ધૂલો તો હરખપદૂડો (DTH) - 46 ગિરીશ ભવાનજી મેઘાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

ધૂલો તો હરખપદૂડો (DTH) - 46

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૬

આપણે જોયું કે હિરકી હણહણાટ, એમના મિત્ર વર્ગની માસિક શનિવારીય બેઠક જે એના ઘરે ગોઠવાઈ છે, એના આહાર બંદોબસ્ત માટે જયાબેન નામની એક સંસ્કૃત વિધવા મહિલાને ઓર્ડર સાથે એડવાન્સ આપી પંજાબી મેનુ નકકી કરે છે. ત્યાં સધકી સંધિવાત, પિતલી પલટવારની ભાળ મેળવી લે છે. હવે આગળ...

આ મિત્ર વર્ગની હાજર સહેલી વૃંદ બપોરના સમયે પોતાના ચોવટ માટે ફાળવેલા સમયે, એટલે કે બપોરે ત્રણ થી ચાર વાગ્યા સુધી એમના વોટ્સએપ ગ્રુપની વોલ પર ઓનલાઈન ચેટ કરતી હતી એ સમયે સધકી સંધિવાતનો મેસેજ આવ્યો, 'પિતલી પલટવાર ઓનલાઈન થઈ છે.'

ખેલ ખતમ, બધાંએ ફટાફટ પિતલી પલટવારનો ફોન ટ્રાય કર્યો. પણ એ સ્વિચ ઓફ જ હતો. હાજર બધી સહેલીઓ સધકીની આવી મજાકથી ગુસ્સે થઈ ગઈ હતી. એમને ટાઢી પાડવા હીરકીએ હણહણાટ કર્યો, 'એ સધકીની બચ્ચી, તને વોટર પૂરી નોટ પસંદ?'

બૈજુ બાવરીએ વાત ઝીલી લીધી, 'આઈ નોટ લાઈક વોટર રોટી બટ લાઈક વોટર ફિનીશ.'

સધકી સંધિવાત હિરકીની હાજરજવાબીથી ખૂબ ખુશ થઈ ગઈ, 'યસ, ધીસ કરેક્ટ. વોટર ફિનીશ મીન્સ માઉથ વોટર વોટર. આઈ લાઈક વોટર ફીનીશ એન્ડ બટર રોટી. ઓલ વુમન લાઈક ઇટ.'

ઈશા હરણીએ પૂરાવો પૂર્યો, 'ઓલ વુમન ઓલવેયઝ લાઈક બટર પોલીશ.'

બૈજુ બાવરીએ બોમ્બ બ્લાસ્ટ કર્યો, 'બટ નો વુમન લાઈક પોલીસ.'

સધકી સંધિવાતે એની ભૂલ સુધારી, 'બટ વાઈફ ઓફ પોલીસ, લાઈક પોલીસ.'

ઈશા હરણીએ જ્ઞાન પ્રદાન કર્યુ, 'બટ ઓલ મેન લાઈક વાઈફ.'

હીરકીએ હણહણાટ કર્યો, 'વેર ગો? નો એસકેપ સો લાઈક વાઈફ. બટ નો લાઈક વોટર ફિનીશ.'

છેવટે સધકી સંધિવાતે વાતનો તાગડો સાંધ્યો, 'સો કોલ વન ભેલ પૂરી એન્ડ પાણી પૂરી ભૈયાજી. મેન લાઈક ભેલ પૂરી એન્ડ સેવ પૂરી એન્ડ વુમન લાઈક પાણી પૂરી. ગુડ મેનુ.'

બૈજુ બાવરીએ અલગ મત આપ્યો, 'ધેટ ઓકે બ્રેકફાસ્ટ. બટ ડિનર, રગડા પેટીસ?'

હિરકી હણહણાટએ હાકલ કરી, 'ભૈયાજી હેન્ડ ફુડ વેરી વેરી ટેસ્ટી બટ નોટ હેલ્ધી. ભૈયાજી ડોન્ટ બાથ એવરી ડે. નો પ્રોપર હેન્ડ વોશ.'

ઈશા હરણીએ વિરોધ વ્યક્ત કર્યો, 'છી. ડોન્ટ ગો ફોર ભેલ પૂરી એન્ડ પાણી પૂરી ભૈયાજી. ચેન્જ મેનુ.'

હીરકીએ હણહણાટ કર્યો, 'યસ નો ભેલ પૂરી એન્ડ પાણી પૂરી ભૈયાજી. સમ અઘર આઈટમ, મેન ઓલસો લાઈક એન્ડ વુમન ઓલસો લાઈક.'

ઈશા હરણીએ વાત વાળી લીધી, 'ઓલ લાઈક રિવર્સ ફિનીશ.'

આ વખતે સધકી સંધિવાત પણ ના સમજી શકી, 'વોટ રિવર્સ ફિનીશ?'

પણ હિરકી હણહણાટએ આ કોયડો પણ સચોટ ઉકેલી લીધો, 'રિવર્સ ફિનીશ એટલે ઊંધીયુ પૂરી. ઓલ લાઇક ઇટ.'

બૈજુ બાવરીએ એના માટે પણ તકલીફ જણાવી, 'નો વિન્ટર. સો નો પ્રોપર ગ્રીન વેજીટેબલ અવેલેબલ ઇન વેજીટેબલ માર્કેટ. રિવર્સ આઇડિયા ઓફ રિવર્સ ફિનીશ.'

હીરકીએ હણહણાટ કર્યો, 'સ્મોલ હેન્ડ ઓફ ક્લોક નીયર ટચ ફોર ફિગર. સો ડિસાઈડ ફાસ્ટ. આઈ ફાઇનલ માય મેનુ એઝ ગુવારનું શાક, બાજરા રોટલો, કઢી, ખીચડી એન્ડ બટર મિલ્ક. ઓલ લાઈક બટર એન્ડ ઓલ લાઈક મિલ્ક. એન્ડ રાઉન્ડ મીસીઝ પાપડ. ઓકે.'

આ વખતે એક લાંબી ચૂપકીદી છવાઈ ગઈ. છેવટે ઈશા હરણીએ પ્રશ્ન કર્યો, 'વોટ રાઉન્ડ મીસીઝ પાપડ?'

હિરકી હણહણાટએ જવાબ આપ્યો, 'ગોળ પાપડી.' ત્યાં ચાર વાગી ગયા એટલે એ વોટ્સએપ સભા વિખેરાઈ ગઈ. પણ બધાંનો મૂડ ખરાબ થઈ ગયો. આવો તે કોઈ મેનુ હોય? ગુવારનું શાક, બાજરા રોટલો, કઢી, ખીચડી એન્ડ બટર મિલ્ક! એ પણ એમની મિત્ર વર્તુળ માસિક શનિવારીય બેઠકમાં?

પણ બધાંએ મનોમન નક્કી કરી લીધું કે આ ટોપિક ફરી ઉખેળવો નહીં. ફક્ત મૂકલો મુસળધાર મલકાઈ ઊઠ્યો. એ જાણતો હતો કે હિરકી હણહણાટ કોઈ ચાલ ચાલી રહી છે. છતાં એણે આડકતરી રીતે ચકાસી લીધુ. એણે આ બધા મેસેજ વાંચીને હિરકી હણહણાટને ફોન કોલ કર્યો, "હલો હીના, આ બધું ગુવારનું શાક, બાજરા રોટલો, કઢી, ખીચડી અને બટર મિલ્ક, આ શું છે?"

હીરકીએ સામે હણહણાટ કર્યો, "તમારે કોઈ લપમાં પડવાની જરૂર નથી. સમજ પડી!"

મૂકલા મુસળધારએ વાત ટૂંકાવી દીધી, "ઠીક છે. તારે જે કરવુ હોય તે કર." ફોન મૂકાઈ ગયા.

*

એ શનિવારે વિનીયા વિસ્તારીએ એમના મિત્ર વર્તુળ માટે એક મીની બેઠક રાખી. આ મીની બેઠકનો એકમાત્ર એજન્ડા એટલે આ વિનીયા વિસ્તારી તથા કેતલા કીમિયાગારના સહિયારા સિક્રેટ મિશન વિશે વિસ્તારપૂર્વક અહેવાલ આપવો.

એક તો કુતુહલ પોતાની ચરમસીમા પર હતું અને વિનીયાએ આ મીની બેઠક પોતાના ઘરે રાખી એટલે એક સુપ્ત રહસ્ય હજી વધુ રહસ્યમય બની ચૂક્યુ હતું.

આમ એક પછી એક એમ એ મીની બેઠકના શનિવારે સૌ કોઈ હાજર હતાં. સામાન્ય રીતે એમની માસિક શનિવારીય બેઠક જેનો સમય રાત્રે નવ વાગ્યે નિર્ધારીત કરવામાં આવેલ છતાં કોઈ સાડા નવ તો કોઈ દસ વાગ્યા પહેલાં આવતા નહોતાં. એ પણ આજે અપવાદ સ્વરૂપે દરેકે દરેક જણ આઠને પચાસે વિનીયા વિસ્તારીના ઘરે હાજર થઈ, ગોઠવાઈ ચૂક્યાં હતાં.

વિનીયાએ વિસ્તારપૂર્વક વાત વધારી, "મિત્રો. સૌ પ્રથમ તો અમે આપસૌના આભારી છીએ કે તમે અમારી ચિંતા કરી. અમારી સુખાકારી વિશે ચિંતાતુર થઈ સતત તપાસ ચલાવી. અમારી કામવાળી અહિલ્યાબાઈ અને અમારો દૂધવાળા રામજીત સિઘ સુધી પહોંચી તથા અમારા ઘરે સર્જીકલ સ્ટ્રાઇક કરી તથા અમારી ઓફિસ પર ખુફિયા તપાસ કરાવી. આમ અમારી પ્રત્યે આપનો મબલખ પ્રેમ છલકાવી દીધો એ માટે આપસૌ મિત્રોનો આભાલ, દિલ સે."

હીરકીએ હણહણાટ કર્યો, "એ અનએમ્પલોય્ડ માર્કેટ. નો લોંગ લોંગ ટર્મ લેક્ચર. કમ ટુ ધ પોઈન્ટ ડન "

વિનીયા વિસ્તારીએ વિવેકપૂર્વક વાતને વટાવી, "અર્થાત?"

હિરકી હણહણાટએ તરત હકારાત્મક જવાબ આપ્યો, "એ વિનીયા વિસ્તારી, નવરી બજાર, આ લાંબુંલચક ભાષણ આપવાનો સમય નથી. ફટાફટ મુખ્ય મુદ્દા પર આવ."

વિનીયા વિસ્તારીએ હીરકી હણહણાટના લહેકામાં જવાબ આપ્યો, "એઝ ઓર્ડર માય મધર."

મૂકલો મુસળધારએ મોં મચ્કોડ્યું, "વિનીયા, આ ગુજરેજીની પતતર ખાંડી છે અટાણે તો ધોઈ નાખીશ, બધાંની સામે."

વિનીયા વિસ્તારીએ વિવેકપૂર્વક વાત વટલાવી, "મારા બોસ, આ ગુજરેજી બિલકુલ નથી પણ આ તો હિન્દરેજી છે."

મૂકલો મુસળધાર મૂંઝવણમાં મૂકાયો, "આ નવું લાયો."

ઈશા હરણીની ધીરજ ખૂટી, "ઓ વિનયભાઈ, આ જે રેજી હોય એની ફોડ પાડો, હવે."

વિનીયા વિસ્તારીએ તરત જવાબ આપ્યો, "એઝ ઓર્ડર માય મધર એટલે જો હુકમ મેરી બા."

અને ત્યાં હાસ્યની છોળોથી ઘર ભરાઈ ગયું. છેવટે સધકી સંધિવાતએ વાત આગળ વધારવા આગ્રહ કર્યો, "હવે બહુ થયું, વિનયભાઈ. હવે સસ્પેન્સ પરથી પરદો હટાવો."

"ભલે." વિનીયાએ વિસ્તારપૂર્વક વાત આગળ વધારી, "મારા ચાંદ મામા માટે એક યોગ્ય કન્યા મળી ગઈ. એ કન્યા એકલી રહેતી હતી પણ એની પાસે પૈસો સારો એવો છે. એમણે ભાડાની આવક કમાવવા એક દુકાન ખરીદી અને ભાડા પર ચલાવવા આપી હતી. એમની સગાઈ બાદ એમના ભાડૂત પાસે એ દુકાન ખાલી કરાવી એમાં ચાંદ મામાનો બુક સ્ટોર ગોઠવી આપ્યો. આ માટે નવી બુક્સની ખરીદી, એની પર બાર કોડ સ્ટિકર્સ લગાવી. બુક સેલ્ફમાં સેક્શન પ્રમાણે ગોઠવી દીધા. આ વ્યવસાયને તથા આ સગપણને લાગતા વળગતા બધા જ, કાયદા કાનૂની સલાહ મુજબ, ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં વગેરે પણ સારો એવો સમય જતો રહ્યો. હવે આવતીકાલે એમના બુક સ્ટોરનું ઉદ્ધાટન છે. અને બે મહિના બાદ લગ્ન."

એક આનંદની લહેરખી દોડી ગઈ. આ મિત્ર વર્ગની ખાસિયત એ હતી કે તેઓ કોઈ એકનાં દુઃખે દુઃખી થઈ જતાં તો તેઓ કોઈ પણ એકનાં સુખે સુખી પણ થઈ જતાં. જોકે બૈજુ બાવરીએ એક અલગ મુદ્દો ઊભો કર્યો, "સરસ. ખૂબ આનંદની વાત છે પણ આ ચાંદ મામાના થાળે પાડવાના સમગ્ર ઘટનાક્રમમાં કેતનભાઈ અને પિતલી પલટવાર ક્યાં આવ્યાં?" આ સાથે સૌની ભૃકુટિઓ તણાઈ ગઈ.

શું રહસ્ય ખુલશે કેતલા કીમિયાગાર તથા પિતલી પલટવારના રોલનું આ વિનીયા વિસ્તારીના ખુફિયા મિશનમાં? શું હશે આ ચાંદ મામાને ઠેકાણે પાડવા આ પરિવારોએ મિત્ર વર્ગથી આટલી સલામતી જાળવવાનું રહસ્ય? આગળ શું થશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૪૭' તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).

લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).