માર્ક ઇલિયટ ઝકરબર્ગ (English: Mark Elliot Zuckerberg) ગુજરાતીમાં બહુધા 'ઝુકરબર્ગ' જ ઉચ્ચારાય છે. એવું કહેવાય છે કે ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ વોરેન બફેટને પાછળ પાડીને પોતે આ ત્રીજો નંબર મેળવી લીધો છે. બ્લૂમબર્ગના એક બિલિયનેર ઇન્ડેક્સના રિપોર્ટ પ્રમાણે, ફક્ત ઇ-કોમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક જેસ બેસોઝ અને માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ ઝકરબર્ગથી આગળ છે. આ ઝકરબર્ગેની કંપની મેટા, એ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સએપ જેવી અનેક લોકપ્રિય સોશિયલ મીડિયા બ્રાન્ડની માલિક છે. આ કંપનીના સીઈઓ, માર્ક ઝુકરબર્ગ એ એક સૌથી સફળ સીઈઓ છે. સફળ માણસોની પાછળ તેની લાઈફ સ્ટાઈલનો પણ મહત્વનો રોલ હોય છે. પણ માર્ક ઝુકરબર્ગની લાઈફ સ્ટાઈલ ઘણી નોર્મલ છે. માર્ક ઝુકરબર્ગનો જન્મ ૧૪ મે, ૧૯૮૪માં થયો હતો. જોકે બીજી ટેક કંપનીઓના સીઈઓની જેમ તે સવારે વહેલા ઉઠતા નથી. ઝુકરબર્ગની સવાર ૮ કલાકે થાય છે એટલે કે તે સવારે ૮ વાગે સૂઈને ઉઠે છે. એ આમ નિરાંતે ઊંઘ માણી શકે એ માટે એણે અબજો લોકો પોતાની ઊંઘ હરામ કરી રાખી છે.

નવા એપિસોડ્સ : : Every Tuesday, Thursday & Saturday

1

ધૂલો તો હરખપદૂડો (DTH) - 1

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૧માર્ક ઇલિયટ ઝકરબર્ગ (English: Mark Elliot Zuckerberg) ગુજરાતીમાં બહુધા 'ઝુકરબર્ગ' જ ઉચ્ચારાય છે. કહેવાય છે કે ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ વોરેન બફેટને પાછળ પાડીને પોતે આ ત્રીજો નંબર મેળવી લીધો છે. બ્લૂમબર્ગના એક બિલિયનેર ઇન્ડેક્સના રિપોર્ટ પ્રમાણે, ફક્ત ઇ-કોમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક જેસ બેસોઝ અને માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ ઝકરબર્ગથી આગળ છે. આ ઝકરબર્ગેની કંપની મેટા, એ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સએપ જેવી અનેક લોકપ્રિય સોશિયલ મીડિયા બ્રાન્ડની માલિક છે. આ કંપનીના સીઈઓ, માર્ક ઝુકરબર્ગ એ એક સૌથી સફળ સીઈઓ છે. સફળ માણસોની પાછળ તેની લાઈફ સ્ટાઈલનો પણ ...વધુ વાંચો

2

ધૂલો તો હરખપદૂડો (DTH) - 2

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૨.આપણે જોયું કે ધૂલાએ, એની પત્ની ઈશા દ્વારા લેવાયેલી કારણ વગરની અગ્નિ પરીક્ષા પાર કરી લીધી હતી. એટલે હવે એમના માટે મહાબળેશ્વર જવાના નિર્ણય પર અમલ કરવાનો સમય આવી પહોંચ્યો હતો. હવે આગળ...આમ જોવા જઈએ તો ભલે ધૂલો એની સહધર્મચારિણી ભાર્યા એવી ભલી ભોળી પાણિગૃહિતા ઈશાની અગ્નિ પરીક્ષામાં ટોપ રેન્ક પરિણામ મેળવી એક પ્રેમાળ પતિ સાબિત થઈ ગયો હતો, પણ શું લગ્ન જીવનમાં આવી કોઈ કસોટીની ખરેખર જરૂર છે!જોકે ફક્ત ઈશા જ નહિ પણ લગભગ દરેક પત્ની પોતાનો પતિ હજી પોતાના કહ્યામાં છે કે નહિ એ સમીક્ષા કરવા, એના ગુણાવગુણનું તોલન કરવા વિવિધ ...વધુ વાંચો

3

ધૂલો તો હરખપદૂડો (DTH) - 3

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૩આપણે જોયું કે આપણો ધૂલો અને ઈશા મહાબળેશ્વર ફરી આવ્યા. પણ ફરવા જતાં સમયને અભાવે, મિત્રવર્ગ, સગાં વહાલાઓ કે અન્ય કોઈને પણ આ ટ્રીપ વિશે વાત કરી શક્યાં નહીં. પાછાં આવ્યાં બાદ ધૂલો પોતાની વિશેષ શૈલીમાં આ મહાયાત્રાની મહાગાથા વિશે સૌને જાણ કરવા પ્રયાસ કરે છે પણ પરિણામ એની અપેક્ષાઓથી વિપરિત ખૂબ ઉત્સાહિત થઈ જવાય એવા નથી. માટે આપણો DTH ધૂલો એક નવી રીતે એ વાત રજૂ કરવા કટિબદ્ધ થાય છે. હવે આગળ...આપણા હરખપદૂડા ધૂલાએ ઘણાં મિત્રોને એક એક કરીને, પકડી પકડીને, આ મહાબળેશ્વરની મહાગાથા, મૂળ સ્વરૂપમાં વધારો સધારો કરીને બધાને સંભળાવી.આમાં મુખ્ય ...વધુ વાંચો

4

ધૂલો તો હરખપદૂડો (DTH) - 4

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૪આપણે જોયું કે ઘૂલો ને ઈશા મહાબળેશ્વર ફરી આવ્યાં એની જાણ સૌને કરવા વિવિધ પેંતરા અજમાવે છે. પણ ધૂલાનો પાકો મિત્ર મૂકલો મુસળધાર એના મનમાં એમ ઠસાવે છે કે તેઓ ડબલ ખર્ચ કરીને આવ્યાં હતાં. પછી બંને વચ્ચે ઇન્ડિયા ને ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચની જેમ 'કોણ સાચું' નામની ટેસ્ટ મેચ ચાલુ થઈ. આ વાતનો સાથે મળી નિવેડો લાવવા ધૂલો, મૂકલા મુસળધાર અને એની પત્ની હિરકી હણહણાટને પોતાના ઘરે જમવા આમંત્રણ આપે છે. હવે આગળ...આમ એક પાર્ટી ગોઠવાઈ ગઈ. એવું નક્કી થયું કે મૂકલો મુસળધાર ને હિરકી હણહણાટએ બીજા દિવસે સાંજે ધૂલા ને ઈશાના ઘરે ...વધુ વાંચો

5

ધૂલો તો હરખપદૂડો (DTH) - 5

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૫આપણે જોયું કે બાજીગર ધૂલાએ ભોળા મૂકલા મુસળધાર સામે હારેલી બાજી કઈ રીતે લીધી. એમનો એક ખાસ મિત્ર કેતલો કીમિયાગાર, જો એ ત્યાં હાજર હોત તો આટલી સહેલાઈથી વાતને છટકવા દેત નહિ. એમનો એક સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલો મિત્ર વિનીયો વિસ્તારી હતો જેની સાથે ચર્ચામાં મગ્ન કેતલાનો ખતરો હજી ટળ્યો નહોતો. હવે આગળ...આપણાં DTH હરખપદૂડા ધૂલાને એકવાર ઓન લાઈન ચેટિંગ કરવામાં સામે એક નવો મિત્ર મળી ગયો હતો. એમના મિત્ર વર્તુળમાં એનું નામ વિનીયો વિસ્તારી. ધૂલાએ હવે મહાબળેશ્વર પુરાણના નવા ઘરાક તરીકે પોતાની પસંદગી આ વિનીયા પર ઊતારી.એણે સમય બગાડ્યા વગર વિનીયાને તરત ...વધુ વાંચો

6

ધૂલો તો હરખપદૂડો (DTH) - 6

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૬આપણે જોયું કે આપણાં DTH એટલે કે ધૂલા હરખપદૂડાના મિત્રો એકમેકથી ચડીયાતા છે. સોશિયલ મીડિયાને લીધે મળેલો મિત્ર વિનીયો વિસ્તારી અને એની પત્ની સોનકી સણસણાટ તો અનોખા જ છે. હવે આગળ...એમાં એક વાર વિનીયાના સસરા એને ભટકાઈ ગયા. આમ જોવા જઇએ તો આપણો વિનીયો સંસ્કારી ને ખાનદાની. કોઈ ખોટી આદત નહિ છતાં પણ ક્યારેક છાંટો પાણી થઇ જાય તો ચાલે. છતાં પણ મૂળમાં સંસ્કારી ને ખાનદાની એટલે એ આ લત માટે પોતાના ગાંઠના પૈસા વાપરે નહિ. પણ જો કોઈ દાતાશ્રી મળી જાય તો જ..., સમજ્યા ને?આ વાતની વિનીયાના સસરાને ક્યાંકથી ખબર પડી એટલે ...વધુ વાંચો

7

ધૂલો તો હરખપદૂડો (DTH) - 7

ધૂલો તો હરખપદૂડો (DTH): પ્રકરણ ૭આપણે જોયું કે સોનકી સણસણાટ ધૂલાને મિત્ર ભાવે ફોન કરીને ઈશા પર બધા સામે કરવા માટે ખખડાવે છે. આ ફાયર બ્રાન્ડ સોનકીને ધૂલો વાતોમાં ભરમાવીને ચાલાકીથી એ સણસણાટ વિનીયા વિસ્તારી, એટલે કે એના વર પર ટ્રાન્સફર કરી દે છે. હવે આગળ...હરખપદુડા ધૂલાએ સોનકી સણસણાટને ગજબની ચાવી મારી દીધી, વિનીયા વિસ્તારીની રંગીન કરતૂતોથી સાવધ રહેવાની.હવે આ સોનકીએ એની સોનકી ખુફિયા એજન્સીને પૂર્ણ રીતે કાર્યવન્ત કરી નાખી. આ તો ઈજ્જતનો સવાલ છે. આ વિનીયાને આટલી મજબૂત પાંખો આવી કેવી રીતે! રખેને આવુ કાંઇક થાય તો આખા ગ્રુપ સામે નીચે જોવાનું થાય. હા, સોનકીને એ ચિંતા વધારે.હવે ...વધુ વાંચો

8

ધૂલો તો હરખપદૂડો (DTH) - 8

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૮આપણે જોયું કે સોનકી ઈશાનું ઉપરાણું લઈને ધૂલા સાથે ફોન પર લડવા બેઠી. વાતવાતમાં ધૂલાએ સોનકીના મનમાં વિનીયાના રંગીન મિજાજ વિશે શંકાનું બીજ રોપી દીધુ તો વિનીયા પર જાસૂસી કરવા સોનકીએ ધૂલાને જ વચ્ચે રાખ્યો. હવે આગળ...ધૂલાએ સમજી વિચારીને સોનકીને એક પ્લાન સમજાવ્યો, "જો સોનલ, આ જોખમી કામ માટે પહેલાં એના ફોન પર કબ્જો લેવો પડશે. એ ઘરે આવીને ફ્રેશ થવા જાય ત્યારે કે યોગ્ય મોકો જોઈને એના ફોનમાં કોલ લિસ્ટ અને વોટ્સએપ મેસેજના ફોટા લઈ લેવાના."સોનકી તૈયાર થઈ ગઈ, "હા પાર્ટનર, આ વાત એકદમ બરાબર. હવે તમારો દોસ્ત ફસાયો. ગયો એ બારના ...વધુ વાંચો

9

ધૂલો તો હરખપદૂડો (DTH) - 9

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૯આપણે જોયું કે ધૂલાએ મજાકમાં વાવેલ શંકાના બીજ સોનકીને ચિંતામાં નાખી દે છે. વિનીયા વિસ્તારી પર જાસૂસી કરવા એના મોબાઈલ કોલ પોતાના ફોન પર ફોરવર્ડ કરી એને આખો દિવસ કઈ છોકરીઓ ફોન કરે છે એ જાણીને ધૂલાની મદદ માંગે છે. એ લીસ્ટની અગિયાર છોકરીઓમાં દસ તો માર્કેટિંગ વાળી છે પણ એક અગિયારમી છોકરી સામે આવવાનું ટાળે છે. હવે આગળ...એણે વિનીયાને ફોન લગાડ્યો. પણ એ કોલ સોનકીના ફોન પર ફોરવર્ડ થઈ ગયો. એણે સાંજ સુધી, વિનીયો ઘરે પહોંચી જાય અને કોલ ફોરવર્ડ કેન્સલ થઈ જાય ત્યાર સુધી, રાહ જોવાનુ નક્કી કર્યુ.એ રાત્રે એણે વિનીયાને ...વધુ વાંચો

10

ધૂલો તો હરખપદૂડો (DTH) - 10

ધૂલો તો હરખપદૂડો (DTH) પ્રકરણ ૧૦આપણે જોયું કે સોનકી સણસણાટ અને વિનીયા વિસ્તારી વચ્ચે ધૂલાએ લગાવેલી શંકાની આગ સુખરૂપ ગઈ હતી. આ અનોખું મિત્ર વર્તુળ સપરિવાર મહિનાના છેલ્લા શનિવારે કોઈ પણ એક મિત્રના ઘરે ભેગા થઈ મોજ મસ્તી કરતાં. આ નિયમને લીધે તેઑ મહિનામાં એક વાર તો મળતાં જ. હવે પછીના શનિવારે ભાવલા ભૂસ્કાના ઘરે પ્રોગ્રામ નક્કી થયો હતો. હવે આગળ...ભાવલો ભૂસ્કો ધૂલા હરખપદૂડા તથા ઈશા હરણીના સપરિવાર મિત્ર વર્તુળનો એક સક્રિય મિત્ર સભ્ય હતો. આ ભાવલો એ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો. અને એટલે જ કદાચ એ થોડો સુપિરીયોરીટી કોમ્પ્લેક્ષમાં એક ફ્લેટ લખાવી ગુરુતા ગ્રંથીથી પિડીત હતો. એ મિત્રોની ...વધુ વાંચો

11

ધૂલો તો હરખપદૂડો (DTH) - 11

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૧આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક એ શનિવારે ભાવલા ભૂસ્કાને ગોઠવાઈ હતી. પણ કેતલા કીમિયાગારના સાસુ અચાનક બીમાર પડતાં એણે પિતલી પલટવાર સાથે ત્યાં જવાનુ નક્કી કર્યુ. મૂકલા મુસળધારનું બગડી ગયેલુ સ્કૂટર એના સમેત મધરસ્તે ગગડી પડ્યુ એટલે વિનીયો વિસ્તારી એના ફ્રેક્ચરના ઈલાજ માટે એને એની જાણીતી હાડ હોસ્પિટલ લઈ ગયો અને ધૂલા હરખપદૂડાની કાર રસ્તામાં ખોટકાઈને અટકી પડી એટલે એ મેકેનિકને શોધવા નીકળી પડ્યો. આમ એ પાર્ટી સાથે સાથે સધકી સંધિવાતની મહેનત પણ નકામી થઈ ગઈ હતી. હવે આગળ...સધકી સંધિવાતનો સનેપાત ભાવલા ભૂસ્કા પર આફત બની તૂટી પડ્યો. શરૂઆતમાં ...વધુ વાંચો

12

ધૂલો તો હરખપદૂડો (DTH) - 12

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૨આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક જે ભાવલા ભૂસ્કાને ઘરે હતી. એ વખતે જ કેતલા કીમિયાગારના સાસુમાં અચાનક બીમાર પડતાં એણે અને પિતલી પલટવાર ત્યાં જવાનુ નક્કી કર્યુ. મૂકલા મુસળધારનું બગડી ગયેલુ સ્કૂટર એના સમેત ગગડી પડ્યુ એટલે વિનીયો વિસ્તારી એના ફ્રેક્ચર માટે એને એની જાણીતી હાડ હોસ્પિટલ લઈ ગયો અને ધૂલા હરખપદૂડાની કાર રસ્તામાં અટકી એટલે એ ગેરેજમાં હતો ઈશા સમેત. આમ એ પાર્ટી સાથે સાથે સધકી સંધિવાતના માસીયાઈ ભાઈનું ચોકઠું ગોઠવાય એ પહેલાં જ લટકી ગથું. હવે આગળ...ભાવલા ભૂસ્કા માટે આ શનિવારીય બેઠક એ એક પ્રતિષ્ઠિત પ્રસંગમાં પરાવર્તિત ...વધુ વાંચો

13

ધૂલો તો હરખપદૂડો (DTH) - 13

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૩આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક જે ભાવલા ભૂસ્કાને ઘરે હતી. એમાં સૌએ સાથે મળીને ધૂલા હરખપદૂડાના પ્લાન મુજબ ભાવલાને ટેમ્પરરી ટેન્શન આપી, બીલ મયુરીઆ કળાકાર પર ફાડી દીધું. એટલે ભાવલાએ ગ્રુપ વિડિયો કોલ કર્યો જેમાં બૈજુ બાવરીના ફોન પર ઝઘડાના અવાજો સંભળાયા. હવે આગળ...બૈજુ બાવરીએ ભાવલાનો એ કોલ તો જાણે રિસીવ બટન અજાણતા દબાઈને રિસીવ કરી લીધો હોય એમ લાગ્યું. એનો મોબાઈલ કદાચ એની પર્સમાં જ હશે એટલે ફક્ત અંધકાર જ દ્રશ્યમાન હતું પણ ઓડિયોમાં કોઈ મોટો ઝઘડો ચાલતો હોય એવા શોરબકોર, ગાળાગાળીનો કોલાહલ ઝીલાતો હતો. જોકે એકાએક મયુરીઆની ...વધુ વાંચો

14

ધૂલો તો હરખપદૂડો (DTH) - 14

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૪આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક જે ભાવલા ભૂસ્કાને ઘરે હતી. એમાં ભાવલાએ ગ્રુપ વિડિયો કોલ કર્યો જેમાં બૈજુ બાવરીના ફોન પર ઝઘડાના અવાજો સંભળાયા. મયુરીઓ કળાકાર અને બૈજુ બાવરી મુસીબતમાં હોવા છતાં મહિલાઓ મોજથી જમતી હોવાથી ભાવલાએ પ્રશ્નાર્થ ઠપકો આપ્યો. હવે આગળ...લેડિઝ વિંગ મીજબાનીની જિયાફત માણતી હતી. સતત હસી મજાકની છોળ ઊડી રહી હતી. એટલે ભાવલાથી રહેવાયુ નહીં. એણે ભૂસ્કો લગાવ્યો, "આ તમને લોકોને શરમ જેવું કાંઈ છે કે નહીં? અહીં આપણાં મિત્રોની ખબર નથી મળી રહી. આપણે સૌએ મોટા ઝઘડાના અવાજ, મયુરીઆની ચીસ વગેરે સાંભળ્યું તો પણ તમારો ...વધુ વાંચો

15

ધૂલો તો હરખપદૂડો (DTH) - 15

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૫આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક જે ભાવલા ભૂસ્કાને ઘરે હતી. જેમાં મયુરીઓ કળાકાર અને બૈજુ બાવરી મુસીબતમાં હોવાની મસ્તી કરી હોય એવુ અનુમાન બહાર આવ્યુ હતું. જોકે સધકીના માસીયાઈ અમિતભાઈને માત્ર એક મહિનામાં યોગ્ય ઠેકાણે પાડવાની જવાબદારી કેતલા કીમીયાગારએ સ્વેચ્છાએ સ્વીકારી છે. હવે આગળ...સધકીએ એનાં ઘરે આયોજિત શનિવારીય બેઠક દરમ્યાન સૌને એના અમિતભાઈ માટે યોગ્ય ઠેકાણુ શોધવા વિનંતી કરી. એમાં પણ કેતલા કીમિયાગારને બિઝનેસ દેખાયો. એ આ ચેલેન્જ એક મહિનામાં પૂર્ણ કરવા કટિબદ્ધ થઈ ગયો. એણે જાહેરાત કરી દીધી કે આવતી શનિવારીય બેઠક પહેલાં આ અમિતભાઈના માથા પર તથા ...વધુ વાંચો

16

ધૂલો તો હરખપદૂડો (DTH) - 16

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૬આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક જે ભાવલા ભૂસ્કાને ઘરે હતી. જેમાં મયુરીઓ કળાકાર અને બૈજુ બાવરી મુસીબતમાં હોવાની જાણ કરી મિત્રવર્ગના પેનિક પ્રતિભાવની રાહ જોઈને જાગી રહ્યાં છે. જોકે સધકીના માસીયાઈ અમિતભાઈને માત્ર એક મહિનામાં યોગ્ય ઠેકાણે પાડવાની લગભગ અશક્ય એવી જવાબદારી કેતલા કીમીયાગારએ સ્વીકારી લઈ હાસ્યાસ્પદ હાલતમાં હલવાયો છે. હવે આગળ...સોનકી સણસણાટ વોટ્સએપ પર સતત નજર રાખી હતી. મયુરીઓ કળાકાર અને બૈજુ બાવરી એ બંને ઓનલાઇન જ હતાં. સ્વાભાવિક છે એમને બમણી ચિંતા હતી.એક, પોતાના ઝઘડા અને ચીસનો કોઈ પ્રતિભાવ આવ્યો નહોતો. અને બીજું, એમણે વોટ્સએપ ગ્રુપના દરેક ...વધુ વાંચો

17

ધૂલો તો હરખપદૂડો (DTH) - 17

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૭આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક જે ભાવલા ભૂસ્કાને ઘરે હતી. જેમાં સધકીના માસીયાઈ અમિતભાઈને માત્ર એક મહિનામાં યોગ્ય ઠેકાણે પાડવાની લગભગ અશક્ય એવી જવાબદારી કેતલા કીમીયાગારએ સ્વેચ્છાએ સ્વીકારી લીધી હતી. પણ એ મધરાતે સધકીના માસી અને અમિતના માતાનો સધકી સંધિવાત પર ફોન આવ્યો. હવે આગળ...સધકીની લાડકી મીનામાસીનો અડધી રાતે ફોન આવ્યો એટલે સૌ સાથે સાથે સધકી સંધિવાત પણ ચિંતામાં પડી ગઈ. એ હજી બૈજુ બાવરી સાથે મોબાઈલ પર વાત કરતી હતી અને માસીનો ફોન આવ્યો એટલે સધકીએ ઝડપભેર કોલ કાપીને તરત માસીનો ફોન લીધો, "માસી, અત્યારે?"માસીનો રડમસ અવાજ આવ્યો, ...વધુ વાંચો

18

ધૂલો તો હરખપદૂડો (DTH) - 18

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૮આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક જે ભાવલા ભૂસ્કાને ઘરે હતી. એ દરમ્યાન રેખાએ અમિતને મેસેજ કરી પોતાની અમેરીકા જવાની અનિચ્છા દર્શાવી હતી. આમ અમિત માટે હવે લાઇન ક્લિયર હતી છતાં પણ એની સાથે સવાર પડતાં જ વાત કરી ખુલાસો કરવાનું નક્કી થયું હતું. આમ છતાં પણ એ સમયે, એટલે કે મધરાતે, સધકીના મીનામાસી અને અમિતની માતાનો સધકી સંધિવાત પર બીજી વખત ફોન આવ્યો. હવે આગળ...મીનામાસીનો અડધી રાતે ફરી એક વાર અચાનક ફોન આવ્યો એટલે સૌ સાથે સાથે સધકી સંધિવાત પણ ચિંતામાં પડી ગઈ. શું કોઈ ખુશ ખબર હશે કે…! ...વધુ વાંચો

19

ધૂલો તો હરખપદૂડો (DTH) - 19

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૯આપણે જોયું કે એ મહિનાની પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક ભાવલા ભૂસ્કાને ગોઠવાઈ હતી. એ દરમ્યાન કેતલાએ સધકી સંધિવાતના માસીયાઈ ભાઈ, અમિતના હાથ પીળા કરવાનું બીડું ઝડપ્યુ હતૂ. એણે પિતલીની તારામાસીને ફોન કરી આ સંદર્ભમાં વાત ચલાવી. હવે આગળ..."તારામાસી, વાત જાણે એમ છે કે...." એ પોરો ખાવા અટક્યો, "તમને માઠું ના લાગે તો એક વાત કરું.""બોલો, જમાઈરાજ. તમારી વાતને હોરર ફિલ્મોની જેમ રહસ્યમય બનાવવાને બદલે બેધડક થઈ જણાવો." અંદરથી ક્રોધિત તારામાસી મહામહેનતે પોતાની જાત પર કાબુ રાખી બોલી રહ્યાં હતાં.હવે કીમિયા અજમાવવા માટે યોગ્ય સમય આવી ગયો હોઈ કેતલાએ ધડાકો કર્યો, "માસી, ...વધુ વાંચો

20

ધૂલો તો હરખપદૂડો (DTH) - 20

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૦આપણે જોયું કે અમિત અને તારાની લગ્નોત્સુક મિટીંગ ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. દરમ્યાન કેતલો પિતલીની તારામાસી સાથે સધકી સંધિવાતના ધરે પહોંચ્યો. અમિત અને તારા, આ મીટિંગમાં ભવ્ય તૈયારી સાથે તૈયાર થઈ જોડાયા હતાં. જોકે થનાર સાસુએ ભવિષ્યની વહુને વેવાણ તરીકે સંબોધી. હવે આગળ...ભાવલાના ઘરે અમિત પહોંચ્યો તો એના મમ્મી બપોરથી અહીં આવી ગયેલા. આ લાડાની માતાઓને ભારે ઉતાવળ હોય એ સ્વાભાવિક બાબત છે. તો થોડીવારમાં કેતલી કીમીયાગાર અને પિતલી પલટવાર, તારાને લઈને પહોંચી ગયાં. સામસામે પ્રણામ કરી એમને માનભેર બેસાડી સધકી સંધિવાત પાણી લેવા ગઈ. અહીં અમિત અને મીનામાસી ચકળ વકળ ડોળે ...વધુ વાંચો

21

ધૂલો તો હરખપદૂડો (DTH) - 21

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૧આપણે જોયું કે અમિત અને તારાની લગ્નોત્સુક મિટીંગ ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. મીટિંગમાં થનાર સાસુએ ભવિષ્યની વહુને વેવાણ તરીકે સંબોધી ખેલો કરી નાખ્યો. અકલ્પ્ય રીતે મીનામાસીના આવા વલણથી પિડીત તારામાસી ત્યાંથી ભાગી છૂટી. કેતલો કીમિયાગાર અને પિતલી પલટવાર એનો પીછો કરી એને સમજાવીને પાછી ત્યાં લઈ આવ્યા. હવે આગળ...સધકી સંધિવાતે એક ખોંખારો ખાધો પણ અમિતનું ધ્યાન એની માતા તરફ જ કેન્દ્રિત હતુ. એ બોલ્યો, "એ તારાએ એના કોલેજીયન જીવન દરમ્યાનનો ફોટો મોકલી આપણને ભ્રમિત કરવાની નાકામ ચાલ ચાલી હતી. પણ છેતરપીંડી એટલે છેતરપીંડી. એ ડોસલી, કેવી મોઢું સંતાડીને ભાગી, ઊભી પૂંછડીએ નાઠી! ...વધુ વાંચો

22

ધૂલો તો હરખપદૂડો (DTH) - 22

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૨આપણે જોયું કે અમિત અને તારાની લગ્નોત્સુક મિટીંગ ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. મીટિંગમાં થનાર સાસુએ ભવિષ્યની વહુને વેવાણ તરીકે સંબોધી ત્યારબાદ પણ તારામાસીએ બે પ્રયાસ કર્યા પણ છેવટે અમિતના વલણથી નારાજ તારામાસી આ સંબંધ પર ચોકડી મારવા મજબૂર થઈ ગયાં. આમ છતાં કેતલો કીમિયાગાર અને પિતલી પલટવાર એને સમજાવીને પાછી ત્યાં લઈ આવી શકશે? કારણકે કેતલાએ મીનામાસીને શનિવારે જ ફરી મિટીંગ માટે તૈયાર રહેવા જણાવી દીધુ હતુ. હવે આગળ...આ તરફ એમના મિત્રવર્ગના વોટ્સએપ ગ્રુપમાં આ મિટીંગ વિશે, એ મિટીંગના અને કેતલા કીમિયાગારના પરિણામ વિશે, ખાસી ઉત્કંઠા છવાઈ ગઈ હતી. પણ સધકીએ ઝડપભેર ...વધુ વાંચો

23

ધૂલો તો હરખપદૂડો (DTH) - 23

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૩આપણે જોયું કે અમિત અને તારાની લગ્નોત્સુક મિટીંગ ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. મીટિંગમાં પહેલાં થનાર સાસુ તથા બાદમાં અમિતના વલણથી તારામાસી આ સંબંધ પર ચોકડી મારવા મજબૂર થઈ ગયાં. હવે કેતલા કીમિયાગાર અને પિતલી પલટવારે નજર એમની જ્ઞાતિ તરફ દોડાવી. એમણે સોર્ટ લિસ્ટ કરેલી લગ્નોત્સુક સાત છોકરીઓમાંથી ત્રણ કુંવારી હતી એમના વિશે વ્યવસ્થિત તપાસ કરવાની જવાબદારી પિતલીની મમ્મી રસિલાબેનને સોંપી દીધી. હવે આગળ...પિતલી પલટવારની મમ્મી રસિલાબેન એમને સોંપવામાં આવેલ ત્રણ છોકરીઓમાંથી બે, જે સગી બહેનો હતી, એમને પહેલાંથી ઓળખતાં હતાં. આ અલ્પા અને જલ્પા, એમના માતાપિતાના જૂના ઝઘડા અને ત્યારબાદ બાદ ચાલી ...વધુ વાંચો

24

ધૂલો તો હરખપદૂડો (DTH) - 24

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૪આપણે જોયું કે કેતલા કીમિયાગાર અને પિતલી પલટવારે નજર એમની જ્ઞાતિ તરફ દોડાવી. સાત વિવાહ યોગ્ય છોકરીઓમાંથી, જેમાં ત્રણ કુંવારી હતી એમના વિશે તપાસ કરવાની જવાબદારી પિતલીની મમ્મી રસિલાબેનને સોંપી હતી. જોકે પહેલી બે છોકરીઓને તો એ ઓળખતાં જ હતાં એટલે એમને જાણ હતી કે અહીં કામ નહીં થાય. પણ ત્રીજી, સુષમા જે ઇન્ટિરિયર ડિઝાઇનર હતી એને બિઝનેસના કામના બહાના હેઠળ બોલાવી એમણે લગ્નોત્સુક મિટીંગ ગોઠવી દીધી હતી. હવે આગળ...રસિલાબેન સુષમાને કામના બહાને ઘરે બોલાવી લગ્ન જીવન અને એના ફાયદા વગેરે સમજાવવા લાગ્યાં ત્યારે એને પણ ખ્યાલ આવી ગયો કે આ ડોકરી એને ...વધુ વાંચો

25

ધૂલો તો હરખપદૂડો (DTH) - 25

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૫ - સિલ્વર જ્યુબિલી મણકો.આપણે જોયું કે કેતલા કીમિયાગાર અને પિતલી પલટવારે અમિત એમની જ્ઞાતિની કુંવારી કન્યાઓ વિશે તપાસ કરવાની જવાબદારી પિતલીની મમ્મીને સોંપી હતી. જોકે રસિલાબેન બે છોકરીઓને તો એ પહેલાંથી ઓળખતાં હતાં એટલે એમને જાણ હતી કે અહીં કામ નહીં થાય. પણ ત્રીજી સુષમા, જે ઇન્ટિરિયર ડિઝાઇનર હતી એને બિઝનેસના કામના બહાના હેઠળ એમણે અમિત સાથે લગ્નોત્સુક મિટિંગ ગોઠવી દીધી હતી. આમ એક પાર્ટી લગ્નોત્સુક મિટિંગ સમજીને તો બીજી બિઝનેસ મિટિંગ સમજીને વાત કરી રહી હતી. એમાંથી જ સર્જાઈ રહ્યાં હતાં જબરજસ્ત ગડબડ ગોટાળા. હવે આગળ...જે પ્રમાણે વાતો ચાલી રહી હતી ...વધુ વાંચો

26

ધૂલો તો હરખપદૂડો (DTH) - 26

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૬આપણે જોયું કે પિતલીની મમ્મીએ સુષમા નામની કુંવારી ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે બિઝનેસના કામના હેઠળ અમિત સાથે લગ્નોત્સુક મિટીંગ ગોઠવી આપી હતી. મજાની વાત એ હતી કે એક પાર્ટી આને લગ્નોત્સુક મિટીંગ સમજીને તો બીજી બિઝનેસ મિટીંગ સમજીને વાત કરતી હતી. એમાંથી જ સર્જાયાં હતાં ગડબડ ગોટાળા. સુષમાએ વાત આગળ વધારવા પચીસ હજાર રૂપિયાની માંગણી કરી લીધી હતી. હવે આગળ...લગ્નોત્સુક પાર્ટીને ભવિષ્યની નવોઢા અને એ સમયની સૌભાગ્ય કાંક્ષીણી કન્યા એક પછી એક, આંચકાઓ પર આંચકા આપી રહી હતી. પ્રથમ તો એ લગ્નોત્સ મિટીંગ માટે એકલી આવી હતી. દ્વિતીય, એના વસ્ત્ર પરિધાન પ્રસંગોપાત બિલકુલ નહોતા. ...વધુ વાંચો

27

ધૂલો તો હરખપદૂડો (DTH) - 27

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૭આપણે જોયું કે પિતલીની મમ્મીએ સુષમા નામની ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે બિઝનેસના કામના બહાના અમિત સાથે લગ્નોત્સુક મિટીંગ ગોઠવી આપી હતી. સુષમાએ વાત આગળ વધારવા પચીસ હજાર રૂપિયાની માંગણી કરી લીધી હતી અને એમાં કોઈ પણ પ્રકારની તડજોડ કરવા તૈયાર નહોતી. દુલ્હનને આમ છડેચોક દહેજ માંગતી જોઈ સૌ ચોંકી ઊઠ્યાં. હવે આગળ...સુષમાના વસ્ત્ર પરિધાન, એની અકડ, એની અકારણ દહેજની માંગણીની જીદથી લગ્નોત્સુક ટીમ અસમંજસમાં પડી ગઈ હતી. એણે વાત આગળ વધારવા અમિતનો ફ્લેટ જોવા તથા રૂપિયા પચીસ હજારની સ્પષ્ટ માંગણી કરી હતી અને એના અમલ સિવાય આગળ વધવા તૈયાર નહોતી.આને કારણે કે અન્યથા બરાબર ...વધુ વાંચો

28

ધૂલો તો હરખપદૂડો (DTH) - 28

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૮આપણે જોયું કે પિતલીની મમ્મીએ સુષમા નામની ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે બિઝનેસના કામના બહાના બોલાવી અમિત સાથે લગ્નોત્સુક મિટીંગ ગોઠવી આપી હતી. પણ ગેરસમજ અને ગડબડ ગોટાળાની ધમાલ વચ્ચે આ લગ્નોત્સુક મિટીંગ પણ બૂમરેંગ સાબિત થઈ. એ મનના માણીગર બનવા થનગનતા ઉમેદવારને અમિતભાઈ કહીને જતી રહી. હવે આગળ...સુષમાના ગયા બાદ મીનામાસી નિર્દોષ રીતે કેતલા કીમિયાગાર તરફ જોઈને બોલ્યાં, "ફરી એક વખત, અમિતભાઈ!" અને બધાં ખડખડાટ હસી પડ્યાં. આ વખતે બધાં સાથે અમિત પણ જોડાયો.એના ગયા બાદ સધકી સંધિવાતે મહેમાન માટે મંગાવેલ ભોજનની સૌએ સાથે મળીને જિયાફત ઊડાવી. આ ફક્ત કહેવા ખાતર લાઈટ ડિનર કહેવાય ...વધુ વાંચો

29

ધૂલો તો હરખપદૂડો (DTH) - 29

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૯આપણે જોયું કે પિતલીની મમ્મીએ સુષમા નામની ઇન્ટિરિયર ડિઝાઇનરને બિઝનેસના કામના બહાના હેઠળ ઘરે બોલાવી, અમિત સાથે લગ્નોત્સુક મિટીંગ ગોઠવી આપી હતી. પણ ગેરસમજ અને ગડબડ ગોટાળાની ધમાલ વચ્ચે આ લગ્નોત્સુક મિટીંગ પણ બૂમરેંગ સાબિત થઈ. આમ આ એક પછી એક એમ બંને પ્રપોઝલના નિષ્ફળ સૂત્રધાર એવા કેતલા કીમિયાગારની મશ્કરી કરવા જતા આ મિશન, મયુરીઆ કળાકારના ગળામાં આવી ગયું હતું. જોકે ધૂલા હરખપદૂડાએ ભાવલા ભૂસકાને એક એવો મેસેજ કર્યો જે જોઈ ભાવલો ભાવનાત્મક ભૂસકા લગાવવા માંડ્યો. હવે આગળ...ધૂલા હરખપદૂડાએ ભાવલા ભૂસકાને એક અનોખો, મનભાવક મેસેજ કર્યો. જે જોઈ ભાવલો ભાવનાત્મક ભૂસકા લગાવવા માંડ્યો. ...વધુ વાંચો

30

ધૂલો તો હરખપદૂડો (DTH) - 30

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૦આપણે જોયું કે આ 'અમિત ઠેકાણે પાડો' મિશન હેઠળ ધૂલાએ એની સોસાયટી નજીક હેમા નામની છોકરી પસંદ કરી હતી. એ બિંદુ નામની મહિલા સાથે શેરિંગ બેઝીઝ પર રહેતી હતી. ધૂલો ઈશા સાથે એને મળવા ગયો પણ બિંદુએ એમને અપમાનિત કરી ઘરમાં આવવા દીધાં નહીં. છેવટે ધૂલાએ નાખેલા એના વિઝિટિંગ કાર્ડ પ્રમાણે બીજા દિવસે હેમાનો ફોન આવ્યો અને એ લગ્નોત્સુક મિટીંગ માટે તૈયાર થઈ ગઈ હતી. હવે આગળ…એક તરફ હેમાનો સામેથી ફોન આવ્યો અને ધૂલાની સમજાવટ બાદ, થોડી ઘણી આનાકાની બાદ એ લગ્નોત્સુક મિટીંગ માટે તૈયાર થઈ ગઈ હતી. જોકે બીજી તરફ ધૂલાને એમ ...વધુ વાંચો

31

ધૂલો તો હરખપદૂડો (DTH) - 31

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૧આપણે જોયું કે હેમા નામની કન્યા સાથે અમિતની લગ્નોત્સુક મિટીંગ સફળ સાબિત થઈ આ વખતે ધૂલાએ બરાબર નક્કી કરી લગ્નોત્સુક મિટીંગ જ ફિક્સ કરી હતી. સૌના આશ્ચર્ય વચ્ચે આ છોકરીએ છોકરા સાથે કોઈ પણ જાતની વાતચીત વગર ઈશા પાસે હા પાડી દીધી. પરિવાર વગર એકલી રહેતી આ યુવતીને મીનામાસીએ શુકન આપી દેતાં એનું અમિત સાથે ગોઠવાઈ ગયુ. હવે આગળ...ઈશા સધકીના બેડરૂમમાંથી હસતી હસતી, હેમાનો હાથ ઝાલીને બહાર આવી અને બોલી, "મીનામાસી, શુકનનું કવર કાઢો, હેમાએ હા પાડી છે." મીનામાસીએ પર્સમાં હાથ નાખ્યો અને ફૂલ ગુલાબી બે હજાર રૂપિયાની પાંચ નોટ અને રાખોડી પાંચસો ...વધુ વાંચો

32

ધૂલો તો હરખપદૂડો (DTH) - 32

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૨આપણે જોયું કે હેમા નામની કન્યા સાથે અમિતની લગ્નોત્સુક મિટીંગ સફળ સાબિત થઈ. વગર એકલી રહેતી આ યુવતીએ અમિતને મળ્યા વગર હા કહી દેતાં, ઉત્સાહિત મીનામાસીએ હેમાને શુકન આપી દેતાં એનું અમિત સાથે ગોઠવાઈ ગયુ. પણ જ્યારે અમિત હેમાને એના ઘરે મૂકવા ગયો તો એની રૂમ પાર્ટનર બિંદુએ એક અતિ વિચિત્ર વાત કહી દીધી હતી. હવે આગળ...હેમાની રૂમ પાર્ટનર બિંદુએ આક્રમકતા વધારી એને ઘરે મૂકવા આવેલા અમિત વિશે કડક પૂછપરછ કરી, "આ કોણ છે?"હેમાએ નરોવા કુંજરોવા જવાબ આપ્યો, "મને મૂકવા આવ્યા છે." પણ કંટાળેલા અમિતે એને સામે પુછ્યુ, "આ કેમ આટલું બધું બોલે ...વધુ વાંચો

33

ધૂલો તો હરખપદૂડો (DTH) - 33

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૩આપણે જોયું કે હેમા નામની કન્યા સાથે અમિતની લગ્નોત્સુક મિટીંગ સફળ સાબિત થઈ મીનામાસીએ આપેલ શુકન એણે સ્વેચ્છાએ સ્વીકારી લેતાં એનું અમિત સાથે ગોઠવાઈ ગયું હતું. અમિત હેમાને એના ઘરે મૂકવા ગયો ત્યારે એની રૂમ પાર્ટનર બિંદુએ એ એની પત્ની હોવાની સાબિત કર્યુ હતુ. આ વાતની જાણ થતાં ધૂલો હરખપદૂડો અને ઈશા હરણી એને મળવા દોડી ગયાં. હવે આગળ...ધૂલો હરખપદૂડો અને ઈશા હરણીએ હેમાના ઘરનો દરવાજો ખટખટાવી એ ઊઘડવાની રાહ જોઈ રહ્યાં હતાં. દસેક મિનિટ બાદ પણ કોઈએ દરવાજો ખોલવાની ચેષ્ટા કરી નહીં એટલે તેઓ ખિન્ન હ્રદયે નિરાશ થઈ પાછા વળી ગયાં. ફરી ...વધુ વાંચો

34

ધૂલો તો હરખપદૂડો (DTH) - 34

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૪આપણે જોયું કે હેમા નામની કન્યા સાથે અમિતની લગ્નોત્સુક મિટીંગ સફળ સાબિત થયા અચાનક વિચિત્ર કારણસર ફેઇલ થઈ ચૂકી હતી. એમણે આ વાત, એ સંબંધિત છ જણ વચ્ચે જ રાખી, પર કાયમી પરદો પાડી, છએક મહિના માટે સુપ્ત થઈ જવું એવો નિર્ણય કર્યો હતો. અહીં સખી વૃંદ એમની આગામી મિત્ર વર્તુળ માસિક શનિવારીય બેઠક વિશે ચર્ચાઓ કરવામાં વ્યસ્ત થઈ ગઈ છે. હવે આગળ...એ સાંજે આ મિત્ર વર્ગ જ્યારે એ વોટ્સએપ ગ્રુપમાં કાર્યવંત થયાં, બપોરની સહેલીઓની બધી ચેટ વાંચી હસી હસીને બેવડ વળી ગયા. કેતલા કીમિયાગારે આ કીમિયો કારગર કરવા આ ગુજ્રેજી સંવાદનો વિનીયાએ ...વધુ વાંચો

35

ધૂલો તો હરખપદૂડો (DTH) - 35

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૫આપણે જોયું કે એક તરફ 'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠકમાં એક અનોખી સ્પર્ધા ગોઠવાઈ ચૂકી હતી. તો બીજી તરફ સહેલી વૃંદે આવી અનોખી અને વિચિત્ર વિષય ધરાવતી થીમ માટે એમની આગામી મિત્ર વર્તુળ માસિક શનિવારીય બેઠક વિશે સંક્ષિપ્ત ચર્ચા કરી એક વિશેષ પ્લાન બનાવી લીધો હતો. હવે આગળ...આવી ભારેખમ છતાં ઉત્સુકતા જગાવે એવી 'રશિયા યુક્રેન વોર' આધારીત થીમ આ મિત્ર વર્ગ માટે મોટો હોબાળો સર્જવા સમર્થ હતી. ઉત્કંઠા પોતાની ચરમસીમાએ પહોંચી ચૂકી હતી. હવે સૌ માસિક શનિવારીય બેઠકની કાગ ડોળે રાહ જોઈને બેઠાં હતાં. વિનીયાએ વિસ્તારપૂર્વક વિસ્તરીને ...વધુ વાંચો

36

ધૂલો તો હરખપદૂડો (DTH) - 36

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૬આપણે જોયું કે 'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની આગલી માસિક બેઠકમાં એક જ થીમ પર એક સ્પર્ધા ગોઠવાઈ છે. આ તરફ સહેલી વૃંદે આવી અનોખી અને વિચિત્ર વિષય ધરાવતી થીમ માટે એમની આગામી મિત્ર વર્તુળ માસિક શનિવારીય બેઠક વિશે સંક્ષિપ્ત ચર્ચા કરી એક પ્લાન બનાવી લીધો હતો. તો ઈશા હરણીએ સિંધી ભોજનનું મેનુ ફાઇનલ કરી લીધું હતું. જોકે સૌ આ બેઠકની થીમ વિશે કુતુહલપૂર્વક રાહ જોઈ રહેલ. હવે આગળ...એક વાત તો નક્કી હતી કે આ વખતની મિત્ર વર્તુળ માસિક શનિવારીય બેઠકનું અનોખું, અદ્વિતીય, અપૂર્વ, આશ્ચર્યકારક, અલૌકિક અને અદ્ભૂત છતાં નોખું ...વધુ વાંચો

37

ધૂલો તો હરખપદૂડો (DTH) - 37

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૭આપણે જોયું કે 'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની આગલી માસિક બેઠકમાં સ્પર્ધા ગોઠવાઈ હતી. ઈશા હરણીએ સિંધી ભોજનનું મેનુ ફાઇનલ કરી લીધું હતું. જોકે સૌ આ બેઠક માટે સૌ મિત્રવર્ગ વૈવિધ્યપૂર્ણ રીતે પણ પ્રસંગોપાત તૈયાર થઈને આવે છે. આ વસ્ત્ર પરિધાનમાં અપવાદ એવા વિનીયા વિસ્તારીના ચાંદ મામાની જીવનગાથા સાંભળીને સૌ આઘાત અનુભવે છે. હવે આગળ...હિરકી હણહણાટ હણહણી, "ઓલ હિઅર હિયર ઓનલી." બધાં પહેલાંથી હતપ્રભ હતાં એમાં આ અપગ્રેડેડ અંગ્રેજીએ એમને સૌને અસમંજસતાની ખાઈમાં ઘકેલી દીધાં.છેવટે એણે ખુલાસો કરી દીધો, "તમને ક્યારે સમજ આવશે! ઓલ હિઅર હિયર ઓનલી એટલે બધું અહીંનું ...વધુ વાંચો

38

ધૂલો તો હરખપદૂડો (DTH) - 38

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૮આપણે જોયું કે 'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની આ માસિક બેઠકમાં સ્પર્ધા દરમ્યાન વિનીયા વિસ્તારીના ચાંદ મામાની જીવનગાથા સાંભળીને સૌ આઘાત અનુભવે છે. આ અનોખી થીમ સ્પર્ધા સૌની અપેક્ષાઓથી વિપરિત એકદમ આસાન, આનંદી અને માણી શકાય એવી હોવાથી સો ઉમંગભેર ભાગ લઈ મજા કરે છે. હવે આગળ...'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની આ માસિક શનિવારીય બેઠકમાં અનોખી, અનેરી અને અલૌકિક આનંદ પ્રાપ્ત થાય એવી સરળ સ્પર્ધા માટે ધૂલો હરખપદૂડાએ અઢળક પ્રસંશા પ્રાપ્ત કરી લીધી હતી.વળી અપેક્ષિત વિનીયા વિસ્તારી અને સોનકી સણસણાટ તથા ભાવલો ભૂસ્કો અને સધકી સંધિવાત જેવી ...વધુ વાંચો

39

ધૂલો તો હરખપદૂડો (DTH) - 39

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૯આપણે જોયું કે 'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની આ માસિક બેઠક બાદ વિનીયો વિસ્તારી અને કેતલો કીમિયાગાર સપરિવાર મિત્ર વર્ગ વોટ્સએપ ગ્રુપમાંથી ગાયબ તો છે તદુપરાંત સંપર્ક પણ ટાળે છે. ઘણાં પ્રયત્નો બાદ પણ તેઓ એમની ગતિવિધિ વિશે ગણસારો કે સંકેત મળતો નથી. આખરે મૂકલો મુસળધાર અને ધૂલો હરખપદૂડો એમના ઘરે જઈને, તાળુ જોઈ એમને કોલ કરે છે તો આ વાતથી અજાણ એ બંને ઘરમાં જ હોય એમ ખોટું બોલે છે. હવે આગળ...મૂકલો મુસળધાર અને ધૂલો હરખપદૂડો એકદમ દિગ્મૂઢ થઈ ગયાં. પ્રસ્થાપિત પરિસ્થિતિ પર પરિપક્વ પગલાં પડકારજનક થઈ પડ્યા હતા. ...વધુ વાંચો

40

ધૂલો તો હરખપદૂડો (DTH) - 40

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૦આપણે જોયું કે 'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની માસિક શનિવારીય બાદ વિનીયો વિસ્તારી અને કેતલો કીમિયાગાર સપરિવાર એમના મિત્ર વર્ગ વોટ્સએપ ગ્રુપમાંથી ફક્ત ગાયબ જ નથી તદુપરાંત તેઓ સંપર્ક પણ ટાળે છે. જોકે મૂકલો મુસળધાર અને ધૂલો હરખપદૂડો એમની ગતિવિધિઓ પર એમની જાણ બહાર ચાંપતી નજર રાખી રહ્યા છે એ જ સમયે મહિલા મંડળના વોટ્સએપ ચેટ પર આ વાત જાહેર થઈ જાય છે. હવે આગળ...આ સહેલી વૃંદના વોટ્સએપ ચેટ દરમ્યાન ઈશા હરણીએ એક વિસ્ફોટ કર્યો, 'પિતલી પલટવાર એન્ડ સોનકી સણસણાટ મિસિંગ ફ્રોમ ગ્રુપ લોંગ ટાઈમ.' તરત બૈજુ બાવરીએ ટકોરો ટંકાર્યો, ...વધુ વાંચો

41

ધૂલો તો હરખપદૂડો (DTH) - 41

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૧આપણે જોયું કે 'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની આ માસિક બેઠક બાદ સપરિવાર ગાયબ વિનીયો વિસ્તારી અને કેતલો કીમિયાગાર આખરે મૂકલા મુસળધારને જાણ કરે છે કે તેઓ એક સ્પેશિયલ મિશન પર છે અને બે દિવસમાં વિગતવાર હકીકત સાથે હાજર થઈ જશે. પણ ત્યાં મૂકલા મુસળધારના ગપગોળા અકસ્માત વર્ણન જેવો જ સાચો અકસ્માત ચંપકકાકા સાથે થાય છે. હવે આગળ...અહીં પરિસ્થિતિ ગંભીર હતી. ફક્ત ચંપકકાકાની જ નહીં પણ એમના પરિવારની સુધ્ધાં. "આ હોસ્પિટલવાળા." હતપ્રભ કિશોર, મૂકલા મુસળધારને જણાવતો હતો, "હું પપ્પાને લઈને અહીં પહોંચ્યો કે તરત તારો ફોન વાગ્યો. હું તો આપણી ...વધુ વાંચો

42

ધૂલો તો હરખપદૂડો (DTH) - 42

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૨આપણે જોયું કે મૂકલા મુસળધારના ગપગોળા અકસ્માત વર્ણન જેવો જ સાચો અકસ્માત ચંપકકાકા થાય છે. મૂકલો ત્વરિત એમને વિનીયા વિસ્તારીની ઓણખાણવાળી વાજાવાળા હાડ હોસ્પિટલમાં મોકલી વધુ મૂસીબતમાં મૂકી દે છે. પણ વિનીયા વિસ્તારીને લીધે જ એનાથી એમાંથી સહી સલામત રીતે બહાર પણ નીકળવામાં સહાયરૂપ બને છે. હવે આગળ...કિશોરના ગળામાં રીતસરનો ડૂમો, લાગણીના ઊભરાથી ભરાતો ડચૂરો બાઝી ગયો. મૂકલા મુસળધારનો વટ જોઈ એ એકદમ ગળગળો થઈ ગયો.ખરેખર પણ ચંપકકાકાનું નવી હોસ્પિટલમાં વીઆઇપી ટ્રીટમેન્ટ પેકેજ અંતર્ગત જોરદાર સ્વાગત અને સારવારની શરૂઆત થઈ ગઈ. એથી ફક્ત કિશોર અને એમના કુટુંબીજનો જ નહીં પણ ચંપકકાકાને પણ શાતા ...વધુ વાંચો

43

ધૂલો તો હરખપદૂડો (DTH) - 43

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૩આપણે જોયું કે મૂકલા મુસળધારના વિનીયા વિસ્તારીની સચ્ચાઈ ચકાસવા ચલાવેલ ગપગોળા અકસ્માત વર્ણન જ સાચો અકસ્માત ચંપકકાકા સાથે હકીકતમાં થાય છે. માત્ર એટલું જ નહીં પણ થોડીવાર બાદમાં જ મૂકલા મુસળધારના કેતલા કીમીયાગારને ચકાસવા ચલાવેલ બીજા ગપગોળા પ્રમાણે જ ધૂલા હરખપદૂડાનો લંડનવાસી મિત્ર ભારત અચાનક આવી ત્રણ દિવસ માટે મુંબઈ દર્શન કરવા ધૂલા હરખપદૂડા પાસે મદદ માંગે છે. આમ એના આ કાલ્પનિક તુક્કા સાચાં પડતા એમના મિત્ર વર્ગની હાજર મહિલાઓ એને ચમત્કારિક બાબાનો દરજજો આપવા તૈયાર થઈ ગઈ છે. હવે આગળ...મૂકલા મુસળધારની આ ચમત્કારિક દિવ્ય દ્રષ્ટિએ દર્શિત બોલી સચોટ ભવિષ્ય વાણી સાબિત થઈ ...વધુ વાંચો

44

ધૂલો તો હરખપદૂડો (DTH) - 44

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૪આપણે જોયું કે મૂકલા મુસળધારના વિનીયા વિસ્તારીને ચકાસવા માટે ચલાવેલ ગપગોળા અકસ્માત વર્ણન જ સાચો અકસ્માત ચંપકકાકા સાથે હકીકતમાં થાય છે. થોડીવાર બાદમાં જ મૂકલા મુસળધારના કેતલા કીમીયાગારને ચકાસવા ચલાવેલ બીજા ગપગોળા પ્રમાણે જ ધૂલા હરખપદૂડાનો લંડનવાસી મિત્ર ભારત અચાનક આવી ત્રણ દિવસ માટે મુંબઈ દર્શન કરવા ધૂલા હરખપદૂડા પાસે મદદ માંગે છે. આમ એના આ કાલ્પનિક તુક્કા સાચાં પડતા એમના મિત્ર વર્ગની હાજર મહિલાઓ એને ચમત્કારિક બાબાનો દરજજો આપી એક આશ્રમ ખોલવા તૈયારીઓ કરી રહી છે. હવે આગળ...એક તરફ મૂકલા મુસળધારના કાલ્પનિક તુક્કા પણ રજેરજ સાચાં પડે છે એવી જાણ ધૂલા હરખપદૂડાએ ...વધુ વાંચો

45

ધૂલો તો હરખપદૂડો (DTH) - 45

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૫ આપણે જોયું કે મૂકલા મુસળધારે ચલાવેલ કાલ્પનિક તુક્કા હકીકતમાં સો ટકા સાચાં એમના મિત્ર વર્ગની હાજર મહિલાઓ એને ચમત્કારિક બાબાનો દરજજો આપી એક આશ્રમ ખોલવા તૈયારીઓ કરી રહી છે. એ દરમ્યાન હિરકી હણહણાટ એમના મિત્ર વર્ગની માસિક શનિવારીય બેઠક, જે એના ઘરે ગોઠવાઈ છે, એના આહાર બંદોબસ્ત માટે એક જયાબેનને ફોન કોલ કરે છે. હવે આગળ...હીરકીએ હણહણાટ સાથે એની આખરી જરૂરિયાત જયાબેનને જણાવી દીધી, "જુઓ બહેન, મેં તમારું નામ અને કામના ભરપેટ વખાણ સાંભળ્યા છે. એટલે એ ઓર્ડર કે એડવાન્સની ચિંતા નથી પણ મારી ચિંતા અલગ જ છે."જયાબેન જરાય ઉત્સુકતા કે અચરજ ...વધુ વાંચો

46

ધૂલો તો હરખપદૂડો (DTH) - 46

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૬ આપણે જોયું કે હિરકી હણહણાટ, એમના મિત્ર વર્ગની માસિક શનિવારીય બેઠક જે ઘરે ગોઠવાઈ છે, એના આહાર બંદોબસ્ત માટે જયાબેન નામની એક સંસ્કૃત વિધવા મહિલાને ઓર્ડર સાથે એડવાન્સ આપી પંજાબી મેનુ નકકી કરે છે. ત્યાં સધકી સંધિવાત, પિતલી પલટવારની ભાળ મેળવી લે છે. હવે આગળ... આ મિત્ર વર્ગની હાજર સહેલી વૃંદ બપોરના સમયે પોતાના ચોવટ માટે ફાળવેલા સમયે, એટલે કે બપોરે ત્રણ થી ચાર વાગ્યા સુધી એમના વોટ્સએપ ગ્રુપની વોલ પર ઓનલાઈન ચેટ કરતી હતી એ સમયે સધકી સંધિવાતનો મેસેજ આવ્યો, 'પિતલી પલટવાર ઓનલાઈન થઈ છે.' ખેલ ખતમ, બધાંએ ફટાફટ પિતલી પલટવારનો ...વધુ વાંચો

47

ધૂલો તો હરખપદૂડો (DTH) - 47

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૭આપણે જોયું કે એમના મિત્ર વર્ગની એક ખાસ મીની શનિવારીય બેઠક વિનીયા વિસ્તારીના ગોઠવાઈ છે. જેમાં વિનીયા વિસ્તારી અને સોનકી સણસણાટ એમના ચાંદ મામાના લગ્ન, ઘર તથા બુક સ્ટોર માટે આ ખુફિયા મિશન પર કાર્યરત હતાં. પણ કેતલા કીમિયાગાર તથા પિતલી પલટવારના આ મિશનના રોલ અંગે હજી અનિશ્ચિતતા પ્રવર્તે છે. હવે આગળ...બૈજુ બાવરીએ એક અલગ મુદ્દો ઊભો કર્યો, "સરસ. ખૂબ આનંદની વાત છે પણ આ ચાંદ મામાના થાળે પાડવાની સમગ્ર ઘટનાક્રમમાં કેતનભાઈ અને પિતલી પલટવાર ક્યાં આવ્યાં?" આ સાથે સૌની ભૃકુટિઓ તણાઈ ગઈ. બધાં ચોંકી ઊઠ્યાં, 'આ તો ધ્યાન બહાર રહી ગયું.'વિનીયા વિસ્તારીએ ...વધુ વાંચો

48

ધૂલો તો હરખપદૂડો (DTH) - 48

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૮ આપણે જોયું કે હિરકી હણહણાટ, એમના મિત્ર વર્ગની માસિક શનિવારીય બેઠક જે ઘરે ગોઠવાઈ છે, એના આહાર બંદોબસ્ત માટે ગુવારનું શાક, બાજરાનો રોટલો, કઢી, ખીચડી, છાસ અને ગોળ પાપડીનું મેનુ બનાવવા એમની સોસાયટીના સફાઈ કર્મચારીની માતાને ઓર્ડર આપ્યો છે. આ વાતની જાણ થતાં ત્યાં સોપો પડી જાય છે. હવે આગળ... હિરકી હણહણાટએ હિંમતવાન હાકલ કરી, "તમે કોઈ ચિંતા કરતાં નહીં. એક બા ત્રણ દિવસ પહેલાં જ દેશમાંથી અહીં આવ્યાં છે. એમની ગજબની હથોટી છે આ દેશી મેનુ બનાવવામાં. તેઓ દેશમાં રોજરોજ આ સ્વાદિષ્ટ અને અફલાતૂન ભોજન પંદરેક લોકો માટે, આમ ચપટી વગાડતાં ...વધુ વાંચો

49

ધૂલો તો હરખપદૂડો (DTH) - 49

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૯આપણે જોયું કે હિરકી હણહણાટે માસિક શનિવારીય બેઠક જે એના ઘરે ગોઠવાઈ હતી, આહાર બંદોબસ્ત માટે ગુવારનું શાક, બાજરાનો રોટલો, કઢી, ખીચડી, છાસ અને ગોળ પાપડીનું મેનુ બનાવવા એમની સોસાયટીના સફાઈ કર્મચારીની માતાને ઓર્ડર આપ્યો છે, આ વાતની જાણ થતાં ત્યાં સોપો પડી જાય છે. પણ હકીકતમાં એણે એક જયાબેન નામની મહિલાને સરસ પંજાબી ભોજન તૈયાર કરી પિરસવાનો ઓર્ડર આપ્યો હતો. એટલે જયાબેન એની દિકરી જીયા સાથે પીરસવા આવી હતી તેથી બધાં જીયા સાથે ખૂબ રમત રમે છે. પણ પંજાબી નાસ્તો છોલે ભતુરે ખાધાં બાદ બૈજુ બાવરીની તબિયત બગડી જાય છે. હવે આગળ...સ્વાદિષ્ટ ...વધુ વાંચો

50

ધૂલો તો હરખપદૂડો (DTH) - 50

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૫૦ ગોલ્ડન જ્યુબિલી મણકોઆપણે જોયું કે હિરકી હણહણાટે માસિક શનિવારીય બેઠક જે એના ગોઠવાઈ હતી, એના આહાર બંદોબસ્ત માટે એણે એક જયાબેનને સરસ પંજાબી ભોજન બનાવવા તથા પિરસવાનો ઓર્ડર આપ્યો હતો. એ પંજાબી નાસ્તો છોલે ભતુરે ખાધાં બાદ બૈજુ બાવરીની તબિયત બગડી જાય છે. મૂકલા મુસળધારની સોસાયટીના જ એક સીનિયર સીટીઝન ડોક્ટર સાહેબને રાત્રે જગાડી બૈજુની સારવાર કરવા માટે એમના ઘરે લઈ જવામાં આવે છે. હવે આગળ...ડોક્ટર સાહેબ સિનિયર સિટીઝન હોવા છતાં મૂકલા મુસળધારએ લીધે એમને સકારાત્મક પ્રતિભાવ આપ્યો. એમણે પહેલાં એની સવારથી સંપૂર્ણ દિનચર્યા સાંભળી અને બાદમાં એની ઝીણવટ ભરી તપાસ આદરી. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો