ઉદય ભાગ ૧૪ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

ઉદય ભાગ ૧૪

પલ્લવ સામે પહોંચ્યા પછી ભભૂતનાથે આંખો ખોલી અને પૂછ્યું પોતાની તાકાત નો નમૂનો જોઈ લીધો. પણ અહીં કુદરતી સંપત્તિ ને નુકસાન કરવાની મનાઈ છે. તમે અહીં નવા છો તેથી તમને માફ કરવામાં આવે છે અહીંની કોઈ પણ કુદરતી સંપત્તિ ને નુકસાન હવે પછી પહોંચાડવાનું નથી . કુદરતે તો જીવવા માટે બધી વ્યવસ્થા કરી રાખી છે . આપણે અહીં કોઈ પણ જાતના બાંધ , રસ્તા , તળાવ કાંઈ જ બાંધ્યું નથી બધી જ કુદરતી છે. અહીં આપણે ફળો પણ વૃક્ષ પરથી તોડતા નથી તે જમીન પર પડે તેના પછી જ ઉપયોગ કરવામાં આવે છે.

હવે તમારી અત્યારથી તાલીમ શરૂ કરવામાં આવે છે. તમારું મૂળ શરીર હજીપણ પાંચમા પરિમાણ માં છે પણ તે મેળવવા માટે પણ આ શરીર ને મજબૂત કરવું પડશે . તમારી તાલીમ સર્વેશ્વરનાથ ની દેખરેખ માં થશે અને પરીક્ષા હું લઈશ .

થોડીવાર પછી પલ્લવ અને સર્વેશ્વરનાથ એક વટવૃક્ષ નીચે બેઠા હતા . સર્વેશ્વરનાથે કહ્યું સર્વ પ્રથમ તમારે શ્વાસોશ્વાસ પર નિયંત્રણ મેળવવાનું છે હું જોઈ રહ્યો છું તમારા શ્વાસોશ્વાસ પર તમારું નિયંત્રણ નથી . તમારા બે શ્વાસ વચ્ચે નું અંતર એક સરખું હોવું જોઈએ જો એવું કરશો તો તમારા ફેફસા નો તાલમેલ શ્વાસ સાથ સરસ બેસશે અને સરવાળે તમારું શરીર મજબૂત બનશે. તમે સર્વપ્રથમ આંખો બંદ કરીને પોતાના શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો . બે શ્વાસ વચ્ચેના સમય પર ધ્યાન આપો . ધ્યાન આપો કે દરેક બે શ્વાસ વચ્ચે નું અંતર સરખું છે કે નહિ ના હોય તો અંતર સરખું કરવાનો પ્રયત્ન કરો. ઊંડા શ્વાસ અને બે શ્વાસ વચ્ચે સરખું અંતર આ તાલીમ નું ધ્યેય છે. આગળ સર્વેશ્વર નાથે જણાવ્યું કે તમારી તાલીમ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમને પલ્લવ કહી ને બોલાવીશ તાલીમ પૂર્ણ થયા પછી તમે ખુદ બની જશો ઉદય , એક મહાપુરુષ અને તમારું મૂળ શરીર જો પાછું મેળવી શક્યા તો તમે બની જશો ઉદયશંકર નાથ, એક દિવ્ય પુરુષ.

પલ્લવ ને હસવું આવી ગયું તેણે કહ્યું શ્વાસ પર નિયંત્રણ મેળવવો એ તો ડાબા હાથ નો ખેલ છે . પહેલા ઘણા યોગાસનો કર્યા છે. તેણે સર્વેશ્વર નાથ ને કહ્યું કે એમાં શું મોટી વાત હમણાજ જોઈ લેજો.

