ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી

(106)
  • 65.8k
  • 11
  • 38.5k

કૉલેજ કેન્ટીનમાં એક બહુજ ગંભીર સમસ્યા ઉપર ચર્ચા વિમર્શ થઈ રહ્યો હતો.અને સમસ્યા હતી મારી લવ લાઈફ! પણ પહેલાં હું અમારા ગ્રુપનો પરિચય આપી દઉં. અમારા ગ્રુપનો નેતા છે સૌરભ.બીજુ કોઈ સમજે કે ન સમજે તે પોતાની જાતને કૉલેજનો સૌથી હેન્ડસમ છોકરો સમજે છે.તેનું જીવનનું લક્ષ્ય એટલે ખાઓ પિયો મજા કરો અને છોકરીઓ ફેરવો! અમારી મંડળીના બાકીના સભ્યો હતા; આલોક,નીરવ,પ્રકાશ અને વિનય.તેમના લક્ષણો પણ સૌરભ જેવા જ હતા. અને એટલે જ અત્યારે તે મારી પાછળ પડ્યા હતા. પણ પહેલાં મારો પરિચય તો આપી દઉં.હું છું પ્રવીણ.તમે હિન્દી ફિલ્મોમાં જોયું હશે કે દરેક કૉલેજના ગ્રૂપમાં એક કોમેડિયન હોય જેની બધા મજા લેતા હોય છે.આ ગ્રૂપનો કોમેડિયન હું છું. "જો બકા.તું જેવી લાઈફ જીવી રહ્યો છે એ જોઈને અમારો જીવ બળે છે,ખબર છે?મને તો એવું લાગે છે કે તારા કરતા વધુ રંગીન લાઈફ તો તારા પિતાજીની હશે!ભણવા સિવાય જીવનમાં બીજુ ઘણું બધું છે,સમજ્યો?"સૌરભે હુમલાની શરૂઆત કરી.

Full Novel

1

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 1

કૉલેજ કેન્ટીનમાં એક બહુજ ગંભીર સમસ્યા ઉપર ચર્ચા વિમર્શ થઈ રહ્યો હતો.અને સમસ્યા હતી મારી લવ લાઈફ!પણ પહેલાં હું ગ્રુપનો પરિચય આપી દઉં.અમારા ગ્રુપનો નેતા છે સૌરભ.બીજુ કોઈ સમજે કે ન સમજે તે પોતાની જાતને કૉલેજનો સૌથી હેન્ડસમ છોકરો સમજે છે.તેનું જીવનનું લક્ષ્ય એટલે ખાઓ પિયો મજા કરો અને છોકરીઓ ફેરવો!અમારી મંડળીના બાકીના સભ્યો હતા; આલોક,નીરવ,પ્રકાશ અને વિનય.તેમના લક્ષણો પણ સૌરભ જેવા જ હતા.અને એટલે જ અત્યારે તે મારી પાછળ પડ્યા હતા.પણ પહેલાં મારો પરિચય તો આપી દઉં.હું છું પ્રવીણ.તમે હિન્દી ફિલ્મોમાં જોયું હશે કે દરેક કૉલેજના ગ્રૂપમાં એક કોમેડિયન હોય જેની બધા મજા લેતા હોય છે.આ ગ્રૂપનો કોમેડિયન ...વધુ વાંચો

2

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 2

છોકરી મારી સામે જવાબની આશાએ જોઈ રહી હતી પણ જ્યારે મારા તરફથી તેને ટગર ટગર જોઈ રહેવા સિવાય બીજો પ્રતિભાવ ન મળ્યો ત્યારે તે સહેજ અકળાઈ."મેં પૂછ્યું,લેડીઝ હોસ્ટેલ કઈ તરફ છે?" તેણે ફરી પૂછ્યું. આ વખતે તેના અવાજમાં સહેજ ધાર હતી.સૌરભ મારા વહારે આવ્યો,"આગળ લેફ્ટ જઈને પછી રાઈટ."તે બોલ્યો"થેન્ક્યુ."છોકરી બોલી અને સૌરભને એક સ્મિત આપ્યું.છોકરીની વિદાય પછી આખી ટોળકી મારા ઉપર તૂટી પડી.વિનય તિરસ્કારથી મારી સામે જોઇને બોલ્યો,"આને કહેવાય કે જો ભિખારીને સોનાનું વાટકો આપશો તો એમાં પણ ભીખજ માગશે!"નીરવ બોલ્યો ,"અલ્યા ભાઈ એ વાત સમજી શકાય તેવી છે કે તારી જિંદગીના અઢાર વર્ષમાં કોઈ છોકરીએ તારી સાથે વાત ...વધુ વાંચો

3

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 3

હું થોડો સમય તો ટોળકીની ચર્ચા સાંભળતો રહ્યો,પછી મારી ધીરજનો અંત આવી ગયો."અરે કોઈ મને તો પૂછો?"છેવટે મેં વિરોધ મારી સામે ચહેરા પર અચંબાના ભાવ લાવીને જોવા માંડયો,"એમાં પૂછવાનું શું? તારા જેવા ભયંકર ઘનઘોર સિંગલના જીવનની એક જ અભિલાષા હોય છે કે તેની પણ એક ગર્લફ્રેન્ડ હોય! અને અમે તારી એજ ઈચ્છા પૂરી કરવા જઈ રહ્યા છીએ.તારે તો અમારા ચરણો ધોઈ ધોઈને પીવા જોઈએ.એની જગ્યાએ તું વાંધા વચકા કાઢી રહ્યો છે?""અરે હું વાંધા વચકા નથી કાઢી રહ્યો...પણ..""પણ શું?"" એજ કે..પૂછો તો ખરા!"સૌરભના ચહેરા પર કંટાળાના ભાવ આવ્યા."તને વાંધો છે?ફિકર ન કરીશ.આવતા મહિને રક્ષાબંધન છે.તમારી ભાઈ બહેનની જોડી અમે મેળવી ...વધુ વાંચો

4

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 4

અમારી ચર્ચા ચાલુ હતી ત્યાં છોટુ ટેબલ પર આવ્યો.એક તિરસ્કાર ભરી નજરે અમને જોઈને તે બોલ્યો,"ભાઈ તમે લોકો કેન્ટીનમાં પડ્યા રહો છો તેટલું તો તમારા ઘરમાં પણ નહીં રહેતા હો. પણ પાંચ સમોસા અને પાંચ ચાનો ઓર્ડર આપીને પાંચ કલાક બેસી રહેવું એ જરા વધારે પડતું છે.હવે બીજો કોઈ નવો ઓર્ડર આપો અથવા કોઈકને બેસવાની જગ્યા કરો." "તો બીજા કોઇક ને બેસાડ ભાઈ."કહીને સૌરભ ઉભો થયો. તેને જોઈને અમે બધા પણ ઊભા થઈ ગયા. કેન્ટીનમાંથી બહાર નીકળીને સૌરભે મારા ખભા ઉપર હાથ મૂક્યો અને પ્રેરક પ્રવચન આપવાનું ચાલુ કર્યું,"જો બકા. આજે તારી પહેલી પરીક્ષા છે. છોકરીનું નામ એડ્રેસ ફોન ...વધુ વાંચો

5

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 5

પરિસ્થિતિ ગંભીર વણાંક લઈ ચૂકી હતી.મેં મારી આસપાસ જોયું.ગર્લ્સ હોસ્ટેલની છોકરીઓની સંખ્યા ધીરે ધીરે વધી રહી હતી.જોરાવરસિંહ પણ ફૂલ હતો."તો તને માહિતી જોઈએ છે એમને?પણ એક કામ કરીયે.પોલીસને તારી માહિતી આપીએ તો?"મારું મગજ તેજ ગતિથી ભાગી રહ્યું હતું.અત્યારે જે સ્થિતિમાં હું ફસાયો હતો તેનાથી બચવાનો એક જ ઉપાય હતો.હું જોરાવરસિંહની આંખોમાં આંખો નાખીને ઉભો રહ્યો."તો તું મારી ખબર પોલીસમાં આપવા માંગે છે! પણ તને શું ખબર છે કે હું કોણ છું?મારા પિતાને ઓળખે છે?"જોરાવરસિંહે દાંત કચકચાવીને કહ્યું,"શું તું મને ધમકાવી રહ્યો છે? તું ગમે તેટલો મોટો માણસ હોય,મને ફરક નથી પડતો."જોરાવરને કોઈપણ જવાબ આપવાની તસ્દી લીધા વગર મેં મને ...વધુ વાંચો

