ઉનાળાના આકરા તાપમાં તે ખુલ્લા પગે ચાલતા ચાલતા ગામની પાદરે પહોંચ્યો . પગની પાનીમાં ફોલ્લા ઉપડ્યા હતા તે ધીરે રહીને પીપળાના છાયા માં બેસી પડ્યો . આગળ એક ડગલું પણ ચાલી શકાય તેવી તેની શક્તિ નહોતી.ત્રણ દિવસ પેહલા બે સૂકી રોટલી ખાધાનું તેને યાદ હતું. ત્યાંથી પસાર થનાર વટેમાર્ગુ તેની તરફ ઘૃણાથી જોતા જોતા પસાર થઇ જતા હતા , તેના દીદાર પણ એવાજ હતા મેલું અને ફાટેલું બુશશર્ટ અને ચોળાયેલો લેંઘો. મફાભાઇ જયારે ત્યાંથી પસાર થતા હતા ત્યારે તેમને દયા આવી અને ઉભા રહી પૂછ્યું " ચ્યોંથી આવ સ ભઈ ? નોમ શું સ તારું ? " ત્યારે પેલાએ જવાબ

Full Novel

1

ઉદય ભાગ ૧

ઉનાળાના આકરા તાપમાં તે ખુલ્લા પગે ચાલતા ચાલતા ગામની પાદરે પહોંચ્યો . પગની પાનીમાં ફોલ્લા ઉપડ્યા હતા તે ધીરે પીપળાના છાયા માં બેસી પડ્યો . આગળ એક ડગલું પણ ચાલી શકાય તેવી તેની શક્તિ નહોતી.ત્રણ દિવસ પેહલા બે સૂકી રોટલી ખાધાનું તેને યાદ હતું. ત્યાંથી પસાર થનાર વટેમાર્ગુ તેની તરફ ઘૃણાથી જોતા જોતા પસાર થઇ જતા હતા , તેના દીદાર પણ એવાજ હતા મેલું અને ફાટેલું બુશશર્ટ અને ચોળાયેલો લેંઘો. મફાભાઇ જયારે ત્યાંથી પસાર થતા હતા ત્યારે તેમને દયા આવી અને ઉભા રહી પૂછ્યું " ચ્યોંથી આવ સ ભઈ ? નોમ શું સ તારું ? " ત્યારે પેલાએ જવાબ ...વધુ વાંચો

2

ઉદય ભાગ 2

નટુ એ પુછ્યુ " કેટલા વરસ થેઇ ગિયા આ વાતને ?" રામલો બોલ્યો 70-75 વરસ થઇ જ્યો આ વાતન મફાકાકાના જનમ પેલોની વાત સ . તાણથી આ જગ્યા અવાવરુ પડી તી . ખેતર જોણ વોઝીયું થઇ જ્યુ હોય ઇમ કોય નતુ ઉગતુ પાછલા બે વરસથીય ઘાસનુ તણખલુય ઉગ્યુ નહિ .કાકા કેક આ વરસે બોર મારીન જોઇયે નઇ તો પડ્યુ મેલીશુ આ શેતર. મોડે સુધી વાતચીત કરીને રામલો અને નટુ ખેતરમાં ખાટલો પાથરીને સૂઇ ગયા. રાત્રે મંદમંદ હવાની લહેરખીથી નટુને એવી નીંદર આવી કે તેનો જાણે વર્ષોનો થાક ઉતરી ગયો. વર્ષોથી નડતો અનિન્દ્રાનો રોગ જાણે એક દિવસમાં દૂર થઇ ગયો. ...વધુ વાંચો

3

ઉદય ભાગ ૩

અઠવાડિયા પછી એરંડા ની વાવણી કરીને બપોરે થોડો આરામ કર્યો ત્યાંજ રામલો તેને બોલાવવા આવ્યો . નટુ આવ્યો ત્યારથી ખેતર માં જ હતો વચ્ચે એક બે વાર પાનના ગલ્લા પાર જઈ આવ્યો પણ તે ફક્ત રામલા સાથે અને થોડા ગપાટા મારવા . નટુ ને નવાઈ લાગી કે કાકા એ તેને અટાણે કેમ બોલાવ્યો હશે . ઘરે પહોંચ્યો ત્યારે ઘર માં થોડી ભીડ હતી. વચમાં મફાકાકા બેઠા હતા અને કોઈ સાધુ હતો . ઊભું અને ચળકતું લલાટ અને તેની પાર ત્રિપુન્ડ ચેહરા પાર ની ચમક અને પાણીદાર આંખો . બધુંય આંજી નાખે તેવું હતું . વ્યક્તિત્વ જ એવું હતું કે ...વધુ વાંચો

