ભભૂતનાથ દેવાંશી ને લઈને પાંચમા પરિમાણ માં પહોંચ્યા. ખંડમાં જઈને જોયું ઉદય હજી બેભાન હતો. દેવાંશી પણ બેહોશ હતી. ભભૂતનાથે તેને એક ચટાઈ પાર સુવડાવી અને તેના ચેહરા પર થોડું પાણી છાંટ્યું. થોડીવાર પછી દેવાંશી ને કળ વળી અને હોશ માં આવી . હોશ માં આવ્યા પછી તેને ચારે તરફ નજર કરી. તેની નજર ભભૂતનાથ સાથે મળતાજ તેને ચીસ પડી અને ખંડ માં ચારે તરફ દોડવા લાગી . તેને ભભૂતનાથે શાંત પડી અને કહ્યું કે પુત્રી તું ડર નહિ તું અત્યારે ગીર ની ગુફા માં છે તને અહીં મહત્વના કારણસર લાવવામાં આવી છે.તને અહીં પલ્લવ નો જીવ બચાવવા માટે લાવવામાં આવી છે . તેનો જીવ ફક્ત તું બચાવી શકે છે. તેની નજર પલ્લવ પર પડી પણ તેને જોયેલ પલ્લવ અને આ પલ્લવ માં ખુબ ફરક હતો.
વિધિ ની અજબ વક્રતા હતી જે વ્યક્તિ ને તે પહેલા મળી પણ ન હતી તેને તે પ્રેમ કરતી હતી, કારણ હતું અસીમાનંદે તેના મગજ માં ભરેલી યાદો .અસીમાનંદ દેવાંશી બનીને ઉદય ને મળ્યો હતો અને જે વાતચીત થઇ હતી તેની યાદો દેવાંશી ના મગજ માં ભરી દીધી હતી.
તે ઉદય ની પાસે ગઈ અને નીરખીને તેનું મુખ જોયું અને ભભૂતનાથ ની તરફ ફરીને પૂછ્યું પલ્લવ ને શું થયું છે અને તેને મમી ની જેમ કેમ બાંધ્યો છે ? તેના પર ઘાતક હુમલો થયો છે અને તેને શહેરમાં લઇ જવાની સગવડ ન હોવાથી તેને આયુર્વેદિક દવા નો લેપ લગાડી પટ્ટીઓ બાંધી છે. પણ તે ઊંઘ માં તમારું નામ લેતો હતો તેથી તમને લઇ આવ્યા . દેવાંશી એ તેનો હાથ હાથમાં લીધો અને જાણે ચમત્કાર થયો જાણે કોઈ વીજળી નો પ્રવાહ શરીરમાંથી પસાર થતો હોય તેમ ઉદય નું શરીર ધ્રુજી ઉઠ્યું. બે ક્ષણ માટે તો દેવાંશી પણ ડરી ગઈ પણ તેણે ઉદય નો હાથ ન છોડ્યો. એક ધારો શક્તિ નો પ્રવાહ ઉદય ના શરીરમાંથી વહી રહ્યો. ઉદયે આંખો ખોલીને જોયું તો દેવાંશી તેની બાજુમાં બેઠી હતી.
તેના શરીર ફરતે વીંટાળેલું વસ્ત્ર ફાટી ગયું હતું. તે ઉભો થયો અને દેવાંશી સામે જોઈને કહ્યું કે દેવાંશી તારી ક્યારથી રાહ જોતો હતો અને ભભૂતનાથ તરફ જોઈને કહ્યું અસીમાનંદ રણ માં યુદ્ધ ની તૈયારી કરી રહ્યો છે. તમે તેનો સામનો કરવા જાઓ હું આપણા ભાઈઓને છોડાવીને તમને મળું છું.ઉદયના અવાજમાં રહેલી દૃઢતાએ ભભૂતનાથ ને આદેશ માનવા મજબુર કર્યો .
ઉદય ના શરીરમાંથી અદભુત શક્તિ નીકળી રહી હતી . હવે તે ઉદય ન રહ્યો હતો તે ઉદયશંકરનાથ બની ગયો હતો. તે દેવાંશી તરફ ફર્યો અને કહ્યું આ મારુ અધૂરું રહેલું યુદ્ધ છે તું અહીં રહીને મારી રાહ જો. યુદ્ધ પૂર્ણ થયા પછી હું તને સમજાવીશ. દેવાંશી ના મનમાં ઘણા બધા પ્રશ્નો હતા પણ તે પૂછી ન શકી. તેને ફક્ત ભલે કહ્યું. ભભૂતનાથ ત્યાં સુધીમાં બહાર નીકળી ગયા હતા. તે બહાર નીકળીને રણ તરફ ગયા અને ઉદય બીજી દિશામાં વધી ગયો. બંને દિવ્યપુરૂષ હતા એક વિશાલ સેના જેટલું બળ તેમનામાં હતું. ભબૂતનાથ ના હાથ માં ફરસો હતો. રણ માં જઈને જોયું તો સામે એક વિશાલ સેના દેખાતી હતી. તેમને ફારસ ની ધાર પાર આંગળી ફેરવી અને અસીમાનંદને સાદ આપી કહ્યું કે હવે બસ કરો અસીમનાથ તમે એક દિવ્યપુરૂષ છો તમને આ બધું શોભતું નથી તમે સત્ય ના પક્ષે આવી જાઓ . અસીમાનંદે સામે હસીને કહ્યું કોણ અસીમનાથ હું તો અસીમાનંદ છું અને કેવું સત્ય, મહાશક્તિ કહે તે. મહાશક્તિ ઓ એ ફક્ત આપણો ઉપયોગ કર્યો છે પોતાના કાર્યો સિદ્ધ કરવામાં. તેમણે આપણને શક્તિ આપી પણ તેનો ઉપયોગ કરવાનો અધિકાર નહિ. આપણે દિવ્ય પુરુષ નહિ પણ તેમના હાથ ની કઠપૂતળી છીએ. કર્મ ના નામે આપણી સાથે છેતરપિંડી થાય છે. કેવું કર્મ તે કહે તેમને મારવાના , તે ગુનેગાર છે કે નહિ તે જાણ્યા વગર . શું ગુનો હતો રાવણ નો ફક્ત એટલો જ રામ ની પત્ની ને ઉપાડી લાવ્યો તે વખતમાં બધાજ રાજાઓ તેવું કરતા અરે તેને તો હાથ પણ નહોતો લગાડ્યો સીતા ને. તે મારી નજર માં ગુનેગાર નહોતો તે છતાં મારે યુદ્ધ માં શામિલ થવું પડ્યું અને તેના અનેક સૈનિકોનો વધ કરવો પડ્યો ફક્ત કર્મ ના આદેશ ના લીધે. શું ગુનો હતો દુર્યોધન નો તેના પિતા રાજા હતા અને રાજા નો પુત્ર રાજા હોય છે, તે ગુનેગાર અને પાંચ જણ મળીને એક સ્ત્રીને પરણે તે પવિત્ર પુરુષો. જે પોતાની પત્ની ને જુગાર માં હારે તે પવિત્ર. દાસી સાથે તે વખતે કેવો વ્યવહાર થતો હતો તે તો તમને ખબર છે જો દુર્યોધને તેનું વસ્ત્રાહરણ કરવાયું તેમાં ખોટું શું હતું .શું ગુનો હતો હિટલર નો તે ફક્ત તેના દેશવાસીઓ સાથે થયેલ અન્યાય નો બદલો લેતો હતો. શું કર્યું હતું મોટા દેશો એ તે સત્તા પર આવ્યો તેના પહેલા શું તેની જાણ નથી તમને. કઠપૂતળી ની માફક આપણે જેને મારવાનો કે હરાવવાનો આદેશ થયો તેનું પાલન કર્યું. ફક્ત ફરજો હતી હકો કોઈ નહિ. તમે કોઈને પ્રેમ ન કરી શકો કોઈને પત્ની ન બનાવી શકો.
શું ગુનો હતો વિયેતનામ ના લોકો નો તેઓ ફક્ત દેશ ની સંપ્રભુતા માટે લડતા હતા અને આપણને કહેવામાં આવ્યું તેમને હરાવો તેથી જ તે વખતે મેં ઇન્કાર કર્યો અને તેમને જીતવામાં મદદ કરી. આજે હું સ્વતંત્ર છું કોઈની કઠપૂતળી નહિ અને કોઈનો ગુલામ પણ નહિ. મને શક્તિ મળી છે તો તેનો યથેચ્છ ઉપયોગ પણ કરીશ અને સત્તાધીશ પણ બનીશ કોણ રોકશે મને મહાશક્તિ ની કઠપૂતળીઓ. અસીમાનંદે અટ્ટહાસ્ય કર્યું અને પૂછ્યું છે કોઈ જવાબ તમારી પાસે મારી વાતનો ભભૂતનાથ? હું તમને આવ્હાન કરું છું ગુલામી છોડો અને મારો સાથ આપો. શક્તિ નો ઉપયોગ કરીને જગત ને સુંદર બનાવો. મહાશક્તિ ફક્ત પોતાનું વર્ચસ્વ રહે તે માટે બધાને અંદરોઅંદર લડાવે છે . જો આપણે બંને મળી જઈશું અને જગત ની બધી બદીઓ દૂર કરીશું. જવાબ આપો ભભૂતનાથ .
ભભૂતનાથ ની પાછળ થી એક અવાજ આવ્યો " જવાબ હું આપું છું "