ઉદય ભાગ ૩૨ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉદય ભાગ ૩૨

ભભૂતનાથે પાછળ વળીને જોયું. ત્યાં ઉદય હતો અને તેની પાછળ કમલનાથ, કદંબનાથ, ઇન્દ્રનાથ , નરેન્દ્રનાથ, ભવેન્દ્રનાથ, સપ્તેશ્વરનાથ અને ઢોલકનાથ ઉભા હતા. ઉદય આગળ આવ્યો અને કહ્યું તમે કાળી શક્તિ ના પ્રભાવ માં આવી ગયા છો તમારું જ્ઞાન દુઃખદ રીતે અધૂરું છે. તમે શક્તિ નું મહાત્મય સમજ્યા તેમ જો કર્મ નું મહાત્મય સમજ્યા હોત તો તમે સત્ય ના માર્ગ પાર હોત. હજી સમય છે કરેલા કર્મ નો પશ્ચાતાપ કરો અને મહાશક્તિની શરણ માં આવો તો તમને માફ કરી દેવામાં આવશે. કાળી શક્તિ નો સાથ છોડી દો. તમારું નિર્માણ જગત માં પુણ્ય ફેલાવવા માટે થયું છે અને કાળી શક્તિ નું પાપ ફેલાવવા માટે. તે તેનું કર્મ કરે છે તમે તમારું કર્મ કરો તે ઉચિત છે. અને જ્યાં સુધી રાવણ અને દુર્યોધન ની વાત છે તે બંને કાળી શક્તિ ની છાયા માં હતા. રાવણે મહાશક્તિ ને પડકાર ફેંક્યો હતો તે છઠા અને સાતમા પરિમાણ માં જવા માંગતો હતો અને દિવ્યશક્તિ પાર વિજય મેળવવા માંગતો હતો તેથી તેનો વધ કરવો પડ્યો . દુર્યોધને રાજપાટ મેળવવા કાળી શક્તિ નો સહારો લીધો હતો શકુની નામ ની વ્યક્તિ કાળીશક્તિ નો અંશ હતી . જયારે કરી ન ફાવી તો તેમને બોલાવી જુગાર રમાડ્યો અને શકુની એ જીત મેળવી હતી દુર્યોધને નહિ એટલે દુર્યોધને નિશ્ચિત રૂપે દુષ્કૃત્ય કર્યું હતું તે દંડ ને પાત્ર હતો . તે વખતે જો તેનો અને શકુની નો વધ ન કર્યો હોત તો ધીરે ધીરે આખા જગત ને કાળીશક્તિ એ જીતી લીધું હોત. અને હિટલર ની જગત જીતવાની ઈચ્છા પાછળ તમે પોતે હતા તે હું જાણી ગયો છું. એટલે નિર્દોષ હોવાનો ઢોંગ બેન્ડ કરો અને મહાશક્તિ સામે નતમસ્તક થાઓ. " શરણ આવનાર ને માફી જરૂર મળે છે "

અસીમાનંદે સામે અટ્ટહાસ્ય કરીને કહ્યું કે કોણ ઉપદેશ આપી રહ્યું છે . તે વ્યક્તિ જે મારી સામે ત્રણ ત્રણ વાર હારી ચુકી છે . શાંતિ ની વાતો કાયરો જ કરે છે . તું મારી સામે યુદ્ધ કર કોણ સાચું છે અને કોણ ખોટું છે તે ખબર પડી જશે. કારણ સત્ય હંમેશ વિજેતા ને પક્ષે હોય છે .

