ઉદય ભાગ ૬ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

ઉદય ભાગ ૬

આજે પંખીડાઓ ના કલબલાટ થી સવારે વહેલો ઉઠી ગયો . તેને સવારે પંખીડાઓ નો કલબલાટ સાંભળવો ખુબ ગમતો . સવારે નાહીધોઈ ને પરવારી રહ્યો ત્યાં દૂરથી મફાકાકા અને દેવાંશી આવતા દેખાણા તો નટુ ના પેટમાં ફાળ પડી કે રખે તેની સાચી ઓળખ તો મળી નથી ગયી . કાકા એ આવીને કહ્યું " નટુભાઈ આ બુન તામર હંગાથ વાત કરવા માગ સ ઈમના કૉલેજ નો કોક ચોપડો લઈન આયા સ શું કે ઈન ઓવ કોક ઇન્ટરયુ લેવું સ ઇમ કેતા તા . તે અવ ઘડી વાર શોન્તી થી વાત કરો કોમ નું રોમલા ન કઈ દઉં સુ. એમ કહીને કાકા નીકળી ગયા અને જે રીતે દેવાંશી તેને નિહાળી રહી હતી તેનું હૃદય ધબકારાચુકી ગયું . તો પણ ભોળપણ નું નાટક ચાલુ રાખીને કહ્યું મારા ઇન્ટર યુ ની કાય જરૂર નથી અમે તો રિયા નાના માણસ. ને આજે બોવજ કામ છે . દેવાંશી એકીટશે તાકી રહી અને બોલી નાટક કરવાનું બંધ કરો ડૉક્ટર પલ્લવ ઓઝા . હું તમને ઓળખી ગયી છું . હવે તમે તમારા મોઢે તમારું સત્ય કહો છો કે પછી તમારું જે સત્ય પેપરમાં છપાયું છે તે બધાને કહું . હું ફક્ત સત્ય જાણવા માંગુ છું મને ખબર છે કે જે વાતો પેપર માં આવી હતી તે બધી અર્ધસત્ય છે સાયકોલોજી ની સ્ટુડન્ટ છું ફક્ત સ્ટોરી વાંચીને કહી શકું કે સત્ય છે કે અર્ધસત્ય કે પછી પૂરું જુઠ્ઠાણું છે . નટુ એ કહ્યું કે હું પલ્લવ છું તે સત્ય છે પણ હવે ડૉક્ટર નથી રહ્યો અને જે સત્ય જાણવા માંગો છે હવે તે હું ખુદથી પણ છુપાવવા માંગુ છું. હું જેલમાં સજા કાપીને આવ્યો છું તે સત્ય છે પણ મને ખોટી રીતે સંડોવવા માં આવ્યો હતો તે પણ તેટ્લુ જ સત્ય છે . પણ હવે મારુ સત્ય સાબિત કરીને પણ કોઈ ફાયદો નથી કારણ હું નિર્દોષ સાબિત થઈશ તોય મારી પત્ની અને મારુ બાળક મને પાછું નહિ મળે . તેના કરતા ભલેને ત્યાં મારા નામ સાથે બળાત્કારી નું વિશેષણ જોડાયેલ રહેતું ભલે ને એમ કહેવાતું કે સજા પૂર્ણ થયા પછી મેં આત્મહત્યા કરી લીધી તેમ કહેવાતું . ખરેખર તો મેં આત્મહત્યા કરવાજ નહેર માં ઝમ્પલાવ્યું હતું પણ કદાચ કોઈ કામ બાકી હશે મારા હાથ થી થવાનું એટલે બચી ગયો. મનુષ્ય વિચારે છે કાંઈ અને થાય છે જુદું . ઈશ્વર ની ઈચ્છા હોય તેવું જ થાય બાકી મનુષ્ય ના હાથ માં કાંઈ નથી. દેવાંશી બોલી આ સાયકોલોજી ના પ્રોફેસર શબ્દો ના હોઈ શકે આ તો હતાશ વ્યક્તિ ના શબ્દો છે . પલ્લવે કહ્યું આ હતાશા નથી દેવાંશીજી આ તો મેં જાણેલું સત્ય છે અને બીલીવ મેં કે મને કોઈ પણ વાત નો અફસોસ નથી મેં પરિસ્થિતિ નો સ્વીકાર કર્યો છે તેથી અત્યારે ખુશ છું. મેં આભ ની ઊંચાઈ પણ જોઈ લીધી અને પાતાળ ની ગહેરાઈ પણ જોઈ છે . પ્રખ્યાતિ પણ જોઈ લીધી છે અને કુખ્યાતી પણ . હવે બસ આ નાના ગામમાં પ્રેમથી રહેવું છે અને શાંતિથી જીવવું છે . લોકો ની સેવા ના થાય કાંઈ નહિ આ ધરતી ની તો સેવા કરું છું દેવાંશી આશ્ચર્ય થી જોઈ રહી કે કઇ રીતે કોઈ વ્યક્તિ પરિસ્થિતિ થી સમાધાન કરી શકે . તેની પર આટલા ભયાનક આરોપ અને પત્ની અને બાળક નું મૃત્યુ. દેવાંશી બોલી કે હવે મારી ઉત્કંઠા વધી ગયી છે તમે મને તમારી પૂર્ણ સ્ટોરી સંભળાવો કે આટલી જબરદસ્ત સફળતા પછી પતન કેવી રીતે થયું . સત્ય શું છે તે મને કહો ? દેવાંશી ના છેલ્લા વાક્ય માં આજીજી નહિ પણ એક સત્તાવાહી રણકો હતો તે પલ્લવ ના કાનમાં ગુંજી રહ્યો જેવો શોભા ના અવાજ માં હતો .