-ચાર વખતના અનુભવથી હું કહું છું કે વગર વિચારીએ તેને હાથ અડાડવાની જરૂર નથી."

"ચાર ચાર વખતના અનુભવ....?!"

"હા. સાંભળો એની હકીકત. પૃથ્વી એ પછી પોતાના પિતા હરિવંશરાયના મૃત્યુ પછી આવા કવરનું મળવું; આવા સફેદ ચક્કરને હું મળવું ;સર આકાશખુરાનાના મૃત્યુ પછી પણ એવા બનાવોનું બનવું અને એ બાદ ઇન્સ્પેક્ટર ખાનને તથા પૃથ્વીને પોતાનો કડવા અનુભવ થયા- વગેરે વર્ણન શાલીની આગળ કર્યું અને પછી ઉમેર્યું. "આ ચક્કરની પૂરી હકીકતો હજુ હું એકઠી કરું છું, તેમજ વિચિત્ર અક્ષરનાં આવાં કવર લખનારને પણ શોધું છું. જ્યારે એ મળી રહેશે ત્યારે એના રહસ્ય ખુલ્લા થતા આખી દુનિયા જાણશે કે કેવી પ્રાણ ઘાતક યોજનાઓ પાથરનારી ટોળકી અહીં રહે છે ! "

"ત્યારે શું મને મારી નાખવા માટે આ કવર મોકલાવ્યું હશે?"

"બેશક, તમે મરનારના સેક્રેટરી મરનારની મિલકતના થનાર વારસ છો .મરનારના ભાઈનો હક્ક દૂર કરીને મરનારે આ મિલકત તમને આપવાની વીલ બનાવી છે. એ મુદ્દાનો લાભ આ કાવતરાખોર ટોળકી વચમાંથી તમારો કાંટો કાઢીને લેવા માંગે છે તે તદન સ્વાભાવિક છે."

" હં."શાલીની ગંભીર થતા બોલી :"હવે મારી ભૂલ મને સમજાય છે."

"તમે બદમાશ ને એના ખુલ્લા વેશમાં કાંઈ હકીકત કહેત જ નહિં ,તેથી ઇન્સ્પેક્ટરનો વેશ લઈને તે આવ્યો અને વાત જાણીને તમારો જાન લેવાનું કાવતરું કરતો ગયો. ઈશ્વરનો પાડ માનો કે મેં હું ખરા સમયે આવ્યો ને તમે બચી ગયા."
"હું એ માટે જીવનભર તમારી ઋણી રહીશ,
તમે આજે ખરા સમયે આવીને મારો જીવ બચાવ્યો."

પણ પૃથ્વી એ મૂળ વાત પકડી રાખી : "તે બદમાશ ના કારસ્તાન ની વિગત નો ખ્યાલ આવે તે માટે તેણે કહેલી ખાનગી વાત તમે મને કહો તો સારું થશે."

શાલીની વિચાર મગ્ન થઈ ગઈ. ત્યારબાદ ડોકું ધુણાવતી બોલી : "જો એ વાત હું કહું તો ......પણ ના. એ કહેવામાં કાંઈ જ સાર નથી, રોહન ખુરાના નો ફોટો કેમ લઈ જવામાં આવ્યો એ હવે મને સાફ સાફ સમજાય છે. મિસ્ટર પૃથ્વી અત્યાર સુધી હું હિંમતવાન હતી પરંતુ હવે મારી સર્વ હવે મારી બધી જ હિંમત અદ્રશ્ય થઈ ગઈ છે."

"તમે નિરાશ કેમ થાવ છો?"

તે ખુરશી પર ફસડાઈ પડી અને બોલી : સર આકાશ ખુરાનાની મિલકત એ બદમાશો લેશે. હું જો એમાં આડી આવીશ તો તેઓ મને મારી નાખશે એ ચોક્કસ વાત છે."

"તમે હિંમત ન હારો ."પૃથ્વી એ કહ્યું : "મને તમારો મદદગાર મિત્ર જ ગણજો. તમને મારી જે પણ મદદની જરૂર પડશે તે મદદ આપવા હું હરહંમેશ તૈયાર છું."

"નહિ મને પૂરતી ચેતવણી મળી ચૂકી છે. હવે મારી ભૂલ હું સુધારીશ .મેં અમુક નિર્ણય કર્યો છે તે અમલમાં મુકીશ."
"શેનો નિર્ણય ?"
"કેવો નિર્ણય?"

"મહેરબાની કરીને એ વિશે મને કાંઈ પૂછશો નહિ. મને એકલી રહેવા દો. પણ આપણે છુટા પડીએ તે પહેલા એકવાર ફરીથી મને તમારો આભાર માનવા દો. તમે મને જીવનદાન આપ્યું છે.તમે હંમેશા મારી મદદ કરતા આવ્યા છો અને આગળ પણ મદદરૂપ થવા કહો છો . તમારો એ ઉપકાર હું જીવનભર ભૂલીશ નહિ."
આટલું બોલી તે ડ્રોઈંગ રૂમમાંથી અંદરના રૂમમાં જતી રહી.

હવે આગળ શું થશે એ જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ....
ક્રમશઃ.....