અસીમાનંદે તેની આસુરી સેનાએ ને યુદ્ધ નો આદેશ આપ્યો . આદેશ મળવાની સાથેજ બધા સૈનિકો લલકાર આપતા ભભૂતનાથ , ઉદય અને તેના ભાઈઓ તરફ આગળ વધ્યા . ભભૂતનાથ તેમના ફરસા સાથે અને ઉદય પાસે તેનું પ્રિય ખાંડવ અને ઉરૃમી સાથે આગળ વધ્યા. કમલનાથ હાથ માં ભાલો , કદંબનાથ ના હાથ માં ગદા , ઇન્દ્રનાથના હાથ માં તલવાર , નરેન્દ્રનાથ હાથ માં ધનુષ્યબાણ , ભવેન્દ્રનાથ હાથ માં કુહાડી , સપ્તેશ્વરનાથ હાથ માં ખડગ અને ઢોલકનાથ ના હાથ માં ભૂંગળ હતી .

ભયંકર યુદ્ધ શરુ હતું. પણ દિવ્યપુરુષોના હાથે મારતો સૈનિક રેતી બની જતો અને તેજ રેતી માંથી બીજો સૈનિક પેદા થતો હતો. કલાકો સુધી દિવ્યપુરૂષો આસુરી સેનાને મારતા રહ્યા પણ સેનાએ વધતી જતી હતી. અસીમાનંદ હજી આગળ આવ્યો નહોતો તે દૂરથી યુદ્ધ નો આનંદ લઇ રહ્યો હતો. તે જોઈને કદંબનાથ અસીમાનંદ તરફ આગળ વધ્યો અને તેની સામે જઈને તેને પડકાર્યો . ભયંકર દ્વંદ્વ શરુ થયું. તેમના હથિયારો ના ટકરાવ સાથે નીકળતો અગ્નિ આજુબાજુ ના સૈનિકો ને દઝાડતો હતો અને તેનો નાદ ચારે તરફ ગુંજતો હતો. કલાકો સુધી યુદ્ધ ચાલ્યું પણ કોઈ પરાસ્ત થતું ન હતું પણ અસીમાનંદે એક ચાલ ચાલી અને જોરથી કહ્યું નહિ પાછળ થી વાર ના કરો એટલે કદંબનાથ નું ધ્યાન પાછળ ગયું તે દરમ્યાન અસીમાનંદે તેના માથા પાછળ ગદા નો પ્રહાર કરીને તેને પડી નાખ્યો. પ્રહાર દક્ષ યોદ્ધા નો હતો. કદંબનાથ બેહોશ થઇ ગયા . તે જોઈને ઉદય ક્રોધ માં આવી ગયો અને તેણે હથિયાર છોડીને સૂર્ય તરફ હાથ કર્યા એટલે તેનું શરીર સ્વયં પ્રકાશિત હોય તેમ પ્રકાશવા લાગ્યું અને પ્રકાશ ધીરે ધીરે વધવા લાગ્યો તેની આજુબાજુ જે કોઈ હતા તે બધા તેનાથી દૂર ખસવા લાગ્યા. તેના શરીર માંથી સૂર્ય જેવો પ્રકાશ અને ગરમી નીકળવા લાગી જેનાથી બધા દાઝવા લાગ્યા. ધીરે ધીરે સંપૂર્ણ આસુરી સેનાએ સળગી ગઈ . સો સૂર્યો જેટલો પ્રકાશ તેના શરીર માં થી નીકળી રહ્યો હતો. અસીમાનંદ આશ્ચર્ય સાથે આ દૃશ્ય જોઈ રહ્યો હતો. તે ધીરે ધીરે પાછળ ખસવા લાગ્યો હતો.

ઉદયે ત્રાડ પાડીને કહ્યું હવે ક્યાંય ભાગી નહિ શકે અસીમ. ઉદય ના હાથ માં એક હથિયાર હતું . તે હથિયાર લઈને અસીમાનંદ પર પ્રહાર કર્યો. અસીમાનંદે તેનો પ્રહાર પોતાની તલવાર થી રોક્યો અને સામે વાર કર્યો પણ હવે આ ઉદય ક્યાં હતો હવે તેની સામે લડનાર ઉદયશંકરનાથ હતો એક દિવ્યપુરૂષ નો અવતાર. થોડી વાર લડ્યા પછી અસીમાનંદ ને આભાસ થઇ ગયો કે ઉદય ને હવે હરાવી નહિ શકાય તેથી તેણે ભાગી જવાનું વિચાર્યું પણ ઉદય ના પ્રહાર એટલા ઝડપથી થતા હતા કે તે પોતાના બચાવ સિવાય કઈ કરી શકતો ન હતો. તેણે ઉદય ને કહ્યું અતિસુંદર ખુબ ઝડપથી શીખી ગયો પણ તને ખબર છે મારા શરીર પર કોઈ હથિયાર ની અસર થતી નથી. ઉદયે જવાબ આપ્યો આ હથિયાર તો તારા મૃત્યુ માટે તૈયાર કરેલું હથિયાર છે અને તે તૈયાર કર્યું છે કાળી શક્તિ એ. જરખ પાસેથી છીનવ્યું છે તેણે બીજી વાર મારીને. અસીમાનંદ ની આંખો આશ્ચર્ય થી પહોળી થઇ ગઈ કારણ ઉદય નો એક વાર તેની છાતી પર પડી ગયો હતો તે જમીન પર પડી ગયો. ઉદયે કહ્યું કે તું જો જીતી પણ ગયો હોત તો પણ તારું મૃત્યુ નિશ્ચિત હતું. મારા નહિ તો જરખ ના હાથે. દૂર થી કમલનાથ જરખ નું શરીર ઉપાડીને લાવી રહ્યા હતા . ઉદયે કહ્યું તને શું લાગ્યું કાળી શક્તિ તારી મદદ કરી રહી છે તે ફક્ત તારો ઉપયોગ કરી રહી હતી .

અસીમાનંદની આંખ માં આસું આવી ગયા અને તેણે કહ્યું મને માફ કરી દો હું ખોટા માર્ગે ચાલી રહ્યો હતો. તમે મારો બદલો કાળી શક્તિ સાથે જરૂર લેજો.ઉદયે કહ્યું તમે હજી સમજ્યા નહિ તમારું કર્મ ફક્ત મહાશક્તિ નો આદેશ માનવાનું હતું. કાળીશક્તિ તો તેનું કર્મ કરી રહી છે તે દોષિત નથી. કર્મથી તમે ચુક્યા હતા તે નહિ તેથી હું ફક્ત મહાશક્તિ નો આદેશ માનીશ બીજા કોઈનો નહિ. અસીમાનંદે હાથ જોડ્યા અને કહ્યું સત્ય કહો છો તમે કર્મ થી પરાવૃત્ત થયો હતો તેની સજા મને મળી છે. એટલું કહીને અસીમાનંદે પ્રાણ છોડ્યા. ભભૂતનાથે પાછળ થી આવીને ઉદય બા ખભા પર હાથ મુક્યો અને કહ્યું કે આપણે જીતી ગયા છીએ આપણું કર્મ પૂરું થયું હવે આપણે મૂળ નિવાસસ્થાને જઇયે .

તે બધા ફરી તે ખંડ માં ગયા જ્યાં દેવાંશી રાહ જોઈ રહી હતી. ત્યાં જઈને ઉદયે દેવાંશીને બાથ માં ભરી લીધી અને કહ્યું યુદ્ધ પૂરું થયું છે હવે આપણે ઘરે પાછા જઈશું. ભભૂતનાથે પાછળ આવીને કહ્યું આ ઘર તમારું જ છે તમે અહીં જ રહો. ઉદયે નકાર માં માથું હલાવીને કહ્યું કે ના આ ઘર મારુ નથી આ ઉદયશંકર નાથ નું ઘર છે. હું મારા ઘરે જઈને લોકોની સેવા કરીશ . હું નટુ બનીને જ ખુશ છું .ભભૂતનાથે કહ્યું તમે પહેલા મહાશક્તિ ની પરવાનગી તો લઇ લો.