ગુમરાહ - ભાગ 10 Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુમરાહ - ભાગ 10

ગતાંકથી....

"હા ."લાલચરણે ઘેરા અને ગંભીર અવાજે જવાબ આપ્યો .ઉપરનો જવાબ આપ્યા પછી તે કાંઈ પણ બોલ્યો નહીં અને આ માટે તેને કોઈ આતુરતા બતાવી નહીં તેથી પૃથ્વીને નવાઈ ઉપજી ,પણ તે પછી થોડીક જ વારમાં પત્રકાર તરીકેનો જુસ્સો પૃથ્વીના હૃદયમાં ઉભરાય આવ્યો .તેને એમ લાગ્યું કે સર આકાશ ખુરાના ના ઘરે જઈને તેનું અચાનક મૃત્યુ કેવી રીતે થયું ,મરનારની ભવિષ્યની યોજનાઓ શી હતી વગેરે બાબતોમાં કાંઈ પણ ખબર એકઠી કરવી જોઈએ. તેણે લાલચરણ ને કહ્યું : " હું સર આકાશ ખુરાનાને મકાને જાઉં?"

હવે આગળ.....

લાલ ચરણે જવાબ આપ્યો : "જવું નકામું છે."
પૃથ્વી એ અચરજ થઈ કે કહ્યું : " નકામું ?કેમ તમે પોતે જ રાતના ખૂબ આતુરતા ધરાવતા હતા ને મને તો લાગે છે કે એ વિશે એકાદ સારો ફકરો લખી શકીશું."
લાલચરણને આ વાત સંબંધે પોતાને કંટાળો પોતાને કંટાળો ઊપજતો હોય એવો દેખાવ કરીને કહ્યું : "તારે લખવું હોય તો લખજે. વધુ નહીં અડધું કોલમ લખજે, લાલ ચરણ ના વાક્યનો પાછળનો ભાગ સાંભળ્યો ન સાંભળ્યો કરીને પૃથ્વી એકદમ ત્યાંથી બહાર આવ્યો અને રાણીપ ખાતે સર આકાશ ખુરાના ના મકાને ગયો .રસ્તામાં તેને વિચાર આવ્યો કે આજ લાલ ચરણનું કંઈ પણ બગડ્યું લાગે છે ,કેમકે તેનું મોઢું એવું જણાય છે કે જાણે ભૂત જોયું હોય?" લાલ ચરણ ઉપર હમણાં તેને ધ્યાન આપવાનો સમય નહોતો એટલે એના વિશે વધુ વખત તેને વિચારમાં ન ગાળતા સમયસર આકાશ ખુરાના ના ઘરે પહોંચી ગયો.

ત્યાં પહોંચી ને સૌથી પહેલી તપાસ તેણે મિસ. શાલીનીની કરી. તે સારી યુવતી હતી એણે એકદમ તેનું કાર્ડ વાંચી તેને પોતાની પાસે બોલાવ્યો. આગલા દિવસે પૃથ્વી તરફ જે ચાલચલગત બતાવાય હતી તેના કરતાં આ કેવી જુદી જાતની હતી. આવી રીતે પહેલે જ ધડાકે બધી ખબર મેળવવાની તેને તક મળી હોય તેથી તે અલબત્ત ખુશ થયો. મિસ. શાલીનીએ તેને આવકાર આપતા કહ્યું :"મિ. પૃથ્વી તમે અહીં આવ્યા તેથી મને સારું લાગે છે" તે ઊભી થઈ અને તેની સામેની એક ખુરશી ઉપર બેસવા તેણે પૃથ્વીને ઇશારો કર્યો.

"હું તમને કોઈપણ રીતે જો ઉપયોગી થઈ પડું એમ હોઉં તો મને ઘણો આનંદ થશે. પૃથ્વી એ નીચા નમીને કહ્યું :સર આકાશ ખુરાના ના ભયાનક મોતના સમાચાર સાંભળી હું બહુ દિલગીર થયો છું."

"હું તો ઘણી ગુંચવાઈ ગઈ છું. મારી ઉપર આ અચાનક આફત આવી પડી છે. ગઈકાલે રાત્રે તેમની તબિયત ખૂબ સારી હતી. આજ સવારના ચાર વાગ્યે તેઓ પોતાની ખુરશીમાં જ મૃત્યુ પામેલા જણાયા."
"મહેરબાની કરી મને એટલું જણાવશો કે, મારા ગયા પછી શું શું બન્યું?"

"અમે તો એમને જો તે પછી જોયા જ નહોતા. અમારો મુખ્ય નોકર ફક્ત એક વાર લાઇબ્રેરીમાં ગયો હતો."

"તે વખતે કંઈ શક થાય જેવું બન્યું હતું ?"
"ના ,નોકર કહે છે કે, શેઠ તે વખતે લખતા હતા."

"નોકર અંદર શા માટે ગયો હતો ?"
"તે એક કાગળ આપવા ગયો હતો ,અને સર આકાશ ખુરાના ને તે આપીને તરત જ પાછો ફર્યો હતો."

"એ પછી શું તમે તેઓને સવારે મૃત્યુ પામેલા જ જોયા ?"
"હા, ડોક્ટર કહે છે કે ,તેઓ કુદરતી રીતે જ મૃત્યુ પામ્યા છે. પણ મિ. પૃથ્વી, મને તેમાં વિશ્વાસ બેસતો નથી. હું તમારામાં વિશ્વાસ મૂકું કે કેમ તે કહી શકતી નથી; પણ જો તમે મારા જેવો જ અભિપ્રાય ધરાવતા હો તો સાચી હકીકત શોધી કાઢવામાં મને મદદરૂપ થશો ?"
"પુરાવાઓ હોય તો હું ગુનેગારને શોધવામાં તમને મદદ કરવા જરૂર તૈયાર થઈશ."

"હું ધારું છું કે એ બાબતમાં હું તમારી આગળ કાંઈક રજૂ કરી શકીશ."
"એમ ?"
"હા. ચાલો ,મારી સાથે."

મિસ સાલીને તેને લાઈબ્રેરીમાં લઈ ગઈ. પૃથ્વી જેવો તે રૂમમાં દાખલ થયો કે તરત જ તેને તેના પપ્પા યાદ આવ્યા. રૂમની વચ્ચે એક ટેબલ હતું અને તેના ઉપર પુસ્તકો તથા કાગળિયાં હતાં .એ વાત નક્કી હતી કે સર આકાશ ખુરાના અંત ગમે તે રીતે આવ્યો હોય તો પણ તેઓ મૃત્યુ વખતે પોતાના કામમાં વ્યસ્ત હતા. પૃથ્વીના પપ્પા હરિવંશરાય પણ તેવી જ રીતે અચાનક કામ કરતા મૃત્યુ પામ્યા હતા. આ બંને મૃત્યુ વિશે દુનિયા ગમે તે ધારે પણ અહીં એક યુવાન એવો હતો ,જે તેઓનાં મૃત્યુના કારણ માટે એક જ જાતનો શક ધરાવતો હતો.

"તેઓ પહેલી ખુરશી પર બેઠા હતા."મિસ શાલીનીએ એક આરામ ખુરશી તરફ આંગળી ચીંધીને કહ્યું : "તે ખુરશી ટેબલ સામે પડેલી હતી તમે આ કાગળો જોશો તો તમને ખબર પડશે કે તેઓ અમુક પત્ર વ્યવહાર કરવામાં વ્યસ્ત હતા."
"સર આકાશ ખુરાના ને સૌથી પહેલા કોણે જોયા? "પૃથ્વી એ પૂછ્યું.
"અમારા મુખ્ય નોકર ભીમાએ. તે તેમને માટે તેમના બેડરૂમમાં કોફી લઈ ગયો હતો; પણ તેમનો પલંગ જરાપણ વિખરાયેલ ન હોવાથી તેમને ધારું લીધું કે શેઠ આખી રાત સુતા નથી."
"સર આકાશ પુરાના ને એવી ટેવ શું કાયમ હતી ?"
"હા." મિસ.શાલીનીએ કહ્યું: " તે ઘણીવાર એવી રીતે આખી રાત કામ કરતા હતા."
"ભીમાએ સર આકાશ ખુરાના ના મૃત્યુની વાત પહેલી કોને કરી ?"
"મને. તમે જોઈ શકશો કે -સર આકાશ ખુરાનાનું કોઈ પાસેનું સગું તે વખતે ઘરમાં ન હતું અને મારું કામ એવું હતું કે ,વારંવાર મારે સર આકાશ ખુરાનાની જરૂર પડતી."
"ભીમાની રીત ભાત તમને તદ્દન નેચરલ લાગતી હતી ?"

"અરે, મને તેના ઉપર જરાય શક નથી..."
ભીમાની રીત ભાત તમને તદ્દન નેચરલ લાગતી હતી ?"પૃથ્વી એ શાંતિથી પોતાના પ્રશ્નો પૂછવા ચાલુ રાખ્યો .તેની આંખમાં આતુરતા હતી અને તે એવી રીતે જણાઈ આવતી હતી કે એ પ્રશ્ન તેણે ભીમા ઉપર શક બતાવીને પૂછ્યું નહોતો ,એમ સમજી શકાય
અરે હા તદન નેચરલ હતી પણ તેણે મને બીજું કંઈક એવું કહ્યું કે જેથી મારા મનમાં વધી છે આ બારી તે બગીચામાં પડતી બારી તરફ ગઈ અને બોલી ખુલ્લી હતી અને તેની ઉપરનો પડદો હંમેશા રાતના ઢાંકવામાં આવતો તે નીચે પડેલો હતો
ગઈકાલે રાત્રે જરાક વધારે ગરમી હતી. અને સુશીલા પૃથ્વી એ તેના કાંઈ પણ વિશેષપણું ન હોવાનો ઈશારો કરતાં કહ્યું.
"પણ ,સર આકાશ ખુરાના ની ખાસિયત હું જાણું છું. ગમે તેવી ગરમી પડતી હોય તો પણ તેઓ આ બારી કે પડદો ખોલતા નહીં, કારણ કે આ બારી તેમના ટેબલની પાછળ જ આવેલી છે એટલે."
"આનાથી પણ વધુ સંગીન કારણ તમે આપી શકશો ?"
મિસ.શાલીનીએ હા પાડી.

શાલીની બારીના બારણા પાછળના એક બુક કેસ તરફ ગઈ અને લીલા કાચના તેના બારણા ખોલીને તેને આ યુવાન રિપોર્ટરને પંખા વાળું એક યંત્ર તથા બટન બતાવ્યા.

" સર આકાશ ખુરાનાની આ એક નવી શોધ હતી. તેઓ હંમેશાં તેને માટે ગર્વ ધરાવતા અને આ બાબત તેઓએ કોઈને જણાવી નહોતી. તેઓ કહેતા કે આ એક અજાયબી જેવી જ શોધ છે. આ એવી જાતનું યંત્ર છે કે હવાને બહાર તેમજ અંદર આવવા જવા દીધા વિના એ બંધ ઓરડામાંથી ચોખ્ખી હવા મેળવી શકાય. અને જ્યારે સર આકાશ ખુરાનાને હવાની જરૂર જણાતી ત્યારે આ યંત્ર ચાલુ કરતા આથી બારી ખોલવાની તેમને કદી જરૂર પડતી નહીં. જુઓ હું તે ચાલુ કરું છું."

શું ખરેખર આ એક અજાયબી જેવી શોધ હશે?
જાણવા માટે વાંચો આગળ નો ભાગ......
ક્રમશઃ....