4

ઉદય ભાગ ૪

એરંડા નો મબલક પાક ઉતર્યો. મફાકાકા આનંદ માં આવી ગયા બીજા ખેતરો માં તો સરસ પાક ઉતારતો પણ આ માં પાક ઉતરવો એ તો તેમને મન ચમત્કાર હતો અને તેને માટે નટુના પગલાં જવાબદાર હતા એવું તે માનતા હતા. પછી એક દિવસ સમાચાર આવ્યા કે તેમની દીકરી નયના તેની નણંદ દેવાંશી અને છોકરાને લઇ ગામડે આવી રહી છે . કાકા તો બે દિવસ પહેલાથી તેના સ્વાગત ની તૈયારી કરવા લાગ્યા . દીકરી ના સ્વાગત માટે તો તેમને ઘર પણ ધોળાવી દીધું . પાડોશ માં રાઘાભાઈ ને ઠંડા પાણી ના બાટલા ફ્રિજ માં ભરી રાખવા કહી દીધું . સંતોકભાભી ને ...વધુ વાંચો

5

ઉદય ભાગ ૫

દેવાંશી ઘરે પહોંચી ત્યાં સુધી વિચાર કરતી રહી કે આમને ક્યાંક જોયા છે . ઘરે પહોંચી ત્યાં સુધીમાં મગજ પ્રકાશ થયો આ તો પ્રખ્યાત માનસશાસ્ત્રી ડૉક્ટર પલ્લવ ઓઝા . તેમના લખેલ પુસ્તક માં ફોટો જોયો હતો તે યાદ આવ્યું . તેને વિચાર્યું તેમનું પુસ્તક રેફરેન્સ તરીકે કેટલી વાપર્યું છે અને ફોટો ઘણી વાર જોયો હોવાથી તેમનો ચેહરો જાણીતો લાગતો હતો. પણ તેને આશ્ચર્ય થયું કે આટલો મોટો વિદ્વાન મજુર તરીકે કામ કેવી રીતે કરે છે . આ વિષે જાણવું પડશે અને તે પણ કોઈને ખબર પડવા દેવા વગર શું ખબર કઈ મજબૂરી ને લીધે મજુર નો વેશ ધારણ કર્યો ...વધુ વાંચો

6

ઉદય ભાગ ૬

આજે પંખીડાઓ ના કલબલાટ થી સવારે વહેલો ઉઠી ગયો . તેને સવારે પંખીડાઓ નો કલબલાટ સાંભળવો ખુબ ગમતો સવારે નાહીધોઈ ને પરવારી રહ્યો ત્યાં દૂરથી મફાકાકા અને દેવાંશી આવતા દેખાણા તો નટુ ના પેટમાં ફાળ પડી કે રખે તેની સાચી ઓળખ તો મળી નથી ગયી . કાકા એ આવીને કહ્યું " નટુભાઈ આ બુન તામર હંગાથ વાત કરવા માગ સ ઈમના કૉલેજ નો કોક ચોપડો લઈન આયા સ શું કે ઈન ઓવ કોક ઇન્ટરયુ લેવું સ ઇમ કેતા તા . તે અવ ઘડી વાર શોન્તી થી વાત કરો કોમ નું રોમલા ન કઈ દઉં સુ. એમ કહીને કાકા નીકળી ...વધુ વાંચો

7

ઉદય ભાગ ૭

મારો જન્મ બહુ પૈસાદાર તો નહિ પણ ઉચ્ચ મધ્યમવર્ગ કુટુંબ માં થયો હતો મારા પિતા સુંદરલાલ ઓઝા સરકારી નોકરી હતા . માતા નું નામ હતું નિર્મળાબેન . પલ્લવે વાત શરૂ કરતા જણાવ્યું . મારી માતા શંકર ભગવાન ની પરમ ભક્ત તેથી મને પણ શિવ પ્રત્યે નાનપણથી ખુબ ખેંચાણ . નાનપણથી હું ભણવામાં અને રમતગમતમાં ખુબ હોશિયાર . હું નાનપણ માં જાડો પણ નહિ અને પાતળો પણ નહિ મધ્યમ શરીર હતું તેથી એથલેટિક્સ માં સરસ હતો . ૧૦૦ મીટર ની રેસ માં હું હંમેશા પ્રથમ આવતો અને વર્ગમાં પણ .પણ મારા પિતા જુનવાણી વિચારણા હોવાથી તેમને મને ફક્ત ભણવામાં જ ...વધુ વાંચો

8

ઉદય ભાગ ૮

અઠવાડિયા પછી મોટીબેન અને દેવાંશી મુંબઈ જવા નીકળી ગયા . દેવાંશી ગામમાં હતી ત્યાં સુધી રોજ પલ્લવ ને મળતી કલાકો સુધી વાતો કરતી . ઘણા બધા કેસ અને અનુભવો પલ્લવે શેર કર્યા. દેવાંશી ના ગયા પછી પલ્લવ બે ત્રણ દિવસ તો દેવાંશી સાથે માણેલી પળો ને વાગોળતો રહ્યો પણ પછી મનને વાર્યું કે હવે શોભા ને દગો નહિ દઉં . ચોમાસુ બેસું બેસું થયી રહ્યું હતું . છેલ્લે જયારે વાદળો એ દેખા દીધી એટલે ગામમાં આનંદ છવાયી ગયો ખેતર તો ખેડાયી ગયા હતા પણ વાવણી માટે એક વરસાદ ની રાહ જોવાઈ રહી હતી . આમ તો જ્યોતિષીઓ એ ૧૬ ...વધુ વાંચો

9

ઉદય ભાગ ૯

ચતુર્થ પરિમાણ એટલે શું ? પલ્લવે પ્રશ્ન પૂછ્યો બાબા ભભૂતનાથે જવાબ આપ્યો જગત તમને દેખાય છે એટલું જ નથી સામાન્ય માનવી ફક્ત ત્રિપરિમાણીય દુનિયા જોઈ શકે છે પણ આ જગત સપ્ત પરિમાણ નું બનેલું છે . તમે ભણેલા છો તે ભાષામાં કહું તો સેવન ડાયમેન્શનલ . તેમાંથી આ જગ્યા ચતુર્થ પરિમાણ છે એટલે કે ફોર્થ ડાયમેન્શન. સામાન્ય મનુષ્ય ઘણુંબધું જોઈ નથી શકતો કે સાંભળી નથી શકતો કારણ કે પંચઇંદ્રિયો ની એક સીમા હોય છે તે સીમા ની બહાર નું દેખાતું નથી, સંભળાતું નથી કે અનુભવાતું પણ નથી . તમે ઘણા બધા સિદ્ધ યોગીઓ વિષે સાંભળ્યું હશે કે તેઓ ચમત્કારી ...વધુ વાંચો

10

ઉદય ભાગ ૧૦

બાબાએ આગળ જણાવ્યું અને દિવ્યશક્તિ અને મહાશક્તિઓ શું કરે છે તે મહત્વનું નથી આપણું નિર્માણ કયા કારણસર છે તે મહત્વનું છે આપણું કર્મ શું છે તે મહત્વનું છે . આપણા જીવન નો ઉદ્દેશ શું છે તે મહત્વનો છે. મહાશક્તિઓનો ઉદ્દેશ શું છે તે આપણે જાણવો જરૂરી નથી . આપણું કર્મ ઉન્નત હશે તો આપણી ઉન્નતિ થશે અને અંતે મોક્ષ મળશે આપણું વિસર્જન દિવ્યશક્તિ માં થશે તે પછી આપણે દિવ્યશક્તિ નો ભાગ હોઈશું . તમારું અને મારુ સર્જન કેવી રીતે થયું અને આખો ઘટનાક્રમ શું છે તે મને કહો પલ્લવે પૂછ્યું. બાબા એ હસીને કહ્યું તે કથાપર હું આવી રહ્યો ...વધુ વાંચો

11

ઉદય ભાગ ૧૧

ભભૂતનાથે આગળ જણાવ્યું આપણા ૧૦ દિવ્યપુરૂષો ના નિર્માણ ની સાથે ૧૦ અધમપુરુષોનું પણ નિર્માણ થયું હતું . કુદરત ના માટે તેઓ પણ શક્તિશાળી હતા તેમનું કામ ત્રીજા પરિમાણ માં પાપ ફેલાવાવનું અને આપણું કામ પુણ્ય ફેલાવવાનું . તેથી શક્તિ નું સંતુલન બની રહેતું અને દુનિયા નું સંચાલન બરાબર ચાલતું . આપણને કે તેમને એકબીજા ને નુકસાન પહોંચાડવાની અંનુમતી નહોતી . આપણે બધા હજારો વર્ષોથી ત્રીજા પરિમાણ માં સૂક્ષ્મ રૂપે જઈને કોઈ બીજાના શરીરમાં રહીને એકબીજા સાથે ઘણા યુદ્ધો પણ કર્યાં છે .કોઈ રાવણ નામ નો રક્ષ નામની સંસ્કૃતિ નો રાજા હતો તેના શરીર માં અધમપુરુષે પ્રવેશ કર્યો અને ત્રીજા ...વધુ વાંચો

12

ઉદય ભાગ ૧૨

પલ્લવે પૂછ્યું કે તમે શરૂઆત માં જણાવ્યું કે મારી પણ કોઈ ભૂલ થયી હતી તો મેં શું ભૂલ કરી ? ભભૂતનાથે આગળ વધતા કહ્યું કે આપણે દિવ્ય પુરુષો છીએ અને આપણું કર્મ ફક્ત મહાશક્તિઓ ના આદેશ પ્રમાણે કાર્ય કરવાનું છે . આપણે સ્વતંત્ર નથી આપણે ફક્ત કર્મ થી બંધાયેલ છીએ . આપણને પંચેન્દ્રિયો પર કાબુ કરવાની તાલીમ મળેલી છે અને હજાર વર્ષમાં ૩૦૦ વર્ષ આપણે પંચેન્દ્રિય પર કાબુ કરવાની તાલીમ મેળવવામાં વિતાવ્યા છે . આપણી પોતાની કોઈ ભાવના નથી પણ આપણે વિયેતનામ માં હતા ત્યારે તમે એક સ્ત્રી તરફ આકર્ષાયા હતા અને તમે તેની સાથે સંબંધ પણ બાંધ્યો તેથી ...વધુ વાંચો

13

ઉદય ભાગ ૧૩

પલ્લવ ને ભોજન પીરસવામાં આવ્યું . તેમાં તેને કોઈ દિવસ ખાધી ના હોય તેવી ભાજી થોડા ભાત અને થોડા હતા . તેને આવું ભોજન કરવાની ટેવ ના હતી .સર્વેશ્વરનાથ ને પૂછતાં તેને જણાવ્યું કે અહીં મોટેભાગે તો કોઈ જમતું નથી ફક્ત ફળો ના રસ અથવા અમૃત પીવે છે . પલ્લવને આશ્ચર્ય થયું તેને પૂછ્યું પુરાણો માં લખ્યું છે કે દેવો જેનાથી અમર રહે છે તે અમૃત ? સર્વેશ્વરનાથ ખડખડાટ હસી પડ્યો અને કહ્યું પુરાણો ત્રીજા પરિમાણ માં પ્રચલિત મિથકો. જો કે બધું જ હબંગ નથી પણ સામાન્ય માણસ સમજી શકે તે માટે મહાશક્તિઓ કે દિવ્યશકિતઓ ને એક નિશ્ચિત નામ ...વધુ વાંચો

14

ઉદય ભાગ ૧૪

પલ્લવ સામે પહોંચ્યા પછી ભભૂતનાથે આંખો ખોલી અને પૂછ્યું પોતાની તાકાત નો નમૂનો જોઈ લીધો. પણ અહીં કુદરતી સંપત્તિ નુકસાન કરવાની મનાઈ છે. તમે અહીં નવા છો તેથી તમને માફ કરવામાં આવે છે અહીંની કોઈ પણ કુદરતી સંપત્તિ ને નુકસાન હવે પછી પહોંચાડવાનું નથી . કુદરતે તો જીવવા માટે બધી વ્યવસ્થા કરી રાખી છે . આપણે અહીં કોઈ પણ જાતના બાંધ , રસ્તા , તળાવ કાંઈ જ બાંધ્યું નથી બધી જ કુદરતી છે. અહીં આપણે ફળો પણ વૃક્ષ પરથી તોડતા નથી તે જમીન પર પડે તેના પછી જ ઉપયોગ કરવામાં આવે છે. હવે તમારી અત્યારથી તાલીમ શરૂ કરવામાં આવે ...વધુ વાંચો

15

ઉદય ભાગ ૧૫

ઉદય ચેહરા પર પ્રશ્નાર્થ લઈને ભભૂતનાથ ની સામે જોઈ રહ્યો . ભભૂતનાથે ઉદય સામે જોઈને પૂછ્યું મનમાં કોઈ શંકા ? ઉદયે પૂછ્યું તમે ટાઈમ મશીન ની વાત કરી રહ્યા છો જેનાથી ભૂતકાળ અને ભવિષ્યકાળ માં જઇ શકાય . ભભૂતનાથે કહ્યું હું ભૂતકાળ માં જવાની વાત જરૂર કહી રહ્યો છું પણ આ કોઈ ટાઈમ મશીન ના સહારે નહિ પણ શારીરિક શક્તિ ને સહારે સમય પરિવર્તન ની વાત છે. હું તમને સમજાવું સમય એક અવિરત પરિમાણ છે જેમાં પાછળ તરફ નથી જવાતું સમય હંમેશા આગળ તરફ ગતિ કરે છે અને તે પણ નિશ્ચિત દર થી . મારા પહેલાના એક દિવ્યપુરૂષ બદ્રીનાથએ ...વધુ વાંચો

16

ઉદય ભાગ ૧૬

સવારે સૂર્યોદય સાથે તેની આંખો ખુલી. થોડી વાર વિચારમાં પડી ગયો ભભૂતનાથ , ચોથું પરિમાણ એ બધું સ્વપ્ન તો ને? તે ઓરડી ની બહાર નીકળ્યો પક્ષીઓ નો કલબલાટ ચાલુ હતો વરસાદ થભી ગયો હતો પણ આકાશ માં સફેદ વાદળો તરી રહ્યા હતા દૂર ક્ષિતિજ થી સૂર્ય ડોકું કાઢી રહ્યો હતો તેને સૂર્ય ને જોઈને પ્રણામ કર્યા અને એક ખાટલા માં બેસી ગયો અને વિચારવા લાગ્યો કે કેવું વિચિત્ર સ્વપ્ન જોયું. દૂરથી રામલો આવતો દેખાયો. નજીક આવીને તે ઉદય સામે વિચિત્ર નજરે જોઈ રહ્યો અને કહ્યું નટુભાઈ તમારા બાવડાં માં હોજો ચડ્યો સ કાલ હોજે તો બધું બરાબર હતું. ઉદય ...વધુ વાંચો

