ગુમરાહ - ભાગ 37 Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુમરાહ - ભાગ 37

ગતાંકથી...
પણ એ વાક્ય તે પૂરું કરે એટલામાં તો પૃથ્વી તેને ખુરશીમાંથી છલાંગ મારીને ઉઠ્યો અને તે પડદો તેણે એકદમ ઝડપથી ખેંચી લીધો.

ઇન્સ્પેક્ટર એક બાજુ હટી ગયો અને આશ્ચર્ય સાથે તેણે જોયું કે એક માણસ તે પડદા પાછળ છુપાઈને ઉભો હતો !તે માણસનો કાંડુ પકડીને પૃથ્વીએ એને પ્રશ્ન કર્યો : "બદમાશ, તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? અહીં શું કરતો હતો ?

હવે આગળ....

તે એક યુવાન માણસ હતો, અને ઘઉંવણોૅ હતો તેને મેલાં ઘેલાં કપડાં પહેરેલા હતા. પૃથ્વીએ તેને પ્રશ્ન પૂછ્યા એટલે તેનો ફિક્કુ પડી ગયું. દયામણો દેખાવ કરી પોતાના મોંમાંથી જીભ બહાર કાઢી એક હાથની આંગળી તે તરફ લઈ જઈ નકાર સૂચક ઈશારો તે કરવા લાગ્યો.

ઇન્સ્પેક્ટર તેનો હેતુ તરત જ સમજી ગયો. તેણે કહ્યું : "આ માણસ જણાવે છે કે તે મૂંગો છે. પણ કાંઈ વાંધો નહિ તેને લખતા કંઈ આવડે છે કે નહિ તે આપણે તપાસીએ. તે તારા પ્રેસનો માણસ નથી?"

નહિં હું તેને મુદ્દલે ઓળખતો નથી. તમે પડદા આગળ ઉભા રહ્યા ત્યારે મારી નજર તમારા તરફ હતી .ત્યારે મેં પડદા નીચે તેના બંને બુટ વાળા પગ જોયા. એટલે એકદમ આપને કશું જ કહી આવી ને અમે પડદો ખેંચી લીધો અને તેને પકડ્યો."

"વેલ ડન માય યંગ ફ્રેન્ડ ?"ઇન્સ્પેક્ટર એ કહ્યું : "ચાલ હવે તેને અહીં ટેબલ આગળ લાવ."

પકડાયેલા માણસને પૃથ્વીના ટેબલ આગળ લઈ જવામાં આવ્યો . ઇન્સ્પેક્ટરે કાગળ અને પેન બતાવી તે મુંગા માણસને ઇશારા થી પૂછ્યું કે :" તું લખી જાણે છે ?"તેણે ડોક નમાવીને હા પાડી.

તરત જ ઇન્સ્પેક્ટર એ કાગળ પર પ્રશ્ન લખ્યા : " તારું નામ શું ? તારા પપ્પાનું નામ શું ?"

તે માણસે બોલપેન થી ધ્રુજતા હાથે નીચે મુજબ લખ્યું :
"મારું નામ મનોજ અને મારા પપ્પાનું નામ ડાહ્યાભાઈ."

તે માણસે આટલા અક્ષરો લખ્યા એટલા માટે પૃથ્વી અને બોલ્યો : "સાહેબ આ અક્ષર જોઈને મારા આશ્ચર્યનો પાર રહેતો નથી."

"કેમ, આ અક્ષરોમાં વળી અચરજ થવા જેવું છે શું ?"

"ભેદી , રહસ્યમય ચકરડાં જે પરબીડિયામાં આવે છે તે આ જ અક્ષરોથી લખાયેલા પરબીડિયા હોય છે !"

"એમ?!" ઇન્સ્પેક્ટરે પણ હવે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું. પૃથ્વીને શાલીની ઉપર હમણાં જ મોકલાયેલું 'કવર' યાદ આવ્યું. તે તેના ખિસ્સામાં હતું .તે 'કવર' બહાર કાઢવાનો તેને વિચાર આવ્યો; પણ તે એકદમ અટકી ગયો. એ હકીકત ઇન્સ્પેક્ટરને હજી જાહેર કરવાનો સમય આવ્યો નથી એવો નિર્ણય કરીને તેણે ઇન્સ્પેક્ટરને કહ્યું : "એ ક્યાંથી આવ્યો એ પૂછો ?"

ઇન્સ્પેક્ટરે પ્રશ્ન લખ્યો :" તું ક્યાંથી આવ્યો છે ?"

તે મૂંગા એ જવાબ લખ્યો : "હું 'લોક સત્તા'માં પ્રેસમાં પ્રિન્ટિંગ નાં બીબા ગોઠવવાના કામ કરું છું."
પૃથ્વી હવે ઉતાવળો થતો કૂદકો મારી બોલ્યો : "જુઓ સાહેબ, હવે બદમાશ પકડાયા ! જેમના પર મને શંકા છે ,તેવો જ આ કારસ્તાનના સૂત્રધારો છે."

"શાંત.ભાઈ ,શાંત ઉતાવળો ન થા. આપણે બધું શોધી કાઢીશું ."એમ કહીને ઇન્સ્પેક્ટર એ કાગળ પર વધુ પ્રશ્નો લખવા માંડ્યા અને તે મુંગાએ બીજા કાગળ પર તેના જવાબ લખવા માંડ્યા. આ સવાલ જવાબો ઉપરથી ઇન્સ્પેક્ટરે નીચેની હકીકતો તારવી કાઢી :-

પકડાયેલા માણસનું નામ મનોજ છે. તેના પપ્પાનું નામ ડાહ્યાભાઈ છે. અને 'લોક સત્તા 'ન્યુઝ પેપર માં પ્રિન્ટિંગ પ્રેસના બીબાં ગોઠવનાર તરીકે નોકરી કરે છે .તે 'લોક સેવક'ની ઓફિસમાં લાલ ચરણના કહેવાથી આવ્યો હતો. અને તેને એક ચાવી આપીને લાલચરણે તેના ટેબલના ખાનામાંથી લોક સેવકના હિસાબના ચોપડાઓ લાવવાનું કામ સોપ્યું હતું. ચોરી છુપી થી તે ઓફિસની પાછલી બારી એથી અંદર દાખલ થયો હતો. રૂમમાં તે વખતે કોઈ નહોતું. પૃથ્વી આવ્યો એટલે મનોજ પડદા પાછળ છુપાઈ ગયો એ પછી ઇન્સ્પેક્ટર ખાન આવતા તેને કંઈ તક મળી નહિ .ઇન્સ્પેક્ટર જતો હતો તે વખતે તે પકડાયો.

પણ ઉપરની બધી હકીકતમાં ભેદી રહસ્યમય ચક્કરોને લગતી હકીકત મળી આવી નહિ એટલે પૃથ્વીએ ઇન્સ્પેક્ટરને કહ્યું : "તમે ફક્ત દસ જ મિનિટ આ માણસને અહીં પકડી રાખો ,એટલામાં મારા ઘરે જઈને હું પહેલા પરબીડિયાં લઈ આવું. આ માણસ જ તેનો લખનારો છે, એટલું પણ હાલ તુરંત તે કબુલ કરશે તો બસ છે."
ઇન્સ્પેક્ટરે તેમ કરવા કબુલ કર્યાથી પૃથ્વી તરત જ પોતાના ઘરે ગયો. તેનું ઘર ઓફિસથી બહુ દૂર નહોતું. દસ મિનિટ પણ પૂરી થાય તે પહેલા તે
પરબીડિયાં લઈને પાછો આવ્યો. મનોજને તે બતાવવામાં આવતાં તે આશ્ચર્યથી તેઓની સામે જોઈ રહ્યો. પૃથ્વીએ કાગળ પર પ્રશ્ન લખ્યો અક્ષર તારા છે ?"જવાબ લખાયો : "હા."
"તે તે ક્યારે લખ્યાં હતાં ?"
પૃથ્વીએ તે ઉપરનાં સરનામાં તપાસ્યાં અને પછી જવાબ લખ્યો : "જુદાજુદા સમયે લાલ ચરણે તે મારી પાસે લખાવ્યાં હતાં ."

"સાહેબ ખુની લાલ ચરણ જ..."

"ચુપ ,અધીરો ના થા. ન ઉતાવળિયા માણસ, અહીં બધું ભરડી દેવાની જરૂર નથી .આ માણસને હું મારી સાથે પોલીસ ચોકીએ લઈ જાઉં છું. ત્યારે ફક્ત તેના ઉપર ચોરી કરવાના ઈરાદે, ઘરમાં પ્રવેશ કરવાનો આરોપ લગાડીને હું તેને લઈ જાઉં છું. પછી બધું જોયું જશે .એક બીજી વાત તને એ પણ કહેવાની કે તું જે જાણે છે તેમાં આખરે સફળ થવું હોય તો તારા ન્યુઝ પેપરમાં એમાંનો એક પણ અક્ષર ન છાપીશ. શું સમજ્યો ? એક પણ અક્ષર નહિ...."

ઇન્સ્પેક્ટર મનોજને હાથ કડી પહેરાવી દીધી .તે હાથ જોડવા લાગ્યો ટોપી ઉતારી ઇન્સ્પેક્ટરના પગ પર હાથ મૂકવા લાગ્યો. તેની આંખમાં પણ આંસુ દેખાયા.
ઇન્સ્પેક્ટરે એક કાગળ પર લખ્યું : "તું જેટલું જાણતો હોય તે બધું જો તું સાચે સાચું કહી દઈશ તો અમે તારા પર રહેમ રાખીશું. માટે પોલીસ ચોકીએ આવ્યા પછી બધી હકીકતો લખી આપજે. તારે જરાપણ ગભરાવાની જરૂર નથી."

મનોજને આ કાગળ વંચાવ્યું અને તેથી તેને કંઈક આશ્વાસન મળેલું જણાયું .ઇન્સ્પેક્ટર
ની સલાહ ઉપર તે વિચાર કરવા લાગ્યો. આ ટોળીનો મળતીઓ, આ ખૂની ચક્કરો મોકલી ખૂન કરનારો અને પૃથ્વીનું સર્વ પ્રકારનું સત્યનાશ વાળવા ઇચ્છનારો લાલચરણ જ છે .તેની સાબિતી હવે ધીરે ધીરે બરાબર ખુલ્લી પડતી જાય છે. ન્યુઝ પેપરમાં તે પ્રગટ કરવી કે નહિ પ્રગટ થવાથી તો તે ચેતી જવાનો અને સાવચેતીના પગલાઓ શોધી લેવાનો .અને પ્રગટ ન કરીએ તો ધીરે ધીરે બધું શોધી શકાય તથા તેને એમ જ ખ્યાલ રહે કે મારી વાતો કોઈ જાણતું નથી .પણ પ્રગટ કરવાથી 'લોક સેવક'ની હજારો નકલો જાહેર પ્રજામાં વેચાઈ જશે. આ તાત્કાલિક લાભ છે. આમ છતાં પણ જો ચૂપ રહેવામાં વળી આગળ જતાં વધુ લાભ અને કદાચ કાયમનો લાભ મળશે ‌તે એ કે 'લોક સત્તા 'અને લાલ ચરણનો નાશ થશે અને 'લોક સેવક' આખરે એકલું મોટું દૈનિક બનશે .
શું કરવું ?લખાણ પ્રગટ કરવું કે ન કરવું?

આમ બંને બાજુની દલીલોના વિચાર પૃથ્વી એ કરી જોયા. ઘણીવાર સુધી તે આ વિચારોમાં ખોવાઈ ગયો. એટલામાં ચીમનલાલ તેના વિચારોમાં ભંગ પાડ્યો.

તે ગભરાતો ગભરાતો આવ્યો અને બોલ્યો : "પૃથ્વી, મોટી મુશ્કેલી ઊભી થઈ છે .પ્રેસના તમામ કામદારોએ હડતાલ પાડી છે." પૃથ્વી આ સમાચાર સાંભળીને આભો જ બની ગયો.

હવે આવનારી નવી મુશ્કેલીઓનો સામનો પૃથ્વી કેવી રીતે કરશે ????..
તે જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ ....
ક્રમશઃ...