સંવત 1150ના ગ્રીષ્મની સંધ્યા અંધકારમાં લય પામતી હતી. સાતમઆઠમનો અડધો ચંદ્ર ધીમે ધીમે તેજસ્વી થતો જતો હતો. પાટણ જવાનો રસ્તો આ વખતે શૂન્ય અને ભયંકર લાગતો. આસપાસના ઝાડોની ઘટા સમસમાટ કરતી. દૂર બોલતાં કોલાંઓની ભયંકર ચિસો કોઈ કોઈ વખત ભયાનક રીતે આ શાંતિનો નાશ કરતી હતી. આવા નિર્જન રસ્તા પર લૂંટારો અને બહારવટિયાના ત્રાસની દરકાર કર્યા વિના બે ઘોડે સવાર ઝપાટાબંધ પાટણ તરફ જતા હતા. સહુથી આગળ દોડતા ઘોડા પર બેઠેલો સવાર પ્રચંડ અને તેજસ્વી લાગતો. તેની મોટી, તેજસ્વી આંખો અંધારામાં ન દેખાતા પાટણના કોટ તરફ ફરી રહી હતી.,અને આટલી ઝડપ પણ પૂરતી ન હોય તેમ અવારનવાર પોતાના પાણીપંથા ઘોડાને એડ મારી ઉતાવળથી દોડવાનું સૂચવતો હતો. તેનો પહેરવેશ તે વખતના સામાન્ય રાજપૂત યોદ્ધા જેવો હતો. તેની નાની કાળી ભમર જેવી દાઢીની અણીઓ કાનને વીંટી દેવામાં આવી હતી.
Full Novel
પાટણની પ્રભુતા - ભાગ 1
(સોલંકી કર્ણદેવ અને જયદેવના સમયના ગુજરાતની ઐતિહાસિક નવલકથા) કનૈયાલાલ માણેકલાલ મુનશી 1. ભૂત ! સંવત 1150ના ગ્રીષ્મની સંધ્યા અંધકારમાં પામતી હતી. સાતમઆઠમનો અડધો ચંદ્ર ધીમે ધીમે તેજસ્વી થતો જતો હતો. પાટણ જવાનો રસ્તો આ વખતે શૂન્ય અને ભયંકર લાગતો. આસપાસના ઝાડોની ઘટા સમસમાટ કરતી. દૂર બોલતાં કોલાંઓની ભયંકર ચિસો કોઈ કોઈ વખત ભયાનક રીતે આ શાંતિનો નાશ કરતી હતી. આવા નિર્જન રસ્તા પર લૂંટારો અને બહારવટિયાના ત્રાસની દરકાર કર્યા વિના બે ઘોડે સવાર ઝપાટાબંધ પાટણ તરફ જતા હતા. સહુથી આગળ દોડતા ઘોડા પર બેઠેલો સવાર પ્રચંડ અને તેજસ્વી લાગતો. તેની મોટી, તેજસ્વી આંખો અંધારામાં ન દેખાતા પાટણના કોટ તરફ ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 2
2. ભવિષ્યવાણી રાજપૂત સવાર રાજગઢને પાછલે બારણે નોકરોને જવાઆવવાની બારી આગળ ગયો. અને તે ધીમેથી ઠોકી. થોડી વારે એક બારી ખોલી : 'કોણ ભીમો?' સવારે જરા હસતા કહ્યું: 'ના જરા સમર્થન ચોપરદારને બોલાવશો?' બૈરી શરમાઈ ગઈ, અને નીચું ઘાલી ચાલતી થઈ. સવારે થોડીવાર સુધી વાટ જોઈ. આખરે થાકી એક બાજુ પર કડું હતું ત્યાં ઘોડો બાંધ્યો, અને બારી કૂદી તે અંદર આવ્યો. રાજમહેલના ખૂણેખૂણેથી પરિચિત હોય તેમ તે ડાબી બાજુએ નોકરોને રહેવાની ઓરડીઓ તરફ ગયો, અને એક ઓરડીનું બહારનું ઠોક્યું. 'કોણ છે અત્યારે?' કહી એક ઘરડા માણસે બારણું ઉઘાડયું. સવારને જોયો અને આશ્ચર્યચકિત થઈ રહ્યો. 'કોણ?' 'હું. છાનો રહે, ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 3
૩. મુંજાલ આનંદસૂરિ છજાને બીજે છેડે પહોંચ્યો. તે તેના મનમાં મલકાતો હતો. ગુરુદેવની રજા લઈ ચંદ્રાવતીથી તે પાટણ આવ્યો તેને આશા નહોતી કે, આવા શુભ શુકનમાં તે આવશે. 'પ્રભુ ! મહારાજ !' એક સ્ત્રીનો સાદ આવ્યો. જતિ વિચારમાંથી જાગ્યો. 'કોણ, રેણુકા ?' 'જી હા; પધારો. મેં મંત્રીને તમારો કાગળ આપ્યો અને તે આપને બોલાવે છે.' 'ક્યાં છે ‘ ‘ચાલો મારી જોડે,' કહી રેણુકા જતિને ત્યાંથી લઈ ગઈ. જતિને જરા ક્ષોભ થયો. મુંજાલ – ગુજરાતના મહામંત્રીની ખ્યાતિ કોણ જાણતું નહોતું ? તેના નામની હૂંડીઓ બગદાદ અને વેનિસમાં સ્વીકારાતી. તેની શક્તિની સાક્ષી ધ્રૂજતા સામંતો અને મંડલેશ્વરી પૂરતા. માલવરાજ તેને હાથ કરવા ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 4
૪. માલવરાજની ખરીદી બાપનો ઘોડો અદૃશ્ય થયો, એટલે ત્રિભુવને પણ તેની આજ્ઞા વિસારે પાડી, તે જ રસ્તે જવા માંડયું, મન પ્રફુલ્લિત હતું, કારણ કે બાપની પીડાઓથી તે અજાણ હતો. તેને મન પાટણ એ મૂર્તિમંત સુખના સ્વપ્ન જેવું હતું, પણ કમનસીબે અહીંયાં ઝાઝી વાર તેનાથી રહેવાનું નહિ, તે ધીમે ધીમે રાજગઢ તરફ ગયો. અને તેની બીજી જ બાજુએ વળ્યો. આખરે એક ખૂણે, એકાંત ગોખની નીચે ઘોડો ઊભો રાખ્યો. તેના પરથી ઊતર્યો. ભોંય પરથી કાંકરો લીધો અને ગોખમાં થઈ અંદર દીધેલી બારી પર માર્યો. થોડી વારે બીજો કાંકરો માર્યો, પછી બે-ચાર સામટા લઈ માર્યા. તેના જવાબમાં ધીમે રહી બારીનું બારણું ઊઘડ્યું ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 5
૫. મીનળદેવી મુંજાલ આનંદસૂરિને મૂકી રાણીના ઓરડામાં પેઠો, ત્યારે તેની ચાલ અને સ્વરૂપ કાંઈક બદલાયાં. તેનો મગરૂર, સત્તાદર્શક દેખાવ નમ્ર અને સ્નેહભીનો થયો. 'દેવી ? ક્યાં છો?' 'કોણ મહેતા ? અહીંયાં છું.' અંદરની ઓરડીમાંથી અવાજ આવ્યો. નાની ઓરડીમાં એક ત્રીસેક વર્ષની સ્ત્રી પાટ પર બેઠી બેઠી માળા ફેરવતી હતી. તેની આંખો જરા લાલ અને વદન મ્લાન લાગતાં. મુંજાલ સામા ઉંમરા પર બેઠો. સ્ત્રીએ માળા ઊંચી મૂકી, અને નાનાં પણ તેજસ્વી નયનો મંત્રી પર ઠેરવ્યાં તેનું રૂપ સાદું અને રંગ શ્યામ હતો. 'મુંજાલ ! શી નવાજૂની છે ? નવાજૂનીમાં તો વાદળાં ઘેરાય છે.' 'કેમ ' 'દેવપ્રસાદ અહીંયાં આવ્યો છે,' મુંજાલે ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 6