17

ઉદય ભાગ ૧૭

સવારે ઉદય વહેલો ઉઠી ગયો . કસરત અને નિત્યક્રમ પતાવીને તૈયાર થઇ ગયો અને મફાકાકા ના ઘરે પહોંચી આજે તો ઘર દિવાળી હોય તેમ સજી ગયું હતું અને બાજુવાળા જમનાકાકી એ રસોઈઘર ની જવાબદારી લઇ લીધી હતી અને તેમના પતિ રઘાકાકા આંગણામાં કચરો વળી રહ્યા હતા . ઉદય ને મનમાં થયું કે ગામડામાં રહેવાની કેવી મજા હોય છે લોકો એકબીજા સાથે હળીમળીને રહે છે એકબીજાને કેવા મદદરૂપ થાય છે જયારે તે શહેર માં રહેતો હતો ત્યારે પાડોશીઓ માં આટલો પ્રેમ જોયો ન હતો. આજે ઉદય એકદમ ગામડિયા ના વેશ માં હતો ધોતિયું , પહેરણ અને માથે ફાળિયું પહેર્યું હતું ...વધુ વાંચો

18

ઉદય ભાગ ૧૮

બીજે દિવસે રામલો કામ પર આવ્યો ન હતો.ઉદય તૈયાર થઈને મફાકાકા ના ઘરે પહોંચી ગયો અને સાંજ સુધી આંગળી કામ કરતો રહ્યો, અને સાંજ પડે ખેતર જવા નીકળ્યો અને તળાવ પાસેના એક ઝાડ પર ચડી ગયો. તેને ખબર હતી જે રાત્રે ૧૦ વાગ્યા સુધી બધા સુઈ જાય છે. છતાંય તેને ૧૧ વાગ્યા સુધી રાહ જોઈ અને ઝાડ પરથી ઉતર્યો અને બિલ્લીપગે ગામમાં ગયો . ગામમાં બધા સુઈ ગયા હતા . તેને ખબર ન હતી કે મફાકાકા રોનક ક્યાં સૂતો હશે. તેને વિચાર્યું કે જો આગળો વાખીને સુઈ ગયા હશે તો ફેરો ફોગટ જશે પણ તેના સદ્નસીબે દરવાજો ફક્ત આડો ...વધુ વાંચો

19

ઉદય ભાગ ૧૯

દસ મિનિટ લાગી ઉદય ને ભાન માં આવતા . આજ સુધી તે વિચારતો હતો કે તેની પત્ની એ તેને આત્મહત્યા કરી છે . હવે તેના ક્રોધ નો પારો ચડવા લાગ્યો હતો .તેને ક્રોધ માં એક મોટો પથ્થર ઉપાડ્યો અને રોનક ને મારવા જતો હતો ત્યાં બે હાથે તેને પાછો ખેંચ્યો. હાથ કમજોર હતા પણ તે હાથો ની કોમળતા એ તેને રોકાવા મજબુર કર્યો . તેને પાછળ વળીને જોયું તો દેવાંશી ઉભી હતી . હજી એક પડછાયો દૂરથી આ દૃશ્ય જોઈ રહ્યો હતો . જયારે તે રોનક ને મારવા જતો હતો ત્યારે તે પડછાયો આગળ વધ્યો પણ જેવી દેવાંશી દ્રશ્ય ...વધુ વાંચો

20

ઉદય ભાગ ૨૦

સવારે ઉદય પ્રાતઃ કર્મ પતાવીને મફાકાકા ના ઘરે ગયો. કાકા સાથે વાત વાત માં કહ્યું કે પરમ દિવસે રોનક્ભાઇ આવ્યા હતા તેમને કહ્યું કે તે સ્વામી અસીમાનંદ ના ભક્ત છે , એમનું નામ તો મેં પણ સાંભળ્યું છે પણ કોઈ દી દર્શન નથ કર્યા તો મોટાભાઈ જાવાના છે તો હારે હું પણ જાઉં કે ? ઉદય ના ચેહરા પાર ના દયામણા ભાવ જોઈને મફાકાકા એ રોનક ને કહ્યું ભઈ તું આશ્રમ જતી વખતે ઓનય લેતો જજે . રોનકે અનિચ્છાએ હા પડી. બીજે દિવસે ગાડીમાં બેસીને રોનક , રેખા , નયના , દેવાંશી અને ઉદય આશ્રમ જવા નીકળ્યા . રસ્તામાં ...વધુ વાંચો

21

ઉદય ભાગ ૨૧

અસીમાનંદ આશ્રમ પહોંચ્યા પછી પોતાનો દંડ ઉપાડ્યો અને સેવક ને બોલાવીને કહ્યું તે હિમાલય તરફ તપશ્ચર્યા કરવા જાઉં છું હવે મારા આવતા સુધી આશ્રમ નો કાર્યભાર સ્વામી સત્યાનંદ સંભાળશે. હિમાલય તરફ એકલો જ પ્રયાણ કરીશ કોઈએ સાથે આવવાની જરૂર નથી . સત્યાનંદ સ્વામી એ પૂછ્યું સત્સંગ હજી બાકી છે , એનું શું થશે ? બાકી નો સત્સંગ નો કાર્યક્રમ તમે આગળ ધપાવો અને આગળ વધુ સવાલ પૂછશો નહિ . અસીમાનંદ નો કડક જવાબ સાંભળી આગળ કોઈએ કઈ પૂછ્યું નહિ . અસીમાનંદ એક અદભુત વ્યક્તિત્વ ના સ્વામી સવા ૬ ફૂટ ની પડછંદ કાયા, માંજરી આંખો , માથે મુંડન અને દાઢી ...વધુ વાંચો

22

ઉદય ભાગ ૨૨

અસીમાનંદ અને જરખ જ્યાં સુધી ગુફા પાસે પહોંચ્યા ત્યાં સુધી અસીમાનંદે શ્વાસ રોકી દેવા પડ્યા . ભયંકર દુર્ગંધ હતી માં અને રસ્તામા જોવા મળેલી વ્યક્તિઓ ભયંકર રીતે વિકૃત અને ગંધાતી હતી . આ બધાની સરખામણી માં અદ્વૈત તેને સ્વચ્છ લાગ્યો . અસીમાનંદ ને લાગવા લાગ્યું કે અહીં આવીને ભૂલ નો નથી કરીને . તે સ્વચ્છતા નો ખુબ આગ્રહી હતો પણ અહીં તો અસ્વચ્છતા અને દુર્ગંધ નું સામ્રાજ્ય હતું. ગુફા સુધી પહોંચતા તેને આ બધું જોઈને તમ્મર આવી ગયા . પણ હજી તો શરૂઆત હતી ગુફા પણ ભયંકર દુર્ગંધે તેનો પીછો ન છોડ્યો . ગુફા ઊંડે સુધી ગયા પછી જરખ ...વધુ વાંચો

23

ઉદય ભાગ ૨૩

આ બાજુ અસીમાનંદે ઉદય ને પુરી તાકાતથી સમુદ્ર તરફ ઉછાળ્યો હતો ખુબ દૂર સુધી તે હવામાં ગયો . ઉદયે મીંચી દીધી હતી , તેને પોતાનો અંત નિશ્ચિત લાગતો હતો પણ જે વખતે સમુદ્ર માં padvano હતો તે વખતે તે પડવાને બદલે હવામાં લટકી રહ્યો . ઉદયે આંખો ખોલીને જોયું તો એક સોનેરી રેખા તેના શરીર ફરતે વીંટળાયેલી હતી અને તે સમુદ્ર માં પડવાને બદલે કિનારા તરફ ખેંચાવા લાગ્યો . રસ્તામાં થોડા જળચરોએ હવામાં કૂદી તેને પકડવાની કોશિશ કરી પણ તેઓ તેના સુધી પહોંચી શક્ય નહિ. તે કિનારા પાર પછડાયો ત્યાં સુધી માં બેહોશ થયી ગયો હતો . તે જોઈ ...વધુ વાંચો

24

ઉદય ભાગ ૨૪

ઉદય હજી અસમંજસ માં હતો કે આટલી મોટી ભૂલ કરવા છતાં તેના પાર વિશ્વાસ કેવી રીતે કરવામાં આવી છે.ભભૂતનાથે કહ્યું કે તમે નિશ્ચિંન્ત રહો જે થયું તે તો થવાનું જ હતું . તમે ભૂતકાળ માં જય અસીમનાથ નો સામનો કર્યો અને જીવતા પાછા ફર્યા તે પણ એક સિદ્ધિ છે બાકી અસીમનાથે વાર કર્યા પછી કોઈ જીવતું રહ્યું નથી. તમે એક વાત સમજી લો કે ભવિષ્ય હંમેશા અનિશ્ચિત હોય છે તમે વર્તમાન માં જે કર્યો કરો છો તે પ્રમાણે ભવિષ્યકાળ બદલાય છે . તમે કદાચ ઓજાર લાવવામાં સફળ થયા હોત તો અત્યારની પરિસ્તિથી જુદી હોત પણ શક્ય છે કે તે ...વધુ વાંચો

25

ઉદય ભાગ ૨૫

આ વખતની ઉદયની તાલીમ પાછલા વખત કરતા કઠણ હતી પરંતુ ઉદય નો આ વખતનો જુસ્સો કઈ ઓર હતો . શીખવાડવામાં આવેલ દરેક વિદ્યા તે માંથી શીખવા માંગતો હતો . મળેલી હાર અને ભભૂતનાથ નો તેના પાર મુકેલો વિશ્વાસ કદાચ તેના પ્રેરણાસોત્ર હતા . હવે પછી જો કદાચ અસીમાનંદનો સામનો થાય તો તે માટે માનસિક રીતે પણ તૈયારી કરી રહ્યો હતો . સર્વપ્રથમ તેને ભાવના પાર નિયંત્રણ કરવાનું શીખવાવમાં આવ્યું અને વેશાન્તર પણ શીખવવામાં આવ્યું . હવે તે વેશાન્તર માં પ્રવીણ થયી ગયો હતો હવે તે કોઈનું પણ રૂપ ધરી શકતો તેમાં સૌથી કઠણ હતું જેનું રૂપ લીધું હોય તેના ...વધુ વાંચો

26

ઉદય ભાગ ૨૬

કલાકો સુધી બંધાયેલ અવસ્થામાં રહ્યા બાદ બે બદસુરત વ્યક્તિઓ આવી અને યુવતી ના વેશ માં રહેલ ઉદય ને લેવા . ઉદય બંધનાવસ્થા માં ગુફા માં પ્રવેશ્યો . ગુફા માં અંધકાર અને બદબુ નું સામ્રાજ્ય હતું . તેને એક અગ્નિકુંડ પાસે લઇ જવામાં આવ્યો . ત્યાં અસીમાનંદ અને એક વ્યક્તિ ઉભી હતી તે જરખ જ હોવી જોઈએ તેવું ઉદયે ધરી લીધું . અસીમાનંદ જોર જોરથી મંત્ર ઉચ્ચારી રહ્યો હતો અને જરખ અગ્નિકુંડ માં વિવિધ સામગ્રી હોમી રહ્યો હતો . થોડી વાર પછી મંત્રોચ્ચાર બેન્ડ થયા પછી અસીમાનંદ ખડગ લઈને ઉદય તરફ ફર્યા અને જોર જોર થી હસવા લાગ્યા અને કહ્યું ...વધુ વાંચો

27

ઉદય ભાગ ૨૭

ઉદય ને લાગ્યું દેવાંશી પ્રત્યેની કૂણી લાગણી ને લીધે તેને દેવાંશીનો આવાજ સંભળાતો હશે . થોડીવાર પછી પાછો તેને સંભળાયો. અવાજે કહ્યું કે અત્યારે સૂર્ય ઉગી રહ્યો છે તે દિશામાં ચાલતા રહો .તમારી મંઝિલ હાજી ઘણી દૂર છે. હવે ઉદય ને કોઈ ભ્રમ ન રહ્યો હતો કે અવાજ દેવાંશી નો જ છે.તેણે પૂછ્યું કે દેવાંશી તું ક્યાં છે અને મને ફક્ત અવાજ કે સંભળાય છે દેખાતી કેમ નથી ? અવાજે કહ્યું હું કોણ છું અને ક્યાં છું તે તો તમે મારી પાસે પહોંચશો ત્યારે જ ખબર પડશે. અત્યારે તો મેં જે દિશામાં કહ્યું તે દિશામાં ચાલતા રહો . ઉદય ...વધુ વાંચો

28

ઉદય ભાગ ૨૮

ઉદયે નજર ઊંચી કરીને જોયું કે તેને બચાવનાર કોણ છે . ત્યાં તલવાર પકડીને બીજું કોઈ નહિ પણ દેવાંશી પણ અત્યારે તેનું રૂપ જુદું હતું . હંમેશા સાદી સાડી કે સલવાર કુર્તામાં જોયેલ દેવાંશી કરતા આ દેવાંશી નું રૂપ જુદું હતું તેને યોદ્ધાના કપડાં પહેરેલા હતા અને તેને ચેહરા પર સૌમ્ય ભાવ ન હતા. અત્યારે તો જાણે તેણે રૌદ્રાવતાર ધારણ કરેલો હતો. ખડગ નો વાર તલવાર પર રોકીને તેણે અસીમાનંદ ને લાત મારીને દૂર હટાવ્યો. અસીમાનંદ તેને જોઈને બે મિનિટ માટે દિગ્મૂઢ થઇ ગયો તેનો ફાયદો લઈને તેને ઉદય ને ઉભો કર્યો અને બાજુના એક ખડક પર બેસાડી દીધો. ...વધુ વાંચો

29

ઉદય ભાગ ૨૯

ઉદય અને દેવાંશી થોડીવાર પછી એક ગુફા ના દ્વાર સમીપ પહોંચ્યા. ગુફા માં અંધકાર દેખાતો હતો. ગુફા ની દ્વાર મુકેલી મશાલ દેવાંશી એ ઉપાડી અને બાજુમાં મૂકેલું દ્રવ્ય તેમાં નાખતાંજ મશાલ માં અગ્નિ પ્રગટ થયો પછી ગુફા માં પ્રવેશ્યા. ગુફા નું પ્રવેશદ્વાર સાંકડું હતું પણ જેવા તે આગળ વધતા ગયા તેમાં ગુફા પહોળી થતી ગઈ. થોડા આગળ જઈને તેમને મશાલ ની જરૂરત ન રહી અંદર નો ભાગ સ્વયંપ્રકાશિત હતો. આગળ જતા ગુફા પૂર્ણ થઇ ગઈ હતી. આગળ વધવાનો રસ્તો ન હતો. દેવાંશી એ હાથ માં કટાર લીધી અને ઉદય ને હાથ આગળ કરવા કહ્યું. ઉદયે પૂછ્યું આગળ કેવી રીતે ...વધુ વાંચો

30

ઉદય ભાગ ૩૦

ભભૂતનાથ અવઢવ માં હતા પણ મહાશક્તિ સાથે વાત થયા પછી તેઓ આશ્વસ્ત થયા હતા . તેમને દિશા મળી ગઈ ઉદય જ્યાં હતો તે ખંડ માં આવ્યા.ઉદય હાજી બેહોશ હતો અને ભભૂતનાથ જાણતા હતા કે તે હજી ઘણો સમય બેહોશ રહેવાનો હતો કારણ હતું તેને લગાવેલી દવાઓ. તે દવાઓમાં અસ્થિવર્ધક, શક્તિવર્ધક અને પીડાશામક વનસ્પતિના મૂળ હતા. ભભૂતનાથ તે ખંડમાંથી નીકળી ગયા અને તે દ્વાર મંત્રથી બંદ કર્યું જેનાથી અસીમાનંદ પ્રવેશી ન શકે. ભભૂતનાથ હવે શ્રાપ મુક્ત થઇ ગયા હતા હવે તેમની પાસે શક્તિ આવી ગયી હતી જેનાથી તેઓ ત્રીજા, ચોથા અને પાંચમા પરિમાણમાં ગમે ત્યારે પ્રવેશી શકે.તેઓ ચોથા પરિમાણ માં ...વધુ વાંચો

31

ઉદય ભાગ ૩૧

ભભૂતનાથ દેવાંશી ને લઈને પાંચમા પરિમાણ માં પહોંચ્યા. ખંડમાં જઈને જોયું ઉદય હજી બેભાન હતો. દેવાંશી પણ બેહોશ હતી. તેને એક ચટાઈ પાર સુવડાવી અને તેના ચેહરા પર થોડું પાણી છાંટ્યું. થોડીવાર પછી દેવાંશી ને કળ વળી અને હોશ માં આવી . હોશ માં આવ્યા પછી તેને ચારે તરફ નજર કરી. તેની નજર ભભૂતનાથ સાથે મળતાજ તેને ચીસ પડી અને ખંડ માં ચારે તરફ દોડવા લાગી . તેને ભભૂતનાથે શાંત પડી અને કહ્યું કે પુત્રી તું ડર નહિ તું અત્યારે ગીર ની ગુફા માં છે તને અહીં મહત્વના કારણસર લાવવામાં આવી છે.તને અહીં પલ્લવ નો જીવ બચાવવા માટે લાવવામાં ...વધુ વાંચો

32

ઉદય ભાગ ૩૨

ભભૂતનાથે પાછળ વળીને જોયું. ત્યાં ઉદય હતો અને તેની પાછળ કમલનાથ, કદંબનાથ, ઇન્દ્રનાથ , નરેન્દ્રનાથ, ભવેન્દ્રનાથ, સપ્તેશ્વરનાથ અને ઉભા હતા. ઉદય આગળ આવ્યો અને કહ્યું તમે કાળી શક્તિ ના પ્રભાવ માં આવી ગયા છો તમારું જ્ઞાન દુઃખદ રીતે અધૂરું છે. તમે શક્તિ નું મહાત્મય સમજ્યા તેમ જો કર્મ નું મહાત્મય સમજ્યા હોત તો તમે સત્ય ના માર્ગ પાર હોત. હજી સમય છે કરેલા કર્મ નો પશ્ચાતાપ કરો અને મહાશક્તિની શરણ માં આવો તો તમને માફ કરી દેવામાં આવશે. કાળી શક્તિ નો સાથ છોડી દો. તમારું નિર્માણ જગત માં પુણ્ય ફેલાવવા માટે થયું છે અને કાળી શક્તિ નું પાપ ફેલાવવા ...વધુ વાંચો

33

ઉદય ભાગ ૩૩ - અંતિમ ભાગ

વર્ષ ૪૦૧૮ શહેર - ગ્લોક્સિયા દેશ - usu ( યુકુ સરંજ વોલ યુરોપ ) જગત ની સ્તીથી કુલ દેશ ; ૮ વસ્તી; ૩૫ કરોડ બોલાતી ભાષાઓ ;૧૫ ગ્લોકસિયા શહેર મધ્યમાં એક બંગલો માં એક દંપતી ખુરસી માં બેઠું હતું . પાસે બે બાળકો બેઠા હતા . પુરુષના હાથમાં એક ડાયરી હતી તેમાંથી વાર્તા વાંચી રહ્યો હતો. બાળક નું નામ જિમ અને બાલિકા નું નામ જીબ્રા હતું. જીમે પુરુષ ને લાસિયા ભાષામાં પૂછ્યું " રુક્સમ તેના પછી શું થયું ઉદય અને દેવાંશી અને પાછા આવ્યા કે નહિ અને મહાશક્તિએ તેમને શું કહ્યું અને આ ડાયરી માં લખેલી ભાષા કઈ છે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો