સવારે સૂર્યોદય સાથે તેની આંખો ખુલી. થોડી વાર વિચારમાં પડી ગયો ભભૂતનાથ , ચોથું પરિમાણ એ બધું સ્વપ્ન તો નહોતું ને? તે ઓરડી ની બહાર નીકળ્યો પક્ષીઓ નો કલબલાટ ચાલુ હતો વરસાદ થભી ગયો હતો પણ આકાશ માં સફેદ વાદળો તરી રહ્યા હતા દૂર ક્ષિતિજ થી સૂર્ય ડોકું કાઢી રહ્યો હતો તેને સૂર્ય ને જોઈને પ્રણામ કર્યા અને એક ખાટલા માં બેસી ગયો અને વિચારવા લાગ્યો કે કેવું વિચિત્ર સ્વપ્ન જોયું. દૂરથી રામલો આવતો દેખાયો. નજીક આવીને તે ઉદય સામે વિચિત્ર નજરે જોઈ રહ્યો અને કહ્યું નટુભાઈ તમારા બાવડાં માં હોજો ચડ્યો સ કાલ હોજે તો બધું બરાબર હતું. ઉદય નું ધ્યાન પોતાના બાવડાં તરફ ગયું એકદમ કસાયેલા લાગતા હતા અને શક્તિ નો પણ એહસાસ થઇ રહ્યો હતો એટલે કે ચોથું પરિમાણ એ સ્વપ્ન નહોતું પણ હકીકત હતી તે સમજતા વાર ન લાગી . ઉદયે રામલા ને કહ્યું કાંઈ કરડી લાગે હે નીંદર માં અને ઈ બી બંને હાથ માં. હાલ કામે વળગિયે કામ કરતા જાશું તેમ સોજો ઉતરી જાહે. પછી નટુ કુંડી માં નહાવા પડ્યો અને નહાઈને તેને પુરી બાય નો ઝભ્ભો પહેરી લીધો જેથી કોઈનું ધ્યાન તેના બાવડાં પર ન જાય. બપોર સુધી ખેતી નું કામ કર્યું ત્યાં સુધી માં એક માણસ ભાતું લઈને આવ્યો અને તે લોકો જમતા હતા તે વખતે કહ્યું કે મફાકાકા નો દીકરો બે દિવસ પછી આવવનો છે ત્યારે નટુ ના શ્વાસ બે ઘડી થંભી ગયા કે પરીક્ષા ની ઘડી આવી ગયી . ભભૂતનાથે કહ્યું તેમ ખરેખર રોનક પાસે રાવણનું હથિયાર હશે ? હું કેવી રીતે છીનવી શકીશ ? પછી તેને એક ઊંડો શ્વાસ લીધો અને અને પોતે લીધેલી તાલીમ યાદ કરી અને વિચાર્યું આવવા દો તેને બધું થઇ પડશે. રામલો નટુ સામે તાકી રહ્યો હતો તેને પૂછ્યું નટુભાઈ તમારી તબિયત તો હારી સ ન હવારથી કોક વિચારમો હોય ઇમ ચમ કરો સો નક્કી ડૉક્ટર ફાય નહિ જવું ? નટુ એ કહ્યું કાંઈ નથી થયું ભાઈ એ તો હું વિચારતો હતો કે છેક અમેરિકા રયે છે ઈ ભાઈ કેવા હશે અને આયા આવીને આપણી હારે કેવી રીતે વર્તશે ? રામલો બોલ્યો ના ભાઈ રોનક ભાઈ તો બહુ સરસ મોણસ સ એકદમ દિલદાર અન હસમુખા . એવડા મોટા ડૉક્ટર સ પણ જરાય અભિમોન નઈ. અન દર વખતે આવ એટલ મારા માટય કોક લઈને આવ કોતો છેલ્લે કશું નઈ તો મારા સોકોરો માટે ચોકલેટ તો લાઈન આવ .
મફાકાકા એ જો તમારી વાત કરી હશે તો તમારા માટય કોક લઇન આવશે . બઉ રમુજી મોણસ હો આપડા રોનક્ભાઇ .
જમ્યા પછી બંને કામે વળગ્યા . સાંજ ક્યારે પડી તેની ખબર ના પડી . રામલો તો ઘરે જવા નોકળી ગયો પછી નટુ ઓરડી માં આવી ગયો અને પછી તેને લીધેલી તાલીમ નો અભ્યાસ કરવાનું નક્કી કાર્ય પછી યોગ ના શીખેલા ચારેય પ્રકાર હઠયોગ , રાજયોગ , મંત્રયોગ અને લયયોગ ક્રમબદ્ધ રીતે કર્યા જે મહાયોગી માટે પણ મુશ્કેલ હતા . પછી કુંડી ની પાછળ ખાલી ખેતર માં લાઠીદાવ કર્યા તેમ કરતા કરતા રાત પડી ગયી હતી .બીજો દિવસ પણ કોઈ ઘટના વગર પસાર થઇ ગયો હવે તેને ફક્ત રોનક નો ઇંતેજાર હતો. તે વિચારવા લાગ્યો કે આટલા વર્ષ પછી શું રોનક તેને ડૉ પલ્લવ તરીકે ઓળખી શકશે? અને ઓળખી ગયો તો મારી ઓળખ ગુપ્ત રાખશે ?
ત્રીજે દિવસે કાંઈ કામ ના હોવાથી નટુ રામલા સાથે ગામમાં ગયો ત્યારે એક વિચિત્ર ઘટના બની. ખુબ થયેલા વરસાદ ને લીધે આખું વરસ કોરું રહેનાર તળાવ છલકાયેલું હતું તેમાં ક્યાંકથી મગર આવી ચડ્યો અને કપડાં ધોતી એક છોકરી ને પાણી માં ખેંચવા લાગ્યો તે વખતે નટુ અને રામલો તળાવની પાળે બેસીને વાતો કરતા હતા. આ દ્રશ્ય જોઈને રામલો તો હેબતાઈ ગયો પણ નટુ એ તળાવ ની તરફ દોટ મૂકી અને મગર ઉપર કૂદી પડ્યો. મગર છોકરી નો પગ મુકવા તૈયાર નહોતો. પણ નટુ એ થોડું જોર અજમાવી તેનું ઉપરનું જડબું અને નીચેનું જડબું ખોલ્યું એટલે છોકરી નો પગ છૂટો થયો જખમ થઇ હતી પણ તે બચી ગયી હતી રામલા એ દોડીને તેને પાણીની બહાર કાઢી.પછી નટુ એ ધીમો મુક્કો મારીને મગર ને હટાવ્યો. તેને ખબર હતી કે વધારે જોરથી મારશે તો મગર મરી જશે અને સમય ના નિયમ નો ભંગ થશે . મગર પણ જાણે સમજી ગયો હોય તેમ ત્યાંથી નીકળી ગયો. નટુ નું નસીબ સારું હતું કે આ દ્રશ્ય રામલા અને તે છોકરી સિવાય કોઈએ જોયું નહોતું. બહાર આવ્યા પછી નટુ એ એવું નાટક કર્યું કે જાને એકદમ થાકી ગયો હોય પછી રામલાને પૂછ્યું કે હમણાં શું બયનું હતું ? મને કેમ કાંઈ યાદ નથી આવતું ? રામલો તો આભો બની ગયો . તેને કહ્યું કે હમણ તમે મગર ના મુઢા મોંથી આ સોડી ન બચાઈ ન તમન કોઈ યાદ નહિ . નટુ એ કહ્યું મેં તો ફક્ત મગર ને જોયો હતો પછી હું થિયું મને કાંઈ યાદ નથી. રામલા એ કહ્યું તો નક્કી કોઈ માતાજી આયોં હશે તમારા શરીર મોં નકર તમારું શું ગજું મગર હંગાથ લડવાનું ? ત્યારે નટુ નો શ્વાસ નીચે બેઠો કે ચાલો આ નાટક ચાલી ગયું . એની શક્તિઓ વિષે કોઈને જાણ થવા દેવાની નહોતી,
બીજા દિવસે આખા ગામમાં વાત ફેલાયી ગઈ કે નટુ ને માતાજી ની સહાય છે. તે દિવસે મફાકાકા મળવા આવ્યા અને શાબાશી આપી અને કહ્યું કે કાલે મારો દીકરો રોનક આવે છે તેની પત્ની અને હા સાથે મુંબઈ થી મોટીબેન અને દેવાંશીબેન પણ આવશે. બે દિવસ કામ બંદ રાખીને ઘરે આવજો એટલે કોઈ કામ હોય ઘરે તો થાય . હવે નટુ માં થી ઉદય બનવાનો વખત નજીક આવી રહ્યો હતો . દેવાંશી નું નામ સાંભળતા તેનું હૃદય ધબકારા ચુકી ગયું હતું .