આ બાજુ અસીમાનંદે ઉદય ને પુરી તાકાતથી સમુદ્ર તરફ ઉછાળ્યો હતો ખુબ દૂર સુધી તે હવામાં ગયો . ઉદયે આંખો મીંચી દીધી હતી , તેને પોતાનો અંત નિશ્ચિત લાગતો હતો પણ જે વખતે સમુદ્ર માં padvano હતો તે વખતે તે પડવાને બદલે હવામાં લટકી રહ્યો . ઉદયે આંખો ખોલીને જોયું તો એક સોનેરી રેખા તેના શરીર ફરતે વીંટળાયેલી હતી અને તે સમુદ્ર માં પડવાને બદલે કિનારા તરફ ખેંચાવા લાગ્યો . રસ્તામાં થોડા જળચરોએ હવામાં કૂદી તેને પકડવાની કોશિશ કરી પણ તેઓ તેના સુધી પહોંચી શક્ય નહિ. તે કિનારા પાર પછડાયો ત્યાં સુધી માં બેહોશ થયી ગયો હતો . તે જોઈ શક્યો નહિ કે તેને બચાવનાર કોણ છે . એક વ્યક્તિ એ તેને ખભા ઉપર ઉપાડ્યો અને તે ચાલવા લાગી અને તેને એક ગાડી માં નાખ્યો અને ગાડી રવાના થયી . બીજે દિવસે તેઓ કટંકનાથ ના આશ્રમ માં પહોંચી ગયા . ઉદય હજી સુધી હોશ માં આવ્યો ન હતો.
ઉદય જયારે હોશ માં આવ્યો ત્યારે કંટકનાથ અને એક વ્યક્તિ તેની બાજુમા બેઠી હતી તે બીજું કોઈ નહિ પણ કીયંડુનાથ હતો. ઉદય ઉઠ્યો અને પૂછ્યું મને કોને તમે બચાવ્યો . તમારી આટલી સઘન તાલીમ છતાં હું અસીમાનંદ સામે ખરાબ રીતે પરાજિત થયો મને તેની શરમ આવે છે . કદાચ હું તે નથી જેની તમને જરૂરત છે . હું તો ખુબ કમજોર વ્યક્તિ છું . કંટકનાથે ઉદય ના ખભે હાથ મૂકીને કહ્યું કે તમે વ્યર્થ નો પછતાવો કરી રહ્યા છો. અસીમનાથ જયારે પાણીમાં હોય ત્યારે કોઈની તાકાત નથી કે તેને કોઈ હરાવી શકે . અને તમારી તાકાત હજી સીમિત છે જયારે અસીમાનંદ તો અસીમિત તાકાત ના માલિક છે. જે થયું તે કર્મ અને નિયતિ ના આધારે થયું છે તમે ખેદ ન કરો . તેવો સમય પણ આવશે જયારે તમે તેને હરાવી શકશો અને આ ફક્ત મારુ જ નહિ બાબા ભભૂતનાથ નું પણ માનવું છે પણ તમારે મહેનત કરવાની જરૂર છે .રોજનો યોગાભ્યાસ અને કસરત તમને સફળતા તરફ દોરી જશે . બાકી ભાવનાવશ લીધેલા નિર્ણયો ભાગ્યેજ સાચા પડે છે . પ્રેમ ની તાકાત ને હું પણ માનું છું પણ તે તમને દુઃસાહસ કરવા પ્રેરે છે જે તમે હમણાં કર્યું . તમે હારી પણ ગયા અને ઓજાર પણ ન મેળવી શક્યા.
બાબા ભભૂતનાથે તમને ભવિષ્ય તરફ પાછા બોલાવ્યા છે તો તમે કીયંડુનાથ સાથે પાછા જાઓ અને ત્યાં અસીમાનંદ નો સામનો કરો .
ઉદય અને કીયંડુનાથ ભૂતકાળ માં થી પોતાના વર્તમાન ની સફરે નીકળી ગયા .
કીયંડુનાથ તેને પહેલા ચાર દિવસ ભૂતકાળ માં લઇ ગયો જ્યાં ચોથા પરિમાણ નું દ્વાર ખુલ્લું હતું .ત્યાંથી ચોથા પરિમાણ માં પ્રવેશ્યા પછી તે ભવિષ્ય માં એટલે કે પોતાના વર્તમાન ની સફરે ઉપાડી ગયા . પોતાના વર્તમાન માં પહોંચ્યા ત્યારે સૂર્ય માથે આવી ગયો હતો . ભભૂતનાથ ને મળવા ગયા ત્યારે તે સમાધિ માં હતા ઉદયે થોડી વાર રાહ જોવાનું નક્કી કર્યું . થોડીવાર પછી ભભૂતનાથ સમાધિ માં થી બહાર આવ્યા અને ઉદય ને મળ્યા .
ઉદય ને કહ્યું કે દાદ આપવી જોઈએ તમારી હિમ્મત ની . દરેક કર્મ નું ફળ હંમેશા મિશ્રિત હોય છે . કોઈ કર્મ કરવાથી ક્યાંક તમને ફાયદો થાય તેમ ક્યાંક નુકસાન પણ થાય . ત્રીજા પરિમાણ માં કરેલ કર્મ નું નુકસાન તે થયું કે ઓજાર આપણા હાથ માં ન આવતા અસીમાનંદ ના હાથ માં પહોંચી ગયું પણ તેની સારી બાજુ એ છે કે રોનક અને તેના પરિવાર નો જીવ બચી ગયો .
કોઈ વાંધો નથી ઓજાર નો ઉપયોગ તે તરત નથી કરવાનો . આપણી પાસે ત્રણ દિવસ નો સમય છે . હું કહું તેમ કરો તો ઓજાર નકામું બની જશે .