ગતાંકથી....
"મારું કહેવું એવું છે કે," પૃથ્વીએ મક્કમ અવાજે જવાબ દીધો: " અમારા રિપોર્ટરો તો જે કાંઈ જાણે અથવા જુએ તે, તેઓની જાતમાહિતીને આધારે, અમે પ્રેસવાળાઓને આપે તે છાપવાના જ .જો એમાં તમો સત્તાવાળાઓને કાંઈ ખુલાસો કરવો હોય તો ,તમે તે લખી મોકલો અને અમે તેને માટે જગ્યા ફાજલ રાખીએ. અમારો ગુનો બેશક ત્યાં જ થાય કે ,અમે ખુલાસો છાપવા ના પાડીએ, એ સિવાય નહિં સાહેબ.
પ્રામાણિક પ્રેસવાળાઓનો આ સર્વ સામાન્ય રસ્તો છે. એમાં અમારે મોઢે તમે સત્તાવાળાઓ ડૂચો મારો તે સામે મારો સખત વિરોધ છે."
હવે આગળ....
ઇન્સ્પેક્ટરને પૃથ્વીની આ હિંમત અંદરખાનેથી ગમી. પૃથ્વી પ્રત્યે મૂળથી જ તેને જે અંગતરીતે દિલદારીની લાગણી હતી તે ફરી પાછી સ્ફૂરી આવી. તેણે કહ્યું: " હોંશિયાર માણસ! તારા સાચા બોલા સ્વભાવથી હું વાકેફ ન હોત તો અત્યારે જ તને ખબર પાડી દેત કે તે જે પટપટર કર્યું છે તે મારા હુકમ આગળ નકામું છે. પણ મેં તારા પ્રત્યે સખત નહિં થવાનો નિર્ણય કર્યો છે એટલે કાંઈ વધુ નહિં કહેતાં ફક્ત એટલી જ ચેતવણી આપું છું કે આ વિગત તારા ન્યુઝ પેપરમાં છાપીશ નહિં .જા ,તારી વિવેક બુદ્ધિ ઉપર હું વિશ્વાસ રાખું છું અને મારી દિલદારી ધ્યાનમાં રાખજે એટલું જ કહું છું.
પૃથ્વી ઇન્સ્પેક્ટર ખાનને કશો જ જવાબ ન દેતા અંદરખાનેથી તેના ઉપર ગુસ્સે થતા ત્યાંથી ચાલ્યો ગયો.
જતાં જતાં તેના દિલમાં પ્રશ્ન ઉઠ્યા: મિસ.શાલીનીએ ચિઠ્ઠીમાં લખ્યા મુજબ નિર્ણય પોતાની મેળે કર્યો હશે કે બદમાશોએ જબરદસ્તીથી તેની પાસે એ નિર્ણય કરાવ્યો હશે?
મિસ. શાલીની ખરેખર જ કોઈ સલામત સ્થાને રહેવા ગઈ હશે?? કે બદમાશો તેને ઉઠાવી ગયા હશે???
પૃથ્વીના મનમાં એ ઘટનાઓ ખાસ નોંધાઈ રહી હ કે : (૧ મિ.રોહન ખુરાનાનો ફોટોગ્રાફ્સ નકલી ઇન્સ્પેક્ટર ઉર્ફે બદમાશ 'સિક્કાવાળો' શાલીની પાસેથી લઈ ગયો હતો તેને જ આધારે રોહાન ખુરાના ફૂટી નીકળ્યો છે.! (૨) તેના આવ્યા બાદ જ શાલીની ચાલી ગયાનું જાહેર થયું છે ..૩) સર આકાશ ખુરાના ની મિલકતની તે વારસદાર હતી. (૪) શાલીનીના આ નિર્ણય પછી મિસ્ટર રોહન ખુરાના ને તે મિલકત મળશે અર્થાત બદમાશો એ સર આકાશ ખુરાનાની મિલકત પચાવી પાડવા આ જાળ બિછાવી છે.
તેણે પોતાના દિલમાં એ નોંધ પણ કરી લીધી કે:હવે આકાશ ખુરાનાના ભાઈ રોહન ખુરાના ઘાટકોપરના બંગલામાં રહેશે. તે બંગલાના ચોગાનમાં ભેદી ભોંયરાઓ આવેલા છે. બદમાશ નુએ મુખ્ય રહેઠાણ-અડ્ડો છે. તેમાં ઝવેરાતની પેટીઓ હતી તે ઇન્સ્પેક્ટર ખાનની સમયસર ની તપાસ નહિ થવાને લીધે એ ભોંયરામાં જ ગુમ થઈ છે. રોહન ખુરાના એક પ્રામાણિક ખાનદાની નાગરિક તરીકે હવે ઓળખાશે અને ઇન્સ્પેક્ટર ખાન ભોંયરામાં કાંઈ જ રહસ્ય કે ભેદ નહિં હોવાનું કહીને તેનો શક ત્યાંથી દૂર કરાવશે. એ પછી બદમાશો પોતાના કારસ્તાન નિરાંત થઈ નિર્ભય રીતે ત્યાં કરી શકશે.
"આહ,
આ બધી બાબતોનો ખ્યાલ ઇન્સ્પેક્ટર ખાનને આવ્યો હોત તો કેટલું સારું થાત ?પૃથ્વી સ્વગત ગણગણ્યો.
વાલકેશ્વરના સર આકાશ ખુરાનાના બંગલામાંથી નીકળી અને પૃથ્વી પોતાની ઓફિસ જવા માટે એકાદ ટેક્સી શોધવા લાગ્યો. ગાડીઓ ઉભી રહેતી હતી તે જે જગ્યા પર એક પણ ટેક્સી તેના જોવામાં આવી નહિં. તે ધીમે ધીમે ચાલવા લાગ્યો.
એટલામાં સર આકાશ ખુરાનાના બંગલામાંથી એક કાર નીકળી, જેમાં ઇન્સ્પેક્ટર ખાન અને વકીલ સાહેબ બેઠેલા હતા. ખાન સાથે આવેલા ત્રણ સિપાઈ ઓ પણ તેમાં હતા. ઇન્સ્પેક્ટરની ગાડી તેની નજીક થઈને પસાર થઈ ગઈ .પૃથ્વીને આ ઉપરથી પ્રશ્ન ઉઠ્યો : "મિ.રોહન ખુરાના પર વકીલ સાહેબને કે ખાનને જરા પણ શક લાગતો નથી, એક કેવી અજબ વાત કહેવાય ?"ઘડીભર પછી તે પાછો બબડ્યો: "પણ હું તેને બતાવી આપીશ- એકલી મહેનત કરવી પડશે તો તેમ કરીને પણ- શોધી આપીશ કે બદમાશ સિક્કાવાળો તે જ મિ. રોહન ખુરાના છે."
તે આ વિચારોમાં હતો એટલામાં ઇન્સ્પેક્ટરની કાર ઊભી રહેલી જણાઈ. એમાંથી એક સિપાઈ ઊતર્યો અને તેણે પૃથ્વીને હાંક મારીને કહ્યું : " મિસ્ટર, આવો ,કારમાં બેસી જાવ .ખાન- સા'બ બોલાવે છે ."તેની કારમાં બેસુ કે નહિં ? શા માટે પગપાળા જ ન જાઉં ?એવા સ્વમાન સૂચક પ્રશ્નો તેને થયા. પણ તે કાર સુધી પહોંચ્યો ત્યાં સુધી તે ઊભી રહેલી જણાય.
"આવ, પૃથ્વી, અંદર આવ. મેં તને બોલાવ્યો હતો, એટલે મારે તને પાછો તારી ઓફિસે લઈ જવો જોઈએ." ઇન્સ્પેક્ટર ખાને કહ્યું.
"થેન્ક્યુ વેરી મચ!! ઉપકાર આપનો, સાહેબ ,પણ હું ચાલતો જઈશ." પૃથ્વીએ કહ્યું.
"હવે બેસી જા ને. હું કઈ તારો દુશ્મન લાલચરણ નથી, સમજ્યો?"
વકીલે પણ તેને બેસવા આગ્રહ કર્યો. આખરે તે બેઠો. ઇન્સ્પેક્ટરે બદમાશોની બાબતમાં કશી જ વાત છેડી નહિં ;પણ દુનિયાના બીજા અનેક બનાવો વિશે વાતો કરીને ગાડીમાં સમય કાઢ્યો.
'લોક સેવક' ઓફિસ આગળ પૃથ્વીને ઉતારીને કાર ચાલતી થઈ .ઓફિસમાં જતા પૃથ્વીને માલુમ પડ્યું કે સંદિપ તરફથી સાંતાક્રુઝ ની ટોળીને લગતો લખાયેલો રિપોર્ટ ચીમનલાલે સુધારીને છાપવા આપી દીધો હતો, તે છપાઈ ને તૈયાર થયો થઈ ગયો છે. પૃથ્વી એ તે વાંચ્યો અને એકંદરે તે ઠીક લખાયેલો છે,એવો અભિપ્રાય આપ્યો.