જેવી પલ્લવે આંખ બંદ કરી , તેના મગજ માં હજારો વિચાર ફરવા લાગ્યા તેના નાનપણી ઘટનાઓ , શોભા બધું જ આંખો સામે તાદૃશ થઇ ગયું . ખુબ પ્રયત્ન કર્યા પણ તે શ્વાસ તરફ ધ્યાન આપી શક્યો નથી જેવો આંખ બંદ કરતો તેવા જ મગજ માં ભૂતકાળ ના વિચારો સ્થાન લઇ લેતા .સર્વેશ્વર નાથે કહ્યું કે આ લાગે છે તેટલી આસાન પ્રક્રિયા નથી મહેનત કરવી પડશે . હું થોડીવાર પછી આવું છું. પલ્લવે પ્રયત્ન શરૂ કર્યા. ધીરે ધીરે તેના મગજ માં વિચારો ખૂટવા લાગ્યા અને ધ્યાન શ્વાસ પર ગયું અને સમજાયું કે તેના દરેક બે શ્વાસ વચ્ચેનું અંતર જુદું જુદું છે. પછી ઊંડા ઊંડા અને ધીમા શ્વાસ લેવાનું શરુ કર્યું .ઘણા સમય ના અંતે તે શ્વસન પર નિયંત્રણ કરવામાં સફળ રહ્યો. હવે તે ઊંડા અને ધીમા શ્વાસ લઇ રહ્યો હતો. તેને પોતાના શરીર માં શક્તિ નો અહેસાસ થતો હતો. સર્વેશ્વર નાથ થોડીવાર પછી આવ્યા અને કહ્યું કે આનો અભ્યાસ ચાલુ રાખો અને હવે દોડવાની તાલીમ કીયંડુનાથ આપશે . થોડીવાર પછી એક આફ્રિકન વ્યક્તિ સામેથી આવતી દેખાયી. પલ્લવ ને આશ્ચર્ય થયું એક આફ્રિકન વ્યક્તિ ના નામ માં નાથ કઈ રીતે આવ્યું. તેને નજીક આવીને પૂછ્યું કેમ છો પલ્લવ ? તો પલ્લવ આશ્ચર્ય માં પડી ગયો કે એક આફ્રિકન આટલી સરસ ગુજરાતી માં કેવી રીતે વાત કરે છે ત્યારે કીયંડુ નાથે કહ્યું કે તમને આશ્ચર્ય થતું હશે કે આટલું સરસ ગુજરાતી કેવી રીતે બોલી શકું છું તો કહી દઉં કે અહીં ચોથા પરિમાણ માં રહેનાર દરેક વ્યક્તિ ત્રીજા પરિમાણ ની દરેક ભાષા બોલી શકે છે અમને તે રીતની તાલીમ આપવામાં આવે છે . અહીં તો પશુ પક્ષીઓ ની ભાષા પણ શીખવવામા આવે છે જેથી તેમની પાસે કોઈ કામ લેવું હોય તો લઇ શકાય . અહીં ચોથા પરિમાણમાં રહેતી વ્યક્તિ ત્રીજા પરિમાણના જુદા જુદા પ્રદેશ માં થી આવે છે જે કોઈ ખરે ખાર ઉન્નત થાય તેને પ્રવેશ આપવામાં આવે છે . હું પોતે ૫૦૦ વર્ષ પહેલા મેન્ડેન કુરૂકૂબા પ્રદેશ માં રહેતો હતો મોન્ગોએ અમારા રાજા નું નામ હતું મારા જેવો દોડવીર તે વખતે કોઈ ના હતો એક રાત્રે આંખ ખુલી ત્યારે એક પ્રકશિત દરવાજો દેખાયો અને તેમાં પ્રવેશ્યો તો અહીં પહોંચી ગયો . પહેલા તો મેં ખુબ ધમપછાડા કર્યા પણ અહીંના લોકો મને વિશ્વાસ અપાવી શક્યા કે આ જગ્યા નું ખરેખર અસ્તિતીવ છે . પહેલા મને તાલીમ આપવામા આવી અને છેલ્લા ઘણા સમયથી હું તાલીમ આપું છું દોડવાની. તમને પણ આપીશ. પલ્લવ તે આફ્રિકન વ્યક્તિ નું મુખ સામે તાકી રહ્યો .

કીયંડુનાથે પલ્લવને દોડવાનું કહ્યું . થોડું જ દોડીને પલ્લવ થાકી ગયો . કીયંડુનાથે કહ્યું કે તમારી દોડવાની પદ્ધતિ ખોટી છે તમે શરીર ને આગળ ની તરફ ઝુકાવીને દોડો છો તે ખોટું છે . તમારા શરીર ને વિભાગતી રેખા નું સમતોલન તેનાથી ખોરવાઈ જાય છે તો તમે શરીર ને આગળ ની તરફ ઝુકાવો નહિ અને ટટ્ટાર રહીને દોડો એટલે થાક નહિ લાગે , અને શરીર લોલક ની જેમ આસાનીથી વર્તશે. પલ્લવે દોડવાનું શરુ કર્યું હવે તે ટટ્ટાર થઈને દોડવા લાગ્યો અને તેને એહસાસ થયો કે આવી રીતે દોડવામાં ઓછો થાક લાગે છે .તે કલાકો સુધી આશ્રમ ની આજુબાજુ દોડતો રહ્યો. હવે તેને થાક ની અસર વર્તાવા લાગી . સર્વેશ્વરનાથે આવીને તેને આરામ કરવા કહ્યું .પલ્લવ ફળોનો રસ પીને કુટિર માં આરામ કરવા જતો રહ્યો.

આઠ દસ કલાક ની ઊંઘ ખેંચીને તે પાછો તાજગી થી તરવરતો હતો . તેને તળાવ માં જઈને સ્નાન કર્યું અને પાછો તૈયાર થઈને સર્વેશ્વરનાથ ની સામે હાજર થયી ગયો હવે તેને અહીંની કોઈ વાત નું આશ્ચર્ય લાગતું નહોતું .

સર્વેશ્વર નાથે થોડો સમય શ્વસન નિયંત્રણ અને દોડવાનો અભ્યાસ કરવા કહ્યું અને કહ્યું કે હવે તમને યુદ્ધકળા ની તાલીમ આપવામાં આવશે તમને જુદા જુદા હથિયારો ચલાવતા શીખવાવમાં આવશે તેના માટે દરેક હથિયાર માટે તમારા ગુરુ જુદા જુદા હશે. રુદ્રનાથ તમને તલવાર ચલાવતા શીખવશે , ભૈરવનાથ તમને ત્રિશુલ , શિનનાથ તમને લાઠી ચલાવતા શીખવશે અને જિમીનાથ તમને કુસ્તી શીખવશે .

પલ્લવ નું તાલીમ સત્ર લાબું ચાલ્યું . શરૂઆત માં પલ્લવ ને ખુબ તકલીફ પડી પણ ધીરે ધીરે પલ્લવ માં સુધાર આવી ગયો તે હવે યુદ્ધ વિદ્યા માં પ્રવીણ થયી ગયો હતો આ બધાનું પ્રશિક્ષણ લેતા લેતા અહીં ચાર દિવસ નીકળી ગયા તેને વિચાર્યું કે અહીં તો ચાર જ દિવસ થયા છે પણ ત્યાં ચાર મહિના થયી ગયા હશે ચોમાસુ વીતી ગયું હશે અને શિયાળો આવી ગયો હશે .

યુદ્ધ વિદ્યા ના પ્રશિક્ષણ પછી તેને નૃત્યકલા નું પ્રશિક્ષણ તેમજ ગાયન વિદ્યા નું પ્રશિક્ષણ આપવામાં આવ્યું . પલ્લવ ને અહીં આવીને ૩૦ દિવસ થયી ગયા હતા અને તેને જુદી જુદી વિદ્યા નું પ્રશિક્ષણ આપવામાં આવ્યું અને તે દેરક માં પ્રવીણ થયી ગયો હતો હવે તે ઓળખાતો ના હતો તેનું શરીર એકદમ મજબૂત બની ગયું હતું અને લાંબી દાઢી તેના ચેહરાને સુશોભીત કરી રહી હતી. હવે બધા તેને પલ્લવ નહિ પણ ઉદયનાથ કહીને બોલાવતા હતા .

ભબૂતનાથે ઉદય ને બોલાવ્યો અને કહ્યું કે તમારે એક કામ કરવાનું છે તમારે સમય માં પાછળ જઈને એક હથિયાર લાવવાનું છે જે તમે જેમના ઘરે રહેતા હતા તે મફાકાકા ના દીકરા રોનક પાસે હશે. તમે ચોથા પરિમાણ માં જે સમયે પ્રવેશ્યા તે સમય માં પહોંચશો. પછી તમે બંને પરિમાણ માં હશો ત્રીજા અને ચોથા પરિમાણ માં હશો. જેવા તમે ચોથા પરિમાણ માં પહોંચશો તેવા જ તમને ત્રીજા પરિમાણ માં તે ઓરડી માં સ્થાનાંતરિત કરવામાં આવશે. તમારી ગેરહાજરી કોઈને નહિ વર્તાય. તમે પહોંચશો તેના ચાર દિવસ પછી ડૉક્ટર રોનક પહોંચશે તેની પાસે એક હથિયાર હશે જે લંકા ના ખોદકામ દરમ્યાન મળેલ છે જે રાવણ નામના રાજાનું છે તે તમારે મેળવવાનું છે નહીંતર થોડા સમય પછી તે અસીમનાથ ને મળી જશે પછી તેને રોકવો મુશ્કેલ થયી જશે.