6

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 6

ચોકીદારથી બચવા માટે હું ચાલુ બસમાં ચડી ગયો હતો જેને કારણે કંડકટર મારાથી નારાજ થઈ ગયો હતો. મને બીક કે ક્યાંક કંડકટર મને બસમાંથી ઉતારી ન દે એટલા માટે મેં એક બહાનું કર્યું કે મારા પિતાજીને એક્સિડન્ટ થયો હતો અને તે આઈસીયુમાં હતા. આ સાંભળીને કંડકટર પીગળી ગયો ને મને ટિકિટ આપી દીધી.પણ ત્યાં જ એક અણધારી મુસીબત ગળે પડી ગઈ."અરે શું થયું સમીરભાઈ ને? હજી હમણાં દસ મિનિટ પહેલા તો હું એમને મળીને બસમાં ચડ્યો હતો!" એક જાણીતો અવાજ બસમાં ગુંજ્યો.મેં ચમકીને અવાજની દિશામાં જોયું તો તે નવનીત ભાઈ હતા. અમારા પડોશી.કંડક્ટરે પણ પ્રશ્નસૂચક નજરે નવનીતભાઈ તરફ જોયું ...વધુ વાંચો

7

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 7

ફોન મારા પિતાજીનો હતો.મેં ધડકતા હૃદયે વાતચીત ચાલુ કરી,"હા પપ્પા બોલો!""કશું બોલવાને લાયક તે મને છોડ્યો છે?" મને અંદાજો આવી ગયો હતો છતાં મેં ભોળા બનીને વાતચીતની શરૂઆત કરી."મને એવું જાણવા મળ્યું કે મારો એક્સિડન્ટ થયો છે અને હું આઇસીયુમાં દાખલ છું.કમાલની વાત છે નહી? મારો એક્સિડન્ટ થયો છે અને મને જ ખબર નથી! તને શું લાગે છે?હું જીવતો તો રહીશને?"મેં નવનીતભાઈ ને મનોમન મને જેટલી ગાળો આવડતી હતી તે બધી દઈ દીધી.પણ પ્રશ્ન એ હતો કે પિતાજીને શું જવાબ આપવો?પણ પિતાજી સાંભળવાના નહી બલ્કે સંભળાવવામાં મૂડમાં હતા."તને શરમ આવે છે?""...........""એક તો ચાલુ ગાડીએ ચઢે છે અને ઉપરથી આવા ...વધુ વાંચો

8

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 8

મારી આખી કહાણી સાંભળીને સૌરભનો પહેલો પ્રતિભાવ ખડખડાટ હસી પડવાનો હતો.પછી હાસ્યમાં થોડું વિરામ લઈને તે બોલ્યો,"એટલે તું એવું માંગે છે કે તું લેડીઝ હોસ્ટેલના ચોકીદાર પાસે પૂછપરછ કરવા પહોંચી ગયો હતો? અલ્યા બબૂચક!""હવે મને બીજો કોઈ રસ્તો સૂઝ્યો નહીં તો હું શું કરું?""પણ આ તો તારી સાથે એકદમ ફિલ્મી સ્ટોરી જેવું થઈ ગયું. કારથી ટક્કર મારી અને એ પણ કોણે?તારી હિરોઈને.પણ તેનો ફાયદો શું થયો? હજી એ તેનું નામ તો તને ખબર જ નથી ને?""પણ એક વાત તો લોજીકલ છે કે તે ફર્સ્ટ યરની સ્ટુડન્ટ છે. નહીતર આપણે તેને પહેલાં જોઈ જ હોત.અને તે ગર્લ્સ હોસ્ટેલ ક્યાં છે ...વધુ વાંચો

9

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 9

સ્વપ્નસુંદરીને જોઈને હું ચોંકી ઉઠ્યો હતો.છેલ્લા એક કલાકથી હું તેની પ્રતીક્ષા કરી રહ્યો હતો અને જ્યારે તે પહોંચી ત્યારે તેના પર ધ્યાન જ નહોતું એ એક વિડંબના જ હતી.જોકે સારી વાત એ હતી કે તેણે ખુદને જાહેર કરી દીધી હતી."છેલ્લા એક કલાકથી આ મારી પ્રતીક્ષા કરી રહ્યો છે.અને ગઈકાલે આને ખરેખર એક્સિડન્ટ થયો હતો.આ વાત હું ખાતરીપૂર્વક કહી શકું છું કારણકે એ એક્સિડન્ટ મારી જ કાર સાથે થયો હતો. અને અત્યારે કારને જે નુકસાન થયું તેની ચર્ચા કરવા અત્યારે અમે મળવાનું નક્કી કર્યું હતું.મને લાગે છે કે કદાચ જે છોકરો ગઈકાલે હોસ્ટેલ આવ્યો હતો તે પ્રવીણ જેવો દેખાતો હશે ...વધુ વાંચો

