ગુમરાહ - ભાગ 38 Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુમરાહ - ભાગ 38

ગતાંકથી...

આમ બંને બાજુની દલીલોના વિચાર પૃથ્વી એ કરી જોયા. ઘણીવાર સુધી તે આ વિચારોમાં ખોવાઈ ગયો. એટલામાં ચીમનલાલ તેના વિચારોમાં ભંગ પાડ્યો.

તે ગભરાતો ગભરાતો આવ્યો અને બોલ્યો : "પૃથ્વી, મોટી મુશ્કેલી ઊભી થઈ છે .પ્રેસના તમામ કામદારોએ હડતાલ પાડી છે." પૃથ્વી આ સમાચાર સાંભળીને આભો જ બની ગયો.

હવે આગળ....

પરંતુ પળવારમાં તેને ખ્યાલ આવ્યો કે 'લોક સેવક' પ્રેસના કમૅચારીઓની હડતાળનું મૂળ કારણ લાલચરણ જ હોવો જોઈએ પણ ચીમનલાલ ને બધી હકીકત પૂછ્યા પછી જ લાલચરણ ઉપર શંકા કરવી જોઈએ એમ બીજી ક્ષણે તેણે વિચાર્યું અને ચીમનલાલને પ્રશ્ન કર્યો : "કર્મચારીઓએ શા માટે હડતાલ પાડી છે ?"

"તેમનો હમણાંનો નેતા બાબુલાલ છે. હરેશ ની જગ્યાએ તે આપણા પ્રેસનો ઉપરી કમૅચારી છે. તે કહે છે કે જો શેઠ અમારી મુશ્કેલીઓ દૂર કરવા રાજી હોય અને મને બોલાવે તો હડતાલનું કારણ કહું ."

"એમાં વિચાર શું કરવા જેવું છે. તેને બોલાવીને હું જાણું તો ખરો કે હડતાલ કોઈની ચાલનું પરિણામ છે કે માણસોએ કાંઈ ખાસ મુશ્કેલીઓ ને લીધે પોતે જાતે પાડી છે ?

ચીમનલાલ જઈને બાબુલાલ ને બોલાવી લાવ્યો. બાબુલાલ આવ્યો એટલે પૃથ્વી એ ચીમનલાલના હાથમાં પોતે લખેલા મેટરના પાના મૂકીને કહ્યું : "આ મેટર બરાબર ધ્યાનપૂર્વક વાંચી જાઓ અને તે પ્રગટ કરવું કે નહિ ,તે ઉપર તમારો અભિપ્રાય જણાવો."

ચીમનલાલ તે લખાણ લઈને પોતાની ચેમ્બરમાં ગયો અને બાબુલાલ સાથે પૃથ્વી એ વાત શરૂ કરી.

"બાબુલાલ ,કહો જોઈએ હડતાલ પાડવાનું કારણ શું છે?"

"લાલચરણને અમે આઠ દિવસ પહેલાં નોટિસ આપી હતી કે અમે નોકરી છોડી દઈશું તે મુજબ અમે સૌ નીકળી ગયા છીએ."
"પણ નોટિસ આપવાનું કારણ શું ?"

"એ જ કે ,તેણે અમારા એક યુનિયનના માણસને નોકરીમાંથી દૂર કરીને તેની જગ્યાએ યુનિયન બહારના માણસોને રાખ્યા હતા."

"એટલે તમારું યુનિયન છે શું?"

"હા સાહેબ, આ શહેરના બધા પ્રેસના ઘણા ખરા કર્મચારીઓ એ ભેગા થઈને 'પ્રેસના કર્મચારીઓનો યુનિયન 'અથવા તો અંગ્રેજીમાં' પ્રેસ વર્કર્સ એસોસિએશન' સ્થાપેલું છે. અમારા યુનિયનનો એક નિયમ એવો છે કે યુનિયનના માણસોએ સાથે જ કામ કરવું યુનિયન બહારના આવો સાથે નહીં અમે લાલચરણ ને એ વાત કહી હતી. એમણે અમને દાદ દીધી નહોતી, અમે તેથી આઠ દિવસથી રીતસર નોટિસ આપી હતી અને હવે તે મુજબ આજે નવમા દિવસે કામ ઉપર નથી ચડ્યા."

"પણ તમારો આ નિયમ પ્રેસના માલિકોને નુકસાન કરનારો ગણાય...."

" નહિ સાહેબ, દરેક મુખ્ય પ્રિન્ટરને માથે અમે એવી જવાબદારી નાખેલી છે કે, તેણે આ નિયમથી માલિકને નુકસાનમાં ઉતારવા નહિં .એમ સમજો કે આપે દસ માણસ વધારવા છે તો અમે અમારા યુનિયનના દસ માણસો લાવી આપીએ. કદાચ આપણે પાંચ -છ માણસ કરકસરને કારણે ઓછા કરવા હોય તો તે પણ અમે કબુલ કરીએ. ક્યારેક અમારામાં કોઈ અણઆવડતનો માણસ
હોય અને આપને તેનું કામ પસંદ ન પડે તો વધુ
આવડતું અને હોશિયાર માણસો લાવી આપીએ,
પણ અમારો વાંધો એટલો જ હોય છે કે અમારા યુનિયન સિવાયના બીજા કોઈ અમને ન જોઈએ.
અમારા યુનિયનના માણસોને કાઢી મૂકીને માલિક
મનસ્વીપણે ગમે તેવા નકામાને ગોઠવી દે તો એમાં
અમારા યુનિયન નું સ્વમાન ન ઘવાય છે; અને અમે તે સામે વાંધો લઈએ ."

"આ બાબત માં તમારું એમ કહેવું છે કે મિ. લાલચરણે તમારા યુનિયનના માણસોને જાણી જોઈને કાઢી મૂક્યા અને બીજા માણસોને એડ કર્યા ?"

"હા, સાહેબ. અમે તેને કહેલું કે ,આ માણસોનો કોઈ વાંક હોય તો બતાવો :તેણે કોઈ પણ કારણ બતાવ્યું ન હતું અને 'મારા કામમાં માથું ન મારો.' એવો ઉદ્ધત જવાબ આપીને યુનિયનના માણસોને કાઢી મૂકી બહારના માણસોને જાણી જોઈને દાખલ કર્યા હતા."
હવે પૃથ્વીને ખ્યાલમાં આવી ગયું કે 'લોક સેવક'ના માણસોમાં અસંતોષ ફેલાવીને 'લોક સેવક'નો વિનાશ કરવા માટે જ લાલ ચરણે આ તરકટ અગાઉથી રચી મૂક્યું છે.

તેમણે બાબુલાલને પૂછ્યું : " હરેશ આ બાબતમાં કંઈ જાણતો ન હતો ?"

"સાહેબ એણે તો અમારા તરફથી વાંધો ઉઠાવ્યો હતો."
"હંમેશા માણસોને લાવવા કે કાઢી મુકવાનું કામ તેમના હાથમાં રહેતું કે નહિ?"

"ખરી રીતે જોતા તે કામ તેને હસ્તક હતું ,પણ આ બાબતમાં હરેશનું લાલચરણ આગળ કાંઈ જ ચાલ્યું નહિ એટલે અમે સૌએ નોટિસ આપી હતી."

"સારુ, કેટલા માણસો નવા આવેલા છે ? અને કેટલા જૂનાને છુટા કરેલા છે?"

"નવ નવા છે ,છ જૂનાને રજા આપી દીધી છે."

"એ નવ જણને હું રજા આપી દઉં તો તમે કામ ઉપર ચઢશો ?"

પણ જૂનાઓનું શું ? કાઢી મુકાયેલોમાં ઘણા જુના એવા છે જેણે પંદર -વીસ વર્ષથી આ પ્રેસમાં જ નોકરી કરી છે .સાહેબ ,આપના પપ્પાના વખતના તેઓ હતા. ઘણાએ તો આ બાળક હતા ત્યારે આપને રમાડેલા. એવાઓના પેટ ઉપર પગ મૂકીને આજકાલના કેટલાક અનુભવ વગરના છોકરાઓને લાલચરણે દાખલ કર્યા હતા. એ જૂનાઓનું શું ?

" બાબુલાલ, તમે જાણો છો કે, મિ લાલ ચરણને આપણે રજા આપી દીધી છે .તેની સામે હવે તમારે વાંધો રાખવો ન જોઈએ. તમને જે ન્યાય જોઈતો હશે તે હું આપીશ. જાઓ, તમારા મિત્રોને જઈને કહો કે જુના છ એ છ ને હું ફરીથી દાખલ કરીશ અને નવા નવ ને રજા આપવામાં આવશે .આ પછી તો તમે કામ પર ચઢશો ને ?"

"હું એ માણસોને પૂછી લઉં."

એમ નહિ બાબુલાલ. તમે મને 'હા' કહેતા જાઓ. તમારી મુશ્કેલીઓ હું દૂર કરું છું, પછી તમને શું વાંધો છે ?"

"સાહેબ, હું એકદમ હા શી રીતે પાડી શકું ? આપની દિલદારી માટે હું પોતે તો જરૂર આપનો આભારી છું ,પણ હડતાળ પર તો સૌ ચઢ્યા તેમાં સૌનો નિર્ણય થાય તેને મારે વળગી રહેવું જોઈએ. તેઓ 'હા 'પાડશે તો હું 'હા' કહી જઈશ."

પૃથ્વીને આ સાંભળીને એક નવો વિચાર આવ્યો. તેણે કહ્યું : " હું તમને હડતાળ પર બેઠા છો ત્યાં આવીને ખાતરી આપું તો ?

તરત જ ઉત્સાહથી બાબુલાલે કહ્યું : " તો તેઓ જરૂર કામ ઉપર ચડી જશે એવી મને ખાતરી છે."

"ત્યારે ક્યારના મને એમ શા માટે કહેતા નથી ? ચાલો માણસોને ભેગા કરો ,હું આવું છું."

બાબુલાલ પૃથ્વીની ઓફિસમાંથી બહાર નીકળ્યો અને તે પછી થોડી વારે તરત જ પૃથ્વી કંપોઝ વિભાગના માણસો પાસે ગયો. કામદારો ત્યાં ટોળે મળીને એકઠા થયા હતા.
પૃથ્વી તેઓની વચ્ચે ગયો અને કહેવા લાગ્યો તમારા 'ફોરમેન '-આગેવાન -તરફથી મેં તમારી મુશ્કેલીઓની વાત જાણી છે. તે મને કહે છે કે અમુક જૂના માણસોને મિ.લાલ ચરણે છૂટા કર્યા છે તે માણસો તમારા યુનિયનના માણસો હતા, એ કાઢી મુકાયેલ મુકાયેલાઓની જગ્યાએ તમારા યુનિયન બહારના માણસોને તમારી વિરુદ્ધ છતાં મિ. લાલચરણે રોક્યા હતા. તમે મિ. લાલચરણ ને તે ઉપરથી નોટિસ છેવટની ચેતવણી -આપી હતી કે, આઠ દિવસ પછી તમે નોકરી પર નહીં ચડો. મિ.લાલચરણે એ જ વખતે તમારી માંગણીઓ પર ધ્યાન આપવું જોઈતું હતું. મિ. લાલ ચરણને આપણા પ્રેસમાંથી રજા આપવામાં આવેલી છે, એ તમે જાણો છો .અહીંથી નીકળીને તેઓ આપણા હરીફ 'લોકસત્તા' પ્રેસમાં જોડાયા છે, એ પણ તમારાથી અજાણ્યું નહિ હોય .આ પેપર ચલાવવાની સઘળી જવાબદારી હવે મારા ઉપર આવી પડી છે .એક જુનો માણસ મને બેવફા નીવડીને મારા હરીફ ન્યુઝ પેપરની ઓફિસમાં જોડાઈ મારુ બગાડવાની પ્રતિજ્ઞા લઈ બેઠો છે, તે વખતે તમે મારા મરહૂમ માનવવંતા પપ્પાના વખતના જૂના માણસો મારી સાથે રહો, એમ હું ખાસ ઈચ્છું છું .વર્ષોથી જેવો મારા પપ્પાને હયાતીમાં હતા ,તેઓને હું કાઢી મૂકવાની ધૃષ્ટતા ન જ કરી શકું .તેઓના દિલ દુભાવી ન જ શકું આ ન્યુઝ પેપર ને એક મહાન દૈનિક બનાવવાની આશાઓની ઈમારત મારા પપ્પાએ ચણી હતી હું એ મારા તોડી ફોડી નાખવા માંગતો નથી અને તમે પણ તેમ ન કરો, એવી આશા રાખુ હું રાખું તો તેમાં હું છેતરાયો નથી. ભાઈઓ, આજે હું જાહેર કરું છું કે જે ધારાધોરણસર મારા પૂજ્ય પપ્પા વર્તતા હતા તે જ ધારાધોરણે હું વર્તીશ ;એ મારો નિશ્ચય છે .તમારી જે મુશ્કેલીઓ છે, તે તમામ દૂર કરવામાં આવશે .જે જૂના છ માણસોને કાઢી મૂકવામાં આવ્યા છે તેઓને ફરી દાખલ કરવામાં આવે છે. તેમજ કોને રાખવા અને કોને કાઢી મુકવા એની સર્વ જવાબદારી તમારા ફોરમેન -આગેવાન ઉપર -રહેશે .મિત્રો,જેમ મારા માનવંતા પપ્પાના વખતમાં તમે તેમને મદદ કરતા તેમ મને પણ મદદ કરશો. એમ જ સમજશો કે તેઓ હજી જીવિત છે .તેમનો આત્મા તમારા કામથી પ્રસન્ન થાય એમ વર્તશો .બસ, મારે એટલું જ કહેવાનું છે , મને આશા છે કે, ત
તમને સંતોષ થશે. હું મારી ઓફિસમાં જાઉં છું. પાંચ મિનિટની અંદર તમારો નિર્ણય મને જણાવજો."

આખરે કર્મચારીઓનું યુનિયન શું નિર્ણય લેશે??? તે જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ......

ક્રમશઃ.....