બાદમાં તે ઓફિસ ને લગતા બીજા કામકાજમાં રોકાયો .આશરે એક વાગ્યા આસપાસ 'લોક સેવક'ના તંત્રી મંડળનું કામકાજ પૂરું થયું. ફક્ત છાપવાનું કામ ચાલુ રહ્યું .ચીમનલાલને બીજા કમૅચારીઓ પોતપોતાના ઘેર ગયા . પૃથ્વી થાકેલો હતો તેના શરીરમાં આળસ ભરાઈ ગઈ હતી .આંખ ઊંઘથી ખૂબ ઘેરાતી હતી ,પોતાને ઘેર જવાનું તેણે માંડી વાળ્યું અને બાબુલાલ ને બોલાવી તેને કહ્યું કે:" હું મારી ઓફિસમાં જ સૂઈ રહું છું. વહેલી સવારે જ્યારે તમારે પ્રિન્ટિંગનું કામ પૂરો થાય ત્યારે તમારે જવાનું થાય તે વખતે મને જગાડજો."
"સારું."કહી બાબુલાલ પોતાના ગામે વળગ્યો.
આશરે ચાર વાગ્યા હશે,તે વખતે તેને જગાડવામાં આવ્યો : "કેમ તમારે બધાને હવે જવાનો સમય થયો?" પૃથ્વીએ આંખો ચોળતાં ચોળતાં પ્રશ્ન કર્યો ; પણ તેના જવાબમાં તેના કપાળ પર કોઈ ઠંડી વસ્તુ અડકઈ !ત્યાં હાથ જરાક આંગળી ફેરવતા તો એક રિવોલર અને કોઈનો હાથ હોય એવું માલૂમ પડ્યું. "આ શું ?" બબડી તેણે મોઢું સહેજ ફેરવ્યું. તે ચમક્યો !
મોઢે કાળુ કપડું લગાવીને રિવોલ્વર પૃથ્વીના કપાળ સરસી અડાડીને કાળા કુતૉમાં વીંટળાયેલો એક માણસ ઉભો હતો. તેણે ધીમા પણ મક્કમ સ્વરે પૃથ્વીને કહ્યું : " ખબરદાર, જો જરાકે બૂમ પાડી છે તો પ્રાણપંખેરુ ઉડી જતાં વાર નહિ લાગે."
"તારે જોઈએ છે શું ?"પૃથ્વીએ પૂછ્યું.
"મારી સાથે છાનોમાનો આ પાછલા બારણેથી ચાલ."
"ક્યાં? શા માટે?"
"
"ચૂપ,હાલ કોઈ જ સવાલ નહિ કોઈ જાતની પૂછપરછ વગરનો જવાબ નહિ આપુ.. મારા કહ્યા મુજબ નહિં ચાલે તો રિવોલ્વર નો ઘોડો દબાવવાની જ વાર છે. તું મરી જશે એમાં અમને કાંઈ જ ફરક નથી!"
આનાકાની કરવાનો સમય ન હતો. પૃથ્વીની ઓફિસમાં પાછલું બારણું હતું તેમાંથી એક ગેલેરીમાં જવાતું હતું અને તેમાં આવેલી એક સીડીથી મકાનની બહાર જવાતું હતું. પૃથ્વી ઊભો થયો .બદમાશે એકદમ રિવોલ્વર તેના કપાળ આગળથી હટાવીને તેની કમર પર ધરી રાખી અને એ રીતે આગળ પૃથ્વી અને પાછળ તે બદમાશ એમ સીડી પરથી તેઓ નીચે ઊતર્યા. કોઈ જ સમય સૂચકતા અથવા તો કંઈપણ યુક્તિ પ્રયુક્તિ કરીને બદમાશથી દૂર જવાનો પૃથ્વીએ પ્રયાસ કર્યો નહિ. કારણ તેને એમ અનુમાન કરી લીધું હતું કે કદાચ આ રીતે જવાથી સિક્કાવાળી ટોળીના મુખ્ય અડ્ડાથી ને તેના બધાં જ કારસ્તાનોથી માહિતગાર થવાનું કદાચ બની શકશે .આ બદમાશ તે ટોળીમાંનો જ અથવા તો તે ટોળીનો જ આગેવાન હશે.
શું પૃથ્વી આ ઘટના પછી પૃથ્વી 'સિક્કાવાળાની ટોળી' સુધી પહોંચી શકશે??? જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ....
ક્રમશઃ.....