૬. ધર્મ અને સામ્રાજ્ય આનંદસૂરિએ પ્રણામ કર્યા; મીનળે સામો જવાબ વાળ્યો. 'દેવી ! આ સૌભાગ્યભાઈએ મોકલેલા મહાત્મા. હવે હું જોઈ આવું કે અન્નદાતાની તબિયત કેમ છે ?' ‘હા, જા. હું હમણાં આવું છું.' 'દેવી !' આનંદસૂરિએ કહ્યું, આજ મારાં અહોભાગ્ય છે. હું દેશદેશ રખડ્યો, પણ આપને જોવાની ઈચ્છા હૃદયમાં હંમેશ હતી. આજે હું કૃતાર્થ થયો.' ‘આપનું નામ ?' ‘આનંદસૂરિ.' 'આપ અહીંયાં કેમ આવ્યા છો ? કાંઈ ખાસ કામ છે ?' 'મહારાણી ! ખરું કહું ?' જતિની આંખમાં જુદું તેજ આવ્યું. મુંજાલની હાજરીમાં જે ક્ષોભ હતો, તે ચાલ્યો ગયો. ધીમે ધીમે તેનો પ્રભાવ દેખાવા લાગ્યો. 'મારું જીવન મેં જિન પ્રભુજીને ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 7
૭. કર્ણદેવ આ બધો વખત બિચારો મંડલેશ્વર વાચસ્પતિની રાહ જોતો છજામાં આઃટા મારતો હતો. પહેલાં તેણે વાચસ્પતિને ગાળો દીધી, લીલા વૈદને, પછી મુંજાલને, પછી મીનળદેવીને પછી પોતાના ભાગ્યને; છતાં કોઈ આવ્યું નહિ. આખરે બગાસું આવ્યું. એટલે તે ભોંય પર બેસી ગયો. તરત તેને એક ઝોકું આવ્યું, અને તે ઊંઘી ગયો. ઊંઘમાં તેને અનેક સ્વપ્નાં આવ્યાં. એક સુંદર મુખ હંમેશાં તેમાં દેખાયા કરતું. મંડલેશ્વર વધારે નિરાશ અને ચિંતાતુર થયો. ઊંઘમાં પણ જાણે છાતી બેસી ગઈ હોય એમ તેને લાગ્યું. આમ કેટલીક ઘડીઓ વહી ગઈ, મધ્યરાત્રિ વીતી, પરોઢિયું ફાટવાનો વખત પાસે આવ્યો; રાતના અંધકારમાં ન સમજાય એવો મીઠો, આછો પ્રકાશ ભળવા ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 8
૮. બાપ અને દીકરો દેવપ્રસાદ ભારે હૈયે ઘેર આવ્યો. તે ઘડીભર રાજ્યખટપટ ભૂલી ગયો. તેના મગજમાં ત્રણ જ શબ્દો કર્યા: હંસા જીવે છે. ઊંડો વિચાર કરવાની શક્તિ તેનામાં ઝાઝી હતી નહિ, છતાં અત્યારે તો પૂરેપૂરી જ મારી ગઈ હતી. અત્યારે શું કરવું તે તેને સૂઝ્યું નહિ. તેના મનમાં અનેક વિચારો થયા. કાંઈ કાંઈ જૂની આશાઓ અને સંકલ્પો ફરી પ્રકટ્યા. પહેલાં તો પોતાની આંખને અને રાજાના શબ્દોને માનવા કે નહિ, તેનો વિચાર આવ્યો. એક રીતે રાજ્યખટપટની અણીને પ્રસંગે હંસાના હૃદયભેદક વિચારોએ તેની હિંમત ઓછી કરી; અને બુદ્ધિની તીક્ષ્ણતા કાંઈક બુઠ્ઠી થઈ. એ પાટણમાં ખાનગી રીતે આવ્યા હતો, એટલે તે છાનોમાનો ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 9
૯. મામો અને ભાણેજ- મામાને મળવા જતાં ત્રિભુવન ગભરાયો. તેણે આખી જિંદગીભર તેને દુશ્મન ગણ્યો હતો. કોઈ દિવસ એક પણ તેની સાથે બોલ્યો નહોતો અને તેની ખ્યાતિ મોટા મોટા મુત્સદ્દીને પણ ધ્રુજાવે એવી હતી. છતાં છોકરાનો નિશ્ચય દંઢ હતો. પોતાની મા પર ગુજારેલા જુલમની વાતથી તેનું હ્રદય ઘવાયું હતું. જુલમગારોને યોગ્ય શિક્ષા કરવા તેનો હાથ તલસી રહ્યો; પણ તેના બાપ કરતાં તેનામાં દુનિયાનું જ્ઞાન વધારે હતું. જાણી જોઈને પોતે બધી વાતથી અજાણ જ છે, એમ તેણે મંડલેશ્વ૨ને દેખાડ્યું હતું; પણ સામળ બારોટ તેમ જ બીજા માણસો પાસેથી તેણે ઘણી વાતો સાંભળી હતી, અને તેના પર પોતાના અભિપ્રાય બાંધ્યા હતા. ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 10
૧૦. કર્ણદેવનું મરણ ત્રિભુવન જ્યાં કર્ણદેવને ભોંયે નાખ્યા હતા ત્યાં ગયો. આખા ગઢમાંથી બધા ત્યાં દોડી આવ્યા હતા; અને પળે બહારથી માણસોનાં ટોળાં પર ટોળાં ત્યાં આવતાં હતાં. રડારોળ શરૂ થઈ ગઈ હતી. આજે કેટલા દિવસ થયા સામાન્ય લોકોને લાગતું હતું, કે કાંઈ ભયંકર પીડા પાટણને માથે આવી પડવાની છે. કર્ણદેવના મૃત્યુએ તે પીડાના ગણેશ બેસાડ્યા. બને એટલા લોકો રાજગઢમાં આવ્યા. બાકીના બહાર ચોરે ઊભા. ત્યાં નહિ માયા તે ચકલે ઊભા; અને સર્વ જુદી જુદી વાતો કરવા લાગ્યા. રાણી કેવાં દેખાય છે ? મુંજાલના મોઢા પર શા ભાવો છે ? દેવપ્રસાદ પાટણ આવ્યો છે કે નહિ ? એવા અનેક ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 11
૧૧. ઉઠમણું પરોઢિયું થતાં રાગઢના ચોરા પર લોકોની ઠઠ જામવા લાગી. થોડે દૂર ચકલામાં ગામનાં બૈરાંઓનો સમૂહ ભેગો થયો તેણે આનંદ શરૂ કર્યું. અસલના રાજાઓ આખા ગામના પિતા ગણાતા, અને પ્રજા પણ પુત્ર જેવો ભાવ રાખતી. રાજગઢના મોટા ચોગાનમાં બધા લોકો ઊભા રહ્યા; ગરાસિયાઓ અને સામંતો, મંડલેશ્વરો અને શાહુકારો સર્વે આજુબાજુ ઓટલા પર બેઠા. થોડી વારે દેવપ્રસાદ આવ્યો અને બારણા આગળ બેઠો. પછી મુંજાલ આવ્યો. સૂર્યોદયની તૈયારી થતાં જયદેવકુમાર, આનંદસૂરિ, શાંતિચંદ્ર અને રાજગોર આવ્યા, અને બધા લોકો જલદર્શન કરવા નીકળ્યા. કાંતિમાન કુમાર, જાતિ અને રાજગોર જોડે પહેલાં ચાલતો. પછી બે જણા ચાલતા : સિંહના ભયંકર સીનામાં દીપતો દેવપ્રસાદ, અને ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 12