10

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 10

મેં એક ખોંખારો ખાધો અને મનની વાત સ્વપ્નસુંદરીને કહેવા માટે શબ્દો ગોઠવવા માંડ્યો."આ.. એ વાત સાચી છે કે હું ગર્લ્સ હોસ્ટેલ ગયો હતો.પણ તેની પાછળ કારણ હતું.""એમ..શું કારણ હતું?"હવે હું સહેજ ખચકાયો,"હું..તને શોધવા ઈચ્છતો હતો."સ્વપ્નસુંદરીના ચહેરા પર કોઈ ભાવ નહોતા."આગળ?"તેણે એકાક્ષરી પ્રશ્ન કર્યો."અને..અને ગેટ પર આજે તું મને બચાવવા માટે બોલી એ ખરેખર તો સાચું જ હતું.હું તારી જ પ્રતીક્ષા કરી રહ્યો હતો."સ્વપ્નસુંદરી સપાટ ચહેરે મારી સામે જોઈ રહી અને પછી ધીરેથી પૂછ્યું," શા માટે?"મેં મન મક્કમ કર્યું અને અંતે કહી જ નાખ્યું," કારણકે હું તને પ્રેમ કરું છું."અંતે સ્વપ્નસુંદરીના ચહેરા પર એક ક્ષીણ સ્મિત આવ્યું અને તેણે કહ્યું,"એવું ...વધુ વાંચો

11

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 11

સ્વપ્નસુંદરીએ જ્યારે મને કેન્ટીનમાં સાથે બેસીને વાત કરવા માટેનું સૂચન આપ્યું હતું ત્યારે મારા મનમાં અચાનક ઉત્સાહ જાગ્રત થઈ હતો. મને એવું લાગવા માંડ્યું હતું કે મારી પ્રેમ કહાની સફળ થઈ જશે. મારા મનમાં ફક્ત બે જ શક્યતાઓ હતી કાં તો મારા પ્રેમનો સ્વીકાર થાય નહીં તો નકારવામાં આવે. પણ સ્વપ્નસુંદરીએ જે પ્રસ્તાવ મૂક્યો હતો તે તો કલ્પનાતીત હતો.મેં જ્યારે કોઈ ઉત્તર ન વાળ્યો ત્યારે સ્વપ્નસુંદરીએ ફરી પૂછ્યું,"તો શું વિચાર છે તારો?""તને નથી લાગતું કે આ એક છળ કહેવાય?" મેં કહ્યું."હા.આને છળ જ કહેવાય.સ્વપ્નસુંદરીએ સરળતાથી સ્વીકાર કર્યો."ઠીક છે. એકવાર સ્વીકારી લઈએ કે આપણે આ પ્રપંચ ચાલુ કર્યો.પણ પછી આપણું ...વધુ વાંચો

12

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 12

સ્વપ્નસુંદરીનો પ્રસ્તાવ સાંભળીને હું સ્તબ્ધ બની ગયો હતો. થોડી વાર તો હું સૂનમૂન બેસી રહ્યો.એક વાત તો જોકે સ્વપ્નસુંદરીએ કહી હતી.જો હું આ પ્રસ્તાવનો સ્વીકાર ન કરું તો પછી હું સ્વપ્નસુંદરીનો સાથ પણ ખોઈ દઉં.અને હા પાડવામાં કોઈ નુકસાન નહોતું. રમતમાંથી બહાર નીકળી જવા હું સ્વતંત્ર હતો એવું તો સ્વપ્નસુંદરી પણ કબૂલ કરી રહી હતી.સ્વપ્નસુંદરી ભાવહીન ચહેરા સાથે અપલક મને જ તાકી રહી હતી.કદાચ તેને ખાતરી હતી કે હું તેના પ્રસ્તાવનો અસ્વીકાર નથી જ કરવાનો!"ઠીક છે.મને મંજૂર છે."અંતે હું બોલ્યો.અને સ્વપ્નસુંદરીના ચહેરા ઉપર નિરાંત તરવરી ઉઠી."મને તારી પાસે આ જ આશા હતી."તેણે સ્મિત સાથે કહ્યું.બદલામાં મેં ફક્ત એક સ્મિત ...વધુ વાંચો

13

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 13

સ્વપ્નસુંદરીના ગયા પછી હું થોડીવાર તો કેન્ટીનમાં જ બેસી રહ્યો. મને ખ્યાલ નહોતો આવી રહ્યો કે મેં જે કર્યું તે યોગ્ય છે કે નહીં. છતાં હવે મેં હા તો પાડી દીધી હતી એટલે આ જ રસ્તા પર આગળ વધવા સિવાય બીજો કોઈ રસ્તો પણ નહોતો.અંતે હું ઉભો થયો અને કેન્ટીન માંથી બહાર નીકળ્યો. બહાર આખી ટોળકી મારી રાહ જોઈ રહી હતી. મારું સ્વાગત એવી રીતે કરવામાં આવ્યું કે જાણે કોઈ શૂરવીર યોદ્ધા કોઈ મોટો જંગ જીતીને આવ્યો હોય!"જંગ જીત્યો રે મારો વાણિયો!" સૌરભ હર્ષના અતિરેકમાં બૂમ પાડી."કાણીયો" મેં કહ્યું."શું?"સૌરભ ગૂંચવાયો."સાચી કહેવત છે જંગ જીત્યો રે મારો કાણીયો." મેં કહ્યું. ...વધુ વાંચો

14

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 14

હજી હમણાં તો હું સ્વપ્નસુંદરીને મળ્યો હતો.એટલી વારમાં પાછો એનો ફોન આવી ગયો?"સાંભળ.મને ખબર પડી છે કે કાલે શીલા પરિવાર સાથે મૂવી જોવા જવાની છે.""તો આ જાણકારી તું મને શા માટે આપી રહી છે?""અરે ભગવાન!!! આપણે પણ એ મૂવી જોવા જઈશું.""ના.મને મૂવી જોવામાં રસ નથી.એના કરતા મફતમાં વેબ સીરીઝ જોવી સારી.""અરે બાઘા!!!હું શીલા સાથે જવાનું નથી કહેતી.આપણે એ જ શોમાં જઈશું અને એવો પ્રયત્ન કરીશું કે આપણે શીલાની નજરે ચડી જઈએ.""ઠીક છે.શો ક્યારનો છે?""રાત્રે આઠ વાગે.""અરે પણ...રાત્રે તો ઇન્ડિયાની t૨૦ મેચ છે.""અરે તો...ભાડમાં ગઈ મેચ!!કાલે સાડા સાત વાગે મને પિક અપ કરજે."કહીને વધુ વાતચીત કર્યા વગર સ્વપ્નસુંદરીએ કૉલ કાપી ...વધુ વાંચો

15

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 15

અચાનક મને ખ્યાલ આવ્યો કે મેં સ્વપ્નસુંદરીને પિકઅપ કરવા હા તો પાડી દીધી,પણ તેને પિકઅપ ક્યાંથી કરવાની હતી એ મેં પૂછ્યું જ નહોતું. હવે તો મને પણ લાગવા માંડ્યું હતું તે ટોળકી મને બાઘો કહે છે તે બરાબર જ છે.મેં તરત સ્વપ્નસુંદરીને કૉલ કર્યો. તેણે તરત કૉલ રીસિવ કર્યો."જલદી બોલ.મારે પાંચ મિનિટની અંદર ક્લાસમાં જવાનું છે. હમણાં થોડીવારમાં લેક્ચર શરૂ થશે."તે બોલી."હું તને પિકઅપ ક્યાંથી કરું?તારું એડ્રેસ આપ તો ઘરે આવી જાઉં."મેં મારી મુશ્કેલી જણાવી."ઘરે? હે ભગવાન! મારે મારા પ્રેમ પ્રકરણની ખબર શીલા સુધી પહોંચાડવાની છે, મારા માતા પિતા સુધી નહી!થોડું તો મગજ વાપર!"સ્વપ્નસુંદરી અકળાઈને બોલી."તને જોઇને મારું મગજ ...વધુ વાંચો

16

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 16

મને ઘરે વહેલા પહોંચેલો જોઈને પરિવારને સહેજ આશ્ચર્ય તો થયું પણ માથું દુખે છે તેમ કહીને મેં લોકોને મનાવી તો ફક્ત સાંજની રાહ જોવાની હતી. આજે મને એવું લાગી રહ્યું હતું કે સમય બહુ ધીરે જઈ રહ્યો છે.સમય સાપેક્ષ હોય છે તે આજે મને સત્ય લાગી રહ્યું હતું.ખેર! સમયની આદત છે કે તે વીતી જાય છે! અંતે સાંજના સાત પણ વાગી ગયા. હું ફટાફટ તૈયાર થઈ ગયો અને બહાર જવા માટે તૈયારી કરવા માંડ્યો."ક્યાં જાય છે?" પિતાજીએ પૂછ્યું."આજે લેક્ચર નહોતા ભર્યા એટલા માટે નોટ્સ લેવા માટે નીરવના ઘરે જઉં છું." હું બોલ્યો.પિતાજી આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યા."આ તો શું ...વધુ વાંચો

17

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 17

હું તેમને તાકી જ રહ્યો હતો ત્યાં તો મારી પાછળ પાછળ સ્વપ્નસુંદરી આવી ગઈ,"અરે મારી રાહ તો જોવી હતી!" બોલી."હું બહાર તારી પ્રતીક્ષા કરત તો આ બે જણ ક્યાં બેઠા છે? ક્યાંથી ખબર પડત?"હું બોલ્યો"વાત તો તારી સાચી છે."સ્વપ્નસુંદરીએ કબૂલ કર્યું."પણ આપણી સીટ તો ખાસ્સી આગળ છે. આ લોકો આખું મુવી જોઈને જતા રહેશે પણ એ લોકોને ખબર નહિ પડે કે આપણે અહીં હતા.સિવાય કે આપણે સામેથી એમને મળવા જઈએ.""ના સામેથી તો મળવા નથી જવું. એક કામ કરીએ." કહીને સ્વપ્નસુંદરીએ મને એક યોજના સમજાવી.હું શીલા અને તેનો મિત્ર જે સીટ પર બેઠા હતા તેની આગળની રોમાં ગયો તેમનું ધ્યાન ...વધુ વાંચો

18

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 18

મૂવીનું ઇન્ટરવલ પડ્યું ત્યાં સુધી તો શીલાએ અમારા ઉપર સહેજ પણ ધ્યાન આપ્યું ન હતું.મને એક આશા હતી કે લાઈટો થાય ત્યારે શીલાનું ધ્યાન અમારા પર પડી શકે છે. પણ અમારા દુર્ભાગ્યે એવું ન થયું. ઇન્ટરવલ પડ્યો કે તરત જ શીલા તેના બોયફ્રેન્ડ સાથે બહાર નીકળી ગઈ અને અમારી વિરુદ્ધ દિશામાં આગળ વધી."હવે શું કરીએ?"મેં સ્વપ્નસુંદરીને પૂછ્યું.સ્વપ્નસુંદરી વિચારમગ્ન હતી."મારી પાસે એક ઉપાય છે." થોડી વાર પછી એ બોલી.ત્યાં ઇન્ટરવલનો અંત થયો. મુવી પાછું ચાલુ થઈ ગયું પણ શીલા અને તેનો બોયફ્રેન્ડ હજી સુધી પાછા આવ્યા ન હતા.સ્વપ્નસુંદરી ધીરેથી બોલી,"જો હવે છેલ્લો ઉપાય હું અજમાવી રહી છું. મારા મોબાઈલની રીંગટોન ...વધુ વાંચો

19

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 19

બીજા દિવસે હું કોલેજ જવા નીકળ્યો હતો ત્યારે મારા મનમાં મિશ્ર લાગણીઓ હતી. સ્વપ્નસુંદરી સાથે મુવી જોવાનો અનુભવ કંઈક જ હતો પણ મને એ બીક હતી કે હવે મારી સ્વપ્નસુંદરી સાથે વધુ મુલાકાત કદાચ નહીં થાય. શીલા એ અમને બંનેને જોઈ લીધા હતા અને જો તે એવું સમજી બેસી હોય કે અમારા વચ્ચે સંબંધ છે તો પછી તો મામલો જ ખતમ થઈ જતો હતો. ઈશાનથી પીછો છૂટી ગયા પછી આ નાટક ચાલુ રાખવાનો સ્વપ્નસુંદરી પાસે કોઈ કારણ ન હતું. હા સ્વપ્નસુંદરીએ એવું કહ્યું તો હતું કે અમે મિત્ર રહીશું. પછી શું મને મિત્રતા કબૂલ હતી?ખેર! આ બધી બાબતોની ચિંતા ...વધુ વાંચો

20

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 20

મને એ જાણવાની તીવ્ર ઈચ્છા હતી કે મને અને સ્વપ્ન સુંદરીને થિયેટરમાં જોઈને શીલાએ શું પ્રતિભાવ આપ્યો હતો. એટલા જ હું ફર્સ્ટ યરના ક્લાસ તરફ જઈ રહ્યો હતો.પણ એટલું મહેનત કરવાની મારે જરૂર ન પડી કારણ કે રસ્તામાં જ મારો ઈશાન સાથે ભેટો થઈ ગયો.મેં ધ્યાનપૂર્વક ઈશાન સામે જોયું. કબુલ કરતા મારુ દિલ રડતું હતું પણ એ હેન્ડસમ યુવાન તો હતો જ.ગૌર વર્ણ,પહોળા ખભા,લેટેસ્ટ હેરસ્ટાઇલ વાળા જેલ કરેલા વાળ, સ્નાયુબદ્ધ શરીર, સાથે તે કોઈ પણ છોકરી ના મનમાં વસી જાય તેમ હતો.ઈશન મને જોઈને મલકયો. સાલાને ગાલમાં ડિમ્પલ પણ પડતા હતા! હે ભગવાન!"તો તું છે પ્રવીણ મહેતા."ઈશાને ફરીથી પૂછ્યું."હા ...વધુ વાંચો

21

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 21

સૌરભથી છૂટો પડીને હું લાઈબ્રેરી તરફ આગળ વધ્યો.મારે થોડા નોટ્સ લખવાના હતા.પણ હું લાઇબ્રેરીમાં પ્રવેશ કરૂ એ પહેલાં મને નજરે પડી.તે પણ કદાચ મને જ શોધી રહી હતી તેનું ધ્યાન મારી તરફ નહોતું.અત્યારે શીલા તેની સાથે નહોતી એટલે મેં તેને બૂમ પાડી,"અરે આભા!"આભાએ મને જોયો અને તાત્કાલિક તેના ચહેરા પર હાસ્ય આવ્યું."પ્રવીણ!" તે ઉત્સાહથી બોલી.હું ઝડપી પગલાં ભરીને તેની પાસે પહોંચી ગયો."ઈશાન શું કહેતો હતો?"તેણે પૂછ્યું.હું ફિક્કું હસ્યો,"કહેતો હતો કે હું તારે લાયક નથી.ભવિષ્ય માં તું મને છોડી દે એના કરતા અત્યારે જ મારે સમજીને તેના રસ્તામાં થી હટી જવું.એને નવાઈ લાગતી હતી કે તું મારામાં શું જોઈ ગઈ ...વધુ વાંચો

22

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 22

આભાએ જે ધડાકો કર્યો હતો તેનાથી હું હચમચી ગયો."એટલે? તું શું કહેવા માંગે છે?"આભા સંયત સ્વરમાં બોલી,"અરે કહ્યું તો એમને આ વાતની જાણ છે કે હું કોઈ છોકરા સાથે મૂવી જોવા ગઈ હતી.""પછી?""પછી એમણે પૂછ્યું કે હું તારી બાબતમાં કેટલી ગંભીર છું.એટલે મેં કહી દીધું કે હું તને પ્રેમ કરું છું.""શું?? અરે મરાવી નાખ્યો!એવું ન કહી દેવાય કે આપણે ફક્ત મિત્રો છીએ?""ન કહેવાય.એનું કારણ એ છે કે પપ્પાના કાન કોણે ભર્યા છે અને શું કહું છે.જોકે મને ખાત્રી છે કે આની પાછળ શીલા અથવા ઈશાન જ હશે.છતાં પણ,તેમની જાણકારી માં કેટલી હકીકત છે એ જાણ્યા વગર પપ્પાને આપણે મિત્રો ...વધુ વાંચો

23

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 23

મેં આવતાની સાથે જે બકવાસ કરવા માંડ્યો હતો તેનો હેતુ એ હતો કે કમલેશ મહેતા ગુસ્સે ભરાઈને કાઢી મૂકે.પણ તો મારી હાસ્યવૃત્તિથી પ્રભાવિત થઈ ગયા!પ્રથમ દાવ ઉલટો પડ્યો પણ મેં એ જ વ્યૂહરચના ચાલુ રાખવાનું નક્કી કર્યું."તો તું પણ આભાની જ કૉલેજમાં ભણે છે?""નહીં તો! આવું તમને કોણ કહી ગયું?અફવા પર વિશ્વાસ કરશો નહિ અને અફવા ફેલાવશો નહી!"કમલેશ મહેતાએ આશ્ચર્યથી આભા સામે જોયું,"આ શું કહે છે?"આભા સહેજ અકળાઈને બોલી,"આવું કેમ બોલે છે? આપણે એક કૉલેજમાં તો છીએ!""તો તેની હું ક્યાં ના પાડું છું.મને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે હું તારી જ કોલેજમાં ભણું છું ને.તો એ સવાલનો જવાબ છે ...વધુ વાંચો

24

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 24

બધું ખતમ થઈ ગયું હતું.આભાના ઘરે થી વિદાય થયો ત્યાં સુધી મેં સ્વસ્થતા જાળવી રાખી. પણ તેમનાથી દુર નીકળ્યા હું ભાંગી પડ્યો. અત્યારે ઘરે જવાની મારી સ્થિતિ નહોતી એટલે મેં કૉલેજ માટે રિક્ષા પકડી.આભા સાથેની પહેલી મુલાકાતથી માંડીને આજની ઘટના..જાણે મારા મગજમાં એક ફિલ્મ ચાલી રહી હતી.હું આભાના વિચારોમાં એટલી હદે ખોવાઈ ગયો હતો કે કૉલેજ આવી ગઈ અને રીક્ષાવાળા એ રિક્ષા ઉભી રાખી મને તેનો પણ ખ્યાલ આવ્યો નહોતો."અરે ભાઈ ઉતરો." રિક્ષાવાળાએ મને જાગૃત કર્યો."ઓહ હા." કહીને હું રિક્ષામાંથી ઉતર્યો,અને મંથર પગલે કેન્ટીન તરફ આગળ વધ્યો.અત્યારે હું થોડો સમય એકલો બેસવા ઈચ્છતો હતો,પણ સૌરભ અને પ્રકાશ ત્યાં પહેલાંથી ...વધુ વાંચો

25

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 25

મારી આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલમાં હતો.શરૂ માં તો મને ખ્યાલ જ ન આવ્યો કે હું ક્યાં છું.પછી અચાનક યાદ આવ્યું કે હું ઈશાનથી બચવા માટે ભાગી રહ્યો હતો અને અચાનક એક કારની સામે આવી ગયો હતો.મેં મારી આસપાસ જોયું તો સૌપ્રથમ મને મારા બેડની બાજુમાં બેઠેલી આભા અને શીલા દેખાઈ."કેવું લાગે છે હવે?" આભાએ ચિંતિત સ્વરમાં પૂછ્યું."તૂટા તૂટા એક પરિંદા એસે તૂટા કે વો જુડ ના પાયા."મેં મારું દુઃખ વ્યક્ત કર્યું.આભામાં ચહેરા પર સ્મિત આવ્યું,"તને મારી જ કાર મળે છે દર વખતે સામે આવવા માટે?"એટલે આ વખતે પણ મારો એક્સિડન ...વધુ વાંચો

26

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 26 - છેલ્લો ભાગ

હું ઘરે પહોંચ્યો એ પહેલાં તો મારા કૉલેજ ટોપ કરવાના સમાચાર પહોંચી ચૂક્યા હતા. આખો પરિવાર મારું સ્વાગત કરવા ઉભુ હતું. જેવો મેં ઘરમાં પ્રવેશ કર્યો કે એક ગગનભેદી હર્ષનાદ થયો.મારી પાસેથી એક જ આશા રાખવામાં આવી હતી કે હું ગમે તેમ પડતાં આખડતા પાસ થઈ જાઉં.કારણકે મારું અત્યાર સુધીનો દેખાવ પણ એવો જ હતો.એટલે મારું કૉલેજ ટોપ કરવું એ ક્રિકેટમાં કોઈ નંબર ૧૧બેટ્સમેન શતક ફટકારી દે તેવી ઘટના હતી.સાંજ સુધી મારા ઘરમાં મેળાનો માહોલ રહ્યો.લોકો મુલાકાતે આવતા રહ્યા...ફોન કરતા રહ્યા ..અને તેમને પ્રતિભાવ આપતો રહ્યો. આમાં ને આમાં જ મારો દિવસ પસાર થઈ ગયો.સાંજે હું નવરો પડ્યો તો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો