ધૂલો તો હરખપદૂડો (DTH) - 33 ગિરીશ ભવાનજી મેઘાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

ધૂલો તો હરખપદૂડો (DTH) - 33

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૩

આપણે જોયું કે હેમા નામની કન્યા સાથે અમિતની લગ્નોત્સુક મિટીંગ સફળ સાબિત થઈ હતી. મીનામાસીએ આપેલ શુકન એણે સ્વેચ્છાએ સ્વીકારી લેતાં એનું અમિત સાથે ગોઠવાઈ ગયું હતું. અમિત હેમાને એના ઘરે મૂકવા ગયો ત્યારે એની રૂમ પાર્ટનર બિંદુએ એ એની પત્ની હોવાની સાબિત કર્યુ હતુ. આ વાતની જાણ થતાં ધૂલો હરખપદૂડો અને ઈશા હરણી એને મળવા દોડી ગયાં. હવે આગળ...

ધૂલો હરખપદૂડો અને ઈશા હરણીએ હેમાના ઘરનો દરવાજો ખટખટાવી એ ઊઘડવાની રાહ જોઈ રહ્યાં હતાં. દસેક મિનિટ બાદ પણ કોઈએ દરવાજો ખોલવાની ચેષ્ટા કરી નહીં એટલે તેઓ ખિન્ન હ્રદયે નિરાશ થઈ પાછા વળી ગયાં. ફરી ક્યારેય આવા બખેડામાં પડવુ નહીં એવો દ્રઢ સંકલ્પ કરી તેઓ એ ઇમારતના દાદરા ઊતરવા લાગ્યાં.

એમની નજર સમક્ષ અકારણ દંડાયેલા અમિતનો ચહેરો ફરી રહ્યો હતો. એના માટે હેમા સાથે આ લગ્નની ગોઠવણ એ 'જોની મેરા નામ' ફિલ્મના ગીત સમાન સાબિત થઈ હતી. હકીકતમાં એ હેમાનો એના માટે પલભરનો પ્રેમ હતો અને જૂઠો પણ હતો.

હકીકતમાં એણે અમિત નામની નાવડીથી પોતાના અંગત પ્રોબ્લેમ સોલ્વ કરવાની કોશિશ કરી હતી. જોકે એણે અમિત તરફ કોઈ સાચી કે ખોટી લાગણી વ્યક્ત કરી નહોતી પણ ફક્ત લગ્ન માટે જ સંમતિ આપી હતી, જે બંન્ને પાર્ટીઓની પ્રાથમિકતા હતી.

જેવા તેઓએ પ્રથમ પગથિયા પર પગ મૂક્યો, પાછળથી હેમાનો અવાજ આવ્યો, "સોરી ભાઈ, સોરી ભાભી." એમના પગ તો અટક્યા છતાં પણ એમણે પાછળ જોવાનું એવોઈડ કર્યું. એમને પાછળ દોટ મૂકી રહેલા પગલાંઓનો અવાજ સંભળાયો. ઈશાના ખભા પર હળવી થપાટ પડી એટલે એ પાછળ ફરી. તો પગથિયાં પર હેમા એને વળગીને રડતાં રડતાં 'સોરી, સોરી' એ શબ્દનું રટણ કરવાં લાગી.

એ સતત રડી રહી હતી, "સોરી ઈશાભાભી, હું પહેલાંથી આવી નહોતી પણ આણે મને એના જેવી બનાવી દીધી. આની નાગચૂડ ચુંગાલમાંથી છુટવા જ હું આ લગ્ન માટે સહમત થઈ ગઈ. પણ આની પાસે મારા અસંખ્ય ફોટા તથા વિડિઓ છે. એણે મને કોર્ટમાં લઈ જઈ કાનૂની વિધી પણ કરી છે. એટલે એ મારી સાથે સાથે મારા થનાર પતિ તથા સાસરીયાને પણ હેરાન તથા બદનામ કરી મૂકશે એટલે..." એ રડવા લાગી.

ત્યાં બિંદુ આવી અને બોલી, "ચાલો હવે આ નાટક સમાપ્ત થયું હોય તો હવે પરદો પાડી, દર્શકોને રજા આપી દો. અને પ્યારા લાડી ચાલો આપણે ઘેર." એ ચુપચાપ એની પાછળ ઘરમાં જતી રહી.

હરખપદૂડા ધૂલાએ સ્તબ્ધ થઈ ગયેલી ઈશા હરણીને ચાલવા ઇશારો કર્યો પણ એ દિગ્મૂઢ બની ગઈ હતી. આવું કાંઈ હોઈ શકે એ એની કલ્પના બહારનો વિષય હતો. એનું મગજ શૂન્ય સ્થિતિ પર સૂનકાર અનુભવી રહ્યું હતું.

એણે ઈશાને રીતસરની ખેંચી તો એ કશી ગતાગમ વગર એના પતિ પાછળ દોરવાઈ. એ મકાનમાંથી બહાર આવી એણે ભાવલા ભૂસકાને ફોન કર્યો. ત્યાં સુધી આ ઘટના વિશે શું કરવું એ ચર્ચા ભાવલા ભૂસકા, સધકી સંધિવાત અને મીનામાસી વચ્ચે થઈ ગઈ હતી.

ભાવલાએ ધૂલા હરખપદૂડા સાથે આ ચર્ચા વિશે જાણ કરી એમનો નિર્ણય જણાવ્યો કે એક દુઃસ્વપ્ન સમાન આ ઘટનાને સંપૂર્ણ પણે ભૂલી જવી. હમણાં થોડા દિવસ શાંતી રાખવી. આ ઘટના વિશે એ છએ એક હરફ માત્ર ઉચ્ચારવો નહીં, એ છ સિવાય કોઈ પણ અન્યને કોઈ પણ સાથે એટલે કે કોઈ સગાં વહાલાઓ કે એમના અંગત મિત્ર વર્તુળમાં પણ લીક કરવી નહીં.

ધૂલો હરખપદૂડો અને ઈશા હરણીએ એમના આ નિર્ણય સાથે મંજૂરી દાખવી. આ નાટક પર કાયમી પરદો પાડી દેવાનું નક્કી કરી લીધું.

જોકે અમિતને કળ વળવી મુશ્કેલ હતી. એ આ મોઢાની અંદર આવી ચૂકેલા, એણે બટકું ભરવા માટે દાંત ભરાવી દીધા બાદ એના કાળમુખાં નસીબે આ કોળિયો એની પાસેથી અકલ્પ્ય કારણસર ઝૂંટવી લીધી હતો.

એને હજી ઊંડે ઊંડે આશા હતી કે હેમા હજી ક્યાંકથી એની પાસે દોડી આવશે. એની ભૂલ બદલ માફી માંગીને એને અપનાવી લેવા કાકલૂદી કરશે, વગેરે. પણ આ ઝટકો એની સમજ બહારનો તથા અસહ્ય હતો.

એ ગણગણતો રહેતો,
'મેં યે સોચકર ઉસકે ઘરસે ચલા થા કે વો રોક લેગી મના લેગી મુઝકો.
મગર ઉસને રોકા ના ઉસને મનાયા,
ના દામન હી પકડા ના મુઝકો બીઠાયા,
ના આવાજ હી દી ના વાપસ બુલાયા,
મેં આહિસ્તા આહિસ્તા બઢતા હી આયા,
યહાં તક કે ઉસસે જુદા હો ગયા મેં,
જુદા હો ગયા મેં,
જુદા હો ગયા મેં,
જુદા હો ગયા મેં.'

મયુરીઆ કળાકાર અને બૈજુ બાવરીને જણાવી દેવામાં આવ્યું કે અમિત કંપનીના કામથી છએક મહિના માટે બહારગામ જાય છે હમણાં 'અમિત ઠેકાણે પાડો' મિશન કામચલાઉ ધોરણે તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યુ છે. આ જાણ થતાં બૈજુ બાવરીએ નિરાંતનો શ્વાસ લીધો.

હવે એમનું ફોકસ આગલી માસિક શનિવારીય બેઠક પર કેન્દ્રિત થયું. એમને અચાનક ધ્યાનમાં આવ્યું કે આ 'અમિત ઠેકાણે પાડો' મિશન ચાલુ થયુ ત્યારબાદ એમની રેગ્યુલર ધમાલ મસ્તીની માત્રા પર કાપ આવી ગયો હતો. એટલે એમનું મિત્ર વર્તુળ વોટ્સએપ ગ્રુપ ફરી એક વાર ધમધમતું થઈ ગયું.

એમણે એક નિયમ બનાવી લીધો હતો કે બપોરે ત્રણથી ચાર વાગ્યા સુધી, એક કલાક સુધી, આ ગ્રુપની બધી મહિલાઓ એટલે કે સખી વૃંદ ઓનલાઈન રહે એટલે એ સમયે એ બધી નવરાશ રાખીને એક મેળાવો અચૂક કરી લે. જ્યારે પુરુષ મિત્રવર્ગ તથા મહિલા સખી વૃંદ, બધાં જ, રાત્રે સાડા દસથી સાડા અગિયાર વાગ્યા સુધી ઓનલાઈન રહે. આમ એમણે અમૂક રીતે ઉપયોગી અને અમૂક રીતે ભયજનક એવા સોશિયલ મિડીયા નેટવર્કિંગને લાભદાયક રીતે વાપરવાનો નુસખો શોધી લીધો હતો.

એ દિવસે મહિલા મંડળ મધ્યાહ્ન મીટ દરમ્યાન સધકી સંધિવાતે હીરકી હણહણાટને પડકારી, 'નાવ નો ઓલ્ડ ડન, સો વોટ ન્યુ ડન?'

પિતલીએ પલટવાર કર્યો, 'ગ્રુપને પાછુ ઠેકાણે પાડો.'

ઈશા હરણીએ મેસેજ કર્યો, 'આ વખતે મન્થ એન્ડ શનિવારીય બેઠક કોના ઘરે છે?'

સોનકીએ સણસણાટ કર્યો, 'વોટ ટોક! તારા ઘરે છે, ઈશા.'

ઈશા હરણીને ધ્યાન આવતાં એણે વાતને નવા રસ્તે વાળી, 'ઓકે. તો આ વખતે નવી થીમ રાખીએ. કોઈ સજેશન?'

બૈજુ બાવરીએ એક સુઝાવ મૂક્યો, 'મેરેજ બ્યુરો ખોલીએ.'

બધી સહેલીઓ એની પર તૂટી પડી કે બસ થયું હવે ચોકઠાં ગોઠવો અભિયાન! આવતા છ મહિના સુધી આ ટોપિક ટચ નથી કરવાનો એટલે એ મુદ્દો બહુમતિથી ઊડી ગયો.

એ સખીઓ નવા નવા મુદ્દાઓ પર ચર્ચાઓ કરતી રહી પણ કોઈ ખાસ કે સબળ મુદ્દો હાથ નહોતો લાગી રહ્યો. એમને ખબર હતી કે એમના પતિઓ જેના ઘરે આ માસિક શનિવારીય બેઠક ગોઠવાઈ હોય એમને હેરાન કરવા નવા નવા પેંતરાઓ રચવામાં માહેર હતા. એમને પણ એમની નિર્દોષ મજાકમાં આનંદ આવતો. પણ સૌ ભેગા મળીને મજા કરતાં.

એમને રશિયન લડાઈ વિશે જાણકારી મળી હતી એટલે યુધ્ધ વિશે યુધ્ધ ધોરણે ચર્ચાઓ શરૂ થઈ. મજાની વાત તો એ કે હકીકત કોઈને ખબર નહોતી. પણ જ્ઞાનની જ્યોતિ પ્રગટી ચૂકી હતી.

બૈજુ બાવરીએ પોતાના જ્ઞાનનું પ્રદર્શન કર્યુ, 'આ રશિયાને અમેરિકન સરકારનો અંદરખાને સ્પષ્ટ સપોર્ટ છે.'

હીરકીએ હણહણાટ કર્યો, 'અમેરિકાએ રશિયના બાર ટુકડા કર્યા તો રશિયાએ અમેરિકાના છપ્પન ટુકડા કરી છપ્પન પકવાનનો ભોગ ધરાવ્યો.'

પિતલીએ પલટવાર કર્યો, 'કોને છપ્પન પકવાનનો ભોગ ધરાવ્યો?'

સધકી સંધિવાત ખૂબ ઉત્સાહિત થઈ ગઈ, 'મને દાલ પકવાન બઉ ભાવે. ઈશા આ શનિવારીય બેઠકમાં દાલ પકવાન ચોક્કસ રાખજે.'

ઈશા હરણી બેચેન થઈ ગઈ, 'મને દાલ તડકા આવડે પણ દાલમાં કયા પકવાન પડે એ મને ખબર નથી.'

સધકીએ જણાવ્યુ, 'કાંઈ નહીં એકદમ સિમ્પલ છે. દાળમાં કોકમને બદલે રાઉન્ડ (ગોળ) નાખવાનો એટલે દાલ પકવાન તૈયાર.'

હીરકી હંમેશાના હથિયારથી હણહણી, 'વીચ રાઉન્ડ? ઓર્ગનિક કે કેમિકલ યુક્ત? લાલાશ ઓર બ્લેકિશ?'

બૈજુ બાવરી બની, "ઓલ રાઉન્ડ લાઈક હાર્દિક પંડ્યા.'

સધકી સંધિવાત સમજી ગઈ, 'હાર્દિક પંડ્યા ઈઝ ઓલ રાઉન્ડ એન્ડ બ્લેક. બટ સેન્ડવિચ ફોર ટેસ્ટ મેચ.'

પિતલીએ પલટવાર કર્યો, 'રશિયન સેન્ડવિચ?"

ઈશા હરણીએ હરણફાળ ભરી, 'રશિયા ફાઇટ વોર ફોર યુ આકાર ક્રેન એન્ડ કોલ ઇટ યુક્રેન.' સદભાગ્યે ચાર વાગી ગયા એટલે આ હાથ પગ વગરની ચર્ચા સમાપ્ત થઈ ગઈ. પણ ઈશા હરણી વિચારે ચડી ગઈ કે દાળ પકવાન સાથે ફરસાણ શું રાખવું!

આ માસિક શનિવારીય બેઠકમાં શું થશે? કઈ થીમ અને કયુ મેનુ ફાઇનલ થશે? હવે આગળ શું થશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૩૪ તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).

લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).