૧૨. સાળો અને બનેવી હિંમતવાન શિકારી પ્રાણીઓને શરતમાં ઉતારતાં તેઓને ખરું પાણી આવે છે. પહેલાં શાંત, નરમ દેખાય છે, જ્યાં રસાકસીમાં તે ઊતરે કે તે બદલાઈ જાય છે. આંખોમાંથી તણખા ખરે છે, નસકોરાં ફાટે છે અને ગમે તે બહાને જીતવા તરફ જ તેની નજર ચોંટે છે. મીનળદેવીમાં આવાં પ્રાણીઓનો સ્વભાવ હતો, શરત શરૂ થઈ હતી. હિંમતથી મુંજાલની અને મંડલેશ્વરની સાથે તે બાથાબાથીમાં ઊતરી હતી. કેટલાં વર્ષો થયાં દબાવી રાખેલી શક્તિઓ બહાર કાઢી, તેણે રાજ્યની લગામ હાથમાં લીધી અને રાજગઢના પહેરાવાળાથી માંડીને તે મેરળના લશ્કર સુધી બધે પોતાનું ધ્યાન આપવા લાગી. અનુભવી મુંજાલની મદદ વગર તેણે અને જતિ બે જણે ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 13
૧૩. બાજી બદલાઈ મીનળદેવીએ મુંજાલની શિખામણ દૂર કરી જતિએ દેખાડેલો રસ્તો લીધો, તેનાં ઘણાં કારણો હતાં. એક તો મીનળ જોઈ જોઈ થાકી ગઈ હતી. તેને ભાન ન હતું, કે રાજ્યસત્તા એકદમ બેસાડવી એ કેટલું મુશ્કેલ હતું. એ ઉપરાંત બીજો હેતુ પણ હતો, કે જે એ પોતાની જાતને પણ સ્પષ્ટ શબ્દોમાં કહેતાં શરમાત. નાનપણથી મુંજાલ માટે તેની ઘણી પ્રીતિ અને માન હતું; છતાં તેની બુદ્ધિ, તેનું મુત્સદ્દીપણું, તેની લોકપ્રિયતા તેને સાલતી. રાજ્યમાં અત્યાર સુધી મીનળ મુંજાલને લીધે હતી; આ પરતંત્રતામાંથી છૂટા થઈ, પોતાની બાહોશી વડે મુંજાલે ન કર્યું, તે થોડા દિવસમાં કરી બતાવી, મુંજાલ પર પોતાની મહત્તા સિદ્ધ કરવી એ ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 14
૧૪ શિકારી અને શિકાર જેણે સાંકળ ઉઘાડી એ ત્રીસેક વર્ષની સ્ત્રી હતી. તેનું સફેદ વસ્ત્ર, તદ્દન ફિક્કો અને સૂકો ગયેલો મોઢાનો રંગ, સ્થિર અને ભાવહીન થઈ ગયેલી મોટી આંખો, તે જાણે શબ હોય એવો ખ્યાલ આપતા; છતાં સફેદ વસ્ત્રના પટોમાં અત્યંત ક્ષીણતાથી થયેલા ખૂણેદાર હાડકામાં શબવત્ ભાવહીનતામાં પણ અદ્ભુત લાલિત્ય દેખાતું. ચાલવામાં આંખોના ઘાટમાં, હાથમાં હાલવામાં કાંઈ આંખને અહલાદે એવી છટા, કાવ્યમયતા લાગતાં. જોનારને એમ થતું, આ માનુષી છબી દૈવી આકાશ તત્વની બનેલી છે; આ જીવંત છે કે પ્રેતલોકમાં ભૂલથી જઈ પાછી ફરેલી દેવાંગના છે? એવો સંશય પેદા થતો; અને ક્ષીણતા અને ભાવહીનતા ન હોય તો આ રમણી કેવીક ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 15
૧૫. તમે કોણ છો ? રાણીએ જે દેખાવ જોયો, તે કેમ બનવા પામ્યો એ જોઈએ ત્રિભુવનપાળ મોંઢેરી દરવાજાના રસ્તા પોતાના રસાલા સાથે મંડલેશ્વરની વાટ જોતો ઊભો રહ્યો. શા માટે તે રાજગઢ પાછા ગયા, મુંજાલ જોડે શી વાતો કરી, એ જાણવા તેનું મન ઉત્કંઠિત થયું હતું; પણ નાનપણથી જ તેને હુકમ પ્રમાણે અમલ કરવાની ટેવ પડી હતી, એટલે દરવાજા બંધ થયા ત્યાં સુધી તે થોભ્યો. પછી ધીમે ધીમે તે રાજગઢ તરફ જવા લાગ્યો. ચૌટામાં ધમાચકડી થઈ રહી હતી. દુકાનો બંધ કરવી કે કેમ તેનો વેપારીઓ ભેગા મળી વિચાર કરી રહ્યા હતા. કેટલાક મોટેથી રાજ્યની સ્થિતિની વાત કરતા હતા. ત્રિભુવને પોતાના ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 16
૧૬. પ્રસન્નની પીડા 'હંસા !' મીનળદેવીએ કહ્યું : જો, આ આનંદસૂરિજી તારી સાથે અડધે રસ્તે આવશે; પણ તારું વચન હોં. ' 'રાણી ! હંસાને હજુ વચન તોડ્યું નથી; ગભરાશો નહિ મારા કુળનું મારે હાથે જ નિકંદન કરવા હું સરજાયેલી છું.' કહી હંસા આગળ ગઈ. પાછળ આનંદસૂરિ રહ્યો, તેણે સાધુનો વેશ તજી રાજપૂતનો વેશ પહેર્યો હતો. 'જુઓ, જતિજી ! સાંજ પડે પાછા ફરજો, અને ચાંપાનેરી દરવાજા બહાર ઊભા રહેશો તો ચાલશે. હું ત્યાં મળીશ.' 'બેફિકર રહો. હું હમણાં આવ્યો,' જતિએ જવાબ વાળ્યો, અને તે ત્યાંથી ચાલ્યો ગયો. હાર્યો જુગારી બમણું રમે એવી સ્થિતિ રાણીની થઈ હતી. કોઈ પણ રીતે મુંજાલ ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 17
૧૭. રાજગઢમાં રાત રાત પડી. રાજગઢમાં બધું શાંત થઈ ગયું. શહેરમાં બહુ શાંત પ્રસરી ન હતી; કારણ કે ચંદ્રના કોઈક ઓટલે ટોળું વળીને લોકો ગપાટા મારતા હતા. આખા વાતાવરણમાં કાંઈક ભય હોય, એવું બધાને ભાસતું હતું. શાનો ભય હતો, તે કોઈ ઉચ્ચારતું નહિ. પણ બધા ઘરેણાં અને પૈસા ઠેકાણે કરી ઘરમાં હથિયાર હોય તે ઘસવા મંડી ગયા હતા. મધ્યરાત્રિનો સમય થયો, ત્યારે રાજગઢની પાછળ ત્રણ ઊંચા મજબૂત બુકાની બાંધેલા પુરુષો છાનામાના ઊભા હતા. થોડે દૂર ચાર મજબૂત ઘોડાઓ ઝડ સાથે બાંધ્યા હતા. ત્રણે જણ કોઈની વાટ જોતા હોય, તેમ લાગતું હતું. થોડી વારે એક ચોથો માણસ ઘોડા પર બેસી ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 18
૧૮. મો૨૨પાળ પ્રસન્નને આંખ ઉઘાડતાં ઘણી મુશ્કેલી નડી. તેના માથામાં કાંઈ વેદના થતી હોય તેમ લાગ્યું; તેમ જ તે પથારીમાં સૂતી હોય, તેવો ભારા થયો. તેણે આંખો ઉઘાડી, બધું અંધારું દેખાયું; ધીમે ધીમે તેને લાગ્યું કે એક બંધ પાલખીમાં તેને એકલી સુવાડવામાં આવી હતી. તે સમજી ગઈ; મીનળદેવીએ તેને કેફ આપી નિંદ્રાવશ બનાવી, કોઈ ઠેકાણે મોકલી હતી. ક્યાં ? માલવરાજને ત્યાં તો નહિ હોય ? કાન માંડીને સાંભળતાં તેને એમ પણ લાગ્યું કે આસપાસ થોડા ઘોડા ચાલતા હતા. તેણે આડા થઈ પાલખીના પડદા ઊંચકવા પ્રયત્ન કર્યો, પણ ઊંચકનારા જાણી જાય, તેના ડરથી પડી રહી. એટલામાં બધા થોભ્યા; પ્રસન્નની પાલખી ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 19
૧૯. જેનું જે થાય તે ખરું દેવપ્રસાદ ઊઠ્યો ત્યારે તેને એક નાના છોકરાના જેવો ઉત્સાહ અને ખુશાલી આવી. જ્યાં માત્ર ખટપટની વાતો કરવી હતી, જ્યાં સુધી મુંજાલની અસ્પર્શી રાજ્યનીતિ તેની આસપાસ વીંટાતી હતી, ત્યાં સુધી તેને રસ્તો ખુલ્લો દેખાતો નહોતો. પણ હવે રણશિંગાનો નાદ શરૂ થયો હતો. સામે મોઢે લઢવાનો પ્રસંગ આવ્યો હતો; એટલે તે દેવપ્રસાદને ઘણું રુચ્યું. તેના હાથમાં હજારગણું જોર આવ્યું; તેનું દુઃખ, તેના પર વર્તેલો જુલમ, એ બધું તે વીસરી ગયો. તે અંધારામાં ઊઠ્યો; મંડુકેશ્વરના રુદ્રમહાલયમાં તે હતો એટલે પાસે જઈ મહાદેવને બીલ ચઢાવ્યાં, પૂજા કરી અને શસ્ત્ર સજી તૈયાર થયો. સૂર્યોદયને સમયે મુંજાલ જોડે તે ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 20
૨૦. સત્તાનો નશો જતિની બાહોશી હવે પૂર્ણ કળાએ પ્રકટવા માંડી. ચંદ્રાવતીની નવી ફોજની કેટલીક ટુકડીઓ ઠેકાણે ઠેકાણે મળતી ગઈ; રાણીને લાગ્યું, કે હવે તે ખરેખરી સત્તાવાન થઈ. અવારનવાર આનંદસૂરિ, તેણે શી શી ગોઠવણો કરી છે, તે તેને કહેતો. મધુપુરના લશ્કરને થોડીઘણી ખબર પહોંચાડી હતી; નવી ફોજનો થોડોઘણો ભાગ થોડેક દૂર આવીને પડ્યો હતો; અને મુંજાલ પર પણ ચોકી રાખી હતી, માણસો થોડી થોડી વારે તેની ખબર કહી જતા. બ્રાહ્મમુહૂર્ત જતાં પહેલી ટુકડી મળી તેણે તેને બધી ખબર આપી. લશ્કર બધું જતિની વાટ જોતું હતું, અને જેઓ મુંજાલના પક્ષમાં હતા તેઓ પર શબ્દ, પણ છાનો જાપ્તો રાખવામાં આવ્યો હતો. પણ ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 21
૨૧. ઉદો મારવાડી પાટણમાં ઉંદો મારવાડી આખી રાત પોતાના ઘરની બારીએ બેસી રહ્યો. તે ઊંડો વિચાર કરતો હતો : કાલે મોડી રાત્રે તેના ઘરની સામે આવેલા ચાંપાનેરી દરવાજામાંથી એક-બે પાલખીઓ ગઈ. આવા ભયંકર વખતમાં જ્યારે પાટણના દરવાજામાંથી ચલિયું પણ જઈ શકતું નહિ, ત્યારે ત્યાંથી આ કોણ ગયું ?' તેને લાગ્યું કે પાટણના ઇતિહાસમાં એક સોનેરી પળ આવી છે; અને તેનો જો લાભ લેવાય તો પોતાનું ભાગ્ય ઊઘડી જાય. કેટલાંક વર્ષો થયાં તે પોતાનું ભાગ્ય ઊઘડવાની રાહ જોયા કરતો હતો; અને રખેને તે પળ બેદરકારીમાં ચાલી જાય, તેની એને ઘણી ચિંતા હતી. તેને પોતાનામાં અડગ શ્રદ્ધા હતી. સત્તર વર્ષની ઉંમરમાં ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 22
૨૨. ઉદાએ વાત કેવી રીતે જાળવી ! ઉંદો બહાર નીકળ્યો, અને થોડું જતાંમાં રસ્તામાં વસ્તુપાલ શેઠ હાથમાં દુકાનની કૂંચી જતા સામા મળ્યા. વસ્તુપાલ શેઠ જૈન મત નહિ સ્વીકારેલા શેઠિયાઓનો આગેવાન હતો. 'કેમ. શેઠજી ! જય ગોપાળ !' 'કોણ ઉદો ?' 'હા, ક્યાં, મોતીચોકે ચાલ્યા ? આજે દુકાન ખોલવી છે ?' 'ભાઈ ! તે કાંઈ છૂટકો છે ? સઈનો દીકરો જીવે ત્યાં સુધી સીતે,' વસ્તુપાલે જવાબ દીધો. 'પણ, શેઠ ! તમે તો મારા મુરબ્બી છો. ખાનગી રાખો તો એક વાત કહું,' નીચા વળી ઉદાએ કહ્યું. 'શી ?” આજકાલ લોકો એટલા ગભરાયેલા રહેતા હતા, કે વધારે ગભરાટ ક૨વો, એ રમતની વાત ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 23
૨૩. જય સોમનાથ ! ઉદો ત્યાંથી મોતીચોક તરફ વળ્યો, તો ત્યાં ખળભળાટ થઈ રહ્યો જણાયો. બધા વેપારીઓનાં ટોળેટોળાં લાંબાલાંબા કરી વાતો કરી રહ્યાં હતાં. કોઈએ દુકાનો ઉઘાડી નહોતી. કોઈ કહેતું કે “શાંતિચંદ્ર શેઠ મરી ગયા;' કોઈ કહે, ‘મુંજાલનું ખૂન થયું:' કોઈ કહે, ‘મીનળદેવી ભોંયમાં પેસી ગયાં;' પણ બધા કહેતા, કે પાટણમાં રાજા કે રાણી નથી; એટલે દુનિયાનો અંત આવ્યો.' ‘અરે મારા શેઠો !’ એક ધનાઢ્ય શેઠિયો દુકાનના ઓટલા પર ઊભો ઊભો કહી રહ્યો હતો; 'એ તો હું પહેલેથી જાણતો હતો. મેં તમને શું કહ્યું હતું ? ગમે તેવો મુંજાલ મહેતો પણ સુંવાળો, ને આ તો શાન્તુશેઠ ! એ તો ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 24
૨૪. સોલંકીની શોધમાં પાટણના શહેરીઓનું સરઘસ હોકારા કરતું રાજગઢ તરફ ચાલ્યું. શા ચોક્કસ કારણને લીધે આ તોફાન થતું હતું કોઈને માલૂમ નહોતું. પણ મીનળદેવી પાટણ છોડી ચાલી ગઈ છે, અને શાંતિચંદ્ર ચંદ્રાવતીનો માણસ હતો, માટે વિશ્વાસપાત્ર નથી,' એ વાત બધાને ગળે ઊતરી. કેટલાક ભટકતા, કામ વગરના શહેરી મઝાને ખાતર આવ્યા; કેટલાક શું થાય છે, તે જોવા આવ્યા. દરેક એકબીજાને કહેતા કે મીનળદેવી રાત્રે ગઈ; ચંદ્રાવતીનું દળ કોટ બહાર પડ્યું છે; કેટલાક કહેતા કે 'એ બધું તેમણે જાતે જોયું હતું;' કેટલાકને ખાતરી હતી કે ‘ગુજરાતનું પાટનગર હવેથી ચંદ્રાવતી થવાનું છે;' કેટલાકે ભવિષ્ય ભાખ્યું કે જ્યાં સુધી મીનળ છે ત્યાં સુધી ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 25
૨૫. બિચારો દંડનાયક શાંતિચંદ્ર શેઠ ઊઠ્યા, તેવા તેણે મદનપાળની લાશ ઠેકાણે કરવાની ત્રેવડ કરવા માંડી; થોડાઘણા સિપાઈઓને ભેગા કરી સ્મશાને વિદાય કર્યા, અને અંધારામાં અગ્નિદાહ અપાવ્યો ! 'દંડનાયકે પછી રાજગઢની બારી-બારણાંઓ પર સખત ચોકીપહેરો મૂકી, સવારના બેસણાની તૈયારી કરી, કે જેથી કોઈ જાણવા ને નહિ કે મીનળદેવી ગેરહાજર છેઃ --------------- * કર્ણદેવનો મામો યાને ઉદયમતિનો ભાઈ. × પહેલાંના વખતમાં ને હાલમાં પણ ગામડાંમાં ને નદીકિનારેનાં શહેરોમાં સૂર્યોદય થયા બાદ શબને સૂર્યનારાયણની સાક્ષીમાં અગ્નિસંસ્કાર થાય છે. --------- અને બેસવા આવેલી સ્ત્રીઓ જ્યારે વિખેરાઈ ગઈ ત્યારે તેને અડધી નિરાંત વળી. તે વહેલા વહેલા નિત્યકર્મથી પરવારી રહ્યા, ને અધીરા હૃદયને હિંમત આપવા ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 26
૨૬ નિશ્ચય ધીમે ધીમે લીલાનો હાથ ઝાલી ત્રિભુવન પાછો વળ્યો, અને સિંહાસનવાળા ખંડમાં આવ્યો. ત્યાં આવતાં તેની નજર અંદરના બારણા તરફ વળી; ત્યાં એક ચિંતાતુર પણ રમણીય અને પરિચિત મુખારવિંદ તેણે જોયું, અને ચમક્યો; તેણે હોઠ દાબ્યા, મુઠ્ઠી વાળી, અને સખ્ત સીનો ધારણ કર્યો. પ્રસન્ન ઉમળકાથી ઊભરાતી બારણા બહાર આવવા જતી હતી, આતુર નયનો ત્રિભુવન પાસે સ્નેહસ્મિતની આશા રાખતાં હતાં, પણ સામે સખ્ત પથ્થરના જેવી પ્રતિમા જોઈ તે ખેંચાઈ, અને ત્યાંની ત્યાં જ ઊભી. ત્રિભુવન સિંહાસનના સોનેરી બાજઠ આગળ આવ્યો અને નીચે ગાદીતકિયા પર બેઠો; તેનાથી લાંબો વખત ઊભા રહેવાયું નહિ. નાગરિકોનો સમૂહ પહેલાં તો એકદમ અંદર ધસી આવ્યો ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 27
૨૭. ત્રિભુવન અને પ્રસન્ન પ્રસન્નને રાજ્યતંત્ર ઉપરાંત ઘણી વસ્તુઓ ધ્યાનમાં લેવાની હતી. તેનું હૃદય બેચેન હતું. આટલા બધાઓમાં, બારોટનાં ભૂલી, તે ત્રિભુવન તરફ બારણામાંથી જોયા કરતી હતી. જેવા બારોટજી પડ્યા કે તેવી તે પાસે ઊભેલી સ્ત્રીઓમાંથી માત્રા પાસે ગઈ. 'માત્રાબહેન ! તારા બાપને બોલાવ તો.' 'કેમ ! ચૂંક થાય છે, કે કોઈની ચૂંક મટાડવી છે ?' ‘ફાટી કે ? ઊભી રહે, પણ ગણપતિદાદા ક્યાં ગયા ?' જોની જોની, પેલા બારોટજીને ઊંચકી ગયા. તેની સાથે છે.’ 'પણ કામ શું છે ?' 'કપાળ તારું ! જાની બાપ ! મારું તો માથું દુખ્યું.' પ્રસન્ને કહ્યું. ‘ઠીક, હું જ જાઉં. આપ મૂઆ વગર ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 28
૨૮. જતિ કે જમદૂત ? રાણી પાસેથી જ્યારે આનંદસૂરિ છૂટો પડ્યો ત્યારે તેના મગજની સ્થિતિ ઘણા જ વિચિત્ર પ્રકારની આખી રાતનો ઉજાગરો, કેટલા દિવસ થયાં આદરેલી પ્રવૃત્તિ, કેટલાં વર્ષોની મહેનતનો પાસે દેખાતો અંત, એ બધાથી તેનું ચિત્ત ગાંડા જેવું થઈ ગયું હતું. તેને એક જ વસ્તુ નજર આગળ દેખાતી; શ્રાવકોનો ઉદય. પહેલાં તો તેને તે વસ્તુ ઘણી પાસે આવતી દેખાઈ, જૈન રાણી, જૈન દંડનાયક, પોતે સલાહકાર, ચંદ્રાવતીનું લશ્કર હવે ગુજરાતમાં જૈનને માટે બાકી શું રહ્યું ? જાં બધુ સ્થિર-સ્થાવર થાય, કે જૈન મતનો પૈકી આખા ભરતખંડમાં; જન મંદિરો દશે દિશામાં !' પાછળથી બાજી કથળી ગયેલી દેખાઈ, રાણીને ધર્મના ઝનૂન ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 29
૨૯. સરસ્વતી માને શરણે બુમરાણથી, બળતાં લાકડાંના કડાકાભડાકાથી પ્રિયતમાની પાસે પડેલો મંડલેશ્વર જાગ્યો, અને તેણે આસપાસ જોયું. હંસા પણ આંખો ચોળતી હતી. આસપાસ ભડકાનો આભાસ દેખાતો હતો, ગરમી લાગતી હતી, વસ્તુઓ તૂટી પડવાનો ભયંકર અવાજ થતો હતો. હંસાનો હાથ ઝાલી તે એકદમ અગાસીમાં આવ્યો. નીચે જોતાં આસપાસ ભયાનક ભડકાઓ દેખાયા. તેના હૃદયભેદક પ્રતિબિંબો સરસ્વતીના પાણીમાં પડતાં હતાં; વાતાવરણ ગરમાગરમ થઈ રહ્યું હતું. તેણે જોયું અને તે સમજ્યો; ‘હંસા ! મર્યા. કોઈ કાવતરાંબાજે મહાલય ચેતાવ્યો છે.' હંસા ગભરાટમાં શું થાય છે, તે સમજ્યા વગર જોઈ રહી. દેવપ્રસાદ આવી વખતે હિંમત હારે એમ ન હતો; 'હરકત નહિ વહાલી, ગભરાઈશ નહિ. પેલી ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 30
૩૦. સ્વામીની વહારે સવારે મેરળને પાદરે વલ્લભ મંડલેશ્વર દાંત પીસી પોતાના સ્વામી દેવપ્રસાદની રાહ જોતો પડ્યો હતો. વલ્લભ એક મંડલનો મંડલેશ્વર હતો અને નાનપણથી દેવપ્રસાદે તેને પોતાના દીકરાની માફક ઉછેર્યો હતો. વલ્લભ પણ તેને બાપથીયે અધિક ગણતો હતો. તે ગંભીર, થોડાબોલો, સીધો ને હિંમતવાન પોદ્ધો હતો અને કૂતરાની માફક તેને પગલે ચાલવું, તેનો હુકમ માથે ચઢાવવો, તે જ પોતાના જીવનનો પહેલો મંત્ર લેખતો. દેવપ્રસાદના હુકમ પ્રમાણે લશ્કર લઈને તે મેરળ આગળ પડ્યો હતો, અને દરેક પળે તેની વાટ જોતો હતો, જેમ જેમ દિવસ ચડતો ગયો, તેમ તેમ તેનો ચહેરો વધારે ગંભીર થતો ગયો. બપોરે વિશ્વપાલ સામંત રસાલો લઈને મધુપુરથી ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 31
૩૧. ગુરુદેવની આજ્ઞા જ્યારે દેવપ્રસાદે પૂર્વ સરસ્વતીના નીરમાં પડતું મૂક્યું ત્યારે તેને બચવાની ઘણી આશા આવી. મહાલય નદીના તીરની બાજુએ હતો એટલે તરીને ત્યાં જવું, એ રમતની વાત હતી; અને એ તરફના પ્રદેશમાં દરેક ગામડામાં એનાં માણસો હતાં, કે જેઓ એનું નામ સાંભળતાં જીવ આપવા તૈયાર થઈ જાય. ત્યાં જઈ, સ્વસ્થ થઈ, મેરળ તરફ ચાલી નીકળવું, એ એને સહેલું ભાસ્યું. પણ જેવો એ પડ્યો તેવો હંસામાં એકદમ એને ફેરફાર લાગ્યો. ક્યાં તો આટલે ઊંચેથી પડવાની કે શરદીથી હંસા બેભાન થઈ ગઈ, એમ તેને લાગ્યું, અને તેના હાથ મંડલેશ્વરને ગળેથી છૂટી ગયા. હવે મંડલેશ્વરના અપ્રતિમ શરીરબળની કસોટીનો વખત આવ્યો. તેણે ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 32
૩૨. ‘ત્રિભુવનપાળ મહારાજની જય !' વલ્લભ જ્યારે રુદ્રમહાલય આગળ આવ્યો ત્યારે તેના ઘોડેસવારોમાં નિરાશા અને નાસીપાસી પ્રસરેલી જોઈ. મંડલેશ્વરનું ગુજરાતનાં ગામડેગામડામાં જાદુઈ અસર કરતું હતું, અને અત્યારે બે હજાર માણસોનું લશ્કર તેના હુકમથી જ ઊભું થઈ રહ્યું હતું, પણ હવે એ જાદુ જતો રહ્યો. તે વીરને માટે લડવાનું ગયું. તેના બાહુબળનો પ્રતાપ ગયો, તેમનાં હૃદયમાં ઉત્સાહ પ્રેરનાર દેવાંશી ગણાતો મહારથી અદૃશ્ય થયો; આટલાં વર્ષો થયાં આશા રાખી રહેલા નિરાશામાં ડૂબ્યા. વલ્લભને લાગ્યું, કે હવે આ માણસો હાથમાં રાખવા મુશ્કેલ હતા. છતાં હિંમતથી તેણે પાછા મેરળ કૂચ કરવાનો તેમને હુકમ આપ્યો. પાછા જતી વખતે પાંચસેએ પાંચસે માણસોએ મંડુકેશ્વર, કે જે ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 33
૩૩. અવિશ્વાસ જે વખતે મેરળમાં મંડલેશ્વરનું લશ્કર તેના માટે શોક અને ક્રોધ અનુભવતું હતું. ત્યારે પાટણના રાજગઢમાં પ્રસન્ન પ્લાન પીપળાની પૂજા કરતી હતી. એક દિવસમાં તેની આંખનું તોફાની તેજ, પગનો રસીલો ઠમકો, તેનું હસમુખાપણું અને તેનો આશાવંત સ્વભાવ અદૃશ્ય થયાં હતાં. કાલ સવારની વાત પછી ત્રિભુવન બદલાઈ ગયો હતો. હોઠ પર હોઠ દાબી, ઝનૂનભરી આંખે બધા સામે જોઈ, કપાળ પર ભયંકર કરચલીઓ ધારી તે આમથી તેમ ફરતો, બધાને હુકમ આપતો અને પાટણ પર પોતાની સત્તા બેસાડતો હતો. તે ગણતરીના શબ્દો જ બોલતો; તેને થાક ખાવાની જરા ફુરસદ નહોતી. આખો દિવસ વૈદે આજીજી કરી છતાં ઘા રૂઝાવા દેવાની તેને પરવા ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 34
૩૪. મોહિની બપોર વીતી અને સાંજ પડવા લાગી. પાટણમાં ઘણે ભાગે થોડીઘણી શાંતિ પ્રસરી ગઈ હતી. ધંધો, વેપાર, મોજમજાહ જેવાં સરળ હજી ચાલવા લાગ્યાં ન હતાં, તોપણ લોકોને હવે ખાતરી થઈ ગઈ હતી કે તેમના ગૌરવની રક્ષા લાયક માણસો કરી રહ્યા છે. બધા લડાયક પુરુષો કોટનું રક્ષન્ન કરવા અને પરદેશી લશ્કર ઘેરો ઘાલે તો બચાવ કરવા તત્પર થઈ રહ્યા હતા. મોંઢેરી દરવાજા ૫૨ ખેંગાર મંડલેશ્વરે મોરચો માંડ્યો હતો; અને માત્ર તે જ દરવાજાની બારી ઉઘાડી રાખવામાં આવી હતી, તેમાંથી કોણ બહાર જાય છે અને કોણ અંદર આવે છે, તેનો હિસાબ ખેંગાર લેતા અને જરૂરની ખબર હોય તે ત્રિભુવનને પહોંચાડતા. ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 35
૩૫. પટ્ટણીઓનો ક્રોધ જ્યારે ત્રિભુવન અને પ્રસન્ન રાજગઢ તરફ ગયાં ત્યારે તેમનાં મન થોડાંક પ્રફુલ્લિત થયાં હતાં; અને પ્રસન્નની સાંભળીને હસવા જેટલો ત્રિભુવન પીગળ્યો હતો. જ્યારે તેઓ ગઢમાં પાછાં આવ્યાં ત્યારે કલ્યાણમલ્લે સૂચવ્યું, કે બેત્રણ જણ કાંઈ ખબર લઈને આવ્યા છે. ત્રિભુવને તેઓને પોતાની પાસે બોલાવ્યા. પહેલો સૈનિક પાટણની એક ટુકડીનો હતો અને સાંજે વિખરાટના લશ્કરના થોડા માણસો જોડે ઝપાઝપી થઈ હતી તે કહેવા આવ્યો હતો. બીજો માણસ માલવરાજ ગુર્જરરાષ્ટ્રમાં પેઠો, તેની ખબર કરવા આવ્યો હતો. ત્રીજો માણસ મહામુશ્કેલીએ આવ્યો હોય તેમ લાગ્યું. ‘મહારાજ ! બાપુ ! મને શું ઓળખતા નથી ? હું –' ‘કોણ ! રામસિંહ !' કહી ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 36
૩૬. રાણીની નિરાશા જ્યારે મીનળદેવીને ચાંપાનેરી દરવાજા આગળથી કાંઈ જવાબ ન મળ્યો, ત્યારે તેના ગુસ્સાનો અને કચવાટનો પાર ન તેની ગણતરીમાં એવું કોઈ વખત નહોતું આવ્યું કે, મોરારપાળ આમ ફસાવશે.' કોની સામે ગુસ્સો કહાડવો, તે કાંઈ પણ ન સમજાવાથી મીનળદેવીનો ગુસ્સો વધારે ને વધારે ધૂંધવાયો, સાંજના અંધકારમાં પાછો નીકળી, નાસીપાસ થયેલો રસાલો મોડી રાતે જ્યાં ડેરાતંબુ નાંખી લશ્કરે પડાવ કર્યો હતો ત્યાં પહોંઓ. રાણી પોતાને ઉતારે ચાલી ગઈ. તેને સદ્ભાગ્યે સેનાધિપતિ સિવાય કોઈ જાણતું ન હતું કે રાણી પાટણ જવા નીકળી હતી. આ મુશ્કેલીની વખતે કોની સલાહ લેવી ? હજી સુધી આનંદસૂરિ આવ્યો નહોતો. રાણીએ તેને કચવાટમાં ગાળેગાળ દીધી. ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 37
૩૭. જૂની આંખે નવો તમાશો બીજે દિવસે સવારે પાટણ અને વિખરાટ વચ્ચે આવેલી ક્ષેમરાજદેવની વાવની પાસે એક દહેરામાં પાટણની બનેલી રાણી બેઠી હતી. તેના બુદ્ધિદર્શક કપાળ પર ચિંતાની ઝીણી રેખાઓ પડી રહી હતી. તેની ઝીણી આંખો, હતી તે કરતાં પણ ઊંડી ગઈ હતી. ચોમેરથી તરાપ મારી રહેલી મુશ્કેલીઓ છતાં તેની ગરદન અભિમાનમાં અક્કડ હતી. તેના હોઠ સખ્તાઈમાં બીડેલા હતા. કર્ણદેવ મરણ પામ્યા, તે પળથી તેણે પોતાના સંકલ્પોને દૃઢ કર્યા હતા; છતાં આજે તે બદલાઈ ન જાય, માટે તેને વધારે નિશ્ચળતા ધારણ કરવી પડી હતી. ધીમે ધીમે તેનું માનખંડન થતું ચાલ્યું આવતું હતું; અને અત્યારે તેને મન તુચ્છ ગણેલી ભત્રીજી ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 38
૩૮. હૃદયનો પુનર્જન્મ જ્યારે રાણી વિખરાટ પાછી ગઈ ત્યારે તેની ગૂંગળામણનો કાંઈ પાર રહ્યો નહોતો. પ્રસન્ન આગળ પણ તેનું ચાલ્યું નહિ. હવે શું ? હવે કયાં અપમાનો, કઈ અધમતાનો સ્વાદ ચાખવાનો રહ્યો ? પાછા આવતાં મહામહેનતે તેણે શાંતિ રાખી અને વિજ્યપાળ વગેરેના સવાલનો જવાબ દીધો મેં પ્રસન્નને સમજાવી છે. એકબે દિવસમાં કાંઈક જવાબ આવશે.’ દિવસ ગયા અને જવાબ જોઈએ એવો સારો નહિ આવ્યો. જ્યાં રાણી એકાંતમાં ગઈ કે તેણે માથે હાથ મૂકીને રડવા માંડ્યું; તેનું હૈયું ભરાઈ આવ્યું. એટલામાં જયદેવકુમાર આવ્યો અને તેણે પૂછ્યું : 'બા ! ત્યાં જઈને શું કરી આવ્યાં ? હવે પાટણ ક્યારે જઈશું " મીનળદેવીની ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 39
૩૯. હૃદય અને હ્રદયનાથ મીનળદેવી છાતી પર હાથ મૂકી પોતાના ઊછળતા હૃદયને શાંત કરતી ઊભી રહી. તે કાળ, વસ્તુસ્થિતિ, બધું ભૂલી ગઈ. તેમ માત્ર એટલું જ ભાન રહ્યું, કે તેનો મુંજાલ આવે છે. પંદર વર્ષો પાછાં ખસ્યાં, ચંદ્રપુરમાં જે મીનળ હતી; ઘણે અંશે તેવી જ તે થઈ રહી; વર્ષો વીત્યાં હતાં, દુઃખો પડ્યાં હતાં, છતાં હૃદયમાં ફેરફાર થયો નહોતો. ઘણી વાર તે આમ ને આમ ઊભી રહી. શું નહિ આવે ? આવશે તો શું કહેશે ? કેવી રીતે વાત કહાડશે ?' કોઈનાં પગલાં સંભળાયાં; તેમાં મુંજાલનાં પગલાંનો અવાજ પારખવા પ્રયત્ન કર્યો, પણ કાંઈ વળ્યું નહિ. પગલાં ચાલ્યાં ગયું એટલે ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 40
૪૦. પાટણની માતા જ્યારે જ્વદેવકુમાર બહાર ફરીને આવ્યો ત્યારે તેણે મીનળદેવીને પથારીમાં સૂતેલી જોઈ. 'આ ! શું થયું ? તો કશું ન હતું કે !' તેનો અવાજ સાંભળી રાણી ધ્રૂજી. 'જયદેવ ! મારું માથું ઘણું દુ:ખે છે અને જીવ ફરે છે. કેમ, તે ફરી આવ્યો?' 'હા, આજે ઘણી મજા પડી. પેલો સમર ક્યાં ગયો? એ ડોસો હવે બિલકુલ નકામો થઈ ગયો છે.' 'હોય બાપુ ! જૂનાં માણસો પર ગુસ્સે નહિ થઈએ“ 'સમર ! સમર ! તું ક્યાં ગયો ?' 'આવ્યો, મારા મહારાજ !' કહી ચોપદાર આવ્યો. તેના મોઢા પર અપરિચિત લાગતો હર્ષ દેખાતો હતો. 'લે મારો મુગટ ને આ ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 41
૪૧. વિષ્ટિ ત્રિભુવને થોડા દિવસમાં અદ્ભુત શક્તિ દાખવી હતી; અને શહેરની વ્યવસ્થા નને રક્ષણ માટે તેણે ચાંપતા ઉપાયો લેવા હતા. અલબત્ત, ખેંગારનો અનુભવ અને ઉદાના મુત્સદ્દીપણાને લીધે ઘણું કામ થયું હતું; છતાં ત્રિભુવનના જેટલી ઉત્સાહપ્રેરકતા કોઈનામાં નહોતી. લોકો તેને થઈ ગયેલા શૂરા સોલંકીઓનો મુકુટમણિ લેખવા લાગ્યા, તેના વચને પ્રાણ આપવા તૈયાર થવામાં મોટાઈ માનવા લાગ્યા. સ્ત્રીઓ તેનું કુમળું છતાં ભવ્ય મોઢું જોઈ વારી જવા લાગી; પુરુષો તેનું હિમતભર્યું અને બાહોશીવાળું ચારિત્ર્ય જોઈ કુરબાની કરવા લાગ્યા; ઘરડાઓ તેના બાપ અને માની જૂની વાતો તાજી કરી તેને પૂજવા લાગ્યાં. ડુંગર નાયક તો તેને દેવ ધારતો અને તેની પાછળ કૂતરાની નિમકહલાલીથી ફરવામાં ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 42
૪૨. બત્રીશલક્ષણાઓ હોમવાનું કારણ મામા અને ભાણેજે એકમેકની સામે જોયું. ત્રિભુવનની આંખમાં સખ્તાઈ આવવા લાગી. ‘મામા ! આજે મેં વસ્તુ જોઈ,' ત્રિભુવને દાંત પીસી કહ્યું. 'શી ?' 'શા કારણે બધા તમારાથી ત્રાસે છે તે.' ‘તે શું ?” સ્નેહળ અવાજે મુંજાલે પૂછ્યું. 'તમારી નજર ત્રિકાળજ્ઞાનીની છે, અને તમારી જીભ પર ગુરૂ બૃહસ્પતિ બિરાજે છે.' 'ભાઈ ! પણ તું કાંઈ રિઝાયો લાગતો નથી.' ‘તેમાં શું ? પાટણ આગળ શી વિસાતમાં ? મામા, તરે પાટણ જિવાડ્યું અને ભાણો માર્યો.’ ‘કેમ ? ચમકીને મુંજાલે કહ્યું. મીનળકાકી ગામમાં પેસે, કે હું આ દેશ છોડવાનો મારો નિશ્ચય તમે જો છો?' 'શું કહે છે ?' જરા ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 43
૪૩. પાટણમાં પાછાં જ્યારે મુંજાલ પાછો ગયો, ત્યારે રાણીના હૃદયમાં જબરી ઘડભાંજ ચાલી રહી હતી. આખી જિંદગીભર લડાવેલો ગર્વ તેને સહેલો લાગ્યો નહિ, અને પાછી આવેલી નિર્મળતાનું સામ્રાજ્ય જામ્યું હતું, છતાં આમ નીચું નાક નમાવી પાટણ જવું, એ ઘણું અઘરું લાગ્યું. મુંજાલ સાંજના પહોંચ્યો, અને તરત રાણી પાસે જઈ, તેણે પાટણથી આણેલો સંદેશો કહ્યો. રાણીએ કટાણે મોઢે તે સાંભળ્યો : 'પછી કાંઈ ?' 'પછી કાંઈ નહિ,' મુંજાલે કહ્યું, 'હું કાલે સવારે પાછો જવાબ લઈ જવાનો છું. તમારે જવું હોય તો કાલે સાંજના દરવાજા ખૂલશે, પણ તે પહેલાં આ લશ્કર અહીંયાંથી જવું જોઈએ.' પ્રણામ કરી તેણે ત્યાંથી રજા લીધી. તેનું ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 44
૪૪. વિજયી પ્રસન્ન તે દિવસે બપોરે શું થયું જરા જોઈએ. ત્રિભુવને સંદેશો મોકલવાથી વલ્લભસેન ઉતાવળી પાટણ આવી પહોંચ્યો. ત્રિભુવને બધી વાત કહી, પણ વલ્લભને ગળે ઊતરી નહિ. છતાં દેવપ્રસાદના છોકરાનું વચન સાચવવા અને તેનું હિત જાળવવા તે તૈયાર હતો, અને તેણે પાટણમાં રહેવાનું કબૂલ કર્યું. તે દેવપ્રસાદને મહેલે જઈને રહ્યો. જ્યારથી આગેવાનોએ રાણીને પાછી આવવા દેવાનો વિચાર દર્શાવ્યો હતો, ત્યારથી ત્રિભુવનનું ચિત્ત ચકડોળે ચઢ્યું હોય એમ લાગતું હતું. સવારે બધાને મળવામાં અને રાજ્યની દરેક જાતની ગોઠવણ કરવામાં તે રોકાયો હતો, એટલે પ્રસન્ન તેને મળી શકી નહિ; પછી તે વલ્લભ જોડે વાતમાં રોકાયો, ત્યારે પણ કાંઈ વખત મળ્યો. નહિ. બપોર ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 45
૪૫. ના જાઓ તજી અમને’ બેચાર ઘડી પછી જ્યારે મુંજાલ ત્યાંથી નીકળ્યો, ત્યારે તેના મનમાં નિરાંત વળી હતી, પાટણનું જેમ તેમ ઠેકાણે આણવા તેણે બનતો પ્રયાસ કર્યો હતો. તે રાણીને પાછી લાવ્યો હતો; તેણે લોકોને સમજાવ્યા હતા; તેમનો દંડનાયક જતો હતો તેને પણ રોકી રાખ્યો હતો; પોતાના કુટુંબનું પણ શ્રેય સાધ્યું હતું. તેનું જીવવું તેને સાર્થક લાગ્યું; હવે દુનિયાની પંચાત ત્યાગવામાં કાંઈ હરકત જેવું જણાયું નહિ. તે પોતાને ઘેર ધીમે ધીમે ફરતો આવ્યો, પાટણની શેરીઓ છેલ્લી વખત નીરખી લેવાનો લહાવો તે લેતો હોય એમ લાગ્યું. તેણે પોતાની જિંદગીનાં ગયેલાં વર્ષો તરફ નજર નાંખી. તેમાં નિરાશાના, દુઃખના પ્રસંગો ઘણા હતા; ...વધુ વાંચો
પાટણની પ્રભુતા - ભાગ 46 - છેલ્લો ભાગ
૪૬. જયદેવ મહારાજની આણ ઉદા મહેતા મનમાં મલકાતા સવારે ઊઠ્યા. એક રીતે તેનો ‘નિર્મળ સ્વાર્થ સંતોષાયો હતો. શહેર ભંડ ત્રિભુવનપાળ લડે, અને સમરાંગણ સુધી વાતો જાય, તેના કરતાં તેનું તે રાજ્ય રહે અને પોતે મંત્રી થાય, એ વસ્તુ તેને ઘણી ઉત્તમ લાગી. હવે તેના જ પોબાર પડશે, એમ તેણે ધાર્યું. મુંજાલ મંત્રી તો આબુજી જવાના હતા, અને તેને મન તો બીજા કોઈનો હિસાબ નહોતો. એટલામાં ડુંગર નાયક આવ્યો. ગરાસિયાનો નવો મોભો મળવાની આશાએ તેનામાં ગૃહસ્થાઈનો ડોળ આવવા લાગ્યો હતો. 'કેમ, મહેતા ! આ નવું સાંભળ્યું કે ?' 'શું ભાઈ ?' 'પ્રસન્નબા મરવા પડ્યાં છે ને મુંજાલ મંત્રીએ આબુ જવાનું ...વધુ વાંચો